Daily Archives: એપ્રિલ 12, 2012

ભરોસાની ભેંસને પાડો આવે

બે  ભેંસો વાળા  પોત પોતાની  તરતમાં વ્યાય એવી ભેસોને લઈને  બહાર ગામ જઈ રહ્યા હતા  . એક ભેંસ વાળો કેવાતી  હલકી જાતનો હતો અને બીજો ઉત્તમ કુળનો હતો .હલકી જાતનો માણસ બહુ દુરથી  આવતો હતો .તે ઘણો થાકેલો હતો અને તેને સખત ઊંઘ પણ આવતી હતી .બંનેની ભેંસો  તુરતમાં જ વિયાવાની હતી .ઉનાળાની સખત ગરમીનો દિવસ હતો .થોડે દુર એક ઘેઘુર  વડલાનું ઝાડ હતું  ,ત્યાં બંને જણાઓએ આરામ કરવાનો વિચાર કર્યો .
હલકી જાત વાળાએ ઉત્તમ જાત વાળાને કહ્યું કે  અહી આ વડલાના ઝાડ નીચે આપણે આરામ કરીએ  ભેંસો પણ વિયાવાની તૈયારીમાં છે એટલે એ પણ આરામ કરે , મને સખત ઊંઘ આવે છે માટે હું ઊંઘી જાઉં છું .આપ ભેંસોનું    ધ્યાન રાખજો અને જો મારી જરૂર જણાય તોજ મને   ઉઠાડજો  નહીતર મને આરામ
કરવા દેજો .એમ કહી તે ઊંઘી ગયો .થોડીજ વારમાં  હલકી જાત વાળાની ભેંસ વ્યાંનીઅને એ ભેંસે પાડીને જન્મ દીધો .પળવારમાં તો ઉત્તમ કુળના ગણાતા
માણસની ભેંસ પણ વ્યાંની અને એ ભેંસે પાડાને જન્મ આપ્યો .હજી પાડીવાળી  ભેંસ બેહોશ જેવી દશામાં હતી .એટલામાં  ઉત્તમ ગણાતા માણસે  યશોદાના પડખામાં  કૃષ્ણને મૂકી દીધા. એમ પાડાવાળી ભેંસના માલિકે પાડો ,પાડી વાળી ભેંસના  પડખામાં મુકીને  પાડી પોતાની ભેંસ પાસે મૂકી દીધી .બંને ભેંસો પોતાના બચ્ચા  સમજીને  ધવરાવવા માંડી .આવું દૃશ્ય એક ગામડિયા લોક કવિના બારેક વરસના  દીકરાએ જોયું .અને તેણે એક જોડકણું રચ્યું કે —–
ઉત્તમ કુળને ભરોસે રહીશ નૈ અને નીચ જાણી તું નિશ્ચય  કરીશ નૈ
હરદાસ હર દ્વાલ ભણે છે     ભરોસાની  ભેંસ  પાડો જણે છે .પછી  ઉંચે નીચને જગાડ્યો  કે આપણી ભેંસો વ્યાંની છે .  નીચ માણસે  ઉંચનો ભેંસોની કાળજી રાખવા બદલ ઉપકાર માન્યો .