Category Archives: હાસ્યકવિતા

સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર

  સપ્રેમ – કરા ઉવાચ

      રોસ્ટિગ યાને ફિલમ ઉતારી યાને રેવડી ઉડાડી યાને બોરકુટો કર્યો તે યાત્રામા  હિમ્મતલાલ (આતા),  રાજેન બાબુ (રાત્રિ) અને કનક રાવળ ( કરા) આવી ગયા. તો હવે સુરેશ જાનીને કેમ બકાત રખાય? ઈચ્છા થઈ કે થોડા જુદા પ્રાસાનુપ્રાસ વડે તેમને પોંખીયે.
sbj_roasting
લોક કહે …
અમદાવાદી હરામજાદી
તો જાણો સૌ સુજાણી
        
છે એક સુ.જાની
છે તો મોટો પાજી
મળે ના તેને ખાવા ભાજી
પણ  જોઈએ તેને ચડવા વાજી
એ કરવા માડ્યો સૌને રાજી
અરે.મૂક્યો પ્રેમાનંદને મૂક્યો બાજી
વાતો કરે ગાજી ગાજી
તોય,લોકો કહે તે તો કેવી સાદી?
 
પોર્ટલેડથી ઉડ્યો કનકવો 
ત્યાં પ્રોસ્ટેટ ડાકણ આવી
તેને નીચે નાખી (*)
 
રાત નાની ને વાત લાંબી 
ભણે ક.રા.જી
———————-
* ‘કરા’ ના  બોરકૂટા (    પડ્યા    )    …… (    ઊઠ્યા   )    અહીં વાંચો….
આજની સપ્પરમી સવારે ( સુજા આ જગત પર પાજીવેડા કરવા અવતરેલો – આજથી બરાબર ૭૦ વરસ પહેલાં ) એના (અપ) માનમાં કરાની પ્રેમસભર રચનાને …
હાદમંતરી (!) મંડંળ
પ્રેમપૂર્વક સ્વીકારી
આ ઈ-રસીદ પાઠવે છે !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – — 
બોરકૂટો  ઝિં દા બાદ !!!
——————–
કોઈ મિત્રને એમ થતું હોય કે, ‘અમે કેમ રહી ગયા? ; –  તો તમારી જનમ તારીખ અચૂક જણાવજો… બોરકૂટા મેન્યુ. એન્ડ બ્રોડકાસ્ટિંગ  કમ્પની બીઝનેસ ડેવલપમેન્ટ માટે બહુ જ આતુર છે !!!

અનરથનો નહિ પાર

અનરથનો   નહિ પાર આ જગનો  કેમ થશે ઉધાર
જગતમાં વધ્યો પાપાચાર જી   ………………………૧
ગાફલ ગેંડો ઘાસ ચરેને કરેન માંસાહાર જી
શીંગડું ચામડું લેવા કાજે  કરી નાખ્યો સંહાર ………..આ જગ માં.  ૨
બાકર બચ્ચાં કાંટા કરડે  ને માનું દૂધ  પીનારજી
કાળી માતા એનો ભોગ ન માંગે તોય માનવી મારે ધરાર ……………આ જગમાં  ૩
ગાયુંને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાર જી
વાછરું છોડે ધાવવા કાજે પણ બોઘરે  દૂધ ની ધાર ………………………આ જગમાં ૪
એવા દુધનો પ્રભુની આગળ ભોગધરે નર નારજી
દંભી માનવીને જોયા પછી રોવા માંડ્યા  જુગદાધાર …………………આ જગમાં ૫
બે કર જોડી બોલે “અતાઈ” પ્રભુ રોશોમાં લગાર જી
અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણહાર ………………….આ જગમાં ૬
ભાવાર્થ ==ગેંડાના શીંગડા માંથી એવી દવા બને છે કે જે ખાવાથી મૈથુન શક્તિ વધી જાય છે .એવી માન્યતાના કારણેઅને  ગેંડાના  ચામડામાંથી   ઢાલ બને છે .એવી માન્યતાના કારણે  બાપડા ગેંડાને મારી નાખવામાં આવે છે .
બકરીના બચ્ચાં બાવળ  બોરડી નાં કાંટા વાળી કુણી ડાળખીયો   ખાયને  અને પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે એ માણસનાં બચ્ચાંની માફક કોકની માનું દૂધ નથી પી જતાં અને મહા કાળી માતા  આવા બચ્ચાને  મારી નાખીને મને ખવડાવો એવું નથી કેતાં  હવે કોઈ ગણપતિ દાદા ની મૂર્તિ દૂધ પીએ છે .એવી વાત વહેતી થયેલી એમ કાલીમા બકરા ખાવા માંડ્યાં છે  ,એવી વાતો કોઈ વહેતી કરે તો જુદી વાત છે .
હવે મુંબઈ અમદાવાદમાં રહેતા લોકોને બહુ ખબર ના હોય પણ ગામડામાં  ઉછરેલા માણસને તો ખબર હશેજ કે ગાયને દોતી વખતે  તેના પાછળના બંને પગને બાંધી  દ્યે છે કે જેથી કરી  ગાય પાટું ના મારી શકે  ,અને પછી એના બચ્ચાંને ધાવવા માટે છોડે બચ્ચાં ઉપરના પ્રેમને લીધે ગાયના આંચળમાં દૂધ ભરાય એટલે બચ્ચાંને ખસેડીને  ગાયના મુખ આગળ બાંધી દ્યે  ગાય બચ્ચાંને ચાટે એમ દૂધ આવતું જાય અને દૂધનું બોઘરું ભરાય જાય .હવે આવા દુધનો ભગવાનની મૂર્તિ આગળ ભોગ ધરાવે  આવા માણસોને જોયા પછી ભગવાનને એવું લાગેકે  આ મનુષ્ય જાતિને  બનાવીને અને એને બુદ્ધિની  સ્વતંત્રતા આપી  એ મારી મોટી ભૂલ હતી અને એના અફસોસમાં  ભગવાનની આંખો માંથી  આંસુ વહેવા માંડે . ત્યારે અતાઈ ભગવાન ને યાદ અપાવવા જાય કે બાપુ અમે તો પાપી લોકો છીએ અમે તો પાપ કરતા રહેવાના પણ આપ પતિત પાવન છો માટે અમને ક્ષમા કરતા રેજો .

