Daily Archives: ઓક્ટોબર 10, 2016

ડાહ્યા માણસોનું કહેવાનું છે કે ભૂતકાળ ભૂલી જાઓ .

20161009_145303.jpg

મારા જેવા ગાંડા માણસનું માનવું છે કે ભૂતકાળની દુ :ખ દાયક વાતો ભૂલી જવી પણ , પોતાને આનંદ થાય એવી ભુત કાળની વાતો યાદ કરવી જોઈએ , અને વૃદ્ધાવસ્થામાં ખાસ લખીને કે એકલા એકલા વાતો કરીને પણ આનંદ મેળવીને પ્રફુલ્લિત રહેવું . તો વાંચો આતાના ભૂતકાળની વાતો અને તમે પણ પ્રફુલ્લિત થાઓ .
હું આર્મીમાંથી છૂટો થયા પછી મને સંસ્કૃત ભણાવનારા બે વિદ્વાનોમાંનાં એક હતા બિહારના મૈથીલ બ્રાહ્મણ અને બીજા હતા બરડાઈ બ્રાહ્મણ
મૈથીલ બ્રાહ્મણ ન્યાય શાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રના વિદ્વાન હતા . તેઓ પંડિતજી તરીકે ઓળખાતા જ્યારે બરડાઈ બ્રાહ્મણ ગુરુજી તરીકે ઓળખાતા , પંડિતજી કાલિદાસ , ભવભૂતિ , માઘ .જેવાના કાવ્યો અને પાણિનીનું વ્યાકરણ વગેરે શીખવતા ગુરુજી સંધ્યા વંદનાદિ કરવાનું જયશંકર મહિમ્ન વગેરે સ્તોત્રો અને સત્યનારાયણની કથા ,ભાગવત કથા શ્રાદ્ધ લગ્ન વિધિ વગેરે શીખવતા .
મારા બાપાએ મને સંસ્કૃત ભણવા માટે જ્યારે મુક્યો . ત્યારે એવું કીધેલું કે મારા દીકરાને સંસ્કૃતના વિદ્વાન થવું છે . નહીકે દેવતાઓના પૂજન કરવાની લગ્ન કરાવવાની પિતૃઓના સ્વર્ગમાં ગયેલાઓનું કલ્યાણ કરવા ભગવદ સપ્તાહ ગરુડ પુરાણ . વાંચવા વગેરે યજમાન વૃત્તિ કરવાનું ભણવાનું નથી . એવો ધંધો તો મારા વડવા કાનજી બાપા મૂકીને આવ્યા છે . અને મુસલમાન દરબારની નોકરી કરતા અને હું પણ મુસલમાન દરબારની નોકરી કરું છું .
પ્રારંભમાં સંધ્યા વંદનાદિ શીખવા , પ્રાણાયમ વગેરે યોગ શીખવા ગુરુજી પાસે મુક્યો . મેતો ત્રણેક મહિનામાં આ બધું શીખી લીધું . આ બધું આશ્રમના કાયદા પ્રમાણે શીખવું ફરજીયાત હતું .આ બધું ભણી લીધા , પછી હું પંડિતજી પાસે ભણવા ગયો . અને સંસ્કૃત વ્યાકરણ શીખવા શુભારંભ કર્યો .
नत्वा सरस्वती देवीम शुद्धधाम गुण्याम करोमि हम
पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदी
પંડિતજી પાસેથી હું સમર્થ તત્વવેત્તા બૃહસ્પતિ વિષે ઘણું જાણી શક્યો .
હવે હું ગુરુજી વિષે વાત કરું છું .
ગુરુજીને પોતે કૈંક વિશેષ છે . એવો દેખાડો કરવાનો શોખ ખરો . પોતે આશ્રમ બહાર ના રોડ નજીક ખૂણે ખાંચરે પેશાબ કરવા જાય , ત્યારે ચા પીવાનો પિત્તળનો કપ પાણી ભરીને સાથે લઇ જાય કે જેનાથી પેશાબ કર્યા પછી ધોઈ શકે , બીજા કોઈ આશ્રમ વાસી પેશાબ કરીને ધોતા નહીં અને પેશાબ પણ આશ્રમની અંદરના મેદાનમાં ક્યાંક ખૂણે ખાંચરે કરી લ્યે .
