Daily Archives: ઓક્ટોબર 17, 2016

छोटो काम बड़ो करे ताऊ न बड़ाई होय ज्यों रहीम हनुमन्तको गिरधर कहे न कोई

20161016_170141

मेरे अज़ीज़ अहबाब में दिमागसे ज़्यादा: काम लेताहूँ तो भेज़ा गायब हो गया है . फिरभी दिमाग़ बराबर चलाता हूँ .

 

શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર હતા એવું લોકો માને છે એ મહાન હતા , એટલે એમણે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો . અને પર્વત નીચે ઉભેલા ગોવાળિયાઓએ પોતાની લાકડીથી ટેકો આપેલો . તે છતાં તેઓને લોકોએ પર્વતને ધારણ કરનાર ગિરધરનો લોકોએ ઈલ્કાબ આપી દીધો . કેમકે તેઓ મહાન પુરુષ હતા . ભગવાનનો અવતાર હતા .ઓલ્યો હનુમાન આખો પર્વત ક્યાંયથી ઉપાડી લાવીને લંકા સુધી લઇ આવ્યો . એને કોઈએ ગિરધરનો ઇલકાબ નો આપ્યો . કેમકે તે રામનો સેવક હતો . રામનું અઘરુંકામ પોતે કરી લાવતો હતો . સાધારણ વાનર હતો .
હું સિગારેટના ખોખાં ને બન્ને બાજુ દેખાડું બન્ને બાજુ સરખીજ હોય છે . બીજા કોઈ ખોખામાં બન્ને બાજુ સરખી ન હોય તો મને ખબર નથી .પણ હું eagle 20 ‘s menthol gold ખોખાની બન્ને સાઈડ બતાડીને લોકોની હથેળીમાં મુકું અને એના ઉપર બીજા હાથની હથેળી મુકાવું . અને પછી એ હથેળી ઉપર હું ફૂંક મારું અથવા કોઈ બીજો ફૂંક મારે અને હથેળી ઊંચી કરે એટલે ખોખા ઉપર બીજુંજ ચિત્ર આવી ગયું હોય . અથવા કોઈ લખાણ આવી ગયું હોય . પણ લોકોને એટલી નવાઈ ન લાગે જેટલી નવાઈ ટી વી ઉપર કોઈ જાદુગર દેખાડતો હોય . લોકો એવી વાતો કરે કે આમાં શું નવાઈ આવું આવું ફતુરતો આતા કરતાજ હોય છે ,
આપ ટી વી ઉપર જાદુના ખેલ જોતા હશો .એમાં એક જાદુગર ગંજીફાનાં પાનામાંથી એક પાનું લઇ લેવાનું પ્રેક્ષકને કહે પ્રેક્ષક એક પાનું લઈલે આ પાનું શું છે , એ બધાને બતાવે પછી જાદુગર એ પાનામાંથી એક ખૂણો કાપીને એક પ્રેક્ષકને આપે . પાનાંનો બાકીનો તૂટેલો ભાગ પોતાની પાસે રાખે . થોડી વાર પછી એક ચાનો કપ ટેબલ ઉપર મૂકે અને આ કપમાં જોઈતા પ્રમાણમાં ગરમ પાણી રેડે પછી એક ચાની પડીકીયું વાળું નવું પેકેટ કાઢે અને એમાંથી એક પડીકી કાઢવાનું પ્રેક્ષકને કહે પ્રેક્ષક પેકેટમાંથી પડીકી કાઢીને ચાના કપમાં નાખે થોડી વાર પછી જાદુગર પોતાના હાથે કપમાંથી પડીકી કાઢે , ત્યારે પડીકીને બદલે ગંજીફાનું ખૂણો તૂટેલું પાનું નીકળે અગાઉ તૂટેલો ખૂણો જે માણસ પાસે હોય એ ચાના કપમાંથી નીકળેલા પાના સાથે સરખાવી જુવે તો એ તૂટેલો કકડો એજ પાનાંનો હોય . આ જાદુ આતાવાણી વાળો આતા કરી શકે છે . પણ ઓલ્યા રહીમે કીધું એમ
