Daily Archives: એપ્રિલ 23, 2012

પુળા જેવડી દાઢી

      મારા. ભત્રીજા નરેન્દ્રને મેં એક વખત કીધું .નરેન્દ્ર આ વખતે હું જોક કેવાનો છું. એમાં તારી મા અને તારી કાકી(મારી ઘરવાળી )   ને ઝપટે ચડાવવાનો છું.નરેન્દ્ર કહે  મારી માનો જોક કહેતા પેલા સો વખત વિચારજો  કેમકે મારી માં બહુ દખ વાળું માણસ છે .એને દુ:ખ લાગતાં વાર નથી લાગતી . કાકા તમે મને કહો જોઈએ કેવો જોક તમે કહેવાના છો ?અને મેં શરૂઆત કરી .

      એક વખતહું   રેશનીગની દુકાને ઘાસલેટ લેવા માટે લાઈનમાં  ઉભો  હતો .એટલામાં મારા ભાભી અને એની ૨૮ વરસની વાંઢી બેનપણી મારે ઘરે આવી રહ્યાં હતાં, એજમાંનામાં ટેલીફોનની  સગવડ નહિ, એટલે જે કોઈ આવે એ  “અતિથી “તરીકેજ આવે .મેં એ લોકોને આવતાં જોયાં એટલે હું બોલ્યો ભાભી હું તમને પ્રણામ કરું છું.  ભાભી કંઈ પણ પ્રત્યુતર વાળતાં પેલાં બોલ્યાં આ પૂળા જેવડી દાઢી મૂછના કાતરા  રાખ્યા છે તો તમે ભૂંડા નથી લાગતા? કેવા દ્યો મારી બેન ને (મારી ઘરવાળી )

       એમ બોલી એતો ઝડપભેર મારે ઘરે પહોંચ્યાં .   અને પછી મેં  મારી પાછળ ઉભેલા માણસને  કીધું ભાઈ જરા મહેરબાની કરીને મારો નંબર રાખજે , હું હમણાજ પાછો આવું છું. એમ કહી હું તુર્તજ  બાજુ વાળા સલેમાન હજામની પેઢીએ પહોંચ્યો .પોરબંદર રાજ્યના ગામડાઓમાં મુસલમાન હજામો કામ કરતા હોય છે . સલેમાને પ્રશ્ન  કર્યો , આટલી બધી સરસ દાઢી શા માટે કપાવી નાખો છો ?

    મેં કીધું આજ  આ મારી દાઢીના કારણે ત્રણ વીજળીઓ મારા ઉપર ખાબકવાની છે . મારી વાત સાંભરી સલેમાન અસ્ત્રો  સજાવવા માંડ્યો , એટલે મેં કીધું ભાઈ  ફક્ત  માંશીંજ ફેરવી દે જેથી કરીને એવું લાગે કે મેં અઠવાડિયું થયા દાઢી નથી કરી .સલેમાને મશીન દાઢી ઉપર ફેરવી દીધું એટલે પછી હું જલ્દી આવીને મારી લાઈનમાં  ઉભો રહી ગયો .

         ભાભી અને એની બેનપણીએ મારી ઘરવાલીને કીધું .આ મારા બનેવીએ આટલી મોટી દાઢી રાખી છે એ તમને ગમે છે ?મારી ઘરવાળીએ જવાબ દીધો એ દાઢી રખાવતાજ નથી ,અને મને પૂછ્યા વગર  દાઢી તો શું કાંખ ના વાળ પણ નો રાખી શકે  બેન તુને બે તારા આવ્યાં લાગે છે . ભાભી બોલી હાલો તમને નજરે દેખાડું પછી તો તમે માનશોને?

         અને પછી ત્રણેય જણીયુ  હું જ્યાં ઘાસલેટ લેવા લાઈનમાં ઉભો હતો .ત્યાં આવ્યું , અને ભાભી બોલી જોયું .તમારી બીકે દાઢી કપાવી આવ્યા લાગે છે .મારી ઘરવાળી બોલી ઈ તો આળસુના પીર છેને એટલે અઠવાડિયું થયા  દાઢી નથી કરાવી .એટલામાં  ભાભીને બેનપણી વાંઢી બોલી મને કહે એય  તમારું ખમીસ કાઢો હું તમારી કાંખ  જોઈ લઉં  એ સાફ રાખો છોકે પછી ત્યાં પણ વાળ વધવા દ્યો છો ?

        અને પછી મને પણ ઘાસલેટ મળી ગયું હતું એટલે સૌ સાથે ઘરે આવ્યા . ભાભીને હું એકલો મળ્યો ત્યારે ભાભી બોલ્યાં  આ ખરા તમે મારી બેન ને શીશામાં ઉતર્યા છે . મેં કીધું ભાભી એનીએ ત્રણ વરસ થયા મારા મોઢા સામે જોયું નથી જો જોયું હોય તો ખબર પડેને કે દાઢી છે કે નથી .

       મારી વાત સાંભરી નરેન્દ્ર બળ્યો કાકા તમે આવો જોક કયો તો  તમે જમવા બેસો ત્યારે તમારા ભાનમાં જડી રોટલી પીરસે.