અનરથનો નહિ પાર

અનરથનો   નહિ પાર આ જગનો  કેમ થશે ઉધાર
જગતમાં વધ્યો પાપાચાર જી   ………………………૧
ગાફલ ગેંડો ઘાસ ચરેને કરેન માંસાહાર જી
શીંગડું ચામડું લેવા કાજે  કરી નાખ્યો સંહાર ………..આ જગ માં.  ૨
બાકર બચ્ચાં કાંટા કરડે  ને માનું દૂધ  પીનારજી
કાળી માતા એનો ભોગ ન માંગે તોય માનવી મારે ધરાર ……………આ જગમાં  ૩
ગાયુંને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાર જી
વાછરું છોડે ધાવવા કાજે પણ બોઘરે  દૂધ ની ધાર ………………………આ જગમાં ૪
એવા દુધનો પ્રભુની આગળ ભોગધરે નર નારજી
દંભી માનવીને જોયા પછી રોવા માંડ્યા  જુગદાધાર …………………આ જગમાં ૫
બે કર જોડી બોલે “અતાઈ” પ્રભુ રોશોમાં લગાર જી
અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણહાર ………………….આ જગમાં ૬
ભાવાર્થ ==ગેંડાના શીંગડા માંથી એવી દવા બને છે કે જે ખાવાથી મૈથુન શક્તિ વધી જાય છે .એવી માન્યતાના કારણેઅને  ગેંડાના  ચામડામાંથી   ઢાલ બને છે .એવી માન્યતાના કારણે  બાપડા ગેંડાને મારી નાખવામાં આવે છે .
બકરીના બચ્ચાં બાવળ  બોરડી નાં કાંટા વાળી કુણી ડાળખીયો   ખાયને  અને પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે એ માણસનાં બચ્ચાંની માફક કોકની માનું દૂધ નથી પી જતાં અને મહા કાળી માતા  આવા બચ્ચાને  મારી નાખીને મને ખવડાવો એવું નથી કેતાં  હવે કોઈ ગણપતિ દાદા ની મૂર્તિ દૂધ પીએ છે .એવી વાત વહેતી થયેલી એમ કાલીમા બકરા ખાવા માંડ્યાં છે  ,એવી વાતો કોઈ વહેતી કરે તો જુદી વાત છે .
હવે મુંબઈ અમદાવાદમાં રહેતા લોકોને બહુ ખબર ના હોય પણ ગામડામાં  ઉછરેલા માણસને તો ખબર હશેજ કે ગાયને દોતી વખતે  તેના પાછળના બંને પગને બાંધી  દ્યે છે કે જેથી કરી  ગાય પાટું ના મારી શકે  ,અને પછી એના બચ્ચાંને ધાવવા માટે છોડે બચ્ચાં ઉપરના પ્રેમને લીધે ગાયના આંચળમાં દૂધ ભરાય એટલે બચ્ચાંને ખસેડીને  ગાયના મુખ આગળ બાંધી દ્યે  ગાય બચ્ચાંને ચાટે એમ દૂધ આવતું જાય અને દૂધનું બોઘરું ભરાય જાય .હવે આવા દુધનો ભગવાનની મૂર્તિ આગળ ભોગ ધરાવે  આવા માણસોને જોયા પછી ભગવાનને એવું લાગેકે  આ મનુષ્ય જાતિને  બનાવીને અને એને બુદ્ધિની  સ્વતંત્રતા આપી  એ મારી મોટી ભૂલ હતી અને એના અફસોસમાં  ભગવાનની આંખો માંથી  આંસુ વહેવા માંડે . ત્યારે અતાઈ ભગવાન ને યાદ અપાવવા જાય કે બાપુ અમે તો પાપી લોકો છીએ અમે તો પાપ કરતા રહેવાના પણ આપ પતિત પાવન છો માટે અમને ક્ષમા કરતા રેજો .

6 responses to “અનરથનો નહિ પાર

  1. vkvora Atheist Rationalist એપ્રિલ 10, 2012 પર 2:39 એ એમ (am)

    https://aataawaani.wordpress.com

    ગાય બચ્ચાંને ચાટે એમ દૂધ આવતું જાય અને દૂધનું બોઘરું ભરાય જાય …..

    આને કહેવાય દોહાઈ. ગાયને ખબર પણ ન પડે અને ગોવાળ એની પાસેથી દુધ લઈ લે. આ બધા ધર્મગુરુઓ એજ દોહાઇ તો કરે છે. આપણે ઠગાઈ ગયા તે પણ ખબર ન પડે. વાહ ગોવાળ…..

    • aataawaani એપ્રિલ 10, 2012 પર 7:15 એ એમ (am)

      આવા દોહાય વાળા ધર્મ ગુરુઓ માટે ગામોગામ યુવા મંડળ સ્થાપવું જોઈએ કે જે આવા લોકોના આગમનનો વિરોધ કરે . વોરા ભાઈ મારો આ વિચાર કેવો લાગ્યો ?  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. pragnaju એપ્રિલ 10, 2012 પર 5:04 એ એમ (am)

    માનવની વસતી કરતાં પશુધનની વધુ વસતી ધરાવતા કચ્છ જિલ્લામાં દૂધાળા ઢોરમાંથી દૂધ નીચોવી લેવા માટે વપરાતા ઓકિસટોસિનના ઇન્જેકશનનું પ્રમાણ
    વધ્યું છે !દૂધાળા ઢોરમાંથી ખેંચવામાં આવતું આવું દૂધ પીવાથી આડકતરું ઝેર શરીરમાં પ્રવેશે છે. એક મેડિકલ રાજ્યસ્તરના અહેવાલ મુજબ ૧૦ વર્ષ પૂર્વે પુરુષોમાં નપુંસકતાનું પ્રમાણ ૨૩ ટકા હતું જે હાલમાં ૨૮થી ૩૦ ટકા જોવા મળ્યું છે તો લગ્ન બાદ ગર્ભધારણ વિલંબમાં પણ ૩૨ ટકાનો વધારો થયો છે. પુરુષોમાં જોવા મળતો છાતીનો ઉભાર, છોકરીઓમાં નાની ઉમરમાં પરપિકવતા જેવા લક્ષણો ઓકિસટોસિનથી મેળવાયેલા દૂધ પીવાનું પરિણામ છે.
    ઓકિસટોસિનના ઇન્જેકશનનો ઉપયોગ ગેરકાયદે છે ખાસ કરીને ભેંસને વધુ પ્રમાણમાં અપાતા આ ઇન્જેકશનથી લાંબાગાળે તે પશુ કતલખાનાને લાયક બની જાય છે.
    યુરિયા, કપડા ધોવાનો ડિટરજંટ પાઉડર અમુક જાતનું કેમીકલ વિગેરે હાનીકારક વસ્તુઓના મિશ્રણથી તૈયાર કરેલ દૂધ નાના મોટા શહેરોમાં વેચાઈ રહ્યાના સમાચારો વહેતા થયા છે જે બહુ ચંિતાજનક બાબત છે. વાતમાં તથ્ય જરૂર છે. કારણ કે દેશની આઝાદી પછી નેવું કરોડની વસ્તી વધીને આજે એકસોવીસ કરોડની થવાથી અને પશુપાલનના ધંધાનો ખાસ એવો વિકાસ થયો નથી. તેમ છતાં હજુ સુધી દૂધની તંગી વર્તાઈ નથી. શા માટે? કારણ કે દૂધની વધારાની માંગને આવા બનાવટી દૂધથી સેતાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

    • aataawaani એપ્રિલ 10, 2012 પર 11:29 એ એમ (am)

        પ્રજ્ઞા બેન હું દૂધ કે એવી દુધની બનાવટની વસ્તુ નથી ખાતો એ ઉત્તમ વાત કહેવાય ખરું ?  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

  3. સુરેશ જાની એપ્રિલ 10, 2012 પર 5:48 એ એમ (am)

    અમે તો પાપી લોકો છીએ અમે તો પાપ કરતા રહેવાના પણ આપ પતિત પાવન છો માટે અમને ક્ષમા કરતા રેજો .
    ————
    ઉપરવાળો મૂરખ છે ?!

  4. aataawaani એપ્રિલ 11, 2012 પર 4:58 પી એમ(pm)

    પ્રિય રાજાભાઈ તમે મારી અને મારા ભજનની કદર કરી .તમારો હું આભાર માનું છું. આતા

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: