Category Archives: સ્વાનુભવ

બહુ વરસો પહેલાની વાત છે .
હું નાગને (cobra )મારા ખુલ્લા  હાથથી પકડી લઉં છું , એ આપને ખબર છે.મને એક વખત નાનકડા નાગના બચ્ચાએ દંશ દીધો અને પરલોકના દરવાઝા  સુધી પહોંચાડ્યો ,અને ત્યાંથી પાછો ફર્યો છું .એ વાત હું આપ સહુ મારા ચાહકો આગળ કહેવા જઈ રહ્યો છું.
એક વખત અમદાવાદના  યુનીવર્સીટી વિસ્તારમાંથી મેં સાપ પકડ્યો .થોડોક  રમાડ્યો ,મિત્રોને બતાડ્યો ,મારા એક મિત્ર જનકરાય ઈચ્છાશંકરના દોઢ વરસના દીકરાના માથા ઉપર મુક્યો ,ખભા ઉપર મુક્યો ,ત્યાંથી સરકીને નીચે આવ્યો,  અને મેં જીલી લીધો .અને મારી થેલીમાં મુક્યો .
આ મારી એ વાક્ય sacથેલીમાં કાગળ પેન વગેરે વસ્તુ પણ હતી .
હું યુની.થી ઘરે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં  આવી રહ્યો હતો હું સાઈકલ સવાર હતો. વચ્ચે મને કાગળ પેનની જરૂર પડી ,મેં કાગળ કાઢવા થેલીમાં હાથ નાખ્યો .મને એવાતનું સ્મરણ ના રહ્યું કે થેલીમાં સાપ પણ છે. થેલીમાં હાથ નાખવાની સાથે મને નાગના બચ્ચાએ દંશ દીધો .હું તુર્તજ બાજુની ઓફિસમાં ગયો અને ત્યાં બેઠેલા ક્લાર્ક દેવીસિંહને કીધું .દેવીસિંહ મને સર્પ કરડ્યો છે. એ જગ્યાએ x  આકારના બે ત્રણ રેઝર બ્લેડથી ચરક કરીદે (તમે આ મારી  વાત યાદ રાખજો.  કે સાપના દંશ ઉપર x આકારનો કાપ મુકાય )દયાનો સાગર નરકમાં જવાની બીકથી દેવીસિંહ બોલ્યો , હું  ભામણના દીકરાનું લોહી કાઢું તો નરકમાં પડું .દેવીસિંહના બદલે  તરખાયનો હાથિયો સવદાસ  હોયતો  નરકમાં જવાની બીક રાખ્યા વિના એકને બદલે ત્રણ x ઠોકરડી દ્યે .

દેવીસીન્હેં  નાપાડી એટલે મેં રેઝર બ્લેડ લઇ બે દંશની બે x ના કાપા કર્યા.પણ જરાક મોડું થઇ ગએલું .એટલે થોડુક જેર શરીરમાં પ્રવેશી ચુક્યું હતું .હું દોડતો દોડતો જઈને સર્પને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યો .અને પછી. v .s .  હોસ્પીટલમાં પહોંચ્યો . ત્યાં દર્દીઓની લાઈન હતી .નર્સ વાર ફરતી દરેકના કાગળિયાં કર્યે જતી હતી ,અને દર્દીની યોગ્ય વ્યવસ્થા કર્યે જતી હતી .હું લાઈન કાપીને નર્સ પાસે પહોંચ્યો. મેં નર્સને    વાત કરીકે મને સાપ કરડ્યો છે .મારો કેસ પહેલા લ્યો .તે બોલી પેલી જગ્યાએથી લાંબુ ફોર્મ લઇ આવો અને પછી લાઈનમાં આવો ,મેકીધું  બેન મને ચક્કર આવી રહ્યા છે .હું પડી જઈશ અને પડ્યા ભેગા મારા પ્રાણ નીકળી જશે .પણ   किसीको( नर्सको) क्या है वो तो नर्स थी इन्सान थोड़ी थी ?પણ એક જુવાન કે જે કોઈ દર્દીને લઈને આવેલો .એ નર્સ કે ડોક્ટર નોતો એ દોડતો જઈને વ્હીલ ચેર લઇ આવ્યો અને મને વ્હીલચેરમાં બેસાડી લાઇનની પરવા કર્યા વિના નર્સ પાસે પહોંચ્યો .એ જવાનનો ક્રોધિત ચહેરો જોઈ  તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યો .સજ્જન ડોકટરે શાસ્ત્ર વાક્ય वैद्यो नारायणो हरि:વાક્ય સાચું હોય એવો ભાવ મને ડોક્ટર ઉપર આવ્યો. દાક્તરે તુર્તજ એક દર્દીનો કેહવે છૂટો થવાની તૈયારીમાં હતો .તેનો ખાટલો ખાલી કરાવી મને તેની પથારીમાં મુક્યો અને મારી સારવાર આદરી .હું પથારીમાં  ચત્તો સુતો હતો .મારી ઉપર લાઈટમને ઝેર ચડી રહ્યું હતું . મારો અવાજ વિચિત્ર થઇ ગયો હતો મારો શ્વાસ રૂંધાતો હોય એવું લાગતું હતું .મારા ઉપરની લાઈટ એકને બદલે ત્રણ ત્રણ દેખાવા માંડી .બે થી ત્રણ ડોકટરો મારી સારવાર માટે ઉભે પગે હતા દવા, ઇન્જેકશનો ચાલુ હતા .મારી પત્ની અને મા મારી પથારી પાસે બેઠાં હતાં એક મારો મિત્ર હરીસીહ હું ઊંઘી નાજાવું એમાટે સતત જગાડતો હતો .એક વહેમ પ્રવર્તે છે કે સર્પ કરડ્યો હોય એ માણસને  ઊંઘવા નો દેવાય જો એ ઊંઘી જાય તો એની ઊંઘ એની લાંબી ઊંઘમાં ફેરવાય જાય .

આવી પરિસ્થિતિમાં રાતના બે વાગ્યા હશે અને મારી ઉપરની લાઈટ મને એક દેખાણી  મેં મારી પત્નીને વાત કરીકે  હવે તારો ચાંદલો  નહિ ભુંસાઈ  અને ચૂડલો  નહિ ભાંગે .મારી પત્નીએ માને વાત કરીકે  મા હવે તમારા દીકરાને કઈ નહિ થાય હવે સાજા નરવા  ઘરે આવશે . પછી બે દિવસ હોસ્પીટલમાં રહ્યો અને ઘરે આવ્યો .પછી મેં ઝેર કાઢવા માટે રેઝર બ્લેડથી કાપા કરેલા એમાટે  મારે થોડા દિવસ હોસ્પીટલમાં જવું પડતું .મોત વગર મરાતું નથી .અને પંચમ માંડી હોયતો છઠ્ઠ થતી નથી .वोही होताहै जो मंज़ूरे खुदा होताहै

મણિયારો (માનવાળો)

માનીયારાનું  લોકગીત  લોકસાહિત્યના પ્રેમીઓમાં  બહુ જાણીતું છે .મને આગીત બહુ ગમે છે.પહેલવેલું આ ગીત હું તેરેક વરસની ઉમરનો હઈશ ત્યારે સાંભળેલું .
આગીત એક ગવૈઓ ગાયછે .તેનો અવાજ અકબરના  ગવૈયા તાન્સેનથી વધીજાય એવો છે  .પણ તે એમાં પોતાની  હોશિયારી  ઉમેરેછે, એટલે ઘણી વખત ગીતની મઝા મારી જાય છે.
સારો અવાજ હોવો એ પરમેશ્વરની ભેટ છે, સારો અવાજ શીખવા માટે કોલેજમાં  નથી જવું પડતું .
સારો અવાજ હોય ,સારા લેહ્કાથી ગાઈ શકતો હોય, એવા માણસમાં ગીતનું હાર્દ સમજવાનું જ્ઞાન પણ હોય એવું  ઘણી વખત નથી પણ બનતું.   સારા અવાજવાળો ગાય છે  આપણે સહુએ સાંભર્યું પણ છે. અને ઉત્સાહવર્ધક  તાળીઓ પણ પાડી છે .પણ એ ગાયક કલાકાર માનીયારા શબ્દને બદલે મણિયારો શબ્દ વાપરે છે એ બરાબર નથી.
મણિયારો એટલે બંગડીયો વેચનારો ,હવે આવા મનીયારાએ  કોઈ જુવાન છોકરીના હાથનો  બંગડી પેરાવતી વખતે  પોંચો દબાવ્યો હોય .આવા કારણસર  મણિયારો બંગડીયું વેંચીને  બહાર ગામ  જવા રવાના થાય ત્યારે મણીયારના વિયોગના  દુ:ખ માં હૈયું હચમચી જાય,એને  એવા ગીતનું સર્જન નો થાય.
મેં એક ગઢવી  પાસેથી પહેલવેલું આ ગીત સાંભર્યું એની વાત હું આપની આગળ કરું છું .
અગાઉ કીધું એમ હું જયારે તેરેક વરસનો હતો, ત્યારે હું મરમઠ ગામે ચાલીને ભણવા જતો .આવતી વખતે પ્રેમજી ઝાલાવાડીયાની  વાડીયે,  હાથ, પગ ,મોં,   ધોવા અને પાણી પીવા જતા .
