Category Archives: સ્વાનુભવ

“તમે હિંમત છો, હું હિંમત નથી “- વિનોદ પટેલ

     ૯૩ વર્ષના સદાબહાર બ્લોગર અને મારા જેવા અનેકના મિત્ર શ્રી હિમતલાલ જોશી , જેઓ ‘આતા’ના હુલામણા નામે જાણીતા છે, તેઓએ   એમના જીવનના અનુભવો વિશેની વાતો એમના  બ્લોગમાં ઘણી લખી છે .

     આ ઉપરાંત પણ મિત્રોના બ્લોગમાં કોઈ પોસ્ટ વાંચ્યા પછી એમને કોઈ વાત યાદ આવે કે તરતજ મિત્રોને ઈ-મેલ મારફતે એમના જીવનના અનુભવની વાતો ઘણીવાર લખતા હોય છે .મને ઈ-મેલમાં લખેલી આવી કેટલીક વાતો અને કાવ્યો મને ગમી જતાં ઈ-મેલના ઢગમાં ખોવાઈ જાય કે રદ થઇ જાય એ પહેલાં એક જુદી ફાઈલમાં મેં સાચવી રાખ્યાં છે .

     એમાંથી આતાજીના જીવનના અનુભવની બે સત્ય ઘટનાઓ  નીચે પ્રસ્તુત કરું છું.

     અમેરિકામાં રહેતા કેટલાક વૃધ્ધોની દશા વિષે આતાજીને થયેલ જાત અનુભવને આવરી લેતી આ રસિક સત્ય અને પ્રેરક ઘટનાઓ  તમને જરૂર ગમશે.

DSCN0925

પાંજરા પોળ !

આ સત્ય ઘટનામાં તમે જોશો કે આતાજી વૃધ્ધાશ્રમને પાંજરાપોળ સાથે સરખાવે છે !

      એક 65 વરસ જેટલી ઉમરના ભાઈ બહુ શારીરિક નબળાઈ  ભોગવતા હતા પણ નોકરી કરતા હતા  .મેં એમને દોઢ ડાહ્યા થઈને વણમાગી સલાહ આપી કે  ભાઈ તમે ઘણું કમાયા છો. તમારી પાસે બે પૈસાનો જીવ છે  .હવે તમે તમારા શરીરની કાળજી રાખો અને રીટાયર્ડ થઇ જાઓ  .

     તેઓ બોલ્યા “મને મારી કંપની  છોડતી નથી .”

     મેં એમને મારો અનુભવ  કહ્યો  .

    મેં એને કહ્યું :” હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો  .હું બહુ ભણેલો ન હોવા છતાં જવાબદારીવાળું  કામ સંભાળી રહ્યો હતો .આ વખતે મારી ઉમર 63 વરસની હતી  .શેઠની બહુ વિનંતીથી  હું અઠવાડિયું  મારા બદલે કામ કરવા આવનારને ટ્રેનીંગ આપવા રોકાએલો  .અને પછી હું  નિવૃત  થઇ ગયો  .મારી ઓછી ઉમર હોવાથી મને સોસીયલ સિક્યુરીટીના  પૈસા ઓછા આવે છે પણ હું સંતોષથી રહું છું  .તમે તો કોલેજના ગ્રેજ્યુએટ છો  .તમારી સારી નોકરી હોવાથી  તમારી પાસે ખાસ્સા પૈસા પણ જમા છે  .

      તેઓ એમના નાના દીકરા સાથે ન્યુ જર્સી રહેતા હતા  . મોટા દીકરાએ  ફોસલાવીને એમની પાસે લખાવી લીધુ કે એમના મૃત્યુ પછી તમામ પૈસા એમના મોટા દીકરાના દીકરાને મળે  . નાના દીકરાને આ વાતની ખબર પડી  એટલે એને થયું કે  બાપને મેં મારી સાથે રાખ્યા  મારા લીધે એ પૈસા બચાવી શક્યા  હવે જયારે બાપા નિવૃત થઇ ગયા છે,  બહુ અશક્ત થઇ ગયા છે તો હવે શા માટે મોટો ભાઈ બાપાની સેવા ન કરે ?

      મોટા ભાઈએ બાપાને રાખવાની આનાકાની કરી પણ પછી સબંધીઓના સમજાવવાથી  બાપાને પોતાને ઘરે લઇ જવા તૈયાર થયો અને બીજે જ દિવસે પાંજરાપોળમાં  (નર્સિંગ હોમ )મૂકી દીધા  . બાપા પાસે પૈસો ન હોવાથી સરકારી ખર્ચે નર્સિંગ હોમમાં રહ્યા. પાણી પેશાબ કરવાનું  નાહવાનું જાતેજ કરી લેતા હતા પણ બાપાને પાંજરાપોળમાં હડસેલી દીધા  અને પછી ત્યાં જ મોત આવ્યે મરી ગયા    .

     બીજી એક વાત કહું . એક ડોક્ટરની મા  થોડાંક  અશક્ત થયાં એટલે  ન્યુ જર્સીના  દેશી ભાષાના ડોકટરો નર્સો સાંજ સવાર પૂજા પાઠ થાય એવી પાંજરા પોળ-વૃધ્ધાશ્રમ માં માની સખત ના હોવા છતાં મૂકી આવ્યા . મા ધ્રુજતે હાથે રસોઈ  પણ કરી શકતાં  હતાં . પાંજરા પોળમાં ગયા પછી મા રાતે પાણીએ રોતાં હતાં . દીકરીને દયા આવી અને પોતાને ઘરે કેલીફોર્નીયા લઇ આવી. બે વરસથી દીકરીને ઘરે રહે છે.  દીકરીને ઘરકામમાં મદદ પણ કરે છે  .

તમે હિંમત છો, હું હિંમત નથી.

        આ સત્ય ઘટના તેઓએ ડો. કનકભાઈ રાવલને ઈ-મેલમાં લખી મોકલી હતી જેની કોપી મને  પણ મોકલી હતી .

 પ્રિય કનક ભાઈ,

       વૃધ્ધોનો  ઈન્ટરવ્યું  સલમાન ખાને લીધો એ જોયો  .

