Daily Archives: જાન્યુઆરી 31, 2012

ભાઈ ચારો વધી જશે

ભાઈ ચારો વધી જશે
ભાઈચારો વધી જાશે આ જગમાં ભાઈચારો વધી જાશે .જગતમાં ભાઈચારો વધી જાશે …..૧
હાં નાત જાત ધર્મ ભેદ ભૂલી જઈને માનવી  એકત્ર થાશેરે ભાયું બેનું માનવી એકત્ર થાશે
હેજી એક સંપીલા માનવીના પછી નવાંનવાં   શાસ્ત્રો લખાશેઆ જગમાં ભાઈચારો વધી જાશે …૨
હાઁ વાઘ બકરી બેય  ખંભા  મેળવીને પાણી પીવા જાશે સિંહણ નાં બચલા કાકડી ખાશે
જવાનું  હિંસક અહિંસક થાશે
હેજી  ચિત્તા અને સિંહ બેય  ભેગા થઈને મૃગ સાથે કુદવા જાશે અંબામાનો વાઘ પણ તરબૂચ ખાશે ૩
હાઁ  કાલકા માતા પાડા છોડીને  કેળાં પપૈયા  ખાશે વિષ્ણુનો ગરુડ નારિયલ ખાશે  આ જગમાં ૪
હેજી ધરતી  ફાડી પ્રભુ અવતાર લ્યે તો આવા દિવસો દેખાશે  કોશલ્યા ,દેવકી નહિ દેખાશે
હાઁ “અતાઈ”કહે આવા દિવસો આવવાની વાટડી જોયા કરાશે આ જગમાં ભાઈ ચારો વધી જાશે ૫