Category Archives: લોકકથા

“દાજી ડાયરો” – દિનેશ વૈષ્ણવ

શાહ્બુદીનભાઈ કે ભીખુદાનભાઈ ગઢવી “દાજી ડાયરો” શબ્દ ઘણીવાર વાપરે. મને ખબર નથી કે ૫૦-૧૦૦ ની ટીકીટુ આપીને કોક શેહર ના ટાઉન હોલમાં જેને “જાહેર  ડાયરો” જોયો હોય એને “દાજી ડાયરો” શું ઈ ખબર હશે. એટલે મારે મોઢેથીજ સાંભળો ઈ “દાજી ડાયરો” એટલે સુ. મેં મારા બાળપણ, ઘડતર, જીવતર ને સંસ્કાર ના મોલ ઈ ગામડાઓ ના ખેતરોમાં વાવી ને વીયડા ના પાણી એ ઊંચા કર્યા છે. આજે પણ ઈ ગામડાઓ ના સીમ-સેઢે ગોતો તો કદાચ મારા જેવા કોક આવી વાત  માંડવા વાળા મળી પણ જાય.

તો શાહેબ, આ વાત છે આજથી ૫૫-૫૮ વરસ પેલાની. અમે પંખીના માળા જેવા મેંદરડામાં. યાંથી ત્રણેક નાડાવા આથમણીકોર ૧૦૦-૧૨૫ સુખી ખોયડા નું, બીજા ને ખાર-ખેધો થાય એવું મઢુલી જેવું રૂડું ગામડું ઈ માનપુર. ઈ વખતે યાં રાવતવાળા હનુભાબાપુ ગરાસ ખાતા, ને ઈ બીલખાબાપુના ભાયાત પણ ખરા. મારા પિતાશ્રી મેંદરડા માં દાકતર એટલે અમે પણ એની હારે દરબાર ગઢે માંદે-સાજે કોક-કોક વાર જાતા. જો સાંજ હોય ને માનપુર ના પાદરે “શિવ મંદિરે” સંતુરામ શંખ ફુકે, નાગભાઇ નગારે ડાંડી દે, જસમત જાલરે ઘ્ણીયો પાડે, અતાબાપા આરતી કરે ને બાપુ જાજી તાણ કરે તો અમે પણ રોકાઈ જાતા ને દરબારગઢની તાજી ગારે લીપેલી ઓસરી માં “દાજી ડાયરે” બેસતા.

ભાઇ, ભાઇ… ઈ ઓસરીની જાકમજોળ ની સુ વાત કરુ. ચારે બાજુ આભલાના ચાકળા ચોડ્યા હોય, બાયણે-બાયણે લાલ-લીલી-ગુઢી ભુંગળીના તોરણો ટાગ્યા હોય, ને ઑયઙ।ઊના ટોડલે મોર-પોપટ ચીતર્યા હોય. બસ આ ડાયરો હળવે હળવે થીજતો હોય યા ૪-૬ “સાતી” ગા-ભેહ ને સીમેથી વળાવી પાછા આવે, ગમાણે બાંધે. પછી ઢોર-ઢાંખર ને “નીણ” નાખી “મોઢે ખોળ નું ખાણ” દઈ ને ગઢની ગોલ્કીઓ ઢોરો દોવે ને શેડકઢા દુધે બોઘ્યડા ભરે.

થીજતા ડાયરે હનુભા બાપુ સામે શેમળા ના ઊંચા ગાદ્લે મૂછે તાલ દેતા બેઠા હોય. એની ડાબી બાજુ નીચે વજુભાબાપુ, જોરુભા, જેઠવાબાપા, ને રાણીગભા ધાધલ બેસે, અફીણ ઘોળે, કસુંબા કરે ને કરાવે. બાપુની  જમણીકોર થી બાપુ ના “ગોલ્કા” ૫-૭ હોકા ભરે ને ડાયરે ફેરવે. માનપુરનાજ મુળુભાઈ બારોટ બાપુ ને ૧૦-૧૫ મિનીટ બિરદાવે ને પોરસ ચડાવે. પછી જેવો દિવસ ને જેવી તિથી – ઈ પ્રમાણે કનુભાઈ દેવીદાન બારોટ, માધુભગત જેઠવા, ઈબ્રાહીમ ભગત, મુગટલાલ જોશી એમ જુદા જુદા ભજનીકો ભજનો ગાય, મેરૂભા ગઢવી “વાત માંડે,” કે પછી માણભટ્ટ કોકદી “માણ” વગાડે. એમાં એકવાર સૌરાષ્ટ્ર નો અષાઢી અવાજ શ્રી. હેમુભાઈ ગઢવી પણ આવેલા ને “પેલા પેલા જુગમાં રાણી તું હતી પિંગલા…” ઉપાડ્યુંતું, હજી કાને ઈ મધ-જરતા અવાજના  ભણકારા વાગેછ.

જેમ જેમ ગામમાંથી લોકો આવે એમ બાપુ ને “જઈ માં ખોડીયાર” કઈ ને બેસતા જાય ને ધીમે ધીમે ડાયરો બંધાતો જાય, હાકલા-હોકારા વધતા જાય. બાપુ ગામના નવા-જૂની જાણે, ગરીબ-ગુરબા ના ખબર-અંતર પૂછે, ને જરૂરતે “કોઠારી વડારણ” ને કે “ઈ આને ચાર પવાલા બાજરો આપજો… આને પારીયું ઘી દેજો… આને બોઘડું દૂધ દયો…” બસ આ બધું હાલતું હોય યા કાનજી વાળંદ પીતળની  અડાળીમાં આંગળી ઉભી ને અટકે એવો જાડો દરેડ ચા ફેરવે, પીનારા ચા પીવે ને બાકીના કાવા-કસુંબા. ચા પછી થાળીમાં બીડી-બાકસ ને સોપારીના કટકા પણ ફરે. ડાયરે જાતજાતની વાતું થાય, પણ કોઈની ટીકા નહિ. અન્ધારું થાય ઈ પેલા તુલસીક્યારે દીવો મુકાય, ગઢે ફાનસુ લટકાવાય, લાંબી વાટ ના કોડિયા મુકાય.