મોંઘેરાં મહેમાન

મોંઘેરાં મહેમાન   બ્રિટીશના શાશન દરમ્યાન  નાના રજવાડાઓના  ઉડાવ ખર્ચાઓના કારણે દરબારો કરજી થઇ જતા .એટલે દરબારો ઉપર કંટ્રોલ કરવા અને એ લોકોને કરજમાંથી મુક્તિ અપાવવા  એના રાજ્ય ઉપર જપ્તી બેસતી,  અને અમુકજ  રકમ દરબારોને વાપરવા માટે અપાતી .બાકીની ગામની આમદની દરબારો માટે જમા થતી .અને આવી વ્યવસ્થા કરવા સરકાર તરફથી મેનેજર મુકવામાં આવતો .
એક વખત મારા ગામ દેશીન્ગાના  દરબાર ઉપર જપ્તી આવી .અને મેનેજર તરીકે એક ગુજરાતી આવ્યો .અને દરબારી  બંગલામાં રહેતો .કેમકે દરબારને ગામ છોડી દેવું પડતું .એટલે દરબાર બીજે ક્યાંક સગેવહાલે રહેવા જતા .મેનેજરની પત્ની ને મળવા  ગામની સ્ત્રીઓ આવી વધારે સ્ત્રીઓ આહેરની હતી .આહેરલોકોમાં  પુરુષો  મોટા ઝોળા વાળો ચોરણો ઘેરદાર આંગડી અને માથા ઉપર મોટી પાઘડી પહેરતા  જે સફેદ રંગનાં રહેતાં, જેવાં   સફેદ કપડાં એવાંજ સફેદ એ લોકોના મન પણ  સફેદ નિર્મળ રહેતાં . સ્ત્રીઓ કાળા રંગની ઉનની કામળી  અને લાલ રંગ નું કાપડુંઅને પેરણું પહેરતી .કપાળમાં ચાંદલો નહીં ,અને હાથમાં બંગડીઓ નહિ .
મેનેજરની પત્નીએ  ઘરમાં ઝાડું મારનારને પૂછ્યું .ગોવા આબધી   બાયડીઓ વિધવા છે ? ગોવે હા ભણી દીધી હાબેન હા  ઈ બધી વિધવા છે. જો ગોવો એવું કહે કે કે વિધવા નો અર્થ હું સમજ્યો નથી . તો પોતે મુરખો ઠરે  એવી એને બીક એટલે હે હા કહી દીધી .જયારે એના પતિ મળ્યા .ત્યારે અફસોસ કરીને કીધું કે આગામમાં  વિધવા બહુ છે .શું બધા પુરુષો કોઈ સ્પેશીયલ  દર્દના લીધે મરી ગયા કે શું?   મેજરે ચોખવટ કરી કે  કોઈ વિધવા નથી ,પણ આલોકોનો પહેરવેશ એવો હોય છે.
આ મેનેજરને એક બીક વરસનો નાનો દીકરો  એ મારી વાઈફનો એટલો બધો હેવાયો થઇ ગએલો કે એ અમારે ઘેર ખાઈ પણ   લ્યે  .એની માં બોલાવે તો જવાબ નો દ્યે  એક વખત તો મેનેજરની વહુને કહેવું પડેલું કે એને હવે અમારો રહેવાદ્યો.મારી વાઈફ સાથે દાદાગીરી પણ કરે .માસી ગાંઠીયા દે  ,હવે નથી કાલે તું બધાય ખાય ગયો છે . નાં તે સંતાડ્યા છે .દે
વખતને જતા વાર નથી લાગતી .જપ્તી ઉઠી ગઈ મેનેજર બીજે જતા રહ્યા .વખત જતાં છોકરો  ભણી ગણીને  કેમી. એન્જી . બન્યો, અને એક દિવસ એ અમેરિકા આવ્યો. અને સારી રીતે કમાવા માંડ્યો .દેશમાં દીકરીયું વાળા  આ છોકરાને પોતાની દીકરી આપવા તલપાપડ થવા માંડ્યા . છોકરાની અને એના માબાપની એવી ઈચ્છાકે છોકરી બહુ ભણેલી નો હોય તો વાંધો નથી .પણ રસોઈ  વગેરે ઘરકામમાં કુશળ હોવી જોઈએ .એમાં એક મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી પૈસાદારની છોકરી  ભટકાની . છોકરીના માબાપને ઘરે રસોયા અને ઘાટી નોકર
કોલેજમાં ભણેલી હતી પણ ઘરકામ કરવું ગમે નહિ .
છોકરીને જોવા એના માબાપ અને છોકરો મુંબઈ આવ્યાં. છોકરો અને તેના માબાપ છોકરીને જોવા આવવાના છે. એવી ખબર પડી એટલે  છોકરીના માબાપે કંદોઈ બોલાવીને ફરસાણ , મીઠાઈ બનાવી રાખી.  અને તૈયાર દૂધપાકના  બકડિયા પાસે હાથમાં તાવેથો આપીને દૂધપાક  હલાવવા બેસાડી દીધી . મીઠાઈ,, ફરસાણ ,દેખાડીને કહ્યુકે આબધી રસોઈ મારી દીકરીએ બનાવી નાખી છે અમે નાં પાડતાં હતાં તોપણ દીકરીએ પોતેજ બનાવી છે. અને ધામધુમથી લગન થયા .અને દીકરીને સાસરે વળાવી અને  એક દિવસ અમેરિકા  આવી પહોંચી. છોકરે કીધું મને પુરણપોળી બહુ ભાવે છે આજે તું પુરણ પોળી બનાવને ? રોજતો ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી તૈયાર બધું લાવીએ છીએ  છોકરી બોલી પુરણપોળી પણ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં મળે છે .મારેતો કરવાનુંજ છેને પણ હું હમણાં નવી નવી આવી છું તો અમેરિકાનો મને સ્વાદ લેવાદેને? છોકરો મનમાં સમજી ગયો કે છેતરાય જવાયું છે પણ ક્યે કોને ?ચોરની માં ઘડામાં મોઢું ઘાલીને રુવે ‘”એવી દશા થઇ .અમે પણ અમેરિકામાં છીએ એવી છોકરાને ખબર પડી .છોકરો એની વાઈફ પાસે મારી વાઈફના પ્રેમની,  મેમાનોને પ્રેમથી  જમાડવાની વાતો કરે.
એક દિવસ છોકરી કહે ચાલોને આપણે વેકેશનમાં માસીને ઘરે જઈએ અને મેમાન ગતિ માણીયે .છોકરો કહે હવે માસીને ઘડપણ આવ્યું છે .હવે તે બે જણની માંડ રસોઈ કરે છે .છોકરી કહે આપણે માસીના વખાણ કરીશું એટલે એ હરખથી રસોઈ કરવા માંડશે .
છોકરાએ અમે આવીએ છીએ એવો કાગળ લખ્યો .મારી વાઈફ તો ખુશ ખુશ થઇ ગઈ .અને મને કીધુકે તમે એને તેડાવવા બાબતનો કાગળ લાખો. અને મેં કવિતાના રૂપમાં કાગળ લખ્યો.
વાલા કોકડી મારે ઘેર આવજો જાઉં વારીરે, વિનતી . થાજો મોંઘેરા મારા મહેમાન  વિનતી અમારી રે
વાલા ઉતારા દેશું  એક રૂમમાં જાઉં વારીરે  દેશું ઢુંકડું તમને ટોયલેટ વિનતી અમારીરે
વાલા પોઢણ દેશું ઢોલિયા જાઉં વારીરે દેશું શોફા માયલી બેડ વિનતી અમારીરે
વાલા દાતણ દેશું   દાડમી જાઉં વારીરે દેશું   કોલગેટના ટુથપેસ્ટ  વિનતી અમારીરે
વાલા નાવાને જજો બાથરૂમમાં જાઉં વારીરે લેજો  નલાકામાંથી  નીર વિનતી અમારી રે
વાલા નાસ્તામાં દેશું સીરીયલ જાઉં વારીરે દેશું પીનટબતર  સેન્ડવીચ વિનતી અમારીરે
ઢોહા શેકીને કરજો લાડવા જાઉં વારીરે રાંધી રાખજો અડદની દાળ વિનતી અમારી રે
વાલા ખાજો પીજો ખાવારાવજો જાઉં વારીરે  પછી વાસણ નાખજો ધોઈ વિનતી અમારીરે
વાલા ઓછામાં ઓછા બે મહિના જાઉં વારીરે રોકાજો કરીને નિરાંત વિનતી અમારી રે
મારી ભાનુંમાતીને સથવારો જાઉં વારીરે હું જી આવું ગુજરાત વિનતી અમારી રે
અને છોકરીએ વિચાર બદલાવ્યો કે નાપાડ  આતો બધું આપણા પાસે કરાવે ,અને એપણ બેમહીના સુધી .અને માંદા માસીને આપણી પાસે સેવા કરાવવા મૂકી જાય ,અને પોતે ઇન્ડિયા જઈને જલસો કરી આવે .

અર્વાચીન લગ્નગીત

અર્વાચીન લગ્નગીત
આપે એક પ્રાચીન  લગ્ન ગીત સાંભર્યું હશે..  એ ગીત “કોયલ બેઠી આંબલીયાની ડાળ્ય”આજે હું આપની સમક્ષ એક અર્વાચીન લગ્ન ગીત વાંચવા આપું છું  .
તમને ખબર છે ? કવિ લોકો  ગપ્પ લોકોના મગજમાં  ઠોકી બેસાડવાની આવડત વાળા હોય છે .આ “જુનું લગ્ન ગીત છે “એમાં મોરલાની સાથે કોયલના લગ્ન કરાવી નાખેછે .જેનો કાળો ભમ્મર રંગ છે .જોરદાર અવાજ કરે છે ,એતો નર કોયલ છે .  પણ કવિઓએ  નારી બનાવી નાખી છે.અને કવિઓએ લોકોના દિમાગમાં એવું ગોઠવી દીધું છે કે કાઢવું મુશ્કેલ છે .રામાયણ એ

સંસ્કૃતના આદિ કવિ વાલ્મિકી ઋષિના ભેજાની નીપજ છે , એવું બોલવાની તમારામાં હિંમત છે ? વાલ્મિકી ઋષિએ પોત કહ્યું છેકે  એક પારધીએ  જયારે સારસપક્ષીની  જોડીમાંથી એક પક્ષીને મારી નાખ્યું , પછી જે જીવતું હતું ,એનો વલોપાત જોઈ  વાલ્મિકી ઋષિના મુખમાં થી એક શ્લોક  સારી પડ્યો . જે સંસ્કૃત કાવ્યનો પહેલો શ્લોક છે અને વાલ્મિકી ઋષિ સંસ્કૃત ભાષાના  પહેલા કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા .એ પહેલો શ્લોક माँ निषाद प्रतिष्ठां तवं गमय:शाश्वती :समा:    આ બનાવ પછી વાલ્મિકી ઋષિને એક આદર્શ ગ્રંથ લખવાનું સુજ્યું  અને એ મહાન ગ્રંથ એ  રામાયણ .અને હવે અતાઈ આતા એક પોતાના ભેજામાંથી ઉત્પન્ન કરેલું લગ્ન ગીત આપને વાંચવા માટે લખે છે .અને આતા આમાં પોપટનાં અને મેનાના લગ્ન  કરાવશે .પોપટ અને મેના જુદી જુદી જાતના પક્ષી છે . પણ બહુ જુના વખતથી  પોપટ અને મેના  પતિ પત્ની છે એવું કવિ લોકોએ લોકોના મગજમાં ઘુસાડી દીધું છે .અને હું પણ આછો પાતળો કવિ છુંને?
મેના બેઠી અમેરિકા દેશ ઓલો પોપાટીઓ બેઠોરે ભારત દેશમાં   માણારાજ
પોપટિયા હવે મેનાને   લઇ આવો આપને ઘેર  ! મેના બોલે અમેરિકી બોલ ઓલો પોપ્ટીઓ બોલેરે ગુજરાતી ગામથી માણારાજ .
પોપટિયા આવી મેના કોઈદી નો આવે આપને ઘેર
પોપતીયાનીમાં એવાં સપના જોતી હોય કે  કેદી મારો પોપટીયો લાડી લઇ આવે અને હું    સાસુ પણું ભોગવું .મારી સાસુએ મારા ઉપર બહુ હુકમત ચલાવી છે .વળી કોક અનુભવી બેન પોપતીયાની માને સમજાવે કે  માજી તમારા જમાના હવે પુરા થયા હવેતો  વહુ સાસુ છે અને સાસુ વહુ છે .અને અમેરીકામાતો ખાસ  એટલે માજી  તમે કોઈ અમેરિકામાં રેતી હોય એવી ડોશીને પૂછી જોજો .અને બીજી વાત ઇકે ઓલી અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી  મેના પાણીને water ક્યે અને તારો ચરોતરીયો પોપટીયો  પાણીને પોણી ક્યે એવી મેના તારું છાણ વાસિંદુ કરવા તારે ઘેર નો આવે ,
પણ પોપતીયાના માથે  અમેરિકાનું ભૂત સવાર થયું છે .એટલે ઈ અમેરીકાનુજ રટણ કરે છે .

પોપટીયો ક્યે છે .મારે જાવું અમેરિકા દેશ મેના જો બોલાવે તો હું જઇ શકું માણારાજ   એ બાપા મારે લીલું કાર્ડ લેવા જાવું અમેરિકા દેશ  મેના અપાવે મુને લીલું લીલું કાર્ડ લીલુડા કાર્ડ વિના અમેરિકા નો રવાય   માણારાજ  એ “અતાઈ “હવે મુને જાવા દ્યોને ડોલર વાળે દેશ   તો સૌ મિત્રોને જાનમાં આવવાનું આમંત્રણ છે.  स्मुर्तम

शायरी- ई- अताई

હું એક ગઝલ લખીશ એમાં મખ્ખન શબ્દ બંધ બેસતો કેવાય પણ મેં ગ્રીસ શબ્દ વાપર્યો છે એ એટલા માટે કે,  નેતાની પત્ની  એને ચુંબન કરે તો વખતે માખણ  ચાટી જાય પણ જો ગ્રીસ હોય તો કોઈ  ચાટી નોશકે અને નેતાને વધુ નરમ રાખે વળી જરાક રમુજ થાય છતાં તમે મને માર્ગ દર્શન આપીને આભારી કરી શકો છો
तो अब सुनो
सूफी ओलिया मंसूरकी
गजल जैसी
अताई की मशवरा गजल
अगर है शोक कुर्सी का तो हरदम  ग्रीस लगता जा
पकड़ कर पाँव नेताका चरण उनका  तू चूमता जा |
चिंता मत कर गरीबो की फिकर कर अपने वालो की
बिठाकर उनको कुर्सी पर मोज उनको कराता जा |
बहुमति डाल खड्डे में वहीँ  उनको तू रहने दे
लघुमति को चड़ा सरपर हिफाजत  उनकी करता जा |
गिला मत सुन गरीबो की  प्रूफ बन जा तू निंदा से
करे कोई हाय हाय तेरी हांसी उनकी उडाता  जा |
मशवरा है “अताई” की बराबर गोरसे सुन ले
करके कौभान्ड तरकीबसे जेब अपनी तू भरता जा |
जेब भर जाय जब पूरी स्विस बेंक में जमा कर दे
पीरी में गर जरुरत है उठा कर खर्च कराता जा |
———————————–

ना अहल है वो अहले  सियासत की नज़र में

वादेसे  कभी जिसको मुकरना नहीं आता |

તેને રે કહીએ

હવે નરસી મેતાનું ભજન કે જે ગાંધી બાપાને પ્રિય હતું એના જેવું અતાઈ નું રમુજી ભજન સાભળો…

રાજકીય જન તો તેને રે કહીએ  જે પીડી બીજાને જાણે રે
પર દુખે જલસા કરે તોયે મનમાં દુ ખ  નવ આણે રે….. ૧
સકળ લોકને છેતરે  તોયે પરવા નકારે એ કેની રે
કાળા ધોળા કરી બહુ જાણે, અભાગણ જનની એની રે…… ૨
મોહ માયાથી મન ભરપુર, પણ દ્રઢ  વેરાગની વાતું રે
રામ નામને વેચી ખાયે,  (ભલે)થાતું હશે તેમ થાતું રે…… ૩
કાળું નાણું ને  કોભાંડો કરવામાં નિષ્ણાત રે
‘અતાઈ’ ક્યે એને ભરોસે રિયો,  તો તો કરવો પડે આપઘાત રે….. ૪

રામ ની કૃપા હોય તો રેવાય

થોડી જગ્યા છે એટલે એક રમુજી જેવું અરિજોના નું ગીત લખું છું.

જેનો રાગ છે .”देख तेरे संसार की हालत “
—————————————–

એરિજોના ની ગરમી માં દિવસે તારા દેખાય,

રામ ની કૃપા હોય તો રેવાય.

રાતે પણ લુંગડાવ તપે છે  ઘરડા બુઢા જાપ જપે છે,

મારા દીકરા કે જમાઈ ની બદલી બીજે કરાવ્ય,

રામ ની કૃપા હોય તો રેવાય.

ઉનાળે   ઉષાનાતા  આવે આભા મંડળ,

લૂ વરસાવે રિંગના ને તડકે મુકો તો પલ માં ઓળો થઇ જાય

રામની કૃપા હોય તો રેવાય.

અષાઢે પણ તાપ પડે છે  પશુ પંખી માનવી ફફડે છે,

સુરજ દાદા ને અર્ઘ્ય  દેવા બારું નો  નીકળાય.

રામ ની કૃપા હોય તો રેવાય.

“અતાઈ “દાદા અહીં રહે છે હાચી ખોટી કથા કહે છે,

શિયાળે  પણ ટાઢે  પાણીએ બારા નાવા જાય.

રામની  કૃપા હોય તો રેવાય.

“અતાઈ “