Daily Archives: એપ્રિલ 4, 2012

બે ટોળાં

માણસોનાં બે ટોળાં વાતો ચિતો કરતા રસ્તે હાલ્યા જાતાં તાં . એટલામાં  એક ટોળાના મુખીએ બીજા ટોળાના     મુખીને કીધું કે જો તમારામાંથી  એક માણસ અમારા ટોળામાં  આવી જાય તો આપણાં બેય ટોળાનાં માણસોની સંખ્યા સરખી થઇ જાય .
એની વાત સાંભર્યા  પછી બીજી ટોળીનો  મુખી બોલ્યો .કે એના કરતા એક માણસ તમારી ટોળીમાંથી  જો એક   અમારી ટોળીમાં  આવે તો  તમારા કરતા અમે બમણા
થઇ જઈએ .
હવે આપ ડાયા માણસો વિચાર કરીને કયો કે  એકેક ટોળીમાં  કેટલા માણસો હોય ?તમને જબાબ  આવડે તો ભલે નકર જબાબ દેવા વાળો હું  ઓગણીસ વરસનો બેઠો છું.  પણ બે દિવસ તમારા જાબાબની વાટ જોયા પછી હો ?  લ્યો તંયે થાવ ભાયડા