પછી રસોડે થી “વાળું” નો “”શાદ” પડે. ઉજળા માણસો આગળ ને બાકી પાછળ એમ ગુણીયે રસોડે પંગત પડે, બધા ને ઢીચણીયા દેવાય. વાળુમાં આગલા ચૂલે થી (એને “ઓલો” કેવાય) ઉતરેલી ફોતરાવાળી ને માથે ફોતરા નો ઓઘ્લો વળ્યો હોય એવી મગની દાળ ની ઢીલી ખીચડી, લસણ ની છાટવાળી ખાટી કાઠી-કઢી કે  ખાટિયું, ગાડા ના પયડા જેવા લદોલ્દ ઘી એ નીતરતા લીલછમ રોટલા, તાંસળી ભરી ને શેડકઢું દૂધ, ગોળ-ઘી-માખણ, લીલા ડુંગળી-લસણ, ઘી થી દોડતી લાપસી કે ચુરમું, ને શાક માં ઋતુ પ્રમાણે લસણીયા-છાસિયા રીંગણા કે ભીંડા, ગલકા કે તુરીયા, લસણ ની કોરી ચટણીએ વઘારેલી ભોપાત્રા ની ભાજી, કે ડુંગળી-બટેટા હોય. બોઘડે થી ખીચડીમાં ઘી રેડાય ને “બાપલા, વધારે લ્યો નીકર બાપુનું ભૂંડું લાગે” એમ કહી ઘી લેવાની તાણ પણ થાય. બસ, વાળું કરી અમે બાપુની રજાએ રઢિયાળા બળદ ના “સગરામ” માં માથે માફો નાખી, પસાયતા ની જોટાળી જામગરી ની આડે, રાડા ની પથારીએ બેઠા બેઠા અજવાળી રાતે સિંહ-સાવજ ની ડણાકો સાંભળતા સાંભળતા “મધુવન્તી નદી” ના કાઠે થી ધોખડ ચડી ને મેંદરડા ઘેર પાછા આવીએ. ગાદ્લે પડ્યા-પડ્યા બાપુ નો પેર્મ ને ભજનીકો ભજનોને માણતાં-માણતાં અમારી  આંખના પોપચા ભીડાઈ જાતા.

તો સાહેબ, આને કે “દાજી ડાયરો.” જો બીજી વાર ઈ શબ્દ સાંભળો તો આ યાદ કરજો.

ડાયરે ચડ્યો તોખરી ઘોડો- દિનેશ વૈષ્ણવ

બાપલીયા, કોક ચીજ વરહે એકાદ વાર જોવામળે, જ્ય્મકે અહાઢની બીજ, ને એટલેતો ભગત બાપુ કેછ: 

“કોટે મોર કણુંકિયા‚ વાદળ ચમકી વીજ;

રૂદાને રાણો સાંભર્યો‚ આતો આવી અષાઢી બીજ.”

કોક ચીજ માં ખોડીયાર નવરી પડે તીયે પેદા થાય, જેમકે ચણોઠી આંખ્યું વાળી, હિંગોળ હાથ્યું વાળી, ઉગમણા પવને આથમણી નમે, આથમણા પવને ઉગમણી નમે ને બેય કોર થી વા વાય તો વેલ ની જ્ય્મ ભાંગી ને ભૂકો થઇ જાય એવી પુતળાના રૂપાળા અવતારે અસ્ત્રી, ને એટલેતો ગાંડી ગર નો ટપાલી મેઘાણી કેછ:

“આંખડી લાલ ચણોઠડી‚ હિંગોળ જેવા જેના હાથ;

પંડયે બનાવ્યું પૂતળું જે દિ’ નવરો દિનોનાથ.”

ને કોક વસ્તુતો જો આદમીની છથીએ ભાગે લખાણી હોય તો ઈ દર દહ દાયકે દેખા દે, જ્ય્મ્કે દુધે જરતી સિહણને ધાવતા લાવરા ના મોમાં થી કદાચ જોને એકાદ ટીપું જો ભો એ ભટકાય તો ઈ માં જાનકી ની જેમ સાતે પડ સોસરવું સડેડાટ ઉતરીજાય, ઈમજ સારા ઘોડા ને સારા અસવારનું મો સુજણૂ પણ એકાદ દાયકે એકાદ-બે વાર થાય, ને એટલેતો દાદુભાઈ લખેછ ને કે:

ભલ ઘોડા ને વલ બંકડા, તારે હલ બાંધવા હથિયાર;

તારે જાજા ઘોડામાં જીકવું, મરવું એકજ વાર.

જાજે ભાગે ગામમાં ફરતા ઘોડા, ઈ હંધાય તો હાડાત્રણ પગે, પા અંખ ઉઘાડી ને ઉભેલા ટટું, ટાયલા ને ખચર. ભાઈ, ઈ તોખરી ઘોડા મેં પણ બે-ત્રણજ જોયાછ – આપાભાઈ ગોવાળિયાનો, રાણીગભાઈ ધાધલનો, પોલાભાઈ કારડનો, પણ આ હંધાય ને ઠેક મારે ઈ ઘોડોતો ચોરવાડમાં નંદલાલભાઈનો, ને માથે ઈવોજ બે જોટા ની બંધુક વાળો તડોતડ ખાખી ચોયણી, માથે જોધપુરી સાફો એવો તોખરી અસવાર ઈ નંદલાલભાઈ પોતે. કેવાતુંકે ભાઈ ઈ ઘોડો જંબુસરથી છએક મહિનાનું વછેરું હતું તીયે ગાડામાં લીયાવ્યતા ને એના પંડ ના ચાર દિકરા ની હારો-હાર એને ઉછેર્યો. ઈને રોજ સાંજે લોટાડવા નંદલાલભાઈ ને આંગણે હાથમાંથી રેસમ ની જ્યમ સરકી જાય એવી દરિયા ની ધોળી રેતી. ઈ જનાવરની હામે ચોવીસે કલાક લીલોછમ ગમાણૅ રજકો ને ગદબ, મુઠી ફાટે એવા દાણા નો કપાસ, ઈના પોતાના વાઙના વિસ-વિસ આન્ખ્યુ વ।ળી પીળી શેય્ડી ના ગોળ ના દડબા ને વા-છૂટ હાટુ હિંગના ગાન્ગડ। રાખતા, ને ઈને મધરાતે ને પરોઢિયે હુકું નિણ નાખતા.

જો ઈ ઘોડા ને વરણવા બેહુ તો રાતું ની રાતું વૈજાય તોયે ટૂંકમાં – ઈ પોણ। બે વામ ઉંચો, વંશે તુર્કી, રંગે કાળો ને માય છુટા છવાયા ધોળા દુધમલીયા ધાબા એટલે ઈ ટીલડો. ગુડા હુધીની એની કેહવળી ને જાયદી ખજુરની પીસી જેવો વાન, એની કાનહૂરી ડોઢે વળીગેલી જાણે દેરાણી જેઠાણી હામ-હામી બેહિને બે મણ ની ઘંટીએ સવામણ બાજરો દળે. ઈના કપાળ વચાળે કેહવાળીની લટ જાણે જહોદાના જાયાના મુગટે સોળે કળાએ કળાયેલ મોરેનું પીછું. ઈની કાળી ભમર આંખ જાણે ગંગા-જમના માં તરતા ગજી ઢાલના કાચબા. ઈના પરવાળા જેવી પાપણ, ઈની મુઠી હોહરવી વયીજાય એવી નાકહુર, ને ઈના જાડા હોઠ જાણે શીયાળે દાણે ભરાયેલા બાજરા ના બે ડુંડા. ઈની કોક જોગીન્દરની ગુફા જેવી મોફાડ, ને માય દુધે ધોયેલા દાંત જાણે આહુની પુનમે કાલા માથી ફાટ-ફાટ બારુ આવતુ બરફ ન કટકા જેવુ રૂ. ઈના ચાર સાથળ જાણે તરકોણ આકરે સંકાડતો નાગેશ્રીમાં પોપટડી નો પટ. ઈના જોરળ। પગું ને કાઠી ને ઘેર અભેરાઈએ ઉન્ધી વાળેલી ચાર તાહળી જીવા કાળ।ભમર   ડ।બલા, જાણે આઠેક વરહની છોકરીનો ફળીમાં પગ થંભે નહિ એમ કા ઉપાડ ને નકર ઉપાડું. ઈની લોઠ્કી પણ માખણના પીંડા જેવી સુવાળી કાય – જો ભૂલે ચુકેયે નખ ફેરવોતો રતુમડા લોઈ ના કાતો ટસીયા ફૂટે ને કાતો લીહોટા પડે. એનું ભોયે લીહોટ। પાઙ પૂછડું જાણે વડોવને હોએક વરહ્થી લટકતી વડવાઈ.

