Category Archives: આતાપુરાણ

लेलरका दस रूपया सिकंदर हज़म करगया . और लेलरको नाराज किया .

img074img075

મારી પૂજ્ય માતુશ્રી કે જેનીએ મને મિલ્ટ્રી માંથી છૂટો થઇ જવા માટે વિવશ કર્યો   .
આ મારા પૂજ્ય પિતાશ્રી  કે જેણે મારી માની વાતને ટેકો આપ્યો   .
જો હું મારા માબાપના આગ્રહને વશ ન થયો હોત  . તો  હું નોકરીનો પૂરો લાભ લઇ શક્યો હોત  . કેમકે  બહુ થોડાજ વખતમાં યુદ્ધ પૂરું થવાનું હતું   પણ એની થોડી ખબર પડે  .

 સખરમાં ગરમી તો સખત હતી  .ફક્ત સિંધુ નદીમાં નાહવા પડો  ,  ત્યારે ઠંડક અનુભવાય  કેમકે સિંધુનું પાણી ઠંડુ હોય છે  .પણ તમારું માથું  તડકામાં ગરમ થઇ જાય  , એટલે ઘડી ઘડી ડૂબકી મારી લેવી પડે  . સમય મળ્યે હું સિંધુમાં નાહવા પડતો  .હું આનંદમાં હતો   .પણ મા બાપના કાગલોએ મને બે ચેન બનાવી દીધેલો   , જલ્દી ઘરે આવીજા  ,  જલ્દી ઘરે આવીજા    ,એવા શબ્દોજ કાગળમાં હોય  ,તમે માનશો હું કાગળ જોઈનેજ ખુશી થવાને બદલે નિરાશ થઇ જતો  .મારે છૂટવું હતું  , પણ  હું કોઈ સંજોગોમાં  છૂટી શકું એમ ન હતો   . હું મિલ્ટ્રીના  કાયદાની મર્યાદામાં રહી  .  ડાંડોળાય કરતો  કેમેય કર્યો મને કાઢી મુકે છે   ? પણ અસંભવ   . હું મશીનની  બાબતોનું ભણવા જતો  ,અગાઉ કીધું એમ મારો માસ્તર  સિવિલિયન  શીખ હતો  .એ જ્યારે ભણાવતો હોય  .ત્યારે હું  એની વાતોમાં ધ્યાન ના આપું અને બીજા રમત રાડા  કરું  એટલે એ મનેજ બુમો પાડીને શીખવ શીખવ કરે    , મને બહુજ કંટાળો અપાવે  .આવી કંટાળા જનક પરિસ્થિતિથી  બચવા  મેં વિચાર કર્યો કે આ માસ્તર પાસે ચિત્ત છોડીને  ભણવું  ,પણ જ્યારે પરીક્ષક અધિકારી પરિક્ષા લેવા આવે ત્યારે  નાપાસ થઇ જવું   ,પાસ થવું  એ  હાથની  વાત નથી  .  પણ નાપાસ  થવું એતો હાથની વાત છે  . પછી હું બરાબર ધ્યાનથી ભણું અને માસ્તરની શાબાશી મેળવતો રહું  ,હું 48 રૂપિયા પગાર મેળવતો હતો  . જો હું આ પરિક્ષામાં   પાસ થઇ જાઉં તો  મારો પગાર ઘણો બધો વધી જાય  . પણ મારાં માબાપના  ઉપાડે   ખાસ કરીનેતો મારી માના  ઉપાડાએ મારી  મઝા  મારી ગઈ   .
આમ  દિવસો વિતતા જતા હતા  ,અને પરિક્ષા  આપવાનો સમય આવી પહોંચ્યો  .અને ગોરો અધિકારી  કે જે આર્મીનો માણસ હતો  .એનું નામ લેલર  હતું  . આ સજ્જનને હું હજી સુધી નથી ભૂલી શક્યો  .એ આવ્યો  .અને પરિક્ષા લેવાની શરુ કરી   ,પરિક્ષા માં  કંઈ  ખાસ  આકરું  નોતું  પરિક્ષા  મોખિક આપવાની હતી   . ઓઝારોના નામ અને તેનું કામ પૂછવામાં આવતું  .લોઢાનો  પીસ કરવતથી  કાપી બતાવવો  ,લોઢામાં  ડ્રીલથી વીંધા  પાડવા  .વગેરે કામ કરવાનું   ,લેલર  મારી પાસે આવ્યો  .મને હથોડી બતાવીને પૂછ્યું  . इसका  नाम क्या है  ? मैंने  कहा ड्रिल   . सवाल तू समझा नहीं  ? उसने  दूसरा औज़ार  दिखा कर  पूछा  इसका  नाम क्या ? मैंने  उल्टाही जवाब दिया   .
અંગ્રેજો આખી દુનિયામાં રાજ કરી ગએલા કેમકે એની પાસે  સામ ,દામ  ,દંડ  .અને ભેદની આવડત હતી  .લેલરને હું  ઉલટા જવાબ આપવા માંડ્યો  .એટલે  લેલર બોલ્યો  . तेरा मास्तरतो तेरी तारीफ़ करता है की  तू बहुत हुशियार  लड़का  है  . और  मुझे तू  क्यों सही जवाब नहीं देता ?ले ये दस रूपया   એમ કહીને  એણે મને દસ રૂપિયા આપ્યા  અને કીધું કે अब तू मुझे सही जवाब देना  . મેં એ દસ રૂપિયા  મારા ખિસ્સામાં  મુક્યા અને પાછા એવાને એવા ખોટા જવાબ આપવા  લાગ્યો  . અત્યારે મને અફસોસ થાય છેકે  મારે એના પૈસા લેવાની જરૂર  નોતી  જો લીધા તો   પછી  સાચા જવાબો આપીને પાસ થવું હતું  .આટલી બે ઈમાની કરી એ વાત હું યાદ કરું છું ત્યારે મને ઘણું દુ:ખ થાય છે  . લેલર જરાય ઉશ્કેરાયો નહિ  .બહુ શાંત ચિત્તે  એક લંબ ચોરસ પાટિયું મગાવ્યું  .અને એના ઉપર લખ્યું કે  लेलरका  दस रूपया ये सिकंदर  हज़म  कर गया  .આવા લખાણ વાળું પાટિયું  મારા  હાથમાં  પકડાવીને બધા જવાનો અને ઓફિસરો વચ્ચે  ફેરવ્યો  .બધા એકી અવાજે આંગળીયો ઉંચી કરીને બોલવા લાગ્યા   . मकार ईमान   આ બનાવ પછી મારી કમ બખ્તી બેઠી  સુબેદાર એકદમ ગરમ થઇ ગયો  .  અને બોલ્યો  ,સુબેદાર દેશી હતો  . તે પોરબંદર આવેલો હતો  .અને મેં  ભરતી થયો ત્યારે  ગામના નામ તરીકે પોરબંદર   લખાવેલું हम तुझे रेस्का  घोडा समझते थे  लेकिन तू  बोज़ उठाने वाला गद्दा  निकला  . में   तेरा  पोरबंदरका घी  निकाल डालूँगा  . પછી મારી પાસે નક્કામી મહેનત કરાવવા માંડી   મોટા લોઢાના  ગઠ્ઠા  છીણી હથોડીથી  છોલાવવા લાગ્યો    ,પથ્થરીયા કોલસાના ટુકડા કરાવવા  .જમીન ખોદાવવી  .ધોમ તડકામાં આવું કામ  કરાવવા માંડ્યા   . પરેડ કરવાની  .જમવા જવું  ,અને રાતે સમય સર ઊંઘવું  આ સિવાય સખત મહેનતાજ કરવાની   મારી જેમ બે સિંધી  છોકરાને પણ છુટું થઇ જવું હતું એટલે એ કામમાં  દાન્ડોડાઈ  કરવા લાગ્યા  ,એને પણ મારી જેમ સખત કામ કરવાનું થયું  .એ ફક્ત બે દિવસમાં કંટાળી ગયા અને સીધી રીતે પોતાની નોકરી  કરવા માંડ્યા  .ફક્ત હુંજ આકરા કામથી ડગ્યો નહિ અને વળગી રહ્યો  .

मिलट्रीमे सबसे ज़रूरी है हुकुम को मानना

આર્મીમાં મને ખુબ મજા આવતી હતી  . હું ખુબ ખુશ હતો  .મારા ઘણા મિત્રો હતા વધુ સિંધી મુસલમાન હતા   . થોડા પંજાબી હિંદુ અને મુસલમાન હતા  ગુજરાતી એકપણ નોતો થોડા મારવાડી હતા  .એક છોકરો મારવાડી વેપારીનો દીકરો હતો  .એનો જન્મ સિંધમાં થએલો અને તે સિંધી સ્કુલમાં ભણેલો હોવાથી  સરસ સિંધી ભાષા બોલતો હતો  . તે શોખનો માર્યો મિલ્ટ્રીમાં  ભરતી થએલો હતો  .સખર ગામમાં ગુજરાતી વાણંદ અને ગુજરાતી ફૂટપાથ ઉપર બેસીને જોડા સાંધવા  વાળા હતા  .તેઓ ગુઈરતી અને સિંધી ભાષા સરસ બોલતા હતા  . ગરમી સખત હોવા છતાં ફૂટપાથ ઉપર બેસી કામ કરતા હતા  .ઠંડક જો તમારે જોતી હોય તો  સિંધુ નદીમાં  નાવા પડવાનું પાણી ઠંડુ હોય છે  .પણ ઘડી ઘડી ડૂબકી મારવી પડે કેમકે માથામાં ગરમી લાગી જતી હોય છે  .
મિલ્ટ્રીમાં  सबसे ज़रूरी है हुकुमको  मानना  कोई बातकी दलील कर नहीं सकते  .એક બનાવ એવો બન્યો કે ઈબ્રાહીમ નામનો જવાન બીમાર થઇ જવાથી એને હૈદરાબાદની હોસ્પીટલમાં  દાખલ  કરવો પડેલો   . થોડા વખતમાં એ સારો થઇ ગએલો  એટલે એ પાછો આવી ગએલો  . .એકાદ મહિના પછી ફરી તપાસવા  માટે ડોકટરે  હૈદરાબાદ હોસ્પીટલે બોલાવેલો  . એક બીજો ઈબ્રાહીમ કરીને જવાન હતો  તેનું નામ અને તેના બાપનું નામ  જે હોસ્પીટલમાં દાખલ થએલો તેનું સરખુંજ  હતું  એટલે  ભૂલમાં  જેને ડોક્ટરોએ બોલાવેલો કે જે હોસ્પીટલમાં દાખલ થએલો હતો  એને બદલે  આ સાજા સારા  ઈબ્રાહિમને મોકલી આપ્યો  .તે જમાનામાં  એક રેલવેનો ડબો મિલ્ટ્રીના  માણસો માટે ખાસ રહેતો  .આ ઈબ્રાહીમ  ડબામાં બેસવાને બદલે  ડબાની બહાર લટકીને જતો હતો  .એક હાથે દબાણો સળીયો પકડ્યો અને  ત્રાન્સો લટકીને  બીજો હાથ હલાવતો  મુસાફરી કરી રહ્યો હતો   .  અચાનક  એનો હાથ  કે જે ડબાના સળિયાને પકડેલો હતો એ છૂટી ગયો  .ઈબ્રાહીમ  નીચે પટકાઈ પડ્યો અને પડતાની સાથે  એનું પ્રાણ પંખેરું  ઉડી ગયું  ..

ખોટા નામ ઠેકાણા  આપીને ભરતી થવું અને બે ત્રણ મહિના નોકરી કરીને  ભગોડા  થવું , વળી  પાછા  ભરતી થવું  .એવી ખુબ રખડ પટી કર્યા  પછી  ચિત્ત છોડીને નોકરીમાં વળગી રહેવું  .એવું નક્કી   કર્યું  .  કેમકે મને સખર માં   મજા આવતી હતી  , જોકે અહી પણ મેં મારું ખોટું  નામ ઠેકાણું  આપેલું  હતું  .
એક  વખત કેટલાક મિલ્ટ્રી વાળા સખર શહેરમાં  લટાર મારવા ગએલા  એમાં  પોલીસ વાળા સાથે  કૈંક  વાંધો પડ્યો  એમાં પોલીસ વાળાને ખેંચીને  લઇ  આવ્યા  .  અને પોતાની આર્મીની લોક અપ માં  મૂકી દીધો  .પોલીસના અધિકારીએ  મિલ્ટ્રીના  સુબેદારને તમારા માણસો અમારા પોલીસને પકડી ગયા છે  .એને છોડી મુકવા આજીજી કરી  , એટલે  સુબેદારે પોલીસને છોડી મુક્યો   . સુબેદારે મિલ્ટ્રી વાળાઓને  પૂછ્યું પણ નહિ કે શા માટે તમે પોલીસને લઇ આવેલા  .
એક વખત મિલ્ટ્રી વાળાઓને  મુવી જોવા લઇ ગયા   . મુવી પંજાબી ભાષામાં હતી   , જેનું નામ હતું  ,”મન્ગતી ” જે મૂવીનું અત્યારે અસ્તત્વ નથી  .એના ગીતની એકાદ  લીટી મને યાદ છે  .
“ભોલીયા પંછીયા તું  અપણી જાન બચા  .ઇથું  ઘર ઘર પાયાં રત્તીયા  .”
ઉપરથી કોઈ ઓર્ડર આવ્યો  હશે  એટલે  દરેક જવાનને  નંબરો આપવા  .  એટલે બેરેકમાં આવીને નંબરો લખવા માંડ્યા  .કેવળ  અમારા  સિવ  ,મિલ  ,યુનિટ  વાળા નાજ  નંબરો આપવાના નોતા  જનરલ નંબરો આપવાના હતા  .અમારા નંબરો પંચાસી લાખથી  શરુ થતા હતા  . મારો નંબર લખવાનો વારો આવ્યો  . ત્યારે લખનારે ભૂલથી એક મીંડું વધારે   ઘુસાડી દીધું  . એટલે મારો નંબર આઠ કરોડ પચ્ચાસ લાખ દસ હજાર સાતસો પંદર  થઇ ગયો  .કોઈનું આ ભૂલ તરફ ધ્યાન   ગયું નહિ  .ફક્ત  મને ભૂલ દેખાણી  , મેં અધિકારીનું મારા નંબરમાં  ભૂલ છે  , એ તરફ  દ્ય્યાન દોર્યું  . અધિકારી  બોલ્યો  . તુમ બહુત હુશિયાર હૈ વો મુજે  માલુમ હૈ  ચુપ રહો  .
મારા બાપના પગાર કરતાં  મારો પગાર ચાર ગણો  વધુ હતો  ,મારા બાપને પોતાના પગારમાં  ઘર વહેવાર  ચલાવવો પડતો  .જયારે મારો  પગારતો  એમને એમ  પડી રહે  . ક્યારેક  મીઠુંડી   લીલુડી અંગુર ખાવા માટે આઠ બાર આના ખર્ચું  એ  ભલે  . હું દર મહીને અથવા દર બે મહીને ઘરે પૈસાનું મની ઓર્ડર  કરી દેતો  .વિશ્વ યુદ્ધ  ધમ  ધમાટ    ચાલી રહ્યું હતું  .છાપામાં   સૈનિકો  મરવાના કેદ પકડાયાના  સાચા ખોટા  સમાચારો આવતા રહેતા હોય   . મારાં  મા  બાપ   મારી  ચિંતા  કરવા લાગ્યાં   . મને વારે વારે કાગળ લખે કે તું  હવે ઘરે ગમે તેમ કરીને આવતો  રહે   , હું ભગોડો  થઈને  ઘરે આવી શકું  એમ હતો   .કેમકે  મારું નામ સરનામું ખોટું હતું  .પણ હું  કાયદેસર  છુટ્ટો થવા ઇચ્છતો  હતો  ,

 મિલ્ટ્રીમાં  મારે ખાસતો લોખંડ  ને લગતુ કામ શીખવાનું હતું   .આ કામ માટે જે શિક્ષકો  હતા તે સિવિલિયન હતા  . એમાં એક શીખ હતો તે મને યાદ રહી ગયો છે  .પ્રથમ તે ઓઝારોનાં નામ શીખવતો  બોલ પેઈન હેમર  ક્રોસ પિએન હેમર  ,ચીઝલ  ,એક ડ્રીલ  નું નામ  બહુ લાંબુ હતું  જે મને હજી યાદ છે  .ઉચ્ચારો  સ્પષ્ટ  નહિ હોય   એનું નાં હતું  મોરીસ ટેમ્પર સેન્ખ  ટ્યુ સ  ડ્રીલ  પછી એ વિગત સમજાવે  મોરીસ એ જેણે આ ડ્રીલ બનાવી એનું નામ એવી રીતે બધા શબ્દોના અર્થ સમજાવે  .
ચીઝલ થી લોઢું કાપતી વખતે કઈ જગ્યાએ ધ્યાન રાખવું  ,કરવત કેવી રીતે ચલાવવી  કાનસ કેવી રીતે ચલાવવી  લોઢામાં વિંધા કેવી રીતે પાડવાં વગેરે  .હું કાનસ (ફાઈલ ) કરવત  ચલાવવાની શિખામણ  મને હજી યાદ છે  .
એક સિંધી હિંદુ શિક્ષક ભણાવવા આવતો  , એ કઈ જાતના ઉઠાં ભણાવતો એ મને યાદ નથી પણ  એ જે ભૂતની  વાતો કરતો  એમાની  કેટલીક વાતો યાદ છે એ સિંધી મિશ્રિત હિન્દી કે ઉર્દુ બોલતો  . જે અમને ભણાવવા આવતો  .એ ભણાવી લીધા પછી  ભૂતના પોતાના અનુભવોની વાતો કરતો  .એક સિંધી છોકરો એને  ભૂતની વાતો કહેવા માટે  યાદ પણ અપાવતો  . કહેતો કે સાઈ  હાણે  ભુતજી ગાલ  બુધાય  . એટલેકે હવે ભૂતની  વાતો સંભળાવો   .
હવે તું જલ્દી ઘરે આવીજા  તારી માએ ખાવાનું છોડી દીધું છે  .એવા મારા બાપાના કાગળો આવવા માંડ્યા  . મારી મા  પણ લખતી કે  જો તું વેળાસર નહિ આવે તો પછી  હું તારું મોઢું નહિ જોઈ શકું  , અને તું મારું મોઢું નહિ જોઈ શકે  .
જે મા મને હું મિલ્ટ્રીમાં  ભરતી થયો ત્યારે મને વળાવવા  આવી હતી  . તેજ માનો  જીવ હવે તલ   પાપડ  થઇ ગયો હતો  .અને મારો કોઈ હિસાબે છુટકારો  થાય એમ ન હતો  .

સખરમાં જીણી જીણી અંગુર 4 આનામાં પાકો શેર મળતી હતી

આ કાળા કપડા વાળી  મહિલા  હેડીમ્બાની માસીની સૌથી નાની અને પાતળી દીકરી છે  .કુંવારી છે  .   બીજો  નવો આતા   એ મારાથી  ઉમરમાં  નાનો છે કે મોટો  કેટલા વરસનો તફાવત છે   .કૃપા કરીને મને જણાવી આભારી કરશો  . મેં શરત કરી છે  .
હેડીમ્બાની બેનને   મેં  મારી બેડરૂમના પલંગ  ઉપર બેસાડી  ..એના છ છ મણ વજનના કુલાએ મારા પલંગની  સ્પ્રિંગ  તોડી નાખી  .

DSCN0943 DSCN0942

DSCN0940 DSCN0941

સખર (સિંધ )માં હું મારાં ફેફસામાં  સુકી હવા ભરીને ફેફસાં મજબુત બનાવ્યે જતો હતો  .અને લહેર કરતો હતો ગરમી સખત હોવાથી પાણી ખુબ પીવું પડતું  .શરીરે અળાયું થતી એક વખત  મટી જાય તો બીજી વખત ઉત્પન્ન થાય  .ઉપર ઉપરી બે વખત અળાયું મારી જિંદગીમાં આ સખરમાજ  મને   થએલી જેમ દોજખમાં ફિરસ્તાઓ શરીર ઉપર ગરમ પાણી રેડે એટલે ફોલ્લાઓ થાય   એ મટી જાય  એટલે બીજી વખત ગરમ પાણી  રેડે  એમ કરતાં માણસ  મરીજાય  તો તેને જીવતો કરવામાં આવે  અને ફરીથી ગરમ પાણી માથા ઉપર રેડવાનું ચાલુ  આવી કાયમની  દોજખમાં  પીડા ભોગવવાની રહે આરો વારો આવેજ નહિ  .અહી  જવાનો જવાનો વચ્ચે નજીવી  બાબતે  ઝઘડા  થતાજ રહેતા  . એમાય સીધા સાદા માણસ ઉપર દાદા ગીરી કરવાનું  લોકોને બહુ મન થાય  . હું બધાને સીધો સાદો  લાગુ  એટલે કોક માણસને  મને દબાવવાનું બહુ મન થાય પણ પછી મારા સ્વભાવનો ખરો  અનુભવ થાય પછી  મારી સાથે અથડામણ માં  ઉતરતા  પહેલા સો વખત વિચાર કરે
એક વખત  ફજલ મસીહ  નામનો   પંજાબી  ક્રિશ્ચયન  મારે ભાઠે ભરાણો  મારી સાથે ઝઘડો  કર્યો  . મેં એના પેટમાં એકજ ઘૂસતો માર્યો  એ બેવડો વળી ગયો અને ભાગ્યો  .અને દુરથી મને પત્થરનો  છુટ્ટો ઘા માર્યો  જે મને મારા પગમાં વાગ્યો  ગોઠણ  પાસે મને લોહી નીકાક્યું અને ઊંડો ઘા પડ્યો  જેની નિશાની મારા પગમાં  હજી દેખાય છે  .
અઠવાડિયામાં એક વખત  ડોક્ટર ચેક કરવા આવે  અંગ ઉપાંગ બરાબર તપાસે  આર્મીના જુવાનને  વૈશ્યા ગમન કરવાની સખ્ત  મનાઈ હોય છે  .એટલે વૈશ્યા વાડા પાસે  મારા જેવા  નિષ્ઠાવાન  જવાનને  ડયુટી આપે  એક વખત મારી ડ્યુટી આવી   .વૈશ્યાઓ  ઉપરને માળે  રહેતી હતી  હું નીચે  ઉભો રહું  વૈશ્યા  ચેન ચાળા  કરે મારા ઉપર ચાર પાંચ રૂપિયાની નોટો ફેંકે   પણ “બદલે બીજા લોક  આ  બરડ  બદલે નહિ ”

