Daily Archives: ઓક્ટોબર 14, 2016

ગોવાળિયાઓએ હનુમાન જયંતિ ઉજવી .

183941887

એક દિવસ દેશીંગાના પાદરીયા પિપરા તરીકે ઓળખાતી જગ્યાએ બપોરે ગોવાળિયાઓએ પોતાની ભેંસો બેસાડી સૌ પોરો ખાતા હતા .મારો ભત્રીજો રતિલાલ સ્કૂલમાં વેકેશન હોવાથી ગામડેથી આવેલો . તે પણ ભેંસો બેસાડી વિશ્રાંતિ લેતો હતો અને સૌ સાથે ગામ ગપાટા મારતો હતો .એટલામાં સમેગાના સોમશંકર મહારાજને ઉતાવળે પગે ચાલતા જોયા . જુના વખતમાં પહેરવેશ ઉપરથી જાતિ ઓળખી શકાતી . એટલે ગોવાળિયાઓ સોમશંકર મહારાજને ઓળખી શક્યા કે આ બ્રાહ્મણ છે . એટલે સંસ્કારી અને વિવેકી ગોવાળીયાઓએ મહારાજને ગોરબાપા પગે લાગીએ ગોરબાપાએ જવાબમાં આશીર્વાદ કહ્યા .અને પછી જેમ જતા હતો એ ચાલથી જવા મંડ્યા . ગોવાળિયાઓએ પુચ્છ્યું આમ ઉતાવળા પગે કીની કોર જઈ રહયા છો ? ગોરબાપા કહે કાલે હનુમાન જયંતીની ઉજવણી કરવાની છે એટલે પૂજાપો વગેરે જોઈતી સામગ્રી લેવા કુતિયાણે જાઉં છું , અરે જવાય છે ,આવો બેસો થોડીક અમને જ્ઞાનની વાતો સંભળાવતા જાઓ . ગોરબાપા આવ્યા , અને સૌ સાથે વેકુરમાં (રેતી ) બેઠા . એક છોકરે પૂછ્યું . બાપા અમ ગોવાળિયાઓથી હનુમાન જયંતિ ઉજવાય કે નહીં ? . જરૂર ઉજવાય તો પછી અમે પણ કાલે અહીંજ હનુમાન જયંતી ઉજવીએ , હવે તમે અમને વિધિ કહો . બાપા કહે એક લેમ્બ ચોરસ જેવો પાણકો ધારડેથી લઇ આવવો અને એ હનુમાન છે એમ માનીને જમીનમાં ખાડો ખોદી એમાં પાણકો મુકવો પછી તેલ સિન્દૂરથી પાણો રઁગવો અને ઉપર અડદના દાણા મુકવા આંકડાના ફૂલની માળા હનુમાન ને પહેરાવવી કોડિયામાં ઘીનો દીવો મુકવો . અને બીજો દીવો થાળીમાં મૂકી આરતી ઉતારવી શ્રીફળ સાકરનો ભોગ ધરવો અને એનો પ્રસાદ સૌએ ખાવો અને બીજા સૌને પણ ખવડાવવો લો આવી રીતે હનુમાન જયંતિ ઉજવવાની આ વિગત કહીબાપા એ વિદાય લીધી .ગામના વેપારી પોલાકાકાના દીકરા રુઘાને કીધું કે તું તેલ સિંદૂર લઇ આવજે . રુઘો વેપારીનો દીકરો એ બોલ્યો એકલો હું તેલ સિંદૂર નાળિયેર સાકર વગેરે લઇ આવું નતો એકલા મનેજ પુણ્ય મળે , માટે તમે પણ સૌ આરીતે ભગવાનને વસ્તુ ચડાવો તો તમને પણ પુણ્ય મળે , માટે કાલે હું તેલનો ડબો શ્રીફળનો કોથળો ભરી લાવીશ અને એ બધી વસ્તુ વ્યાજબી ભાવે હું વેંચીશ સૌ ખરીદજો . રતિલાલ બોલ્યો . હું પૂજારી તરીકે કામ કરીશ ,એટલે મને પણ દાન દક્ષિણા આપવા માટે પૈસા પણ લેતા આવજો .બીજે દિવસે ચોરને કાંધ મારે એવે ટાણે ખરે બપોરે હડમાનદાદાની જન્મ જયંતી ઉજવવી શરુ થઇ રતિલાલ ઘરેથી ખાલી બોઘરું લઇ ગયેલો . હડમાન જતીને તેલ ચડાવવા ગોવાળિયા આપે એ તેલ થોડુંક ચડાવે અને બાકીનું તેલ રતિભાઈ બોઘરામાં ઠાલવી લ્યે . એવીરીતે નાળિયેર વધેરવા આપે એ નાળેયર રતિભાઈ એક ગોળ પથ્થરો લઇ ગએલા એના ઉપર ફોડે એટલે નળયેરના બે ભાગ થઇ જાય એમાંથી અમદાવાદના કેમ્પના હનુમાનના પુજારીની જેમ અર્ધું નાળિયેર રતિભાઈ પોતે રાખે અને અર્ધું નાળિયેર જેનું હોય એને આપે . અને સાકર અર્ધીથી જાજી રતી ભાઈ પોતે રાખીલ્યે . આમ બહુ ઠાઠથી હનુમાન જયંતી ઉજવી અને સાંજે સૌ પોત પોતાને ઘરે ગયા . રતિલાલ તેલનું ભરેલું બોઘરું અર્ધા નાળિયેર ભરેલો કોથળો અને સાકરની ભરેલી થેલી લઈને ઘરે આવ્યો . મારી માએ કીધું આટલી બધી હનુમાન દાદાના નિમિત્તની વસ્તુ ઘરે લાવ્યો . એટલે હનુમાન દાદા કોપાય માં થશે , રતિલાલ કહે એ સાચુકલા હનુમાન નોતા પથ્થરના અમે બનાવેલા હતા . બોલો સારંગપૂર વાળા હનુમાન દાદાની જય . જેમ રાતીભાઈને હનુમાન દાદા પ્રસન્ન થયા એમ આ કથા વાંચનાર સૌને પ્રસન્ન થાય એવી મારી શુભ ભાવના