Daily Archives: જાન્યુઆરી 18, 2012

મોંઘેરાં મહેમાન

મોંઘેરાં મહેમાન   બ્રિટીશના શાશન દરમ્યાન  નાના રજવાડાઓના  ઉડાવ ખર્ચાઓના કારણે દરબારો કરજી થઇ જતા .એટલે દરબારો ઉપર કંટ્રોલ કરવા અને એ લોકોને કરજમાંથી મુક્તિ અપાવવા  એના રાજ્ય ઉપર જપ્તી બેસતી,  અને અમુકજ  રકમ દરબારોને વાપરવા માટે અપાતી .બાકીની ગામની આમદની દરબારો માટે જમા થતી .અને આવી વ્યવસ્થા કરવા સરકાર તરફથી મેનેજર મુકવામાં આવતો .
એક વખત મારા ગામ દેશીન્ગાના  દરબાર ઉપર જપ્તી આવી .અને મેનેજર તરીકે એક ગુજરાતી આવ્યો .અને દરબારી  બંગલામાં રહેતો .કેમકે દરબારને ગામ છોડી દેવું પડતું .એટલે દરબાર બીજે ક્યાંક સગેવહાલે રહેવા જતા .મેનેજરની પત્ની ને મળવા  ગામની સ્ત્રીઓ આવી વધારે સ્ત્રીઓ આહેરની હતી .આહેરલોકોમાં  પુરુષો  મોટા ઝોળા વાળો ચોરણો ઘેરદાર આંગડી અને માથા ઉપર મોટી પાઘડી પહેરતા  જે સફેદ રંગનાં રહેતાં, જેવાં   સફેદ કપડાં એવાંજ સફેદ એ લોકોના મન પણ  સફેદ નિર્મળ રહેતાં . સ્ત્રીઓ કાળા રંગની ઉનની કામળી  અને લાલ રંગ નું કાપડુંઅને પેરણું પહેરતી .કપાળમાં ચાંદલો નહીં ,અને હાથમાં બંગડીઓ નહિ .
મેનેજરની પત્નીએ  ઘરમાં ઝાડું મારનારને પૂછ્યું .ગોવા આબધી   બાયડીઓ વિધવા છે ? ગોવે હા ભણી દીધી હાબેન હા  ઈ બધી વિધવા છે. જો ગોવો એવું કહે કે કે વિધવા નો અર્થ હું સમજ્યો નથી . તો પોતે મુરખો ઠરે  એવી એને બીક એટલે હે હા કહી દીધી .જયારે એના પતિ મળ્યા .ત્યારે અફસોસ કરીને કીધું કે આગામમાં  વિધવા બહુ છે .શું બધા પુરુષો કોઈ સ્પેશીયલ  દર્દના લીધે મરી ગયા કે શું?   મેજરે ચોખવટ કરી કે  કોઈ વિધવા નથી ,પણ આલોકોનો પહેરવેશ એવો હોય છે.
આ મેનેજરને એક બીક વરસનો નાનો દીકરો  એ મારી વાઈફનો એટલો બધો હેવાયો થઇ ગએલો કે એ અમારે ઘેર ખાઈ પણ   લ્યે  .એની માં બોલાવે તો જવાબ નો દ્યે  એક વખત તો મેનેજરની વહુને કહેવું પડેલું કે એને હવે અમારો રહેવાદ્યો.મારી વાઈફ સાથે દાદાગીરી પણ કરે .માસી ગાંઠીયા દે  ,હવે નથી કાલે તું બધાય ખાય ગયો છે . નાં તે સંતાડ્યા છે .દે
વખતને જતા વાર નથી લાગતી .જપ્તી ઉઠી ગઈ મેનેજર બીજે જતા રહ્યા .વખત જતાં છોકરો  ભણી ગણીને  કેમી. એન્જી . બન્યો, અને એક દિવસ એ અમેરિકા આવ્યો. અને સારી રીતે કમાવા માંડ્યો .દેશમાં દીકરીયું વાળા  આ છોકરાને પોતાની દીકરી આપવા તલપાપડ થવા માંડ્યા . છોકરાની અને એના માબાપની એવી ઈચ્છાકે છોકરી બહુ ભણેલી નો હોય તો વાંધો નથી .પણ રસોઈ  વગેરે ઘરકામમાં કુશળ હોવી જોઈએ .એમાં એક મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી પૈસાદારની છોકરી  ભટકાની . છોકરીના માબાપને ઘરે રસોયા અને ઘાટી નોકર
કોલેજમાં ભણેલી હતી પણ ઘરકામ કરવું ગમે નહિ .
છોકરીને જોવા એના માબાપ અને છોકરો મુંબઈ આવ્યાં. છોકરો અને તેના માબાપ છોકરીને જોવા આવવાના છે. એવી ખબર પડી એટલે  છોકરીના માબાપે કંદોઈ બોલાવીને ફરસાણ , મીઠાઈ બનાવી રાખી.  અને તૈયાર દૂધપાકના  બકડિયા પાસે હાથમાં તાવેથો આપીને દૂધપાક  હલાવવા બેસાડી દીધી . મીઠાઈ,, ફરસાણ ,દેખાડીને કહ્યુકે આબધી રસોઈ મારી દીકરીએ બનાવી નાખી છે અમે નાં પાડતાં હતાં તોપણ દીકરીએ પોતેજ બનાવી છે. અને ધામધુમથી લગન થયા .અને દીકરીને સાસરે વળાવી અને  એક દિવસ અમેરિકા  આવી પહોંચી. છોકરે કીધું મને પુરણપોળી બહુ ભાવે છે આજે તું પુરણ પોળી બનાવને ? રોજતો ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી તૈયાર બધું લાવીએ છીએ  છોકરી બોલી પુરણપોળી પણ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં મળે છે .મારેતો કરવાનુંજ છેને પણ હું હમણાં નવી નવી આવી છું તો અમેરિકાનો મને સ્વાદ લેવાદેને? છોકરો મનમાં સમજી ગયો કે છેતરાય જવાયું છે પણ ક્યે કોને ?ચોરની માં ઘડામાં મોઢું ઘાલીને રુવે ‘”એવી દશા થઇ .અમે પણ અમેરિકામાં છીએ એવી છોકરાને ખબર પડી .છોકરો એની વાઈફ પાસે મારી વાઈફના પ્રેમની,  મેમાનોને પ્રેમથી  જમાડવાની વાતો કરે.
એક દિવસ છોકરી કહે ચાલોને આપણે વેકેશનમાં માસીને ઘરે જઈએ અને મેમાન ગતિ માણીયે .છોકરો કહે હવે માસીને ઘડપણ આવ્યું છે .હવે તે બે જણની માંડ રસોઈ કરે છે .છોકરી કહે આપણે માસીના વખાણ કરીશું એટલે એ હરખથી રસોઈ કરવા માંડશે .
છોકરાએ અમે આવીએ છીએ એવો કાગળ લખ્યો .મારી વાઈફ તો ખુશ ખુશ થઇ ગઈ .અને મને કીધુકે તમે એને તેડાવવા બાબતનો કાગળ લાખો. અને મેં કવિતાના રૂપમાં કાગળ લખ્યો.
વાલા કોકડી મારે ઘેર આવજો જાઉં વારીરે, વિનતી . થાજો મોંઘેરા મારા મહેમાન  વિનતી અમારી રે
વાલા ઉતારા દેશું  એક રૂમમાં જાઉં વારીરે  દેશું ઢુંકડું તમને ટોયલેટ વિનતી અમારીરે
વાલા પોઢણ દેશું ઢોલિયા જાઉં વારીરે દેશું શોફા માયલી બેડ વિનતી અમારીરે
વાલા દાતણ દેશું   દાડમી જાઉં વારીરે દેશું   કોલગેટના ટુથપેસ્ટ  વિનતી અમારીરે
વાલા નાવાને જજો બાથરૂમમાં જાઉં વારીરે લેજો  નલાકામાંથી  નીર વિનતી અમારી રે
વાલા નાસ્તામાં દેશું સીરીયલ જાઉં વારીરે દેશું પીનટબતર  સેન્ડવીચ વિનતી અમારીરે
ઢોહા શેકીને કરજો લાડવા જાઉં વારીરે રાંધી રાખજો અડદની દાળ વિનતી અમારી રે
વાલા ખાજો પીજો ખાવારાવજો જાઉં વારીરે  પછી વાસણ નાખજો ધોઈ વિનતી અમારીરે
વાલા ઓછામાં ઓછા બે મહિના જાઉં વારીરે રોકાજો કરીને નિરાંત વિનતી અમારી રે
મારી ભાનુંમાતીને સથવારો જાઉં વારીરે હું જી આવું ગુજરાત વિનતી અમારી રે
અને છોકરીએ વિચાર બદલાવ્યો કે નાપાડ  આતો બધું આપણા પાસે કરાવે ,અને એપણ બેમહીના સુધી .અને માંદા માસીને આપણી પાસે સેવા કરાવવા મૂકી જાય ,અને પોતે ઇન્ડિયા જઈને જલસો કરી આવે .