Daily Archives: જાન્યુઆરી 23, 2013

બે ઘડી મોજ માટે નાનકો જાદુ

તસ્કર વિદ્યાની  ઘણી વાતો કરી હવેથી થોડીક જાદુ કળા ની વાત   કરીશ ,.જાદુ એ નજરબંધીનો ખેલ છે એને હાથ ચાલાકી પણ કહેવાય ,જ્યાં સુધી સમજ  ન પડે ત્યાં સુધી જાદુ .અને પછીતો “ઉકલો કોયડો કોડીનો “પહેલા ગામડામાં  નાનકડો ચોક હોય ત્યાં જાદુગર ડુગ ડગી વગાડે એટલે માણસો ભેગા થાય  આવા જાદુગરને મદારી કહેવાય ,જે લોકોએ આવા ખેલ જોયા હશે તેને ખબર હશે કે  મદારી પોતાના મોઢામાંથી પથરા કાઢે સર્પ, વીંછી કાઢે અને લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરે  કોઈ ન્તીકિત હોતી નથી દ્યે ઉસકા ભલા ન દ્યે ઉસકાભી ભલા એવું હોય છે પણ લોકો પાઈ પૈસો આપતા હોય છે .મફતમાં કોઈ જોતું નથી .આજકે હું ફક્ત જરાક જેટલી રમુજ થાય એવી વાત કરીશ આ જાદુ જોનારને ખબર પડી જ્કાય એવો છે પણ જે વ્યક્તિ ઉપર જાદુ કરવામાં આવે એને નો ખબર પડે

મેં મારી ગ્રેટ ગ્રાન્ડ ડોટર  જીઆના ઉપર આ પ્રયોગ કરેલો એની હું વાત કરીશ એટલે તમે શીખી શકશો .હું આવો જાદુ નટખટ બાળકો ઉપર કરું છું .અને એમાં મને અને સૌ ને મઝા આવતી હોય છે .સરળ બાળકો ઉપર કે  મોટાં ઉપર આવો જાદુ કરવાનું મને મન નથી થતું .

પહેલાં હું જીઆનાનો પરિચય  કરાવું .જીઆના  દહીં ડમરી છે .અને ક્યારેક માથાભારે પણ છે .એટલે ઘણી વખત મારે એને કાલીમા  કહેવી પડે છે .એક વખત મેં એને રસ પીવડાવવા માટે તેની આગળ પ્યાલો ધર્યો .એ રમકડાથી રમી રહી હતી ,એટલે મને એણે માથું હલાવીને ના પાડી   .મેં ફરીથી રસ પીવા માટે આગ્રહ  કર્યો  એણે બોલીને ના પાડી કે મારે નથી પીવો . મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો ,એટલે દુર્ગા માં કોપાયમાન  થયાં અને મારા હાથ ઉપર ઝાપટ મારીને રસ ઢોળી  નાખ્યો .એટલે  મારાં અને એનાં  કપડાં અને રગ બગડી ગઈ .આ વખતે એની ઉમર ચારેક વરસની હતી .એના ઉપર સૌ નાં મનોરંજન માટે જાદુ કર્યો ત્યારે એ  6વરસની હતી .

આ જાદુ કરવા માટે સૌ પ્રેક્ષકોને  કહી દેવાનું કે  જેના ઉપર જાદુ થઇ રહ્યો હોય એને કશોય આઈડિયા આપવાનો નહિ બસ ચુપ ચાપ જોયા કરવાનું ,એક પેજીઆના ના  કે દાઈમ  જેવો હળવો સિક્કો લેવાનો  પછી આ સિક્કાને સૌ જોઈ શકે એમ પોતાના કપાળમાં  દબાવીને  ચોટાડવાનો અને  પછી કપાળ ઊંચું નીચું કરી સિક્કાને પાડી નાખવો .પછી જેના ઉપર પ્રયોગ કરવો હોય એને એમ સિક્કો પાડી નાખવાની સુચના કરવી ,પછી સિક્કો લઇ એના કપાળમાં દબાવીને ચોટાડ વો। એ કપાળ ઊંચું નીચું કરશે એટલે સિક્કો પડી જશે ,પછી જાદુગરની જેમ કશુક બોલવું અને સિક્કો પાછો કપાળમાં જોરથી દવાવવો અને પછી હળવેકથી સિક્કો લઇ લેવો .એના કપાળમાં ખુબ દબાવવાના  કારણે એને પોતાના       કપાળ ઉપર સિક્કો છે એવો ભાસ થાય .પ્રયોગ કરતા પહેલા હાથથી સિક્કો ન પડી નાખવા બાબત કડક ચેતવણી આપવાની .જીઆના ના કપાળમાં સિક્કો  ચોટાડયો ,અને જીઆનાએ કપાળ હલાવવાનું શરુ  કર્યું અને પ્રેક્ષકોએ  હસવાનું શરુ કર્યું .કપાળ હલાવી  હલાવીને  થાકી એટલે માથું હલાવવાનું શરુ . એના માથાના વાળ ઘુમવા લાગ્યા .સાક્ષાત જગદંબા  ધુણવા  માંડ્યા પછી અગાઉથી કહી રાખેલ માણસ બોલ્યો .જાદુગર હવે તમે પેની પાડી નાખો .જીઆનાથી નહિ પડે પછી હું પીની સાથેનો હાથ જીઆનાના કપાળ સુધી લઇ ગયો .અને પેની હાથમાંથી પડતી મૂકી  કેવો લાગ્યો આ ટચુકડો જાદુ ?

એક સૌ બ્લોગર ભાઈઓને વિનતી  કે  હું મારા અનુભવો બ્લોગમાં મુકું છું .આપને એવું લાગે કે હું મારીજ વાતો કરું છું .કહી બીજી વાતો કરતા નથી . તો હું મારા અનુભવો લખવાના પડતા મુકું . હું આવું મારા અનુભવોનું કઈ નહિ લખું,  તો હું બોર થઇ જઈશ .એવી મારા પરમ હિતેચ્છુઓ એ ચિંતા કરવાની જરૂર નથી . હું બોર થવાનું કે કોઈને બોર કરવાનું શીખ્યો નથી આતો  અમિત પટેલ અશોક મોઢ વાડિયા ,શકીલ ,સુરેશજાની પ્રજ્ઞા બેન જુગલ કિશોર  ભાઈ વિનોદ ભાઈ વગેરે  ઘણા મિત્રોને મારી વાતો ગમે છે એવું મને લાગ્યું છે .એટલે હું આવું આવું લખું છું હું બોર નથી પણ ખજુર છું .ઉપર નરમ અને અંદર કઠણ  ઉપરનો ગર્ભ ખાઈને અંદરનો ઠલ યો  થૂંકી  નાખવાનો ઠળીયો ખાવા પ્રયાસ કરશો તો દાંત પડી જશે તો મને મારા ઉપર અનહદ કૃપા કરીને કહો કે મારે મારા અનુભવો લખવા કે આવું લખવાનું માંડી  મારા માટે આપ અભિપ્રાય આપજો એવું મેં આપને કીધું હોય એવું મને યાદ નથી ફક્ત પહેલી વારજ  આ નમ્ર વીંટી કરું છું છું તો આ મારી વાત ધ્યાને લેજો   ખુદા હાફિજ