નંદલાલભાઈ નો વચલો દીકરો બાર આંગળીયો બાબુ રોજ આથમતા સુરજની સાખે ઈ ટીલડાના પીતળનું ચોકઠું ચડાવી, શેમળ।ના રુનિ ગાદી માથે ૨૫ કિલો નુ પીતળનું પલાણ મૂકી ને ગામ ના હવેડે પાણી પાવા નીકળતો. કેવાતુકે ઈ પલાણના પેગઙ।મા કિમ્તી માળેક જઙય।તા, ને પલાણની કસ કાળીયારનિ સુવાળી ચામડીની હતી. અમારા દવાખાનાના વીઘા ના પટ માં વળતા ઈ ઘોડા ને “જાડ” કરતો. પણ બાપલીયા, ઈ ઘોડો “જાડ” થાતો તીયે એના આગળ ના બે પગ ભો થી આઠ-આઠ હાથ હવામા, ને એના પાછલા બે પગ જૂકીને બે હાથ ના થાતા, ને બાબુ નો વાહો ભો થી સવા વેત ઉંચો રે. ભાઈ, આતો મે કાલે જોયુ હોય ઈવુ યાદછે. ઈ ટીલદડ।ને બાબુડીયો હલાવાતો પણ ઘણી રિતે – કોક્વાર મજરૂ-મજરૂ, તો કોક્વાર રેવાલ હાલે, તો કોક્વાર રૂમઝુમા, તો કોક્વર તબડાકા, તો કોક્વર બાગડદા, તો કોક્વર બગાક્જમ.

નન્દ્લાલભાઇ દર હોળીએ ટીલડાને હોળી ટપાવતા ને એનો નાના દિકરા રાજનુ દર બેસતા વર્સે આ ઘોડે ચઙીને ફુલેકુ નિકળતુ ઈ વાત કોક્વર કરિસ.

ભલુ પ્રતાપને પોલીસે ગોળી ધરબી દીધી .

બ્રિટીશના સમયમાં બ્રિટીશરોએ ભારતમાં કેટલીક જાતિઓને ગુન્હેગાર જાતી તરીકે જાહેર કરેલી .જેમાં છારા ,બાવરી વાઘરી ,કેકાડી અને સિંધના હૂર .જુના વખતમાં ,સિંધ,ગુજરાત અને મહારાષ્ટ્ર .આ પ્રદેશ મુંબઈ ઈલાકા તરીકે ઓળખાતો .હૂર સિવાયની આ જાતિઓ ભટકતી રહેતી તેઓ ક્યાંય સ્થાયી રહેતા નહિ .હૂર લોકો લુંટ કરતા અને કોઈ વખત ખૂન પણ કરી બેસતા .પણ કેકાડી અને છારાના ઈતિહાસમાં ખુનનો દાખલો નથી .છારાઓમાં પોતાની જાતિના પણ કાયદા હતા .એના કાયદા પ્રમાણે પોતાની જાતિનો માણસ પોતાની જાતિ વાળાનું ખૂન કરેતો ભોગ બનનારના વાલી વારસને 1600 રુપિયા આપી દેવા પડે ,અને વ્યભિચાર કરેતો તેને ફાંસીની સજા કરવામાં આવતી .આવા પ્રકારની સજા કરવાની સત્તા જાતિના મુખીને હોય છે .આવી ફાંસીની સજાનો હુકમ કરીને ફાસીએ ચડાવનાર મુખી પારુ ગુલાબને મેં જોઈલો છે .પછીતો ભારત સ્વતંત્ર થયો સરકારે ગુન્હેગાર જાતિનો ઈલ્કાબ ભૂંસી નાખ્યો .અમદાવાદમાં જ્યાં છારા લોકોને વસાવ્યા એ સ્થળો નવખોલી ફ્રિકોલોની વગેરે નામે હાલ ઓળખાય છે .સરકારે આવા લોકોને સુધારવા સંસ્કાર કેન્દ્રો સ્થાપ્યાં તેઓના બાળકોને ભણાવ્યા ભણી લીધા પછી નોકરીઓ અપાવી વગેરે મદદ સરકાર તરફથી મળી છગનીયા ધનિયા ,ચોરગામ ચમના પોલીસમાં દાખલ થએલા પણ તેઓને ફાવ્યું નહિ એટલે નોકરી છોડી દીધેલી એક સ્કુલમાં શિક્ષક હતો ,તેણે પણ નોકરી છોડી દીધેલી .એક હિંમતલાલ ગંગારામ વકિલાત કરતો .
અગાઉ કિધો એ પારુ ગુળાબનો દીકરો જાલમો અનેતેનો દીકરો કિશનો જે સંસ્કાર કેન્દ્રમાં ભણતો તેને એક વખત રસ્તા ઉપરથી ચાંદીનો કંદોરો મળેલો જે એણે સંસ્કાર કેન્દ્રના અધિકારીને સોપી દીધેલો .સંસ્કાર કેન્દ્રનો એક પટાવાળા જેવું કામ કરતો શંકર શેરિયા ફક્ત એક ડઝન વખત જેઈલ યાત્રા કરી આવેલો તેની પત્ની સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી ,એક રામસિંગ છારો કલાગુરુ રવિશંકરને ત્યાં ચિત્રકામ શિખવા જતો એક રવિશંકર નામનો છારો સુતારી કામ શિખેલો એક નાનું કરસનની દિકરી સંસ્કૃત ભણેલી .નાનું કરસન લુંટ કેસની સજા જૂનાગઢની જેઈલમાં ભોગવતો ત્યારે મારો ઓળખીતો આલા ઓડેદરા પણ જૂનાગઢની જેલમાં હતો .આ આલાનો દિકરો સાંગો હાટીના માળિયા પાસેના ગામ લાઠોદરમાં હાલ રહે છે .આલો નાનુંને મારા મારફત “રામરામ મોકલાવતો .
છારાનગર અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની કુબેરનગર પોલીસ ચોકીની હદમાં આવેલું છે .(હાલ ઘણા ફેરફારો થઈ ગયા હશે હું આ વાત મારા સમયની લખી રહ્યો છું .)છારા લોકો અલિગલ ઘણા ધંધા કરે એટલે કદાચ આર્મ (બંદુક ધારી )પોલીસની જરૂર પડે એટલે આર્મ પોલીસ એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ પોલીસ કોન્સ્ટેસૌ મ પોલીસ હેડ કોન્સ્ટેબલ હરિભાઇ હતા અને ખડે પગે ચોકી કરનાર ચક્ર સુદર્શન નામનો યુપીનો બ્રાહ્મણ હતો હરિભાઈ પણ બ્રાહ્મણ હતા આ વખતે એક અનાર્મ પોલીસ છારાનગરમાં।સૌ ફરતો હતો ત્યારે એક છારીને દારુના ડાબલા સાથે એમની સાથે જોઈ પોલીસને બોલચાલ થઈ એમાં પોલીસ ઉશ્કેરાઈ ગયો અને બાઈને બેટન (પોલીસની કમર ઉપર લટકતો રહેતો કાળો ડંડો )ઠોકી દીધું અને પછી ભાગીને ચોકી ઉપર આવી ગયો અને પોતાના કૃત્યની જન કરી .બીજી બાજુ છારી એના ભાઈભલુ પાસે ગઈ અને પોતાને પોલીસે મારી એ વાત કરી અને લોહી દેખાડ્યું .ભલુએ તેનું લોહી ચૂસ્યું .અને હાતમાં ધારીયું લઈ ચોકી ઉપર ધુંવા ફૂવાં થાતો ચોકી ઉપર આવવા રવાના થયો .અને એની પાછળ છારાનું ટોળું પણ આવ્યું .આ જોઈ ચક્રસુદર્શને હરિભાઈને વાત કરી ફાયારકા હુકમ ડો અગર ગોળી નહિ ચલાયન્ગે તો કોકી ઉપર આકે હમ સબકો માર ડાલેગા હરિભાઈ ગેંગે ફેંફે થવા માંડ્યા .અને ચક્ર્સુદરશને બરાબર ટાંકીને બંદુકનો ઘોડો દબાવ્યો અને ગોળી વછૂટી અને ભલુની છાતીની આરપાર નીકળી ગઈ ભલુ જમીન ઉપર ઢાળી પડ્યો .અને છારાનું ટોળું કબુતર ચણતાં હોય અને કાંકરી નાખો અને ઉડે એમ ભાગી ગયું જતું રહ્યું ભાલુંની લાશ પાસે પણ આવ્યું નહિ .પોલીસેતો જે કામ કરવું હતું એ કર્યું .
છારા આપણી દૃષ્ટિએ એક છે પણ એમાં દરેકના જુદાજુદા રીવાજ હોય છે . ભલુંપ્રતાપના મરણ પછી બે વરસે એની વહુ મને મળી મેં એને પૂછ્યું .તે ભલુના મૃત્યુ પછી લગન કર્યાં ? તે બોલી અમારામાં વિધવા વિવાહ નથી થતા સ્ત્રીની ઈચ્છા હોવા છતાં પર સ્ત્રી સાથે સંભોગ કરનારને છારાની જાતિમાં ગુનેગારને ફસીને માંચડે લટકાવી દેવામાં આવતો . છારાઓ પ્રદેશ પ્રમાણે જુદી જુદી રીતે ઓળખાય છે

રૂઘનાથ ધનજીની અહિંસક ફિલોસોફી

મારો રૂઘનાથ બાળપણનો મિત્ર મારાથી ઉમરમાં થોડો નાનો હશે .મારી ઓળખાણ મેં લખી છે .એમાં મારી સાથે તપ કરવા હાલી નીકળેલો તે આ રૂઘનાથ મારી સાથે એ થોડો વખત મરમઠ ભણવા આવતો પણ તેના બાપે ભણતા અટકાવ્યો અને મરમઠ વાળા મેમણ કરીમ શેઠની બીડીયું વાળવા મોકલી દીધો .તેના બાપ ધનજી ઉર્ફે પોલો આ મારા પોલાકાકા એવું કહેતા કે બીડીયું વાળવા વાળાના ઘરનાં નળિયાં હું સોનાના જોઉં છું .તેનો આગ્રહ હંમેશા વેપાર બાબત રહેતો .એ કહેતા કે લેખાં શીખો “જેટલે રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર “આવું ગોખી રાખવું એ તમને કામ આવશે ,સિંદુ નદી બે હાજર માઈલ લાંબી છે। .એવું યાદ રાખવાની જરૂર નથી .તમારે એ નદીમાં તરવા જવું છે ?
એક વખત દેશીંગામાં જૈન સાધુ વિચરણ કરતા કરતા આવી પહોંચ્યા (રુઘનાથે)રુઘે એ સાધુનું પ્રવચન સાંભળ્યું .બીજે દિવસે મને વાત કરીકે મચ્છરને પણ મારી નો નખાય એને પણ જીવવાનો હક્ક છે .
મરમઠ થી ભણીને અમે સાથે ઘરે આવતા હોઈએ ત્યારે દેશીંગાની સીમ આવે ત્યારે અમો રસ્તે ન ચાલતાં બાવળની ઝાડીમાં ચાલીયે એક વખત અમો બંને જણા ઝાડી માંથી પસાર થતા હતા ત્યારે રુઘાએ એક કાકીડાને મકોડા ખાતાં જોયો મકોડાની લાઈન હાલી જતી હતી .એમાં થી કાકીડો વિણી વિણી ને મકોડા ખાતો હતો . રુઘને વિચાર આવ્યો કે જો આ એકજ કાકીડાને મારી નાખ્યો હોય તો એની વધારે ઉત્પતિ નો થાય અને કેટલા બધા જીવો મકોડા જેવા બચી જાય .કકીદાને મારી નાખવાની વાત મને રુઘાએ કરી મેં સખત ભાષામાં વિરોધ કર્યો .પણ એને મારી વાત ગળે ઉતરી નહિ .એણે તો કાકીડા જેવા ગરોળી વગેરે જીવડા ખાનારા પ્રાણીઓને મારી નાખવાનો વિચાર અમલમાં મુક્યો અને આવા પ્રાણીઓને મારી નાખવાનું ચાલુ કરી દીધું એક વખત રુઘો મારે ઘરે આવ્યો .અને જોયું તો ચકલી એના માળામાં બેઠેલાં બચ્ચાને જીવડાં ખવડાવી રહી હતી .અમારું કોઈનું ધ્યાન નોતું ત્યારે નિસરણી લઇ રુઘો ચકલીના માળા સુધી પહોંચ્યો અને માળામાંથી ત્રણ બચ્ચા કાઢી નીચે ફેંકી દીધાં અને પગ વડે ચગદી નાખ્યાં . આ વાત મારી માએ જાણી તેને ઘણું દુ:ખ થયું .અને રુઘને ઘરે ન આવવા તાકીદ કરી અને મને તેની સંગત છોડી દેવા સમજાવ્યો .રુઘાથી નાનો ભાઈ મગન હતો .પોલાકાકાને પણ દીકરા અને એક દીકરી સંતાનમાં હતાં .એ અરસામાં રાજકોટમાં જૈનોએ એવી સંસ્થા સ્થાપીકે જેમાં જૈન બાળકોને ભણવું રહેવું ખાવું પીવું કપડા લત્તાં સ્કુલ ફી વગેરે ઘણો ખર્ચો આપવાનો .ગરીબના છોકરાને બધી સગવડ મફત બાકીનાને આવક પ્રમાણે ખર્ચ આપવાનો .પોલાકાકાને ખર્ચ બચાવવા મગનને રાજકોટ તે સંસ્થામાં મુક્યો પોલા કાકાને મગનને ભણાવવામાં ખાસ રસ નોતો પણ ખર્ચ બચાવવાના હેતુથી મગનને રાજકોટ એ સંસ્થામાં મુકેલો મગન વગર ખર્ચે m .a
