Daily Archives: એપ્રિલ 1, 2012

કવિ દલપતરામના છપ્પાનો જવાબ

 હવે ને આવડે છે કે નહિ .?એટલે હું અનુમાન કરું છું કે કોઈને જવાબ ફાવ્યો નહિ હોય ,અરે બીજાતો ઠીક પણ મારા સહ મંત્રી સુરેશ જાની એ પણ કઈ જબાબ આપ્યો નહિ .
હવે મારે તમારા જેવું નથી થવું જવાબ આપીજ  દવું  છું  .બરાબર ધ્યાનથી વાંચજો please .
શ્રી ફળમાં શું હોય       દગો કરતાં શું હારે
અધિક ગામડા માંય     લહે  કોણ પદવી ભારે
મરે નહિ તે કોણ         પરમ દુ:ખ સૌ થી શું છે
દાટી આદ્યને  અંત તહાં જે નામ રહ્યું છે
વાચા અવિચલ એ દેવ છે  રાખી રેમ નજર રહે
દન દન પદ આદી વરણ પર મધ્ય વરણ કવિ જન કહે       જવાબ    શ્રીફળ માં શું હોય  કોપરું  દગોકરતા શું હારે   ધરમ ગામડા માં મોટી પદવી કોણ ધરાવતો હોય ગામેતી (મુખી, પટેલ .) કોણ મરતું નથી શાશ્વત એટલેકે અમર  મોટું દુ:ખ કયું હોય  “મરણ ” હવે જે જવાબ છે તેનો પહેલો અને છેલ્લો  અક્ષર  દાબી દો એટલે વચ્ચે ક્યાં અક્ષર થી નામ પૈદા થાય” પરમેશ્વર ”  એ આપના ઉપર દયા (રહેમ ) કરતા રહે

હવે આપ છપ્પા માં ડાબી બાજુ ની લાઇન નો પહેલો અક્ષર લેતા જાવ  શું નામ પૈદા  થયું ? શ્રી અમદાવાદ હવે તો આપ સમજી ગયા હશો .समजदार को इशारा काफी होता है