Daily Archives: જાન્યુઆરી 25, 2012

ઇસ્લામ ધર્મ ઉત્પન્ન થયા પહેલાં

હઝરત મહંમદ પેગંબર સાહેબના જન્મ પહેલાની આવાત છે .એ સમયે અરબો દીકરીને બહુ ઈચ્છતા નહિ .દીકરીને પરણાવીને જે જમાઈ કર્યો હોય, એના કરતા
દીકરીને દાટી દઈને કબર જમાઈ કરવો સારો એવી એ સમયે માન્યતા હતી .જેમ ભારતમાં  કેટલીક જાતિઓમાં  દીકરીને દુધથી ભરેલા વાસણમાં દીકરીને ડુબાડીને મારી નાખવામાં આવતી .તેવી રીતે પ્રાચીન સમયના અરબો દીકરીને રણમાં ઊંડે ખાડોકરી દાટી દેતા હતા .એવા સમયમાં  એક ઉસ્માન નામના અરબને ઘરે દીકરીનો જન્મ થયો .જન્મ થયાની સાથે દીકરીને દાટી દેવાની એના બાપે તૈયારી  કરી .પણ એની વાઇફે એવું કીધુકે  મને ધાવણ પુષ્કળ આવે છે .
એટલે જો દીકરીને હમણાં દાટી દેવામાં આવશેતો  મારી છાતીમાં ખુબ ધાવણ ભરાશે અને એ કારણે કદાચ હું માંડી પડી જઈશ અન મારી જઈશ ,માટે દીકરી ધાવે છે ત્યાં સુધી  ભલે જીવે પછી તે થોડી મોટી થાય એટલે એને દાટી  દેવી.
આમ દિવસ ઉપર દિવસ જવા માંડ્યા ,દીકરી મોટી થવા માંડી .હવેતો એ અગિયાર બાર વરસની ઉમરની થઇ ગઈ .એટલે દીકરીના પિતાએ હવે જલ્દી દાટી દેવી જોઈએ .એવું વિચારી કોશ, કોદાળી , દીકરીને પોતાની આંગળીએ વળગાળી ને દુર રણમાં દાટવા જવા રવાના થયો .બારેક વરસની ઉમરની દીકરી બધું સમજતી હતી કે હવે હું બહુ થોડા સમયમાં   મરવાની છું છતાં  એના મુખ ઉપર દુ:ખની કોઈ નિશાની ન હતી .આવી સહન શક્તિ પરમેશ્વરે સ્ત્રીને આપી છે.
ઉસ્માને ખાડો તૈયાર કર્યો .અને સોરઠમાં વરરાજા ને તેડે છે એમ તેડી અને ખાડામાં મુકવાજાતો હતો .ત્યારે  ખાડો ખોદવાના કારણે જે એની દાઢીમાં ધૂળ ભરાઈ
ગયેલી  એ ધૂળ દીકરી ખંખેરવા માંડી .અને બોલી અબ્બા મારી માને મારાવતી એટલો સંદેશો દેજો કે મને દાટવા તમને જે મહેનત પડી છે .એ કારણે તમારું શરીર  દુ:ખતું હશે એને જરા માલીશ કરે અને તમને ગરમ કાવો પીવડાવે . આવું  જગદંબા  દીઅરીજ કરી શકે .દીકરી તારો જય જય કાર થાઓ .