Category Archives: પ્રકીર્ણ

ઈ-વિદ્યાલય – નવો દેખાવ

સદગત ‘આતા’ને બાળકો બહુ જ પ્રિય હતાં. તેમનાં પ્રપોત્ર/ પ્રપૌત્રીઓના ફોટા તેઓ આપણને અવારનવાર અહીં મુકી બતાવતા અને હરખાતા.
‘આતા’ હરખાઈને નાચવા માંડે તેવી વાત આ છે…
સ્વર્ગમાં પણ આ વાંચીને ‘આતા’ નાચવા લાગશે !!

સૂરસાધના

ઈ-વિદ્યાલયને નવાં રૂપ રંગ આપવાનું કામ સ્ટુડિયોમાં ધમાધોકાર ચાલી રહ્યું છે,

ત્યારે આજનું એનું મુખડું …

ev_HG_1 આ ચિત્ર પર ક્લિક કરી, ત્યાં પહોંચો…

View original post

આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે

ગયા વર્ષે રામનવમીના દિવસે આતાજી એ કરેલ પોસ્ટ.

આતાવાણી

jai-srirama1આજે બ્રહ્માએ  મારા આયુષ્યના  નક્કી કરેલ વર્ષોમાંથી  95  વર્ષ  વાપરી નાખ્યાં  .  અને  છન્નુંમું વર્ષ  વાપરવાની શરૂયાત કરી છે  .બે મહિના પહેલાં મારા  hip  ના સાંધાનું હાડકું મારા અચાનક પડી જવાના કારણે ભાંગી ગયું   . ત્યારથી મને  હું વૃદ્ધ  હોઉં એવો અનુભવ થાય છે.કારણકે    વોકરની મદદથી  પણ  હું લાંબુ ચાલી શકતો નથી  . હું પડી ગયો એના બીજે દિવસે  મારા પગની સર્જરી કરવામાં આવી   ,અને મારું ભાંગેલ હાડકું કાઢી નાખીને એની જગ્યાએ સ્પેશીયલ ધાતુનું હાડકું  ઘુસાડી દેવામાં આવ્યું  . એક દિવસ આધેડ  વયની બાઈ મારી પાસે આવી  , અને મને કીધું કે હું ફીજીકલ  થેરેપી કરાવવા આવી છું   . એક પુરુષ પણ આવેલો એણે મારું વોકર પકડ્યું  ,  અને  ફીજીકલ વાળી બાઈએ  મને ચલાવવાની કૌશિશ  પોતાના પગથી મારા પગને ધક્કો  મારીને મને  ચલાવવાનો પ્રયાસ  કર્યો પણ હું માંડ એક ઇંચ ચાલી શક્યો  . મેં એને કીધું કે  મારે જાજરૂ જવું પડશે  , તો કોઈ નર્સને બોલાવો તો તે કહે  જાજરૂ …

View original post 177 more words

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી. એનું કારણ બહું સ્પષ્ટ છે કે આતા તરફથી મળતું પ્રોત્સાહન.
હું જયારે ગુજરાતી શીખવા બ્લોગ સાથે જોડાયો ત્યારે ખબર ન હતી કે આતાજી જેવાં એક બાપ સમાન, ગુરુ સમાન વ્યક્તિ મને ગુજરાતી થકી જીવન પણ શીખવશે. હજી પણ મારા બ્લોગ ઊપર highest કોમેન્ટ કરનાર આતાજી જ છે. પણ એ કોમેન્ટ જ નથી એ તો અવિરત મળતાં આશીર્વાદ છે. આતાજી મને “વિચારયાત્રા” માટે ખુબ પ્રોત્સાહિત કરતાં અને હજી પણ એમની હાજરી હું “વિચારવાણી” થકી અનુભવી શકું છું.

screen-shot-2017-03-06-at-6-12-27-pm
સુરેશ અંકલે મને આતાવાણી સાથે જોડીને મને આતાજીનો ખુબ જ અંગત બનાવ્યો છે, જેથી હું એમનો આભારી છું. એવી જ એક તક મને રીતેશ મોકાસણા એ આતાજીની પુસ્તક “દેશીંગા”ના પ્રકાશનની આપી હતી જે હું ચુકી ગયો હતો. એનું મને દુઃખ પણ છે.

આતાવાણી સાથે જોડાઈને હું શું કરીશ એનો મને ત્યારે પણ ખ્યાલ ન હતો અને અત્યારે પણ ખ્યાલ નથી પરંતુ હું આતાજીના વાંચકોને એક વિનંતી જરૂર કરીશ કે વાંચકોને એમની જે પણ પોસ્ટ ગમી હોય અને એ પોસ્ટ થકી જે પણ અનુભવ્યું હોય તે મને ઇમેઇલ કરશે તો હું એ રીપોસ્ટ કરીને “આતાવાણી” વહેતી રાખી શકીશ.
ત્યાં સુધી હું આતાજીની અન્ય વિશેષ માહિતીસભર પોસ્ટ રિબ્લોગ કરીશ અને તે પોસ્ટની કૉમેન્ટ્સમાં પણ આપ સૌ આપના અભિપ્રાય અને અનુભવ જણાવી શકશો.
આપ સૌ મારા અંગત E-Mail ID પર ઇમેઇલ કરી શકશો.
E-Mail ID : ramimaulik@gmail.com

આપ સૌ એ મને સ્વિકાર્યો એ બદલ ખુબ આભાર અને મારી ક્યાંય પણ ભૂલ થતી હોય તો માફ કરી ધ્યાન દોરવાં વિનંતી.