થઇ ગયો પછી એ કલકત્તા ગયો .ત્યાં એને સારી નોકરી મળી .આ વખતે પોલાકાકા સ્વર્ગવાસી થઇ ગયેલા .આ સિવાય મગને આખા કુટુંબને કલકત્તા તેડાવી લીધું અને પોતાની અટક માટલીયા હતી તે બદલાવી અને શાહ રાખી .દેશીંગા માં ચોરાનો જીર્ણોદ્ધાર કરીને રામ મંદિર નામ આપ્યું છે એ પોપટલાલ ધરમશી મગનના બાપ પોલાકાકાના કાકાના દીકરા ભાઈ થાય .આ વાત ભેગી એક વાત બહુ જાણવા જેવી છે એ હું આપને કહું છું .પોપટકાકાની એક બેન સુવાવડ કરવા દેશીંગા આવી તેણે દ્ક્રને જન્મ આપ્યો દીકરો પંદર દિવસનો થયો ત્યારે એ મારી ગઈ .નાના બાળકને ઉછેરવાનો સવાલ ઉભો થયો .આજ અરસામાં પોપટકાકાની વહુએ દીકરાને જન્મ આપ્યો .હતો એટલે પોપટકાકા ની વહુએ પોતાની નણંદ ના દીકરાને ઉછેરવાની જવાબદારી લઇ લીધી .આ અમેરિકન સ્ત્રી નોતી કે બાળકને ધાવણ પૂરું નો થાય અને બેબી ફૂડ ખવડાવવું પડે .વખત જતા આ દીકરો જુવાન થયો અને કોચીનમાં જબરો બીજ્નીસ ધરાવે છે .પોપટકાકા દેશીંગા છોડીને રાજકોટ જતા રહ્યા છે . અને હાલ તેઓ સ્વર્ગ વાસી છે .આતો ગરવા ગિરનારની છાયાનો પ્રદેશ .
ભેગાભેગી એક બીજી વાત કહી દઉં ઓખાના બરડિયા ગામના વાઘેર રવા સમા ના પડોશમાં બરડિયા ગામમાં એક માજોઠી (મુસલમાન ધર્મી કુંભાર )રહે તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો .અને અભાગિયા દીકરાના માબાપ મારી ગયા .દિકરો થોડોક મોટો હતો તેને ધાવણની જરૂર નોતી પણ એના સગા વહાલાં માંથી કોઈએ આ દીકરાનો હાથ જલ્યો નહિ .આ નાનકડા બાળક લાખાનો ઉછેર રવા અને તેની વહુએ કરેલ લાખો જીવ્યો ત્યાં સુધી પોતાના બાપના નામ તરીકે રવાનું નામ લખાવતો .
વાર્તારે વાર્તા ભાભો ઢોર ચારતા ભાભો ગો મરે ઢોર આવ્યાં ચરે હેવ બીજી વાતુ કાલુંનાદી કેડે આવજો હંધાયને રામરામ

દેશીંગા નો ઈતિહાસ #16—-કડ કડીયો +હડકી

દેશીંગા માં  એક વખત  મરકીનો રોગ ફાટી નિકળ્યો બહુ માણસો  મરી  ગયાં .લોકોએ આ વખતના રોગનું નામ કડ કડીયો રાખ્યું .એવું કહેવાતું કે ગોવા ભગતનું પોતીયું  નોતું સુકાણું .ગોવા ભગત એવા સેવાભાવી માણસ હતા કે કોઈબીનું મૃત્યુ થાય .ત્યારે ગોવાભગત  સાત કામ પડતાં મુકી એની સ્મશાન યાત્રામાં   જોડાય જાય .કડકડીયા વખતે ગોવાભગત કોઈની સ્મશાનયાત્રામાં  જઈને સ્નાન કરીને ઘરે આવતા હોય અને ઝાપામાં ઠાઠડી સામી મળે કે તુરત એની સ્મ્શાન્યાત્રામાં જોડાય જાય” પૈદા હોકે મોજ  કરને જવાન થે કૈસે કૈસે કડ કડીયા ખા ગયા નવ જવાન કૈસે કૈસે ”

એકવખત નદીમાં ઓચિંતું જબરદસ્ત પુર આવ્યું .ભાદરવો મહિનો હતો .વરસાદનું નામ નિશાન નોતું .બાજરા વઢાયને પાથરા પડ્યા હતા .પણ ઉપરવાસ સાંબેલાધાર વરસાદ ટુટી પડ્યો .એટલે નદીમાં ધસમસતું પાણી આવી પડેલું .ગામમાં પાણી ઘુસી ગયું મેઘવાળ વાસમાં અને એવે બીજે ઠેકાણે નીચાણ વાળી જગ્યામાં પાણી લોકોના ઘરોમાં ઘુસી ગએલું .મેઘવાળ વાસમાં જીવ બચાવવા એક  કાળીયાળ  (નર હરણ )ઘુસી આવ્યો .મેઘવાળભાઈઓએ  કાળીયાળ ને મારી નાખ્યો .અને એના માંસના ટુકડા કરી ,અંદરો અંદર વહેચણી કરી રહ્યા હતા .એટલામાં બાપુને ખબર પડી .બાપુએ બધું માંસ નદીની છેલમાં ફેકાવી દીધું( પુરને અમારી બાજુ છેલ કહે છે.)  અને મેઘવાળ ભાઈઓને ઠપકો આપ્યોકે તમને સજ્જન માણસ સમજી પોતાનો જીવ બચાવવા હરણ તમારે આશરે આવ્યો અને તમે કતલ કરી નાખ્યો?

બાપુના કાયદા પણ જાણવા જેવા હતા ,સ્ત્રીઓથી ગામમાં પગરખાં (જોડા )પહેરીને ફરાય નહિ .ખેતરમાં કામ કરવા જવું હોયતો જોડા હાથમાં લઈને જાય અને ઝાપા બહાર જઈને પહેરે ગામમાં કોઇથી ઉઘાડે માથે નીકળાય નહિ .ઘોડા ઉપર બેસીને કોઇથી ગામમાં પ્રવેશ નો કરાય ઘોડેસ્વાર બહાર ગામથી આવતો હોય ,તેણે ઝાપા બહાર ઘોડા ઉપરથી ઉતરી જવું પડે લગ્ન થતાં હોય એ ગામમાં ઘોડા ઉપર બેસી ફૂલેકું ફરી શકે .પણ કુંભાર,વાણંદ ,સુતાર ,મોચી ,લંઘા .ઘાંચી,પિંજારા .આ લોકોના વરરાજાનું ફૂલેકું ઘોડા ઉપર ન ફરતાં ગાડામાં બેસીને વરરાજો ફૂલેકું ફરી શકે .

મિત્રો દેશીંગા નો ઈતિહાસ ગામના વડીલો પાસેથી સાંભળ્યા પ્રમાણે અને કેટલોક જાતે અનુભવ્યા પ્રમાણે આપની આગળ મારી આવડત અનુસાર રજુ કર્યો છે .હવેથી આગળની વાત દેશીંગા ના તરવરીયા ,ઉત્સાહી ,જુવાન ભાઈઓ ,બેનો અને વડિલો રજુ કરતા રહેશે .એવી આશા સાથે હું હવે આપની રાજા લઉં છું .

મને દેશીંગાનોઈતિહાસ લખવાનું કહીને મને લખવાની તકઆપી  એ માલદે કંડો રિયા ,મયુર કંડો રિયા વગેરેનો અને ખાસ સુરેશજાની કે જેણે મને મારા બ્લોગ માં મુકવાનું કહ્યું અને અને એશીન્ગને ચમકાવ્યું એનો એ સહુનો આપને આભાર માનવાનો છે।

દેશીંગાનો ઈતિહાસ- ૯ ; શુરવીરોના સ્મારક પાવરીયા

દેશીંગામાં કંડોરીયા આહેરોના વસવાટ પછી ધીમે ધીમે બારીયા ,નંદાણીયા ,ભેડા ,રાવલીયા .ભાટુ .વગેરે શાખાના આહેરો પણ દેશીંગા વસવા આવ્યા .એક સમયે ભેડાઓનું ગામમાં પરિબળ હતું .પણ એનો  છેલ્લો પુરુષ મારા નારણકાકા હતા એ પછી ભેડા દેશીંગામાંથી  અદૃશ્ય થયા .એવી રીતે રાવલીયાનો  છેલ્લો માણસ દુદા ભાઈ  હતા દુદાભાઈની  જમીન દરબારે લઈ લીધા પછી તેઓ બીજે ગામ રહેવા જતા રહેલા .એનાથી પહેલાં એક રાવલીઓ  નિરવંશ જવાથી એની જમીન અને રહેવાનું મકાન દરબારે ખાલસા કરેલું .મારા બાપા પોલીસ પટેલ હતા. ત્યારે   મારી માના વટની ખાતર કુટુંબનો તમામ હિસ્સો છોડી દઈને જુદા થઈ ગએલા ,ત્યારે દરબારે રહેવા માટે જે ઘર આપેલું . એ   રાવલીયાનું   ઘર હતું .હાલ એ ઘરમાં અંબાવીભાઈનો પરિવાર વસે છે .ગામના દરવાજો (ઝાંપો )અને કોઠો  જેમ પ્રાચીન છે ,એવી રીતે શિવ મંદિર અને રામ મંદિર પણ પ્રાચીન ગણાય અને ગામના શુરવીરોના સ્મારક  પાવરીયા પણ રહ્યા  સહ્યા બચ્યા છે ,એકાદ બે મેઘવાળ શુરવીરોના  પાવરીયા પણ ગામની આથમણી બાજુ  નદી કાંઠે છે.આવા પ્રાચીન સ્મારકોનું  સારી રીતે જાળવણી રાખવા દેશીંગામાં  જન્મેલા નવ જુવાનોને હું વિનતી કરું છું કેમકે એ આપણા પૂર્વજોનું ગોરવ છે .બીજી દેશીંગાની નવાઈ લાગે એવી વાત એ  છે કે દેશીંગામાં  બાબી મુસલમાન દરબાર હોવા છતાં પીરની દરગાહ કે મસીદ નથી . છેલ્લે  છેલ્લે દોસ્ત મહમદ મકરાણીના  ફકીર સસરાએ  પીરની દરગાહ બનાવવા પ્રયત્ન કરેલો .પણ દરબારે એ પ્રયત્ન સફળ થવા ન દીધો .સૌરાષ્ટ્રનું   ભાગ્યેજ કોઈ ગામ પીરની દરગાહ વગર ખાલી હશે .નજીકના સમેગા ગામમાં  બેત્રણ મેમણ વેપારીઓએ મસીદ બનાવી .મસીદ બનાવવામાં  ગામના ખેડૂતોએ પથરા લાવવા અને બીજી મદદ કરેલી ઓછી મજુરીથી અને કોઈ વખત મફત પણ .મસીદ પણ ભગવાનનું  ઘર કહેવાય એવા શુભ આશયથી  “બનવાવ શિવાલા (શિવાલય )યા મસ્જિદ. હૈ ઈંટ વોહી ચૂના હૈ વોહી મેમોર (કડિયા)વોહી  મઝદૂર વોહી )   દેશીંગામાં  દરબારના કોઠારી તરીકે કામ કરતા હઠીસિંગ એ ની:સંતાન હતા .એ મૂળ ક્યાં ગામના હતા એની કોઈને ખબર નોતી ,મેઘવાળ લોકોનો હજામ (વાણંદ )રૂડો અને  એની પત્ની જીવી  નિ :સંતાન હતા અને એ મૂળ ક્યા ગામના હતા એની કોઈને ખબર નથી .દેશીંગામાં જે થાપલા દરબારનો જે ભાગ હતો કેજે  થાપલા પાટી અથવા એકલી પાટી તરીકે ઓળખાતો ત્યાનો પોલીસ પટેલ ગણો,કે હવાલદાર  ગણો કે  એ જે હતા એ દેવરામ વાઘજી અને એની પત્ની માંન્ કુંવર માન કુંવર નજીકના ગામ ચીખલોદરાનાં હતાં પણ દેવરામ ક્યાંના હતા એની કોઈને ખબર નોતી તેઓ પણ ની:સંતાન  હતા.  દેવ રામના  તમામ વાળ સફેદ થઇ ગએલા જોકે એમની મોટી મૂછોને કાળો રંગ કરતા ખરા એને કોઈ બાપાનું સંબોધન ન કરી શકે ,જો કોઈ પાંચ વરસનું બાળક પણ બાપા કહે તો લાકડી લઈને મારવા દોડે છેલ્લે  એમની નોકરી છૂટી ગઈ પત્ની માન કુંવર પણ પરલોક ગયા .ઘરમાં એકલા રહેતા હતા .ગામલોકો કાળજી લેતા ખરા ,

“જેને ક્યે છે .નિખાલસતા જેને ક્યે છે પ્રેમભાવ  કુબોમાં હશે ,પણ પાકાં મકાનોમાં  નથી ”

એક દિવસ દેવરામભાઈ (બાપા કહીશ તો તેઓ પરલોક થી  મૃત્યુ લોકમાં આવી મને લાકડી લઈને મારવા દોડશે.)ઘામાં એકલા  મરી  ગયા  .ઘરમાં ટૂંટિયું વાળીને પડ્યા હતા ઉંદરોએ  કપાળની ચામડી કોતરી ખાધેલી .ગામ લોકો  સૌ ભેગા મળી અગ્નિ સંસ્કાર કર્યો।.

દેશીંગાનો ઈતિહાસ – ૫; બાપુ અને લાકડાની ઘોડી

મુજફ્ફરખાન  બાપુનાં  પ્રથમનાં  બેગમ  જન્નત  નશીન થયા પછી બીજીવાર  શાદી કરી તેને  ગામ લોકો મોટીમા તરીકે ઓળખાતા ,પ્રથમની બીબી થી  બે દિકરા  અને  એક દિકરી  થએલાં  જેમાં નાનો દિકરો દેશીંગા માંજ રહેતો તેનું નામ નવરંગ ખાં  હતું  મોટા દિકરા વિષે  હું વધુ જાણતો નથી ,પણ એની રખાત બાંટવાના  ફકીરની દિકરી હતી .તેનાથી એક દિકરો થએલો જે બાંટવામાંજ  એની ફકીરાણી મા  સાથે ઉછરતો  હતો એનું નામ  હુસેન  મહમદ ખાં હતું .નવરંગ ખાં  બાપુ આમોદ (જીલ્લો ભરુચ )ના મોલેસલામ ગરાસીયા હમીર સિંહ ની દિકરી  પ્રતાપબા સાથે પરણેલો તેને ફક્ત એક દિકરો થએલો ,તેનું નામ મુજફ્ફર ખાં ના નામ ઉપરથી  અબ્દુલ હમીદ ખાં રાખેલું પણ સૌ એને  દાદાબાપુ નામે ઓળખતા પ્રતાપ બાને ગામલોકો  જીણકી  મા તરીકે ઓળખતા . મોટીમાને  જુગાર રમવો બહુ ગમતો એમના પતિ આખો દિવસ ડેલીએ બેસી રહે ,અને  ભોજાબાપા  બાપા સાથે  વાતુ કરે રાત્રે સુવા માટે રુમમાં જાય .દેશીગાના વહીવટદાર  હરિ શંકર ભાઈ હતા .પોલીસ પટેલ તરીકે મારા બાપા જટાશંકર અને પસાયતા તરીકે ચાંદ ખાં  ઈભરામ ખાં અને કાના જગા  હવાલદાર તરીકે દોસ્ત મહમદ મકરાણી જે ઠોયાણા  ગામથી આવેલો મકરાણી લોકોના વડવાઓ  મૂળ બલુચીસ્તાન ના  મકરાણ  વિસ્તારથી આવેલા દોસ્ત મહમદની પ્રથમની  બેગમ પોતાની નાતની હતી .જેને એક પરજીયા સોની સાથે પ્રેમ થઇ ગયો એટલે એ પોતાનાં પહેરવાનાં કપડાં રત્નાગર ને  કાંઠે મુકી ,સાડી પોલકું  ઘાઘરો પહેરીને  સોની સાથે ભાગી ગઈ .રત્નાગર માં ડુબીને મરી ગઈ હશે એવું માનીને એની લાશ ગોતવા   રત્નાગર ખુંદી વળ્યા. પણ હોયતો  મળેને   ?   પાછળથી ખબર પડી કે તેને સોની ભગાડી ગયો છે.દોસ્તમહ મદ આ પછી એક ફકીરની છોકરીને પરણ્યો .જેનાથી અબુબકર (અબો )અને જેનમ સંતાનો થયા .અબાના  મિત્રો આહેરના છોકરાઓ  હતા .અબો ભાષા પણ આહેરે જેવી બોલતો .સમ ખાયતો આયરના  છોકરાઓની જેમ “મને માતા પુગે “એમ બોલે સિદી ચાંદખા  દાદાબાપુને લઈને સાંજે શિકારે જાય  .કુતરા ને માટે નાનાં પંખીડાં મારી લાવે  દાદાબાપુ ,હું,ગોવિંદ અને એકબે બીજા છોકરા મિત્રો હતા .હું અને ગોવિંદ દાદાબાપુના ખાસ મિત્રો  હું  શિવ ભક્ત દર સોમવારે એક ટાણું   જમતો પણ માબાપથી  છાનાં દાદાબાપુની  સાથે શિકારે જતો .અબો કોઈ દિવસ શિકારે સાથે  ન આવતો .પાકિસ્તાનનું સર્જન થયા પછી અબો પાકિસ્તાન ગયો .અમારી તરફના  કેટલાક મુસલમાન પાકિસ્તાન ગયા .તે લગભગ કરાચીમાં સ્થિર થયા .પણ પાંચ ધોરણ ગુજરાતી ભણેલો અબો પેશાવર પહોંચી ગયો .અબા સાથે  ભણતો હેમતરામ  વ્યાસ મુંબઈ ગએલો તેના ઉપર અબ્બાના કાગળો કોઈ કોઈ વખત આવતા મોટીમાં સાથે જુગાર રમવામાં  મારા બાપા હરિ શંકરભાઈ  અને ગામના કેટલાક માણસો  સાથ આપતા જુગાર દરરોજ રમાતો .મોટાબાપુ (મુજફ્ફરખાં )ની ઉમર મોટી હતી તેઓના બંને પગો સરાડીયા ની સીમમાં  શિકાર કરવા  ગએલા  ત્યારે સરાડીયાના  ભાટ દરબારોની  હડ ફટે ચડી ગએલા એટલે ભાટો એ   બાપુ નાં  બેઉ  થોડા થોડા ભાંગી  નાખેલા ,એટલે બાપુ લાકડાની  ઘોડી થી  ચાલતા મોટી મા એ  હરિશંકર ભાઈ સાથે આડો વહેવાર બાંધેલો . મોટી માને સંતાનમાં ત્રણ દીકરીઓ  થએલી .મોટી દીકરી રખુમાં સરદારગઢ ના  દરબાર હુસેનીયાવર ખાં ને પરણેલી .દાદાબાપુની મા પ્રતાપબા ગુજરી ગયા પછી નવરંગ ખાં બાપુએ  મોલેસલામ ગરાસીયાની દિકરી રુરૂપાળી પાળી બા

जननी जन्म भूमि श्च स्वर्ग दपि ग़री यसी

રામ રાવણ નું યુદ્ધ   ચાલી રહ્યું હતું . લક્ષ્મણ મૂર્છિત દશામાં હતા .હનુમાન જડી બુટ્ટી લેવા ગયા હતા .રામ ઉદાસ ચેહરે બેઠા હતા ,કોઈએ પુચ્છયું.પ્રભુ ઉદાસ કેમ છો પિતાજી યાદ આવે છે, અયોધ્યા ની ચિંતા કરો છો શું છે .?ત્યારે રામ જવાબ આપે છે . એજવાબ કેવો હતો .એ કવિના શબ્દોમાં વાંચો .

अवध अनाथको सोच नहीं नहीं सोच पिता सुर धाम गएको

कैकैमाताको सोच नहीं  नहीं सोच पुनि वनवास गएको

सीता हरनको सोच नहीं नहीं सोच दशानन  रार ठएको

लक्ष्मण  शक्तिको सोच नहीं  एक सोच विभीषण बाह ग्रहेको

એમ કરતા કરતા યુદ્ધ સમાપ્ત થયું .રામ એક દિવસ  લંકાના અલોકિક  ઉપવનમાં બેઠા હતા . નવરા બેઠા એમને એક વિચાર આવ્યો કે  પત્થર કોઈદી  પાણીમાં તરતા હશે ? આબધા ગપ ગોળા કોને વહેતા કર્યા,અને પછી  શું બન્યું . એ આપ કવિની  કાવ્ય કરામાંતમાં વાંચો છંદ

કુળ રાવણ તણો નાશ કીધા પછી એક  દિ  રામને વેમ આવ્યો . મુજ તણા નામથી પથર તરતા થયા આ બધો ઢોંગ  કોણે ચલાવ્યો

એજ વિચારમાં આપ ઉભા થયા ,નવ પછી કોઈને સાથ લાવ્યા  સર્વથી  છુપતા છુપતા રામજી  એકલા ઉદધિને  તીર આવ્યા .

ચતુર હનુમાનજી  બધુય સમજી ગયા .ચાલીય શ્રી  રઘુનાથ પેલે રામનો દાસ એ વેરીના વતનમાં એકલા રામને કેમ મેલે

તીર સાગર તણે વીર ઉભા રહ્યા કોકથી જાણીએ હોય ડરતા હાથમાં કાંકરી એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

તીર સાગર તને રામ ઉભારહ્યા કોકથી જાણીએ હોય ડરતા  હાથમાં કાંકરી એક લીધા પછી ચાહું દિશે  રામજી નજર કરતા

તીર સાગર તણે વીર ઉભારહ્યા  .જાણીએ કોઇથી હોય ડરતા ,કાંકરી  હાથમાં એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

ચોરની જેમ સંતાઈ હનુમાનજી  વ્રુક્ષ ની ઘટાથી નીરખે છે . ચિત્તમાં  કપિને ખુબ વિસ્મય થયું . રામજી આ બધું શું કરે છે .

ફેંકતા કાંકરી તુર્ત તળિયે ગઈ  તસ્ગરે જાણીએ હોય લુંટ્યા .રામ પોતા થકી ખુબ ભોઠા પડ્યા શરમના શેરડા મુખ ફૂટ્યા

ભરોસાની ભેંસને પાડો આવે

બે  ભેંસો વાળા  પોત પોતાની  તરતમાં વ્યાય એવી ભેસોને લઈને  બહાર ગામ જઈ રહ્યા હતા  . એક ભેંસ વાળો કેવાતી  હલકી જાતનો હતો અને બીજો ઉત્તમ કુળનો હતો .હલકી જાતનો માણસ બહુ દુરથી  આવતો હતો .તે ઘણો થાકેલો હતો અને તેને સખત ઊંઘ પણ આવતી હતી .બંનેની ભેંસો  તુરતમાં જ વિયાવાની હતી .ઉનાળાની સખત ગરમીનો દિવસ હતો .થોડે દુર એક ઘેઘુર  વડલાનું ઝાડ હતું  ,ત્યાં બંને જણાઓએ આરામ કરવાનો વિચાર કર્યો .
હલકી જાત વાળાએ ઉત્તમ જાત વાળાને કહ્યું કે  અહી આ વડલાના ઝાડ નીચે આપણે આરામ કરીએ  ભેંસો પણ વિયાવાની તૈયારીમાં છે એટલે એ પણ આરામ કરે , મને સખત ઊંઘ આવે છે માટે હું ઊંઘી જાઉં છું .આપ ભેંસોનું    ધ્યાન રાખજો અને જો મારી જરૂર જણાય તોજ મને   ઉઠાડજો  નહીતર મને આરામ
કરવા દેજો .એમ કહી તે ઊંઘી ગયો .થોડીજ વારમાં  હલકી જાત વાળાની ભેંસ વ્યાંનીઅને એ ભેંસે પાડીને જન્મ દીધો .પળવારમાં તો ઉત્તમ કુળના ગણાતા
માણસની ભેંસ પણ વ્યાંની અને એ ભેંસે પાડાને જન્મ આપ્યો .હજી પાડીવાળી  ભેંસ બેહોશ જેવી દશામાં હતી .એટલામાં  ઉત્તમ ગણાતા માણસે  યશોદાના પડખામાં  કૃષ્ણને મૂકી દીધા. એમ પાડાવાળી ભેંસના માલિકે પાડો ,પાડી વાળી ભેંસના  પડખામાં મુકીને  પાડી પોતાની ભેંસ પાસે મૂકી દીધી .બંને ભેંસો પોતાના બચ્ચા  સમજીને  ધવરાવવા માંડી .આવું દૃશ્ય એક ગામડિયા લોક કવિના બારેક વરસના  દીકરાએ જોયું .અને તેણે એક જોડકણું રચ્યું કે —–
ઉત્તમ કુળને ભરોસે રહીશ નૈ અને નીચ જાણી તું નિશ્ચય  કરીશ નૈ
હરદાસ હર દ્વાલ ભણે છે     ભરોસાની  ભેંસ  પાડો જણે છે .પછી  ઉંચે નીચને જગાડ્યો  કે આપણી ભેંસો વ્યાંની છે .  નીચ માણસે  ઉંચનો ભેંસોની કાળજી રાખવા બદલ ઉપકાર માન્યો .

બે ટોળી નો જબાબ

બે   ટોળી નો જબાબ
અત્યાર સુધી વાટ જોઈ પણ કોઈ ભાઈ કે બહેને જવાબ નો દીધો . ચાલો હવે હુંજ  ઉત્તર આપી દઉં છું. પણ આજનો શીખ્યો ,હવે આવા કોયડા જેવું કઈ લખવું નહિ .મારી પાસે જાત અનુભવો  અને એવું બધું ઘણું મારા મગજના  કંપ્યું ટરમાં  સંઘરેલું પડ્યું છે .જોકે કંપ્યુંટર  જુનું થવા માંડ્યું છે .પણ મારા બાહોશ મિત્રો  જુનું થવા દ્યે એવા નથી .જવાબ   એક ટોળીમાં પાંચ માણસો હતા અને બીજીમાં  સાત માણસો હતા .હવે તો તમને આવડી ગયું હશે .છતાં ન સમજાય તો વિના સંકોચે આતાને પુછજો .