Category Archives: વાર્તા

ભુત અને જાદુગરી વિષે

હાલના વિજ્ઞાનના યુગમાં કોલેજ ગ્રેજયઉએટો પણ ભૂત અને મેલી વિદ્યા .મંત્ર તંત્ર  માને  છે .બધા નહિ પણ અલ્પ સંખ્યા માં માને  છે .અમારા ગામમાં હું નાનો હતો ,ત્યારે વડીલો પાસેથી ભૂતની વાતો બહુ સાંભળેલી .એક વડીલ ભૂતના પોતાને થએલા અનુભવોની ખુબ લડાવી લડાવીને વાતો કરતા .હું પાંચમું ધોરણ ભણતો ત્યારે ભુત મંત્ર તંત્ર મુઠ ચોટ ,ભુત ચુડેલ વગેરેની વાતો ખોટી છે .એવું હું માનવા લાગેલો ,મારા ગામ દેશંગાના એક વડીલ હતા .તેઓ પોતાને ભુતના ,થએલા અનુભવો વિષે બહુ વાતો કરતા  હું એને કાકા કહેતો .એકવખત મેં એ મારા કાકાની ભૂત સબંધી વાતો ખોટી છે એવું એમને મેં કીધું .આથી પોતે મારા ઉપર ખુબ ગુસ્સે થઇ ગએલા ,મારા બાપાએ મને કહ્યું કે એની વાતો ચુપચાપ સાંભળી લે પણ વિરોધ ન કર કોઈ વખત એ થપ્પડ મારી બેસશે .તો અમારા બે વચ્ચે ઝઘડો થઈ પડશે .આમતો તે બહુ ભલા  માણસ  હતા  .ઘણી વખત એ બાળકોને સાકરની લહાણી કરતા .મને એ બહુ ગમતા કેમકે જયારે એ સાકરની લહાણી કરતા ત્યારે એ બીજાં છોકરાંઓ કરતાં મને વધારે આપતા .તેઓનું હું નામ આપવા માગતો નથી .કેમકે હાલ એની પાંચમી પેઢીના વારસદારો ભણીને આગળ નીકળી ગએલા હોય .તેઓ મને ઠપકો આપેકે  અમારા વડવા સ્વર્ગમાં છે .એમની મૂર્ખાઈની જૂની વાતો હવે ન કરોતો સારું ,એમણે કહેલો ભુતનો એક દાખલો આપું છું.તેઓ વાત કરતા હતાકે એક વખત હું બહાર ગામથી ઘરે આવી રહ્યો હતો .અર્ધી રાત વીતી ચુકી હશે એટલું મોડું થઈ ગયું હશે .નદી કિનારે મેં જોયું તો એક વેજું સુકાતું હતું .મેં એને લઈ લેવા  વિચાર્યું .અને હું ઘોડા ઉપરથી ઉતરી વેજું સંકેલવા મંડ્યો .પણ અંતજ નો આવે .એક મોટો  ઢેર થઈ ગયો ,પછી મેં થોડુંક કાપીને લઈ જવા વિચાર્યું અને કાપવા માટે મેં ખિસ્સામાંથી સુડી કાઢી અને હું જેવો કાપવા ગયો અને કાપ મુક્યો કે તુરત ભડકો થઈને ઉડી ગયું .

હવે મારા લંગોટિયા ભાઈ બંધ છાપાઓના કટાર લેખક સ્વ. નરભેરામ સદાવૃત્તિ ના મોઢેથી સાંભળેલી ભુતની વાત કહું છું .તે મને વાત કરતા હતા કે એમના એક સગા ઘોડા ઉપર બેસી બહાર ગામથી આવતા હતા .ત્યારે એમણે એક રસ્તા ઉપર સાતેક વરસની રડતી છોકરીને જોઈ .પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરી છોકરી પાસે ,ગયા અને છોકરીને રોવાનું કારણ અને બીજા પ્રશ્નો પૂછ્યા .છોકરી કંઈ બોલીજ નહીં .એટલે તેમણે ઘોડા ઉપર બેસાડી પોતાને ઘરે લઈજવા વિચાર્યું અને છોકરીને પાતાની સાથે ઘોડા ઉપર બેસાડી અને રવાના થયા .થોડી વારે છોકરી વધવા માંડી એના પગ જમીન ઉપર ઘસડાવા લાગ્યા એટલે પોતે સમજી ગયા કે આ ભૂત છે.એટલે એના થોડા વાળ કાપીને પોતાના ખિસ્સામાં મુકી દીધા .એટલે ભુત પોતાના અસલી રૂપમાં આવી ગયો .અને મને કામ આપો કામ આપો એવી બુમો પાડવા લાગ્યો .એટલે એના પાસેથી સખત ખેતી કામ વગેરે કામ લેવા લાગ્યા .ભુત થાકેજ નહિ .એટલે એક કહેવત કરી છે.એટલે જેબહુ કામ કરતો હોય એને “હાળો આતો ભુત જેવો છે.”ભુતના વાળને બહુ સંતાડીને રાખવા પડે જો વાળ ભૂતને હાથ આવીજાય તો પછી એ વાળ લઈને જતો રહે .એક વખત આ ભૂતને ખોરડા ઉપર નળિયા ચાળવા ચડાવ્યો ભુતના વાળ નળિયાંમાં સંતાડેલા હતા,જે ભૂતને હાથ આવી ગયા એટલે  તે    વાળ લઈને ભાગી ગયો .નરભેરામ આ વાતને સત્ય માનતા .હજી એનાં સગાં પણ આભુતની કથાને  સત્ય મને છે.હવે મને કમ્પ્યુટર જાજું લખવા નહિ દ્યે  હું નથી થાક્યો પણ કમ્પ્યુટર થાક્યું .હું તો ભુતનીજેમ  વળગ્યો રહુછું .

બાપને બેટો હારી લારી મેક્ફર લાંડ

હું અમેરિકા આવ્યો , પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરીમાં રહ્યો .આ નોકરી મારી  મુખ્ય હતીએક માણસને બગીચામાં કામ કરવા માટે માણસની જરૂર છે .એવી  જાહેર ખબર છાપામાં મારા ભાઈએ વાંચી ,અને મને વાત કરી કે  જો તમારો વિચાર હોય તો આપણે નોકરીનું નક્કી કરીએ ,મેં હા પાડી એટલે નોકરીએ રાખવાવાળા માણસને ઘરે અમે  ગયા .અમારી ઓળખાણ આપી ,અને એણે પોતાની ઓળખાણ આપતા કહ્યું કે મારુનામ  હારી  મારા દીકરાનું નામ લારી અને મારી વાઈફ ને તમો મીસીસ મેક્ફરલાંડ ના નામે ઓળખાજો .મારે શું કામ કરવાનું છે .એ બતાવવા માટે એક ઝાડ પાસે લઈ ગયો અને મને કીધું કે આ ઝાડને ફરતું કુંડાળું કરી અંદરથી ઘાસ વગેરે વીડ કાઢી .પછી એમાં પીટ્મોસ પાથરવો

તેને કુલ 7 એકર જમીન હતી ,જેમાં 5 એકરમાં સફરજન વગેરે ફળ ઝાડ અને લોન (શોભા માટેનું ઘાસ )હતી .મારે સવારના 8 થી સાંજના સાડા ચાર વાગ્યા સુધી કામ કરવું ,અને રોજના તેત્રીસ ડોલર આપવાનું નક્કી કર્યું .જયારે મારું કામ પુરું થયું એટલે મને પાંત્રીસ ડોલર આપ્યા .હું તો બહુ રાજી થઈ ગયો .અને મેંતો બાપુ .એક રાસડો બનાવી નાખ્યો જે હું આપ મારા ઉત્સાહ વધારનાર વહાલા મિત્રોને વાંચવા લખું છું .

બાપને બેટો હારી લારી મેક્ફરલાંડ ,મીઠાં બોલી મિસિસ મેક્ફરલાંડ  રે રામ મયારામ ,મેક્ફરલાંડે કુંડાળાં કઢાવ્યા રામ ,

એક દિના ડોલર થર્ટી ફાઇવ રે રામ મયારામ ,આઠે જાવું નોકરીએ રામ મયારામ સાડા ચારે વળવું ઘેર રે રામ મયારામ

કામ પૂરું થ્યે કાવડિયા રામ મયારામ પેની બાકી રાખે નઈ રે રામ મયારામ

ચિંતા છોડો ભારતમાં રામ મયારામ “આતા “કરજો અમેરિકામાં લહેર રે રામ મયારામ

એકરાતે મેક્ફર લાંડ  સુતો ઈ સુતો  સવારમાં ઉઠ્યો નહિ .સીધો સ્વર્ગમાં ગયો એની વાઈફે મારા ભાઈને કીધું કે તમારા ભાઈને વાત કરજો કે મેક્ફરલાંડ હવે તમને જોવા નહીં મળે .મેં એના મરસીયા બનાવ્યા .મરતાં મેક્ફરલાંડ ઈનાં ઝાડવાં ઝાંખાં પડ્યાં રાતે આહુંડે રડ્યાં ઈનો પ્રીતાળ પોઢી ગ્યો

ઢોલ, ગમાર ,શુદ્ર ,પશુ ,નારી યે સબ .

જુના વખતમાં પુસ્તકોના લખાણોમાં ફેરફાર થતા આવ્યા છે .રામાયણની રચના ઓછામાં ઓછા ત્રણ હજાર વરસ પહેલાં (વાલ્મિકી રામાયણ )થઇ હશે અત્યાર સુધીમાં લોકોએ પોતાના તરફથી ઘણું ઉમેરી દીધું હશે .પોતાના અંગત સ્વાર્થ માટે કે પોતાનો અહં પોષવા માટે ગમેતે હોય ,હવે આપ વાલ્મિકી રામાયણ અને તુલસી કૃત રામાયણમાં ઘણો ફેરફાર છે એ જોઈ શકશો.

ઉત્તર પ્રદેશ ,બિહારમાં સ્ત્રીઓને બહુ  માન ની દૃષ્ટિથી ન જોવાતી હાલ કદાચ પરિસ્થિતિ જુદી હશે . તુલસીકૃત રામાયણમાં એક ચોપાઈ છે .

ઢોલ,ગમાર ,શુદ્ર પશુ નારી , યે સબ તાડન કે અધિકારી .અરે ગજબ થઈ જાય સ્ત્રીઓને  માર મારી શકાય?અને તુલસીદાસ આવું લખે ખરો?

ત્યાગી સાધુ હોય એટલો બધો ત્યાગી હોયકે જેણે કપડાં પહેરવાનું પણ ત્યાગી દીધું હોય .આવી વ્યક્તિએ  કામ ,ક્રોધ ,મદ ,લોભ મોહ અને મત્સર આવા આંતરિક છ શત્રુઓને પણ ત્યાગી દીધા હોય એવું આપ માનોછો?પુરાણોના કહેવા પ્રમાણે દુર્વાસા ઋષિ ભયંકર ક્રોધી હતા .હું આપને કાલ સવારનોજ  દાખલો આપું તો અમદાવાદ પાસેના દહેગામના જૈન મંદિરમાં એક દિગંબર સાધુ પધારવાના હતા .આપ જોશો તો જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના સાધુને બહુ માનની દૃષ્ટિથી જુવે છે .

દિગંબર સાધુ દહેગામ પધારવાના હતા .એના સ્વાગત માટે જૈનો તૈયાર હતા .જૈન સાધુ પગે ચાલીને મુસાફરી કરતા હોય છે.એટલે સ્વાગત કરનારાઓએ એવી ગણતરી કરેલી કે પગે ચાલીને આવતા  અમુક સમય લાગશે .એટલે એ સમયે સ્વાગત કરવા ભેગા થવું એવું નક્કી કરેલું ,પણ સાધુ એક ટ્રકમાં બેસીને પધાર્યા પોતાનું સ્વાગતકરવા વાળા  કોઈને ન  જોવાથી મહાન દિગંબર સાધુ કોપાયમાન થયા અને મંદિરની અંદર જઈ  મહાવીર સ્વામિની મૂર્તિ ઉપાડી આદિનાથ ભગવાનના માથામાં મારી અને આદિનાથ પ્રભુનું માથું ધડથી જુદું કરી નાખ્યું .

બિહારમાં એક બહુ વિદ્વાન પંડિતની અભણ પત્ની બહુ ધાર્મિક વૃતિની હતી .પતિને દેવ સમાન માને ,પૂજા પાઠ કરવામાં ખુબ સમય લ્યે .બહુ સરળ સ્વભાવની દયાળુ હતી .એનો પતિ  બહુ વિદ્વાન હતો .પણ ભયંકર ક્રોધી હતો .નહિ જેવી બાબતમાં ઉશ્કેરાય જતો એની પત્નીની નજીવી ભૂલ માટે તે તેને ઢી બી

જુનાગઢના નવાબે પીદપાપડો ખરીદ્યો

જુના વખતમાં દેશી રજવાડાં પરદેશી પ્રજાને જેવી કે બલોચ,(મકરાણી )તુર્ક,પઠાણ ,અરબ ,અફઘાન ..નોકરીએ રાખતા ,તે વખતે આ પ્રજા બહુ ગરીબ હતી બહુ ઓછા પગારમાં નોકરી કરતા .કચ્છના રાજાને ત્યાં ખાસ કરીને તરક (તુર્ક)આવતા કચ્છમાં ખારેકનું વાવેતર થાય છે.એનું બી તરક લોકો લાવેલા ઢાલ સાથે દાંડીયારાસ રમવી એ તરક લોકોએ શીખવ્યું છે .હું માનું છું ત્યાંસુધી “ખજુર”તુર્કી શબ્દ છે .કેમકે અરબીમાં ખજૂરને તમીર ,અને ફારસીમાં ખરમાર કહે છે .જોધપુર ,શિરોહી ,ઈડર ,દાંતા ,જામનગર ,  જુનાગઢ ,પાલનપુર ,રાધનપુર ,વગેરે રાજ્યો પઠાણ ,મકરાણી વગેરે પ્રજાને નોકરીએ રાખતા .આવા લોકો ખાસ કરીને પઠાણ હિંગ અને એવી બીજી વસ્તુ વેચતા  કેટલાક  રમજાન મહિના જેવા ધાર્મિક તહેવારોમાં ફકીર તરીકે ભીખ પણ માગી લેતા .ઇસ્લામમાં  ધર્માદો કરવાનું ફરજીયાત છે .

વાત છે.  રાજા ,નવાબોને એક એવી ટેવ હોય છેકે એ ગમે તેવી વાત કરતા હોય . . એની વાત સાચીજ છે.એમ કહેવું પડે .આવા બાપુની હા એ હા કરનારા લોકોને માટે હજુરિયા કહેવાય .આવા હજુરિયા હમેશાં બાપુની  સાથેજ રહેતા હોય છે.એક  કહેવત છે “જિસકે રાજમે રીજીયે ઉસ્કી હાજી હાજી કીજીએ ઊંટ બિલાડી લેગઈ તો ભી હાજી હાજી કીજીએ .બાપુ કહે કે આજ ફજરા ફજર એક બિલ્લી  ઊંટકો  ઉસકી ગરદન પકડકે ખીંચ કે લેજાતી થી .હા બાપુ બિલ્લી  લેજાવે . એમ કહેવું પડે

એક પઠાણ પીદ પાપડો લઈને નવાબને મળ્યો .અને પીદ પાપડો દેખાડ્યો .અને કીધું કે બાપુ કાબુલી ખાસ બદામ છે અફઘાનિસ્તાનના બાદશાહો આ જાતની બદામ ખાય છે આવી બદામ ક્યાંય જોવા નો મળે .મારી પાસે થોડાં બી હતાં. પાલનપુરના  નવાબે ખરીદ્યાં છે હવે એકજ બી મારી પાસે છે .આપ ખરીદો તો ભલે નહીંતર હું નિજામ ને આપી દેવાનો છું .પાંચ વરસ પહેલાં મેં નિજામને આપેલું એણે વાવ્યું હવે એનો મબલખ પાક ઉતરે છે,નવાબે ખૂબ પૈસા આપીને ખરીદ્યું અને હજુરીયાને કહેવા લાગ્યા મારા બાપદાદા આવીજ  બદામ ખાતાતા .ખાખરો જુનાગઢ બાજુ બહુ થાય છે.હજુરિયા ઓળખી ગયા કે આ ખાખરાનું બી છે .પણ બાપુને કહેવાય નહિ  એની  ભુલ કઢાય નહિ નહિતર હજૂરિયાઓ ની ગરદન ધડથી જુદી થઇ જાય .

ખડ્ગ શંકર નું અનોખું માર્ગ દર્શન

એક નાનકડા  ગામડામાં ખડ્ગ શંકર નામે બ્રાહ્મણ  રહે .એ ઘણા અનુભવી  સાચી સલાહ  આપનારા અને બાહોશ  ગામ  લોકોમાં બહુ  સન્માનનીય  વ્યક્તિ  હતા .એક દિવસ  એક  દંપતીને  ત્યાં  લગ્ન  કર્યા પછી ઘણા વરસોએ  દિકરાનો  જન્મ  થયો .તેની નામકરણ  વિધિ  માટે ખડ્ગ શંકરને  પોતાના  ઘરે બોલાવી આવ્યાં .  ખડ્ગશંકરે  રાશિ  જોઈ , કુંભ રાશિમાં જન્મ થયો , હોવાથી દિકરાનું  નામ  સાવઝ  સહુની સંમતિ થી  રાખવામાં  આવ્યું.  સાવઝ નો  ઉછેર બહુ લાડ કોડમાં થવા લાગ્યો . ખાસતો  બાપ કરતાં માં વધુ લાડ લડાવવા  લાગેલી ,એ સાવઝ પડ્યો  બોલ જીલે .

ગામડામાં  ખાદ્ય વસ્તુઓ  વેચવા  માટે  ફેરિઆઓ   આવે  .સાવઝ  એની પાસેથી  વસ્તુ લેવડાવે .જો  વસ્તુ  લેવામાં  આના કાની  કરે  તો સાવઝ રોવા માંડે ,પગ પછાડે અને એવું બીજું ધાંધલ કરે . એટલે એની મા  તુર્ત વસ્તુ લઇ આપે. એક વખત એક ભંગાર વાળો આવ્યો .સાવઝે  કંઈક  લઇ દેવાનો આગ્રહ કર્યો .મા એ  ઘણું સમજાવ્યો ,પણ  સાવઝ માને  નહિ .એણે તો  રોકકળ આદરી .આખર માએ  ભંગાર વાળા  પાસે  કોથળોઠલ  વાવ્યો .ત્યારે સાવઝને  સંતોષ  થયો . કેટલાક માણસોને  પોતે  કંઈક  વિશેષ  છે.એવું બતાવવા  અને એ રીતે  પોતાનો  અહં પોષવાનો  શોખ હોય છે .સાવઝની  મા માં આ અવગુણ વધુ હતો, એ  સાવઝને   કંઈક  વસ્તુ  ખરીદી  આપે , એ એને  સૌ દેખે એમ ખડકી બહાર  ઓટલા ઉપર બેસીને  ખાવાનું કહે .અને છોકરાંઓને  દેખાડીને  ખાવાની ભલામણ  કરે .એક વખત  સાવઝ  દેખાડી  દેખાડીને  પપૈયું  ખાઈ રહ્યો હતો .ત્યારે એક  છોકરાને  શુર ચડ્યું એણે સાવઝ પાસેથી પપૈયાની ચીર  આંચકી લીધી અને  પોતે ખાવા  મંડી ગયો .સાવઝ  રોતો રોતો  એની મા પાસે દોડતો ગયો અને ફરિયાદ  કરીકે મારી

પાસેથી  આ છોકરે પપૈયાની  ચીર  આંચકી લીધી સાવઝની  મા દોડતી  છોકરાની મા પાસે ગઈ, અને  ઝઘડો શરુ કર્યો .આ વખતે સાવઝ  એની મા સાથે હતો .સાવઝને  આ તમાશો  જોવાની  મઝા આવી ગઈ .અને છોકરાં ઓને  સાવઝ  પાસેથી વસ્તુ આંચકીને  ખાવાની  મઝા આવી ગઈ આ તમાશો રોજનો થઇ ગયો.એક વખત સાવઝનો બાપ  આ  ઝઘડાથી  કંટાળી  માર્ગદર્શન  મેળવવા  ખડ્ગા  આતા પાસે આવ્યો .(. હવે ખડ્ગ શંકર ની ઉમર મોટી થઇ ગઈ હતી .એટલે  સૌ  તેને આતાના  લાડલા નામે સંબોધતા  )અને બોલ્યો . આતા  આ અમારો સાવઝ  બહુ નિર્માલ્ય છે .છોકરાંઓ 
એની પાસેથી વસ્તુ આંચકીને  ખાય જાય છે .પણ એ  નિર્માલ્ય  એની મા પાસે ફરિયાદ સિવાય કઈ કરી શકતો નથી .આતા અમારી સાત પેઢીમાં  આવો નિર્માલ્ય . હજુ સુધી  કોઈ પાક્યો નથી .આતા અમારો સાવઝ  શિયાળીઓ  થઇ ગયો  છે .એને અમે સાવઝ  જોવા માગીએ  છીએ ,એનો કોઈ  કિમીઓ તમારી  પાસે ખરો ? આતા કહે કિમીઓ તો  છે .પણ  એના નિયમોનું પાલન  તમે નહિ કરી શકો .ખાસ તો તારી ઘરવાળી  નિયમોનું પાલન નહિ કરી શકે જોકે નિયમો  અઘરા  નથી. છતાં તારી  ઘરવાળી  આ નિયમો  નહિ પાળી શકે .આતાની  વાત સાંભળી  ઘરવાળી  બોલી આતા ગમે તેવા  અઘરા નિયમો  પાળવા હું તૈયાર છું .આતા  તમે  જે સાવઝ  નામ આપ્યું  છે . એવા હું  ગુણ જોવા માગું છું . તો આજથી  ગણેશનું  નામ દઈ ચાલુ  કરી દ્યો .બંને જણા  આતાની  વાત સાંભળી  એકી અવાજે  બોલ્યાં  , આતા હુકમ કરો .તો સાંભળો  આજથી  તમારે સાવઝ ના  નચાવ્યા નાચવું નહિ .એ ચીજ તમારે લાવી આપવાની  નહિ .સાવઝ ગમે તેટલું ધાંધલ કરે  એના  ધાંધલને  વશ થવું નહિ .સાથે સાથે એને  કોઈ વસ્તુની ઉણપ  આવવા  દેવી નહિ .બીજો નિયમ  તમારે  વસ્તુ લાવી ને  એને દેખતાં  તમારે એક બીજાના  હાથ માંથી  આંચકી  આંચકીને  ખાવી .જોકે આ  કિમીયો આડોશી  પાડોશીને  નહિ  ગમે એનો  ઠપકો મને  મળશે .પણ એ  બાબત  હું  એમને  સમજાવી  લઈશ 
અને પછી  સાવઝને   દેખતાં  બંને  જણાએ   જટા પટી  આદરી  સાવઝે  ધમ પછાડા  કરી જોયા પણ  બેમાંથી  એકેયે દાદ  આપ્યો નહિ .એકદી  સાવઝે  ડણક દીધી .એણે  માબાપ ના  હાથમાંથી  તરબૂચની ચીર આંચકી લીધી .મા પાછળ  પડી પણ સાવઝ હાથ  નોઆવ્યો  પણ  સાવઝે જે  તરબુચ  ખાઈ લીધેલું એ છાલ એની માના મોઢા ઉપર મારી એ  હાથ આવી . બસ પછી  સાવઝ  આંચકવાની  તરકીબ  શિખી ગયો .
પછી  છોકરાંઓ    સાવઝને  દેખાડીને  વસ્તુ ખાતાં  એ  વસ્તુ  સાવઝ  આંચકી ને ખાવા  મંડી  ગયો .આ અરસામાં ભૂપત બહારવટે  હતો .એટલે  છોકરાં ઓ એ સાવઝ નું  નામ ભુપતો  પાડી  દીધું ..વસ્તુ  ખાતાં  હોય અને આંચાકવા  માટે સાવઝ  પાછળ  પડે , એટલે  છોકરાં  એ….ભુપતો  આવ્યો. એવું બોલી  ભાગવા માંડે .પણ હવે ઉલ્ટી  ગંગા વહેવા લાગી .પહેલા સાવઝની  મા બાધવા જતી .હવે  સાવઝની  માને બાયડીયુ   બાધવા આવવા માંડી પણ  એક વખત  સાવજે  જબરું સાહસ  કર્યું  માબાપ  જોતાં રહ્યાં  અને  સાવઝ  ઘરમાં ઘુસી  જામફળ  આંચકી લાવ્યો .આવું આવું ખુબ  સાવઝ કરવા માંડ્યો .હવે સાવઝના  માબાપને ચિંતા પેઠી કે  સાવઝ  મોટો  થતાં  મોટો ડાકુ થશે તો  આપણું  નામ  બોળાવશે .એટલે  તેઓ આતા પાસે  આવ્યાં અને આતાને કહ્યું કે  આતા આ  તમારા કિમિયાએ   બહુ ભયંકર રૂપ  લીધું  છે .હવે તમેજ  સાવઝને  સન્માર્ગે વાળી શકો એમ છો .પછી સાવઝના માબાપને કહ્યું કે  હવે તમે ગામનાં  છોકરાં ઓની  પાર્ટી રાખો બધા ભેગાં થયાં એટલે આતાએ  કહ્યું કે  હવે  આવી પ્રેમ ભરી પાર્ટી  થતી રહેશે .હવેથી કોઈ કોઈ પાસેથી વસ્તુ આંચકી ને ખાશે નહિ .હવે જે છોકરો  ડાહ્યો ડમરો રહેશે  ભણવામાં  સારા માર્ક લાવતો રહેશે એને મોટું ઇનામ આપવામાં આવશે અને એના મનમાં છોકારીયું ગીત ગાશે બોલો કોણ  આવું સ્વાગત કરાવવા  તૈયાર છે. અને સાવઝ  ઉભો થયો .અને હું કાર કર્યો કે હું .સાવઝ  વખત  જતાં  મોટો  એન્જી.બન્યો .દિલ્હીમાં  નોકરી મળી .દર વરસે રાજાઓમાં  પોતાને ગામ આવવા માંડ્યો .ગામડે  આવતાં વેંત સૌ પ્રથમ આતા ને  અને પછી પોતાને ઘરે માબાપને મળવા  જાય .આતાની બર્થ ડે પાર્ટી  સાવઝે  રાખી .અને આતાને  પૂછ્યું આતા તમને હું શું ભેટ આપું આતા કહે  તારો પ્રેમ મને આપતો  રહેજે .અને દરેક  વૃધ્ધો  ઉપર પ્રેમ વરસાવતો રહેજે બાકી મારે  “ના દોલત કી ઝરૂરત હૈ ના શોહરત કી ઝરૂરત હૈ આતા કો ઝરૂરત  વો મુહબ્બત કી ઝરૂરત  હૈ 

નઈ અબલા રસ ભોગ ન જાને

અકબર બાદશાહ ઘણી વખત છુપા વેષે નગર ચર્ચા કરવા નીકળતો ઘણી વખત  પોતાની સાથે  બીરબલ જેવાને પોતાની સાથે રાખતો .એક રાત્રે  પોતે એકલો  નગરચર્ચા કરવા નીકળ્યો .અર્ધી રાત્રીએ  એક જુવાન સ્ત્રી પોતાની બંને હથેળીઓ  દાજી ગએલી એવી એક છોકરીને ઘરની અંદર તિરાડમાં થી અકબરે જોઈ  અને પછી એણે બીરબલને વાત કરી કે અર્ધી રાતે જુવાન છોકરીની બંને હાથની હથેળીઓ કેવીરીતે દાજી જાય ? .બીરબલ બહુ બુદ્ધિ શાળી અને હાજર જવાબી હતો .પણ અકબરના આ પ્રશ્ન નો ઉત્તર દેવા માટે એણે ટાઈમ લાગેલો .

વચ્ચે એક આડ વાત કહેવી પડશે કે જે આને લગતી છે . જુના વખતમાં દીકરીઓ ઉપર બહુ કંટ્રોલ રાખવામાં આવતો .છોકરાઓથી દુર રહેવું એની સાથે બહુ વાતો નો કરાય ,કોઈ કારણ સર વાતો કરવાની જરૂર ઉભી થાય તો નીચું માંથું રાખી વાત કરવી .અને સેક્ષથી તો બહુ ભડકાવી રાખવામાં આવતી .બીજી વાત એકે લગ્ન બોલ્યાવાસ્થામાંજ થતા .

અકબરની વાત બીરબલે બહુ ધ્યાનથી સાંભળી ,અને પછી અકબરનો સવાલ પામી ગયો .બીરબલ તેનો જવાબ કાવ્યના રૂપમાં દેવા માંગતો હતો .બીરબલ દરેક રીતે બાહોશ હતો .પણ કવિ નોટો કવિ હોવું એ એક કુદરતી બક્ષીસ છે .ઘણા અભણ લોકોએ કવિતા કરેલી છે .ચારણ કવિઓ અભણ  હતા પણ કેવી અસર કારક કવિતાઓ કરી શકતા .  બીરબલે  કવિ ગંગને  પોતે જે અકબરની સમજ્યો હતો તે વાત કવિ ગંગને કરી  અને એક આ મતલબનો છંદ  બનાવવાનું કહ્યું  .

કવિ હોય અને સારા અવાજ વાળો પણ હોય એવું બનતું નથી હોતું કેટલાક કવિ હોય છે અને સારી રીતે ગાઈ શકતા હોય છે એ વાત એક જુદી છે. 

ચંદ તૈયાર થઇ ગયા પછી  બીરબલે ગાવા માટે તાનસેનને કહ્યું  અને તાનસેને ભરી સભામાં  સહુને છંદ ગાઈ સંભળાવ્યો .એ આતા તમને અહી વાંચવા આપે છે.नई अबला रस भोग नजाने  सेज किये जिह माय डरी रसबात करी तब चोंक चली  तब कंठने जायके  बा पकरी

इन दोनानकी ज़क जोरानमे   गठ नाभि कमलसे टूट परी तब दीपक कामिनी  हाथ धरी इही कारन कामनी हाथ जरी અર્થ તો આપ સમજી ગયા હશો.

મત્તું મારે માવજી ભાઈ

આપણે સહુએ સાંભળ્યું છે કે  વણિક પુત્ર કડી ઉતાવળિયું પગલું નો ભરે જે કઈ બોલે એ સમજી વિચારીને બોલે ધડાકો નો કરે  પ્રશ્ન ભલે સામાન્ય હોય તોપણ  તેનો જવાબ વિચારીને આપે .અકબર ના સમયની આ વાત છે. જે વાત હું હમણાં કહીશ એ આપણે ખબર હશે કે અકબર ચવદેક” 14  “વરસની ઉમરે એનો બાપ હુમાયુ મરી જવાથી  ગાદીએ  બેઠો એટલે એ ભણેલો નોતો ,પણ એને જીજ્ઞાસા વૃતિ બહુ હતી .એટલે એ પોતાની જીજ્ઞાસા વૃતિ સંતોષવા બાહોશ માણસો નાં સંપર્કમાં રહેતો .એણેનવ ખાસ માણસો રાખેલા જે નવ રાતનો તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે .જે પૈકી બીરબલ એનો ખાસ માનીતો માનસ હતો .અકબર દરરોજ સભા ભરતો .સભામાં અવનવા ઘણા માણસો આવતા .અને એલોકોના વાર્તા લાપ સાંભળતો અને ઘણું જાણતો
એક વખત  એણે બીરબલને પૂછ્યું એલા બીરબલ  એવું સાંભળ્યું છેકે વાણિયાનો દીકરો જે કઈ બોલે એ બહુ સમજી વિચારીને બોલે તમે કઈ પ્રશ્ન પૂછો તો તે તેનો જવાબ બહુજ વિચારીને આપે પ્રશ્ન ભલે સાદો કેમ નો હોય .બીરબલે જવાબ આપ્યો હા એ ખરી વાત છે .અકબર કહે આપણે એનો જાત અનુભવ કરીએ .એકાદ વાણીયાને બોલાવીએ અને એને પૂછી જોઈએ ,બીરબલ કહે તમે જે ધારો છો એ બરાબર છે .વાણીયાને બોલાવી રૂબરૂ અનુભવ કરવામાં સારાવાટ નહિ રહે .પણ અકબરે બીરબલની વાત ઉપર ધ્યાન નો આપ્યું .અને પોતાના હઠ ઉપર કાયમ રહ્યો .એટલે પછી વાણીયાને  બોલાવવાનું નક્કી કર્યું.  બીજે દિવસે દિલ્હીમાં ઢંઢેરો પીટાવ્યો ,અને દિલ્હીના વાણીયા  ઓને ચાંદની ચોકમાં ભેગા થવાનો હુકમ કર્યો .
બીજે દિવસે બધા વાણીયા  ચાંદની ચોકમાંભેગા થયા .એમને કહેવામાં આવ્યું કે  બાદશાહને એક પ્રશ્ન  છે એ પ્રશ્ન નો જવાબ વાણીયો બરાબર આપી શકાશેવાણી યો એ વિચાર કર્યોકે  આપણાથી બાદશાહને  જવાબ આ પવામાં કૈક  ગરબડ થાય તો બાદશાહના રોષનો ભોગ બનવું પડે .એના કરતા .આપણા માથા ઉપર આવેલી બલા આપણે કોક બીજા ઉપર કાઢીએ  એવું વિચારી તેઓએ  બાદશાહ ને જવાબ આપ્યો કે  જહાપનાહ  જો આપને ઝીંદગી ભર યાદ રહી જાય અને એ જવાબ નો પડઘો દુનિયામાં પડે અને વરસોના વરસો સુધી ટકી રહે અને  આતાની “આતાવાણી” સુધી પહોંચે એવો જવાબ જો જોઈતો હોય તો  આપ પોરબંદરના  વાણીયાને બોલાવો .

દિલ્હીના વાણીયાઓની  વાત  સાંભળી અકબરે  પોરબંદરથી  વાણીયાને  લઇ આવવા માટે પોતાના સાળા માનસિંહને મારતે ઘોડે  તાબડતોબ  પોરબંદર રવાના કર્યો. માનસિંહ  પોરબંદર આવ્યો અને પોરબંદરના મહારાણાને  મળ્યો અને અકબરનો સંદેશો આપ્યો, કેઅકબરને એક પ્રશ્ન થયો છે (પેટ  ચોળીને  પીડા ઉભી કરી છે.) અને આ પ્રશ્નનો  જવાબ પોરબંદરનો વાણીયો બરાબર આપી શકાશે .માટે મારે એક વાણીયાને દિલ્હી લઇ જવો છે .માટે તમે એક વાણીયાને મારી સાથે દિલ્હી મોકલો .

મહારાણા એ  સુદામાચોકમાં બધા વાણીયાને ભેગા કર્યા .અને અકબરનું ફરમાન સંભળાવ્યું .વાણીયાઓ એ  એક માવજી નામના ૫૩ વરસના એક ભાઈને  દિલ્હી મોકલવાનું નક્કી કર્યું .અને માવજીને  માનસિંહ આગળ  રજુ કર્યો અને કહ્યું કે આ ભાઈ  તમારી . સાથે દિલ્હી  આવશે .માન્સીન્હેં માવજીને  કહ્યું કે ચાલો તૈયાર થઇ જાવ  , માવજીએ મનમાં વિચાર કર્યોકે  બાદશાહ અકબર જેવો બોલાવતો હોય તો  શા માટે માનભેર વટથી નો જઈએ  ફઈને ઘેર જતા હોઈએ  એવું સહેલાયથી શા માટે જવું ? માવજીએ માનસિંહને કહ્યું જો તમારે મને દિલ્હી લઇ જવો હોયતો  એક રત્ન જડિત અંબાડી વાળો હાથી મગાવો આવા હાથી ઉપર બેસીને હું આવું .અને બીજું  દિલ્હી જતા પહે લા વચ્ચે  જે ગમે રાતવાસો  રેવાનું થાય એ ગામના મુખીએ મને હું ત્રેપન વરસની ઉમરનો છું એટલે ૫૩ તોપોની સલામી આપવી પડે .માંન્સીહે માવજીની  દરેક શરત માન્ય રાખી અને પછી માવજી દિલ્હી જવા હાથીની અંબાડી ઉપર બેઠો .પણ બાપુ તેડી માવજીને જોવા માટે  ઘેડ,નાઘેર ,ઓખો ,બારાડી,હાલાર બરડો.દરેક ઠેકાણેથી  માણસો ગાડા  જોડી જોડીને  આવેલા  હો .માવજી ઠાઠ માઠ થી દિલ્હી પહોંચ્યો  તેને રહેવા માટે  સરસ બંગલામાં  ઉતારો આપ્યો .અને માવજીની સરભરા માટે  કેટલાક માણસો રાખેલા .માવજીને સવારે સભામાં બોલાવ્યો .અને અકબરે પોતાની સામે ગાદી તકિયા ઉપર બેસાડ્યો .વચ્છે એક બાજઠરાખેલો  તેના ઉપર  અકબરે પોતાની પાધડી મૂકી અને માવજીને પૂછ્યું આનું નામ શું ? માવજી મનમાં એટલો ખુશ થએલો કે  વાત નહિ .માવજીને થયું કે જેની આગળ ભલ ભલા મહારાજાઓ પાઘડી ઉતરેછે એવા મહાન અકબરે આજ  મારી આગળ પાઘડી ઉતારી .માવજીઅકબરનો  prashn  સાંભળી  પોતાનું માથું ખજ્વાળવા મંડી ગયો .અને બોલ્યો  સાહેબ બહુ ગહન પ્રશ્ન છે .આ પ્રશ્નનો જવાબ દેવો  એ મારા એકલાનું ગજું નથી

aa prashnno javab  deva maa te amaari aakhi vaniyani naat bhegi karavi pade  koi khadayata,koi modh koi lad  eva chorasi jatna vaniya bhega karava pade અકબર કહે ભલે  બોલાવો બધા વાનિયાઓને  માવજી કહે લાવો ખડિયો કલમ કાગળ અને શાહી ખડિયો કલમ હાજર થયા એટલે માવજી લખવા બેઠો . રા. રા તલકચંદ  મલૂક ચંદ  માટલીયા  આપ સહુને અકબર બાદશાહે તેડાવ્વ્યા છે તો  સહુ સાગામાંતે વેળાસર દિલ્હી પધારજો .બધું લખ્યા પછી માવજી નીચે લખે કે “પારકો ખડિયો પારકી સાઈ  મત્તું મારે માવજી ભાઈ ” કાગળ વાંચીને બધા વાણીયા દિલ્હી આવ્યા .બધાને સારા બંગલોમાં ઉતારા આપ્યા .રાબેતા મુજબ સવારે માવજીને  સભામાં બોલાવ્યો અને અકબરે પૂછ્યું .માવજી  કઈ  ઉકેલ આવ્યો .માવજી કહે બહુ અઘરો પ્રશ્ન છે .આખી નાત ગોતે ચડી ગઈ છે પણ જવા મળ્યો નથી જોકે જવાબ જરૂર માલ શે પણ થોડી વાર લાગશે. આમને આમ મહિનાઓ વીતી ગયા .બધા જલસા કરે છે અને માવજીના વખાણ કરે છે .ઘણા મહિનાઓ વીત્યા એટલે  વાણીયા કંટાળ્યા  હવે એને ઘરે જવાની ઉતાવળ થઇ  એટલે એ લોકો એ માવજી ને કહ્યું હવે છુટકારો  કર  માવજી કહે આવો વખત ઘડી ઘડી આવવાનો નથી   હવે તો તમે “પારકે પૈસે તેવાર કે કર દિવાળી  બે વાર ” જેવું કરો  પછી સહુનો આગ્રહ  થયો એટલે માવજીએ  છુટકારો કરવાનું નક્કી કર્યું .માવજી દરરોજની જેમ સભામાં  ગયો .અકબરે  ભગ્ન હૃદયે  માવજીને પૂછ્યું કઈ જવાબ મળ્યો માવજી કહે હા પણ એવું નક્કી થયું કે  મારે થો પ્રશ્નો તમને પૂછવા પડે અને એનો જવાબ તમારે આપવો પડે જો તમને જવાબ ના આવડે તો તમે કોઈને પણ પૂછીને જવાબ આપી શકો છો પણ જવાબ તમારેજ આપવો પડે,

માવજીએ પ્રશ્ન પૂછ્યો એક દિવસની ઘડી કેટલી  બીરબલ પાસેથી જવાબ મેળવ્યા  પછી અકબર બોલ્યો આઠ  .સંભાળીને માવજીએ પૂછ્યું એની આરાધી કેટલી અકબર કહે ચાર ઘડી  એમ પ્રશ્નોત્તરી થતા  થતા અર્ધી  ઘડી સુધી પહોંચ્યું એટલે માવજી એ પૂછ્યું એની અર્ધી કેટલી અકબર કહે પાઘડી . અને માવજી બોલ્યો આ આનું નામ  એવું બોલી માવજીએ  અકબરની પાઘડી તરફ આગલી ચીદ્ધી  પણ ભાડના દીકરા માવજી એ અકબર પાસેથીજ નામ બોલાવ્યો અકબર  માવજીની અને આખા વણિક  સમાજની હોશિયારી ઉપર ખુશ થયો અને તેઓને  “શાહ “નો ઈલ્કાબ આપ્યો જે ફક્ત અમુકજ વાનીયાઓએ સ્વીકાર્યો .બીજાઓએ પોતાની મૂળ અટક ચાલુ રાખી .ગોદીવાળા.ગોસલીયા માટલીયા વગેરે

बे चोर

એક દિવસ બે ભાઈ બંધ ચોરને વિચાર આવ્યો,  કે આપણે ચોરી કરવા જઈએ .ભલે તે ચોર હોય પણ શુકન, અપશુકન,  જ્યોતિષમાં બહુ માનતા હોય છે .અને જ્યોતિષીઓ પણ એ લોકોને જોષ
જોઈ દેતા હોય છે .ચોરને એવો ઉપદેશ ના આપેકે ભાઈ  ચોરી નકરો કોઈ બીજો  નીતિનો ધંધો કરો .
બંને ચોર  કોઈ અતાઈ જોષીજેવા  પાસે શુકન જોવડાવવા  ગયા .જોશીએ કીધું કે  પૂર્વ દિશામાં જજો  .બંને ચોર જોશીની વાત સાંભરી ચાલતા થયા .જોશીએ પાછળ થી બુમ મારી કે એલાવ શુકન જોવડાવ વાના  પૈસા તો દેતા જાવ ?
એટલે બંને ચોર પાછા ફરીને  જોશીને પૈસા આપવા આવ્યા .જોશીએ કીધું કે પૈસા આપવામાં ઢીલ કરી છે એટલે કદાચ ઓછી સફળતા પણ મળે .
બંને ચોર રાતનો અંધાર પછેડો ઓઢી ને કરી કરવા ઉપડ્યા . પણ ક્યાય  ચોરી કરવાની  અનુકુળતા નો આવી .એટલે વિલે મોઢે ઘર તરફ પાછા  ફર્યા એવામાં એક ચોરની નજર બે મંદિરો ઉપર પડી .એટલે એક ચોર બોલ્યો .ચલ આ મંદિરમાં હાથ ફેરો કરી લઈએ ટોકરી  બોકારી જે કઈ હાથ આવે એ લઇ ને રવાના થઈએ . આ બે મંદિરોમાં એક ગણપતિ બાપાનું હતું અને બીજું શંકર દાદાનું હતું .પેલા ચોરની વાત સાંભરી  બીજો ચોર બોલ્યો ,એલા આપણાં થી મંદિરોમાં ચોરી થાય ? ગણપતિ બાપા અને  શંકર દાદા આપણાં પૂજ્ય દેવ કેવાય . તો એક ચોર બોલ્યો તારે ના આવવું હોય તો કઈ નહી બાકી હું તો જઈશ . હમણાજ તાજેતરમાં અશોક મોઢ વાડીયે  ગણપતિ બાપાને  ચાંદીનો ગેંડો બેસવા માટે લઇ આપ્યો છે. અને  શંકરદાદાને કોઈ ભગત ચાંદીનો મોટો નાગ આપી આવ્યો છે ..એટલે તારે ન આવ્બવું હોય તો કઈ નહિ હૂતો બધી વસ્તુ ઉપાડી લઉં છું. એમ બોલી એ મંદિરમાં જઈને કીમતી વસ્તુ ઉપાડી લઈને પોટકી બાંધીને રવાના થયો . સજ્જન ચોર આ વખતે દુર ઉભો હતો ./
પાછળ ગણપતિ બાપા અને શંકર દાદા  વિચાર કરવા લાગ્યા કે આ ચોરને  કૈંક  ચમત્કાર બતાવવો જોઈએ .જો એમ નહિ કરીએ તો પછી આપણને  દુનિયામાં માનશે કોણ ?એટલે  શંકરદાદા બોલ્યા . જો આપણે કંઈ નુકસાની કરાવી હોય એનું ધનોત પનોત કાઢ વું હોય તો ઓલો દુર ઉભો છે એ ચોરને નુકસાન કરીએ આ જે આપણાં  ગેંડા  અને નાગ લઇ જાય છે  .એને જો આપણે નુકસાન કરીશું તો એ બીજી રાતે આવીને આપણી  બંનેની મૂર્તિઓ ઉપાડીને  અમેરિકા ભેગી કરશે . જોકે મારીતો મૂર્તિ નથી ફક્ત લિંગ છે તોય ચોરનું ભલું પૂછવું.
અને પછી બાપડા નિર્દોષ ચોરનું નખ્ખોદ કાઢ્યું .   “બીએ એને સૌ બીવડાવે “

ધર્મ સ્થાપકો અને ઈશ્વરવ્તારો એશીયામંજ કેમ જન્મ્યા ?

વર્ષો પેલાં  હું મારે ગામડે ગએલો .એક ઘરે ગયો `ખડકી ઉઘાડી અંદર પ્રવેશ કર્યો .કે તુરત એક યુવાન મારી પાસે આવ્યો મારા ચરણ સ્પર્શ કર્યા.મને હર્ષભેર આવકાર આપ્યો .અને એની દાદી મને ઉદ્દેશીને બોલ્યો . આઈ હેમત આતા આવ્યા છે ? આઈને આંખે ઝાંખું ઝાંખું દેખાતું હતું .તે મને જોઇને બોલ્યાં  .એ આવ્ય દીકરા આવ્ય  આં  મારી હામ્ભો બેહ  ગીગી
આતા હારું હાંગા માસી લેવ્ય ?સાંગા માચી આવી .હું આઈ સામે સાંગા માચી ઉપર બેઠો .અરે દીકરા તી મન આંધરીને દર્હન દીધાં? આઈ હું તમારાં દર્શન કરવા આવ્યો છું દર્શન દેવા નથી આવ્યો. દીકરા ગોવિંદ આવ્યો હુંતો (ગોવિંદ એ મારો દીકરો હરગો વિંદ )મી ઈને કયું (કહ્યું )ગોવિંદ તું મારા ખોરામાં બેહ મારે તુને વાલો કરવો છે  આઈ હવે હું મોટો ભાયડો થઇ ગયો છું ત્રણ દીકરાનો બાપ થઇ ગયો છું .હું તમારાં ખોરામાં બેસું તો તમને ભાર લાગે.તો તું ઈમ કર્યહું ખાટલા માં  એક વાહુ બેહુ અને તું મારા ખોરામાં માથું રાખ્ય અને લાંબો

થે ને હુ(સુ)હર ગોવિંદ આઈના કહ્યા પ્રમાણે સુતો અને આઇએ  મોઢા  ઉપર હાથ ફેરવીને  ખુબ ચુંબન કર્યાં.  जिसको कहते है मुहब्बत जिसको कहते है खलूस / ज़ोपड़ो में  हेतो हे पुख्ता मकनोमे नहीं .
આઇએ મને પૂછ્યું ગીગા એક પરસન કરા? હા બોલો મને આવડશેતો જવાબ  દઈશ   નહિ તર હાથ ખંખેરીને ઉભો થઇ જઈશ .બોલો શું પ્રશ્ન છે ?ગીગા મોટા મોટા દૂધાધારી માત્માને

પર્સન  કર્યોસ  પણ હજે સુધે કોઈએ જવાબ દીધો નેથ . આઈ તમે એવા દંભી બાવાને માત્મા કહો છો .હુ તો એવા ધતીન્ગીયાને   આંગણે ઉભાવાજ નો દઉં કે જે બચ્ચાના માટે પરમેશ્વરે  દૂધ બનાવ્યું હોય એ દૂધ  પોતે પી જાય .હુ તો એવા બાવાને માન આપું  કે જે  ગાયો ભેંસોના મુતર પી ને જીવતો હોય એવા મુતાધારી બાવાના પગમાં પડું .ભેંસોના આ ભવે દૂધ પી જઈને દુધાધારી માતમાં કેવ્ડાવે છે એવા  બાવા  આવતે ભવ પાડા સરજે છે   .અને ખાટી છાશ પીને મરી જાય છે.   (મારીવાત સાંભરી આઈ હસવા માંડેલા)આઈ હવે તમારો  પ્રશ્ન પૂછો . ગીગા   આ ભગવાન આપણા મલક્માંજ કીમ અવતાર લ્યેછે બીજા દેશમાં કીમ અવતાર લેવા નેથ જાતા ?મેકીધું આઈ હુ અમેરિકા માં રહું છું ઈ દેશના માણસો એવા નીતિ વારાંકે  હુ વાત કરું તો તમે નઈ માનો   અને આપણા મલકના માણસો એ  મોટાં ટીલાં કર્યાં હોય દુકાનમાં ભગવાન ની મોટી મૂર્તિ રાખી હોય અને ઘરાકને છેતરવામાં  જરાય અચકાય નહિ .એટલે ભગવાન ને લોકોને સુધારવા અવતાર વારેવારે લેવો પડે છે .મારી વાત એક ધ્યાન થી સાંભરી આઈ બોલ્યાં  ગીગા તી મન ઘૂંટડો ઉતારે . દીધો .हजारो खिज्र पैदा कर चुकी है नस्ल आदम की इ तस्लीम लेकिन आदमी अब तक भटक्कता है .

બે ગપોડી ભેગા થયા

બે ગપોડી ભેગા થયા
અમદાવાદના ફૂટપાથ ઉપર રાતે સુતી વખતે વાતોએ ચડ્યા .
એક ગપોડી બોલ્યો હવે મારી માઠી દશા બેઠી છે .અને કોક પાસે રકાબી ચાની માંગણી કરવી પડે છે .
બાકી મારા બાપ દાદા ભેંસો રાખતા  એ એક એક ભેંસ  બબ્બે મણ દૂધ કાઢતી હતી .સાંભળીને બીજો બોલ્યો .
મારા બાપ દાદા બકરીઓ રાખતા હતા .એક એક બકરી મણ મણ દૂધ કાઢતી હતી .એ બકરી મરી ગઈ એટલે એના આંચલ કાપીને લટકાળી રાખ્યા છે .એ આંચલ માંથી  પાંચ શેર દૂધ તો હજી નીકળે છે.
ગપ #૨  એક ગપોડી કહે  મારા બાપ દાદા પાસે એટલા બધાં ઘોડાં હતાં કે ઘોડારના એક છેડે થી ખરેરો કરતા કરતા બીજે છેડે જાય .ત્યાં જે ઘોડી ગાભણી થઇ હોય એ ઘોડી  ઠાણ દ્યે .મતલબકે ઘોડારના  એક છેડેથી બીજે છેડે પહોંચતાં એક વરસ જેટલો સમય લાગે .પછી બીજો ગપોડી બોલ્યો  ,મારા બાપ દાદા એટલું મોટું ભાલું રાખતા કે   અમદાવાદના જમાલ પુર દરવાજે બેઠા બેઠા  ઓખાના વાઘેર બહારવાતીયાઓને ભાલેથી મારી નાખતા .બીજે ગપોડીએ સવાલ કર્યો
આટલું  લાંબુ ભાલું  ક્યે ઠેકાણેરાખતા હતા ? સાંભળીને   બીજો ગપોડી બોલ્યો .તારા બાપ દાદાની ઘોડારમાં રાખી આવતા હતા .