અને પાણી પિતા પિતા એકબીજાને  પાણી  ઉડાળીને તોફાન કરતા અને મારામારી પણ કરી લેતા .અને પછી રસ્તે ચાલવા મંડી જઈએ ત્યારે  અગાઉનો જઘડો કયાં અલોપ થઇ ગયો હોય એની ખબરજ નોપડે . એ—-ય ને ઠાઠથી વાતો કરતા કરતા જઈએ .
એક વખત  અમે વિદ્યાર્થીઓ  વાડીએ કોસ ચાલતો હતો અમે રાબેતા મુજબ પાણી બાણી પીધું .એટલામાં એક ગઢવી આવ્યો,એણે બગલાની પાંખ જેવાં  ચોરણો, પહેરણ ,પાઘડી .પહેર્યા હતા પણ પગ ઉઘાડા હતા . બચપણથી હું બહુ જીજ્ઞાસા વૃતિ વાળા સ્વભાવનો છું .અને એટલેજ હું “અતાઈ ” છું .
મેં gadhavine પૂછ્યું ગઢવી તમારાં સ્વચ્છ કપડાં જોવાથી એવું લાગેછે કે તમે સ્વચ્છતા નાં આગ્રહી છો પણ  પગરખાં (જોડા ) કેમ નથી પહેરતા ? ગઢવીએ જવાબ દીધો .ઉઘાડા પગને લીધે ધરતી માતાને આપના શરીરનો સીધો સ્પર્શ થાયછે અને એણે લીધે બુદ્ધી ખીલે છે .એમ કહી એણે જૈનાચાર્ય  હેમચંદ્રસુરીનો દાખલો આપ્યો .કે જેણે સિદ્ધ રાજ જયસિંહ નું માનસ પરિવર્તન કર્યું .અને એને જૈનધર્મની દિક્ષા આપી . આ  ઉઘાડા  iપગને લીધે શક્ય બન્યું. પછી મારા જેવો ગઢવીને પ્રશ્ન પૂછનારો મળ્યો એટલે ગઢવી  ખીલ્યો .અશોક મોઢ વાડીયો ક્યેછે એમ  “આતાને પ્રશ્ન કરોતો આતા પાંહેથી નીહરેને?” ગઢવીએ એક દોહરો સંભળાવ્યો  “,. માંગણ મેલે લુગડે વૈશ્યા જોબન  વેણ ,  કામેથી ઉતાર્યો કામદાર ઈ લાગે દેખીતાં દેણ ”
દોહરો સાંભળ્યા પછી પ્રેમજી ઝાલાવાડિયાને  ગઢવી પાસેથી વધુ સાંભળવાની વધુ ઈચ્છા થઇ તેણે ગઢવી પૂછ્યું .તમે અમને વાર્તા બાર્તા કૈક  સંભળાવશો ? ગઢવી બોલ્યો કદરદાન તારા જેવો મને મળતો હોય તો હું વાતો કરતાં થાકતો નથી .તો હાલો અમારી ઝુંપડીએ ગઢવી એની ઝુપડીએ ગયો. અમે પણ સાથે ગયા .  પ્રેમજીએ ગઢવીને ખાટલે બેસાડ્યો .અને અમે સૌ જમીન ઉપર નીચે બેઠા .પ્રેમજી ખેતરમાંથી  રાજીકડા ચીભડાં લઇ આવ્યો .અને બળદ આગળ ગદબ(રજકો ) નાખે એમ અમારી આગળ ચીભડાં નાખ્યાં.અમે ચીભડાં ખાવા માંડ્યા

અને ગઢવીએ  વાર્તા  માંડી કે રાજપૂત ગરાસીયોમાં દુર દુર ના સગા હોય છે .     જુના જમાનામાં કચ્છી જાડેજા દરબારને ત્યાં એક માલવાથી લવર મૂછો  ફુટરોજુવાન મેમાન ગતિએ આવ્યો .જાડેજા દરબારને  અપ્સરા જેવી રૂપ રૂપનો અંબાર કુવારી કન્યા હતી . માલાવીઓ જવાન  પણ કુવારો હતો .દરબારોમાં સ્ત્રીઓને બહુ માંભામાં રહેવું પડે  પુરુષ સામું જોવાય પણ નહિ .પણ પ્રેમ જેનું નામછે  એને કોઈ પરદો નડતો નથી .એક ઉર્દુ કલામ છે.    जोहै पर्देमे  पिन्हां  चश्मे बिना  देख लेती है ज़मानेकी तबियातका  तकाजा देख लेती है .એવીરીતે  જાડેજાની દીકરીની ચાર આંખો મળી ગઈ . અને આંખના ઇશારાથી વાતો થઇ ગયી .એવામાં ગામના ઢોરોને હાંકીને ચોર લોકો લઇ જવા માંડ્યા .જુના વખતમાં  જાડેજા રજપૂતો પણ ઢોર ચોરીનો ધંધો કરતા પદ્મશ્રી દુલા ભાયા કાગ કવિના વડવાઓ પણ ઢોર ચોરીનો ધંધો કરતા . ઢોરને ચોરીને લઇ જવા માંડ્યા ,ત્યારે રીડ પડી બુંગીયો (ચેતવણીનો  ઢોલનો અવાજ )વાગ્યો ગામલોકોના જુવાનો ઢોરોને પાછા વાળી લાવવા ને  ધીગાને  (યુધ્ધે )ચડ્યા  મેમાન થએલો .    માળવી જવાન કેમ જાલ્યો રહે .મહાભારતની કુંતી મેમાન હતી છતાં એણે ઘરધણીના
સંકટને પોતાનું સમજી પોતાના દીકરા ભીમને  રાક્ષાસના ભરખ માટે મોકલ્યો .પરિણામ એ આવ્યું કે ભીમ રાખહને ભરખી ગયો .એવાત આપણે  જાણીએ છીએ
ધીન્ગાનાના કારણે કૈક જુવાનો મોતને ભેટ્યા કૈક જુવાનો ઘાયલ થયા . ઘાયલ થનારાઓમાં એક માળવી જુવાન પણ હતો .જુવાનને  ઝોળીમાં નાખી ઘેર લઇ આવ્યા સારવાર આદરી
સખત રીતે ઘાયલ થએલો જવાન    બેભાન છે . વૈદ્ય આવ્યો દર્દીને તપાસીને કહ્યુકે  આ જુવાનની  બચવાની કોઈ આશા નથી .એ ઘડી બેઘડીનો મેમાન છે .આવું સાંભળી  કન્યાનું ર્હદય           જાણે ફાટી ગયું .અને આંખ દ્વારા  આંસુના રૂપમાં લોહીની ધારા વહેવા લાગી .કન્યાના દિલની દશા  કેવી હોય શકે  એનું વર્ણન અભણ કવિ કેવું કરે છે . એ તમે  માંનીયારાના ગીતમાં સાંભળો .બંગડ્યું વેચનારો એક ગામથી બીજે ગામ જતો રહે એમાં આવા ગીત્તોના સર્જન નો થાય . કેવા? માનીયારોતી  હાલું હાલું થઇ રહ્યોને મુંજા દલડાં ઉદાસીન  હોયરે ભેણ મુજો પરદેસી માનીયારો  કે છેલ મુજો માલાવી માનયારો.

એલાવ  આતાએ આટલું લાંબુ હમ્ભરાવ્યું કોઈ પડકારોતો કરો કે વાહ આતા વાહ   અટાણે કઈ નહિ પણ નિરાંતે કોમેન્ટ  આપજો?

