ગોવાળિયાઓએ હનુમાન જયંતિ ઉજવી .

183941887

એક દિવસ દેશીંગાના પાદરીયા પિપરા તરીકે ઓળખાતી જગ્યાએ બપોરે ગોવાળિયાઓએ પોતાની ભેંસો બેસાડી સૌ પોરો ખાતા હતા .મારો ભત્રીજો રતિલાલ સ્કૂલમાં વેકેશન હોવાથી ગામડેથી આવેલો . તે પણ ભેંસો બેસાડી વિશ્રાંતિ લેતો હતો અને સૌ સાથે ગામ ગપાટા મારતો હતો .એટલામાં સમેગાના સોમશંકર મહારાજને ઉતાવળે પગે ચાલતા જોયા . જુના વખતમાં પહેરવેશ ઉપરથી જાતિ ઓળખી શકાતી . એટલે ગોવાળિયાઓ સોમશંકર મહારાજને ઓળખી શક્યા કે આ બ્રાહ્મણ છે . એટલે સંસ્કારી અને વિવેકી ગોવાળીયાઓએ મહારાજને ગોરબાપા પગે લાગીએ ગોરબાપાએ જવાબમાં આશીર્વાદ કહ્યા .અને પછી જેમ જતા હતો એ ચાલથી જવા મંડ્યા . ગોવાળિયાઓએ પુચ્છ્યું આમ ઉતાવળા પગે કીની કોર જઈ રહયા છો ? ગોરબાપા કહે કાલે હનુમાન જયંતીની ઉજવણી કરવાની છે એટલે પૂજાપો વગેરે જોઈતી સામગ્રી લેવા કુતિયાણે જાઉં છું , અરે જવાય છે ,આવો બેસો થોડીક અમને જ્ઞાનની વાતો સંભળાવતા જાઓ . ગોરબાપા આવ્યા , અને સૌ સાથે વેકુરમાં (રેતી ) બેઠા . એક છોકરે પૂછ્યું . બાપા અમ ગોવાળિયાઓથી હનુમાન જયંતિ ઉજવાય કે નહીં ? . જરૂર ઉજવાય તો પછી અમે પણ કાલે અહીંજ હનુમાન જયંતી ઉજવીએ , હવે તમે અમને વિધિ કહો . બાપા કહે એક લેમ્બ ચોરસ જેવો પાણકો ધારડેથી લઇ આવવો અને એ હનુમાન છે એમ માનીને જમીનમાં ખાડો ખોદી એમાં પાણકો મુકવો પછી તેલ સિન્દૂરથી પાણો રઁગવો અને ઉપર અડદના દાણા મુકવા આંકડાના ફૂલની માળા હનુમાન ને પહેરાવવી કોડિયામાં ઘીનો દીવો મુકવો . અને બીજો દીવો થાળીમાં મૂકી આરતી ઉતારવી શ્રીફળ સાકરનો ભોગ ધરવો અને એનો પ્રસાદ સૌએ ખાવો અને બીજા સૌને પણ ખવડાવવો લો આવી રીતે હનુમાન જયંતિ ઉજવવાની આ વિગત કહીબાપા એ વિદાય લીધી .ગામના વેપારી પોલાકાકાના દીકરા રુઘાને કીધું કે તું તેલ સિંદૂર લઇ આવજે . રુઘો વેપારીનો દીકરો એ બોલ્યો એકલો હું તેલ સિંદૂર નાળિયેર સાકર વગેરે લઇ આવું નતો એકલા મનેજ પુણ્ય મળે , માટે તમે પણ સૌ આરીતે ભગવાનને વસ્તુ ચડાવો તો તમને પણ પુણ્ય મળે , માટે કાલે હું તેલનો ડબો શ્રીફળનો કોથળો ભરી લાવીશ અને એ બધી વસ્તુ વ્યાજબી ભાવે હું વેંચીશ સૌ ખરીદજો . રતિલાલ બોલ્યો . હું પૂજારી તરીકે કામ કરીશ ,એટલે મને પણ દાન દક્ષિણા આપવા માટે પૈસા પણ લેતા આવજો .બીજે દિવસે ચોરને કાંધ મારે એવે ટાણે ખરે બપોરે હડમાનદાદાની જન્મ જયંતી ઉજવવી શરુ થઇ રતિલાલ ઘરેથી ખાલી બોઘરું લઇ ગયેલો . હડમાન જતીને તેલ ચડાવવા ગોવાળિયા આપે એ તેલ થોડુંક ચડાવે અને બાકીનું તેલ રતિભાઈ બોઘરામાં ઠાલવી લ્યે . એવીરીતે નાળિયેર વધેરવા આપે એ નાળેયર રતિભાઈ એક ગોળ પથ્થરો લઇ ગએલા એના ઉપર ફોડે એટલે નળયેરના બે ભાગ થઇ જાય એમાંથી અમદાવાદના કેમ્પના હનુમાનના પુજારીની જેમ અર્ધું નાળિયેર રતિભાઈ પોતે રાખે અને અર્ધું નાળિયેર જેનું હોય એને આપે . અને સાકર અર્ધીથી જાજી રતી ભાઈ પોતે રાખીલ્યે . આમ બહુ ઠાઠથી હનુમાન જયંતી ઉજવી અને સાંજે સૌ પોત પોતાને ઘરે ગયા . રતિલાલ તેલનું ભરેલું બોઘરું અર્ધા નાળિયેર ભરેલો કોથળો અને સાકરની ભરેલી થેલી લઈને ઘરે આવ્યો . મારી માએ કીધું આટલી બધી હનુમાન દાદાના નિમિત્તની વસ્તુ ઘરે લાવ્યો . એટલે હનુમાન દાદા કોપાય માં થશે , રતિલાલ કહે એ સાચુકલા હનુમાન નોતા પથ્થરના અમે બનાવેલા હતા . બોલો સારંગપૂર વાળા હનુમાન દાદાની જય . જેમ રાતીભાઈને હનુમાન દાદા પ્રસન્ન થયા એમ આ કથા વાંચનાર સૌને પ્રસન્ન થાય એવી મારી શુભ ભાવના

6 responses to “ગોવાળિયાઓએ હનુમાન જયંતિ ઉજવી .

  1. સુરેશ ઓક્ટોબર 14, 2016 પર 7:50 એ એમ (am)

    રતિલાલ તેલનું ભરેલું બોઘરું અર્ધા નાળિયેર ભરેલો કોથળો અને સાકરની ભરેલી થેલી લઈને ઘરે આવ્યો .
    ——
    આતા, હેંડો પાછા અમદાવાદ … અને આ વેપલો શરૂ કરી દઈએ. તમે ગરુજી અને હું ચેલો!

    • aataawaani ઓક્ટોબર 14, 2016 પર 8:52 એ એમ (am)

      પ્રિય સુરેશ ભાઈ
      તો પછી હું ભગવો અરબ જેવો લમ્બો રોબ પહેરી લઉં અને અમદાવાદ તમે અને હું જઈએ અને સરદારનગરમાં અડ્ડો જમાવીયે તમે ઇંગ્લીશમાં અને નગુજરાતીમાઁ પ્રચાર કરવો કે એક મહાત્મા હિમાલયથી ખાસ આવ્યા છે તેઓ દિન દુ : ખિયાના તમામ જાતના સંકટો દૂર કરશે ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય કોઈએ મેલી વિદ્યા અજમાવી હોય . તે પણ દૂર કરશે . કોઈને પતિ કે પત્ની સબંધી મન મેલ નહોય એનો મન મેળ કરાવી આપશે . વિદ્યાર્થીએ સારા ટકાએ પાસ થવું હશે . તો સારા ટકાએ પાસ કરાવી આપશે . અને વધુ અસર ઉભી કરવા માટે એવો પ્રચાર કરવાનો કે મહાત્મા સોનાચાંદી કે ચલણી નોટોને હાથ લગાડતા નથી . પછી કોઈ आंखका अँधा गांठका पूरा और लोभी कंजूस आ जाय तो હું એને કહું કે આબાબત તમારે સુવર્ણ પૂજન કરવું પડશે . જેટલું વધારે સોનુ હશે એ પ્રમાણે વધારે પ્રશ્નોનો નિકાલ થઇ જશે . સોનુ લાલ કપડાંની પોટલીમાં બાંધી લાવવાનું હિમાલય બાબા તો તેને હાથ પણ લગાડવાના નથી . ફક્ત મંત્ર મારશે બસ પછી એવી પોટલી તમારે કાચના ટુકડા કાંકરા ભરીને તૈયાર રાખીને મારી પાછળ તે લોભી ન જુવે એવી રીતે બેસવાનું અને હું એને મારાથી દૂર પણ હું જોઈ શકું રીતે ઘરેણાની પોટલી મુકવાનું કહીશ અને અને બે સેકન્ડ માટે બાબા તમારો જય જય કર હો એવો આંખો વિંચીને મન્ત્ર બોલવાનું કહીશ એટલામાં તમારે પોટલી લઈને એની જગ્યાએ તમે લાવ્યા હોય એ કાંકરાની પોટલી મૂકી દેવાની આંખો ઉઘાડીને મારી સામું જોશે એટલે કહીશ કે આ પોટલી તમારા ઘરમાં કોઈ ન જુવે એવી રીતે મૂકીને પાંચ મિનિટ બાબા તમારો જય જય કર હો એવો મન્ત્ર વહેલી સવારે ત્રણ દિવસ સુધી બોલીને પોટલી ખોલીને ઘરેણા ઘરેણાંને ઠેકાણે મૂકી દેવા આતંક વખતમાં તો બાબાનો અને બાબાના ચેલાનો જય જય કર થઇ ગયો હોય .
      બોલો તો પછી જલ્દી અમદાવાદ જઈએ અને લોકોના કલ્યાણ કરી નાખીએ

      • Vimala Gohil ઓક્ટોબર 14, 2016 પર 1:12 પી એમ(pm)

        આ બન્ને જોગી ક્યારે અમદાવાદીઓનો ઉદ્ધાર કરવા પહોંચે છે તેની અમદાવાદીઓ રાહ જોઇ રહ્યા છે તો
        “शुभम् करोति शिघ्रम् ” અને પાછા અમેરીકા આવો તો નાની-નાની પોટલીઓ ભેળી લેતા આવજો…

        • aataawaani ઓક્ટોબર 14, 2016 પર 2:25 પી એમ(pm)

          પ્રિય વિમલા બેન
          ગુરુ ચેલાએ સુવર્ણ પૂજનની ત્રણ દિવસની મુદ્દત આપી હોય એ પહેલાં અમેરિકા ભેગું થઇ જવું પડે . નહિતર ગુરુ ચેલાનાં હાડકાં ખોખરાં થઇ જાય .

  2. Vimala Gohil ઓક્ટોબર 14, 2016 પર 1:04 પી એમ(pm)

    હનમાનજતીની જે સાથે આતાજીની પણ જે, કેમકે આ કથા વાંચનાર સૌને આતજીના આશિર્વાદ મળ્યા છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: