Category Archives: સમાચાર

આતાવાણી – નવા ક્ષિતિજમાં

‘આતા’ની વિદાય ના માતમને એક મહિનો પૂરો થયા પછી…

‘આતા’ અને ‘આતાવાણી’ના ચાહકોને ખુશ ખબર…

આતાવાણી જિવંત રહેશે.

‘આતાવાણી’ના સંચાલક તરીકે સૌ મિત્રો અને વાચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આતાની ત્રીજી પેઢીના હોય તેવા, માત્ર એકત્રીસ વર્ષના  શ્રી. મૌલિક રામી આજથી ‘આતાવાણી’ ના તંત્રી તરીકે જોડાયા છે.

     નેટ જગત પર મૌલિકનો પરિચય આપવાનો ન જ હોય.  પણ આ રહી એ તરવરતા તોખારની વેબ સાઈટ –

maulik_1

આ ‘લોગો’ પર ‘ક્લિક’ કરો.

મૌલિકના વિચારોની એક ઝલક…

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

    વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
      નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
     મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
     કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
     વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
    કારણકે,

વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિકના રૂપાળા વિચારોનો એથી ય  રૂપાળો દેહ –

mau12

છેલ્લે…… નોંધી લેવા જેવી વાત –  મૌલિકનો ખાનદાની વ્યવસાય છે – ફૂલો વેચવાનો. અને મૌલિકનો વ્યવસાય છે -પશ્ચિમી સંગીતની સાધના, શિક્ષણ અને પ્રસાર ! જર્મનીમાં તેણે આ અંગે તાલીમ લીધેલી છે.

આટલી ઓળખ પછી…… હવે પછીની સામગ્રી મૌલિક રામી જ અહીં આપશે.

આતા નથી, પણ…..

      આતા નથી,  પણ…..

આતાવાણી છે!

કાળા નહીં …. આતાને બહુ ગમતા ફૂલ ગુલાબી અક્ષરે…. આતાવાણી છે  જ !

     આતાનો આ લખનાર ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તેમણે તેને આતાવાણીનો માત્ર તંત્રી જ બનાવ્યો ન હતો. એમની અસીમ કૃપાથી આ જણ એનો સંચાલક છે.

      એ પદની આમન્યા અને ફરજ જાળવીને નીચેના અગત્યના નિર્ણયો….

  1. આતા નથી પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે.
  2. આવતીકાલથી શરૂ કરીને એમનાં સંસ્મરણો અહીં આંતરે દિવસે પ્રગટ કરવામાં આવશે. પહેલું સંસ્મરણ આ જણનું આવતીકાલે…
  3. જે જે મિત્રો, સગાંઓ, સંબંધીઓને આતાના સંસ્મરણો રજુ કરવા હોય, એમના તરફની લાગણી પ્રદર્શિત કરવી હોય તે મને સામગ્રી મોકલશે, તો એ અહીં કોઈ જાતની સેન્સરશીપ/ કાપકૂપ કે સુધારા વિના રજુ કરવામાં આવશે. આ લાગણી અને ભાવની વાત છે, માટે ભાષા બાબત  પણ કોઈ નિયમન રાખવામાં નહીં આવે. અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં લખાણ મને મોકલી આપવા સૌને ઈજન છે.
    sbjani2006@gmail.com
  4. તમારા ભાવને મ્હોરવા દઈને પ્રસિદ્ધ કરવાની સામગ્રી કોઈ પણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે – લખાણ, ફોટા, વિડિયો, ચિત્રો વિ.
  5. ૧૫ મી ફેબ્રુઆરી સુધી આ સિલસિલો જારી રહેશે. તે બાદ આતા જીવતા હોત, તો તેમને પસંદ આવે તેવી સામગ્રી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
  6. જો કોઈને આતાવાણીનું તંત્રીપદ સ્વીકારવા અને એ જવાબદારી અદા કરવા મરજી હોય,  તો તે આ લખનારને જણાવે. એમને સાથી બનાવવાનું ગમશે.
  7. આ ઉપરાંત… ‘આતાવાણી’ને જિવંત રાખવા તમારાં સૂચનો પણ અહીં પ્રતિભાવ રૂપે આપી શકો છો.

418493_398735700152681_1826065604_n

કઈ દિશામાં જઈ રહ્યા છો? આતા!
સ્વર્ગ સર કરવા? !

આતા હવે નથી

aataa

સૌ નેટ મિત્રોને આઘાત આપે તેવા સમાચાર.

મિત્રો,
      હમણાં જ દેવ જોશી નો ફોન હતો.

      એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે  જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.
– પ્રવીણ શાસ્ત્રી.

મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.

આતા  મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.

પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.

આતાનો પરિચય…

જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ ‘ આતાવાણી’

તેમની જીવનકથા – તેમના શબ્દોમાં

૯૦ વરસના જુવાનનો પરિચય આપતો એક લેખ

શ્રી.પી.કે.દાવડાએ લખેલ સરસ લેખ

———–

ઉપનામ

  • આતાઈ

જન્મ

  • ૧૫, એપ્રિલ-૧૯૨૧, દેશિંગા ( તા. માણાવદર, જિ. જૂનાગઢ )

અવસાન

  • ૧૫, જાન્યુઆરી -૨૦૧૭, મોરિસ ટાઉન, ટેનેસી

કુટુમ્બ

  • પિતા – જટાશંકર; માતા – ઝવેરબેન; ભાઈ – પ્રભાશંકર; બહેનો – હેમકુંવર, સ્વ. રાધા, સ્વ. માણેક
  • પત્ની– સ્વ. ભાનુમતી; પુત્રો – હરગોવિંદ ( દેવ – તેમનું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન) , સતીશ; પુત્રી– જયા

અભ્યાસ

  • પાંચ ધોરણ સુધી – દેશિંગામાં
  • છ અને સાત ધોરણ – મરમઠ

વ્યવસાય

  • ભારતમાં – ૧૯૪૨ થી ૧૯૪૭ – મિલીટરી, ૧૯૪૭ – ૧૯૬૯ અને ૧૯૭૧ થી ૧૯૭૪ પોલિસ ખાતું
  • અમેરિકામાં – ૧૯૭૪ થી ૧૯૮૫ –  વિવિધ નોકરીઓ, મોટા ભાગે છેલ્લે સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • મિલીટરીમાં હાલના પાકિસ્તાન અને દેશમાં વિવિધ જગ્યાએ જાતજાતના અનુભવો
  • પોલિસ ખાતામાં અમદાવાદ અને અંબાજી ખાતે જાતજાતની કામગીરી, એ દરમિયાન બકરીઓ પણ પાળી હતી.
  • અમેરિકા આવ્યા  બાદ સાહિત્ય રસ કેળવાયો અને ઉર્દૂ અને અરબી ભાષા પણ શિખ્યા. ઉર્દૂ લીપીમાં પણ લખતાં શિખ્યા.
  • આશરે ૪૦ વર્ષથી અમેરિકા રહેતા હોવા છતાં હજુ અમેરિકન નાગરિક બન્યા નથી.
  • સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ
  • ૧૯૯૬ સુધી ન્યુ જર્સી અને ન્યુ યોર્ક રાજ્યોમાં અને ત્યાર બાદ એરિઝોના રાજ્યમાં વસવાટ

હોબી

  • ખજુરના ઠળિયા, નાળિયેરની કાચલી, વિવિધ ફળની સૂકાયેલી છાલ, છીપ વિ. માંથી માળા, પટ્ટા, ટોપી વિ. બનાવવા
  • વિવિધ ચીજોમાંથી જાદુના ખેલ માટેનાં સાધનો બનાવવા અને બતાવવા
  • સાપ, નાગ, વીંછી જેવા જાનવરોને કોઈ સાધન વગર પકડવા

રચનાઓ

  • અતાઈના અનોખા સ્વાનુભવો, અતાઈના આપજોડિયાં, વડીલોની વાતો, આધી હકીકત  આધા ફસાના

ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

  • ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા
  • ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ
  • ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી
  • ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી
  • ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે
  • ‘અને અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.’ – ઈશ્વર પેટલીકર
  • ‘મહાજાતિ ગુજરાતી’ – ચન્દ્રકાન્ત બક્ષી
  • ‘કોચમેન અલી ડોસા’ – ધૂમકેતુ

        આ અને આવી ઘણી બધી રચનાઓ પચાસ વરસ પહેલાં લખાઈ છતાં…

  • આપણને કેમ ગમે છે?
  • કેમ યાદ છે?  
  • કેમ પોતીકી લાગે છે?
  • કેમ એ હમ્મેશ માટે અમર છે?
 
      આવા વિચારો તમને આવતા હોય તો, એ અંગે રસ સભર જ્ઞાન, ગમ્મત અને ચપટિક શિક્ષણ મેળવવા એક મંચ ઊભો કરવામાં આવ્યો છે. 
 
     એની એક ચિત્ર ઝલક આ રહી….એની પર ‘ક્લિક ‘ કરી ત્યાં પહોંચી જાઓ
Inline image 2
      હાલ આ મચમાં ૬ મિત્રો છે – સાહિત્ય અંગે જાણકારીવાળા, તેમ જ વિનાના. પણ એ સૌને ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય અંગે જાણકારી આપવા/ મેળવવા આ સૌએ કમર કસી છે.
   તમને પણ આ મંચમાં જોડાવા દિલી લલકાર છે.
   તમારા જ્ઞાનનો લાભ આપવા, લાભ મેળવવા જોડાશોને?
    ગૂગલ એકાઉન્ટ હોય તો આ સરનામે લોગ ઈન કરીને જોડાવા માટે અમને જણાવી શકો છો.
   અથવા આ સંદેશ લખનારને ‘હા’ માં જવાબ આપી હાર્દિક આમંત્રણ મેળવી શકો છો.
  કમ સે કમ એક ‘ગરવા ગુજરાતી’ તરીકે આપણી ‘મા’ની અને ‘મા’ જેવી વ્હાલી ભાષાના આ મંચ વિશે તમારા મિત્રો, સગાં સંબંધીઓને જણાવશો ને?
    એટલું જરૂર યાદ રહે કે, 
  • આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી. 
  • કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.

આતાની સાથમાં – સ્નેહભર્યા સંગાથમાં

Pravin_Shastri_2

આતાના અનેક દીકરાઓમાંના એક 

ન્યુ જર્સી નિવાસી

શ્રી. પ્રવીણકાન્ત શાસ્ત્રી

તેમના શબ્દોમાં…

        ઋષિ જીવન જીવતાં આ સંસારી જિવડા સાથે મને ન્યુ જર્સીમાં થોડાક કલાક ગાળવાનો અમૂલ્ય લાભ મળ્યો. ટેનેસીથી એમના પૌત્ર ડેવિડના પરિવાર સાથે આતા ૩૦ ઓક્ટોબર શુક્રવારે ન્યુ જર્સી આવ્યા. માર્ગમાં મારે ત્યાં થોભવાના હતા. કાર તકલીફ ને કારણે એ શક્ય ન બન્યું. એઓ સીધા એમના પૂત્ર દેવ જોષીને ત્યાં જ પહોંચી ગયા.

પછી શું થયું? 

આ ચિત્ર પર ક્લિક કરો

આ ચિત્ર પર ક્લિક કરો

આતાને મળ્યો એવોર્ડ

આતાના વ્હાલા વાચકો,

આનંદો……આનંદો……આનંદો……આનંદો……

    આપણા જાણીતા (બે)ખબર પત્રી શ્રી. ડો. કનક રાવળ પાઠવે છે…..બહુ જ ઉત્સાહ પમાડે તેવા સમાચાર.

એતાન શ્રી હિમ્મતલાલ જોશીની સેવામાં.
આપનો ક્રુપા પત્ર વાંચીને એક અન્ય અનામી મિત્રના પ્રતિભાવો અંહી પાઠવું છું. આ અદભુત સમાચાર તો વધાવી લેવા જેવા છે.

દેશિગાના રાજકુમાર
એક આદર્શ બ્રહ્મચારી
પુરવાર થઈ ગયા છે.

     તેમની સ્ત્રી-પુરુષોના સબંધોની વિગતો ઉપર બ્રહ્માજી સુધી પહોંચી ગઈ હતી એટલે તેઁમણે ચિત્રગુપ્તને સુચના આપી. પરિણામે કુમારશ્રીનું પારખું લેવાના આશયથી ચિત્રગુપ્તે એક આધુનિક અપ્સરાને નખરા કરી તેમને લોભાવવા મોકલી

Apsara

           પણ  તેના મન-વચન-કર્મથી કુમારશ્રી ચલિત ના થયા.

એટલે બ્રહ્માજીએ કુમારશ્રી ને “આદર્શ સર્વોચ્ચ બ્રહ્મચારી સેક્સાચાર્ય” નો ઈલ્કાબ આપ્યો.
DSCN0567

આતાનો સારથી

??????????

ઈ-વિદ્યાલય શરૂ થાય છે.

EV_LOGO4[  આ લોગો પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ. ]

     આજે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિને બાળકો અને કિશોરોના શિક્ષણને નવી દિશા પુરી પાડવાની મહેચ્છા સાથે, ‘ઈ -વિદ્યાલય’ શરૂ થાય છે; ત્યારે એ જાણવાની મઝા આવશે કે,  ‘ ઈ-વિદ્યાલય’નું મૂળ ક્યાં હતું? ક્યાંથી એની શરૂઆત થઈ?

     ઘરે જતા પપ્પાએ કીધેલું કે બેટા, હમણાં ભલે આ બીબાઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો.

     આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઉંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું, હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.

Thanks to dear papa, technology.

હીરલ જ્યારે ૧૦-૧૨ વર્ષની હતી ત્યારનો  એ પ્રેરક અનુભવ અહીં વાંચો.  

સાકાર બનેલું એ સ્વપ્ન આજના સપ્પરમા દિને ઈ-વિદ્યાલયની ઈમારતમાં  જન્મ લઈ રહ્યું છે; ત્યારે…

ઈ-વિદ્યાલય માટે એક દર્શન

      ‘શિક્ષણ એ વિકાસની ચાવી છે.’ – આ બહુ જાણીતું વાક્ય છે. જો કે, વિકાસને માટે જરૂરી બીજાં પરિમાણો પણ હોય છે જ. શિક્ષણ અને તેમાંથી આકાર લેતાં કુતૂહલ, ઉત્સાહ અને શોધ જ્ઞાન અને જાગૃતિની નવી ક્ષિતિજોને આંબવા માટે, નવા સીમાડા અને તેનાં દરવાજા ખોલી દેતાં હોય છે.

    જ્ઞાનના અફાટ મહાસાગરનાં અમાપ ઊંડાણોમાં માનવ મનની ઉર્ધ્વગતિની સાથે સાથે માનવ સમાજોની ઉત્ક્રાન્તિ અનેક વિધ દિશાઓમાં  વધારે ને વધારે જટિલ બનતી રહી છે; અને હજુ ઘણી વધારે તીવ્ર વેગથી તે ઉત્ક્રાન્તિ આગળ ધપી રહી છે.  આજથી પચાસ કે સો વર્ષ પછી, માનવ સમાજોની ગુણવત્તા અને દિશા કેવાં હશે; એનો અંદાજ લગાવવા જઈએ તો ચકાચોંધ બની જવાય એમ નથી લાગતું? અગણિત દિશાઓમાં માનવ મને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ નિહાળીને આપણે આશ્ચર્યચકિત બની નથી જતા?

     સાથે સાથે એ જ માનવ મને પર્યાવરણ, સજીવ સૃષ્ટિ, પ્રાણી આને વનસ્પતિ જગતને – અરે! માનવ સમાજને પોતાને કરેલ પ્રચંડ હાનિ અને સત્યાનાશ જોઈને આપણને અરેરાટી નથી થઈ જતી?

    સંસ્કૃતિના ઉષાકાળથી શાળા શિક્ષણની પ્રક્રિયાઓ માટેનું પ્રારંભિક ધામ રહી છે; અને તેણે માનવ મનના વિકાસના પારણાંની ગરજ સારી છે. એક બાળકને જ્ઞાનના એ મહાસાગરનો એક અંશ માત્ર પણ લઘુત્તમ જરૂરી રીતે આત્મસાત કરવા અને અજાણ્યા સીમાડાઓ ખેડવાની શક્તિ સંપાદન કરવા માટે તૈયાર કરવાનું એક શિક્ષકનું કામ વધારે ને વધારે મુશ્કેલ બનતું જાય છે.

      આની સાથે શિક્ષણની પદ્ધતિનું જે ઝડપથી અને કક્ષાથી અવમૂલ્યન થઈ રહ્યું છે- વિદ્યાર્થીઓને માત્ર સમૃદ્ધિ અને બહારી માન્યતા પ્રાપ્ત કરી લેવાની તકો ઝડપી લેવા અને તેની સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મૂષકદોડ માટે જ તૈયાર કરવાનું તેનું એકમાત્ર ધ્યેય બની ગયું છે –  તે જોઈને આપણને શરમ અને વ્યથા પણ ઉપજવા લાગે છે. બૌદ્ધિક મૂલ્યો અને ગુણોને ઉજાગર કરવાની પાયાની જરૂરિયાત કમભાગ્યે સાવ ગૌણ બની ગયેલી જોઈ; આપણને સકારણ ગ્લાનિ થવા લાગે છે.

      આ સંદર્ભમાં ઈ-વિદ્યાલયના જુસ્સાને સમજવાનો છે. તરોતાજા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, પ્રામાણિક કુતૂહલવૃત્તિ અને સૌથી વધારે અગત્યનાં માનવતા અને નૈતિકતાના મૂલ્યોને ઉજાગર કરવાનું; એને પોષણ આપવાનું, તેનું ધ્યેય છે. નીચેનો વિડિયો આ ઉદાત્ત ધ્યેયને બહુ અસરકારક રીતે સમજાવે છે; એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.

       લન્ડનનાં શ્રીમતિ હીરલ શાહે છેલ્લાં બે વર્ષમાં બનાવેલ ૨૬૦ જેટલા શિક્ષણાત્મક વિડિયો એક અત્યંત સરાહનીય પ્રયત્ન તો છે જ. પણ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ કેટલા પ્રમાણમાં શિક્ષણની આ રીતનું અમલીકરણ કરે છે; અને તે કેટલે અંશે અસરકારક બને છે; તેના આધારે જ આ પ્રયત્નોમાં તેને કેટલી સફળતા મળે છે – તેનું મૂલ્યાંકન થઈ શકે. પણ ઘણી વધારે અગત્યની અને નોંધપાત્ર વાત છે – શિક્ષણની પદ્ધતિની એક નવી દિશા ઊભી કરવાનો  તેનો ધખારો. એક સાચી દિશા માટેનો આ સન્નિષ્ઠ પ્રયાસ છે.

    આજે  ઈ-વિદ્યાલયના તખતા આગળનો પડદો સર્જનાત્મક અને તાજગીસભર નર્તનો માટે આતુરતાપૂર્વક ખુલી રહ્યો છે.એમ બને કે, ઈ-વિદ્યાલય તેના ઉપયોગકર્તાઓ વચ્ચે જે સંવાદ ઊભો કરવા માંગે છે; એના સબબે શિક્ષણની પદ્ધતિમાં નવા રાજમાર્ગો બનવા લાગે.

       આ તખતો મજા, સર્જનાત્મકતા અને તાજા વિચારોને જન્મ આપે તેવી આપણે અભિપ્સા રાખીએ – હજારો સુંદર અને સુવાસથી મઘમઘતાં  પુષ્પો પાંગરે તેવી અભિપ્સા– ‘જીવન શી રીતે જીવાવું જોઈએ?’ તે રાજમાર્ગના બધા દરવાજા ફટાબાર ખુલી જાય એની અભિપ્સા.

———

મિત્રો, 

      એકલી હીરલ કશું કરી ન શકે, ખભેખભો મીલાવી, ભાવિ વારસોની સેવામાં આપણે સૌએ જોડાઈ જવું પડે. ચાલો આપણામાંનુ દરેક જણ આ યજ્ઞની આહૂતિમાં એક એક દાણો ‘સ્વાહા’ કરતા જઈએ.

આભાર ‘વેબ ગુર્જરી’

વેબ ગુર્જરી દ્વારા અપાયેલ સન્માન પત્ર

??????????

સુરેશ જાનીને સ્વસ્તિ પત્ર

  સપ્રેમ – કરા ઉવાચ

      રોસ્ટિગ યાને ફિલમ ઉતારી યાને રેવડી ઉડાડી યાને બોરકુટો કર્યો તે યાત્રામા  હિમ્મતલાલ (આતા),  રાજેન બાબુ (રાત્રિ) અને કનક રાવળ ( કરા) આવી ગયા. તો હવે સુરેશ જાનીને કેમ બકાત રખાય? ઈચ્છા થઈ કે થોડા જુદા પ્રાસાનુપ્રાસ વડે તેમને પોંખીયે.
sbj_roasting
લોક કહે …
અમદાવાદી હરામજાદી
તો જાણો સૌ સુજાણી
        
છે એક સુ.જાની
છે તો મોટો પાજી
મળે ના તેને ખાવા ભાજી
પણ  જોઈએ તેને ચડવા વાજી
એ કરવા માડ્યો સૌને રાજી
અરે.મૂક્યો પ્રેમાનંદને મૂક્યો બાજી
વાતો કરે ગાજી ગાજી
તોય,લોકો કહે તે તો કેવી સાદી?
 
પોર્ટલેડથી ઉડ્યો કનકવો 
ત્યાં પ્રોસ્ટેટ ડાકણ આવી
તેને નીચે નાખી (*)
 
રાત નાની ને વાત લાંબી 
ભણે ક.રા.જી
———————-
* ‘કરા’ ના  બોરકૂટા (    પડ્યા    )    …… (    ઊઠ્યા   )    અહીં વાંચો….
આજની સપ્પરમી સવારે ( સુજા આ જગત પર પાજીવેડા કરવા અવતરેલો – આજથી બરાબર ૭૦ વરસ પહેલાં ) એના (અપ) માનમાં કરાની પ્રેમસભર રચનાને …
હાદમંતરી (!) મંડંળ
પ્રેમપૂર્વક સ્વીકારી
આ ઈ-રસીદ પાઠવે છે !
– – – – – – – – – – – – – – – – – – – – – – – – — 
બોરકૂટો  ઝિં દા બાદ !!!
——————–
કોઈ મિત્રને એમ થતું હોય કે, ‘અમે કેમ રહી ગયા? ; –  તો તમારી જનમ તારીખ અચૂક જણાવજો… બોરકૂટા મેન્યુ. એન્ડ બ્રોડકાસ્ટિંગ  કમ્પની બીઝનેસ ડેવલપમેન્ટ માટે બહુ જ આતુર છે !!!