Daily Archives: ઓક્ટોબર 5, 2016

પુત્રી પ્રેમનો ઉછાળતો મહાસાગર છે પણ ?

omanimalkingdom-lifetree

સંસ્કૃત ભાષાના આદિ કવિ વાલ્મિકી ઋષિ વિષે આપ સૌ જાણો છો .એમણે જે છંદ બનાવ્યો . એ સંસ્કૃત ભાષાની પહેલી કવિતા તરીકે પ્રસિદ્ધિ પામી .એ અનુષ્ટુપ છંદ લખું છું .
मा निषाद प्रतिष्ठांत्वम ,गम्य:शाश्वति समा:
यत कौंच मिथुनादेक ,मवधि:काम मोहितं
આ છંદમાં વ્યાકરણમાં મારી કદાચ ભૂલ પણ થઇ હોય , તો આપ મારી ભૂલ તરફ મારું ધ્યાન દોરવા કૃપા કરશો . મારી ભૂલો આપ કાઢશો એ બાબત મને જરાપણ માઠું નહીં લાગે બલ્કે હું ખુશી થઈશ .
આ મારા આર્ટિકલમાં મારી ભેજાની નીપજ પણ હશે .એને આપ ભૂલ નહીં ગણતા કેમકે કવિઓ ગપ મારતાજ હોય છે . જોકે હું આછો પાતળો આપ જોડિયાં બનાવનારો કવિ ગણવો હોય તો ગણી શકાય ખરો . મોટા ગજાનો કવિ નથી .
વાલ્મિકી લૂંટ ફાટ કરનારા અનાર્ય હતા . પણ નારદ ઋષિના સત્સંગથી ઋષિ બની ગયા . આ ઉપરથી આપણે એટલું સમજવાનું કે ઋષિ હોવું એ એકલા બ્રાહ્મણોનોજ ઈજારો નોતો
जन्मना जायते शुद्र એવું કોઈક સંસ્કૃત વાક્ય છે . મતલબકે જન્મથી બધા અજ્ઞાનીજ હોય છે . પણ પછી પોતાની આવડત પ્રમાણે વર્ણાશ્રમ નક્કી થતો . પણ પછી સમય બદલાયો બ્રાહ્મણોની જોહુકમી વધી એટલે જન્મ પ્રમાણે જાતિ નક્કી કરી નાખી . બ્રાહ્મણ ને ત્યાં જન્મ્યો હોય એનામાં ભલે બ્રાહ્મણ પણાંનો છાંટો ન હોય પણ એ બ્રાહ્મણજ કહેવાય ,હમીર ભાઈ મને વાત કરતા હતા . કે આ રામશંકર મારાજને જુથિયો કુંભાર પોતાના ગધેડાં
ચરવા નો રાખે પણ ઈ ભામણ એટલે અમારે ઈના દોરાવ્યા દોરવાવું પડે .
લૂંટારુ વાલ્મિકી ને હડફેટે નારદ ઋષિ પડ્યા . વાલ્મીકિએ નારદ ઋષિને કીધું કે તારી પાસે જે કંઈ હોય એ મને આપીદે નારદ ઋષિ કહે મારી પાસેતો આ તમ્બૂરો (વિણા છે) આલે તારે જોઈએ તો લઈજા વાલ્મિકી બોલ્યો હું કંઈ માગણ ભિખારી નથી . કે એમને એમ લઇ લઉં હું તો તુને મારીને લઈશ . નારદ ઋષિએ વાલ્મિકીને કીધું કે તું આવા અધમ કાર્યો શાના માટે કરે છે . વાલ્મિકી કહે હું મારાં કુટુંબના સભ્યોના પાલણ પોષણ માટે કરું છું . નારદ ઋષિએ કીધું કે જેના માટે તું આવા ધંધા કરે છે . એ લોકો તારા માટે કશું કરવાના નથી . વાલ્મિકી કહે એવું તે કદી હોતું હશે . હું ઘરડો થઈશ ત્યારે મારા લાડ લડાવશે . મારો પડ્યો બોલ ઝીલશે . અને જરૂર પડ્યે પોતાનો પ્રાણ પણ મારા માટે ન્યોછાવર .કરે એવા મારા પુત્રો છે . નારદ ઋષિ કહે એતો તારી માન્યતા છે . બાકી એ લોકો તારા માટે કશુંજ કરવાના નથી બોલ તારે ખાતરી કરવી છે .? વાલ્મિકી કહે હા નારદ ઋષિ કહે તો તું તારે ઘરે જા અને હું સખત બિમાર છું . એવું કહીને તું ખાટલા ભેગો થઇજા અને રામ નામનો જાપ જપવા માંડ થોડી વારમાં હું તારે ઘરે આવું છું . વાલ્મિકી બોલ્યો ઋષિ તમે આવા મહાત્મા થઈને મને જૂઠું બોલતા શીખવો છો? નારદ કહે ક્યારેક શુભ કાર્ય માટે જૂઠું બોલવામાં વાંધો નથી .
