Daily Archives: જાન્યુઆરી 21, 2012

પાપ નો ધોવાણા

પાપ નો ધોવાણા
એક ભજન છે જે મીરાં બાઈના ભજન “સાઈ મેંતો પકડી આંબલીયાની ડાળી રે “એ રાગથી ગઈ શકાશે .
હેજી અમે અડસઠ તીરથ ચારે ધામ ફરી આવ્યા  તોય પાતક અમારાં નો બળ્યાં રે …જી
હેજી અમે ગંગા ,જમના ,સરસ્વતી  નાયા તોય  પાપો અમારાં નો ગયાં    રે….જી            ૧
સતકાજ સુકરાતે હળા હળ પીધાં ઈસા,મન્સુરને શુળીએ ચડાવ્યા  તોય શુળીના ઘડ તલ નો રડ્યા રે….જી  ૨
હાથમાં તરવારું લઈને  દોરી ઉપર નાચ્યા .જીભ માથે ભાલાં ઉભાં  રાખ્યાં તોય તાડીયુંના પાળતલ  નો મળ્યા  રે….જી  ૩
ગીતડાં  બનાવ્યાં અમે આખી રાત જાગી રાગડા તાણીને લોકો આગળ ગાયાં તોય ઉત્સાહ દેનારા  નો મળ્યા રે ….જી 4
કવિ વરે ખેતી કીધી હળથી હેત રાખ્યાં કરેલી કવિતાઓદીધી ઇનીયે દાટીરે  કદરુના કરતલ  નો મળ્યા રે ….જી  ૫
ગુરુ ગોતવા અતાઈએ  ઝાઝાં ફાંફાં માર્યાં મનના ગુરુએ ભ્રમણા ઓ  ભાંગી રે સદ્ગુરુ એને નો મળ્યા રે ……જી  ૬