પોલા દેખકે પેઠ જા

 એક જૂની કહેવત છે કે
“જામને ખાધો ધારે ,
રાણાને ખાધો ખારે
અને
નવાબને ખાધો અંધારે “
નવાબના અને એવા બીજા મુસલમાન રજવાડામાં દિવાન અને એવા બીજા ઉચ્ચ હોદ્દા ઉપર નગરો અને બ્રાહ્મણો રહ્રતા .અને આ રાજાઓ  બીજા રાજાઓ કરતાં   કેમ વિશેષ દેખાય એની સતત કાળજી લેતા .
દ્વારકા ગાયકવાડ સરકારનું અને હિંદુ લોકોનું યાત્રા ધામ .એમાં યાત્રાળુઓએ  વેરો (tax ) ભરવાનો રહેતો .અંબાજી માતાના દર્શને જવું હોયતો ત્યાં  માથાદીઠ (મુન્ડકા  )   વેરો ભરવો પડતો. એવી રીતે સુદામાપુરી (પોરબંદર )જવું હોયતો વેરો ભરવો પડતો . પણ નવાબના રાજ્યમાં  જ્યોતિર્લીંગ સોમનાથ ,અશોક મોઢવાડિયાની ભાષામાં કહું તો  તેત્રીસ કોટી દેવતાઓના સ્થાન વાળો ગઢ ગીરનાર ,અને બીજા નાના મોટાં દેવસ્થાન નવાબના રાજ્યમાં પણ કોઈ જાતનો વેરો ભરવાનો નહિ . તદુપરાંત  ગામડામાં રહેતા બ્રાહ્મણ, સૈયદ ,સાધુ ફકીર . આવાલોકોને ઘર બાંધવા અને ઘરના આંગણા માટે મફત જમીન આપવામાં આવતી ,અને એનો કોઈ જાતનો tex (વેરો )ભરવાનો નહિ .બીજું નવાબ એક સદગુણ એ હતોકે એની આગળ  કોઈ કામ માટે રૂબરૂ મળો કે કોઈ ફરિયાદ માટે રૂબરૂ માળો તો નવાબ એની ફરિયાદ શાંતિથી સાંભરે અને તેને સંતોષ કારક જવાબ આપે . પણ નવાબ સુધી એના ખાન્ધીયાઓ  કેજેને આજની ભાષામાં કહેવું હોયતો ચમચાઓ પહોચવા દ્યે તો થાય ને ?
એક વરસ  ઇન્દરમહારાજે મેર કરી ,અને બારે મેઘ ખાંગા થયા .અને મુશળ ધાર વરસાદ પડ્યો .
આવા સમયમાં એક કુંભારને વિચાર આવ્યોકે અત્યારે  ચોમાસામાં  માટીના વાસણો પકાવી નો શકાય એટલે નિભાડો ખાલી હોય ,જો આ નિભાડામાં   ચીભડાનું વાવેતર કર્યું હોય તો ઘરનું કામ મળી જાય અને બે પૈસા કમાણી પણ થાય .
અને કુંભારે (પ્રજાપતિએ )વિચાર અમલમાં મુક્યો અને ચીભ્ડાનું. વાવેતર કર્યું . અને  ચીભડાનો મબલખ  પાક ઉતાર્યો .
એક દિવસ કુભાર ગધેડી ઉપર લગડું લાદી લાગળા ઉપર ચોફાર ગોઠવી ,એમાં ચીભડા ભરી જૂનાગઢની  મોટી શાક મારકીટમાં વેચવા માટે જવા રવાના થયો.

જેવો જુનાગઢના  દરવાજામાં પ્રવેશ કર્યો , કે તુરત એક પોલીસવાળો  અમદાવાદીની ભાષામાં કહેવું હોયતો મફતલાલ અને બીજી ગામડાની ભાષામાં કહેવું હોયતો ઠોલો ભટકાણો     અને બોલ્યો .

जेम बावा बनया होए तो हिंदी बोल्या वगर सुटका  नहीं है.

એમ   પોલીસ બન્યા હોઈએ તો

हिंदी बोल्या वगर सुटका नहीं है .

એ ન્યાયે  હિન્દી બોલ્યો

एय गधी वाला  क्या लेके जाता है .

प्रजापति बोल्यो   .

साब हु चिभडा लाईने वेच्वा जाता हु

કુભારને એમ કે આ ઠોલો પુરબીયો હશે એટલે કુભાર પણ હિન્દીમાં બોલ્યો .પોલીસે હુકમ કર્યો ,

थोड़े चिभड़े दे .

કુભારે થોડા ચીભડા આપ્યા .અને હાલતો થયો ,ત્યાં બીજો ઠોલો ભટકાણો એણેપણ થોડા ચીભડા પડાવ્યા .જરાક આઘો ગયો ત્યાં વળી એક પોલીસ મળ્યો એણે પણ થોડાં ચીભડા આપ્યાં.એમ કરતાં કરતાં માર્કીટે પહોંચ્યો ,ત્યાં એની પાસે વેચવા માટે એકેય ચીભડું  વધ્યું નહિ .  જયારે કુભાર ચીભડાં વેચવા જઈ રહ્યો હતો ત્યારે એના મગજમાં   એવા વિચારો ઘૂમતા હતા, કે આજે ઘરે જઈશ
ત્યારે મારી  ગારાની ખુંદવા વાળી    ,,રાતે પગ અને માથું દબાવનારી અને રોટલાની ઘડનારી  હારું  ગાંઠિયા પેડા,ચેવડો .લઇ જઈશ અને અમે બેય જણાં પાહે પાહે બેહીને  ખાહું એવી
જે મીઠી આશાઓ  હતી .એના ઉપર પાણી ફરી વળ્યું .

જયારે કુભાર વિલે મોઢે પાછો ઘરે જઈ રહ્યો હતો ત્યારે  વળી.એક ઠોલો મળ્યો  તે બોલ્યો ,

साले पैसे निकाल माल बचके जाता है .

કુભારે ઘણી આજીજી કરી અને કહ્યું મારી પાસે ફૂટી બદામ પણ નથી .(બદામ એ જમાનામાં  હલકામાં  હલકી  કિમતનું નાણું હતું)   પોલીસ એકદમ ચીડાઈ ગયો, અને એક    ઘૂસતો મારીને ચોફાર આચકી લીધો .ભૂખ્યો  તરસ્યો કુભાર   મહા મુસીબતે ઘેર પહોંચ્યો .અને પોતાની ઘરવાલીને દુખદ બીના  કહી સભરાવી .

ઘરવાળીએ સલાહ આપીકે તમે ફરિયાદ કરો ,

કુભાર કહે  આ નવાબી રાજતંત્રમાં કોઈ સાંભરે એમ નથી .
કોઈ દયા માણસે કુભારને સલાહ આપીકે  તું ગમે તેમ સાહસ કરીને નવાબને રૂબરૂ મળ અને નવાબને તારી કથની સભરાવ તુને જરૂર ન્યાય મળશે .
પછી એક દિવસ કુભારને ખબર પડી કે  નવાબ આજે મોતીબાગમાં જવાના છે .પોલીસનો પુરેપુરો બંદોબસ્ત હશે .ચકલું પણ નવાબ સુધી જઈ શકે એમ નથી . પણ તું ધક્કા મુક્કી કરીને નવાબની ઘોડા ગાડી સુધી પહોંચી જા .

અને કુભારને મોકો મળ્યો અને નવાબની ઘોડાગાડી સુધી પહોંચી ગયો .નવાબે તેને બહુ નરમ ભાષામાં  પૂછ્યું તુને ષું તકલીફ છે.? કુભારે ચીભડા વાળી વાત અથ થી ઇતિ સુધી નવાબને કહી સભળાવી .નવાબે બહુ શાંતિથી કુભારની વાત સાંભરી અને પ્રશ્ન કર્યો તારા ચીભડાં બધાં વેચાઈ જાત તો તુને કેટલા  રૂપિયા મળત ?

કુભાર કહે સો રૂપિયા

.નવાબે પોતે  સવાસો રૂપિયા આપવા માટે તિજુરી ઓફિસરને ચિઠ્ઠી લખી આપી અને ચિઠ્ઠી કુભારને આપી .અને નવાબે કુભારને કીધું . હાહે તારે કઈ કહેવું છે?

કુભાર બોલ્યો.  સાહેબ તમારા રાજમાં  આવું અંધેર આવી પોલ ?

સાભરીને નવાબ એકદમ ચિડાય ગયો અને ચિઠ્ઠી આંચકી લીધી અને બોલ્યો .

मेरे राजमे  पोल है ?तो जा तूबी पोला देखके  पेठ जा .

કુંભાર નિરાશ થઈને ઘેર આવ્યો .પણ કોઈએ કીધું છેકે

“કઈ લાખો નિરાશામાં અમર આશા  છુપાઈ છે ”
કુભારને વિચાર આવ્યો કે દામોકુંડ  છે તેનું મહાત્મ્ય  ગંગા જેટલું છે એટલે અહી નજીકના ગામડાના માણસો મૃત દેહનો અગ્નિ સંસ્કાર કરવા  દામોકુંડ આવે છે ;. જો દામોકુંડ પાસે બાવાના ભગવાં કપડાં પેરી  અને દામોકુંડ પાસે બેસી  જવું અને   મડદા વેરો  ઉઘરાવવાનું ચાલુ કરી દેવું .પછી એક દિ દામોકુંડ પાસે ઝુપડી બનાવી અને બેસી ગયો .
અને મડદા દીઠ  એકેક કોરી ઉઘરાવવા માંડ્યો .એકાદ વરસમાં તો એ માલદાર બની ગયો .  દીકરાઓને  કહ્યું કે જામનગરમાં એક બંગલો બનાવી લ્યો ,આજુબાજુ વિશાલ જગ્યા રાખો અને એમાં બગીચો બનાવો .બંગલામાં એક હિંડોળો રાખો .અને ખાઓ પીઓ  અને જલસા કરો .હવે ગારો ખુન્દવાના દિવસો પુરા થાય છે .