વાલ્મિકી પોતાને ઘરે પહોંચ્યો . અને નારદે કહ્યા પ્રમાણે બીમાર છું . એવો ઢોંગ કર્યો . નારદ ઋષિએ કીધેલું કે તું રામ રામ નો જાપ કરતો પડ્યો રહે જે વાલ્મીકિએ ભૂલ કરી .અને રામ રામ કહેવાને બદલે મરા મરા કહેવા મઁડી ગયો . આ બાબતની સંત તુલસી દાસે ચોપાઈ લખી છે કે
उल्टा जपत सोई પદ जाना .वाल्मीकि भये पर ब्रह्म समाना
एक दोहा है की
तुलसी सीतारामको रीझ भजोके खीज
उल्टा सुलटा बोइए ज्यों खेतरमे बीज . થોડી વારમાં નારદ ઋષિ વાલ્મિકીને ઘરે આવી પહોંચ્યા . વાલ્મિકીના દીકરાઓએ નારદ ઋષિને વિનંતી કરી કે મહાત્મા મારા બાપા અચાનક સખત બીમાર પડી ગયા છે . એનો તેઓ સાજા સારા થઇ જાય એવો કોઈ મંત્ર કે ઔષધિ છે . તમારી પાસે ? નારદ ઋષિ કહે હા હું તમને પાણી મન્ત્રીને આપું છું ,આ પાણીનું પાત્ર તમે તમારા પિતાના શરીર ઉપર ફેરવીને પછી તમારા ચાર ભાઈ માનો એક ભાઈ પીજાય એટલે તામ્ર પિતા સારા થઇ જાય ‘પણ મન્ત્રેલું પાણી પી જનારો મૃત્યુ પામે . નારદ ઋષિની વાત સાંભળી વાલ્મિકીના દીકરાઓ એ વિચાર કર્યોકે બાપા મરીજાય તો ભલે એમની આપણને હવે જરૂર નથી . આપણે હવે એના આશ્રિત નથી . આપણે હવે જુવાન છીએ આપણે આપણો ઘર વહેવાર બરાબર ચલાવી શકીએ એમ છીએ . અને બાપો મરી જાય તો
“ઝાડ ભાંગ્યું અને જગ્યા થઇ ” આ વાત સાંભળી વાલ્મિકીની જુવાન દિકરી આવી અને નારદને કીધું તમે મને મંત્રેલું પાણી આપો . હું પી જાઉં છું . ભલે હું મરી જતી . પણ મારા વ્હાલા બાપ ને જીવંત દાન મળતું હોય તો હું મારું બલિદાન આપવા તૈયાર છું . અને આ મારા બલિદાનને હું મારુ હો ભાગ્ય સમજીશ. આ છે . દિકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ . મેં એક વાત જાન્યુઆરી 25 2012 ના દિવસે પુત્રીનો પિતા પ્રત્યેનો અલૌકિક પ્રેમ વિષે લખી છે . તે વાંચવા કૃપા કરશો તેનું શીર્ષક છે .
“ઇસ્લામ ધર્મ ઉત્પ્ન્ન થતાં પહેલાં ”
એક ત્રણ દીકરીયુંના બાપ ની પત્ની મૃત્યુ પામી . એને દિકરો નહોવાથી દિકરો પૈદા કરવા માટે બીજી પત્ની કરવાની ઈચ્છા થઇ . કેમકે જો દીકરો ન હોય તો પોતાના મૃત્યુ પછી કાગડાને વાસ કોણ નાખે તો પોતે સ્વર્ગમાં ભૂખે મરી જાય .
ગુજરાતમાં ઘણી જ્ઞાતિઓમાં દીકરીને ઘણો કરિયાવર આપવો પડે દહેજ આપવું પડે . જયારે અમારી બાજુ કન્યાના બાપને પૈસા આપવા પડે તો ગગો લાડી લાવી શકે . આ રિવાજ પટેલ જ્ઞાતિમાં પણ ખરો . મારા બાપા પાસેથી મારા સજ્જન સસરાએવર (આ આતાવાણી વાળા આતા ) જોયા પછી ઓછા પૈસા લીધેલા .