छोटो काम बड़ो करे तउ न बड़ाई होय જોકે મારું જાદુ જોઈને ઘણા લોકોને વાવ વાવ ના ઉદગારો નીકળી જાય છે હો . સિનિયર સિટીજન સેન્ટરમાં હું જાઉં છું . આ સેન્ટરમાં બીજા લોકો માટે પણ ઘણી પ્રુવ્રુત્તિઓ હોય છે . નાના બાળકો માટે પણ અવનવા રમકડાં હોય છે . આ સેન્ટર આપણા સુરેશ જાનીએ જોયેલું છે .
ભારતના બીજા વિભાગો કરતાં સાઉથ ઇન્ડિયાના ખાસ કરીને તામિલ નાડુના લોકો મન્ત્ર તંત્ર દેવ દેવતાઓ ભૂત પ્રેત વગેરે વસ્તુ ઓમા વધારે માને છે . સાઉથ ઇન્ડિયન લોકો શ્યામ રંગની ચામડી વાળા વધુ હોય છે કેટલાક ઉજળી ચામડી વાળા પણ હોય છે . આ લોકો ઘણે ભાગે બ્રાહ્મણ હોય છે .અને હજારો વર્ષ પહેલાં ઉત્તરમાંથી સાઉથમાં ગયેલાનું મનાય છે . સેન્ટરમાં મને બે બેનપણીઓ મળેલી જે એના બાળકોને લઈને આવેલી એક બાઈને મેં કીધું તારાં બાળકોને જાદુ જોવું ગમે છે ? . તે કહે હા એમને બહુ ગમે છે . મેં કીધું કોઈ વખત મારી પાસે લઈ આવજે હું એને જાદુ બતાવીશ , તે બોલી કેવું જાદુ બતાવશો ? મને બતાવો જોઈએ ? મેં એને લાકડાના નાના ચોરસ કકડા ઉપર ડિઝનીનું કાર્ટૂન બન્ને બાજુ દેખાડ્યું . તે કુતુહલ વશ થઇ થોડી વાર મારી સામું જોયા કરી . પછી બોલી મારી બેનપણીની હું બોલાવી લાઉં છું . એને પણ બતાવજો . થોડી વારે એની બેનપણી આવી . તે સગર્ભા હતી . તેને મેં લાકડાનો ખાલી ચોરસો બન્ને બાજુ તેને બતાવ્યો . પ્રથમ જાદુ ડિઝનીના કાર્ટૂન વાળું જે છોકરીએ જોયું હતું તે બોલી એને કાર્ટૂન વાળું જાદુ બતાવો . મેં કીધું તું જોયા કર હું બધુંજ બતાવીશ અથરી ન થા . પછી મેં ખાલી કકડો બન્ને બાજુ ફેરવીને બતાવ્યો અને કકડો એની હથેળીમાં મુક્યો અને એના ઉપર એની બીજી હથેળી ઢંકાવી અને એની બેનપણીને ફૂંક મારવાનું કીધું . છોકરીએ ફૂંક મારી અને હથેળી ઊંચી કરી તો બાળકનું ચિત્ર દેખાણું , મને એને પૂછ્યું કે આ ચિત્ર છોકરાનું છે કે છોકરીનું ? પછી મેં એને પૂછ્યું તારે શું જોઈએ છે . દીકરો કે દીકરી તે બોલી મારે દીકરો જોઈએ છે . મેં કીધું ભગવાન તારું કહ્યું નહીં કરે પોતાનું ધાર્યું કરશે . થોડામહિના . અને . પછી મને ખબર પડી તો જાણવા મળ્યું કે એને દીકરી જન્મી છે .
મારો ભાઈ અમેરિકાથી આવ્યો ત્યારે એની પાસે કેટલીક સો સો ની નોટો હતી . મેં એની પાસેથી એક નોટ લીધી . મિત્રોને મેં મારી ડાબા હાથની હથેળી ખાલી હથેળી બતાવી . પછી જમીન ઉપરથી જમણા હાથે કાંકરી લઇ ખાલી હથેળીમાં મૂકી અને ઉપર જે હાથે કાંકરી લીધેલી એ હાથની હથેળી ઢાંકી અને અર્ધી સેકન્ડમાં હથેળી ઊંચી કરી તો સોની નો ટ જોવામાં આવી . મિત્રોને નવાઈ તો લાગી પણ એક સોમનાથ કરીને પોલીસ ક્લાર્કને જાદુ ન લાગતા સાચું લાગ્યું . એ મારે ઘરે આવ્યો . અને મને પગે લાગ્યો . અને કરગરીને બોલ્યો . હિંમતલાલ ભાઈ સાબ હું બહુ ભીડમાં છું . મારા ઉપર દયા કરીને વધારે નહીં તો બે ચાર નોટો તો કરીજ આપો . સોમનાથ ના એક પગનો પંજો ડોક્ટરે કાપી નાખેલો એટલે તે ફક્ત ઓફિસમાંજ કામ કરતો . તેને યુનિફોર્મ પહેરવો પડતો નહીં .
અમેરિકા આવ્યા પછી પણ સર્પ પકડવાના ધંધા ચાલુજ રાખેલા। એક સાયણી કરીને શીખ ડોક્ટરના નજીક સાપ ખુરસી નીચે બેઠેલો જોવા મળ્યો . ડોક્ટરનો ભત્રીજો જસવિંદર સીંગ ને મારી સાપ પકડવાની આવડતની ખબર તેણે મને ફોન કર્યોકે મારા કાકાના ઘરે સાપ છે . તમારી કલાની પણ અમને ખબર પડે , એટલે અમે સરકારી માણસને સાપ પકડવા બોલાવવાના નથી તેમજ સાપને મારવાના પણ નથી . મેં કીધું તું મને તેડીજા તે કહે તમે આવશો ત્યાં સુધી સાપ બેસી રહેશે ? મેં કીધું હું અહીંથી મન્ત્ર મારીશ એટલે હું જ્યા સુધી એને નપકડી નહીં લઉં ત્યાં સુધી એ બેસી રહેશે . મેં તેની પાસેથી જાણી લીધેલું કે સાપ ક્યાં અને કેવી રીતે બેઠો છે . મેં જઈને જોયું તો સાપ બિન ઝેરી હતો . એટલે મેં મારા ખુલ્લા હાથે પકડી લીધો .
જય નાગ બાપા નાગ પકડવાની આવડત હું મારા પરિવારના સભ્યોને પણ શીખવવા માગતો નથી . હું એવી સલાહ આપું છું કે સાપ બિન ઝેરી છે . એવી ખાતરી હોય તો પણ પકડવાનું સાહસ કરવું નહિ . સાપનો કરવો ભરોસો કે એ કરડવાનો નથી
એક મુરખામી નથી તો શું છે બીજું દોસ્તો
નાગડા નિહરને બાર રાફળિયે કીં રૂંધાઇ રયો
તુને મારશું મોરલીયુંના માર . તારી નાળ્યું તૂટશે નાગડા નાગને ને મોરલીને કોઈ સબંધ નથી . નાગ દેખતો નથી તેમ સાંભળતો પણ નથી . અને દૂધ પણ પીતો નથી . વિના કારણ કોઈને કરડતો પણ નથી . નારદ ઋષિની જેમ એને પોતાનું ઘર પણ નથી . એ ગણપતિના વાહનને ખાયને એના ઘરમાં કામ ચલાઉ આરામ લ્યે છે .નાગને અને સુગંધને કાશી લેવા દેવા નથી . તેને સુગંધ ગમતી હોવાથી તે ચંદનના ઝાડને લિપ્તાયને પડ્યો રહે છે . આ બધી કવિઓની કલ્પનાઓ છે . અને રહીમે એક દોહરો બનાવ્યો છે કે
रहिमन उत्तम प्रुकृतिको कहा करि सकत कुसंग
चन्दन विष व्यापे नही लिपटे रहे भुजंग એકજ બેઠકે આ બધું લખી નાખ્યું . આપને 59 વર્ષની ઉંમરના આતાના શારીરિક અને માનસિક બળની ખબર પણ પડી ગઈ હશે .
ભણ્યા નહીં જો લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું . જગતમાં કોઈ નો જાણે જનની ના જણયાથી શું .
पडोशी पहचाने नहीतो जगमे कैसी बड़ाई
साहसिक कोई काम न किया हो मुफ्तमे ज़िन्दगी गवाई …संतो भाई समय बड़ा हर जाई