      આ દેશમાં સરકાર મદદ કરે છે તોપણ  વૃદ્ધ માબાપ ગમતા નથી  . ન્યુ જર્સીમાં દેશી ભાઈઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે ત્યાં ડોકટરો નર્સો મંદિરો આપણાં હોય છે  .એક ડોક્ટર ની માને ફિનિક્ષ્થી એ નર્સિંગ હોમમાં મૂકી આવ્યો  .ઘરમાં નાનું કામ કરીને મદદ રૂપ થતી હતી છતાં નર્સિંગ હોમમાં મૂકી. ત્યાં આપણી ભાષા બોલનારા બધા હતા  પણ માજી રોજ રાતડે પાણીએ  રોતાં  .  બે કે તેથી થોડાં વધુ વરસ  રહ્યાં  પછી એની દીકરી પોતાને ઘરે કેલીફોર્નીયા  લઇ આવી  .હાલ માજી દીકરીને ત્યાં  રહે છે  .આનંદમાં છે  .આપણાં વડીલો દીકરીને ત્યાં રહેવું પસંદ નથી કરતા પણ ન છૂટકે  ક્યાં જાય  .મા બાપ  દીકરો પોતાને ત્યાં જન્મે  એ માટે માનતા કરતા હોય છે  .

      એક ભાઈ ગુજરાતી એન્જીનીયર છે  .અહી એણે નોકરી કરી  પોતાના દીકરાને આ દેશમાં ભણાવ્યો ગણાવ્યો  ભણાવી ગણાવીને બાજંદો કર્યો , પરણાવ્યો.   મારી જેમ વિધુર હતો  .દીકરા સાથે રહેતો હતો  .એક વખત દીકરાએ કીધું હવે તમારે  અમારાથી જુદા રહેવું જોઈએ, ઘણા વખત અમારે ત્યાં રહ્યા  .સરકાર પાસેથી મફત પૈસા પડાવવા માટે બધું દીકરાના નામે કરી દીધેલું.

           એ ભાઈ ફિનિક્ષ આવ્યા મારી ઓળખાણ થઇ  .પોતે ભાડે ઘર રાખીને સ્વતંત્ર રહેતા હતા  .પોતાની કાર પણ હતી. અહીના હવા પાણી ગમતાં હતાં .હજી ઉનાળો નોતો   આવ્યો  . એક વખત મને વાત કરી કે મને  અહી નથી ગમતું કેમકે મારા અહી કોઈ ઓળખીતા નથી મિત્ર સર્કલ નથી  .મેં એને  સમજાવ્યો  કે અહી બધું થઇ જશે  .મેં એને મારો દાખલો આપ્યો  . હું અહી આવ્યો ત્યારે મારો ગ્રાન્ડસન કે જેની મા અમેરિકન હતી.  ફક્ત એને જ અમે ઓળખતાં હતાં અને  એ કોઈ ઇન્ડિયન  ને ઓળખતો નોતો અને હવે તમે જુવો છો એમ કેટલા બધા દેશી લોકો મને ઓળખે છે  .

      એ બોલ્યો  . “તમે હિંમત છો, હું હિંમત નથી “ .

———————-

        ૯૩  વર્ષની પાકટ ઉંમરે આતાજી ફીનીક્ષમાં પોતાના ઘરમાં એકલા હિંમતથી અને આનંદથી પ્રવૃતિમય જીવન બસર કરે છે.

      આતાજી એમના બ્લોગમાં પરિચયમાં પણ લખે છે :

     “ હું પણ ૪૩ વરસથી અમેરિકામાં વસતો પણ અમેરિકન સીટીઝન ન થએલો અને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આશરે ૩૦ મીલ દુર દેશીન્ગા નામના ગામડામાં જન્મેલો ૯૩ વરસની ઉમર ભોગવી ચુકેલો દીકરાઓથી હઝારો માઈલ દુર મારા પોતાનાજ ઘરમાં એકલો રહેતો ગુજરાતી હું છું”

       જુવાનને શરમાવે એવા ૯૩ વર્ષના આવા  ખખડધજ્જ હિમ્મતના ભંડાર સમા હિંમતલાલ જોશી –આતાજીને સલામ !

આતાના મિત્રોકોઈ પણ ફોટા પર ‘ક્લિક’કરી સરસ મજેનો સ્લાઈડ શો માણો

અને આતાની જેમ વિશ્વામિત્ર ‘સ્થિતપ્રજ્ઞ’ રહી શક્યા ન હતા…

vm

કવિઓના ભેજાની નિપજ

આજે હું કવિશ્વરોના  ભેજાં  લોકોના  ભેજાં માં કેવું કેવું  ઘુસાડી દ્યે છે .એની વાત કહીશ .એક ભજન છે .એમાં બધા  ગપ્પાંજ છે .”શક્કર ખોરનું સાકર જીવન ખરનાં પ્રાણ જ  હરે “પરમેશ્વરે પ્રાણીઓનું સર્જન કર્યું .એના માટે ખોરાક પણ પરમેશ્વરેજ બનાવ્યો છે.(હવે હું થોડું હિન્દી લખું છું .શીખ્વામાટે )हिंदी लखु छू આનો અર્થ એ થયોકે સક્કરખોર પ્રાણીનું સર્જન  માણસેજ કર્યું છે.બીજું સિહણનું દૂધ હોય તે સિહણનાં બચ્ચાં નેજ પચી શકે ,અને સિહણ ને દોવા માટે સોનાંનું  વાસણ જોઈએ ,બીજી ધાતુના વાસણમાં દુવો તો દૂધ વાસણ ફોડીને બહાર નીકળી જાય ,હવે ક્યા કવિએ સિહણને દોઈને એનાં છોકરાંને   પીવડાવીને ખાતરી કરી હશે એતો રામ જાણે .રાવણને દસ  મસ્તક હતા અને વીસ હાથ હતા .આખું શહેર લંકા સોનાનું હતું ,મને લાગેછેકે એણે લંકા લોઢાની બનાવી હશે .અને પછી પારસમણી અડાડ્યો હશે.તોય સવાલ એ થાય કે આટલું બધું લોઢું તે ક્યાંથી લાવ્યો હશે.બીજી વાત એકે રાવણે નવ ગ્રહોને આકાશમાંથી ઉપાડી લાવીને પોતાને  પલંગ સાથે બાંધી દીધેલા ,રાવણ ઈન્દ્ર દેવને કહે એટલે રાવણ કહે ઈ ઠેકાણે વરસવું પડે ,એક વખત મેં અશોક મોઢ વાડિયાને એક દુહો લખ્યો કે અને એ દુહો પાછો મેં કબીર સાહેબના નામે ચડાવી દીધો .દુહો આ પ્રમાણે હતો . સાંઢયો   આંકડો ખાય નઈ મીંદડી ખાય નહીં ખીર સોરઠિયો ગાળ્યુ ખાય નઈ  ઈં કેતો  ગો કબીર ,અશોકે મારા ઉપર ભરોસો નો કર્યો ,કેમકે ઈને ખબર છેકે  આતા ભલે  આછા પાતરાપણ  કવિ તો છેજ . એટલે એણે  જાતે મીંદડી ને  ખીર ખવડાવી જોઈ મીંદડી એક ટોપડી (તપેલું )ખીર ખાઈ ગઈ ,કંઈ ઉલટી થઇ નહીં એતો ઓડકાર ખાયને ઇના બોગન વેલીયાને   છાંયે આરામ કરવા જતી રહી  ..

નાગને માથે  મણી  હોય  આ મણી જેની પાસે હોય એને સમુદ્ર પણ પોતાની અંદર જવા માટે રસ્તો કરી આપે .રાજા નંદ પાસે મણી હતો ,આ પૃથ્વીને શેષ નાગે પોતાના માથા ઉપર ધરી  રાખી છે .ભાવનગર શહેર વસાવવા માટે જમીનમાં ખીલ્લો  ખોડયો .ભાવસિંહ મહારાજના  કુલ્ગુરુએ   કીધું કે બાપુ ખીલો બરાબર શેષનાગના  માથા ઉપર ગયો છે.બાપુ એ કીધું કે શેષનાગના  માથા ઉપર ગયો છે .એની ખાતરી શી ?ગોરબાપાએ કીધું કે ખીલો ખેંચીને જોઈ જુવો ખીલો ખેચી જોયો તો એ  લોહી વાળો હતો .આવીજ બરાબર આવીજ વાત જામનગર વસાવવા બાબતની છે.શિવના મસ્તક ઉપર ચંદ્ર રહે છે.એ ચંદ્ર આ ચન્દ્ર છે જે આકાશમાં દેખાય છે કે પછી કોઈ બીજો એની માસીનો દીકરો છે.?પાછા કવિઓ એવું કહે છેકે આખો ચંદ્ર અમૃતથી છલોછલ ભરેલો છે.નાગને સંગીત બહુ પ્રિય છે.મોરલી નાદે નાગ ડોલવા લાગે ,દેશીંગામાં  હું નાનો હતો ત્યારે એક  વાદી આવેલો,   મારા ગામના એક પટેલ મને કહેતા  હતા કે આ વાદી લોકો મોરલી વગાડે એટલે એનો અવાજ સાંભળી નાગ જ્યાં હોય ત્યાંથી આવી જાય .પછી આ વાડી લોકો મંત્ર મારે એટલે નાગ કાબુમાં આવીજાય પછી એ એને પકડીને એને કન્દીયાસ્માં પૂરી દ્યે મેં એ પટેલને કીધું કે આ વાદી નાગને છુટ્ટો મૂકી દ્યે અને પછી મોરલી વગાડે .અને જો એ નાગ મોરલી સાંભળીને નજીક આવે તો હું એને સો રૂપિયા આપું .અને ન આવે તો ગયો ઈ ગયો ઈને પકડવો નહિ . વાદી કહે   બાપુ મોરલી નાદને અને નાગને કઈ લેવા દેવા નથી .પટેલ  વાદીને કહે તું છુટ્ટો મુકીતો જો  હેમત ભાઈને ખાતરી થઇ જાય .  વાદીને   મેં કીધુકે નાગને છુટ્ટો મુક્યા પછી તું એને પકડતો નહિ .પટેલનું  માન  રાખી  નાગને છુટ્ટો  મુક્યો અને મેં વાદીને પાછો લેવા નો દીધો .અને મેં સહુ જુવે એમ પકડીને ધુધવી (નદી)ને કાંઠે મૂકી આવ્યો .એક નાગનો દુહો —-

નાગડા નીહરને બાર રાફડીએ કીં રૂંધાઇ રહ્યો ,તુને મારશું મોરાલીયુંના માર  તો તારી નાડ્યું તૂટશે  નાગડા

પુળા જેવડી દાઢી

      મારા. ભત્રીજા નરેન્દ્રને મેં એક વખત કીધું .નરેન્દ્ર આ વખતે હું જોક કેવાનો છું. એમાં તારી મા અને તારી કાકી(મારી ઘરવાળી )   ને ઝપટે ચડાવવાનો છું.નરેન્દ્ર કહે  મારી માનો જોક કહેતા પેલા સો વખત વિચારજો  કેમકે મારી માં બહુ દખ વાળું માણસ છે .એને દુ:ખ લાગતાં વાર નથી લાગતી . કાકા તમે મને કહો જોઈએ કેવો જોક તમે કહેવાના છો ?અને મેં શરૂઆત કરી .

      એક વખતહું   રેશનીગની દુકાને ઘાસલેટ લેવા માટે લાઈનમાં  ઉભો  હતો .એટલામાં મારા ભાભી અને એની ૨૮ વરસની વાંઢી બેનપણી મારે ઘરે આવી રહ્યાં હતાં, એજમાંનામાં ટેલીફોનની  સગવડ નહિ, એટલે જે કોઈ આવે એ  “અતિથી “તરીકેજ આવે .મેં એ લોકોને આવતાં જોયાં એટલે હું બોલ્યો ભાભી હું તમને પ્રણામ કરું છું.  ભાભી કંઈ પણ પ્રત્યુતર વાળતાં પેલાં બોલ્યાં આ પૂળા જેવડી દાઢી મૂછના કાતરા  રાખ્યા છે તો તમે ભૂંડા નથી લાગતા? કેવા દ્યો મારી બેન ને (મારી ઘરવાળી )

       એમ બોલી એતો ઝડપભેર મારે ઘરે પહોંચ્યાં .   અને પછી મેં  મારી પાછળ ઉભેલા માણસને  કીધું ભાઈ જરા મહેરબાની કરીને મારો નંબર રાખજે , હું હમણાજ પાછો આવું છું. એમ કહી હું તુર્તજ  બાજુ વાળા સલેમાન હજામની પેઢીએ પહોંચ્યો .પોરબંદર રાજ્યના ગામડાઓમાં મુસલમાન હજામો કામ કરતા હોય છે . સલેમાને પ્રશ્ન  કર્યો , આટલી બધી સરસ દાઢી શા માટે કપાવી નાખો છો ?

    મેં કીધું આજ  આ મારી દાઢીના કારણે ત્રણ વીજળીઓ મારા ઉપર ખાબકવાની છે . મારી વાત સાંભરી સલેમાન અસ્ત્રો  સજાવવા માંડ્યો , એટલે મેં કીધું ભાઈ  ફક્ત  માંશીંજ ફેરવી દે જેથી કરીને એવું લાગે કે મેં અઠવાડિયું થયા દાઢી નથી કરી .સલેમાને મશીન દાઢી ઉપર ફેરવી દીધું એટલે પછી હું જલ્દી આવીને મારી લાઈનમાં  ઉભો રહી ગયો .

         ભાભી અને એની બેનપણીએ મારી ઘરવાલીને કીધું .આ મારા બનેવીએ આટલી મોટી દાઢી રાખી છે એ તમને ગમે છે ?મારી ઘરવાળીએ જવાબ દીધો એ દાઢી રખાવતાજ નથી ,અને મને પૂછ્યા વગર  દાઢી તો શું કાંખ ના વાળ પણ નો રાખી શકે  બેન તુને બે તારા આવ્યાં લાગે છે . ભાભી બોલી હાલો તમને નજરે દેખાડું પછી તો તમે માનશોને?

         અને પછી ત્રણેય જણીયુ  હું જ્યાં ઘાસલેટ લેવા લાઈનમાં ઉભો હતો .ત્યાં આવ્યું , અને ભાભી બોલી જોયું .તમારી બીકે દાઢી કપાવી આવ્યા લાગે છે .મારી ઘરવાળી બોલી ઈ તો આળસુના પીર છેને એટલે અઠવાડિયું થયા  દાઢી નથી કરાવી .એટલામાં  ભાભીને બેનપણી વાંઢી બોલી મને કહે એય  તમારું ખમીસ કાઢો હું તમારી કાંખ  જોઈ લઉં  એ સાફ રાખો છોકે પછી ત્યાં પણ વાળ વધવા દ્યો છો ?

        અને પછી મને પણ ઘાસલેટ મળી ગયું હતું એટલે સૌ સાથે ઘરે આવ્યા . ભાભીને હું એકલો મળ્યો ત્યારે ભાભી બોલ્યાં  આ ખરા તમે મારી બેન ને શીશામાં ઉતર્યા છે . મેં કીધું ભાભી એનીએ ત્રણ વરસ થયા મારા મોઢા સામે જોયું નથી જો જોયું હોય તો ખબર પડેને કે દાઢી છે કે નથી .

       મારી વાત સાંભરી નરેન્દ્ર બળ્યો કાકા તમે આવો જોક કયો તો  તમે જમવા બેસો ત્યારે તમારા ભાનમાં જડી રોટલી પીરસે.

ઉર્દુ ભાષા વિષે

ઉર્દુ ભાષા વિષે
ઉર્દુ ભાષા એ કોઈ એક જાતિ કે ધર્મ વાળાઓની ભાષા નથી .એ ભારતમાંજ મુસલમાન રાજ્ય કર્તાઓના સમયમાં નવી બનાવેલી ભાષા છે .આ ભાષામાં વ્રજ  ભાષાના બોજ્પુરી ભાષાના  અને એવી બીજી ઘણી ભારતમાં બોલાતી જૂની ભાષાના શબ્દો છે. અરે અપભ્રંશ થએલા ઈંગ્લીશ, પોર્ટુગીઝ ,ગ્રીક વગેરે ભાષાઓના શબ્દો પણ ગોઠવેલા છે .આપ સહુ જાણતાજ હશો પણ કોઈ નજાણતા હોય એવા સ્નેહીઓ માટે હું જેના તેના પાસેથી થોડું ઘણું પૂછી પૂછીને શીખ્યો છું એ રજુ કરું છું .બનવા જોગ છે કે એમાં કઈ મારી ભૂલ પણ થતી હોય .તો આપ જ્ઞાની માણસો મારી ભૂલો તરફ ધ્યાન દોરવા કૃપા કરશો .
ઉર્દુનો અર્થ  છાવણી અથવા છાવણીની બજાર એવો થાય છે .અને આ ઉર્દુ શબ્દ તુર્કી ભાષાનો છે .ઉર્દુ ભાષામાં વધુ પડતા શબ્દો અરબી અને ફારસી છે અને આ ભાષા ઇસુ ખ્રિસ્ત થી
પણ પહેલાં લોકો બોલતા આવ્યા છે અને આ સમયના લોકો મૂર્તિપૂજક અને અગ્નિ પૂજક હતા .ફારસી શબ્દ ઈરાનમાં અરબોનો પ્રવેશ થયા પછી અરબોએ પાર્સીનું ફારસી કરી નાખ્યું છે .કેમકે અરબી ભાષામાં “પ”નો ઉચ્ચાર વાળો અક્ષર નથી ,એટલે એલોકોએ પારસીને બદલે ફારસી કરી નાખ્યું . હાલ અરબ દેશોમાં  “પીઝા હટ”છે તેને અરબી ભાષા બોલનારા  બીઝાહત  કહેછે .કેમકે “પ”નીજેમ “ટ” ના ઉચાર વાળો   અક્ષર પણ નથી .”ચ” ના ઉચાર વાળો અક્ષર પણ અરબીમાં નઅરબ લોકો ચાય (ચા)નો ઉચચાર શાય
કરે છે. આ થોડું આપની જાણ ખાતર થોડું કીધું .
અત્યારે અરબી, ઈરાની , દેશો  ખનીજ ઓઈલ ના લીધે ઘણા આગળ પડતા છે .પણ જુના વખતમાં ગરીબ હતા. આસમયે ભારતમાં નોકરી અર્થે આવતા બાદશાહો એને લશ્કર માં
ભરતી કરતા .જ્યાં જ્યાં છાવણી પડે. તેની નજીકમાંસ્થાનિક  લોકો પોત પોતાની વસ્તુઓ વેંચવા આવથી .એટલે તા .અને સિપાઈઓ વસ્તુ ઉપર આંગળી ચીંધી પોતાની ભાષામાં વસ્તુનું નામ બોલતા  પરિણામ એ આવ્યું કે સ્થાનિક લોકો  લશ્કરી લોકોની ભાષા બોલતા શીખી ગયા .અને આરીતે શમ્ભુ મેળા જેવી ભાષા બોલાવા લાગી .પછી એ સમયના વિદ્વાનોને
વિચાર આવ્યો કે  આવી ખીચડી ભાષાને પધ્ધતિ સરનું ભાષાનું રૂપ આપ્યું હોય તો કેવું ?અને છેવટે એક નવી ભાષાનો જન્મ થયો .એની લીપી ફારસી રાખવી એવું નક્કી થયું
અને બોલવાની રીત દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષા કે જે ખડી ભાષા ના નામે  ઓળખાતી .ભાષાની રાખી .અને વખત જતા એટલીતો લોક પ્રિય થઇ કે  ગુજરાતી ગામડિયા લોકો પણ બોલવા માંડી ગયા અને ઈ.સ. ૧૯૯૯ માં ગુજરાત સરકારે ઉર્દુ  ગુજરાતી dixneri  બહાર પાડી .જય જય ગરવી ગુજરાત