આપ સૌનો આતાના સાનિધ્યમાં
મૌલિક “વિચાર”

આતાવાણી – નવા ક્ષિતિજમાં

‘આતા’ની વિદાય ના માતમને એક મહિનો પૂરો થયા પછી…

‘આતા’ અને ‘આતાવાણી’ના ચાહકોને ખુશ ખબર…

આતાવાણી જિવંત રહેશે.

‘આતાવાણી’ના સંચાલક તરીકે સૌ મિત્રો અને વાચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આતાની ત્રીજી પેઢીના હોય તેવા, માત્ર એકત્રીસ વર્ષના  શ્રી. મૌલિક રામી આજથી ‘આતાવાણી’ ના તંત્રી તરીકે જોડાયા છે.

     નેટ જગત પર મૌલિકનો પરિચય આપવાનો ન જ હોય.  પણ આ રહી એ તરવરતા તોખારની વેબ સાઈટ –

maulik_1

આ ‘લોગો’ પર ‘ક્લિક’ કરો.

મૌલિકના વિચારોની એક ઝલક…

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

    વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
      નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
     મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
     કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
     વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
    કારણકે,

વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિકના રૂપાળા વિચારોનો એથી ય  રૂપાળો દેહ –

mau12

છેલ્લે…… નોંધી લેવા જેવી વાત –  મૌલિકનો ખાનદાની વ્યવસાય છે – ફૂલો વેચવાનો. અને મૌલિકનો વ્યવસાય છે -પશ્ચિમી સંગીતની સાધના, શિક્ષણ અને પ્રસાર ! જર્મનીમાં તેણે આ અંગે તાલીમ લીધેલી છે.

આટલી ઓળખ પછી…… હવે પછીની સામગ્રી મૌલિક રામી જ અહીં આપશે.

સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી

dave1 dave2

     મારા વ્હાલા ‘ભાઈ’  – ‘આતાઈ’ ના જીવન દરમિયાન અને અવસાન બાદ તેમના પ્રત્યે પ્રેમ અને આદર ભાવ વ્યક્ત કરવા માટે સુરેશભાઈ અને સૌ મિત્રોનો હૃદય પૂર્વક આભાર.  મેં માત્ર એક બાપ જ ગુમાવ્યો નથી, પણ એક મિત્ર, ફિલસૂફ, માર્ગદર્શક અને પ્રેરણા સ્રોત પણ ગુમાવ્યો છે. તેમણે મને શીખવ્યું હતું કે, જીવનમાં ઊભો થતો દરેક પડકાર જાતને સુધારવા માટેની એક તક હોય છે. જીવનમાં અનેક પડકારો આવ્યા છે , પણ ‘હિમ્મત’નો આભાર કે, અમે તેને ઝીલી લેવા, તેમનાથી હાર્યા/ થાક્યા વિના જીવનમાં ઘણા આગળ વધી શક્યા છીએ, અને કાંઈક સારું કામ કરી શક્યા છીએ.

      આતાઈ ગયા નથી. આપણા હૃદયમાં તેઓ કાયમ માટે વસેલા છે.  તેમના સમ્પર્કમાં જે કોઈ આવે તેની ઉપર તેમની અસર રહેતી – જાણે કે, તેમણે એક જાતનું વશીકરણ કર્યું ન હોય ! જીવનના છેલ્લા શ્વાસ લગી બ્લોગ જગતમાં તેમની લોકપ્રિયતા અને તેમના વિવિધતા સભર લખાણો તેમના ચુંબકીય  વ્યક્તિત્વની સાક્ષી પૂરે છે. તેમનો ચહેરો ઉલ્લાસમય સ્મિતથી હમ્મેશ પ્રફુલ્લિત રહેતો. તેમની છેલ્લી નિદ્રા વખતે પણ  તે સ્મિત અવિચળ રહ્યું હતું. તે વખતે પણ એમ જ લાગ્યું હતું કે, તે આપણને ઉલ્લાસમય બનાવવાના મૂડમાં હતા અને તેમની અથાક શાયરી અથવા જીવનની કોઈક ઘટનાથી આપણને પ્રેરવા માંગતા હતા! ૯૫ વર્ષે પણ એમની યાદદાસ્ત ધારદાર હતી.

       મને આશા છે કે, આ અંજલિ બાદ પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે. આતાની વાણી માટે જગ્યા બદલાઈ છે – એટલું જ. એમની એક્સપ્રેસ ગાડી કોઈ અવનવા સ્ટેશન તરફ વળી છે.