સ્ત્રી શક્તિનો જય હો

મને મારા બાળપણની  ઘણી વાતો યાદ છે . હો ઘણો નાનો હતો ત્યારે મને કોઈ ચુંબન કરે   એ બિલકુલ નો ગમે ,મારી મા પણ મને ચુંબન કરે ઈ નો ગમતું .મા ચુંબન કરવા આવે તો હું દુર ભાગી જાઉં ,તોફાન કરું .મા પોતાનો હેતનો ઉભરો હું જયારે ઊંઘી ગયો હોઉં ત્યારે કાઢે ત્યારે મને ખુબ બકીઓ ભરે. એક  રાતે હું  પથારીમાં હતો અને ઊંઘવાની તૈયારી કરતો હતો ,ત્યારે માએ  મારી મોટી બેનને  હું ઊંઘી ગયો છું કે નહિ એ જોવા માટે મોકલી ,મારી બેન વાંકી વળીને મને જોવાની ચેષ્ટા કરી મેં બેનને તમાચો મારી દીધો .અને મા પાસે ફરિયાદ કરીકે જો મને તારા લાડકાએ મને થપ્પડ  ઠોકી ,અને વધારામાં બોલીકે હવે તું એને   હળકારતી નહિ .  મતલબકે તું એના ઉપર ખીજાતી નહિ .અને હવે મને અશોક જેવો કોઈ પૂછે કે આતા હજી પણ ઈ ટેવ રાખી છે ? તો નિખાલસ પણે કહું કે હવે એવી ટેવો ભૂલી ગયો છું .
મારી ઉમર જયારે ચાર વરસની હશે ત્યારે હું મારા ઘર નજીક નાં પટેલ ફરિયામાં (ફળિયા )મા રમતો હતો ત્યારે મારી નજીકમા એક સવધી નામની સાતેક વરસની બાળકી રમતી હતી .સવધી માટે કોઈ પિલુની ડાળખી મૂકી ગયો .મને ખબર છે ત્યાં સુધી આ એકજ ઝાડ એવું છેકે જેમાં બે જાતનાં ફળ થાય ,એક ચણાના દાણા જેવડું મોટું અને બીજાં રાયના દાણા જેવડાં નાનાં આ નાનાં ફળ ખાઈ શકાય એમાં બી હોતાં નથી .  જયારે  મોટાં ફળમાં બી હોય છે .જે ઉગવા માટે પરમેશ્વરે બનાવ્યાં  છે.
સવધી એ શીવધીનું અપભ્રંશ થએલું નામ છે . શિવ  એટલે મહાદેવ  ધી એટલી દીકરી  ધી મૂળ કચ્છી ભાષાનો શબ્દ છે .જેનો અર્થ દીકરી  થાય છે .એટલે સવધી એટલે  શિવની દીકરી  ઓખા .એક દોહરો યાદ આવ્યો જે લખું છું .
કાઉ જાજા કાગોલીયા અને કાઉ જાજા કપૂત
હિકડતો ધૈડી ભલી અને હિકળ ભલો સપુત     દુવાનો અર્થ =કાગડાનાં બચ્ચાં ઝાઝા શું કામના બિચારા દેડકાને હેરાન કરે એવીરીતે  ઝાઝા કુપુત્ર હોય એ પણ શું કામના બાપનું નામ બોળે કુટુંબમાં એકજ સપુત સારો અને એકજ દીકરી હોય એ ઘણું છે .
હું દુર રમતો હતો ત્યાંથી મને સવધીએ બોલાવ્યો હિમત રામ   આંય    મારી પાહે આવ્ય હું તને પીલું ખવડાવું .હું સવધી પાસે ગયો .સવધી વિણી વિણી  ને      પીલું ભેગા કરે અને બુકડો ભરાય એટલાં થાય એટલે મને આપીદ્યે  મને ખાતાં કેટલી વાર લાગે ?હું એકદમ ખાઈ જાઉં અને મારી જાતે પીલું તોડવા જાઉં તો મને  અટકાવે બોલે કે તુંને કડવાં લાગશે.  હું એનું નામાનું અને જાતે તોડવા જાઉં તો  મોટી બેનની અદાથી  મારા હાથ ઉપર ટપલી  મારી લ્યે ખરી . ” હવે બીજો સ્ત્રી શક્તિ નોજય  બીજે દિવસે  મોડું થવા બદલ આતાને માફ કરજો

आकृति गुणान कथयति

કેટલીક કહેવતો ખોટી પડી જતી હોય છે “.आकृति गुणान  कथयति ” જે સંસ્કૃત કહેવત છે .એનો અર્થ એવો થાય છે કે માણસના  ચેહરા ઉપરથી એ કેવા ગુણ ધરાવે છે એની ખબર પડી જતી હોય છે.પણ આજથી લગભગ  સોએક વરસ પેલાં ગરેજના દુલભાએ  ખોટી પાડેલી .દુલાભાને તમે જુવોતો  સીધો ,સરળ , કહ્યાગરો ,ડાયોડમરો , ગરીબડી ગાય જેવો લાગે .તમને કલપના  નો આવે કે આ અટકચાળો  હશે.
આમ જોવાજાવતો ગુજરાતની કેટલીક કહેવતો અમેરિકામાં ખોટીયું પડેછે.  એનું દ્રષ્ટાંત આપુંતો”પંડ જાણે પાપ અને માં જાણે બાપ “એ કહેવત  અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ ફોર્ડની  માને ખબર નોતીકે આનો બાપ કોણ છે .   એવીજ રીતે વિશ્વનો  શતરંજ નો ચેમ્પિયન ની માને ખબર નોતી કે આનો બાપ કોણ છે. આતો તમને મેં  પ્રસિદ્ધ માણસોના નામ આપ્યાં.બાકી અમેરિકામાં  ઘણી છોકારીયુંને પાતાના બાળકોના બાપની ખબર નથી હોતી .અમેરિકન સરકાર કુંવારી માતાઓને  ઘણી મદદ કરતી હોય છે .એટલે ઘણી છોકરીઓ લગ્ન કર્યા સિવાય બાળકો ઉત્પન્ન  કરી લેતી હોય છે. અને સરકારી પૈસાથી  તાગડધીના  કરતી હોય છે.
ગરેજ જેવા ઘેડ વિસ્તારના  ગામડાઓમાં ફક્ત  ચોમાસું ખેતી થાય છે કુવા ખોદીને પાણી પીવડાવીને  શાકભાજી ઉત્પન્ન ના થઇ શકે  કેમકે ઘેડ વિસ્તાર નદીઓએ  કાંપ ઠાલવીને સમુદ્ર પૂરીને જમીન બનાવી છે. એટલે જો કુવો ખોદવામાં આવે તો જમીનમાંથી  સમુદ્રનું ખારું પાણી આવે .
આવા કારણસર બકાલીઓ  સાંઢીયા ઉપર કે ઘોડા ઉપર શાકભાજી કે કેળા પપૈયા જેવાં ફળો , લઈને  બકાલીઓ  ઘેડના ગામડાઓમાં    વેચવા આવે .
ગરેજ્માં પીરીયો કરીને એક બકાલી પોતાના  સાંઢીયા ઉપર બકાલું લઈને વેચવા આવે . સાંઢીયા ને  ખૂણે ખાચરે દુર બાંધીને જ્યાં માણસોની અવરજવર  થતી હોય ત્યાં  શાકભાજી વેંચવા બેસે .પીરીયો તોલમાપમાં છેતરે છે .એવી લોકોની માન્યતા હતી ખાસકરીને સ્ત્રીઓની .   એકવખત પીરિયાની સાન ઠેકાણે  લાવવાનો નાનકડા દુલ્ભાને વિચાર આવ્યો .અને મોકો જોઇને પોતાનો આવિચાર દુલભાએ અમલમાં  મુક્યો.
એક વખત ભીમ અગિયારસના દિવસો હતા .પીરીયો રતાળુ ગાજરનો (શક્કરીયા )  ઊંટ ભરીને  ગરેજ વેંચવા આવ્યો . જુના વખતમાં   સોરઠ ,બરડો,ઓખો ,બારાડી .વિસ્તારમાં  નાના મોટા સૌ  પુરુષો પાઘડી બાંધતા .દુલભો પીરીયના ઊંટ  પાસે ગયો .    અને  તુ તુ બોલીને કુતરાને નજીક બોલાવ્યું . ભૂખ્યું  કુતરું કૈક ખાવા મળશે ,એ આશાએ ઊંટ અને દુલભો જ્યાં હતા ત્યાં આવ્યું .દુલભાએ  પોતાની પાઘડી વતી ઊંટના પુંછડા સાથે કૂતરાની પૂંછડી બાંધી દીધી .બંધનમાંથી  છુટવા માટે કુતરો હવાતિયા મારવા માંડ્યો અંને આકારણે
ઊંટ તોડાવીને ભાગ્યો .એટલે દુલભો પીરીયા  પાસે ગયો અને    હમદર્દી બતાવતો હોય એવું મોઢું કરીને પીરીયાને  કહ્યું  તારો ઊંટ તોડાવીને ભાગી જાયછે .પીરીયો બધું પડતું મુકીને ઊંટને પકડવા દોડ્યો અને પાછળથી  રતાલુંમાં ભેર પડી મતલબકે  રતાળુ  લઇ લઈને  લોકો ઘરભેગા થવા માંડ્યા . દુલભાએ  પોતાના  પહેરણની  સાળામાં થોડા લીધા કોઈકે દુલભાને પૂછ્યું તારી પાઘડી ક્યાં ? દુલાભો કહે    આ જે તમે  ભીમ અગિયારસ ઉજવો છો એ મારી પાઘડી નાં પ્રતાપ છે. આ દુલાભો મારા દુર્લભજી કાકા સો વરસથી વધુ આયુષ્ય ભોગવી સ્વર્ગે ગયા . તેઓના સુપુત્ર કરસનજી ભાઈ  લંડનમાં નિવૃત જીવન  પોતાના કુટુંબ સાથે વિતાવે છે . કરસનજી ભાઈ અને તેના પત્ની રુકમણી બેનના મેમણ થવું એ એક લ્હાવો છે .હજી મેમાનોને આગ્રહ કર કરીને જમાડે છે .અને એવોજ આગ્રહ મેમાન ને રોકવા માટે કરે છે.