बकरीया चराई

 बकरीया चराई

સરદાર નગર પોલીસ સ્ટેશન માં  મારી બદલી થઇ , તે વખતે એ વિસ્તારમાં એર પોર્ટ થી ઉત્તર દિશામાં  બાવળ , આંબા , બોરડી . વગેરેની ઝાડી  હતી . મેં વિચાર કર્યો કે અહી બકરાં,રાખવા જેવું છે .અને મેં બકરીઓ રાખી . મેં નક્કી કરેલું કે બકરીનું દૂધ તેનાં બચ્ચાં પીએ અને  વધે ઈ આપણે વાપરવું  પણ એક પૈસાનું વેચવાનું નહિ ,મારી પત્ની બકરીઓને

ચરાવવા લઇ જાય ,દીકરા નવરા હોય ત્યારએ  દીકરા    ચરાવવા લઈજાય .અનુકુળતાએ  હું પણ બકરીઓ ચરાવતો .પોલીસ વાળાનું કુટુંબ બકરીઓ ચરાવે એ તો न भूतो न भविष्यति જેવી
વાત હતી .પણ બાળ બચ્ચાંને સારો પોષ્ટિક ખોરાક મળી રહેતો એટલે અમે ખુશ હતાં .   બધી પ્રોપર્ટી સરકારી હતી . સિઝનમાં  સરકાર તરફથી ઘાસની હરરાજી થતી .એટલે કોઈ
ઢોર પ્રવેશે નહિ એના માટે   હરરાજીથી  ઘાસ ખરીદનારાઓ .ચોકીદારો રાખતા  પણ અમારી બકરીઓ બાબત કોઈ ચોકીદાર બોલે નહિ .કોઈ અજાણ્યો ચોકીદાર હોય તો મારે એને
કહી દેવું પડે કે આ  બકરીઓ મારી છે .એટલે કોઈ કશું કહી નો શકે , છેલ્લે છેલ્લે  મારી પાસે ૨૬ બકરીઓનું ટોળું થઇ ગએલું .
બકરીઓની વધુ પડતી કાળજી મારી વાઈફ  લેતી .એક વખત શાંતિ  ભવાન નામના છારાને ચોકીદાર તરીકે રાખ્યો .એ બકરીઓને કાઢી મુકતો .એટલે મારે એને પોલીસની અને કાઠીયાવાડી  ભાષામાં સમજાવી દીધેલો એટલે પછી કશું બોલે નહિ ,અને ઉલટાનો બકરીઓનું ઘણી વખત દયાન રાખે ,ઘાસના કોંટાકતારો  ત્રણ જણા હંમેશને માટે રહેતા ૧ બ્રાહ્મણ ૨ પટેલ ૩ તાજ્મામદ કરીને અફઘાન , તાજમામદ છોકરાઓને  બકરીઓને ડબ્બામાં  પૂરી દેવાની ધમકી આપે .અને બકરીઓને જાતે કાઢી મુકે .તાજ્માંમદ ઘોડા ઉપર આવતો તે જરાક આંધા 

વિસા  જેવો હતો .એટલે એ થોડો દુર નીકળી ગયો હોય .તેજ ક્ષને છોકરાઓ બકરીઓને ચરાવવા મંડી જાય .એક વખત મેં એને કીધું કે બકરીઓ મારી છે .અને તે ઘાસ નથી ખાતી ખાલી બોરડી નાં પાંદડા ખાય છે .તાજ્માંમદ  મને કહે बाबा हमने पैसे खर्चे है .इसमें घास बी आता है और बोरडी बी आजाती है .પછી  છોકરા  તાજ્માંમદ ને બેવકૂફ બનાવીને બકરી યો ચરાવતા .તાજ્માંમદનેઆવતો જુવે એટલે એટલે બકરીઓ કાઢવા માંડે તાજ્માંમદ મને કે બકરીઓ કાઢી રહ્યા છે .એટલે તાજ્મામદ  રાજી થાય .અને એજતો રહે , એટલે છોકરા કે મારી વાઈફ તુર્તજ બકરીઓ ઘુસાડી દ્યે .અત્યારે મારા દીકરા બેઉ  અમેરિકામાં સારી રીતે સ્થિર થએલા છે .
દૂધ અમે જરાય વેચતા નહિ .બકરીના બચ્ચાં  ધાવે અને બીજું દૂધ અમે વાપરીએ .અત્યારે મારા દીકરાઓને પૂછો કે તમને સરદારનગર ગમે કે અમેરિકા તો તેઓ જવાબ દેશે કે  સરદારનગર જેવો જલસો અહીનથી. અહી પૈસા છે અને પૈસાથી ઘણું ખરીદી શકાય છે .અમે ઉઘડે પગે બકરીઓ ચરાવતા  પણ ત્યાં માનસિક આનંદ ભોગવતા હતા એ અહી નથી . 
 

પોલીસની ભલમનસાઈ

એક જમાનામાં અનાજની ખેંચના કારણે એવા કાયદા કરેલાકે  અનાજ (ઘઉં,બજારો, જાર  ,ચોખા વગેરે )શહેર બહાર જાય નહિ અને શહેરની અંદર આવે પણ નહિ.અને જો પકડાય જાય તો પોલીસ કેસ થાય .
એક વખત અમદાવાદના એલીસબ્રીજ રેલ્વે સ્ટેશને રેલવેના પેસેન્જરની પોલીસ ઝડતી લેતા હતા ,એમાં એક બાઈ પાંચશેર બજારો લઈને પોતાના માવતરે સુવાવડ કરવા ,આવતી હતી.
તે પકડાની.પોલીસે  એ બાઈના ઉપર કેસ કરવાનું વિચાર્યું.  એકજ સેકન્ડમાં બાઈએ પોતે પહેરેલો સોનાનો દોરો પોલીસને આપ્યો અને કેસ નકારવા વિનતી કરી  . ઘભારએલી બાઈને
જોઈ , પોલીસે દોરો પાછો બાઈને આપ્યો .અને સુરક્ષિત  બાઈને જ્યાં જવું હતું ત્યાં પહોંચાડી .
૨ ) ૧૯૬૯ માં કેનેડામાં વિશ્વ મેલો થયેલો ,હું મારો ભાઈ અને એની વહુ મેળો જોવા ગયા .મેળો જોયા પછી  રાતવાસો રેવા માટે મોટેલની તપાસ આદરી પણ કોઈ મોટેલ માં જગ્યા હતી નહિ .મોટેલની તપાસમાં અમે ૬૦ માઈલ. જેટલું ફર્યા .હઈશું પણ ક્યાય મેળ પડ્યો નહિ. એટલે અમો  amaari voks vegen કારમાં એક પાર્કિંગ લોટમાં  સુતા .હું ડ્રાઇવરની સીટમાં આગળ અને મારો ભાઈ અને એની વહુ  પાછળની  સીટો પાડીને  સુતા .રાત્રે પોલીસ આવ્યો .કારમાં આહિસ્તા ટકોરો મારીને મને ઉઠાડ્યો .અને પાર્કિંગ લોટમાં કાર રાખીને કેમ સુતા છો ?એમ પૂછ્યું .મેં એને સંતોષકારક જવાબ આપ્યો. એટલે  પોલીસ બોલ્યો .રાત શાંતિથી અહી વિતાવજો પણ સવારે નીકળી જજો .એમ કહી એ જતો રહ્યો .
સવારે અમો જવા ravana થયાપણ ભૂલા પડ્યા .પોલીસ ને હાઇવે જવા માટે રસ્તો પૂછ્યો .પોલીસને લાગ્યું હશે કે આ લોકો હાઇવે સુધી પહોંચવા જતા ભૂલા પડી જશે ,એટલે તે અમને હાઇવે સુધી મૂકી ગયો .અને”  ગુડ લક ” કહી જતો રહ્યો.
હું બીજી વખત અમેરિકા આવ્યો ત્યારે મેં નિશ્ચય કરેલોકે મારે  કામ ચલાવ ઈંગ્લીશ ભાષા શીખી લેવી  છે .અને  નોકરી કરીને પોતાના પગભેર રહેવું છે .અને મારીજ કમાણીના પૈસાથી
ઘર ખરીદવું છે .અને કાર પણ ખરીદી લેવી છે .અને પાકું  ડ્રાયવર લાયસન્સ મેળવી .જાતે કાર ચલાવવી છે .
સ્ટેરીંગ મારા હાથમાં રમતું હોય મારી બાજુની સીટમાં મારી ઘર વાળી બેઠી હોય મને ડ્રાયવીંગ કરવામાં  સમજ્યા વગરની  ખોટી સાચી સુચના આપતી હોય .આવી પણ મારી ઈચ્છા હતી તે  પરમેશ્વરે પૂરી કરી.
અહી  ડ્રાયવીંગ માટેનું પાકું લાયસન્સ  મેળવતા  પહેલા લેખિત પરિક્ષા  આપવાની હોય છે .મને પરિક્ષા આપવા જવા માટે મારા શેઠે પગાર કાપ્યા વગરની રાજા આપી .
હું સારા ટકે પાસ થઇ ગયો .શેઠે મને કહેલું કે પરિક્ષનુ જે પરિણામ આવે .એ બાબતની વાત સૌ પ્રથમ મને કહેજો .
પરિક્ષક અધિકારીએ  હું સારા ટકાએ પાસ થયો છું એવું કીધું .આ પાસ થવાનો શબ્દ મને પાછો સાભારવાનું મન થયું . એટલે તે અધિકારીને પૂછ્યું ? શુકીધું  ? એણે ફરીથી મારો વાહો થાબડીને કીધું તમે સારી રીતે પાસ થયા છો.
અહીંથી મેં શેઠને  પાસ થયાના ખુશું સમાચાર આપ્યા .શેઠ બહુ રાજી થયા અને તુર્ત કેક મગાવી. મારી નાનકડી પાર્ટી રાખી .
પછી હું કાર ચલાવવાનું શીખવા માંડ્યો .શીખાડું ડ્રાયવર જયારે કાર ચલાવે ત્યારે પાકા લાયસન્સ વાળો ડ્રાયવર બાજુની સીટમાં બેઠેલો હોવો જોઈએ ..એક વખત હું કાર ચલાવતો હતો, મારી બાજુમાં મારો ભાઈ બેઠો હતો .હું બહુ ધીમી કાર ચલાવતો હતો .એટલે પોલીસે મને ધીમી કાર ચલાવવા બાબત પકડ્યો .પણ અમને  શીખવ માટેની  પ્રેક્ટીસ કરવા વિશાલ પાર્કિંગ લોટમાં જવું એવી શિખામણ આપી જતો રહ્યો .
હમણા બે દિવસ પેલા  મારો અશક્ત ભાઈ કેજે બહુ ચાલી પણ શકતો નથી .તે રાતના કાર ચલાવીને એકલો  ખરીદી કરવા ગયો . અને ભૂલો પડ્યો ,કંઈ દિશા સુજે નહિ .કાતિલ ઠંડીની રાત  રખડી રખડીને રાતના કોકના આંગણામાં કાર પાર્ક કરી અને સવાર પડવાની વાત જોતો કારમાં બેસી રહ્યો .સવારે ઘર માલિક ઉઠ્યો .અને પોલીસને ખબર આપી .અને પોલીસ  ઘેર આવીને મૂકી ગયો .સેલ ફોનનો યુગ  આજમાનામાં છે . દેશીન્ગાના પોલા રબારીના પંદર વરસના છોકરા પાસે  સીલ ફોન હશે .પણ મારા ભાઈ કે એની અમેરિકન વહુ પાસે સેલ ફોન નથી . આથી વધારે નવાઈની વાત તમને બીજી કઈ કહું .

અંબાજી પોલીસ સ્ટેશન

અંબાજી પોલીસ સ્ટેશન
અંબાજી માં અમદાવાદથી આવેલા અને ગુજરાતના બીજા જીલ્લાઓમાંથી  આવેલા પોલીસો ધીમે ધીમે પાલનપુર અને એવે બીજે ઠેકાણે જતા રહેલા એટલે બહારથી આવેલાઓમાં અંબાજીમાં ફક્ત એકલો હુંજ રહેલો ,અને બાકીના સ્થાનિક પોલીસોજ રહેલા .એક ફોજદાર અને એક જમાદાર તરીકે ઓળખાતો માણસ અને થોડા પોલીસવાળા હતા .ફોજદાર અને જમાદાર તરીકે
જે હતા એલોકોએ કાયદાની બુકો સાધારણ વાંચેલી .આસિવાય બીજું કોઈ જાતનું ખાતાકીય જ્ઞાન નહિ કેમકે તેઓને દરબારે સીધાજ નીમી દીધા હોય છે .એના પાસે ધોકાની આવડત અને આદિવાસી લોકોને દબાવવાની આવડત .અમને અમદાવાદ જેવા શહેરોમાંથી નવા આવેલા પોલીસોને ખાસ ભલામણ કરેલીકે આદિવાસી પ્રજા સાથે ભળવું નહિ .અને મોએ ચડાવવા નહિ .સ્થાનિક વેપારી વર્ગ અને બીજા લોકો પણ આદિવાસી પ્રજા સાથે કામ પુરતો વહેવાર રાખવો એવી ભલામણ કરેલી . મને આવું નાગમતું , એટલે હું બહુ ભાળીને એલોકો સાથે રહેતો અને તેઓ સાથે ઓરમાયું વર્તન રાખતો નહિ .
પોલીસને નોકરી જેવું કઈ લાગે નહિ .થોડા દિવસોમાં ફોજદારની બદલી હડાદ ગમે થઇ .હુંતો આડી વાસીના ગામડાઓમાં રખડ્યા કરતો .હથિયારમાં અમદાવાદ સીટી પોલીસની જેમ ફક્ત બેટન કમરે લટકાવીને ફરવાનું નહિ .હું તો બંધુક લઈને ફરતો .દરેક આદિવાસી પાસે ઉપર ભરવાની બંધુક રહેતી .એમને લાયસન્સની જરૂર રહેતી નહિ .
બહારથી આવેલા પોલીસોને આદિવાસી પ્રજા “કોન્ગ્રેસેરા સિપાઈ “તરેકે ઓળખતી,બહુ અલ્પ સમયમાં હું આદિવાસી પ્રજામાં ઓળખીતો અને માનીતો થઇ ગએલો ,
થોડા વખતમાં દિનુભાઈ ઓઝા સબ ઇન્સ્પેક્ટર તરીકે આવ્યા .અને સુરતથી  થોડા પોલીસો આવ્યા .આદિવાસી કોઈ ફરિયાદ લઈને આવે તો દિનુભાઈ મને બોલાવે .અને હું જે રીતે ફરિયાદનો નિકાલ કરવો હોય એ રીતે કરી નાખતો .અને દીનું ભાઈને મારી વાત મંજુર રહેતી .
આ સમયે  આબુરોડથી અંબાજી સુધીની બસો દોડતી એનો માલિક પારસી હતા .બસો સિવાય એની ટેક્ષી પણ ચાલતી .પોલીસનો સામાન્ય માણસ જરૂર પડ્યે , ટેક્ષી નો ઉપયોગ કરી શકતો  અને એ પણ કાનામાતર વગર (મફત )બસમાં તો મફત ફરવાનું .અંબાજી નજીકનું ગામ કુંભારિયા ,કે જ્યાં સરસ કોતરકામ વાળું જૈન મંદિર છે .દાંતા રાજ્યના વખતમાં એ મંદિરને ફરતી દીવાલ નોતી  આઝાદી આવ્યા પછી  મંદિર ફરતી મોટી બધી દીવાલ ચણી લીધી છે.
અંબાજી નજીક  રીછડી , કોટેશ્વર ,પાન્સા.વગેરે ગામો છે .
આપણે લોકો  આદિવાસી પ્રજાને  એકજ જાત સમજીએ છીએ પણ એવું નથી .કુંભારિયા અને નજીકના ગામના રહેવાસી પોતાને ગરાસીયા તરિકે ઓળખાવે છે .રીંછડી અને  પાનસા વગેરે ગામમાં રહેતા લોકોને ગરાસીયા તરીકે ઓળખાવતા  લોકો ભીલ તરીકે ઓળખે છે પણ આ ભીલ લોકો પોતાને ગામેતી કહેવડાવે છે . ગરાસીયા લોકો ગાય,બળદ ,રોઝ (નીલગાય ) નું માંસ નથી ખાતા ઉપરાંત સફેદ રંગનું ઘેટું કે બકરા નું માસ નથી ખાતા  અને દુધી સફેદ હોવાથી દુધી પણ નથી ખાતા .
ગામડાઓમાં  કુમ્ભારીયાના   પટેલનો દીકરો કિશનો .રીછડીનો સુતારી કામ જાણનાર કિશનો પારગી ,કોટેશ્વરનો ચુનીયો ગમાર આલોકોનો પ્રેમભાવ મને હજી યાદ છે .અંબાજીમાં નોકરી જેવું તો કઈ લાગેજ નહિ.પણ મારા દીકરા દીકરીઓના ભવિષ્ય નું ધ્યાન રાખી ,હું બદલી કરાવીને અમદાવાદ આવી ગયો .અમદાવાદ શહેરમાં હું રહેતો હોઉં તો મારા સંતાનો ઘરે રહીને કોલેજોમાં ભણવા જઈ  શકે. અને ફક્ત આજ કારણસર હું  અંબાજીનો જલસો છોડી , અમદાવાદની  હાડમારી ભરેલી નોકરી કરવા અમદાવાદ આવ્યો .અંબાજીથી અમદાવાદ આવ્યે ,વરસો થઇ ગયા .પછી એક વખત હું મારા દીકરા હરગોવિંદ કે જે  ન્યુ જર્સીમાં રહે છે ,અને સેવાભાવથી રેડિયો ઈન્ટરનેટ ઉપર ભારતીય સંગીત રજુ કરે છે.અહે એ દેવ જોશી તરીકે ઓળખાય છે. એને લઈને હું અંબાજી આવ્યો .આવખતે હરાગોવીન્દની ઉમર સાતેક વરસની હશે .અમો બાપ બેટો  આજુબાજુ જંગલમાં રખડીને ચુનિયા ગમાંરના ઘરે આવ્યા .
અમો ઓચિંતાના અતિથી તરીકે ચુનિયાને ઘરે ગયા ,ચુનીયાના હરખનો પાર નરહ્યો .તાત્કાલિક એની વહુએ ઘઉં  દળ્યા અને લોટ તૈયાર કર્યો ગોળ ઘી નાખીને સુખડી બનાવી અને શાક બનાવ્યું .અમે જમ્યા .
હરગોવિંદ એના ઘરમાં જઈને બાળ સહજ સ્વભાવ પ્રમાણે વસ્તુઓ આડી અવળી કરવા માંડ્યો .હું ખીજાણો અને હર્ગોવીન્દને ઘર બહાર નીકળવાનું કહ્યું . ચુનીયે મને હાથ જોડીને કહ્યુકે બાબાને  જેમ કરે તેમ કરવા દ્યો .હું શાંત રહ્યો એટલે હરગોવિંદ ફરીથી એના ઘરમાં ઘુસ્યો અને ચુનીયનું ધનુષ્ય બાણ ઉપાડી લાવ્યો અને મને દેખાડ્યું .ચુનીયાએ હરાગોવીન્દને પુછ્યું તને ગમે છે ? હર્ગોવીને હાપાડી એટલે ચુનીયો કહે તું લઈજાજે .મેં ચુનિયાને નાપાડીકે અમારે કઈ જોતું નથી .
ધનુષ્ય બાણને આલોકો ધુનરી કહે છે .  મેં ચુનિયાને હાથ જોડીને કીધું કે ભાઈ એને કઈ આપવાનું નથી .છતાં ચ્નીઓ માન્યો નહિ .અને અમારે બસની ઉપર બાંધીને મહામુશીબત્ર ઘર ભેગું કર્યું .અને આખર  એ  ધુનરી સાચવાનને અભ્હાવે ધૂળ ધાની થઇ ગઈ .
કોઈ અનુભવીએ કીધું છેકે મુંબઈ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પ્રેમભાવ છે એનાથી ઘણો વધારે નાના શહેરોમાં છે. અને નાના શહેરોથી વધારે પ્રેમભાવ ગામડાના લોકોમાં છે .અને ગામડાના લોકોથી વધારે પ્રેમભાવ જંગલમાં વસતા લોકોમાં છે .
જેને ક્યેછે નિખાલસતા ,જેને ક્યે  છે પ્રેમભાવ
કુબોમાં હશે પણ પાકા મકાનોમાં નથી
.

અંબાજી પોલીસસ્ટેશન

 bharat svatantrthaya pachhi  palanpur ,danta vagere rajyo akhil bharatmaa jodai gaya .ane vistarne banaskantha jillo banavyo ane tyana d.s.p tarike shri buch sahebni nimnuk thai .buch sahebe andavad vagere shaheromaanthi poliso magavyo ,je lokone potani ichchhathi javu hoy evaoe javanu hatu me banaskanthamaa javani khushi darshavi etle mane mokalyo .buch sahebe mane અંબાજી પોલીસ steshanmaa mukyo .aavakhate  hu police consteble  hato .ahi khumansing karine danta rajyno police .sub. inspectar hato ene  amdavadi પોલીસ pasethi kevirite kam levu eni aavadat nahi .danta maharajae fojdar banavi didhelo koi jatha kaydaanu gnan nhi .

mara vahala vachak vargni xamaa maagi maare lakhvanu bandh karavu padshe kemke computer  gujrati axaromaa nathi lakhi aaptu  etle fari koi vaar malishu.

ગુંદ માટે

હું નાનો બારેક વરસનો હતો, ત્યારે બાવળના ,લીમડાના ગુંદ ખાવાનો શોખીન હતો .બાવળના કે લીમડાના થડમાં છેદ કરો એટલે બીજે દિવસે નરમ નરમ ગુંદ પૈદા થાય .આવા  ગુંદને
બે ચાર દિ ન કાઢીલ્યો તો આવો ગુંદ કઠણ થઇ જાય ,અને ખાવાની મજા આવે .પણ આટલી ધીરજ પોસાય નહિ .જો ધીરજ રાખવા જઈએ તો કોક વેલો ઉઠીને ગુંદ લઈલ્યે ,અને આપણી છેદ કરવાની મેનત  માથે પડે .
એક દિ મને વિચાર આવ્યો કે જો ઉંચી ડાળ ઉપર કાપો કર્યો હોય, તો કોઈની  નજર  નો પડે , એટલે કોઈ લઇ નો શકે ,અને આપણે એકલા એકલા ખાઈએ .અને પછી તો બાપુ વિચાર  અમલમાં  મુક્યો .લીમડાનું ઝાડ દરબારગઢમાં  હતું .એટલે બહુ સાવચેતી પણ રાખવી પડે .
મોકો જોઈ હું લીમડાના ઝાડ ઉપર ચડ્યો . અને ઉંચી ટગલી  ડાળે પહોંચ્યો , અને કાપો કરવા માંડ્યો, લીમડો બહુ બટકણો   હોયછે .એની ડાળ જલ્દી  ભાંગી જતી હોય છે .એટલે મારા વજન  અને કાપ કરવાને કારણે  ડાળ ભાંગી .હું  ડાળ ભેગો નીચે પડ્યો .મારા પડવાના અવાજ ના કારણે બપોરની નિંદ્રાધીન  બાપુના નોકરો જાગીગયા .મને   બેભાન અવસ્થામાં જોયો.
મારા બાપને ખબર આપી .મારા બાપા આવ્યા. અને પછીતો માણસોનું ટોળું  ભેગું થઇ ગયું .અને મને આઠ માઈલ દુર  દિવાન ભાઈ વૈદ્યને ત્યાં લઇ જવામાટે તૈયારી કરી .એટલામાં એક વડીલ આવ્યા .એણે  સલાહ આપીકે આને  દાકતર પાસે લઇ જશો તો દાકતર એક કાઢશે, અને આઠ ઘાલશે .માટે દાકતર પાસે લઇ જવાનું માંડી  વાળો .મારી પાસે ઘણાય ઉપાય છે .એમ કહી એ બોલ્યો.કોક ધમા ડોહાની  હાટડી એથી  ખોરું નાળિયર લઇ આવો, અને  ભીમડા ચમારના કુંડનું પાણી લઇ આવો .અને ભેગા ભેગો એક ફાટલો જોડો લેતા આવજો  .
બધી વસ્તુ આવી .અને જાણકાર વડીલે ધરાર ખોરા નાળીયેરનું પાણી મને પીવડાવ્યું .અને ચમારના કુંડનું પાણી માથા ઉપર રેડ્યું .અને મારું મોઢું દબાવી રાખી ,ઉકરડેથી લઇ આવેલા
ગંધારા ફાટલા જોડાને સુન્ઘાડ્યો .માથા ઉપર ચમારના કુંડના પાણીની  ધારા વાડી ચાલુજ હતી .થોડી વારે હું ભાનમાં આવ્યો .મારી માએ બકાદીયું ભરીને શીરો બનાવેલો .જે મને ખવડાવ્યો ,અને માણસો જે ભેગા થએલા એ સૌને થોડો થોડો શીરો ખાવા  આપ્યો . અને જાણકાર વડીલને મારા ઘરના અને બીજા સૌ એ  શાબાશી આપી .