એક જમાનામાં અનાજની ખેંચના કારણે એવા કાયદા કરેલાકે અનાજ (ઘઉં,બજારો, જાર ,ચોખા વગેરે )શહેર બહાર જાય નહિ અને શહેરની અંદર આવે પણ નહિ.અને જો પકડાય જાય તો પોલીસ કેસ થાય .
એક વખત અમદાવાદના એલીસબ્રીજ રેલ્વે સ્ટેશને રેલવેના પેસેન્જરની પોલીસ ઝડતી લેતા હતા ,એમાં એક બાઈ પાંચશેર બજારો લઈને પોતાના માવતરે સુવાવડ કરવા ,આવતી હતી.
તે પકડાની.પોલીસે એ બાઈના ઉપર કેસ કરવાનું વિચાર્યું. એકજ સેકન્ડમાં બાઈએ પોતે પહેરેલો સોનાનો દોરો પોલીસને આપ્યો અને કેસ નકારવા વિનતી કરી . ઘભારએલી બાઈને
જોઈ , પોલીસે દોરો પાછો બાઈને આપ્યો .અને સુરક્ષિત બાઈને જ્યાં જવું હતું ત્યાં પહોંચાડી .
૨ ) ૧૯૬૯ માં કેનેડામાં વિશ્વ મેલો થયેલો ,હું મારો ભાઈ અને એની વહુ મેળો જોવા ગયા .મેળો જોયા પછી રાતવાસો રેવા માટે મોટેલની તપાસ આદરી પણ કોઈ મોટેલ માં જગ્યા હતી નહિ .મોટેલની તપાસમાં અમે ૬૦ માઈલ. જેટલું ફર્યા .હઈશું પણ ક્યાય મેળ પડ્યો નહિ. એટલે અમો amaari voks vegen કારમાં એક પાર્કિંગ લોટમાં સુતા .હું ડ્રાઇવરની સીટમાં આગળ અને મારો ભાઈ અને એની વહુ પાછળની સીટો પાડીને સુતા .રાત્રે પોલીસ આવ્યો .કારમાં આહિસ્તા ટકોરો મારીને મને ઉઠાડ્યો .અને પાર્કિંગ લોટમાં કાર રાખીને કેમ સુતા છો ?એમ પૂછ્યું .મેં એને સંતોષકારક જવાબ આપ્યો. એટલે પોલીસ બોલ્યો .રાત શાંતિથી અહી વિતાવજો પણ સવારે નીકળી જજો .એમ કહી એ જતો રહ્યો .
સવારે અમો જવા ravana થયાપણ ભૂલા પડ્યા .પોલીસ ને હાઇવે જવા માટે રસ્તો પૂછ્યો .પોલીસને લાગ્યું હશે કે આ લોકો હાઇવે સુધી પહોંચવા જતા ભૂલા પડી જશે ,એટલે તે અમને હાઇવે સુધી મૂકી ગયો .અને” ગુડ લક ” કહી જતો રહ્યો.
હું બીજી વખત અમેરિકા આવ્યો ત્યારે મેં નિશ્ચય કરેલોકે મારે કામ ચલાવ ઈંગ્લીશ ભાષા શીખી લેવી છે .અને નોકરી કરીને પોતાના પગભેર રહેવું છે .અને મારીજ કમાણીના પૈસાથી
ઘર ખરીદવું છે .અને કાર પણ ખરીદી લેવી છે .અને પાકું ડ્રાયવર લાયસન્સ મેળવી .જાતે કાર ચલાવવી છે .
સ્ટેરીંગ મારા હાથમાં રમતું હોય મારી બાજુની સીટમાં મારી ઘર વાળી બેઠી હોય મને ડ્રાયવીંગ કરવામાં સમજ્યા વગરની ખોટી સાચી સુચના આપતી હોય .આવી પણ મારી ઈચ્છા હતી તે પરમેશ્વરે પૂરી કરી.
અહી ડ્રાયવીંગ માટેનું પાકું લાયસન્સ મેળવતા પહેલા લેખિત પરિક્ષા આપવાની હોય છે .મને પરિક્ષા આપવા જવા માટે મારા શેઠે પગાર કાપ્યા વગરની રાજા આપી .
હું સારા ટકે પાસ થઇ ગયો .શેઠે મને કહેલું કે પરિક્ષનુ જે પરિણામ આવે .એ બાબતની વાત સૌ પ્રથમ મને કહેજો .
પરિક્ષક અધિકારીએ હું સારા ટકાએ પાસ થયો છું એવું કીધું .આ પાસ થવાનો શબ્દ મને પાછો સાભારવાનું મન થયું . એટલે તે અધિકારીને પૂછ્યું ? શુકીધું ? એણે ફરીથી મારો વાહો થાબડીને કીધું તમે સારી રીતે પાસ થયા છો.
અહીંથી મેં શેઠને પાસ થયાના ખુશું સમાચાર આપ્યા .શેઠ બહુ રાજી થયા અને તુર્ત કેક મગાવી. મારી નાનકડી પાર્ટી રાખી .
પછી હું કાર ચલાવવાનું શીખવા માંડ્યો .શીખાડું ડ્રાયવર જયારે કાર ચલાવે ત્યારે પાકા લાયસન્સ વાળો ડ્રાયવર બાજુની સીટમાં બેઠેલો હોવો જોઈએ ..એક વખત હું કાર ચલાવતો હતો, મારી બાજુમાં મારો ભાઈ બેઠો હતો .હું બહુ ધીમી કાર ચલાવતો હતો .એટલે પોલીસે મને ધીમી કાર ચલાવવા બાબત પકડ્યો .પણ અમને શીખવ માટેની પ્રેક્ટીસ કરવા વિશાલ પાર્કિંગ લોટમાં જવું એવી શિખામણ આપી જતો રહ્યો .
હમણા બે દિવસ પેલા મારો અશક્ત ભાઈ કેજે બહુ ચાલી પણ શકતો નથી .તે રાતના કાર ચલાવીને એકલો ખરીદી કરવા ગયો . અને ભૂલો પડ્યો ,કંઈ દિશા સુજે નહિ .કાતિલ ઠંડીની રાત રખડી રખડીને રાતના કોકના આંગણામાં કાર પાર્ક કરી અને સવાર પડવાની વાત જોતો કારમાં બેસી રહ્યો .સવારે ઘર માલિક ઉઠ્યો .અને પોલીસને ખબર આપી .અને પોલીસ ઘેર આવીને મૂકી ગયો .સેલ ફોનનો યુગ આજમાનામાં છે . દેશીન્ગાના પોલા રબારીના પંદર વરસના છોકરા પાસે સીલ ફોન હશે .પણ મારા ભાઈ કે એની અમેરિકન વહુ પાસે સેલ ફોન નથી . આથી વધારે નવાઈની વાત તમને બીજી કઈ કહું .