Daily Archives: જાન્યુઆરી 19, 2013

बनवाव शिवाला या मस्जिद

એક નાના ગામમાં એક બ્રાહ્મણ શેરીમાં ત્રણ કુટુંબ રહે , એમાંના એક કુટુંબમાં એક  માણસ પોતાના બાળ બચ્ચાં અને વિધવા મા અને વિધવા બેન સાથે રહે .બેન બહુ જુવાન વયે વિધવા બનેલી .કારમા મરકીના રોગમાં  કે જે મરકી  કડ્કડિયા ના વરવા નામે ઓળખાતી .આ કડ્કડિયામાં તેનો અતિ સ્વરૂપવાન પાંચ હાથ પુરો તંદુરસ્ત જુવાન મૃત્યુ પામેલો .અને પછી તેનો ભાઈ પોતાની વિધવા બેનને પોતાના ઘરે લઇ આવેલો .

એક દિવસ આભાઈ પોતાની મા અને પોતાની પત્ની  સાથે પુણ્યનું ભાથું બાંધવા તીરથ જાતરાએ ગયો .વિધવા બેન એકલી ઘરે રહેલી .આવી પરિસ્થીમાં  તેના સસરાના ગામથી તેનો પ્રેમી આવ્યો અને છુપાઈને વિધવા સાથે રહે .એક રાતે  તેના પાડોશીને ખબર પડી ગઈકે આ બાઈ સાથે કોઈ પુરુષ છુપી રીતે રહે છે .તેણે પોતાના મિત્રો સાથે આવીને  બાઈનું  ઘર ઉઘડાવ્યું .અને ઘરમાં જઈને  ડામચિયા પાછળ છુપાએલા પુરુષને  ગોતી કાઢ્યો ,અને તેને સખત માર મારીને પછી કાઢી મુક્યો ,બાઈને પણ એક લાકડી મારેલી .

આવી વાતો છુપી રહેતી નથી .આ વાત ગામમાં વાયુ  વેગે  પ્રસરી ગઈ .જયારે  વિધવાનો ભાઈ તિરથ કરી પુણ્ય કમાઈ ગામમાં  આવ્યો કે તુર્તજ કોઈએ આ પર પુરુષના પોતાની બેનના સબંધની વાત કહી દીધી .ભાઈ ક્રોધાવેશમાં ઘરે આવ્યો .અને કંઈપણ વધુ વાત કર્યા પહેલા બેનને કહી દીધું કે હવે તું મારા ઘરમાંથી નીકળી જા બેન પણ તુર્તજ ઘર બહાર કંઈ પણ બોલ્યા વગર નીકળી ગઈ ,તેની માએ  બેનને ના કાઢી મુકવા માટે દીકરાને કરગરી  પણ દીકરો માન્યો નહિ એટલે માં બોલી  બિચારી એકલી ક્યા જશે  હું પણ એની સાથે જાઉં .માની વાત   સાંભળી  દિકરો  બોલ્યો  , તો તું પણ જા ,

જેનો નવ મહિના પેટમાં રાખી ભાર ઉપાડીને જતન કર્યું એના ગુ મુતર ધોયાં ધાવણ ધવરાવી ઉછેરીને મોટો કર્યો ,એવી જનેતાને દીકરે કાઢી મૂકી  ક્યા જવું શું કરવું .કંઈ સુજ પડતી નથી .માને વિચાર આવ્યોકે પોતાના ભાઈના ઘરે જઈએ ભાઈ ભાભીના ઓશિયાળા થઈને રહેવું પડશે પણ શું થાય ,બીજો કોઈ ઉપાય નથી.ગાંઠે નાણું નથી  .ઘરેથી બે ગાઉ દુર ગામથી બસ મળે ,રોતાં રોતાં રસ્તો પૂરો કરીને ભૂખ્યા તરસ્યાં બસ સ્ટેશને પહોંચ્યાં ,હવેતો આંખોમાંથી આંસુ પણ ખૂટી ગયા છે . મા દિકરી ને કોઈ પુરુષ વગર  એકલા ઉદાસ ચેહરે જોઈ  એક માણસ તેમની નજીક આવ્યો .મા  દિકરીની  કથા વ્યથા સાંભળી  તે ભાઈ કંદોઇની દુકાને મા દિકરી  માટે   ખાવાનું લેવા ગયો એના ગયા પછી એક દયાનો સાગર મુસલમાન  સંધી અથવા મલેક  તેની પાસે આવ્યો . મા દિકરીની  વીતક કહાની સાંભળી  તે કામ કમી ઉઠ્યો અને બંને મા દીકરીને આશ્વાસન આપતા બોલ્યો .મા તમે મારે ઘરે હાલો   અલાએ   મને ઘણું અનાજ્ આપ્યું છે . તમારો રોટલો મને  ભારે નહિ પડે .હું રહું છું એ ઘરથી  થોડે દુર મારું એક ઘર છે .ત્યાં તમે રહેજો . તમારો તમામ ખર્ચ હું પૂરો કરીશ , તમારા ધર્મને હું  માન આપીશ .કાલે હું મોલવી  સાહેબનું વાજ (કથા )સાંભળવા  ગયો હતો .તેમાં સાભળ્યું કે  ધર્મમાં જબજસ્તી થી પોતાની વાત ઠોકી બેસાડાય નહિ .તેના માટે અરબી શબ્દ છે .”લા ઇકરાહા ફી દ્દીન ) અને હાજત મંદોને  તે ગમેતે ધર્મનો હોય એને મદદ કરવી કોઈ ધર્મની  ખોડ ખાંપણ  ના કાઢવી . એમ કરવા જશો તો એ તમારા ધર્મની ખોડ ખાપણ ગોતશે અને પરિણામે બંને વચ્ચે ખટરાગ ઉભો થશે .કોઈની લાચારીનો લાભ લઇ પોતાના ધર્મમાં લાવવા પ્રયાસ કરવો નહિ કે લાલચ આપીને ધર્મમાં લાવવો નહિ .માટે માંબેન તમે  તમારો ધર્મ નું પાલન કરજો હું એ માટે સગવડ આપીશ અને મદદ પણ કરીશ ,અને તમારું રક્ષણ કરીશ  હું સંધિનો દીકરો છું બોલ્યું ફરીશ નહિ .

અને મા દિકરી  આ ઓલિયા જેવા  ગામડિયા અભણ મુસલમાનને  ભરોસે જીન્દગી  કાઢી નાખી મૃત્યું .પછી   એના ભાઈઓ એ અગ્નિ સંસ્કાર  વગેરે મરણોત્તર વિધિ કરી .बनवाव शिवाला या मस्जिद है  इंट  वोही चुन है वोही मेमोर वोही  मजदुर  वोही .तुम जिसको नमाजे कहते हो  हिदुके लिए पूजा है वही ,फिर लड्नेसे क्या हासिल है जिफहेम  हो तुम नादान  नहीं