ઝેરનાં પારખાં ન હોય

DSC_0046

એક નાનકડા  સો ખોરડાં  ની વસ્તી  વાળા ગામડામાં  એક બ્રાહ્મણ  નું ઘર   ,  એક સુતારનું ઘર  , પાંચ સાત ઘર  મેઘવાળ   ભાઈઓના  , એક ઘર  વાણંદ  નું  એક ઘર મોચીનું એક્ઘર  કુંભારનું  એક ઘર   ,એક ઘર લુહારનું   ,એક ઘર  પિંજારા નું  એક ઘર   ઘાંચીનું અને એક ઘર  રખેહર(ઋષિવર ) નું  .   એક ઘર લંઘાનું  ,   અને કેટલાંક ખેડૂતો   નાં ઘરો  એક રબારીનું ઘર 
એક ખેડૂતને  એક સાચક  નામનો દીકરો હતો   . દીકરો માંડ ત્રણેક વરહનો  થયો હશે એટલામાં એની મા તળાવે  લૂગડાં ધોવા  ગઈ હતી  ત્યારે  જ્યારે એ લૂગડાં ધોઈ રહી હતી  ત્યારે એક મઘર  તેને પાણીમાં ખેંચી ગયો   . અને આ રીતે  તેનો અંત આવ્યો  . દીકરો સાચક  મા વગરનો અને સાચક નો બાપ  બાયડી  વગરનો થયો  .  સાચકના બાપ  રામને  એના સગાવહાલાએ  બીજું ઘર કરી લેવા  ઘણો સમજાવ્યો  પણ રામ બીજી બાયડી  પરણવા માગતો નોતો  . એ લોકોને જવાબ આપતો કે  નવી મા મારા  સાચકને કદી પ્રેમ ન આપી શકે  અને  હું બાયડી સાચકને ધમકાવતી હોય તો પણ હું એને કંઈ કહી ન શકું  .એટલે હું મારા વ્હાલા  સાચકને  માનો પ્રેમ પણ હું આપીશ  .  ગામના ગોર પાસે  સાચકના જન્માક્ષર  કઢાવ્યા   . ગોરબાપાએ કીધું કે  સાચક  બહુ કર્મી  થશે પાંચ માણસમાં પુછાય એવો થશે  . પણ એના ઉપર  એક મોટી ઘાત છે  .  બીજી વાત ગોર મહારાજે એ કરીકે  જો સાચક  24 વરસની ઉમરનો થાય ત્યાં સુધી લગ્ન ન કરે અને બ્રહ્મચર્ય   પાળે  તો એ  પાટુ મારીને   પાતાળ  માંથી  પાણી કાઢે એવો   મહા બળવાન થાય  . રામે નક્કી કર્યું કે  સાચક  24 વરસની ઉમરનો થાય  પછીજ લગ્ન કરવાં  જોકે એની સગાઈ  સારા કુટુંબની  સ્વરૂપવાન  અને લાગણી શીલ  છોકરી સાથે  થઇ ગઈ હતી  . છોકરીના માબાપે  લગ્ન કરવાનું દબાણ કર્યું એટલે  23 વરસની ઉમરનો  સાચક  થયો  એટલે લગ્ન કરી લેવા પડ્યા  . પણ રામે નક્કી કર્યું કે   સાચક  24 વરસની ઉમરનો ન થાય ત્યાં સુધી   દીકરા વહુને એકાંતમાં ભેગાંથવા ન દેવાં  એટલે વહુ  ઘરમાં સુવે રામ ઘરના ઉંબરામાં આડો ખાટલો રાખીને સુવે  , અને સાચક ઓસરીમાં દુર સુવે  એક વખત સાચકે  લાંબી લાકડી લઈને  બાપ સુતો હતો એના ઉપર થઈને  લાકડી ઘરમાં ઘાલી અને   લાકડી ઉપર વહુને   બહાર    લઇ લીધી   બાપે જોઈ લીધું અને દીકરાની  શક્તિ ઉપર વારી ગયો   .  અને બાપે પછીથી આંખ આડા કાન કરી નાખ્યા  અને જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું  ,  આમને આમ  સાચક 24 વરસનો ભડ ભાદર  જુવાન થઇ ગયો   . અને  પછી તો  બન્ને જણાં છૂટથી  હળવા ભળવા  લાગ્યાં  .  બપોરે  દરરોજ વહુ  ધની ભાત લઈને ખેતરે  સાચકને ભાત આપવા જાય અને બન્ને સાથે જમે   . રાતના બંને જણાં આનંદ  મંગળની વાતો કરે  એક રાતે રામે વાતો સાંભળી  વાતો એવી ચાલતી હતી  , કે એક બીજા એવું કહેતાં હતાં કે  આપને એકબીજા વગર રહી શકતા નથી   . ન કરે નારાયણ  અને આપણાં બેમાંથી  એકનું મૃત્યુ   થાય તો વિયોગના  દિવસો કાઢવા દોહ્યલા  થઇ પડે એમ છે  . અને ભીંતો અને   કરા  કંઈ ભેગા નથી પડતા હોતા  .   , સાચક બોલ્યો કે જો તું મરીજા તો હું પળનો પણ વિચાર કર્યા વિના તુર્તજ આપ ધાત  કરિને  મારો પ્રાણ તજી દઉં  . અને એવી રીતે જો તું મરીજા તો હું તારી પાછળ સતી થઇ જાઉં   .
એક વખત રામને કમત  સુજી  એને ધનીને કીધું વહુ દીકરા આજ મને  ભાત લઈને  સાચકને  આપવા જવા દે  ઘણા વખત  થયા  ખેતરે  ગયો નથી તો  જરાક ખેતરે   આંટો મારતો આવું   , ધણીએ ભાત તૈયાર  કરી આપ્યું   . રામ ભાત  લઈને ખેતરે ગયો  .સાચકે  બાપને જોયો આજ ધની  કેમ ન આવી   ,એની નવાઈ લાગી   .એટલે ધીમે રહીને  બાપને કીધું બાપા તમે શા માટે ધક્કો ખાધો  ? રામે રોયા જેવો ડોળ કરીને બોલ્યો   . દીકરા તું ખાઈ લે પછી કહું   . સાચક બોલ્યો  બાપા જેવું હોય  એવું મને કહો   . સાંભળ્યા પછી  રામ  આંખોમાં આંસુ લાવીને બોલ્યો   . દીકરા ધનીને  કાળો નાગ  કરડ્યો અને   અને એનું પ્રાણ પંખેરું  ઉડી ગયું  .  સાંભળતાવેંત   સાચકે બાજુમાં દાતરડું પગ્યું હતું એ   લઈને  પોતાના  પેટમાં  ઘાલીને  પેટ ચીરી  નાખ્યું   .અને આંતરડા  બહાર કાઢી  નાંખ્યાં   . અને રામ છાતી કૂટતો  કૂટતો  ગામમાં આવ્યો   . અને સૌ ને સાચકના  અશુભ સમાચાર આપ્યા  ,ગામ આખામાં  હાહાકાર થઇ ગયો  .  ધની  સુન મુન થઇ ગઈ   હવે  શું કરવું   સાચકે   આવું  પગલું  કેમ ભર્યું   એના  વિચારે    ચડી ગઈ   .  થોડા દિવસ માં   એના  માબાપ આવ્યા  અને ધનીને  ઘરે તેડીગ્યા   અને પછીતો
દિન ગણતા  માસ   ગયા  વરસેને આંતરિયા 
સુરત  ભૂલી સાહ્યબા  અને નામે વિસરીયા
 આં બાજુ  સાચક  નો   અગ્નિ સંસ્કાર    થયો  . એની ખાંભી રચાણી   .  ધની  એક યુવાનને ઘરધી  અને ઘર ઘરણું   સાચકના  ગામ પાસેથી પસાર થયું  ,  થોડો  પોરો ખાવા    સાચકની  ખાંભી પાસે  ઉભું રહ્યું  . ધની  ખાંભી ને  ધારી ધારીને  જોતી હતી।  આ દૃશ્ય  જોઈ  એક બાર વરસના  ચારણ  છોકરાએ  દોહરો  કહ્યો  ;
 સાચક તું સાચો ઠર્યો  વચનને વળગી ર્યો
 ધની  વચન તોડીને   બીજો ધણી  કર્યો
અને ધનીને  આ દોહરો  હૃદય  સોસરવો  ઉતરી  ગયો  . અને પોતાને સાચક  પાછળ   સતી થવું છે  , એવી જાહેરાત કરી અને સ્મશાને  ગામ લોકોએ ચિતા  ખડકી  અને  ધની  ચિતા ઉપર ચડી  ગઈ  .  અને  ગામ લોકોએ આગ ચાંપી  ,  અને  સાચક   તુને  મળવા આવું છું  , એમ બોલતી  બોલતી  બળીને ભસ્મ થઇ ગઈ   .
Advertisements