મેણાંને ઘેર એક રાત

મેં ઉઘડે પગે ચાલીને ભારતમાં ઘણી મુસાફરી કરીછે .આગ્રાથી   “આબુરોડ”નજીકના માવલ  રેલ્વે સ્ટેશન સુધી હું સળંગ જેવી તેવી જગ્યાએ રાતવાસો  કરતાં કરતાં  ઉઘડે પગે ચાલેલો છું.

વૃજ્ભુમીમાં ,  જયપુરરજ્યમાં  ,પંજાબમાં , સિંધમાં . વગેરે ઘણે ઠેકાણે પૈદલ મુસાફરી કરી છે .પ્રવાસ દરમ્યાન મારે ઘણો અસત્યનો  સહારો લેવો પડ્યો છે. ये बात हमने आशकारा करदी આશ્કારા= પ્રગટ ,બેધડક . જયપુરરાજ્યના એક ગામડામાં  મારે રાતવાસો  રહેવાની જરૂર પડી . યાત્રા દરમ્યાન હું મારા બાપનું નામ અને મારી જ્ઞાતિ બાબત હું સાચું કેતો.   આ સિવાય કોઈ વખત  હું જુઠું બોલતો .ગામડામાં મેં  બ્રાહ્મણના   ઘરની તપાસ કરી કોઈએ કીધુંકે  બ્રાહ્મણના  ઘર કરતાં તમને મુખીને  ઘેર તમારી સારી સરભરા થશે . હું મુખીને ઘરે ગયો .મુખીને ત્યાં મેં જાતે બનાવીને જવના  રોટલા ઘી અને દૂધનું વાળું કર્યું .હું દરરોજ ઓછામાં ઓછા વીસ માઈલ ચાલતો .ખેડૂતના પાંચ જુવાન ખાય એટલા રોટલા અને દૂધ ,ઘી, ખાધું અને પછી મુખી જે રૂમમાં  સુતો તે રૂમમાં મારી સુવાની ગોઠવણ થઇ .આવિસ્તારમાં  ખાટલા બહુ ઊંચા પાયાવાળા હોયછે .આ આખુગામ મેણા જાતિના લોકોથી વસેલું હતું. મેણા લોકો  લુંટફાટ પણ   કરીલ્યે .મુખીની ઉમર એંસી વરસની હતી .બહુ વાતુડો હતો .મારી ઉમર આવખતે  ચોવીસેક  વરસ જેટલી હશે  મારા વિષે જાણવા  માટે એણે   મને  ઘણા  પ્રશ્નો કરેલા  .
હું જયારે ક્યાંક રાતવાસો રેવા જાઉં ત્યારે મારી પાસે ફક્ત  દોઢેક રૂપિયાનું પરચુરણ રાખું આ સિવાયના પૈસા હું રોડ નજીક નિશાની મુકીને દાટી દેતો .

મેં મુખીને પ્રશ્ન કર્યો કે તમે શું કામ ધંધો કરો છો ? મુખીએ પોતાની હથેળી પોતાની ડોક ઉપર મુકીને આંખોના ડોળા કાઢીને છરીથી ડોકી કાપતો હોય એવો દેખાવ કર્યો .અને બોલ્યો हमलोक  इन्सानको काटके पैसे गिराने वाले लोक है .એનીવાત અને દેખાવ જોઈ હું હિંમત પણ ધ્રુજી ગએલો મને ભયભીત થયેલો જોઈ તે બોલ્યો .तुम डरोमत हम ब्राह्मनोके चरनकी धुल है हम आपको कुछ नहीं करेंगे એનું આશ્વાસન  સાંભળી  હિંમતની ધ્રુજારી દુર થઇ અને પછી શાંતિથી ઊંઘી ગયો .અને નાસ્તામાં ઘણું બધું દૂધ પી રવાના થયો .

.

આથર

હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો ત્યાં એક આર્થર નાંમનો  માણસ  કામ કરતો હતો.  તેને સૌ ‘આડી’ ના  ટૂંકા   નામે  બોલાવતા   મેં  એને  પુછ્યું , “તારું આખું નામ શું છે ?”

તે કહે “આર્થર”

મેં કહ્યું , ” હું તુને ‘આથર’ કહીને બોલવું  તો મને સહેલું  રહે.”

આર્થર કહે “તું એનો અર્થ મને કહે. “

મેં કહ્યું, “  વિગતથી કે’વું પડશે; એટલે થોડી વાર લાગશે.”

તે કહે, “વાંધો નહિં.”

પછી મેં વાર્તા માંડી.

મેં કહ્યું, “જૂના વખતમાં અમારા ગામ તરફ છોડમાંથી સીધો કપાસ  ન નીકળતો  પણ છોડ ઉપરથી  સીધા સુકા ફળ તોડી લવાતા.  આવાં ફળોને  કાલાં કહેતા. આવાં કાલાંને વેપારીઓ ખરીદે; અને પછી માણસો પાસે  કાલાં ફોલાવી ને કપાસ કઢાવે; અને માણસોને મજુરીના પૈસા આપે.  કાલાંમાં થી કપાસ કાઢી લીધા પછી જે ખાલી  ફોફું  રહે, એને  કોશિયું  કહેવાય.  આવા   કોશિયામાં    થોડો  ઘણો  કપાસ  રહી  જતો  હોય  છે.  બહુ  કાળજી  રાખવા છતાં આવા  કોશિયાઓને  કુંભાર  પોતાના  માટીના  વાસણ   પકવવા  લઇ  આવે. કોશીયામાં જે કપાસ રહી જતો હોય, તે   કુંભાર  સ્ત્રીઓ  કાઢી  લ્યે અને  એમાંથી   દાણા (કપાસિયા ) કાઢી  નાખીને  રૂ  તૈયાર  કરે.  આવા રૂને   કુભાર  સ્ત્રીઓ   રેંટીયા  ઉપર  કાંતીને  દોરા બનાવે. આવા દોરા વણકરને આપે. વણકર  કાપડ  બનાવે  અને  દરજી  પહેરવા માટે  કપડા બનાવી આપે. આવા કપડા   ફાટી  જાય  ત્યારે  એને  થીગડા  મારે  પછી જયારે વધુ ફાટી જાય  થીગડા  મારી  ના  શકાય  એવી  સ્થિતિ  સર્જાય   ત્યારે  આવા  તૂટી ગએલા  કપડાના ગોદડાં બનાવે.  આવા ગોદડાં  ફાટી ફાટી ને  ચૂંથા  થઈ જાય  ત્યારે  એવા  ગોદડાંને  જરૂર  પ્રમાણે  રીપેર  કરીને   ગધેડાની   પીઠ  ઉપર  મુકવાનું  સાધન  બનાવે આવા  સાધનને  આથર કેવાય.”

મારી કથા  સાંભળીને    આથર બોલ્યો, “ આ વસ્તુ તો બહુ એન્ટીક કહેવાય.  આ  નામ મને ગમ્યું છે;  અને એ નામથી મને બોલવતો  જજે.”

—————-