ઉપર કહ્યા પ્રમાણેના ત્રણ દીકરીયુંના બાપને પરણવાના કોડ જાગ્યા . એને પોતાના માટે બાયડી ની શોધ આદરી પણ ક્યાંય મેળ પડતો નોતો એમાં એને એક લબાડ દિકરાનો બાપ મળ્યો .આ બાપને પોતાની જુવાન દિકરી હતી . પણ એ દિકરી માટે એ વધુ પૈસાની માગણી કરતો હોઈ દિકરીનો મેળ પડતો નોતો . એને આ દિકરાની ભૂખ વાળો ગરજાઉ માણસ મળ્યો . એ દિકરીના બાપે શરત કરી કે જો તું તારી દિકરીને મારા દિકરાને પરણાવે તો હું મારી દિકરીને તારા વેરે પરણાવું . આ લબાડ વર પોતાને પસંદ નોતો
પણ પોતાના બાપનું ઘર બંધાતું હોય પોતે ભોગ આપવા તૈયાર થઇ ગઈ . આ છોકરી સાથે મારી સગાઈ કરવા માટે મારા બાપે વાત કરી . છોકરીના બાપને મારા બાપાએ વાત કરીકે તમે મારે ઘરે પધારો અને ઘર અને વર બન્નેને જોઈ લ્યો પછી તમને યોગ્ય લાગે તો આપણે પૈસા બાબત વાતો કરીયે . મારી ઉંમર 16 વર્ષની હતી .અને છોકરીની ઉંમર 14 વરસની હતી . કન્યાના બાપે કીધું કે તમે તમારા દિકરાને લઈને અમારે ઘરે આવો એટલે અમારા સગા વ્હાલા છોકરાને જોઈ લઈએ . મારા બાપા કબૂલ થયા . અને મને તેડીને કન્યાના બાપને ઘરેગયા . કન્યાને જોઈ કન્યાગૌર વરણી નાકે નેણે નમણી હતી . છોકરીએ મને જાવડ . ભાવડ જોઈ લીધો .
जो है पर्देमे पिन्हां चश्मे बिना देख लेती है
ज़मानेकी तबियतका तकाज़ा देख लेती है સુકન્યાતો આ સુવર ને જોઈ શકી પણ આ સુવર ને સુકન્યાને જોવાનો મોકો નો મળ્યો . પણ ભોળા શંભુએ કૃપા કરી એટલે 60 સેકન્ડ માટે છોકરી મને મળી . અને મને કીધું કે તુને હું કેવી લાગી ? મેં કીધું કે તું રૂપ રૂપનો અંબાર છો . મને બહુ ગમી . મને પણ તું બહુ ગમે છે હવે સગાઈ થવા ટાણે ફરી નો જતો . પણ સુકન્યાના બાપે આ સુવર ના બાપ પાસે વધુ પૈસાની માગણી કરી જે મારા બાપના ગજા ઉપરવટ હતી . એટલે સગાઈ નો થઇ . આ છોકરીને પરણાવી અને છોકરીનો બાપ પોતાની દિકરીની નણંદ સાથે પરણ્યો . પણ છોકરીને વર નો ગમ્યો .એટલે તે પોતાના બાપને ઘરે આવી . પોતાની નવી માં જે પોતાની નણંદ હતી . તેને પોતાના ભાઈને તરછોડીને આવેલી પોતાની ભાભી કેવી રીતે ગમે ? એટલે પોતાની નવીમાના મેણાં સાંભળવાપડે અને દરરોજ ઘરમાં કંકાસ થાય . છોકરીનો કાકો કે જે પોતાનાથી હલકી જાતની બાયડીને પરણેલો એને ત્યાં આ છોકરીને મોકલી આપી . છોકરીની કાકી વૈશ્યાલય ચલાવતી હતી . આ છોકરીનો ઉપયોગ વૈશ્ય તરીકે થવા લાગ્યો . કાકાને પોતાની ભત્રીજી તરફથી થતી આવકી ગમવા લાગી . છોકરીને એક માણસ કાયમ લઇ જતો એક દિવસ આ માણસે છોકરીના કાકાને વાત કરી કે મને આ છોકરી કાયમ માટે આપી દ્યો બોલો કેટલા પૈસા આપું ? છોકરીના કાકાની માંગણી પ્રમાણે પૈસાની હાપાડી અને છોકરીને એક રાત્રે લઇ ગયો અને છોકરીને કીધું કે હવેથી તું મારી પત્ની છો હવે તુને વૈશ્યા માંથી મુક્તિ મળી . હવે આ ઘર તારું છે તારા આવા કાકાને કે જેણે પોતાની સગી ભત્રીજીનો વૈશ્યા તરીકે ઉપયોગ કર્યો અને આખર વેચી મારી મેને તું પૈસા અપાવવા માગે છે ? હવેતો આ તારું ઘર છે . અને આ માણસ છોકરીને લઈને દૂર જતો રહ્યો . કે જેનો કોઈ પત્તો નથી . એના સ્વજન સિવાય કોઈને
ૐ શાંતિ શાંતિ શાંતિ :