6 responses to “ઝેરનાં પારખાં ન હોય

 1. pragnaju મે 1, 2016 at 5:00 am

  ઝેરનાં પારખાં ન હોય.

  અહંકાર કરીનેય તોડી નાખવું.

  ગમે તેમ તેનો ઉકેલ લાવવો પડે.

  બહાર તો ના ચાલે. આપણે એકફેર ની કરી રાખીએ કેબા ાચાર ચોખોહોવો જ ઈએ. ની ના કરીએ તો દુકાનો

  ચાયા કરે. આ તો ભયંકર ખમ કહેવાય.

  • aataawaani મે 1, 2016 at 5:46 am

   પ્રિય પ્રજ્ઞા બેન
   મારીહરજાઈ કવિતાની આ77 મી કડી છે .
   मासर कामका गर्व न करना न करना इर्शाइ
   ये है तेरे जानी दुश्मन धीरेसे खा जाई ….संतो भाई समय बड़ा हरजाई ७७
   मासर = (अरबी शब्द) अच्छे काम , उपकारक काम

 2. રીતેશ મોકાસણા મે 3, 2016 at 10:44 am

  આતાવાણીની વધુ એક વાર્તા ગમી

 3. સુરેશ મે 7, 2016 at 8:08 am

  બહુ જ હૃદય સ્પર્શી વાર્તા. ગમી ગઈ. હવે એ સત ગયાં . માત્ર વાસનાનાં ભુતો જ રહ્યાં.

  • aataawaani મે 10, 2016 at 6:15 pm

   અને પતિના પોતાના માટેના જોક હળવાશથી સાંભળી લેતી હોય એવી પત્ની પણ તમે નહિ જોઈ હોય અમે સ્સ્વધ્યાય પરિવાર શિબિરમાં હતા ત્યારે ચર્ચા વિચારણા કરવા એક રૂમમાં ભેગા થએલા એમાં મારા સિવાય કોઈની પત્ની સાથે નોતી .ધાર્મિક ચર્ચાઓ પૂરી થયા પછી ચર્ચાઓ પૂરી થયા પછી . જોક કહેતા હોય ત્યારે ડો . હસમુખ જોશી બોલ્યો એ મૂળ ઉના ડેલ;વાળનો છે એલાઉ આપણી વાઈફું તો સાથે નથી . એટલે એના જોક કહીએ છીએ પણ આ હિંમત કાકાને હિંમત વાલા કહેવા પડે . આ ભાનુ બેન સામે બેઠા છે અને એના જોક જવાદ્યે છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: