Category Archives: વાર્તા

બાળ વાર્તાઓ

       ઈન્ટરનેટ ઉપર ઘણી બધી બાળવાર્તાઓ હવે મળી જાય છે. જેટલી મળી એટલી વાર્તાઓનું એક  પ્રવેશદ્વાર  (portal)  બનાવ્યું છે, અને તે પણ ખાસંખાસ બાળકોના બ્લોગ ઉપર …

gpp_ev_hdr

આ ચિત્ર પર ક્લિક કરો.

અને…..અંગ્રેજી બાળ વાર્તાઓના પણ બહુ મોટા ખજાના નેટ ઉપર છે. થોડાક ભેગા કરેલા આ સરનામે ……

stories_11

આ ચિત્ર પર ક્લિક કરો.

Read more of this post

છંદ

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

       હું એક છંદ લખું છું  . ક્યા કવિએ બનાવ્યો છે તેની ખબર નથી . એ કેટલે અંશે સાચું હોઈ શકે એ  આપ નક્કી કરજો

       શિવાલય  માં શિવનો દીકરો ગણપતિ હોય એનું વાહન  ઉંદર  જગદંબા પાર્વતી માનું વાહન વાઘ  એ પણ શિવાલયમાં વિરાજમાન હોય  શિવનું આસન વાઘની ચામડું ઓતારડી  ને  બનાવ્યું હોય  શિવનું વાહન આખલો હોય, બધા  શિવાલયમાં હોય  શિવના  ગળામાં નાગ હોય  એનો ખોરાક ઉંદર  , અંબામાના વાહનનો ખોરાક  આખલો, શિવના મસ્તક ઉપર  ચંદ્ર  જે અમૃતથી ભરેલો હોય   . અને આપ જાણો છોકે  અમૃતનું કામ મ્રેલની જીવિત કરવાની છે   . બધા મંદિરમાં હોય પણ  શિવની ધાક એવી કે  કોઈ ઊંચું માથું નો કરે   એક વાત એવી છેકે  કેટલીક  સ્ત્રીઓને  એવું મનમાં હોય છે કે  પોતાનામાં પોતાના પતિ કરતા કંઈક  વિશેષતા છે  .  હું જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ગામ નુંનારાળા એક સ્નેહીનો મહેમાન બન્યો   . શિયાળાના દિવસો હતા  ગૃહિણીએ મને  અડદિયા  લાડુ અને  ગાંઠિયા  નાસ્તામાં આપ્યા  મેં એવું અનુમાન કર્યું કે  લાડુ ઘરધણી ચંદુએ બનાવ્યા હશે  . આ બાજુ વધારે પડતું રાંધવાનું હોય એ પુરુષો બનાવતા હોય છે  .  પણ બૃહસ્પતિ દાદાના  કહેવા પ્રમાણે  અનુમાનો ઘણી વખત  ખોટાં પડતાં એ પ્રમાણે મારું આ અનુમાન ખોટું હતું   લાડુ ચંદુની વાઈફે બનાવ્યા હતા   . મેં ચંદુની  પ્રશંશા કરી કે  ( ચંદુ મારો  દુરનો ભત્રીજો થાય  ) ચંદુ  તે લાડુ બહુ સરસ બનાવ્યા છે  .  ચંદુ મનમાં મલક મલક હસવા માંડ્યો પણ એવું નો બોલ્યો કે  કાકા લાદી મેં નથી બનાવ્યા  પણ મારી ઘર વાળીએ બનાવ્યા છે ,  મારું બોલવાનું સાંભળી  ચંદુના પત્ની  તુર્ત મારી પાસે આવ્યાં . અને  થોડા ભારે અવાજથી બોલ્યાં  કાકા લાડુ મેં બનાવ્યા છે મેં  એને ચોખા બાફતા પણ ક્યા આવડે છે?

 હવે કોઈ અજ્ઞાત કવિ  નો છંદ વાંચો  .

भस्म लगावत  शंकरको  अहि लोचन बिच पड़ी जरीके
अहिकि फुफकार  शशिको लगी तब अमृत बिंदु पड्यू  धरपे
ताहिको छाही वाघम्बर  जागत हा हां  कार  मच्यो  शिव मन्दिरमे
 देखि सुरभि सूत भाग्य चल्यो तब गौरी  हंसी  मुख्य युँ करके

sp

માં પાર્વતી  શિવજી ન જુવે એમ જરાક ત્રાંસુ  મોઢું કરીને હસી  ગ્યાં   કેમકે  પોતાના વાહનથી  પોતાના પતિનું વાહન આખલો  ભયભીત થઈને  ઊંચું પુંછડું  કરી  હળી  કાઢીને ભાગી ગયો   .  પદ્મશ્રી  દુલા ભાયા કાગનો એક દુહો છે કે

હરિયલ ઘેર ન હોય અને ફળીયામાં કુંજર ફરે
 ઈને વયની વાટુ ન હોય કેહર બચ્ચાને  કાગડા  ‘ 

સિંહનું બચ્ચું  એવો વિચાર ન કરે કે હું જીણકુ  છું  ઈતો સિંહને પાડી દ્યે   આવી વાતું  કવિયોની એક પાડાને મારવો હોય તોપણ  ચાર પાંચ સિંહ ભેગા થાય ત્યારે માંડ  પાડો મરે
એક નાજા નામના  કાઠીને ઘર પાસે   રેડ પડી  બંદુકોના અવાજ થવા માંડ્યા   . એ વાતને બિરદાવતો દુહો છે કે
આઠ મહિનાની આસ મેં ગાજેને  શાદુલો મરે
નો  સાંખે  નિજ વાસ નાલ્યુંના ધુબાકા નાજીયો  .
એક કહેવત એવી છે કે એક  શાર્દુલ  જાતિનો સિંહ  મેઘ ગર્જના સહન નથી કરી શકતો એને મનમાં થાય કે આ વળી  મારાથી બળીયો  કોણ જાગ્યો  એવું વિચારી પત્થર  ઉપર માંથા પછાડી પછાડીને  મરી જાય છે   .

सिंहके  झुंड नहीं हंसनकि नहीं  पांत
हिरेकि नहीं बोरियां  संत न चले जमात

         અરે સિંહોના ટોળે ટોળાં  હોય છે  . આફ્રિકા જઈને જુવો તો ખબર પડે  અને હીરાની બોરીયા નહી પણ સાઉથ આફ્રિકાથી  ટ્રકના ટ્રક  ભરાય ને આવતા હોત છે  . એવી રીતે હંસ  ની લાઈનો ને લાઈનો હોય છે .  આ બધી કવિની વાતું છે  .

કોમેન્ટ કે લેખ? !

Pravin_Shastri_2

નેટમિત્ર અને આતાના અનેક  માનસપુત્રોમાંના એક એવા પ્રવીણભાઈ  શાસ્ત્રીએ ‘ આતાવાણી’ પર સરસ મજાની ‘પ્રશા’ – સ્ટાઈલ (!) કોમેન્ટ વાર્તા લખી દીધી. ( આ રહી.)

હવે ત્યાંથી કોપી પેસ્ટ !!!

વાર્તા પ્રેરણા – આપણાં આતા શ્રી હિમ્મતરામ જોષી.

દોસ્ત દોસ્ત ના રહા
@@@@@@@@
આપણાં લોકમાન્ય આતાએ એમના એક મિત્રની મને ઓળખાણ કરાવી.
.
આતાના ભાઈબંધ આતા જેવા જ હોયને? આ દોસ્ત પણ આતા જેવા જ માયાળુ. એમના જેવા જ રંગીન. બધા એને સોરઠીબાપુ કહે. એનું પોતાનું સાચું નામ તો કદાચ બાપુને પણ ખબર ન હોય. અમેરિકામાં એકલા રહે, સાફો બાંધી, કડિયાળી ડાંગ લઈને ફરે. આપણા આતા અને આ સોરઠીબાપુમાં એટલો ફેર કે એ બ્યુટી પાર્લરમાં જઈને ગોરી ગોરી છોકરીઓ પાસે લાંબી દાઢીને મેંદીનો રંગ લગડાવે અને છોકરીઓને જાત જાતના લાડ લડાવે. દિલના ચોખ્ખા અને મનના ભોળીયા. પેટમાં પાપ નહીં. પારકાનું ભલું કરવા થાય તેટલું કરી છૂટે. એમાં મહિલાઓનું તો ખાસ. દંભના ડાધ વગરનું, આતાની દાઢી જેવુ ધવલ મન. પ્રેમ સભર વાતો. હું આતાનો મિત્ર એટલે હું એનો પણ મિત્ર. પ્રેમથી પેટ છૂટી વાતો કરે. એમનો ફોન આવે એટલે નવું નવું જાણવા મળે. કુટુંબથી અલગ પણ સદાના સ્નેહ સંસારી. આતામાં અને આ બાપુમાં થોડા ફેર પણ ખરા. આતા અંગ્રેજી સિવાય અનેક ભાષાના વિદ્વાન. આ સોરઠીબાપુ અંગ્રેજીમાં ગુજરાતી બોલે; અને ગુજરાતીમાં અંગ્રેજી બોલે. આવા સોરઠીબાપુનો ફોન આવ્યો.
.
કશી યે પૂર્વભૂમિકા વગર એમણે તો ફોન પર ગાવા માંડ્યું સંગમનું, ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમેં તેરા ઐતબાર ના રહા ઐતબાર ના રહા.” બસ એકની એક લાઈન ચાર ચાર વાર ફટકારી.
.
“બાપુ, બાપુ, આપ ઠીક તો હો ન.” વડીલને એમ તો ના પૂછાય કે બાપુ, તમારું ખસી તો નથી ગયું ને!
“આ પેલા જાદવીયાએ દગો કર્યો. વિશ્વાસભંગ. યાદવાસ્થળીમાંથી બચી ગયેલા આ જાદવીયાએ મારી જન્મ કુંડળી બદલી નાંખી. કનૈયાએ જેમ કુરુક્ષેત્રમાં લુચ્ચાઈથી કૌરવોની બદલેલી તેમ.”
.
મારે કહેવું પડ્યું “બાપુ, આ મુરખ શાસ્ત્રીને જરા સમજ પડે તેવી, સીધી, અને સમજાય તેવી વાત કરોને.”
બાપુએ ઉકળાટ શાંત થતાં વાત માંડી.
.
“જો વાત એમ છે કે મારે જાદવ સાથે વાત થઈ હતી કે રઝિયા અને અશરફને અમેરિકા લાવવામાં તને દોસ્તી દાવે મદદ કરું, પણ અશરફને હું મારી સેવા નર્સ તરીકે મારી સાથે રાખીશ. પહેલા તે કબુલ થયો હતો અને હવે તે ફરી ગયો. વગર લગ્ને પણ પણ બબ્બે સાથે મજા કરતો થઈ ગયો અને હું નાહકનો ભેરવાઈ ગયો. લટકતો રહી ગયો.
.
“બાપુ તમે ઉશ્કેરાટમાં હજુ પણ અધ્ધર વાતો કરો છો. તમારી વાત, જાણે કોઈ ડિટેક્ટિવ સ્ટોરી જેવી વાત લાગે છે.બીલકુલ, સીધી માંડીને વાત કરો. ‘એક હતો રાજા અને એને સાત રાણી’ની જેમ.”
.
“મારા કાઠીયાવાડી દોસ્ત જાદવને તો તું ઓળખેને?
,
“ના, બાપુ ના; હું નથી ઓળખતો. હજુ આતાએ કે તમે એ રાજમાન રાજેશ્રી જાદવજી ઓળખાણ નથી કરાવી”
.
“ન ઓળખે એમાં જ તારું હિત છે. એની દોસ્તી કરશે તો તને પણ ચૂનો ચોપડી જશે. આ જાદવ તારા, મારા, રાવલ, વ્યાસ અને જાની જેવો બ્રાહ્મણ છે, પણ એનામાં જરાય સંસ્કાર જેવુ નથી. નસીબનો બળવાન એટલે જબરો માલદાર છે. બુદ્ધિનો બુઠ્ઠો અને ગજવાનો છૂઠ્ઠો છે. એની બાયડી દિવાળી એને છોડીને ચાલી ગઈ, કોઈ બીજા ગોરીયા સાથે લફરુ છે, પણ જાદવને છૂટાછેડા આપીને એને છોડતી નથી. જાદવના પૈસે બીજા સાથે મજા કરે. જાદવ માથું અફાળીને રડે. જાદવને પણ ગુસ્સો આવે અને એને એમ કે હું પણ બેચાર ધોળી સાથે મોજ કરી શકું એમ છું. પણ એ બધી આરસીમાં જોયા વગરની વાત. જાદવ ડોસલાનોનો ચહેરો પાઈનેપલ ફેસ જેવો; એટલે કોઈ અમેરિકન બાયડી એને દાદ ન આપે. આપણા દેશની તો બધી સુંદરીઓ જાણે કે ડોસલો પરણેલો છે. દિવાળી સામે એના જેવા થવાનો કોઈ ચાન્સ નહીં. એના મગજમાં તુક્કો આવ્યો. મને કહે હું ઈરાન જાઉં છું. ત્યાંથી કોઈ પકડી લાઉં.”
.
મેં એને આશીર્વાદ આપ્યા. “વિજયી ભવ”
.
“હા બાપુ હવે તમારી વાતમાં રસ પડવા માંડ્યો. મજાની વાત જામે છેં હોં. પછી જાદવરાયાનું શું થયું?”
“એનું નશીબ જાગ્યું. જાદવને તેહરાનમાં અંગ્રેજી બોલતો ટેક્ષીડ્રાયવર મળી ગયો. તેણે તેની પાસેથી ગજવા ભરી ને ડોલર લીધા અને બે ઈરાનિયન સુંદરી સાથે ઓળખાણ કરાવી. આ સુંદરીઓ તે આ આપણી ફિલમની હિરોઈન જેવીઓ. બાવીશની રઝિયા અને ત્રીસની અશરફ. શાસ્ત્રી, હું વધારે બોલું નહીં સાનમાં સમજી જજે. બગડેલા આ બ્રહ્મપૂત્ર જાદવે એક મહિના સૂધી બન્ને ઈરાનીયનો પાસે સર્વ પ્રકારનો આનંદ મેળવ્યો. કહેવત છેકે ‘જેનો હાથ પોલો ઈનો જગ ગોલો’ એ પ્રમાણે, કુંવારી રજિયા સાથે જાદવે એક મહિનો ઈરાન જેવા દેશમાં જાત જાતના ખેલ ખેલેલા, શારીરિક સબંધ બાંધી જલસા કરેલા.”
.
“રઝિયા પણ સરસ અંગ્રેજી બોલે. કાચી કુંવારી કળી જેવી રજિયાને અમેરિકા આવવું હતું. અસરફ એની
જિગરજાન બહેનપણી.”
.
“જાદવે મને ફોન કર્યો. ‘બાપુ મને બે દિલખૂશ થઈ જાય એવી બે બ્યુટિફુલ સાકી મળી ગઈ છે. એક તમારે માટે અને એક મારે માટે. રઝિયા કુંવારી છે તે હું રાખીશ અને અશરફ નર્સ છે તે તમને કામ લાગશે. અશરફને એના હસબંડે તલ્લાક આપેલા છે. અનુભવી નર્સ છે. તમને કામ લાગે એવી છે. પણ એને અમેરિકા લાવવી કેવી રીતે? કંઈ રસ્તો બતાવો.”
.
મેં એને કહ્યું “તું એને પરણી જા.”
.
તો એણે એનું કપાળ કૂટ્યું. એ જ સ્તો પ્રોબ્લેમ છે ને? મને કહે મારી દિવાળી ડિવોર્સ લે તો જ મારાથી એને પરણાય. અને એ ડિવોર્સ આપતી નથી. એક કામ કરો. મારી રજિયા માટે કોઈ વિશ્વાસુ કુંવારો શોધી આપો નહીં તો તમે એને પરણી જાવ.
.
મેં એને કહ્યું તને ભાન છે કે તું કોની સાથે વાત કરે છે? પાસે હોત તો ભડાકે દેત. બીજું તું તો જાણે છે કે કહેવત છે ખસી કરેલો બળદીયો અને બુઢ્ઢો પરણે બાયડી એ બીજાને કાજ’ તો એ નફ્ફટ કહે ‘એ તો એવું જ છે ને! તમારે તો મારે માટે જ પરણવાનું ને!’
.
પછી એતો મોટે મોટે થી રોવા લાગ્યો. બાપુ કંઈ કરો. મને મદ્દદ કરો. કોઈ શોધી આપો. મેં કહ્યું હું મારા ગ્રાન્ડસન ને વાત કરીશ.
.
મારા ગ્રાન્ડસનનો એક દોસ્તાર લગ્ન વગર એની ગર્લ ફ્રેન્ડ સાથે રહેતો હતો. એને બે છોકરાં પણ હતાં. એને કંઈ કોઈની સાથે લગ્ન કરવા ન હતાં. પણ જાદવે એને પૈસાની લાલચ આપી. મેં અને મારા ગ્રાન્ડસને એને ખૂબ સમજાવ્યો એટલે એ તૈયાર થયો. આ બધી ગોઠવણ મેં અને મારા ગ્રાન્ડસનને જ કરી. આમાં મારો સ્વાર્થ એ જ કે ભાઈબંધને બાયડીનું સુખ મળે અને મને એટલો જ ફાયદો કે મને ચોવીસ કલાકની મારી સાથે રહેવા વાળી રૂપાળી નર્સ મળશે.
.
શાસ્ત્રી તને ખબર ના હોય પણ ટર્કી અને ઈરાન વચ્ચે આવ જાવ કરવા માટે વિસાની કોઈ જરૂર નથી. હવે પ્લાન એવો હતો કે રઝિયા ઈરાનથી ટર્કી જાય. ત્યાં મારા ગ્રાન્ડ સનનો ફ્રેન્ડ જોસેફ પણ ફરવા જાય, રઝિયા સાથે પ્રેમમાં પડી લગ્ન કરે અને પછી સીધી અમેરિકન એમ્બેસીમાં જાય અને અમેરિકન એમ્બસીમાં વિનંતી કરેકે હું અમેરિકન નાગરિકને પરણી છું જો હું હવે ઈરાન જાઉં તો મારે ફાંસીને માચડે ચડવું પડે . એટલે અમેરિકન સરકાર આશરો આપે અને રઝિયા અમેરિકા આવી પહોંચે અને એર પોર્ટ ઉપરથીજ સીધી જાદવ એને પોતાને ઘરે તેડી જાય. રજિયાને ખૂબ સમજાવવી પડી કે આતો તારા લાભને માટે જ જોસેફ સાથેના લગ્ન છે. જોસેફ ભલે પરણેલો નથી પણ પરણેલા કરતાં પણ એની ગર્લ્ફ્રેન્ડને લવ કરે છે. જો જોસેફની ગર્લ ફ્રેન્ડને ખબર પડશે કે જોસેફ રજિયાને પરણ્યો છે તો તારું આવી જ બનશે. સીધ્ધી બુલેટ તારી ભરાઉ છાતીમાંથી થઈને પીઠમાંથી નિકળી જશે. એવું નક્કી કર્યું .આમ વાતો થતી હતી .દરમ્યાનમાં મેં અશરફનો સંપર્ક રજિયાનાં ઈ મેઈલ ઉપર સાધ્યો મને એક ઈરાની યુવક મળ્યો એના મારફત હું ફારસી ભાષામાં અશરફ ઉપર રજિયા નાં ઈ મેઈલ મારફત લખવા માંડ્યો. એને સમજાવ્યું કે તું મારી બાયડી તો નૈ પણ નર્સ બનીને મારી સેવા કરજે. એ પણ બિચારી રાજી રાજી થઈ ગયેલી.
.
રઝિયાને ફરી ફરીને સમજાવવી પડેલી કે ખાલી કાગળ પર જ તું જોસેફની વાઈફ છે. જોસેફ સાથે તારે બીજી કાંઈજ લેવાદેવા નથી. તારે તો જાદવ સાથે જ જવાનું છે. વીસ હજાર ખર્ચી ને રજિયા સાથે અશરફની પણ અમેરિકા આવવાની જોગવાઈ થઈ ગઈ. છેવટે બન્ને અમેરિકા આવી ગઈ.
.
અમે બધા એ બન્નેને લેવા એરપોર્ટ પર લેવા ગયા.
.
“રજિયાએ તોફાન મચાવ્યું. એ કહે હું તો જોસેફને પરણી છું. જોસેફ યંગ અને હેન્ડસમ માટિડો છે. મારે આવા ખરબચડા મોંના જાદવ સાથે નથી જવું. જોસેફ તો બિચારો ગર્લફ્રેન્ડવાળો, બે છોકરાંનો બાપ, એ તો એરપોર્ટ પરથી ઉભી પૂંછડી એ ભાગ્યો. મેં અશરફને કહ્યું ચાલ મારી સેવા કાજે. હું તને રોજ ખજુરવાળું દૂધ પીવડાવીશ. તારું જોબન ઓર ખીલશે. એ તો બિચારી તૈયાર હતી. પણ જાદવીયાએ કહ્યું તને અહીં લાવવા વીસ પચ્ચીસ કાવડીયા તો મેં ખર્ચ્યા છે. તું હવે મારી જ છે. યે બાપુ તો બીલકૂલ કડકા હૈ. મેરી પાસ તો બહોત પૈસા હૈ. હું તને અને રજિયાને બન્નેને તમારા મુસ્લિમોની જેમ મારી સાથે રાખીશ. જો દિવાળી પાછી આવશે તો તેને પણ તમારી સાથે જ રાખીશ. તમને ત્રણને કંપની ઓછી લાગે તો ચોથી કોઈ કાળી કામ કરવા વાળી પણ લઈ આવીશ. આ બાપુ પાસે તો એક કલાક પણ રહેવા ન દઉં.”
.
મારો જ દોસ્ત જાદવીયો ફરી ગયો. એકને બદલે બે લઈને બેઠો. બોલ શાત્રી હું દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા ગાઉં કે નહીં.
.
મારા મનમાં હતું કે બાપુની દાનત પણ ખોરી જ હતી, પણ હું કાઈ ન બોલ્યો.
.
કથાબીજઃ હિમતલાલ જોષી (આતાવાણી)

વાતનો ઉપાડ ને ઉતાર – દિનેશ વૈષ્ણવ

      ફિનિક્ષ નો ૯૦ વરસનો ડણ।કુ દેતો સાવજ કે જેને જુવાની હજી કાલે આંટો લઇ ગઈછ ઈ મુ.વ. શ્રી. હિમતલાલ જોશી, આપણા વહાલસોયા “આતા,” કે જેના પગ તળેથી આઠેક દાયકાના અનુભવનો દરિયો વૈગ્યોછ, જેને ત્રણ-ચાર પેઢીને ચોરીએ બેસાડી ને લગનમાં આશિર્વાદ દીધાછ, જેને દેશીન્ગામાં ધૂળપાટીમાં (લાકડાના પાટલે પાથરેલી જીણી ધૂળમાં) આંગળીથી કદાચ પેલો એકડો ઘુટ્યોછ , ઈ આતાએ મને એક મેઇલમાં પોતીકો એક દુહો લખ્યો:

“કમ્પ્યુટર તારી કમાલ અમે ભવમાય ભાળેલ નઈ
નિપુણ કીધા ન્યાલ, ઈ કેવાય કરપા કમ્પ્યુટર”

      હું પણ પાટી-પેન ને ફાનસે ગામડાઓમાં ભણ્યો, પછી યુ.એસ. માં મેં પી.એચ.ડી. કર્યું તોયે મારી પાસે કેલ્ક્યુલેટર નોતું, ને આજે હાલો-માલો ને જમાંલીયો અમે બધા સેલફોન, આઈપેડ ને કોમ્પ્યુટર વપરાતા થઇ ગ્યાછ, ને એટલે તો આતાએ મને કીધું, “દિનેશભાઈ આ કોમ્પ્યુટર લોકોને કેટલા નજીક લાવી મુકે છે?” આતા ની વાત બાર આની સોનાની ખરી પણ સોળ આની સોનાની નહિ. બાર આની ઈ માટે કે “તાલાળા નું મજા માર્કા નું આકરી તાવણ નું ચોખું ઘી” જેદી ન મળે તેદી ડાલડાયે ખાવું પડે, ઈ માંગરોળ કે ચોરવાડ ની “લોટણ કેસર” કે મહુવાનો “જમાદાર” બજારમાં ન હોય તેદી કળવાનો “મલગોબોયે” ચુસ્વો પડે, ગા-ભેહ વસૂકી ગ્યાહોય તીયે બકરી ના દૂધ નો ચા પણ પીવો પડે. એટલે આમ આ કોમ્પ્યુટરથી થાતી વાતું થતી ઈ બાર આની. બીજી રીતે કહું તો કોમ્પ્યુટર ના પડદા ની વચેથી થાતી વાતું ઈ:

વિજાણદ આડો વિન્જણો ને શેણી આડી ભીત,
પડદે પડ્યા વાતું કરે ઓલી બાળપણ ની પ્રીત”

     જો ઈ વિજાણદ ને ઈ શેણી મોઢે મળ્યા હોત ને વાતું કરી હોત તો એનો નાદ, આનંદ, આત્મીયતા ને સુગલો સોળ આની સોનાને વટી જાત. બાકી આમ તો વાત કરવાની ને સાંભળવાની બેય કળા છે, કે જે આજ-કાલ ગામડાઓ ના કોક સીમ-સેઢે પળીય।ઉ ની જેમ સચવાણીછ .

      સાચું પૂછો તો વાત મંડાય, વાત કરાય નહિ. વાત માંડ્યા પેલા આજુબાજુ વાત સાંભળવાવાળા કોણ છે, કેટલું ભણેલાછે, કેટલી ઊમરછે, ભાયડા, બાયડી ને છોકરા કેટલાછે એનો અંદાજ લઈને વાત નો વિષય લેવાય. હવે વાત માંડવાવાળો પેલા પુનાપતી ને ચૂનો હથેળીમાં ચોળે, ચોળેલી તમાકુને ત્રણ-ચાર પ્રેમના ટાપલા મારી ને એની ધુસ ઉડાડે ને ઈ માપલો હોઠ માં દાબે. પછી ઈ સેવર્ધનના સોપારીનો જીણો ભૂકોકરે ને ઈ માપલા હારે મુકે. જે ભાઈ તમાકુ ન ખાતો હોય ઈવડો ઈ તપકીર તમાકુ ની ચપટી ભરે ને બેય નસ્કોરે ચડાવે ને હાથ ખખેરે. જે વાત માંડવાવાળો બીડી પીતો હોય ઈવડો ઈ બીડી હોઠે ટેકવે, દીવાસળી કપાસછાપ બક્સે બે-ત્રણ વાર સટ-સટ ઘસીને બીડી લગાડે ને બે-ચાર સટુ ખેચે. ઈ આમ તમાંકુનો બંધાણી એની રીતે વાત માંડવા પટમાં પડે.

      ઈ હળવેકથી સમો જોઇને વાત માંડે. ઈ વાત માંડી ને એને ધીમેધીમે ઉપાડે, પછી ઈ વાતને હળવેહળવે ચડાવે, ચગાવે, ને જ્યાં લાગી શ્રોતાઓ ને રસ પડે યા લગી ઈ વાતની ચગણને બાંધી રાખે. જેવું લાગે કે કોક-કોક શ્રોતાઓ ડાબી-જમણી કોર જોવા મન્ડ્યાછ ને આંખુ ચકળ-વકળ થાયછ, ઈ ભેગો ઈ વાત માંડનારો ધીમેધીમે વાતને ઉતારે, વચે હાકલા-પડતાલા કરતો જાય ને ઉતરતી વાત ને જાળવે ને છેલે વાતને દફ્નાવે.

     બાકી ૧૯૮૦-૯૦ પછી જન્મેલી પેઢી ને પુછજો કે નાત માં સુ જમીયાવ્યા તો જવાબ દેસેકે પાપડ, ભાત, શ્રીખંડ, ચટણી, કઢી, છાસ, મીઠું, પૂરી… આને “મો-માથા” વગરની વાત કેવાય. કોક વળી વાત પુછ્ડે થી માંડે ને ફેણે ઉતારે, કોક વળી વચે થી માંડે, પુચ્ચ્ડે પુગે ને પાછો ફરીને ફેણે આવે. કોક વળી વાત માંડે તીયે તો આપણ ને એમજ થાય કે વાહ કોક ગઢવી છે – જેમકે મધરાતે ગામની ભેકાર સીમમાં વડલે પૂગ્યો, માથે રાતનું ધાબુ, સીમમાં આઘેરા શિયાલ્યા લાવણી કરતાતા, તમરાં કાનહોતા વયા જાતાતા, બે-એક ગાઉ અઘો સિંહ ડણાકુ દેતોતો, વડલા કોર જોયું તો એમજ બોલી ગ્યોકે:

વડલા તારી વરાળ, પાનેપાને પર્જલી
ડાળીએ ડાળીએ હું ફરું ને પાનેપાને તું
ઈ મુને ભૂત ના લાગે ભડકા ઈ માંન્ગ્ડા” 

       ઈ આમ શરૂઆત કરે એટલે આપને એમજ લાગે કે વાહ દરબાર “વીર માંન્ગ્ડા વાળા” ની વાત માંડશે. પણ યાતો ઉપલો દુહો કઈને કે બસ પછી બીનો તે ઘેર આવીગયો. આને કેવાય “વાત માંડી ને તરત છાંડી,” કે “દારુ ગોળ। વગરની જામગ્રી ને કેફ ચઙ।વ્યો”

मेरा वसीयत नामा

મારા  દારૂડિયા ,ચડસી ,ગંજેરી , જુગારી ,શિકારી .વગેરે અનેક પ્રકારના ચાહકો છે. અને ભૂલથી પણ કીડી જેવું જંતુ ના મારી જાય એવી કાળજી રાખનારા પણ મિત્રો છે .અને હું એને દિલથી ચાહું છું .મને કોઈ પ્રત્યે નફરત કે ઈર્ષા થતી નથી.  એક શેઅર તમને કહું છું.

दुनियाको नफरातोने दोज़ख  बना दिया

जन्नतसा था जहान  उसे जहन्नुम बनादिया  મારા સદાચારી મિત્રો પણ છે .અને અહિંસક તો એવા છે કે મચ્છર મારવાની પણ એની ઈ ચ્છા થતી નથી .હું એને ચાહું છું અને એવી રીતે એ લોકો પણ મને બેહદ ચાહે છે.એક વખત મને ખરાબાતોમાં જવાવાળા મિત્રોએ મને કહ્યું કે हिम्मत लाल  तू अपना वसीयत नामाबनाले  મારા જે દારૂડિયા મિત્રો લખાનોવ .બનારસ .બાજુના હતા તે લોકોએ મારી સમાધી બનાવવાનું પણ નક્કી કરી દારૂડિયા મિત્રો મારા ખાટ્લા પાસે બેસી રહે .દારૂની પ્યાલી ઉપર પ્યાલી પી ધા કરે.સદાચારી મિત્રોએ પણ મને વસીયત નામું લખવાનું કહ્યું .દારૂડિયા મિત્રો માટે મેં આવી રીતે વસીયત નામું બનાવેલું અને સદાચારી મિત્રો માટે આવી રીતે વસીયત નામું બનાવ્યું.

                                                                                                          મારા જાઉં જબ મૈ યારો માતમ નહિ મનાના ઉઠાકે જનાઝા  મેરા  પ્રભુ નામ કો સુનાના
લાકે ચિતાપે મુજકો ઉલ્ફતકે સાથ રખના કોઈ એક લડકી કે હાથો   ચિતાપે  આગ લગાના
પ્રભુ નામ લેતે લેતે સબ અપને ઘરકો જાના .માસૂમ લડ્કીયોકો અચ્છા ખાના ખીલાના
“અતાઈ “કો ભૂલ જાના સમજો વો થા ફસાના ઉલ્ફત્કો સાથ લેકે જન્નાતકો ચલા જાના
આવી રીતે મારાથી બે પ્રકારના વસીયત નામ બનાવાય ગયા મારા ખાટલા નજીક શરાબી મિત્રો બેઠેલા એ લોકો ઘડી ઘ્ગાડી મારા મોઢા સામું જોયા કરે ધીમે મારો શ્વાસ અટકી અટકીને ચાલવા માંડ્યો .દારૂડિયા મિત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યાકે .अब हिम्मत मरने वाला है ,चलो उसका जनाज़ा तैयार करे  એક દારૂડિયો બોલ્યો .अब मरा नहीं है ज़िंदा है  . સંભારીને .  બીજો બોલ્યો.अरे जनाज़ा उठाव कबरास्तान जाते जाते मर जाएगा .અને પછી  ઠાઠડી  ઉપાડી  અને કબરસ્તાન સુધી . જોયુતો હજુ મારો શ્વાસ ચાલતો હતો .એટલે એક દરુડીઓ બોલ્યો .अरे येतो अभीतक मरा नहीं है .अब क्या करना  સાભરિને વધ્ધું પડતો ગણાતો  દારૂડિયો બોલ્યો .अरे साले उसको दफ़न करदो  दफ़न कर देनेके बाद वो मरही जाने वाला है वास्ते उसको संदुक्मे डालके दफ़न करदो
और अपने अपने घरको चले जाओ .એમ બોલી મારા બધાંજ પહેરેલા માના ખમીસ અને લેંઘો  રહેવા  દીધો .પણ એક સજ્જન શરાબી હતો .એ બોલ્યો  કે उसकी पगड़ी रहने दो अगर उसको जन्नात्मे चैन नहीं आयातों वो पगादिके जरिये खुद कशी कर लेगा મારો થેલો પણ લઇ લીધો .પછી મને પેટીમાં પૂરી ને દાટી દીધો .પરલોકમાં ચિત્રગુપ્તને ખબર પડીકે એક માણસને જીવતો દફનાવાય ગયો છે એને અહી આવવાને તો હજુ દસ વરસની વાર છે ?ચિત્ર ગુપ્તે યમદેવને  તાબડતોબ મને કબરમાંથી બહાર કાઢવા માટે મોકલ્યા યમ્દેવતા મારી સમાધી પાસે આવ્યા અને પોતાના પાડાને આજ્ઞા કરીકે કબર ખોદીને જેમાં હું હતો એ પેટી બહાર કાઢ !પાડે પોતાના કુન્ધાલા   શીન્ગડાથી ખોદીને પેટી બહાર કાઢી  યમરાજાએ મારી પેટી ખોલીતો એમાં મને યમરાજાએ મને જોયો ,અને મને પૂછ્યું એલા અહી કેમ આવ્યો છો ? મેં કીધું મહારાજ હું મારી ગયો છું એટલે અહી આવ્યો છું .યમરાજા કહે તું નથી મરી ગયો .જા ઘર ભેગો થઇજા  મેં કીધું મહારાજ હું મારે ઘરે કેવીરીતે જાઉં મારી પાસે પૈસા નથી. બધું મારા શરાબી મિત્રોએ  લઇ લીધું છે મારો આખો થેલોજ લઇ લીધો છે . આમારા થેલામાં  મારા પૈસા મિત્રોના ફોન નંબર વગેરે બધુજ હતું .હવે મારે ઘક્રે જવું કઈ રીતે . મારી વાત સાંભરી  યમરાજા બોલ્યા ચિંતા કરીશ નહિ હું તુને રાઈડ આપું છું .પાડાના શીગડામાં  તારા બે પગ ઘાલીને પાડાની કાંધ ઉપર બેસીજા
મેં યમરાજને કહ્યું કે મહારાજ આ મારા ગામ ફીનીક્ષ માં ત્રફિક ની જબરી સમસ્યા છે.એક્સીડેન્ટ થાય તો પાડાને તો હોસ્પિટલ માં દાખલ કરે પણ તમને કોનો માઠો બેઠો છે કે તમને પોતાના ઘરે  લઇ જાય .યમરાજા કહે હું પાડાને આકાશ માર્ગે ઉડાડીને લઈજૈશ .  toto બહુ ગજબ થઇ જાય તોતો મીલીટરી વાલાને એવો વેમ પડે કે   આ અલ કાયદા વાળાની નવી શોધ લાગે છે  એટલે એ તોપને  ભડાકે દ્યે   યમરાજ બોલ્યા હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ એટલે કોઈ જોઈ નાં શકે .ચાલ હવે બહુ બોલ્યા વિના પાડાની કાંધ ઉપર બેસીજા .હું પાડાની કાંધ ઉપર બેઠો અને યમ રાજાએ પાડો ઉડાડ્યો અને પળવારમાં  મારા દ્રાયવે.     માં મૂકી દીધો  . આવખતે મારા ઘરવાળા  તુલસીને પાણી પીવડાવી રહ્યા હતા મને જોઇને પાણીનો લોટો ફેંકી દીધો અને ભૂત ભૂત ની બુમો પાડવા લાગ્યા  આ વખતે મારા ઘરમાં ભજન ચાલી રહ્યા હતાં .ભૂત ભૂત નો અવાજ સાંભરી સૌ બહાર આવ્યા .એક માણસને મારી ચોટી કાપી આવવાનો વિચાર આવ્યો એટલે એની ઘરવાળી એ કીધું કે તમે કોટી કાપવા નો જાવ જો એની ચોટી તમારા હાથમાં હશે તો એ પછી આપના ઘરમાં આવી જશે તો મને એ વળગશે તો પછી તમારી શી  વલે થશે .    પછી એક સરમનું કરવા આવેલા ગોર્બપાએ કીધુકે આ ભૂત નથી ખરેખર હિંમત ભાઇજ છે જો ભૂત હોતને તો એને પદ છાયો નો હોત .પછીતો  ઘરમાં લાપસીના આંધણ દેવાણા. સૌ જમ્યા  બધા ખુશ થઇ ગયા  મારા ઘરવાળાં વાળું ખુશ થયાં.
 

