Daily Archives: જાન્યુઆરી 23, 2012

વાણીયો & વાણંદ

નાનકડા ગામમાં એક બ્રાહ્મણ ,એક વાણીયો (દુકાનદાર  )એક મોચી,એક સઈ(દરજી )એક લુહાર ,એક સુતાર,એક કુંભાર , વાણંદ ,એકાદ ઘર રબારી ,થોડાં ઘર
મેઘવાળના  અને બાકીના ખેડૂતો હોય .દુકાનદાર વારે તેવારે  વાણંદ ને જમવાનું આપે કોઈ વખત કપડાંલત્તા આપે બદલામાં વાણંદ એની હજામત કરી આપે
એવીરીતે ખેડૂતો ખેત પેદાશમાથી અનાજ વગેરે આપે અને બદલામાં વાણંદ એની હજામત કરી આપે .વસવાયાં (કુંભાર,સુતાર ,વગેરે )પોતાને યોગ્ય વાણંદ ને કામ કરી આપે .આવી રીતે ગામડામાં બધો વહેવાર ચાલે .
હજામતમાં માથા ઉપર ચોટી રાખવાની અને મોઢા ઉપર મૂછો રાખી દેવાની  બાકી બધું સાફ કરી નાખવાનું .દરેક જાતિઓની આ રીતે હજામત  થાય
કાટીયાવરણ (ક્ષત્રિયવર્ણ)ને દાઢી હોય એટલે એની દાઢી સરખી કરવાની ,દાઢીને કાતરા કહેવાય .દુકાને આપણે જેમ વસ્તુ ખરીદવા જઈએ એમ વાણંદ ને ત્યાં
હજામત કરાવવા જવું પડે .જે ખેડૂત વાણંદ ને વધારે પડતું અનાજ વગેરે આપે એને ઘરે જઈને પણ વાણંદ હજામત કરવા પણ જાય હજામત એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે .ગુજરાતી ભાષામાં  ફારસી અરબી ભાષાના ઘણા શબ્દો છે અને એરીતે આપણેગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે .અમે ગામડિયા હજામત માટે વતું શબ્દ વાપરીએ છીએ .
એક દિવસ તલકચંદ વાણીયો વાણંદ પાસે વતું  કરાવવા ગયો .ચોટલી રાખીને બાકીના  માથાના વાળ સફાચટ કરી નાખ્યા .વાણિયાનું  સફાચટ માથું જોઈ વાણંદને  ટકોરો મારવાનું મન થયું .અને અંગુઠા પાસેની આંગળી બેવડી વાળીને  વાનંદે  ટકોરો મારી પણ દીધો .વાણીયો એકદમ ગુસ્સે થઇ ગયો .પણ આતો વાણીયો  ગુસ્સો ગળી ગયો. અને  વાણંદને  દસ રૂપિયાની નોટ બક્ષીસ તરીકે આપી , વાણંદ ને નવાઈ લાગી ,એટલે એને વાણીયાને પૂછ્યું  શેઠ તમે મને દસ રૂપિયા આપ્યા એ કઈ ખુશી માટે આપ્યા  વાણીયો કહે  આજે મારું માથું સખત દુ:ખતું હતું .તે મારા માથામાં ટકોરો માર્યો એટલે મારું માથું  દુ:ખ તું એ મટી ગયું .આ  દૃશ્ય પેલેથી છેલ્લે સુધી .એક બારેક વરસની ઉમરના છોકરાએ જોયું હતું . છોકરે  વાણીયાને કીધું .તલકા કાકા  તમને માથામાં માર્યું અને તમે વાણંદને  દસ રૂપિયા આપ્યા ? વાણીયો બોલ્યો ,દીકરા આ દસ રૂપિયા એને મરવી નાખશે તું જોયાકર  ,છોકરો વિચાર કરે કે આ દસ  રૂપિયા વાણંદ ને કેવીરીતે મરવી  નાખશે .એ જોવા માટે છોકરો વાણંદનાં ઘર આગળ આંટા ફેરા ખાતો રહે .એક દિવસ એક વાઘેર વાણંદ પાસે વતું કરાવવા ગયો .અને   વાણંદને કીધું .મારું  વતું જલ્દી કરી નાખ કેમકે  મારું માથું સખત દુ:ખે છે એટલે મારે ઘરે જઈને આરામ કરવો છે.
વાઘેર  જનુની કોમ કહેવાય છે .મૂળુ માણેક અને જોધા માણેક જે બહાર વાટિયા થઇ ગયા એ વાઘેર જાતિના હતા .