– દેવ જોશી 

 

देखा न बंधुओ यह वक़्त कैसा है खतरनाक़ हरजाई

अचानक  ले गया आताई हमसे दूर, देकर ईतनी सख़्त हमसे जुदाई

सोचा था , रहेंगे सौ साल तक तो जरूर साथ हमारे

लेकिन न समज़ पायें हम उस विधि कि आंसुसे लिखी लिखाई

जिस ‘हिम्मत’ से कज़ा भी डर डर कर कांपती थी हमेशा

आज उस मौतमें भी आई कहांसे हिम्मत मेरे भाई

लिखते रहते थे वो तो हरदम अपने दोस्तोंके लिये

आज सब दोस्त लिख रहें हैं तेरी कहानी ओ मेरे आताई ।

a15

aataa

 

 

 

 

 

આતાને સચિત્ર સ્મરણાંજલિ

         આતાને ફોટા પડાવવાનો અને બ્લોગ પર મુકવાનો બહુ શોખ હતો. એમના એ શોખને યાદ કરીને આ સ્લાઈડ  શો એમની યાદમાં ….

This slideshow requires JavaScript.

આતાને વિડિયો અંજલિ

શ્રી. રિતેશ મોકાસણા, શ્રી વિપુલ દેસાઈ અને આ લખનારના સહિયારા પ્રયત્નોના ફળ સ્વરૂપે …

વ્હાલા આતાને વિડિયો સ્મરણાંજલિ…

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૨

સાભાર – ગુજરાત દર્પણ, શ્રી. કૈશિક અમીન aataa_1

આ સમાચાર છાપવા માટે ‘ગુજરાત દર્પણ’ અને તેના તંત્રી મડળનો દિલી આભાર.

એક સુધારો એટલો કે, આતાજી નું અવસાન મોરિસ ટાઉન, ટેનેસી ખાતે તેમના પૌત્ર ડેવિડના ઘેર થયું હતું.

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૧

સાભાર – શ્રી. મૌલિક રામી

aata_maulik
વાચકોને જાણીને ખુશી થશે કે, ‘વિચાર યાત્રા’ માસિક ઈ-મેગેઝિનના સંચાલક મૌલિકે જાન્યુઆરી – ૨૦૧૭નો અંક સ્વ. આતાને સમર્પિત કર્યો છે. નીચેના ચિત્ર પર ક્લિક કરી- ત્યાં ઘણા બધા મિત્રોની આતાને અંજલિ વાંચી શકશો –

maulik

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૦

aataa

સાભાર – ડો. કનક રાવળ

          મુ.હિમ્મતભાઈની ખોટ આપણને  સૌને પડી ગઈ.
       મારે માટેતો તે એક  વડીલભાઈ  રહ્યા હતા. તેમનો જિવરો સ્વભાવ ખૂબ માણ્યો છે. અઠવાડિયાથી ફોન કરવા વિચાર ચાલતો હતો અને તેમના  અંતિમ  પ્રયાણના  આગલા દિવસેજ તેમની ઇ-મેલ આવી  હતી.

” પ્રિય કનક ભાઈ:

 બાપુજી અને ઝવેરચંદ મેઘાણીની  મિત્રતાની વાત જાણી આનંદ  થયો .”

       સૌના  “આતા” સાથેનો મારો સબંધ મોટાભાઇ -નાનાભાઇનો. વર્ષો પહેલાં ‘ગુજરાત ટાઇમ્સમાં’ તેમના વિવીધ લખાણોથી અંજાયેલો એટલે તેના લેખક હિમ્મતલાલ જોશીનો સંપર્ક કરવા તેના તંત્રી હસમુખ બારોટ પાસેથી  હિ.જો.નો ફોન નંબર મેળવી વાત કરી. બે મિનીટમાંતો જૂના કૌટુંમ્બિક સબંધો ઉપસી આવ્યા અને અનાયાસનો ટેલિફોન કૉલનો પરિચય મૈત્રીમાં પલટાઈ ગયો.
      પછીતો તેજ સમયમાં મિત્ર બનેલા સુરેશ જાની સાથે હિ.જો.ના લખાણો અને વ્યકિત્વની વાત થઈ. એવો તો  નદીનાવ સંજોગ જામ્યો કે તેમાથી ‘આતા વાણી’ જન્મી, અને બાકીનો તો ઈતિહાસ।
      ભણેલો નહીં પણ સંસારની  યુનિવર્સિટીથી ગણેલા તે માણસે કવિઓ અને લેખકોને  વિચાર કરતા કરી દીધા.
ક્યારેય મોળી વાત નહીં .
ભડ માણસ !
હવેતો ઉપરવાળા સાથે પણ 
ડાયરો જમાવ્યો હશે
અને નવી  ‘દિવ્ય આતાવાણી’  સર્જાવી હશે.
હજારે એક તેવા વડીલ બંધુની ખોટ વણપૂરેલી રહેશે”
hari_om