પ્રિન્ટીંગ પ્રેસમાં માર્કને પાણીચું આપ્યા પછી શેઠે અને મેનેજરે મારી નીચે છોકરી મુકવાનું નક્કી કર્યું (મારી નીચે નહિ પણ મારા હાથ નીચે એમ કહેવાય કોક જુવાનીયા અર્થનો અનર્થ કરી બેસે ) મારું પ્લેટમેકિંગ ડીપાર્ટમે ન્ટ બહુ એકાંત સ્થળ અને મારી જુવાની ભાગવા માંડેલી ઉમર એટલે મારીપાસે છોકરીયો બોર થઇ જાય . એવું માને એટલે રાજી ખુશી થી મારી સાથે કઈ છોકરી કામ કરવા તૈયાર છે .એ માટે બીડું ફેરવ્યું .એક holly નામની છોકરીએ બીડું ઝડપ્યું .આપણા દેશી ભાઈઓ હોલી કહે જયારે અમેરિકનો હાલી એવો ઉચ્ચાર કરે . આ હોળીને મારી ભારત વિશેની વાતો બહુ ગમતી ,ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિષે પણ એને જાણવા માટે બહુ રસ હતો એ લંચ સમયે હંમેશા મારી પાસે બેસે . અને અને કહે” હાં હવે થવાદ્યો અન બલીવબ લ ઇન્ડિયા ” જુવાનીયાઓ એની મશ્કરી કરે કે હવે એને હેમત જેવો જુવાન બોય ફ્રેન્ડ મળી ગયો છે .એટલે એ હવે આપણા સામું જુવે એમ નથી . હોલી એની વાતું પર લક્ષ નો આપતી અને એને સંભળાવી પણ દેતી કે તમારા કરતા એમાં ઘણી વિશેષતાઓ છે .હોળી મને બહુજ મદદરૂપ હતી , હું એને હજી સુધી ન્ભુલી શકતો નથી . મારી પત્ની ભાનુબેન પણ હોલીને ઓળખતી . ભાનુબેને એનું નામ હોલાડી કરી નાખેલું એક વખત મને હોલી એ પૂછ્યું હોલાડીનો અર્થ શું થાય મેં એને કહ્યું કે એ એક સરળ સ્વભાવનું ગાફેલ પક્ષી છે . માળો પણ સરખો બનાવતી નથી .અને ફક્ત બેજ ઈંડાં મુકે છે .હોલી બોલી એને ગમેતેવું પણ પોતાનું ઘર છે .મારે પોતાનું ઘર નથી .વળી તે બે ઈંડાં મુકે છે પણ હુંતો એકજ ઈંડું મુકીશ મારી પત્ની પાસેથી એણે સાંભળેલું કે હું જેવો તેવો કવિ પણ છું .અને મને ઢંગ ધડા વગરની કવિતાઓ પણ બનાવતા આવડે છે, એક વખત હોલીએ મને કીધું મારા માટે તમે કવિતા નો બનાવો ? મેં કીધું હા હું જરૂર તારા માટે પણ કવિતા બનાવીશ મોકો મળશે ત્યારે કેમકે કવિતા બનાવવા માટે હૃદયમાં ઉમળકો હોવો જોઈએ કહેવત છે કે —દુહો દલમાય ઉલટ વિણ આવે નઈ ખાવું ખોળા માંય ભૂખ વિણ ભાવે નહિ . એક વખત હોલીએ પોતાના પેન્ટ પાછળ ફૂમતાં વાળી દોરી લગાવીને આવી ,આવી ફૂમતા વાળી ચોરણા ની નાડી ઉપલેટા, ઢાક ,ખાખીજાળીયા તરફ જુના વખતમાં ખેડૂત લોકો રાખતા . હોલાડી વાંકી વળી વળીને લોકોને દેખાડતી ફરે કે કેવું હું લાગુ છું . આ જોઈ મને એક રાસડો બનાવવાનું સુજ્યું , આ રાસડો જયારે મેર જુવાનો દાંડિયા રાસ રમતા હોય એના તાલમાં ગવાય , ઘેસના પાપડ ઘેંસના પાપડ ” એ તાલમાં નો ગવાય ઈતો બાપુ હોરીનો (હોળી )પડવો હોય અને બખરલાના મેર દાંડીય રાસ લેતા હોય “ઢિંગનો પટોને ઢોલની દાંડી હેજ્કી પરણે ને પુનકી ગાંડી “એ તાલમાં ગવાય એવો આ મારી હોલાદીનો રાસડો મેં મારી હોળી માટે બનાવ્યો છે જે આપની સમક્ષ હું રજુ કરું છું .દુહો –હોલાડી તેંતો હદ કરી દુ:ખ વેઠયું હદ બાર , કાળી મજુરી કરી કરી હાંક્યો ઘર વહેવાર
રાસડો—હોલાડીએ પૂંછડી ઉગાડી પૂંછડી ઉગાડીને વાતું આખા દેહમાં પુગાડી હોલાડીયે પૂંછડી ઉગાડી
ફાટલ તૂટલ પોલકું પેરેને કાક્ચિયાનો હાર કાક્ચિયાનો હાર
એ એ એ કેડથી હેઠીયું ચડિયું પેરે (એ)મા થીગ ડાં નો નહિ પાર હોલાડી માં નખરા અપ્રમ પાર
ઘૂડ ના જેવિયું આંખ્યું હોલાડી ની હાહલા (સસલા)જેવા કાન હાહલા જેવા કાન
એ એ એ ઈ રીંછના જેવાં ભીંસ રાં ઈનાં નસ વાંદરી જેવો વાન દિલ્લીની વાંદરી જેવો વાન (જુનાગઢના ભવેસર ની કાળા મોઢા જેવી વાંદરી ની ) હોલાડીના મન રેતાં મસ્તાન
આંખ ઉલાળીને વાત કરે ઇના જટિયાં જા ક મ જોળ જટિયાં જાંકમ જોળ નાગણી નાં જીમ હાલે હોલાડી ના પ્રેમીયુ હાલક લોળ અભાગિયા આશ્કું ડામાડોળ હોલાડી ની આંખડી રાતી ચોળ
માંસ મદિરા ન ખાય હોલા ડી આચળ કુચળ ખાય રીંગણ ગાજર ખાય એ એ એ એ ઈ ભાયડા ના જેવું કામ કરે પછી થાકી પાકી સુવે જાય “આતા “ઇણા હેતનાં ગાણાં ગાય હોલાડીનું હેત કદી ના ભૂલાય
મારો મેનેજર ડેવિડ હેન્રી મારાથી નથી ભૂલી શકાતો એ મને બોસ બનતા શીખવતો કઈ કામ પ્લેટો વગેરે બનાવવાનું આવે તો તું આ ગધેડીયુંને હુકમ કર તું એનો સાહેબ છો , ડેવિડ મારા માટે દેવતા હતો , એટલે હું એને આજની ઘડી સુધી યાદ કરું છું . ડેવિડ મારા અંગ્રેજીના છબરડાની , એની ઘરવાળી આગળ પણ વાત કરે અને એને હસાવે , ડેવિડ એની ઘરવાળી આગળ મારી વાતો કરે છે એ મને કેમ ખબર પડી ? એની વહુ બેન્કમાં નોકરી કરે મારે એક વખત બેન્કને લગતું એનું કામ પડ્યું એ બેંકમાં મહત્વના હોદ્દા ઉપર હતી . મારી પૂછ પરછ દરમ્યાન એને ખબર પડી કે હું પ્રેસમાં કામ કરું છું કે જે પ્રેસમાં એનો ધણી ડેવિડ મેને જર છે . ડેવિડની મારા વિશેની ભલમન સાઈ ની વાતો કરું તો એક મોટું પ્રકરણ લખાય એમ છે .મને ખરું પુછોતો ડેવિડને લીધે હું નોકરી કરી શક્યો ,છું .
Like this:
Like Loading...
Related
આ બધાની આતાઈકથા પાનાં પર લિન્ક આપવા જેવી છે.
તો પછી કોની વાટ જુવો છો સુરેશ ભાઈ બ્રાહ્મણ પાસે જોશ જોવડાવવા ની અને મુરત કઢાવવાની ?
કરો શુભસ્ય શિઘ્રમ
આતાજી તમારો રાસડો—હોલાડીએ પૂંછડી ઉગાડી પૂંછડી ઉગાડીને વાતું આખા દેહમાં પુગાડી
ગમ્યો . પ્રેસની નોકરી દરમ્યાનના તમારા અનુભવો રજુ કરતો લેખ વાંચવાની મજા આવી .
દુહો દલમાય ઉલટ વિણ આવે નઈ ખાવું ખોળા માંય ભૂખ વિણ ભાવે નહિ
વાહ ,કેટલું સત્ય !
વાહ
પ્રજ્ઞા બેન
હું આવી રીતે જૂની વાતો યાદ કરીને આનંદ મેળવું છું .અને તમારા જેવાં સ્નેહીઓનો સાથ છે .
તમારા જીવનના અનુભવો જાણવાની ખુબ મજા પડે છે આતા , તમારી શૈલી એટલી સરસ છે કે એવું જ લાગે કે તમે સામે બેસી ને વાતો કરી રહ્યા છો
યુવ્રજ્ભાઈ તમારી કોમેન્ટથી મારામાં જોસ પૈદા થાય છે .