વાણંદને વિચાર આવ્યો કે  એક વાણીયો કે જેને પાઇ પાઇ  ની કીમત છે એવા માણસે મને દસ રૂપિયા આપ્યા તો આતો દરબાર કેવાય એતો મને ખુબ પૈસા
આપશે .એણેતો  વાઘેરનું વતું કરીને માથામાં જોરથી ટકોરો માર્યો . અને વાઘેરનો પિત્તો ગયો .વાઘેરે  એકજ પલ માં વાણંદના  પેટમાં  જમૈયો  ખોસી  દીધો
વાણંદનાં  આંતરડા બહાર કાઢી નાખ્યાં .ઓલો છોકરો દોડતો  દોડતો વાણીયા પાસે ગયો અને બોલ્યો.   તલકાકાકા    ઓલા રાજુભા વાઘેરે વાણંદના પેટમાં જમીઓ હુલાવી દીધો.

ભગવાન ભવો ભવ આવી બાયડી આપજે

ભગવાન ભવો ભવ આવી બાયડી આપજે
અમારી પડોશમાં એક ઘુન્ધરી અને બાજરો નામનું દંપતી રહે .મને અને બાજરાને દારૂ   પીવાના બહુ હેવા ગામમાં અમને બધા દારૂડિયા તરીકેજ ઓળખે .પણ અમારે મોઢે કોઈ દારૂડિયા શબ્દ નો બોલે ,મોઢેતો ભાઈ ભાઈ કહે .એ એટલા માટે કે વખતે દારૂના નશામાં  લમધારી નાખે .
ઘુન્ધરીને  અને મારી ઘરવાળીને દારૂ પ્રત્યે ખુબ નફરત .પણ અમને કંઈ કહી નો શકે  બિચારીઓ બહુ બહુ તો અમને દારૂ ના પીવા માટે પાણી મુકાવે .અને પાણીવાળા  હાથ હજી સુકાણાં ના હોય ત્યાં   દારૂની માંગણી કરીએ ,
એક વખત મેં પાણી મુક્યા પછી મારી ઘરવાળીને કીધું . આજ તો થોડો વલાતી (વિલાયતી )પીવો છે .એટલે રામનું નામ લઈને રમ પીવડાવ્ય આમતો હું દેશી મહુડાની પેલી ધારનો દારૂ પીવા વાળો માણસ પણ કોકદી મેમાન મય આવ્યે  પોરહ કરવા વલાતી પણ  પીયું ખરો .
મારી ઘરવાળી બોલી  હજેતો તમે પાણી મુક્યું ઈ  પાણીવારા  હાથપણ   સુકાણાં  નથી.  અને   તમે દારૂ માગો છો ?તમને શરમ નથી આવતી ?અરે શરમ આવતી હોત તો માગત શું કરવા .ઈ તારે સમજી લેવાનું હોય .લાવ લાવ જટ કર્ય    ઈમ હશેતો પીધા પછી પાછો પાણી મૂકી દઈશ .
ઓલી કેવત છેને કે” ત્રાથી બાયડી રણચદી   થાય અને આંતરી બિલાડી વાઘ થાય”એ પ્રમાણે એક્દી મારી ઘરવાળી વિફરી અને નક્કી કર્યું કે  આજતો ઈને ખુબ  લમધાર વાસ , અને ઈ અર્ધી રાતે ઘુન્ધરી પાસે ધોકરડું   માગવા ગઈ ,એલી ઘુન્ધરી  તારી પાસે  ધોકરનું  છે .?ધોકરનું તો છે પણ તમારે અરધી રાતે ધોકરના નું  શું કામ પડ્યું ?એમ ઘુધરીએ પૂછ્યું .મારી ઘરવાળી બોલી આજે હું ઈને  લંમ્ધારવાની   છું . ઇવોતો મારવો છેકે  દારૂ પીવાની ખો ભૂલીજાય.
સારું લઇ જાવ પણ પછી કામ પતે એટલે તરત દઈજાજો.  ઘરવાળી એ પૂછ્યું  તારે વળી અર્ધી રાતે  ધોકાનું શું કામ પડ્યું ?મારે પણ આજે મારા ઘરવાળાને ખુબ પીટવો છે .
મારી ઘરવાળી  હાથમાં ધોકો લઈને ખડકી બહાર ઉભી રહી અને  ઓલા બેસ બોલ વાળા બોલની વાટ જોતા  દંડો નથી ઘુમાવતા ?એમ ધોકો ઘુમાવતી ઉભી રહી થોડી વારે હું આવ્યો જેવો એની નજીક ગયો  કે  તુર્તજ  ધોકો માર્યો .એટલે એ મારવાજ મંડી પડી .પણ એટલું દયાન રાખ્યું કે હાડકું ન ભાંગવું જોઈએ એટલે તે વાસા ઉપર ઢીંધા ઉપર જ્યાં માંસ વધારે હોય ત્યાં ધોકા ઠોકડવા મંડી પડી .પછી મારો નીશો ઉતારવા મંડ્યો એટલે ઘરમાં ઘુસી ગઈ અને ખડકી બંધ કરી દીધી .થોડી વારમાં  હું ઢસડતો ઢસડતો  ખડકી પાસે આવ્યો અને ઘાયલ ઘેટાના જેવી બુમ મારી એ ખડકી  ઉઘાડ  આ મારી દશાતો જો ? મારી ઘરવાળીએ
ખડકી ઉઘાડી અને મને જોઇને બોલી અરે મારા પ્રીતમ આવી દશા તમારી કોણે કરી .એટલું બોલી એ મને ઘરમાં લઇ ગઈ અને પથારીમાં સુવડાવ્યો .અને હરદર   મીઠું  ભેગું કરી .અંદર પાણી નાખી .ગરમ કરી મારા શરીરે ચોપડવા મંડી .અને કીધું હું હમણાં તમને શીરો ખવડાવું છું .આતમને મુંઢ માર પડ્યો છેને એટલે તમને દુખાવો મટવા માંડે . મેં ભગવાન ને પ્રાર્થના કરીકે હે દીનાનાથ  ભવોભવ મને આવી બાયડી આપજે .અને પછી  મારી  ઘરવાળી ઘુન્ધરીને ધોકો દઈ આવી .
ઘુન્ધરી પણ મારી ઘરવાળીની જેમ ધોકો સજ્જ કરતી એના ધણીની વાટ જોતી ઘર બહાર ઉભી રહી .
હવે બન્યું એવું કે બજારો જયારે કલાલને ઘેર દારૂ પીવા જતો હતો ત્યારે કલાલના ઘર નજીક એક ઈશ્વર ભક્ત રહે એને ત્યાં સત્યનારાયણની કથા હતી એટલે લોકો એ ભગતને ઘરે જઇ રહ્યા હતા . બાજરો એવું સમજ્યોકે  પોલીસની બીકે આજે કલાલે ઘર બદલ્યું હશે એટલે દારુ અહી આપતો હશે .જ્યાં બજારો ઘર નજીક ગયો ત્યારે ખબર પડી કે અહીં તો કથા વંચાય છે .પણ સત્યનારાયણ ભગવાનનો કાયદો એવું કે કથા વાંચતી હોય એવી ખબર પડે તો  કથા સાંભર્યા  સિવાય અને પ્રસાદ ખાધા સિવાય જવાયજ નહિ. જો જાય તો  સત્યનારાયણભગવાન એનું નખ્ખોદ કાઢી નાખે  એટલે  એ બીકે બાજરો કથા  સાંભરવા  બેસી ગયો .અને કથા પૂરી થઇ એટલે ઘરે આવવા રવાના થયો .અને ઘરે પહોંચ્યો .ઘુન્ધરી  વાટ   જોઈ રહી હતી. બાજરો નજીક ગયો અને ઘુન્ધરીએ  મારવા માટે ધોકો ઉગામ્યો કે તરત બાજરે   ઘુન્ધરી નો હાથ પકડી લીધો .અને ધોકો હાથ માંથી આંચકી  ઘુન્ધરીને મારવાની તૈયારી કરી .એટલે ઘુન્ધરી ગભરાઈને બોલી એય મારી વાટ સાંભર્યા વિના   કઈ પગલું ભરતો નહિ .મારી વાત  સાંભર્યા પછીતારે મારી નાખવી હોય તો મારી નાખજે .બાજરો કહે બોલ તારે શું કહેવું છે? ઘ્ન્ધારી બોલી મને એમ કે કોઈ લફંગો તમે ઘેર નથી એવું જાણીને કોઈ માણસ બદ ઈરાદે ઘરમાં આવતો હશે  એટલે મેં વિચાર કર્યોકે  આ માણસને હું મારી નાખું .અને પછી એની લાશ તુને દેખાડું . ઘુન્ધરીની   વાત  સાંભરી બાજરો બોલ્યો .હે દીનાનાથ ભવોભવ મને આવીજ બાયડી દેજે .