Daily Archives: ઓક્ટોબર 15, 2016

पुनि पुनि चन्दन पुनि पुनि पानी ठाकुर सड़ गए हम कहा जानी

dsc_0045

મુંબઈમાં એક ગુજરાતી વૈષ્ણવ બહુ ધનાઢ્ય અને ધાર્મિક માણસ રહે સૌરાષ્ટ્ર માં એના સગામાં મોટો લગ્ન પ્રસંગ હતો . વરરાજો ઘોડાને બદલે હેલીકોપટરથી માંડવે આવવાનો હતો . આ શેઠના બધાય કુટુંબના સભ્યો લગ્ન માં હાજરી આપવા જવાના હતા . ફક્ત શેઠ પોતે લગ્નમાં જવાના નોતા , શેઠના બગીચાના માળી કે જે યુ પી નો બ્રાહ્મણ હતો . તેણે શેઠને પૂછ્યું .शेठ साब आप लग्नमें क्यों नही जाते ? શેઠે જવાબ દીધો ભૈયાજી હું જો લગ્નમાં જાઉં તો મારા ઠાકોરજી અપૂજ રહે . મારા વિના એની પૂજા કોણ કરે ? ભૈયાજીએ જવાબ દીધો . अरे साब चिंता क्यों करते हो मैं जो हूं मैं ठाकोरजीकी पूजा बराबर करूँगा आप लग्नमें जरूर जाइए શેઠ ઠાકોરને ભૈયાને ભરોસે મૂકીને લગ્ન કરવા ઉપડી ગયા . આ ભૈયો ઠાકોરજીની પૂજાની વાત તો બાજુ પર રહી ઠાકોરજી કે જે શાલિગ્રામ હતા .ચપટો નાનકડો કાંકરો એના સામું પણ નોતો જોતો અરે શાલિગ્રામ વાળી ઓરડીમાં પગ પણ નોતો મુકતો . થોડા દિવસ પછી જ્યારે શેઠ આવવાના થયા તે સવારે ભૈયો શાલિગ્રામ લઈને કૂવે ગયો . અને શાલિગ્રામને ધોવા ગયો . ત્યારે શાલિગ્રામ હાથમાંથી સરકીને કુવામાં પડી ગયા . શાલિગ્રામને કુવામાંથી કાઢવા અશકય હતા . भैये बहु दूरकी सोची તેણે શાલિગ્રામની જગ્યાએ મોટું જામ્બુ (રાવણું ) મૂકી દીધું અને તેના ઉપર ચંદન ચોપડ્યું અને ઉપર ફૂલ મૂકી દીધાં . થોડી વારમાં શેઠ આવ્યા , તેણે ભૈયાને શાલિગ્રામ વિષે સમાચાર પૂછ્યા . ભૈએ જવાબ દીધો . शेठ साब मैंने बराबर पूजा किया मेरा विश्वास आपको न हो तो आप ठाकोरजीसे पूछिए . શેઠ પૂજા કરવા બેઠા . ઠાકોરજીને નવડાવવા ગયા , તો જામ્બુ ચગદાઈ ગયું . શેઠે ભૈયાને બોલાવ્યો . અને પૂછ્યું ભૈયાજી આમ કેમ થયું ભૈયાએ જવાબ દીધો . રામાયણની ચોપાઈની જેમ લલકારીને
पुनि पुनि चंदन पुनि पुनि पानी , ठाकुर सड़ गए हम कहा जानी