હવે  બન્યું એવું કે  એક દિવસ અમરજી ભાઈ દીવાનના માં  મરીગયા .અમરજી ભાઈ સાથે  વિશાળ સ્મશાન યાત્રા  દામોકુંડ આવી .અને બાવે રુવાબ્થી  જમીન ઉપર ચીપીયો પછાડ્યો અને બોલ્યો .

पहले मेरा कर भरो और पीछे मुर्दा जलाओ .

અમરજી ભાઈ વિચારમાં પડી ગયા કે આખા નવાબી રાજ્યમાં  ક્યાંય  કર નથી. કદાચ ભૂલમાં આ મડદા કર કાઢવાનું રહી ગયું હશે .એમ માની અને  કર ભરીને અમરજી  ભાઈએ કોરી બાવાને આપી દીધી .અને માનો અગ્નિ સંસ્કાર કરી સૌ પોત પોતાને ઘરે ગયા .

બીજે દિવસે અમરજી ભાઈએ દરેક ઓફિસોમાં મુર્દા  કર બાબત તપાસ કરાવી , ક્યાંય  મુર્દા જોવા મળ્યો નહિ .એટલે એણે  બાવાને બોલાવ્યો .બાવાને કોઈ સજ્જને એવું કહેલું કે સરકારી માણસ  બોલાવે તો ભાગવું નહિ .અને એવા સરકારી માનસ આગળ જુઠું બોલવું નહિ .એટલે બાવે દિવાન સાહેબ આગળ  સાચી વાત કહી દીધી .

અમરજી ભાઈએ બાવાને કહ્યું કે તું સાચું બોલ્યો .એટલે તુને કઈ સજા નથી કરતો પણ હવે તું જૂનાગઢની હદમાં રહેતો નહિ .અમરજી ભાઇની   વાત સાંભરી કુંભાર બાવો અમરજી ભાઈને પગે લાગ્યો અને જામનગર જઈને પોતાના બંગલાની  હિંડોળા ખાટ ઉપર બેસી પત્ની સાથે કિચુડ કિચુડ  હિંચકવા  માંડ્યો .

4 responses to “પોલા દેખકે પેઠ જા

  1. સુરેશ જાની જાન્યુઆરી 8, 2012 પર 7:06 પી એમ(pm)

    અત્યારના રાજ કરતાં સારું . નવાબને મળાયું તો ખરું !!

  2. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 9, 2012 પર 12:12 એ એમ (am)

    આતા, ભારે મજા આવી.
    સાચું ખોટું રામ જાણે પણ સાંભળેલી એક વાત છે; મંજૂરીની અપેક્ષાએ રજુ કરૂં.

    અહીં દીવાનચોક પાસે એક ખુણે, આઝાદીના વર્ષો પછી પણ, ગાર્ડ લાગતી (પોલીસનો ચોકી પહેરો રહેતો). હવે ત્યાં તો કોઈ જાતનું કારણ નહીં પણ આગૂસે ચલી આતી હૈ નાં ધોરણે ગાર્ડ તો લાગે જ ! કોઈ હૂંશિયાર અધિકારી આવ્યો હશે તે તપાસ કરી કે આંયા સાવ અમથે અમથી ગાર્ડ લાગે છે શાના માટે ? ત્યારે ખબર પડી કે નવાબસાહેબના જમાનામાં ત્યાં એક ક્યારો હતો, જેમાં ગુલાબનો રોપ વાવેલો, ને તેમાં મસ્ત મજાનું ગુલાબ ખીલ્યું જે નવાબ સાહેબને બહુ ગમી ગયું તે કોઈ તોડી ન લે માટે ગાર્ડ લગાડવા આદેશ કરી દીધો !! પછી તો ગુલાબ પણ સુકાઈ ગયું, ક્યારો પણ ઊજડી ગયો, નવાબ સાહેબ પણ કરાંચી ભેળા થઈ ગયા, દીવાનચોક મધ્યે ત્રિરંગો ફરુકવા માંડ્યો, પણ પેલી ગાર્ડ તો એમને એમ રહી જ !! 🙂

    અમથાં કંઈ ’રાજના કાજ’ કે‘વાય છે !!! આવા સ_રસ પ્રસંગોની વાતો અમને કહેતા રહેજો. મજા બહુ આવે છે. આભાર.

  3. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 9, 2012 પર 2:18 એ એમ (am)

    આદરણીય વડીલ શ્રી હિમતલાલ આતા,
    મઝાની એક નવતર ભરી વાત માણવા મળી.
    અત્યારના રાજ કરતા નવાબ કે રાજાઓનું રાજ પ્રજાના પ્રશ્નો
    ઉકેલતું હતું એમ આ વાર્તા પરહી કહી શકાય. આજે તો જાત જાતના
    ભાત ભાતના વેરા. એક વાર પેસે પછી ક્યારેય નીકળેજ નહિ વધતા જાય.
    એ આતા સવારીને ઘણી ખમ્મા…. જાય બાપા….આતાનો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: