Daily Archives: જાન્યુઆરી 15, 2013

સેંટ માર્ટીનના બેટમાં દુલા

આજથી પચ્ચીસેક વરસ પેલાં હું ક્રુઝ (cruise )મારફતે સમુદ્રી સફરે ગએલો .આ વખતે મારી પત્નીને સાથે આવવાનું નક્કી કરેલું ,કેટલા પૈસા ખર્ચો થશે ,એમ પૂછ્યું મેં ખર્ચ જણાવ્યો એટલે તે જરાક ઉંચે સાદે બોલીકે  ત્યાં બેટમાં શું દાટ્યું છે ,કે આટલો બધો ખર્ચો કરીને ત્યાં લેવા જવું .? બહુ સમજાવી પણ તે એકની બે નો થઈ .પણ એટલું બોલી કે તમારે જવું હોયતો જાઓ  . આ માટે મારે એક વાક્ય બનાવવું પડ્યું કે     હિમ્મત  નો ગાંજ્યો જાય મોટા માંન્ધાતાથી ,પણ નિમાણો થઇ ગયો ભાનુની જીદ્દથી .   આ મારી ક્રુઝ યાત્રાનો લેખ ગુજરાત ટાઈમ્સ માં પ્રસિદ્ધ  થયેલો  છે  .

મને સેન્ટ થામસ ,વર્જિન આઈલે ન્ડ  સેન્ટ માર્ટીન વગેરે ટાપુઓમાં ફરવાની ખુબ મજા આવી .પણ સૌ થીવધુ મજા સેન્ટ માર્ટીન ટાપુ કે જે 37 સ્ક્વેર માઈલના વિસ્તારમાં છે .અને એમાં  ડચ અને ફ્રાંસ એમ બે દેશો રાજ કરે છે .મેં એનો એક રાસડો બનાવ્યો છે જે લોકગીતના “તારે મારે ઠીક છે ઘાયલ “એ રાસડાની ઢબે  ગાઈ શકાશે .

સેન્ટ માર્ટીનના  બેટમાં દુલા સેન્ટ માર્ટીનના બેટમાં  બે દેશોની હકુમત હાલે  ગીર ધારીલાલ

ઈ બેટમાં કોઈદી જાશમાં દુલા ઈ બેટમાં કોઈદી જાશમાં  જાતો  આશ્કડો થાશમાં  ગિરધારીલાલ

ઈ બેટના માયાળુ માનવી દુલા ઈ દેશના માયાળુ માનવી અજાણ્યાથી પ્રીતું બાંધી બેહે ગિરધારીલાલ

ફ્રેંચ વિસ્તારમાં  ફૂટરાં માનવી નજરે તુને આવશે  છાજ્લીયું વાળી છોકારીયું બધે દેખાય ગિરધારીલાલ

ડચ વિસ્તારમાં કુકડા બકરાં  હડફટે તુને આવશે કુકડીયુંથી   બચ તો  બચતો રેજે ગિરધારીલાલ

બિચ ઉપર જો જાતો તુને જુદી દુનિયા ભાસશે  પોણી નાગી છોકરીયું દેખાશે ગિરધારી લાલ

એકલો કોઈદી જાશમાં ઈ બેટમાં  એકલો કોઈ દિ જાશમાં ઘરવાળીને ભેગી લીધે જાજે  ગિરધારીલાલ

અંતરના ઊંડાણથી  વિચાર આવ્યો આતાઈને  રાસડો બનાવવાનું સુજ્યું ગિરધારીલાલ