मर जाऊ जब मई यारो मातम नहीं मनाना उठाके  जनाज़ा मेरा नगमा सुनाते जाना
लाके लहद में  मुजको उल्फतके साथ रखना गंगाके जलके बदले  आबे अंगूर छिड़कना
तुर्बत्पे मेरी आना  शम्मा नहीं जलाना आबे अंगूर भरके सागार उछल देना

अताई को याद करना   मदिरा से जाम भरना सागर बदल बदलके पि लेना और पिलाना


ભૂત રુવે ભેંકાર જેને લોચનીએ લોય જરે

बगैर ,दस आदमीके ભૂત, પ્રેત, જિન્નાત,ચૂડેલ .વગેરેમાં એકલા ભારતના લોકો માને છે .એવું નથી .દુનિયાના ઘણા દેશોના લોકો ભૂત યોનીમાં મને છે.મારા પોત્રની અમેરિકન ગ્રાન્ડ મધર બહુ માને છે .હું ઘણા એવા અમેરિકનોને ઓળખું છું કે જેઓ ભૂત પીશાચમાં માને છે .ફ્લોરીડા (અમેરિકા)માં એક સ્થળ ભૂતની ટેકરી તરીકે ગુજરાતી લોકો ઓળખે છે આ સ્થળનો મને જાત અનુભવ છે જે હું આપને કહું છું .અહી એક ભૂતને લગતી વાતનું બોર્ડ માર્યું  છે .અને સફેદ કપડાની આકૃતિ લટકાળી છે.  ખૂબી એ છેકે નજીકથી નાનકડી ટેકરી ઉપરથી એક રોડ પસાર થાય છે .આ ટેકરી ઉપરથી કાર નીચે ઉતરે ત્યાં એક સફેદ પટો મારેલો છે ત્યાં તમે કાર ઉભી રાખો .ગેસ આપવો બંધ કરો કારને ન્યુટન માં મુકી ઉભી રાખો એટલે કાર એની મેળે  રિવર્સમાં ટેકરી ઉપર ચડી જશે .મારા ગ્રાન્ડ સનની નાની ચેલેસ્તિ અબ્દાલાને મેં ભૂત ટેકરીની વાત કરી અને તુને જોવા લઈ જવી છે. એમ વાત કરી,એણે ત્યાં જવાની ખુશી દર્શાવી પણ પોતાની કાર લઈ જવાની સખત ના એવું કહીને પાડી કે ભૂત કદાચ મારી કાર ભાંગી નાખે .

આપ વાચક ભાઈઓ પોતાના ભૂત અનુભવની   વાતો કોમેન્ટમાં મૂકી શકવા હું સૌ ને ભાવ ભીનું આમંત્રણ આપું છું.એક વયોવૃદ્ધ વડિલની વાત હું લખું છું .તેઓ મને વાત્ કરતા હતા કે એક વખત હું (આ વાત અમેરિકાની છે.)બસની વાટ જોતો બાંકડા ઉપર બેઠો હતો .એટલામાં એક  યુવતી  આવી અને મને ભેટી પડી અને બોલી અંકલ તમે અહી ક્યાંથી ?દાદા કહે હું તો હેબતાઈ ગયો .અને કીધું દિકરી તારી સમજ ફેર થાય છે .હું તારો કાકો નથી .હુતો ભારતનો પંજાબનો છું .

ઘણું સમજાવ્યા પછી છોકરી મહામુશીબતે માની કે હું એનો કાકો નથી .પછી એને મેં પૂછ્યું તારો કાકો ક્યાં રહે છે . તોતે કહે એતો  મરી ગયા છે.જીવિત નથી .દાદાએ મને કિધુકે છોકરી કહે તમારામાં મને મારા પ્રેમાળ કાકાનાં દર્શન થયા છે.હવે મને તમે તમારી ભત્રીજી તરીકે  ગણી લો અને મને પ્રેમ ભૂખીને તમારો  પ્રેમ આપતા રહો એવું બોલી એણે પોતાનું નામ ,ઠામ ,સરનામું ફોન # ઈમેલ એડ્રેસ વગેરે આપ્યું .અને એવી રીતે મેં પણ મારું ઠામ ઠેકાણું આપ્યું .એક વખત એણે મને પોતાની બર્થડે પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું તે વોશીન્ગ્ટન સ્ટેટમાં રહે છે.ત્યાંથી મને પ્લેનની ટીકીટ મોકલી .મને ત્રણ અઠવાડિયાં પોતાને ઘરે રાખ્યો .મારું ખુબ સ્વાગત કર્યું. દાદા કહે હું દાઢી મુછ રાખું છું .મેં દાઢી મુછ કદી કપાવી નથી અને કપાવવા માંગતો પણ નથી મને ઘણા લોકોએ કીધું કે ઈરાકમાં  લડાઈ ચાલે છે મોકો મળ્યે અરબો અમેરિકન સોલ્જરોને મારી નાખે છે .એટલે અમેરિકનોને આરબો ઉપર બહુ દાઝ છે.એટલે તમે આરબ જેવા લાગો છો .માટે તમે તમારી દાઢી મુછ  કઢાવી  નાખો નહીતર તમને લોકો મારી નાખશે આવું કહીને મને લગભગ દસેક માણસોએ ડરાવ્યો .હું મક્કમ રહ્યો મેં મારી દાઢી મુછ કઢાવી  નહિ .એક વખત મારે હોસ્પીટલમાં જવું પડ્યું .ડોક્ટરોએ મને દાઢી મુછ કાઢવાની જરૂર છે .એવું  કીધું .મેં ડોકટરોને કીધું સાહેબ હું ભલે મારી જાઉં પણ  દાઢી મુછ નહિ  કઢાવું .આવખતે મારો પોત્ર મારી પાસે હતો તે મારી અમેરિકન દત્તક ભત્રીજીને ઓળખતો હતો .તેણે છોકરીને ફોન કર્યો અને વાત કરીકે તારો કાકો હોસ્પીટલમાં છે .એને દાઢી કઢાવી નાખવી જરૂરી છે એવું ડોકટરો કહે છે ઓલા કાંઠાનો તારો કાકો દાઢી નથી કઢાવવા દેતો .છોકરીએ કીધું કાકાને ફોન આપ મને ફોન આપ્યો અને છોકરીએ મને હુકમ કર્યો કે દાઢી  કઢાવી નાખો ફક્ત એટલું બોલી ફોન મૂકી દીધો .પછી દાદા કહે મેં ડોકટરોને કીધું કે  સાહેબ મારી દાઢી કાઢી નાખો મારી વાત સાંભળી ડોકટરો અને નર્સો હેરત થઈ ગયા .અને પછી દાઢી નાખી કાઢી .હું હોસ્પીટલમાં હતો ,અને છોકરીએ મારી ખબર પૂછવા  ફોન  કર્યો પોત્રે જવાબ આપ્યો કે ઓપરેશન સફળતા પૂર્વક થઈ ગયું છેકાકા હોસ્પીટલમાં છે.અઠવાડિયામાં ઘરે આવી જશે .છોકરીએ પોત્રને કીધુકે  મેં ફોન કર્યો છે .એવું દાદાને નો કેતો .દાદાને આવી પરી સ્થિતિમાં  છોકરી યાદ આવતી હતી .છોકરીએ હોસ્પીટલનું મારું થમ ઠેકાણું લઇ લીધું .અને એક દિવસ ઓચિંતાની છોકરી અને એની બેનપણી બંને જણી આવી પહોંચી .છોકરીઓને જોઈ દાદાકે હું એટલો  તો ખુશી  થયો કે કહેવાની વાત નહિ .હુંતો ખાટલામાં બેઠો થઇ ગયો .  ==જેની જોતાં વાટ ઈ વણ કીધે આવી ચડે તો ઉઘડે હૈયાનાં હાટ ઈને કુંચી ન જોયે કામની દાદા પણ આતા જેવા કવિ હતા તેને લખ્યું કેदस आदमीके कहनेसे दाढ़ी न निकाला लड्किका मान कहना  हमने निकल डाला .લોકો દાદાને ભડકાવવા લાગ્યાકે દાદા તમને આ છોકરીઓ ફોસલાવીને તમારી મિલકત પડાવી લેશે .એ લોકોને એ  ખબર  નથી કે છોકરીઓ દાદાને અવાર નવાર પૈસા મોકલે છે.જયારે છોકરિયું  દાદાને હોસ્પીટલમાં અચાનક મળવા આવીઓ  ત્યારે  એમણે  કીધું કે હવે દાઢી મુછ ઉગવા દેજો દાઢી વગરનું મોઢું સારું નથી લાગતું .એટલે દાદાએ ફરી દાઢી ઉગવા દીધી .

ભૈર ભૈર બહુચર માતકી જય

જુના વખતમાં ગામડાઓમાં  ભવાયાઓ આવતા ,તેઓ  સમીસાંજથી રમવાનું ચાલુંકરે  ઠેઠ દિ ઉગ્યાસુધી ,દર વરસે રમવા આવે ,દર વરસે એનો એ ડિંગ ડફો હોય ,સૌ પ્રથમ  ભૂંગળ વગાડે એટલે લોકો જોવા માટે આવે ,હું આ વાત દેશીંગાની કરું છું .ભવાયા ,વ્યાસ તરગાળા ,નાયક વગેરે નામોથી ઓળખાય દેશીંગામાં  બેચર નારણ રહેતા હતા .તેઓ ભવાયાની ટોળીમાં રમવા જતા .જે ગામનો ભવાયો ટોળીમાં હોય એ ટોળી એના ગામમાં રમવા આવે ,એટલે તે મોટા મોટા આગળ પડતા માણસો હોય .એને ઘરે જઈને ભવાઈ જોવા બોલાવી લાવે કેમકે આવા લોકો વધારે પૈસા આપતા હોય છે.ભવાયાનો ખેલ જોવાની ટિકિટ હોતી નથી .લોકો પોતાના મોભા પ્રમાણે પૈસા આપતા હોય છે .ભવાયાઓ એ  રમતાં પહેલાં ગામના આગેવાન મુખી જેવાની પરવાનગી લેવી જરુરી હોય છે .દેશીંગામાં  રમવા આવે  ત્યારે દરબારની પરવાનગી લ્યે .મોટા દરબાર મુજ્ફ્ફરખા ભવાયા જોવા પણ નો જાય અને એની પરવાનગીની જરૂર નહિ ,એમના દિકરા નવરંગખાં  ભવાયા જોવા બહુ ઠાઠથી જાય ,અને રમવાની પરવાનગી પણ ખુશી થઈને આપે .ભવાયા રમવા આવે ત્યારે પટેલોને ઘરે અકેક ભવાયો જાય અને પોતે આજે તમારે ત્યાં જમવા આવશે એવું કહી આવે .પછી બાપુને કહે કે બાપુ મુજરો જોવા પધારજો .એટલે કે રાતના મુખ્ય રમત કરતાં પહેલાં સૂર્યાસ્ત થતાં પહેલાં બાપુના બગીચામાં કે કોઈ ખેડૂતની વાડીએ નાનકડો તમાશો કરે .ટોળીમાં એક વિદુષક જેવું કામ કરતો હોય એને ડાગલો કહેવાય .ડાગલો આખે શરીરે રાખ ચોપડી .ભીંડીના રેસાની જટા બનાવી લંગોટી વાળી મુજરા વાળી જગ્યાએ પલાંઠી વાળી બેસે બાપુ અને બીજા બે ચાર માણસો જોવા આવ્યા હોય .ટોળીનો એક માણસ સાધુ વેશધારી ડાગલા પાસે આવે અને ભાંગેલી હિન્દીમાં બોલે ,બાપુ એક માજી  આઈ હૈ ઉસકો ઉસ્કે બેતેને ઘરસે નિકાલ દિ હૈ .બિચારી ચલ નહીં સકતી બહરી ઓર અંધી ભી હૈ .ગામ લોક ઉસ્કા ખર્ચ ભુગત લેંગે .સિર્ફ ઉસકો આશરાકી જરૂર હૈ ,આપ યહાં રખલો .   બાવો કહે બેટે મેરી પાસ જગા કહાં હૈ,યે તુલસી છોડ એ ભગવાનકી મુર્તિયા  મેરી પુસ્તકે .મેરે બરતન એ સબ કહા રખું .તો વો  ડોસીકે લીએ મેરે પાસ જગા નહીં હૈ .થોડીવારે એક બીજો માણસ આવે અને કહે ,બાપુ એક કવારી લડકી માબાપકા ઘર છોડકે  ભાગ નીકલી હૈ ,એ અઠારા સાલકી લડકીકો આશરાકી જરૂર હૈ , વો બિચારી કહાં જાય ,એટલે બો બોલે અરે બીચારીકો યહાં લે આવો ત્યારે ઓલો માનસ બોલે બાપુ યહાં આપકે પાસ જગા કહા હૈ ? અરે બેટે ઉસકે લીએ  મૈ જગા કરુંગા એ તુલસી છોડ  પતેલકી બાડીમે જયગા એ મુર્તિયા  ગાંવ કે  મંદરમેં  ભેજ દુંગા ઓર દૂસરી ચીજે મેં ઇધર ઉધર કરકે જગ્યા કર ડાલુંગા .

પછી વાળુ પાણી કરીને ખેલ ચાલુ થાય ,એક માણસ હાથમાં દિવો લઈને ખોટે ખોટા મંત્ર બોલીને રમવાના સ્થળે ચક્કર લગાવે .અને કહે કે હવે અમારા ઉપર કોઈનો જાદુ નહીં ચાલે પછી તબલાં વાળો તબલાં વગાડે . ડાગલો  કહે આ અવાજમાં  તબલાં “ઘેલ સફા  ઘેલસફા “એમ કહે છે.પછી સિતાર વાળો સિતાર વગાડે “કુન કુન ” પછી આરતી વાળો બોલે “આ આ આ આ “પછી  ડાગલો  કહે આબધા ઘેલ સફા છે જે અમારો ખેલ જોવા આવ્યા છે.એ અને એક માણસ જોનારાઓ વચ્ચે ફરતો હોય ,અને લોકોને ફુલાવી ફુલાવીને ,પૈસા કઢાવતો હોય .અને કોઈ પૈસા આપે એટલે મોટા અવાજે બોલે આ  તાતીયા  ટોપે બાપુના પાંચ રૂપિયા ,હેઈ ખરાં .ભૈર ભૈર બહુચર માતકી જે

દેશીંગામાં   ભવાયા  રમતાતા  ત્યારે હરિશંકર  ભાઈ જોવા નોતા  ગયા એ કોઈ દિવસ ભવાયા જોવા જાય નહીં કેમકે પોતે વહીવટદાર એટલે પૈસા વધારે આપવા પડે .અમારા ગામનો બેચર નારણ, હરિશંકર ભાઈ   એની ઓફિસમાં ઉંઘતા હતા ત્યાં આવ્યો અને ખાટલાની પાંગત ઉપર બેસી ઉઠાડવા  માંડયો .ભાઈ ,ભાઈ , જોવા પધારો  શું શું ખેલ ચાલુ છે ઝંડા ઝૂલણના,  પુરબીયાના ,બરાબર ખેલની જમાવટ છે.હરિ શંકર ભાઈને ખબર પડી  ગઈ કે બેચર મને ઉઠાડી રહ્યો છે. એટલે ખોટે ખોટાં નાખોડાં  જોરથી બોલાવવા લાગ્યા .એટલે બેચરે હરિ શંકર ભાઈના પગનો અંગુઠો દબાવ્યો .હરિશંકર ભાઈને થયું કે આ લપ મને ઉંઘવા નહીં દ્યે .એટલે હરિશંકર ભાઈ ઝડપથી બેઠા થઇ જોરથી એક થપ્પડ બેચરને મારી અને બેચરને ખાટલાથી નીચે પાડી દિધો .નીચે પડ્યો પડ્યો બેચર ભાઈ હું બેચર અરે બેચરભાઈ તમે ?હરિશંકર ભાઈ કહે મને એવું ભયંકર સ્વપ્નું હતું કે મને એમ થયું કે મને ભૂત વળગ્યું છે એટલે મારાથી તમાચો મારી ગયો .પણ બાપુ એવો જોરથી વાગ્યો કે મારા ત્રણ ગામના મોરલા બોલી ગ્યા .

વરસાદ ગાજે કે બંધુક ફૂટે તેનો અવાજ સાંભળી મોરલા બોલતા હોય છે .પણ બેચારને થપ્પડ વાગી એનો અવાજ ત્રણ ગામના મોરલાઓએ  સાંભળીયો.

હવે એવા  ભવાઈના વેષ કરનારા જતા રહ્યા .ભવાયા જોક પણ કહે ગીતો ,પણ ગાઈ જાતિ ઓની મશ્કરી પણ કરે ,છતાં કોઈ દુઃખ નો લગાડે .કેટલાક નમુના હું આપને કહું છું .વાગડ સગું ન ધારીએ દેખાવે  વિકરાળ .આપણ જાએ એક બે ઈ આવે દસ બાર .===ગરાસીયા રાણા કેમ કેવાણા આગળ ઓટા પાઘડ બાંધે સૌ થી મોટા પણ મનના ખોટા . ડાગલા ને કહે આયા કણે દરબારુના બેસણા છે .પટેલ બાપા હોકો ગડગડાવતા બેઠા છે .કંઈ વગર વિચાર્યું નો બોલતો .ડાગલો કહે નહિ બોલું .પછી એવું બોલેકે જુવાન ઘાલે ઉભાં ઉભાં  ઘરડો ઘાલે બેસી બે આંગળીએ પોળી કરે તો ઝટ જાય પેસી .એલા આ ભૂંડું નથી  .જુવાન માણસ જોડા પહેરેતો ઉભો ઉભોજ જોડામાં પગ ઘાલીને પહેરી લ્યે પણ ઘરડો માણસ નીચે બેસી બે આંગળીઓ વતી જોડો પહોળો કરીને પગ જોડામાં ઘાલે , ઉભાં ઉભાં ઘમ ઘમાવી પછી વાળી વાંકી રસ કસ કાઢી લીધો પછી દિધી ઢાંકિ   આ છાશ  વલોણાં ની ઉક્તી .સોરાષ્ટ્રમાં બેનો છાશ ઉભાં ઉભાં ફેરવે છે.જયારે પંજાબમાં બેનો બેઠા બેઠાં  છાશ વલોવતી હોય છે .ડાગલો કોઈ વખત ઉર્દુ શેર પણ કહેતો હોય છે

एक माहे ज़बीं को ज़ख्म हुवा मरहम लगाने हम गए   वोतो अच्छी हो गई लेकिन मर   हम  गए

सुनाने वाले सबको सुनाना चाहते है ,अगर ना मिला कोई गधेको सुनाते है

અમેરિકાના ફિનિક્ષ શહેરમાં એક જુવાનનો બાપ ભારત્તથી ઘણી વખત પોતાના દિકરાને મળવા આવે .તેને ગાવાનો શોખ હતો .અને પોતે કવિ છે ,એવું પણ લોકોને તે કહેતો ફરે ,ફિનિક્ષમાં ભારતના લોકોની માલિકીનો એક વિશાળ હોલ છે .હપ્તામાં એક વખત વડીલો (ભાઈઓ અને બહેનો) ભેગાં થાય ,વાતો ચિતો કરે ગીતો વગેરે ગાય અને આનંદ કરે.અહિ ઓલા ભારત વાળા ભાઈ આવે એણે સૌ સિનિયરોને વાત કરીકે હું ભજનો,ગીતો ગાઉ છું .અને હું કવિ છું એટલે કવિતાઓ બનાવી પણ જાણું છું .એક વખત એક વડિલે ગીત ગાયું તેનો અવાજ ઘેરો અને બુલંદ હતો .ભારત વાળા  ભાઈનું નામ હું ભુલી ગયો છું .એટલે આપણે એને પુંજા ભાઈ કહીશું . પુંજા ભાઈનો અવાજ ઝીણો હતો .બુલંદ અવાજ વાળો  ગાઈ ત્યારે જોરદાર  તાળીયુ પડે .પુંજા ભાઈ ગાઈ ત્યારે લોકો બહુ ધ્યાન નો આપે અને તાળીયુ પણ બહુ નો પાડે ,પુંજાભાઈને થયું કે આ માણસ જોરથી ગાઈ છે .માટે એ અવાજ પહાડી છે ,એવું વિચારી પુંજાભાઈએ જોર જોરથી ગાવાની પ્રેક્ટીસ ચાલુ કરી .કોઈકે તેમને સમજાવ્યા કે પુંજાભાઈ  અવાજ,,ઉંચાઇ પહોળાઈ  રૂપ રંગ , એ બધું ભગવાનની ભેટ છે .લતા મંગેશકરનો  અવાજ મન મોહક છે .આવો સરસ અવાજ શિખવા માટે એ કોઈ કોલેજમાં ભણવા નથી ગઈ. એનો અવાજ એ કુદરતી બક્ષીસ છે .   પણ પુંજા ભાઈને એ શાણા માણસની વાત ગળે ઉતરી નહિ .એમણે તો જોર જોરથી ગાવાની પ્રેક્ટીસ ચાલુજ રાખી.પછીતો એ ચિત્તભ્રમ થઈ ગયા ,જે કોઈ માણસ એમને ઉભા રાખી ગાવાનું  સંભળાવ વાનું ચાલુ કરી દ્યે .એક દિવસ અમદાવાદના લો ગાર્ડન પાસે સુરેશ દાની જેવા સજ્જન ને અચાનક   મળી ગયા .સુરેશદાનીને  અને પુંજાભાઈને  વરશો જુની ઓળખાણ પુંજાભાઈ તો સુરેશદાનીને જોઈ નાચવા માંડ્યા .અને બોલ્યા .એલા સુરેશ ઉભો રહે તુને હું એક ભજન સંભળાવું .બળિયાબાપજી નું છે .હમણાજ તાજેતરમાંજ રચ્યું છે .સુરેશદાની બહુ ઉતાવળમાં હતા પણ જુના મિત્રનું માન રાખી ઉભારહ્યા .સુરેશ કહે ટૂંકમાં પતાવજો મારે એક ભાઈની સ્મશાન યાત્રામાં જાવાનું છે .પુંજા ભાઈએ પુછ્યું શું બિમારી હતી સુરેશ કહે આમતો તેને ખાસ કોઈ રોગ નોતો પણ તેમને મોટેથી ગાવાની ટેવ હતી .ડોકટરે નિદાન કરેલું અને  કિધેલું કે એના ફેફસાં થાકી ગયાં હતાં .એની વાત સાંભળી પુંજા ભાઈએ તો રાગડા તાણીને ગાવાનું શરુ કર્યું .સુરેશે પુંજાભાઈને કીધું ટૂંકમાં પતાવજો ,કેમકે મારે પછી મોડું થઈ જશે પુંજા ભાઈ કહે બહુ લાંબુ નથી .ફક્ત વીસજ કડીયુંનું  છે.કોઈ સજ્જને કહ્યું કે ભાઈ તમે લો ગાર્ડનની અંદર બાંકડા ઉપર બેસીને ગાઓ તમારો કર્કશ સાંભળવાને લીધે લોકો મોટરના હોર્ન નથી સાંભળી શકતા એટલે કદાચ એક્સીડેન્ટ થઈ જશે .પછી પુંજાભાઈ અને સુરેશભાઈ બંને જણા લોગાર્ડન  ની અંદર ગયા .અને પુંજાભાઈએ લલકાર્યું ,થોડે દુર એક પ્રેમી યુગલ બેઠું હતું તે ઉઠીને હાલતું થયું .પુંજાભાઈ કહે કેમ જાઓછો .આ ભજન પુરું થશે એટલે હું તમારા માટે ખાસ આશિક માશૂકની ગજલ સંભળાવિશ બહુ લાંબી નથી સત્તરજ કડીની છે.આમ વાતો થતી હતી .એટલામાં એક ભાઈ આવ્યો અને સુરેશભાઈને કહે ચાલો ઉઠો સ્મશાન યાત્રામાં જવા માટે બધા તમારી વાટ જોઈ રહ્યા છે .સુરેશભાઈએ પુંજા ભાઈની રજા લીધી અને જવા રવાના થયા.એટલે પુંજાભાઈ કહે આ ભાઈ જે તમને બોલાવવા આવ્યા છે .એને પણ કહો કે તે પણ ભજન ભલે સાંભળે બહુ સરસ ભજન છે .ભાઈ અમારાથી તમારું ભજન સાંભળવા  નહિ રોકાવાય એમ કહી સુરેશભાઈ અને તેમને બોલવ વા આવેલો માણસ ચાલવા માંડ્યા .તો તેની પાછળ જઈને પુંજાભાઈએ ગાવાનું ચાલુ એટલે સુરેશભાઈ અને તેને બોલવવા આવેલો માણસ દોડવા માંડ્યા .એટલામાં પુંજાએક બિમાર ગધેડાને ઉભેલો જોયો તેને પુંજા  ભાઈએ પૂછ્યું .ભાઈ તું મારું ભજન સાંભળીશ .?ગધેડાએ માખી ઉડાડવા માથું નીચું .  કર્યું .અને પુંજાભાઈએ ગાવાનું શરુ કર્યું .પુંજા ભાઈને થયું કે માણસો કરતાં પશુને મારા ગીતની વધુ કદર છે ,પુંજાભાઈએ ગીત ગાવાનું શરુ કર્યું .અને  ગધેડો ભડકીને ભાગ્યો .પુંજા ભાઈને થયું કે મારા ભજનમાં બિમારને સારા કરવાની શક્તિ છે.सुनाने वाले सबको सुनाना चाहते है .अगर न मिला कोई गध्धेको  सुनाते है .खुदा हाफिज

આતા તમે કેસીનોમાં જાઓ છો?…..હા .

આતા તમે આવા સજ્જન માણસ થઈ ભગત માણસ થઈ જુગાર રમો એ સારું ન કહેવાય ,સમાજમાં તમારી કેટલી ખરાબ છાપ પડે?એલા ભઈ મેં તારા પ્રશ્નનો જવાબ આપ્યો. તેં મને એવું ક્યાં પુછેલું કે તમે જુગાર રમો છો? કેસીનામાં  જોછો?ફક્ત એવુંજ તેં પુછેલું .જો હું હવે કેસીનામાં જવાનો મારો હેતુ તુને કહું છું .

હું ન્યુ જર્સીમાં રહેતો હતો ત્યારે સિનીયર સેન્ટરમાં નિયમિત જતો સેન્ટર વાળા મહિનામાં એક વખત કેસીનોમાં જવાની વ્યવસ્થા કરે કેસીનાની બસ આવે તે મફતમાં લઈ જાય , કેસીનામાં જાઓ એટલે કેસીના વાળા રમવા માટે દસ ડોલર આપે ખાવા માટે પાંચ ડોલરની કિમતનો પાસ આપે જે કેસીનોના રેસ્તોરામાજ ચાલે ,જો તમો રેસ્ટોરામાં ન જમોતો એ પૈસા તમારા ગયા .મારી સાથે એક અમદાવાદના નવનીત ભાઈ હતા,અમે બંને જણા પાંચ પાંચ સેન્ટથી રમવા વાળા મશીન પાસે બેઠા .પહેલેજ ધડાકે મને ત્રણ ડોલર અને પંચોતેર સેન્ટ મળ્યા .હું પૈસા ખીસામાં નાખીને હાલતો થઈ ગયો નવનીતભાઈ કહે કેમ ઉઠી ગયા આતો સારાં શુકન થયાં કહેવાય .મેં કીધું આટલું ઘણું થઇ ગયું .લોકોને મારે કહેવા થશે કે હું કેસીનોમાં જીતેલો .નવનીતભાઈ રમ્યા કર્યા અને હાર્યા ,ખીસામાં એક પૈસો નો રહ્યો ,ત્યારે ઉભાથયા . કેસીનાએ આપેલા એ અને પોતાના દસેક ડોલર હાર્યા પછી ઉભા થયા .

હું એરિઝોનામાં રહેવા આવ્યો ,ત્યારે કેસીના વાળી વાતમે કનકભાઈ રાવળને કરી ,અને કીધું કે હું કેસીનામાં જીતેલો  મેં કીધું હું ત્રણ ડોલર અને પંચોતેર સેન્ટ જીતેલો .કનકભાઈ કહે ફક્ત હું ત્રણસો પંચોતેર જીત્યો એમ કહેવાનું ,તમારે જુઠું ક્યાં બોલવાનું છે .કોઈ ખંતીલો પુછે કે ત્રણસો પંચોતેર ડોલર જીત્યા ?તો તમારે સાચું કહેવાનું .હું એરિઝોના રહેવા આવ્યા પછી કેસીનોમાં ગયો .દોઢ કલાક બસમાં મુસાફરી કરવાની કેસીનોમાં પહોંચ્યા પછી જેવા બસમાંથી ઉતરો એટલે એક બાઈ દસ ડોલરનું ચેક જેવું કાગળિયું આપે ,એલઈ તમે કેસીનોમાં પ્રવેશ કરો એટલે ત્યાં એક બાઈ હોય એ આ કાગળિયાના રોકડા ડોલર આપે આ લઈ તમે રમવા બેસો .મફત કોફી પીવાની કેસીનામાં સગવડ હોય છે.

હું બસમાંથી બહુ શાંતિથી ઉતરું કેટલીક વખત મને પૈસાનું કાગળિયું આપવા વાળી બાઈ બસમાંથી મને બોલાવે કહેકે હવે કેસીનો આવી ગયો બસમાંથી બારા પધારો શું કરતાતા  ઊંઘતા તા ? પછી મને પૈસા વાળું કાગળિયું આપે આ લઇ હું કેસીનામાં પ્રવેશ કરું ત્યારે કાગલીયાના  રોકડા આપવા વાળી બાઈ જતી રહી હોય અને પોતાના બીજા કામે વળગી ગઈ હોય એ મારી વાટ જોઇને બેસી રહે ?પછી હું કેસીના વાળા કર્મચારીને કાગળિયું દેખાડીને પુછું કે આને મારે હવે ક્યાં વટાવવું ?તે કહે હવે તમે ઓફિસે જાઓ .હું ઓફીસ ગોતવા ખોટે ખોટાં ફાંફાં મારું .વળી કોઈને પૂછું એ આંગળી ચીંધીને ઓફીસ દેખાડે તોય હું ફાંફાં મારું એટલે ઓલો મને ઓફીસ પાસે આવીને મુકી જાય હું ત્યાંથી રોકડા પૈસા લઈ ખીસામાં મુકી .પાણી પેશાબ કરવાની જગ્યા પુછું આંધળો વાંચી શકે એટલા મોટા અક્ષરે પેશાબ કરવાના સ્થળનું નામ લખ્યું હોય .પણ મારેતો સમય પસાર કરવો હોય ,બહુ વાર લગાડીને પેશાબ કરું હાથ મો ધોઉં ,પછી એક પેનીથી રમવા વાળું મશીન ગોતું એટલામાં બસમાં જતાં પહેલાં બે ત્રણ ડોલર હારું એટલો રમું અને પછી સાતેક ડોલર બચાવીને બસની વાટ જોતો બહાર બેસું .પણ એ પહેલા કોફી વાળા સ્થળે જાઉં હું કોફી પીતો નથી .પણ અહિં જરાક કોફી લઇ ક્રીમર નાખી આખો કપ ભરું અને ચમચીથી હલાવી આઈસ્ક્રીમ ખાતા હોઈએ એમ ઠાઠથી ખાઈને ધરવ કરું .આવાત હું એક મોટી ઉમરના પાંચ ડોલરથી રમવા વાળા પૈસાદાર જુગારીને કહું તે મને કહે .જો તમારા જેવા જુગારી હોયતો બહુ થોડા સમયમાં કેસીના વાળા ભીખ માંગતા થઈ જાય  લ્યો આ મારા બ્લોગર ભાઈઓ તમારી આગળ પેટ છુટી વાત કરી દીધી  जोभी आता है यहाँ

,हारकेही जाता है कोई किस्मत वाला जित जाता है येतो कसिना है मालिकको  मज़ा देताहै हारने वालाभी हारनेकी मज़ा लेता है .

જગજ્જીવનની દૃઢ પ્રતિજ્ઞા મરઘલીએ તોડી

દેશીંગા જેવડા એક નાનકડા ગામમાં એક અતિ રૂઢી ચુસ્ત બ્રાહ્મણ રહે .રૂઢીચુસ્ત તો હતો .પણ બહુજ જેને “વેદિયો “કહેવાય ,એને સંતાનમાં એકજ દિકરો હતો.વેદીયાએ એવું મનોમન નક્કી કરેલું કે આ મારા દિકરાને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તે 24 વરસની ઉમરનો થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે અને વિદ્યાભ્યાસ કરે ,અને પછી લગ્ન કરે ,લગ્ન કર્યા પછી પુત્રને ત્યાં પુત્ર જન્મે અને એ પુત્ર પાંચ વરસની ઉમરનો થાય ,પછી પોતાની પત્ની સાથે દિકરાથી જુદો રહે અને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે અને પછી  અમુક સમયે એટલેકે અનુકુળ સમયે પોતાની પત્ની દિકરા વહુ સાથે રહે અને પોતે સન્યાસી ધર્મ પાળે .અને ગામોગામ વિચરણ કરે અને પ્રત્યેક ગામમાં એક રાત થી વધુ ન રોકાય અને લોકોને સદોપદેશ આપે.

દિકરો જગજજીવન  પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યો .ગામલોકોએ મોટી પાર્ટી રાખી જગજજીવન નું ભવ્ય સ્વાગત કર્યું .એક દિવસ અનુકુળ  સમયે વેદિયા બાપે મુહુર્ત જોઈ ,પોતાના વહાલા પુત્ર પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ,કીધું કે દિકરા ,ઘણા માબાપો પોતાની દિકરીનાં તારી સાથે લગ્ન કરવા માટે મને આગ્રહ કરે છે.એક સમય એવો હતોકે  દિકરા માટે યોગ્ય કન્યાની શોધમાં ઘણું ભટકવું પડતું .મારા બાપા મને ઘણી વાર કહેતાકે તારા સગપણ માટે કન્યા શોધવામાં મારા પગના જોડા ઘસાઈ ગયાહતા .અને અત્યારના સંજોગો એવા છેકે  તારી વિદ્વતા જોઈ લોકો સામે ચડીને પુછવા આવે છે .માટે તું કહે ત્યારે લગ્નનું નક્કી કરીએ .દિકરાએ પોતે લગ્નનાં બંધનમાં પડવા માંગતો નથી .હું મારી આવડતનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરવા માંગુ છું .લગ્ન કરીશ તો મારી ઉત્તમ શક્તિનો ઉપયોગ સ્ત્રી બાળકોના લાલન પાલન માં વેડફાઈ જશે .

ગામના વડિલ એવા ભોજાબાપાએ પણ જગજજીવન ને સમજાવવામાં  ઘણી મહેનત કરી ,પણ સફળતા નો મળી .છેલ્લે ગામના દરબાર મુજ્જ્ફરખાં બાપુએ જગજજીવન ને પોતાના દરબાર ગઢમાં બોલાવી સમજાવી જોયો પણ જગજ જીવન એકનો બે ન થયો .પણ બાપુએ મનોમન નક્કી કર્યું કે   મેં એ નાદાન છોકરેકી  શાદી ના કરાઉતો   મેરાનામ મુજફ્ફરખાં નહિ .

ગામમાં એક ભીમડા નામનો ચમાર રહે ,એની એક અતિ સોંદર્ય વાન 20 વરસની મેનકાને ટક્કર મારે એવી મૃગાક્ષી નામે દિકરી હતી .એને સૌ મરઘલી નામે બોલાવતા .મરઘલી  અતિ રૂપાળી હોવાથી એની નાતનો કોઈ યુવક આ સાપના ભારાને પરણવા તૈયાર નોતો .બાપુએ મરઘલીને પોતાની પાસે તેડાવી અને પુછ્યું ,તારા લગ્ન હું આ જગજ? જીવન સાથે કરાવી આપુતો ગમે ?મર ઘલી કહે હા બાપુ મને આ કામદેવના અવતાર જેવો છોકરો શામાટે ન ગમે .પણ એ મને અછૂત કન્યાને પરણવા તૈયાર થશે ખરો ?બાપુ કહે  સ્ત્રી શક્તિમાં અલ્લાહ તાલાએ એવું આકર્ષણ મુક્યું છેકે એને જોઇને ભલ  ભલા   પાણી પાણી થઈ જાય છે .એકદિવસ જગજજીવન નદીમાં નહતો હતો .અને મરઘલી બચાવો બચાવોની બુમો પાડતી નદીમાં પડી અને જગજજીવનને વળગી પડી .પછી જોરથી હસવા લાગી .અને જગજજીવનની પ્રતિજ્ઞા ભાગવા લાગી .કહ કહાકા તીર કલેજેમે ચુભ ગયા જાલિમ તુનેતો દિલકા મેરા કબ્જા કર લિયા .અને બાપુએ લગ્ન ધામ ધૂમ થી કરાવી આપ્યાં .કોઈએ કંઈ વિરોધ કર્યો નહિ .અને બંનેએ સફળ લગ્ન જીવન માણ્યું .મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી