Daily Archives: જાન્યુઆરી 4, 2013

પરણેલા પરસોતમની પ્રેમિકા, પઠાણની પત્ની .

અમદાવાદના બેહરામપુરા વિસ્તારમાં પઠાણના છાપરાં છે। .આ લોકો ખરેખર પઠાણ નથી . પણ અફઘાન છે .અફઘાનીસ્તાનના મૂળ રહેવાસી .પણ આપણે આ લોકોને પઠાણ કહે છે .એટલે હું પણ તેનો પઠાણ તરીકે ઉલ્લેખ કરીશ ,પઠાણ ,જેલોકો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર જે વઝીરિસ્તાન કે એવા નામથી ઓળખાય છે .જે બ્રિટીશના સમયમાં બ્રિટીશના માથાનો દુ:ખાવો હતો ,અને હાલ પાકિસ્તાનના માથાનો દુ:ખાવો છે .તે લોકો બહુ જનુની ક્રુર હોય છે .જુના સમયમાં ગુજરાતમાં વસેલા હાલ વડનગર વિસનગર બાજુ વસેલા કે જેની અંદર પણ ખોખર વગેરે પેટા જાતિઓ છે .જુનાગઢના ,પાલનપુરના માણાવદર, બાંટવાના બાબી ઓના વડવાઓ મુળ આ પ્રદેશથી આવેલાનું મનાય છે .આ લોકોના નામની પાછળ ખાં અથવા ખાન નો પ્રત્યય લાગે છે . .તેલોકોમાં વિધવા વિવાહ થતો નથી .ખરેખર આ લોકો પઠાણ છે .એવું માનવામાં આવે છે .
બહેરામપુરા વિસ્તારના છાપરામાં વસતા અફઘાન લોકોનો ઈતિહાસ એવો છેકે ગ્રીક એલેક્ઝાન્ડર (સિકંદર )ના વખતમાં આલોકો ગ્રીસથી અફઘાનિસ્તાનમાં આવી વસેલા છે .તેઓનો ચામડીનો રંગ ગોરો હોય છે .ઈ .સ .1847 સુધી આલોકો ગ્રીકનો મૂળ ધર્મ પાળતા અને અફઘાનિસ્તાનમાં કાફર તરીકે ઓળખાતા એ લોકો જે વિસ્તારમાં રહેતા એ વિસ્તાર કાફીરીસ્તાન તરીકે ઓળખતો .જે હાલ નુરીસ્તાન તરીકે ઓળખાય છે .મને બહુ ઐતિહાસિક જ્ઞાન નથી કદાચ આમાં મારી કદાચ ભૂલ પણ થતી હોય મેં આવાત અમદાવાદના વાસણા ગામ નજી।ક આવેલ આઝમ મોઝમ સોસાયટીના ચોકીદારને ઘરે આવેલા તેના મેમાન કે જે અફઘાનિસ્તાનથી આવેલો હતો .તેની પાસેથી સાંભળેલી છે અને નેશનલ જીયોગ્રફીમાથી કોઈએ મને વાંચી સંભળાવેલી છે .
અગાઉ ઉલ્લેખ કરેલો એ બહેરામપુરા છાપરા પાસે એક પરસોતમ નામના જામનગર બાજુના રાજગર બ્રાહ્મણનું લાકડાનું પીઠું હતું .અહી પઠાણ લોકો લાકડાં ખરીદવા આવતા એમાં એક બાઈ પણ લાકડાં ખરીદવા આવતી .લાકડાં ખરીદવામાંથી બાઈનું પરસોતમ સાથે લફરું થઇ ગયું .પરસોતમ પણ ગરસીયાઓના સીધાં ખાઈ ખાઈને સો જાડેજાને ભારે પડે એવો થઇ ગએલો .બીજા પઠાણોને આ લફર બાબત કઈ પડી નોતી “એને પડ પાણા પગ ઉપર “એવો ધંધો કરવાની બહુ ઈચ્છા નોતી.પરસોતમની પ્રેમિકાનો ધણી પરસોતમથી અને પોતાની બાઈડીથી ગભરાતો . જેમ કુલટા સ્ત્રીઓના નબળા પતિઓ આપઘાત કરે છે .પણ આ કુલટાનો ધણી આપઘાત ન કરતાં ઘર છોડીને જતો રહ્યો .અને અમદાવાદના ખાસ બજારના ફૂટપાથ ઉપર પડી રહે ,બાજુનાં રેસ્ટોરાં વાળા તેને ખાવનું આપે તે ખાઈ પીને પડ્યો રહે .તે હંમેશા રાખોડી રંગની લુંગી અને ઝભો પહેરતો .તેને આ કુલટાથી થયેલો એક પંદરેક વરસનો દીકરો હતો .
કુલટાને એક વખત વહેમ પડ્યોકે પોતાના ધણીને કોઈ સાગરિત મળીજાય તો એ મારું અને પરસોતમનું ખૂન કરે .એના કરતા આપણેજ એને મારી નાખીએતો કેવું ? આવો દુષ્ટ વિચાર એણે પરસોતમને કહ્યો અને પરસોતમ કુલટાના ધણીને મારી નાખવા તૈયાર થઇ ગયો .પછી એક રાતેકુલટાએ એના દીકરાને તેના બાપને ફોસલાવીને ઘરે લઇ આવવા કહ્યું .બાપ ભોળવાઈ ગયોઅને ઘરે આવ્યો .એને ચા માં જેર નાખીને ચા પીડાવ્યો . ચા પીધા પછી થોડી વારમાં મરીગયો .તેના માથાના અને દાઢીના બાલ અકબંધ હતા .પરસોતમે તેના વાળ સાફ કરી નાખ્યા પછી માથામાં બંદુકની ગોળી જેવી ગોળી ધરબી દીધી અને પછી લાશને નગ્ન કરી સાબરમતી નદીમાં નાખી દીધી અને સાથે તે પહેરતો એ કપડાંનું પોટકું પણ નદીમાં નાખી દીધું આ વખતે ભરપુર નદીમાં પુર આવેલું નદીના સામેના કિનારે લાશ અને કપડાનું પોટકું નીકળી ગયા . આ અરસામાં એક સાધુ અને એક પોલીસવાળો પણ તણાઈ ગએલા લાશની શોધખોળ થવા માંડી આ વખતે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અમૃતલાલ ચોહાણ નામના પો .સબ ઇન્સ હતા લાશને ઓળખવા સાધુને બોલાવી લાવ્યા સાધુ બોલ્યો આ લાશ અમારા સાધુની નથી .પછી તપાસકર્તા ખાસ બજારના રેસ્ટોરાં વાળાઓએ કીધું કે આવા કપડાં પહેરનાર ફકીર ફૂટપાથ ઉપર પડ્યો રહેતો એ હમણાથી દેખાતો નથી લાશને દાકતરી તપાસમાટે સિવિલ હોસ્પીટલમાં મોકલી ડોકટરે કીધુકે આ માણસનું મૃત્યુ જેર પીવાથી થયું છે અને આ માથામાં ગોળીઓ છે .એ બંદુકથી અંદર નથી ગયું પણ ખુસેડી દેવામાં આવેલ છે .તપાસના અંતે એવી ખાતરી યથી કે આ પઠાણની લાશ છે અને પછી પોલીસને જાણવા મળ્યુકે પરસોતમે અને આ બાઈએ પઠાણનું ખૂન કરેલું છે .કોર્ટમાં કેસ ચાલ્યો અને પુરાવાના અભાવે છૂટી ગયાં પણ ભગવાનના દરબારમાં નો છુટ્યા
પરસોતમ અને એનો નાનોભાઈ સાડીઓ ,ઘરેણાં વગેરે વેચનાર ફેરીયાઓને બોલાવી તેનો સામાન લઈને ફેરીઓંને મારી નાખીને લાશનો નાશ કરી નાખતા એક વખત એક પાંચેક વરસના છોકરાએ લાશના હાથનો કાપી નાખેલો દીધો કકડો જોયો ,બાળકે એના બાપને વાત કરી બાપે પોલીસને ખબર આપી અને પોલીસે પરસોતમને બંને ભાઈઓને પકડી લીધા .કેસ ચાલ્યો મુદ્દતના દિવસે પોલીસ કોર્ટમાં લઇ આવે એમાં પરસોતમ જાજરુ ગયો પોલીસે એક હાથ કડી હાથમાં રહેવાદીધી અને બીજા હાથની હાથકડી છૂટી કરી , પરસોતમ જજરુમાથી પાછળના રસ્તે જ્યાંથી જાજરુનું ડબલું નીકળતું હોય ત્યાંથી નીકળી ગયો પોબારા ગણી ગયો અને જામનગરના લાલપર ગામે પોતાની બહેનના ઘરે પહોંચી ગયો અને લહેરથી રહેવા લાગ્યો અને આજકાલ કરતા બે વરસ થઇ ગયા એના નાના ભાઈને ફાંસીને સજાથી ગઈ અને પરસોતમને પણ એની ગેર હાજરીમાં જજે ફાંસીની સજા ફરમાવી દીધી
પર્સોતામની બેનને એનો ધણી કઈ કહી નો શકે અને એની બેન પણ એનો ધણી ઉંચે સાદે બોલે તો પરસોતમનો ડર બતાવે . એક કહેવત યાદ આવી ગઈ “પાદરનું ખેતર અને પગમાં વાળા નાર કભારજા અને ગામમાં સાળા “આવા સંજોગોમાં જિંદગી દોહ્યલી થઇ જતી હોય છે .એક વખત એની બેને પતિના વિરુદ્ધમાં પરસોતમ આગળ ફરિયાદ કરી ,પરસોતમે બનેવીને ધમકી આપીકે હું માણસને મારીનાખતા વાર નથી લગાડતો અને મારી નાખ્યા પછી લોહી વાળા હાથ પણ નથી ધોતો .બનેવીએ લાલપુર પોલીસને જન કરી કે અમદાવાદનો વોન્ટેડ ખૂની મારે ઘરે આવ્યો છે . પરસોતમને પકડી ગઈ અને અમદાવાદ પોલીસને ખબર આપી। . પોલીસ અમદાવાદથી આવી અને પોલીસ પરસોતમને શણગારીને લઇ ગઈ અને પછી ફાંસીને માંચડે માંચડે ચડાવી દીધો અને પર્સોતામની નાની દિકરી બાપ વગરની થઇ ગઈ અને તેની મા ધણી વગરની થઇ ગઈ