ગુરુજી પોતે મન્ત્ર તાંત્રિક વિદ્યા , જાત જાતના રોગોની ઔષધિ જાણવાનો પણ દાવો કરતા . જ્યોતિષ , હસ્ત રેખા . અનેક પ્રકારના તેલ પણ બનાવી જાણતા સ્ત્રીઓની રાશિ જોઈ તેને કેવા પ્રકારના તેલથી વાળ વળશે એવું પણ જાણતા થોડીક જાદુ જેવી ટ્રીકો પણ જાણતા મેલી વિદ્યા દૂર કરવાના જાપ પણ કરતા . આંકડાના ફૂલની ચટણી બનાવતા અને અમને સૌ વિદ્યાર્થીઓને ખવડાવતા પણ ખરા . પ્રાઈમસ ચલાવવાનો જાદુ જાણતા પ્રાઈમસ કઈ વસ્તુ છે , એ ઘણા મોટી ઉંમરના માણસો જાણતા હશે . જાદુની વ્યાખ્યા આપને કહું તો જોનારની નજરને ભુલાવવામાં નાખવાની આવડત એનું નામ જાદુ . પ્રાઈમસ ગુરુજી એવી રીતે ચલાવે કે જોનારા માણસોમાંના બેત્રણ માણસોની આંગળીઓ પ્રાઈમસ ઉપર મુકાવે અને પોતે પણ પોતાની આંગળીઓ પ્રાઈમસ ઉપર મૂકે ,અને પછી પોતે બોલે કે ચાલ એટલે પ્રાઈમસ ચાલવા માંડે . મેં એ ટ્રિક ગુરુજીની પકડી પાડી , પણ મેં મનમાં રાખી . ગુરુજીની પોલ ખોલી નહીં . ગુરુજી બોલ્યા પૂર્વ દિશામાં જા અને પ્રાઈમસ પશ્ચિમ દિશા તરફ ચાલવા માંડો સમજી ગયાકે આ કારસ્તાન હિમ્મતલાલના છે . મેં આ રીત મારા મિત્ર પ્રાણશંકર ને શીખવી . પછી ગુરુજી પોતે પ્રાઈમસ ઉપર આંગળીયો ન મૂકે કેમકે મારી આંગળીયો પ્રાઈમસ ઉપર હોય એટલે ગુરુજીને દૂર રહ્યે રહ્યે બોલવાનુંજ રહે . અને પ્રાઈમસ ચાલવા માંડે . મેં એક વખત ગુરુજીને કીધું કે ગુરુજી હવે હું નહિ હોઉં અને પ્રાણશંકર હશે તોપણ પ્રાઈમસ ચાલશે
એક વખત ગુરુજી પાસે મુહૂર્ત કઢાવવા એક માણસ આવ્યો . આ માણસ કઈ જાતિનો હતો એ મારે કહેવું નથી . કઈ જાતિનો હોઈ શકે એ આપ સમજી શકશો . ગુરુજીને મુહૂર્ત કઢાવવાની વાત કરી , એટલે ગુરુજીએ ટીપણું કાઢ્યું . મુહૂર્ત કઢાવવા આવનારે ટીપણાના ઉપર સવા રૂપિયો મુક્યો . ગુરુજીએ પૂછ્યું તું શું ધંધો કરે છે . ? તે બોલ્યો બાપુ હું પુરુષોમાં શક્તિ આવે એવા પ્રકારના તેલ બનાવું છું . ગુરુજી કહે મને તું કહે તું શેમાંથી તેલ બનાવે છે . હું પણ ઘણી જાતના તેલ બનાવું છું . તે બોલ્યો બાપુ આ પ્રશ્ન ન પૂછો તો સારું . કેમકે આ ઉત્તર તમને આપવા જેવો નથી . છતાં ગુરુજીએ આગ્રહ કર્યો એટલે કીધું બાપુ હું સાંઢાનું તેલ બનાવું છું . ગુરુજી વટમાં આવી ગયા , અને બોલ્યા અરે સાંઢાનું તેલ તો હું પણ બનાવું છું . સાંઢા વાળો બોલ્યો . બાપુ તમે ભરમાંના પુતર તમારાથી નો બનાવાય અમે કાટીયું વરણ કહેવાઈએ . અમે બનાવીયે ગુરુજી કહે દેખાડ તારો સાંઢો અને ઓલાએ સાંઢો થેલીમાંથી કાઢ્યો . જોઈને ગુરુજી પોતડી પકડી ને જાય નાઠા .
એક વખત મેં ગુરુજીને પૂછ્યું . ગુરુજી તમે પેશાબ કરવા જાઓ છો ત્યારે ઘરેથી નીકળતી વખતેજ કેમ કાને જનોઈ ચડાવી લ્યો છો ? જનોઈતો પેશાબ કરતી વખતે ચડાવવાની હોય . ગુરુજી નિખાલસ પણે બોલ્યા . ક્યારેક હું વાતુએ ચડી જાઉં છું , ત્યારે મુતરણી લાગી છે એ ભૂલી જાઉં છું . એટલે કન્ટ્રોલ રહેતો નથી એટલે મુતરી પડાય છે। એટલે કાને જનોઈ ચડાવી રાખી હોય ,
તો પાપમાં નો પડાય . બોલો સૌ સૌના ગુરુની જય