Daily Archives: એપ્રિલ 20, 2013

કેટલીક રુઘાની વાતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે .

DSCN0140

 

રુઘો મારો નિખાલસ મિત્ર અમે મરમઠ થી ભણીને મારા ગામ દેશીંગા  ઘરે આવવા રવાના થઈએ ત્યારે જયારે દેશીંગા ની સીમ આવે ત્યારે અમોઅમો સીધે રસ્તે ન ચાલતાં આડે ધડ બાવળની  ઝાડી માંથી પસાર થઈએ . રખડતા રખડતા આવીએ એટલે ઘરે આવવામાં મોડું થઇ જાય .માબાપ પૂછે કે કેમ મોડું થયું ,તો શો જવાબ આપવો એ રુઘે નક્કી કરી રાખ્યું હોય ,એ પ્રમાણે ખોટું બહાનું બતાવીએ કે જે બહાનાથી માબાપ રાજી થઇ જાય .એક  વખત અમો ઝાડીમાંથી પસાર થતા હતા ,ત્યારે રુઘો કહે આજે એક સરસ વાત હું કહીશ ,એટલે મોટા બાવળને છાંયે બેસીને  દાયરો જમાવીએ ,અમે બાવળને  છાયે  બેઠા ,રુઘે બાવળ ઉપર ચડીને થોડા પરડા પાડ્યા ,દરમ્યાનમાં મેં સુકાં  ઝાંખરાં ભેગાં કરી રાખ્યાં , ઝાંખરાં ઉપર પરડા  મુક્યા, અને નીચે દીવાસળી ચાંપી ,અને પરડા શેકવા માંડ્યા ,(પરડા = બાવળની શીંગો )પછી અમે ધરાયને પરડા નાં બી ખાધાં ,પછી ઓડકાર ખાય અને રુઘે ઉપદેશ શરુ કર્યો .રુઘો કહે આતો તું મારો જીગરજાન દોસ્ત છો એટલે  તારી આગળ હું  ડાહી ડાહી વાતું કરું છું . બાકી એક વાત ધ્યાનમાં રાખ કે કોઈને શિખામણ અપાય નહિ ,ભૂલો કઢાય નહિ ,અને કોઈને સલાહ પણ નો અપાઈ .આપણા માસ્તર દેવશંકર સાહેબ છે ,ઈ છીકણી બહુ સુંઘે છે .અને પછી જયારે નાક સાફ કરે ત્યારે કાંતો પોતાના ધોતિયા થી અથવા ખમીસની બાંય થી લુઈ નાખે છે .એટલે ધોતિ ઉપર છીકણી ના  ડાઘા પડી જતા હોય છે . હવે તું એને એમ કહે કે સાહેબ તમે આ સેડાં  ધોતીયાથી લુવો છો, એના કરતાં નાનકો રૂમાલિયો રાખતા હોય ,અને  રૂમાલથી નાક સાફ કરતા હોય તો તમારું ધોતિયું કેજે  કાબર ચિતરું દેખાય છે .એ નો દેખાય .અને જો પછી સાહેબ કેટલો તુને લમ્ધારે છે .એક વખત સાહેબ  અકબરનો દીકરો સલીમ અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટના રણ મેદાનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ,પ્રતાપ હમેંશ પોતાના માથે છત્ર રાખતા આ  કારણે  પ્રતાપ કોણ છે એ ઓળખાય આવતું ,એટલે તેના ઉપર તીરોનો મારો વધુ પડતો આ વખતે  પ્રતાપને બચાવવા માટે ઝાલા રાણા માનાએ પ્રતાપ પાસે છ ત્રની માગની કરી અને બોલ્યો કે  હે પ્રતાપ તારું છત્ર મને આપી દે અને હવે તું મને  મહિમાવાન  થવાદે , સાહેબે  મહિમાવાન શબ્દના બે ભાગ કર્યા , મહિ  અને માવાન અને એવું બોલ્યા કે  ઝાલા રાણા માના એવું કહે છે કે  પ્રતાપ હવે તું મને પૃથ્વીને ભેટવા દે મતલબ કે મને હવે જખમી થઈને  જમીન ઉપર પડી જવા દે ,સાહેબની વાત સાંભળી તું દોઢ ડાયો થઈને બોલ્યો કે સાહેબ તમે ખોટો અર્થ કરો છો .અને પછી સાહેબે છીકણીનો સડકો બોલાવી ખમીસની બાંયથી  નાક લુંછી તુને કેટલો લમધાર્યો હતો કે તારું છઠી નું ધાવણ નીકળી ગયું હતું . માટે તુને કહું છું કે કોઈને શિખામણ અપાય જ  નહિ    પછી રુઘે  સુઘરી અને વાંદરાનો દાખલો આપ્યો ,કે એક વખત સાંબેલા ધાર  વરસાદ વરસી રહ્યો હતો  વાંદરો ઝાડ ઉપર બેઠો હતો તે પલળી  રહ્યો હતો ,સામેના ઝાડ ઉપર  સુઘરીનો  માળો હતો એ હુફાળા માળામાં  સુઘરી બેથી હતી , તેણે  વાનરને શિખામણ આપી કે ભાઈ તુને માણસની જેમ ભગવાને  બે હાથ આપ્યા છે ,તું  સાગ વડના પાંદડાં  લાવીને નાનકડું ઘર બનાવી લેતો હોય તો ?તુને વરસાદ માં પલળવાનો વારો ન આવે અને તુને ટાઢ થી ધ્રુજવું નો પડે ,સુઘ્રીની વાત સાંભળી  વાંદરો એક દમ ખીજાય ગયો ,અને સુઘરીના માળા વાળા ઝાડ ઉપર ચડ્યો અને સુઘરીનો માળો વિંખી  નાખ્યો અને સુઘરીને વરસાદમાં પલળતી કરી મૂકી , આ દૃશ્ય જોઈ  એક લોંકડી પોતાની ડબમાંથી નીકળીને સુઘરીને કીધું  .સમત ન દઈએ સુઘરી જેનું કમતે મન કોળાય   અભિમાની અને આળસુ  ઈને સવળું નો સુવાય .