 સખરમાં કેટલેક ઠેકાણે કોપરું વજન કરીને વેચાતું મળે   .સીજન હોય ત્યારે લીલી દ્રાક્ષ ઠેકાણે ઠેકાણે વેચાતી હોય  ,બહુ નાની વટાણા જેવડી દ્રાક્ષ પણ મળે  ,ચાર આનામાં પાકો શેર એટલે ગુજરાતી બશેર,એટલી બધી સ્વાદિષ્ટ  હોય કે ખાતાં ધરાવજ  નહિ  .
ગરમીમાં સિંધી લોકો માથાના ઉપરના ભાગે વાળ કપાવીને લંબ ચોરસ આકૃતિ કરે અને એના ઉપર મેંદીનો લોચો મૂકી રાખે  .શહેરમાં  ઠેક ઠેકાણે પાણીના બે મટકા એક હિન્દુને પાણી પીવા માટે  અને બીજું મુસલમાન ભાઈઓ માટે મુસલમાનના મટકા પાસે પાણી પીવા માટે એકજ  પ્યાલો હોય એલ્યુમિનીયમનો  જે સાંકળી થી બાંધી રાખ્યો હોય  ,જયારે હિન્દુના મટકા પાસે  સાંકલીથી બાંધેલો પ્યાલો હોય અને મટકામાં લાકડીની દાંડી વાળી કાચલી  ઘાલી રાખી હોય  ,એ કાચલીથી પાણી કાઢીને પ્યાલામાં રેડીને પીવાનું  હોય  .
ગરમી વધારે હોય અને વરસાદનું એક ટીપું પણ પડતું ન હોય  ,એટલે મકાનો માટીના બનાવેલાં  હોય આ માટી ઉપર સિમેન્ટનું  આછું  પ્લાસ્ટર  કરીને એના ઉપર રંગ કરીને સફેદ કે બીજા રંગથી   સુશોભિત કર્યું હોય  ,મુતારણીઓ સિમેન્ટની પાકી હોય એટલે ગરમ તપી  ગએલી હોય  , જો તમને  મુત્રતાં વધુ વાર લાગે તો  , તમારું મુતર ઊંચું ચડી જાય  હો  .ઘરોમાં ક્યાંય  એ સી  મેં જોઈ નથી કે સાંભળી  નથી  ,માલદાર લોકોએ ઘરની આજુ બાજુ ખસની ટટ્ટી  રાખી હોય અને એના ઉપર વારે ઘડીએ પાણી છાંટવામાં આવતું હોય ,
એક વખત હું સિંધુ નદીના રેલ્વે બ્રીજ ઉપર ઉભો હતો  ,અને  ધસ મસ્તી   નદીનું પાણી   જોતો હતો  .આ વખતે મારા ગામ દેશીંગાની  ભૂમિ યાદ કરતો હતો  ,કે ક્યાં  હું  કારા બાપાની અને પુની મોહિની   ભેંસો ચરાવતો  અને આજે આર્મીમાં લેફ રાઈટ  કરતો  હું  .આ વખતે મને સંત તુલસીદાસનો  દોહરો  યાદ આવ્યો  .તુલસીદાસ જયારે પર્યટન  કરી રહ્યા  હતા  ,ત્યારે  એને દોહરો સુજેલોકે  ” કહાં  કાશી  કહાં કાશ્મીર  ,ખુરાસાન  , ગુજરાત  .
તુલસી ઐસે જીવકો  પ્રારબ્ધ  કહીં  લે જાત

सिव ,मिल ,यूनिट सखर सिंद ,(सिंध ) दाखिल हो गया हिम्मत रिन्द .(आज़ाद , मस्त .)

DSCN0932

મેં સિંધુ નદીના સાતબેલા ટાપુમાં  જે છોકરીને સલામ કરેલી તે છોકરી આવી હતી   .

 
 મારી મિલ્ટ્રીમાં  સિંધ હૈદરાબાદમાં ભરતી થયો. અને મને સિવ, મિલ, યુનિટ સખર સિંધમાં  મોકલવામાં આવ્યો. ત્યાં સુધીની વાત આપે વાંચી છે.વચ્ચે મેં રુસ્તમીનો અનુભવ કીધો.
સખરમાં  મને યુનિફોર્મ આપ્યો અને એક લાકડાની પેટી આપી,આવી પેટી મેં બીજી હજી સુધી જોઈ નથી.એ પેટીનું અર્ધુ ઢાંકણું બંધજ હોય,અને અર્ધું છુટું પડતું હોય, જે ગોઠવવાનું  હોય.અને આગળ નકુચો હોય જ્યાં તાળું  મારવાનું હોય  છે.
એક લાંબી બેરેક હતી.જે વડોદરાની બેરેક કરતા સુઘડ  નવી હતી.અહી બે વિભાગ હતા.દરેક વિભાગમાં સામસામાં  મચ્છરદાની સાથેના   ખાટલા હતા. જેમાં મને એક ખાટલો આપવામાં આવ્યો.એક વિભાગમાં હિંદુ, શીખ,ક્રિશ્ચિયન વગેરે રીક્રુટો  રહેતા  , અને બીજા વિભાગમાં મુસલમાનો  રહેતા મુસલમાનોમાં ગમેતે સંપ્રદાયનો  હોય  શિયા, સુન્ની,દેવબંદી,નજદી , વહાબી કે કાદીયાની ઉર્ફે  એહ્મદિયા.દરેક વિભાગો વચ્ચે એક પ્લાટુન કમાન્ડરનો ખાટલો હોય.
સવારે પરેડ કરવાની  પછી ભણવા જવાનું જ્યાં હથોડી ,  છીણી  , કરવત, ડ્રીલ  ,  કાનસ  ,
 કેવી રીતે ચલાવવી  એ શીખવાનું  પછી બીજા ક્લાસમાં રોમન ઉર્દુ  શીખવા જવાનું.
જમવામાં વડોદરા કરતાં  ઘણું સારું હતું.રસોડાં હિંદુના અને મુસલમાનોના જુદાં હતાં.રમજાન મહિનામાં મુસલમાનનું રસોડું દિવસના બંધ રહેતું અને રાતના ચાલુ થતું.
મચ્છરો  ન કરડે એની ખુબ તકેદારી રાખવામાં આવતી.સાંજ સવાર ખમીસની બાય  લાંબી રાખવાની  જો એમાં ભૂલ કરો તો તમારે સખત પરેડ કરવી પડે એવી સજા થાય રાતના બેરેકથી બહાર ખાટ્લા રાખીને સુવાનું પણ મચ્છરદાની  ઢાંકેલી  હોવી જોઈએ .રાતના ઓફિસરો  ચેક કરવા નીકળે  જેની મચ્છરદાની  બરાબર ઢાંકેલી  ન હોય તો  બપોરે સખ્ત પરેડ કરવાની સજા  ભોગવવી પડે  અને સજા પણ કેવી ?એક એક ખભા ઉપર છ છ ઇંટો મુકીને  દોડવાનું
એક વખત રાતના મચ્છરદાની  ચેક કરવા ઓફિસરો નીકળ્યા. હું એ લોકોનો ચાલવાનો અવાજ સાંભળી ગયો. એટલે મેં મચ્છરદાની ઢાંકી લીધી.પણ મારી જોડે વારો ઘસ ઘસાટ ઊંઘતો હતો.એની મચ્છરદાની ખુલ્લી હતી. પણ એનું નામ લખવાને બદલે  ભૂલથી નામ લખવા વાળાએ  મારું નામ લખી લીધું.એટલે મારે  ધોમ તડકામાં સખત  દોડવું  પડ્યું .  હું બેભાન થઈને પડી જવાની તૈયારીમાં હતો.પણ સદનસીબે  મારી સજાનો ટાઈમ  પૂરો થયો. હું મારી જાત તો મારું ખોટું સરનામું હોવાથી મારા માબાપને ખબર પણ  ન પડત  કે હું મૃત્યુ  પામ્યો છું.
 
 
સિંધુ નદીના બેટ વાળી છોકરીને સલામ કરી એ વાત કહેવાઈ ગઈ છે એટલે નથી લખતો  .
સખર પાસે સિંધુ નદીના બેટના એક  ટાપુનું નામ બખર  છે જેના ઉપરથી રેલ્વે પસાર થાય છે , ત્યાં મિલ્ટ્રીનું   થાણું છે  ત્યાં એક વખત આર્મીના જવાનો નાટક ભજવતા હતા  તે જોવા માટે અમને લઇ ગેલા ત્યાં એક જવાન સ્ત્રીનું પાત્ર ભજવતો હતો .એના બનાવતી સ્તનનો એક ભાગ નીચે પડી ગયો  .અને બધાને હસવાનું મળ્યું એક વખત બલુચિસ્તાનના  કોઇટા શહેરમાં અમને લઈ ગયા કોઈતાનો ઈંગ્લીશ પ્રમાણે ક્વેટા ઉચાર થાય છે। અહી મેં આર્ય સમાજ કોલેજ જોઈ  . અહી ભણેલો અફ્ઘનીસ્તાનનો હાઝારા સંપ્રદાય નો મુસલમાન છોકરો અમારી યુનીટમાં હતો તે શુદ્ધ  ગાયત્રી મંત્ર બોલી શકતો હતો ..
એક વખત અમારી બેરેક પાસેથી સખરના  જજ તેની પત્ની સાથે ચાલતા જતા હતા  મારા ખાટ્લા નજીકની  બારી પાસે આવીને મારા સામેના ખાટલા વાળો ક્પુરારામ કરીને છોકરાએ જજની સ્ત્રીની મશ્કરી કરી  .જજ પાછા વળીને અમારા સુબેદારને મળ્યા ,અને પોતાની સ્ત્રીની મશ્કરીની ફરિયાદ કરી. સુબેદાર જજને લઈને બેરેકની અંદર આવ્યા અને જજને કહ્યું કે તમે હવે ક્યાં જવાને મશ્કરી કરી એ જવાન બતાડો  .જજે મને દેખાડીને કીધું કે આ કપુરારામ મારી હમ શકલ હતો  .આ વખતે આઘો પાછો થઇ ગએલો  .સુબેદારે અને મારા પ્લાટુન કમાન્ડરે કીધું કે આ છોકરો એવો નથી  .પછી કાપુરારામને  ગોતીને જજને બતાડ્યો જજ કહે હા આજ હતો  અને જજે મારી માફી માગી સુબેદારે જજને કીધું કે અમે આને  સજા કરીશું  .જજ પોતાના રસ્તે ગયા સુબેદાર પોતાને ઘરે ગયો  .અને કપુરારામ પોતાના ખાટલા ઉપર ગયો .નતો કોઈએ સજા કરી કે ન કોઈએ સજા ભોગવી  .કપુરારામ કાંગડા જીલ્લાનો હતો અને પંજાબી ભાષા બોલતો અહી મને પંજાબી અને  સિંધી ભાષા શીખવા મળી .હું કામ શીખતો ત્યાં એક પંજાબી શીખ માસ્તર હતો અને એક સિંધી માસ્તર હતો  .બીજા માસ્તરો હતા પણ તે મને બહુ યાદ નથી   .સિંધી માસ્તરને બધા ચાચો કહેતા .
બેરેકના છેડે એક મસીદ હતી સમય મળ્યે મુસલમાન ભાઈઓ નમાજ પઢવા જતા  એંસી ટકા મુસલમાન વાળા સિંધમાં મસીદ કે પીરની દરગાહ ઓછી જોવા મળતી  .                   દક્ષિણ ભારતમાં  દીકરીઓને  દેવદાસી તરીકે  મંદિરોમાં મોકલી દેવામાં આવતી જૈનોમાં ભિખ્ખુની  બનાવવામાં આવતી  આવે છે .હિન્દુની કેટલીક જાતિઓમાં  જુના વખતમાં અને હજી પણ છાના છાપતા  દીકરીઓને  દૂધ પીતી કરી દેવામાં આવે છે  .અથવાતો માનભર જીવવા નથી દેતા।  સિંધમાં  અમુક મુસલમાનો  દીકરીને   કુરાન સાથે પરણાવવામાં આવે છે  .કુરાન સાથે પરણેલી છોકરી  બીજા સાથે ન પરણી શકે .
મારો એક સિંધી મિત્ર ઘણી વખત એવું બોલે  કે શમ્સ તબ્રેજ મારદે  શીખ  ઓર અંગ્રેજ  મેં એને કીધું હીન્દુનું કેમ કંઈ નથી કેતો તો તે કહે હિન્દુતો મરેલાજ  પડ્યા છે  .
સખર અને તેની બાજુમાં એક શહેર છે જેનું નામ જેકોબાબાદ છે  .કહેવાય છે કે તે જેકબ નામના અંગ્રેજે વસાવેલું છે . સિંધી લોકો એને જેક્માબાદ કહે છે આ વિસ્તારમાં ઉનાળામાં સખત ગરમી પડે છે .આ સખત ગરમીના કારણ બાબત  સિંધી લોકો એવું કહે છે કે  જુના વખતમાં શમ્સ તબ્રેજ નામનો સુફી ઓલિયો થઇ ગયો  .સુફી લોકો ખુદાને  પોતાની માશુક હોય એવું સંબોધન કરે છે .તેઓ  બહુ કર્મ કાંડમાં માનતા નથી  ખુદા  આઠમા આકાશ ઉપર વસે છે  .એવું એ નથી માનતા પણ ખુદા  હર જગ્યાએ  રહે છે .
हज़रत नियाज़ की एक गजल है जो आबिदा परविनके आवाजमें मैंने सुनी है  .
यारको हमने जा  ब  जा  देखा  कही जाहिर  कही छुपा देखा  શાયર ઇકબાલનો એક શેર છે કે
बिठाके अर्श पे रख्खा है तूने अय वाइज़
खुदा क्या वो है जो बन्दों से  एह्तराज  करे
એક વખત શમ્સ તબ્રેજ રસ્તાની બાજુમાં કોઈ ઠેકાણે પડયાં તા એટલામાં એક જનાજો નીકળ્યો શમ્સ તબ્રેજે  લોકોને પૂછ્યું  . ये   क्या जारहा है  लोगोने जवाब दिया बापू ये शह्जादेका  जनाज़ा है   ये ज़िंदा नहीं हो सकता ? बापू ये तो मर चूका है  तब्रेज्ञ बोला  जनाज़ा  मेरे पास ले आओ   बापूके पास जनाज़ा रख्खा  बापू बोले  ख़ुदा के  हुकुम से  जिन्दा हो जा   जिन्दा  नहीं हुवा  फिर बापू बोले मेरे हुकुम से जिन्दा  होजा   એટલે શાહજાદો જીવતો થઇ ગયો અને ચાલીને પોતાને બંગલે ગયો  બાદશાહે જાણ્યું કે શમ્સ તબ્રેજે  મારા દીકરાને જીવતો કર્યો છે  .એટલે તે હરખનો માર્યો  શમ્સ તબ્રેજ ને  મળવા ગયો  જાણીને  મુલ્લાઓ એ બાદશાહ ને  કીધું કે   માણસને  જીવતો કરવો એતો ખુદાનુજ કામ છે  શમ્સ તબ્રેજે  ખુદા કરે એવું કામ કર્યું માટે એને સજા  થવી જોઈએ  અને પછી શમ્સ તબ્રેજને   જીવતા ચામડી ઉતારવાની સજા કરી એટલે જ્લ્લાદોએ  શમ્સ  તબ્રેજની  જીવતા ચામડી  ખેંચી કાઢવામાં આવી  શમ્સ તબરેજ  પોતાની ચામડી  પોતાના ખભા ઉપર મૂકી  કસાઈને ઘરે ગયો  અને કસાઈને  કીધું મને બહુ ભૂખ લાગી છે માટે મને  ખાવાનું આપ  કસાઈએ  એને ખાવા માટે  માણસનો ટુકડો આપ્યો  આ ટુકડો લઇ  એ ભાડ ભૂંજા  પાસે ગયો અને માંસના ટુકડાને  શેકી આપવા  કહ્યું  બાદશાહની બીકે  ભાડ્ભુંજે  શેકી આપવાની નાં પાડી  . એટલે  શમ્સ તબ્રેજે  સુરજને કીધું  ए  शम्स  में भी  शम्स हु इ मेरे मांसके  टुकड़ेको  शेक दे  सुन कर सूरज निचे आया  लोगोका कहना है की   बनाव सखर की पास बना है  इसी लिए  सखरमे ज्यादा गर्मी है
 
 
સખરની  સિવ ,મિલ , યુનિટની  સાથે સાથે સિંધનો  હાલતાં ચાલતાં જે અનુભવ થયો છે એ લખું છું  .
તમે કોઈ બી વાહન જુવો એમાં પૈડાં ફરતા હોય છે  .પછી એ બાબા ગાડી હોય કે  મિલ્ટ્રીની   ટેંક હોય  .પણ  જે સિંધમાં બળદ ગાડાં જોયાં એમાં ધરી સાથે પૈડાં  જોડેલા હોય ,  એટલે ગાડું  ચાલે એટલે ધરી અને પૈડાં બધું સાથેજ ચાલે  ,સિંધી મુસલમાન સ્ત્રીઓ  ઘેર દાર ઘાઘરા પહેરે અને હિંદુ  સ્ત્રીઓ  લેંઘા પહેરે  જે આપને જોયું છે  .
સિંધી મુસલમાનોમાં એક “હુર “જાતી થાય છે  . બ્રિટીશ રાજ્ય કાળ દરમ્યાન કેટલીક  હિંદુ  કે મુસલમાન જાતિઓ માની કેટલીકને ગુન્હેગાર  જાતી તરીકે જાહેર કરેલી  જેવીકે છારા , કેકાડી  , બાવરી વાઘરી  , સિંધના હુર વગેરે  ,ફારસી ,અરબી ,અને ઉર્દુમાં  બે પ્રકારના “હ ” હોય છે  .અને  હુર એટલે અપ્સરાનો  “હ ” જુદો હોય છે  ,અને આ સિંધી હુરનો હ  જુદો લખાય છે  .આપણાં સંસ્કૃત  હરિ વગેરેમાં અને સિંધી હુર માં સરખો  એકજ જાતનો “હ” લખાય જયારે અરબી ભાષાના હરામ ,  હલાલ  , માં જે “હ” હોય છે એ   (હુર )માયલો ” હ” હોય છે   .
હુર બહુ  લુટારુ હોય છે  .એ માણસનું  ખૂન કરતાં અચકાતા નથી  .જયારે  છારા  , કેકાડી  . વગેરે જાતિઓમાં ચોરી  લુંટ કર્યાના અનેક દાખલા  મળે  પણ ખૂન કર્યાના દાખલા નથી સાંભળવા  મળતા  .
યહુદિઓમા  રાબાઈ , પારસીયોમાં  મોબેદ , હિંદુઓમાં  ગોર ,પુરોહિત  ,હોય છે એમ  આ હુર લોકોના પીર હોય છે  .જે પીર પાઘારો તરીકે ઓળખાય છે  .પણ ઈંગ્લીશ ભાષાના     ગોટાળા  મુજબ ” પીર  પગારો ” કહેવાય છે  , પીર પાઘારો નો ઇતિહાસ એવો છે કે  બે ભાઈઓ પીર હતા એમાં  હુર લોકોએ પાઘડી વાળો  પીર પસંદ કર્યો  .અમારી બાજુના  વિસ્તારમાં અને કચ્છમાં પણ “ળ “નો ઉચ્ચાર  “ર ” કરે છે  . પાઘડીનું ટૂંકું  પાઘ  છે  . એટલે આ પાઘડી વાળો  પીર  , પીર પાઘારો તરીકે ઓળખાય છે  . આ પીરના દર્શને હુર સ્ત્રીઓ પુષ્કળ  ઘરેણાં પહેરીને જાય  ,અને દર્શન દીદાર  કરતી વખતે બધાંજ ઘરેણાં  પીરને અર્પણ  કરી આવે છે  .
 સિંધમાં પ્રાચીન સંસ્કૃતિ કે  ઈંગ્લીશ પ્રમાણે  મોહન્જો  દડો  કહેવાય છે એને સિંધી ભાષામાં મું એ જો ડેરો   કહેવાય છે  . જેનો અર્થ થાય છે  . મરેલા ઓની   નગરી   .

एक रात रुस्तमी मेरे घरको चली आई , सो बार उसीकी माताकी मार हमने खाई

 આ વાત સત્ય હકીકત છે  .મેં થોડો ફેરફાર  કેસર સાકર નાખીને રસદાયક દૂધપાક  બનાવ્યો છે  .છોકરીનું નામ સાચું નથી  . હું ભાર જુવાન હતો અને અમદાવાદ માં અનાર્મ પોલીસ તરીકે નોકરી કરતો હતો  હું બકરી  રાખતો  .એક વખત  હું બકરી માટે પાલો પાડવા  આંબલીના ઝાડ ઉપર ચડ્યો અને સુડીથી કાતરાથી ભરેલી ડાળીઓ  કાપીને નીચે નાખતો હતો  .
આ વખતે એક પૈસાદાર ની દીકરી રુસ્તમી પોતાની કાર સાથે નજીકથી પસાર થતી હતી  એણે મને જોયો  તેણે થોડે દુર પોતાની કાર પાર્ક કરીને  હું જે આંબલી ઉપર ચડીને ડાળાં કાપતો હતો ત્યાં આવી અને આંબલી નીચે ઉભી રહી  રુસ્તમી  ખુબ સુરત 21 વરસની કુંવારી કોલેજિયન  યુવતી હતી તે તેની વિધવા મા સાથે રહેતી હતી  . .રુસ્તમીએ  મને કાતરનો ઘા માર્યો  મેં તેની તરફ જોયું એટલે તે હસી ગઈ  .અને મને  રૂવાબ્થી હુકુમ કર્યો  મને થોડા કાતરા આપજે  .

 હું આંબલીથી નીચે ઉતર્યો અને થોડા કાતરા એને આપ્યા   .પછી હું ડાળખાં ભેગા કરીને ઘરે જવા રવાના થતો હતો  .ત્યારે રુસ્તમી બોલી  ક્યાં રહે છે   .ચાલ મારી કારમાં બેસીજા હું તુને ઘરે મૂકી જાઉં છું
ચબરાક રુસ્તમીએ મારી પાસેથી જાણી લીધું કે  હું પોલીસ ખાતામાં નોકરી કરું છું  . મારી સાથે  મારી મા અને પત્ની રહે છે  .આખી પોલીસ લાઈનમાં એક ઠેકાણે  ફોન છે  .અને પોલિસ વાલા 24 કલાક  હાજર હોય છે  . મેં પણ એના વિષે જાણી લીધું  કે તે  ધનાઢ્ય  વિધવા મા સાથે રહે છે  અને એની મા  બહુ ક્રોધી સ્વભાવની  વગર વિચારે  ઝઘડો કરી બેસે એવી છે  .અને પોતાની ભૂલ બાબત પસ્તાવો કરે એવી પણ છે  .
રુસ્તમી મને પોલીસ લાઈનમાં  મારે ઘરે મુકવા આવી મારી મા અને પત્નીને મળી  .અને તેઓ આગળ બે હાથ જોડી માથું નમાવ્યું   .માએ અને પત્નીએ એના દુ:ખણા લીધાં  .મને રુસ્તમીએ પૂછ્યું કાતરાના  કેટલા પૈસા આપું ? મેં મારી પત્નીએ અને માએ એકી અવાજે  કીધું  કે પૈસા  ન લેવાય  બહુ આગ્રહ કર્યા પછી મેં એને કીધું કે  બે આના  આપ  એટલે એને ચાર આનાનો સિક્કો આપ્યો  . હું બે આના પાછા આપવા જતો હતો  તો એણે લેવાની ભાર દઈને નાં પાડી  .
આ વાતને ઘણો વખત વીતી ગયો  . એક વખત  એ રાતના મારે ઘરે આવી  ,  અને મારા ઘરની જમણી  બાજુએ કે જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં કાર પાર્ક કરી  .અને ઘરનું બારણું  ભભાડાવ્યું  .આ વખતે હું ઘરે હું એકલોજ હતો મારી મા મારે ગામડે ગયાં હતાં અને મારી  પત્ની એક ઓળખીતી બાઈને  સુવાવડ આવેલી   હોઈ  તેને કમ્પની  આપવા  પ્રસુતિ ગૃહમાં હતી    . રૂસ્તમીની આકુળ વ્યાકુળ આંખો જોઈ હું પામી ગયો કે  રુસ્તમીને કંઈ તકલીફ છે  .મેં અનુમાન કર્યું કે  પોલીસે  તેને રોંગ સાઈડમાં   જવા બાબત કે એવા કોઈ  બીજા કારને લગતા  ગુન્હા બાબત પોલીસે નામ  લખ્યું  હશે  .ઘણી વખત આપણાં અનુમાન  ખોટાં પડતાં હોય છે એમ આ મારું અનુમાન  ખોટું હતું   .રુસ્તમી એની માના ત્રાસથી  કંટાળી  ઘર છોડીને  ભાગીને  મારે ઘરે આવી હતી  . મેં  રુસ્તમીને કીધું કે તું તારે ઘરે પાછી જા  હું તુને મુકવા આવું અને તારી માને  સમજાવુ  . તો મારી વાત સાંભળી અને બોલી  મારી માં કોઈ વાતે સમજે એમ નથી  .તું એને સમજાવવા પ્રયાસ કરીશ તો એ તારું અપમાન કરશે  .મને તારે ઘરે આશરો આપવો હોય તો મને તારા ઘરમાં આશરો આપ  નહીતર હું  એલીસબ્રીજ પુલ ઉપરથી કુદીને આપ ઘાત કરીશ  .એની વાત સાંભળી  મેં એને ઘરની અંદર આવવા દીધી  અને મેં તેને પુચ્છ્યું  તને ખાવા પીવા   માટે કશું આપું ? એણે કઈ લેવાની નાપાડી  .મેં એને  મારી માની  પથારી બતાડી અને ત્યાં આરામ કરવાનું કીધું  તે બોલી  હું તારી પથારી પાસે જમીન ઉપર નીચે સુઈ રહીશ  . મેં એને મારી પથારી પાસે નીચે ગાદલું  નાખી દીધું  .એ ત્યાં બેઠી અને  પોતાના દુ:ખ વર્ણવા માંડી  હું ધ્યાનથી  એની વાત સાંભળી  વા માંડ્યો  . મેં એને મારી આવડત  પ્રમાણે આશ્વાસન આપ્યું  અને સવારે ઘરે જતી રહેવા સમજાવી  તે મારી વાત માની ગઈ અને સવારે પોતાને ઘરે ગઈ  .રુસત્મીના  આગમનથી  રાજી થવાને બદલે  ધમકાવવા માંડી કે  વાલા મુઈ  તું  આખી રાત ક્યા ગઈ હતી  . મને જે હોય તે સાચું કહી દે  રૂસ્તમીએ  કીધું કે  હું એક પોલીસ વાળાને  ઘરે રાત રોકણી હતી  .સાંભળીને  એની મા  લાલ પીળી થઇ ગઈ અને  રુસ્તમીને જોરથી એક તમાચો માર્યો  . રુસ્તમી  બોલી મા એ  સંત હતો  . એણે મને સ્પર્શ  પણ કર્યો નથી  . મા  બોલી પોલીસ વાળો અને એ વળી સંત  મને તું ઊઠાં  ભણાવે છે  .? ચાલ તું મને  હમણાં ને હમણાં  એને ઘરે લઈજા   , હું એને પાઠ ભણાવું કે  કોકની દીકરીને રાત આખી ઘરમાં ગોંધી 
રાખવાનું  પરિણામ શું આવે છે  .
રુસ્તમીએ  મને  ફોન કર્યો અને કીધું કે મારી મા  તુને બાધવા  આવે છે  .માટે  તું  મારી મા  જે કઈ કહે અથવા તુને મારે પણ ખરી તો તું  મારા માનની  ખાતર  બધું સહન કરી લેજે  . મેં તેને કીધું કે હું તારા કહેવા પ્રમાણે  બધું સહન કરી લઈશ  તારી માને  કશું નહિ કહું  .મેં મારા  મનને કીધું કે  આતો  ધર્મ કરતા ધાડ  પાડવા જેવી વાત થઇ  આ મારી સહન  શક્તિની   કસોટી  થઇ રહી છે  . થોડી વારમાં મા  દીકરી મારે ઘરે આવી પહોંચ્યાં   માએ મને ઉધડો લીધો  ,બોલી તે મારી દીકરી ઉપર  બળાત્કાર  કર્યો છે  એની હું ફરિયાદ  કરીને તુને જેલ ભેગો કરવાની છું  દીકરી બોલી મા  માનમાં  રહી જા  હું પોલીસમાં કહીશ કે મારા ઉપર બળાત્કાર થયોજ નથી  .તો તું ખોટી ફરયાદ કરવા બદલ જેલમાં જઈશ  રુસ્તમીની  વાત સાંભળી એની માં એક દમ ગરમ થઇ ગઈ અને રુસ્તમીને  એક થપ્પડ  ઠોકી દીધી  .અને પછી પોતાનું ચંપલ કાઢી  મને મારા મોઢા ઉપર મારવા માંડી  ગઈ   મેં એક શબ્દ બોલ્યા વગર   માનો  માર ખાધા કર્યો  .એ  મારી મારીને  થાકી ગઈ હશે એટલે  મારવાનું બંધ કરી   રુસ્તમીને  કીધું  ચાલ હવે ઘરે જઈએ   ઘરે જતા રસ્તામાં  એણે  રુસ્ત્મીને કીધું  દીકરી તું નિદોષ છે  . તારી વાત ખરી છે  .એ એક સંત છે એનો મને જાત અનુભવ થયો  .અને હવે મને બહુ  એને માર્યો એનો પસ્તાવો થાય છે  .ચાલ  પાછી એને ઘરે અને આપણે  એને આપણે  ઘરે લઇ જઈએ અને એની સારવાર કરીએ  .
नर्मिसे  संग दिल मुतई  हो  जाते है 
ददान    सफ  बस्ता है जुबाँ  के आगे 
મતલબકે  નમૃતાથી  પાષણ હૃદયી  આજ્ઞાંકિત  થઇ જાય છે  . દાખલો એ છે કે  પત્થર જેવા દાંતો   નરમ જીભ   આગળ  લૈનબંધ  ઉભા રહી ગયા છે  . 

 

ખોટા નામ ઠેકાણા લખાવીને મિલ્ટ્રીમાં ભરતી થયો .

img071DSCN0925 DSCN0911

ફોટો #1 મારો પોત્ર રાજીવ  જયારે હું મિલ્ટ્રીમાં દાખલ થયો ત્યારે આવો હતો ફોટો #2 સેન્ટરના કમ્પ્યુટર પાસે ફોટો #3 સેન્ટર માં  લઇ જનાર  ટેક્ષી  ડ્રાઈવર

 

હું વડોદરાથી મિલ્ટ્રીમાંથી  કાયદેસર રીતે છૂટો થઈને ઘરે આવ્યો  .હવે નોકરી માટે શું કરવું  એવી ગડમથલમાં મહિનાઓ કાઢી નાખ્યા  .ચોમાસું બરાબરનું  થયું હતું  .પશુઓ માટે ઘાસ ચારો પુષ્કળ થઇ પડ્યો હતો  .ખેડૂતો અને બીજા લોકો ખુબ ખુશ હતા  .
એકવખત  મારી પુની મોહીએ(માસી) પુની મોહી એ વાઘબાપા કન્ડોરીયા શાખાના આહેર નાં વાઈફ હતાં  . મારી મા અને પુની મોહીનો જન્મ એકજ ગામમાં  થએલો  હોવાથી  ગામ સગપણે મારી માના એ બેન થતાં  .એક વખત પુની મોહીએ મારી માને  કીધું કે  હિંમતરામ(  બ્લોગર વાળો આતા )મારા નામનો ઈતિહાસ પણ જાણવા જેવો છે જે હું આપને કહું છું  .મારો જન્મ  દરબારે રહેવા માટે આપેલા કામ ચલાવ ઘરમાં થએલો  .(હાલ આ ઘર અંબાવી દેવજી મણવર ના પરિવારની માલિકીનું છે  .)ઘરની બાજુમાં આતા પટેલની ડેલી હતી  .આતા પટેલ  એ કણબી પટેલ નહિ પણ દરબારે નીમેલા ગામના મુખી પટેલ  હતા  જે બારૈયા  શાખાના આહેર હતા  .આ ડેલીમાં દરબારના દાયરામાં  વાર્તા કરવા માટે આવેલા  મેઘાણંદ ખેંગાર  બારોટ ઉતરેલા  હતા   .જયારે મારો જન્મ થએલો અને અમારે ઘરે  મારા બાપાના કાકાના દીકરા  નરભેરામ બાપા  મેમાન  હતા  મારો જન્મ રામ નવમીના  દિવસે થએલો એટલે નરભેરામ બાપાએ મારું નામ  હીંમતરામ  રાખેલું પણ મારી માને  એવા  રામના જન્મ દિવસ જેવા મહાન દિવસે  મારા દીકરાના જન્મની  વાત કોક જાણે તો મારા દીકરાને નજર લાગી જાય એટલે એક દિવસ આગળ કરીને ચૈત્ર સુદ આઠમ કરી નાખ્યો  .અને એ રીતે એપ્રિલની 15 તારીખ આવી  પછી  વરસો પછી દરબારને ત્યાં ઉતરેલા  પેશાવરના  દરવેશે  હિંમતલાલ કરી નાખ્યું  .જે આજની ઘડી સુધી ચાલુ છે  .
  .એ જમાનામાં  નામની પાછળ  ભાઈનો કે  જી નો પ્રત્યય લગાડવાનો રીવાજ નોતો  મેઘાણદ ભાઈ  ખેંગાર ભાઈ  એવા નામ નોતાં   .
પુની મોહીએ મારી માને કીધું કે  હિમતરામ બાવરુમાં(બાવળ ની ઝાડી )બલાન્ગુ મારે છે અને સરપ પકડવાના  ધંધા કરે છે  .(બલાંગુ મારવી એટલે રખડપતી કરવી ) ઇના કરતાં મારી  ભીહું (ભેંસો )ને ચારતો હોય તો હું  થોડાંક કાવડીયાં પણ  આપું  . મારી માએ કીધું કે કાવડીયાં આપવાની જરૂર નથી  .પણ  તમારી ભેંસો  ભેગી અમારી  ભેંસો પણ તમારા બીડ માં  ચારે   પુની મોહી  કબુલ થયાં  .અને હિમત રામ ભાઈ ભેંસો માંડ્યા ચારવા શણગાને કાંઠે પુની મોહીના  બીડમાં  આ વાતને પણ મહિનાઓ વીત્યા  .હવે હિંમતરામ ભાઈ  રામ નામકી  ટીકીટ લઈને રેલ્વેમાં કેમ મુસાફરી કરવી  .કેમ મિલ્ટ્રી માંથી   ભગોડા થવું  વગેરે બાબતના અનુભવી થઇ ગયા હતા  .મન ચકડોળે ચડ્યું  .અને દેશાટન કરવાની અને મિલ્ટ્રીમાં નોકરી કરવાની ઈચ્છા થઇ  ,

 દેશીંગામાં  ભેંસો ચરાવ્યું એને મહિનાઓ વીત્યા  પછી  દેશાટન કરવા જવાની ધૂન ઉપડી
 વગર ટિકીટે રેલ્વેમાં મુસાફરી કરવાની  અને મિલ્ટ્રીમાં   ભરતી થવું અને ભગોડા થવું એ રીત શીખી લીધી હતી  .વાપરવા પૂરતા  થોડાક પૈસા  ખિસ્સામાં રાખવાના અને મોટી રકમની નોટો  પાટલુન ના  પાયસામાં નીચે  ખિસ્સું બનાવી  એમાં  મુકીને સાંધી લેવાની  થોડો સોય દોરો પણ ખિસ્સામાં  રાખવાનો  એક જોડી વધારાના કપડા થેલીમાં રાખવા  આટલું કરીને  ગાડી પકડવી  ભગવાન હવે આવા દિવસો કોઈને નો દેખાડે  . 
મેં  દેશીંગા નજીકના સરાડીયા  રેલ્વે સ્ટેશનથીજ    राम नामकी  टिकिट લઈને  ગાડી પકડી અને શાપુર જંકશન  પહોંચ્યો  .અહી ગાડી બદલીને   વિરામ ગામ પહોંચ્યો ( હવે સરાડીયાથી શાપુર સુધીનો  જે રેલવેનો ફાંટો હતો એ કાઢી નાખ્યો છે  .) વિરમગામથી  ગાડી બદલી અમદાવાદ પહોચ્યો  .અમદાવાદથી  સિંધમાં  જવા વિચાર કર્યો  . એટલે મારવાડ જંકશન  ગયો મારવાડ જંકશન ની નજીક સોજત અને ખારચી નામનાં બે ગામો છે  .અમદાવાદથી મારવાડ જંકશન  સુધીમાં ચારેક વખત  ગાડીમાંથી ઉતરી જવું પડેલું  .ટી ટી એ  ધક્કા મારીને  ગાડીમાંથી  ઉતારી મુકેલો  એ શબ્દ વાપરવા કરતા  ઉતરી જવું પડેલું  એ શબ્દ વાપરવો મને યોગ્ય  લાગ્યો છે  . મારવાડ જંકશન પાસે  મને  દૂધપાક પૂરી ખાવા મળેલી એક બ્રાહમણ મને જમવા લઇ ગએલો  .મારવાડ જંકશન થી  ગાડી બદલીને  હૈદરાબાદ  સિંધ  તરફ જતી ગાડી પકડી ગાડીમાં બેસવા હું જતો હતો  એટલામાં  ટી ટી   આવી પહોંચ્યો  મને તેણે ખેંચીને બહાર કાઢ્યો  અને ઉપર  થી  એક લાફો માર્યો  . જે પ્રસંગ   ટી ટી ને એની બાયડી  પાસે ડંફાસ મારવા કામ લાગ્યો હશે  . અહી એક યાદગાર પ્રસંગ  

એવો બન્યો કે  હું સ્ટેશનમાં આંટા ફેરા કરતો હતો  ત્યાં એક છોકરો મળ્યો  .લોકો સાંભળે એમ બોલ્યો  .
जैलमेसे   छूट गया क्या ?ये मेरी साथ जेलमे था   , મેં બહુ નમૃતાથી કીધું તારી ભૂલ  થતી હશે  ,હું જેલમાં ગયોજ નથી  क़ोइ दूसरेको बनाना  मुझे नहीं  ,मै अभी  पुलिसको  बुलाता हुँ  .મને ફાળ પડી  કે પોલીસ મને પોતાની કામગીરી બતાવવા ખોટે ખોટો જેઈલમાં  મોકલી દ્યે તો  હું  ક્યાયનો નો રહું  .હું તો બાપુ  ત્યાંથી ભાગ્યો અને જ્યાં ત્યાં  ભૂખે  દુ:ખે રાત કાઢી  ,અને સવારે ગાડીમાં  બેસવા  આવ્યો  .અને ગાડીમાં બેસી પણ ગયો  .ગાડી બહુ દુર ગયા પછી  એક ઉજ્જડ જેવા સ્ટેશન ઉપર ટી ટી એ મને ઉતારી મુક્યો  .આ થર પારકર રણ નું કોઈ સ્ટેશન હશે  ,સ્ટેશન થી થોડે દુર બે નેસ જેવા ઘરો જોયાં એક  વિભાગમાં  હિંદુ વસ્તી અને બીજા ભાગમાં મુસલમાન  વસ્તી  હતી  .કોઈ પીરનો તહેવાર હતો  .એનો ઉત્સવ લોકો ઉજવતા હતા  .દરેકને  ત્યાં  સરખું ખાવાનું હતું  .હું હિન્દુને ઘરે ગયો  .સૌ જમવાની તૈયારી કરતા હતા મને કકડીને ભૂખ લાગી હતી  .બકરાનું માંસ નાખીને રાંધેલા  ચોખા પીરસવામાં આવ્યા  .બીજું ખાવાનું પણ હતું  . મેં માંસ કાઢી નાખીને   ભાત અને બીજું ખાવાનું ખાધું  . આ વખતે મને  દેશીંગા ના  અભણ  ડોસા બાપા પાસેથી સાંભળેલો દોહરો યાદ આવ્યો  .
 કામી  કળ (કુળ)ન ઓળખે  ,લોભી ન ગણે લાજ
મરણ વેળા ન ઓળખે  ભૂખ ન ગણે  અખાજ
આવી રીતે  चला जाता हु हँसता खेलता  मोज़े हवादस से
               अगर आसानिया हो ज़िंदगी दुश्वार  हो जाए
પછી વિચાર કર્યોકે  હવે ક્યાંક  આર્મીમાં  જોડાઈ જાઉં અને રખડતા ભટકતા  ભૂખ્યા દુખ્યા  મુસાફરી કરી રહ્યો હતો એટલામાં મીરપુર ખાસ  સ્ટેશને મને ગાડીમાંથી ઉતારી મુક્યો  .હું ગામમાં ગયો  .કોઈક અતિથી ઉપર પ્રેમ ધરાવનારને ત્યાં ખાધું  .અહી મેં એક ઠેકાણે માટીમાંથી  બનાવેલી બુદ્ધ ભગવાનની  મૂર્તિ જોઈ જે ઇસવી સનના સાતમાં સૈકામાં બનેલીનું મૂર્તિ નીચે લખાણ  હતું  .
હું  હૈદરાબાદ (સિંધ )ના સ્ટેશને  ઉતરી ગયો અને ટીકીટ ચેકરને  થાપ આપી સ્ટેશન બારો નીકળી ગયો  .અહી મને આર્મીમાં  ભરતી  કરનારો માણસ મળ્યો  .એને મારી ઉંચાઈ માપી  છાતીનું માપ કર્યું  અને  મને ઓફિસે લઇ ગયો  .ડોકટરે મારા અંગ ઉપાન્ગની તપાસ કરી અને હું  મિલ્ટ્રી માટે યોગ્ય છું એવું જાહેર કર્યું એટલે મારું નામ ઠામ લખ્યું  . મેં મારું નામ  સિકંદર લાલ  જટાશંકર  જોશી  હિંદુ બ્રાહ્મણ  રહેવાસી પોરબંદર  સુદામા મંદિર પાસે પોરબંદર  ગુજરાત  લખાવ્યું  .અને વોર ટેકનીકલ ફિટર તરીકે મને પસંદ કર્યો  જે કામ હું વડોદરામાં  શીખતો હતો  .એવું કામ શીખવવાનું  ચાલુ કર્યું પણ વડોદરામાં આ કામમાં પાસ થયા પછી લુહારી કામ કરવાની નોકરી હતી  .પણ અહી  આવા પ્રકારનું કામ કરવાનું હતું   મને  સિવ મિલ યુનિટ  સખર સિંધ મોકલી આપ્યો  . 

 

 

 

 

પુની મોહીના બીડમાં ભેંસો ચરાવી

_DSC0162 _DSC0128 _DSC0192

ફોટો #1મારો પરમ સ્નેહી મિત્ર ક્રિશ અને ગર્વ લેવા જેવો પાડોશી ફોટો #2ક્રિશ ના બીજા નંબરના  દીકરાના  દીકરા રાયલી સાથે 

ફોટો #3 ક્રિશની  દીકરી કૃષિનાના   દીકરા બ્રાઈટ સાથે  .હું સીનીયર સેન્ટરમાં જાઉં  છું ત્યાં બાળકોને પણ રમત ગમત કરવાની સગવડ હોય છે ,એટલે ઘણા બાળકોને લઈને એની મા આવતી હોય છે  .બાળક મારી સામું કુતુહલ વૃતિથી જુવે  કેમકે મારા જેવું વિચિત્ર એને જોયું ન હોય  .હું એને બોલાવવાની કોશિશ કરું તો એ રોવા માંડે અથવાતો  આંખો આડા હાથ કરી જાય  .  ક્રિશના   નાનકડી પાર્ટી હતી એટલે ક્રિશના  દીકરો દીકરી  પણ આવેલા  મને પણ આમંત્રણ હતું  . કૃષિના  એના  દીકરાને તેડીને આવતી હતી   . દીકરો બ્રાઈટ  મને જોઇને  એની માની  કાંખ માંથી  ઉતરીને  મને ભેટી પડ્યો  . અને મારા ખોળામાં  બેસવા માટે  પોતાના બંને હાથ ઊંચા કર્યા પણ હું એને ઉચકી શક્યો નહિ  .એટલે એની માએ  મારા ખોળામાં બેસાડી દીધો  . આ પ્રેમની ક્ષણ    મારાથી જીંદગી ભર નહિ ભૂલાય

હું વડોદરાથી મિલ્ટ્રીમાંથી  કાયદેસર રીતે છૂટો થઈને ઘરે આવ્યો  .હવે નોકરી માટે શું કરવું  એવી ગડમથલમાં મહિનાઓ કાઢી નાખ્યા  .ચોમાસું બરાબરનું  થયું હતું  .પશુઓ માટે ઘાસ ચારો પુષ્કળ થઇ પડ્યો હતો  .ખેડૂતો અને બીજા લોકો ખુબ ખુશ હતા  .
એકવખત  મારી પુની મોહીએ(માસી) પુની મોહી એ વાઘબાપા કન્ડોરીયા શાખાના આહેર નાં વાઈફ હતાં  . મારી મા અને પુની મોહીનો જન્મ એકજ ગામમાં  થએલો  હોવાથી  ગામ સગપણે મારી માના એ બેન થતાં  .એક વખત પુની મોહીએ મારી માને  કીધું કે  હિંમતરામ(  બ્લોગર વાળો આતા )મારા નામનો ઈતિહાસ પણ જાણવા જેવો છે જે હું આપને કહું છું  .મારો જન્મ  દરબારે રહેવા માટે આપેલા કામ ચલાવ ઘરમાં થએલો  .(હાલ આ ઘર અંબાવી દેવજી મણવર ના પરિવારની માલિકીનું છે  .)ઘરની બાજુમાં આતા પટેલની ડેલી હતી  .આતા પટેલ  એ કણબી પટેલ નહિ પણ દરબારે નીમેલા ગામના મુખી પટેલ  હતા  જે બારૈયા  શાખાના આહેર હતા  .આ ડેલીમાં દરબારના દાયરામાં  વાર્તા કરવા માટે આવેલા  મેઘાણંદ ખેંગાર  બારોટ ઉતરેલા  હતા   .જયારે મારો જન્મ થએલો અને અમારે ઘરે  મારા બાપાના કાકાના દીકરા  નરભેરામ બાપા  મેમાન  હતા  મારો જન્મ રામ નવમીના  દિવસે થએલો એટલે નરભેરામ બાપાએ મારું નામ  હીંમતરામ  રાખેલું પણ મારી માને  એવા  રામના જન્મ દિવસ જેવા મહાન દિવસે  મારા દીકરાના જન્મની  વાત કોક જાણે તો મારા દીકરાને નજર લાગી જાય એટલે એક દિવસ આગળ કરીને ચૈત્ર સુદ આઠમ કરી નાખ્યો  .અને એ રીતે એપ્રિલની 15 તારીખ આવી  પછી  વરસો પછી દરબારને ત્યાં ઉતરેલા  પેશાવરના  દરવેશે  હિંમતલાલ કરી નાખ્યું  .જે આજની ઘડી સુધી ચાલુ છે  .
  .એ જમાનામાં  નામની પાછળ  ભાઈનો કે  જી નો પ્રત્યય લગાડવાનો રીવાજ નોતો  મેઘાણદ ભાઈ  ખેંગાર ભાઈ  એવા નામ નોતાં   .
પુની મોહીએ મારી માને કીધું કે  હિમતરામ બાવરુમાં(બાવળ ની ઝાડી )બલાન્ગુ મારે છે અને સરપ પકડવાના  ધંધા કરે છે  .(બલાંગુ મારવી એટલે રખડપતી કરવી ) ઇના કરતાં મારી  ભીહું (ભેંસો )ને ચારતો હોય તો હું  થોડાંક કાવડીયાં પણ  આપું  . મારી માએ કીધું કે કાવડીયાં આપવાની જરૂર નથી  .પણ  તમારી ભેંસો  ભેગી અમારી  ભેંસો પણ તમારા બીડ માં  ચારે   પુની મોહી  કબુલ થયાં  .અને હિમત રામ ભાઈ ભેંસો માંડ્યા ચારવા શણગાને કાંઠે પુની મોહીના  બીડમાં  આ વાતને પણ મહિનાઓ વીત્યા  .હવે હિંમતરામ ભાઈ  રામ નામકી  ટીકીટ લઈને રેલ્વેમાં કેમ મુસાફરી કરવી  .કેમ મિલ્ટ્રી માંથી   ભગોડા થવું  વગેરે બાબતના અનુભવી થઇ ગયા હતા  .મન ચકડોળે ચડ્યું  .અને દેશાટન કરવાની અને મિલ્ટ્રીમાં નોકરી કરવાની ઈચ્છા થઇ  ,

માએ દીકરાને ભણાવવા ગાજ બટન ની દરજણને મદદ કરી મરચા ખાંડ્યા

img075 img074

મારી મા અને મારો ભાઈ માણાવદર રહેવા લાગ્યાં  .જે જગ્યાએ મકાન ભાડે રાખ્યું હતું  .તે વિસ્તાર સારો નહિ  .બહુ ઘોંઘાટ  વાળો  .મારા ભાઈને ફરીથી પાંચમાં ધોરણમાં ઈંગ્લીશ  ભણવા માટે  સ્કુલમાં દાખલ કરવો પડ્યો  .થોડા દિવસોમાં માને એક અજવાળીબા  નામે શેઠાણીની ઓળખાણ થઇ  ,તેના પતિની કાપડની દુકાન જે એનો દીકરો પણ ચલાવતો,
તેઓને રહેવા માટે વિશાલ ડેલીબંધ મકાન હતું ડેલીમાં એક ખાલી ઓરડી પણ હતી  . એક વખત માને અજવાલીબાએ કીધું કે તમે અમારે ત્યાં રહેવા આવો  ,અમારે એક ઓરડી છે એ ખાલી પડી છે  .ભાડું થોડું વધારે છે પણ ભાડું હું તમને માથે નહિ પાડવા દઉં. આ લોકો વૈષ્ણવ દર એકાદશીએ  સીધું આપે  ,જેમાં ઘી ગોળ વગેરે ઘણી વસ્તુ હોય થોડા વખતમાં  માને એક વિધવા દરજણ બાઈ સાથે   ઓળખાણ થઇ  ,મા તેને  ગાજ બટન કરવા લાગે  અને કામ કરતાં કરતાં  મા ભજન ગાય ધાર્મિક વાર્તાઓ કરે  ,દરજણ  બાઈને  માની કંપની ખુબ ગમતી તે માને પોતાને મદદ કરવા બાબત  થોડા પૈસા પણ આપે  .એક વખત મારા ભાઈના શિક્ષકે  ભાઈને પુચ્છ્યું કે મરચાં ખાંડીને ચટણી બનાવી આપે એવું કોઈ માણસ  તારા ધ્યાનમાં છે હોયતો કહેજે  .ભાઈએ માને વાત કરી  માએ મરચાં ખાંડી આપવા ખુશી બતાવી  ,અને માએ અર્ધા દિવસમાં માએ સૂકાં મરચાની બેગને ખાંડી નાખી મા છીંકો ખાતાં જાય નાકે રુમાંલીયો  વીંટતા જાય અને મરચાં ખાંડતા જાય  ,લોટ ચાળવાની ચારણીથી  ચાળતા જાય અને  માસ્તરને મરચાંનો  બારીક લોટ જેવો ભૂકો     કરી આપ્યો  .    માસ્તર  બહુ ખુશ થયો  અને માને વ્યાજબી કરતાં વધુ પૈસા આપ્યા  .માએ  મારા ભાઈને પૈસા પાછા આપતાં  કીધું કે તારા માસ્તરના પૈસા લેવાતા હશે  કોઈદી ?પણ માસ્તરના અતિ આગ્રહથી  માએ પૈસા રાખ્યા  .દેશીન્ગામાં  બાવળની  જબરી ઝાડી  ,દરબારની એવી ધાક કે  કોઈની મઝાલ નથી કે એક દાતણ પણ કોઈ દેશીંગાના   માનસ સિવાય  કાપી શકે ? મારો ભાઈ  રજાના   દિવસોમાં  દેશીંગા આવે ત્યારે થોડાંક દાતણ   લેતો જાય  . થોડાંક  અજવાળી બાને પણ આપે અજવાળીબા  થોડા પૈસા પણ આપે  .પછીતો  અજવાળીબા એ  દાતણનાં  ઘરાક પણ ગોતી આપ્યાં ;   કોઈ વખત હું પણ માણાવદર  જાઉં  ત્યારે બળતણ અને દાતણના   થેલા ભરતો જાઉં   .
સામાન્ય રીતે રસોઈમાં  દાળ  શાક પહેલાં રાંધવામાં આવે અને પછી રોટલા રોટલી કરવામાં આવે  ,પણ મારા ભાઈએ રોટલી  પહેલાં બનાવવાની માને  સુચના કરી  અને  શાક છેલ્લે  રાંધવું  , આમ કરવાથી બળતણનો  ઘણો બચાવ થાય  .  

 મારા ભાઈને ભણાવવા માટે  મારી મા માણાવદર રહેતા હતાં એ વાત આપે આગળના મારા બ્લોગ “આતાવાણી”માં આપે વાંચી લીધી  છે (જો તમને વાંચવાનો સમય મળ્યો હશે તો )
એક દિવસ હું  માણાવદર ગયો  .ભાઈ અને માને મળવા  સાથે દાતણ અને રસોઈ કરવા માટે થોડા બળતણ પણ લઇ ગયેલો  . .અજવાળી બા મને જોઇને બોલ્યાં દાતણ લાવ્યો છો   મેં હા પાડી એટલે થોડાં દાતણ  ભાઈ અને મા માટે રહેવા દઈ બધાંજ  લઇ ગયા અને જેને જોતાં હતાં  એને આપી આવ્યા અને પૈસા લઇ આવ્યાં અને મારી માને પૈસા આપ્યા  .
બીજે દિવસે સવારે હું  શહેરમાં  લટાર મારવા નીકળ્યો   ઠેક ઠેક ઠેકાણે  પોસ્ટર મારેલાં જોયાં , એમાં લખ્યું હતું આર્મીના એન્જી  .માટે મદદગાર ની જરૂર છે  .  કોઈ આવડતની જરૂર નથી  તેઓને  બધુજ શીખવાડવામાં  આવશે  મ્યુઝ્ઝીયમ  નો  ડબો રેલ્વે સ્ટેશન ઉપર છે  .જે જોવા માટે કોઈ ચાર્જ નથી  .
હું રેલ્વે સ્ટેશને  ગયો  જોયું તો ભારખાનાના ડબામાં કરવત ,કાનસ, હથોડી  . વગેરે ઓઝારો હતાં અને  ત્રણ ચાર માણસો  લશ્કરી  યુંનીફોરમાં  હતા  તેને મળ્યો  .બધા દેશી ભાઈઓ હતા  .મારા પૂછ પરછ્ના  જવાબમાં  બોલ્યાકે    આર્મીના એન્જી  .ને મદદ માટે માણસોની  ભરતી કરવા અમે આવ્યા છીએ  ખાવું પીવું કપડાં લત્તાં રહેવાની સગવડ  ઉપરાંત 18 રૂપિયા  માસિક પગાર આપવામાં આવશે  .અને  કામ શીખવવામાં આવશે
આ લોકોને  યુદ્ધ મોરચે  લઇ જવામાં આવે ? ઓફિસર બોલ્યો  નાના  આવા લોકોને તો ભારત બહાર જવાનુજ નહિ  ફક્ત અહી બેઠા કામ કરવાનું  . મેં કીધું  મારે એવી નોકરી જોઈએ છીએ કે જેમાં યુદ્ધ મોરચે  જવાનું હોય અને  લડવાનું હોય  . મારી વાત સંભાળીને ઓફિસર બોલ્યો  આ લશ્કરી સીપાહીનીજ નોકરી છે  .એની વાત સાંભળી યા  પછી  હું બોલ્યો તમેતો કહેતા હતા કે  લડાઈ સાથે આને કોઈ નિસ્બત  નથી  . તો એમાં મારે સાચી વાત કઈ  માનવી ? એ બોલ્યો  જો અમે એવું ખોટું ન બોલીએ તો લોકો ભરતી નો થાય  . બસ પછી મારું નામ ઠામ લખી લીધું  .અને  બોલ્યો સાંજે ગાડી ઉપડશે એમાં બેસવાનું છે  . મેં કીધું ભલે  હવે હું મારા ઘરનાં માણસોને  જાણ કરતો આવું  તો તે કહે હવે જવાય નહિ  .મેં કીધું તો તો ગજબ થઇ જાય ને  ?મારાં માબાપ  વ્યાધિમાં પડી જાય એ મને ગોતા ગોત કરે  .પછી એક માણસ બોલ્યો  જે માણસ રાજી ખુશીથી  લશ્કરમાં  જોડાવવા માગે છે એ ભાગી નહિ જાય  .પછી મને ઘરે જ્વાદીધો  અને કીધું કે કાલે સાંજની ગાડીમાં જવા માટે રેલ્વે સ્ટેશન ઉપર આવી જજો  મેં કીધું ભલે એમ કહી હું ઘરે ગયો  અને માને  નોકરીની વાત કરી મારી વાત સાંભળી  માને ધ્રાસકો  પડ્યો   .તે બોલી  દીકરા લડાઈમાં નથી જવું  તે જમાનામાં લશ્કરમાં જોડવાની  નોકરીને  લડાઈમાં  જવાની નોકરી લોકો  કહેતા   મેં મને કીધું  કે મા તુજ કહેતી  હોય છે કે  મોત વગર મરાતું નથી અને મૃત્યુ માટે  પંચમ ની તિથી લખાણી હોય તો  છઠ થતી નથી  અને સંત તુલસીદાસ  પણ કહી ગયા છે કે  
તુલસી ભરોસે રામકે  નિર્ભય હોયકે  સોય
હોની અનહોની  નહિ  હોની હોય  સો હોય   . 
બીજે દિવસે સાંજે ટાઇમ પ્રમાણે  હું રેલ્વે સ્ટેશન ઉપર હાજર થયો  .આર્મીનો એક માણસ મારી સાથે આવ્યો  .અને અમે ગાડીમાં બેઠા  વચ્ચે  વિરમગામ  એક કોઈ બ્રાહ્મણ  ઓફિસરને  સપેતરું  આપવા ગયા  . બ્રાહ્મણ ઓફિસરે એકાંતમાં  બોલાવીને  મને કીધું કે  તું  આવી નોકરીમાં ક્યાં દાખલ થયો  .ત્યાં તો  બધી  ભ્રષ્ટતા  હોય   હજી તારે ઘરે જતું રહેવું હોય  તો તુને  ટીકીટ ભાડું આપવામાં આવશે  મને  તુને છોડી મુકવાની સત્તા  છે એટલે તુને કઈ  વાંધો નહી આવે  પણ હું અડગ રહ્યો એટલે મને વધુ કઈ  કીધું નહિ   .અમો સવારે અમદાવાદ  પહોંચ્યા   પાંચ કુવા દરવાજા પાસે  એની ઓફીસ હતી ત્યાં  મારા જેવા કેટલાય  નવા ભરતી થનારા આવેલા હતા  .અહી ગોરે ઓફિસરે મારો ઈન્ટરવ્યું લીધો  તે હિન્દી બોલતો હતો  .દરેકને પૂછતો હતો કે  તમે રાજી ખુશીથી આવ્યા છોકે  કોઈના દબાણ થી આવ્યા છો ? મારા એક પ્રશ્ન નાં જવાબમાં એણે કીધું  કે તમે આર્મીનાજ માણસ છો  તમે પાકા સિપાહી થઇ જશો એટલે  આર્મીના તમામ હક્ક મળશે। તમારે ટેકનીશયનો  ને મદદ ઉપરાંત જરૂર પડ્યે  રાઈફલ મેન તરીકે પણ જવાબદારી નિભાવવી પડશે  અને લડવું પણ પડશે  .મને  એની વાત ની સ્પષ્ટતા  જાણી મને એના ઉપર માં થયો  .મને લાગ્યું કે  આવી નીતિ અને કુશળતાને  લીધે  અંગ્રેજો  વિશ્વમાં   રાજ્ય  કરી રહ્યા  છે  .પછી બધા રીક્રુંતોને  વડોદરા  લાવવામાં આવ્યા  .અહી  ગાયકવાડ સરકારે ઘોડાનો તબેલો ખાલી કરી રાખેલો એમાં  દરેક માટે  મચ્છરદાની  સાથેના ખાટલા તૈયાર હતા એમાં ઉતારો આપ્યો   બિસ્તરો  અને પહેરવાના  કપડા આપ્યાં   સવારે પરેડ કરવાની થોડો  નાસ્તો કરવાનો અને પછી કલાભુવનમાં   શીખવા જવાનું  અહી કરવતથી  લોઢું  કેવી રીતે કાપવાનું છીણીથી  કેવીરીતે  છોલવાનું  હથોડી કાનસ કેવી રીતે વાપરવી  ઇલેક્ટ્રિક  ડ્રીલ થી કેવીરીતે  લોઢા માં વિંધા  પાડવા  વગેરે  શીખવાડ્યું  . એક ગોરો એક શીખ  અને બીજા  મહારાષ્ટ્રીયન  ગુજરાતી વગેરે હતા

 આપે આગળના બ્લોગમાં વાંચ્યું છે   .હું વડોદરા આવી ગયો અને કલાભુવનમાં શીખવા મંડી  એક ગુજરાતી અમને રોમન ઉર્દુ શીખવતો હતો  .આ બધા શિક્ષકો આર્મીના નોતા પણ ખાનગી લોકો નોકરી કરતા હતા  .રોમન ઉર્દુ એટલે અક્ષરો ઈંગ્લીશ અને ભાષા ઉર્દુ   હું બરાબર ખંતથી શીખવા મંડ્યો  .અહી કેલાક મારા જેવા રીક્રુટ ખોટા નામ અને ખોટા સરનામાં આપ[ઈને ભરતી થએલા હતા એક મહારાષ્ટ્રીયન  મહાર જાતિનો  છોકરો પોતે મુસલમાન છે એ વું કહીને દાખલ થએલો એની પાડોશના ખાટલા વાળો પંજાબી મુસલમાન હતો  .એક વખત અમે  “મનોરમા “નામે મુવી જોવા ગયા જે મુવીનું  હાલ અસ્તિત્વ નથી  .આ મુવીમાં એક જોની વોકર જેવો  નુરમામદ હતો જે ચાર્લી તરીકે ઓળખાતો  .
અહી મને  એવા માણસોની સંગતી  થઇ  કે જેલોકો ખોટા નામે ભરતી થએલા  હતા  .એના પાસેથી જાણવા મળ્યું કે  એક ઠેકાણે ત્રણ મહિનાથી વધુ નોકરી નકરવી  કેમકે આપના ઠામ  ઠેકાણાની  તપાસ ત્રણ મહિના પછી થતી હોય છે  .બે ત્રણ મહિના નોકરી કરી પછી ભાગી જવાનું અને પછી બીજી જગ્યાએ ભરતી થઇ જવાનું મિલ્ટ્રી માંથી  નાસી જાય એના માટે ભગોડો શબ્દ વપરાય છે  . ફલાના આદમી દિખતા નહિ  વો કહાઁ ગયા  વોટો ભગોડા હો ગયા  .આપને જરાય માનવામાં ન આવે એવી વાત હું કહીશ  જે તદ્દન સત્ય છે
વાત એમ છેકે અહી ખાવાનું બહુ ખરાબ મળતું  ઘઉંના લોટમાં ધનેડાં ચોખામાં ઈયળ  મરચાના ભૂકામાં  ઈયળો  . રોટલીમાં ધનેડાં શેકાઈ ગયા હોય  .ખાવામાં મને સુગ ચડતું એટલે હું રોટલી ન ખાતો પણ ભાત ખાઈને પેટ ભરતો  એક અધિકારીએ  મને કેવળ ભાત દાળ ખાતો જોઈ પુચ્છયુ  તું મદ્રાસી હૈ  .એક પ્રમોદ કરીને છોકરો અમદાવાદનો હતો તે ખોટા નામે ભરતી થએલો તેનું મૂળ નામ કાંતિ હતું  . એ મને કહે  જો તું નહિ ખાતો ભૂખે મરી જઈશ  અહી તારી માસી બેઠી છે કે તુને  સરસ મજાના ફૂલકા ખવડાવે ?ચોખામાં પણ ઈયળો  છે જે  ચોખા જેવી હોવાથી  ઓળખાતી નથી  .
સખત પરેડ કરવી  સખત ભૂખ લાગે   ક્યા જવું   મેં વિચાર કર્યો કે  જો હું અચકાતો રહીશ તો આગળ નહિ વધી શકું  આ બધા  ધનેડાં વાળી રોટલીયો ખાયજ છેને  ? પછીતો બાપુ હું   બધું  ઝાપટવા માંડ્યો  . .એક કોર્સ પૂરો કર્યા પછી  મારે  લુહારનું કામ કરવાનું હતું  .અહી કોલસાનો ધુમાડો હું ખામી શકું એમ ન હતો  જેમ દિલ્હીના દાળના કારખાના ની ઝીણી રજકણ  હું સહન નોતી કરી શકતો  એટલે મને આ નોકરી છોડી દેવાનો વિચાર આવ્યો  પણ હું સાચા નામ ઠામથી  ભરતી થએલો હોવાથી   ભગોડો થઇ શકું એમ ન હતો  .અમારો જે  ગોરો  કેપ્ટન હતો તે ફ્રાન્સનો હતો એવી લોકો વાતો કરતા  .એક  છોકરો  યુ પીનો હતો તે બહુ ચળવળ યો    અને  તોફાની હતો  તેણે  મારા જેવાને ભેગા કરીને કીધું કે  આપણે આ ઈયળો  વાળો  ખોરાક લઈને કેપ્ટનને દેખાડીએ અને ફરિયાદ કરીએ  અમે મરચાનો ઈયળો 
વાળો ભૂકો લઈને  કેપ્ટનને  દેખાડ્યો  અને કીધું કે  આવો ખોરાક અમારે ખાવો પડે છે  . કેપ્ટને  મરચાનો ઈયળો વાળો ભૂકો હાથમાં લઈને પોતાના મોઢામાં  મૂકી ગયો અને ચાવી  ગયો અને ઉપર પાણી પી ગયો અને બોલ્યો કે  ઇસમેં કોઈ ઝહર  નહિ હૈ  ..આપના દેશી ભાઈઓએ  ગોરાઓને પણ લાંચિયા કરી મુકેલા   કેપ્ટનની વાત સાંભળી અમો વિલે મોઢે પાછા ફર્યા  .પણ મને ખાતરી થઇ કે  ગમેતેવી પરિસ્થિતિનો   સામનો કરી શકે છે એજ આગળ વધી શકે છે  .ગોરા લોકો અમસ્તા  દુનિયામાં રાજ નથી કરતા  . અહીનો અનુભવ લઇ હું ઘણી મહેનતને અંતે  કાયદેસર છૂટો થયો અને માટે છુટ્ટો થયાનું સર્ટીફીકેટ આપ્યું  .
છૂટો થયા પછી હું ઘરે ગયો   અને  પછી મેં વિચાર કર્યો કે  હવે ખોટા નામ ઠામ ઠેકાનાથી  ભરતી થતું રહેવું  . હવે વધારે આ આતાના અનુભવ વાંચવા માટે થોડી  રાહ જુવો  .

 

रखिये बंधावो भैया सावन आयारे तुम सूरज चंदासे तुम राम लछमन जैसे प्यारे हमारे भैया जुग जुग जीवोरे

DSCN0913

——————————————–
મારા પ્રિય મિત્રો
રક્ષા બંધનનું પર્વ વરસોથી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને યાદ 
કરવાનું પર્વ છે . બહેન ભાઈના હાથે પ્રેમથી એની રક્ષા માટે રાખડી 
બાંધે છે અને ભાઈ યથાશક્તિ એને ભેટ આપે છે . આવા પવિત્ર પ્રસંગે 
મને મારી બહેનનું સ્મરણ થાય છે અને એક બનેલો સત્ય
પ્રસંગ યાદ આવે છે એ  હું તમોને  કહું છું . એમાં એક ભાઈ -બહેનનો
પ્રેમ અને એક માની દીકરા પ્રત્યેની મમતા કેવી હોય છે એ જોવા મળશે.
મારા બેન બનેવીને એના દીકરા અને વહુ સાથે બહુ ફાવ્યું નહી એટલે મને મારી બેનની દીકરી શારદાએ જણાવ્યું કે મામા તમે જો મારી બા ને માસિક ફક્ત બે હજાર રૂપિયા આપો તો એ સ્વતંત્ર રહી શકે .
હું કબુલ થયો અને મારી બેનનું બેન્કમાં ખાતું ખોલાવ્યું  . મારી બેનને  વાયરમનીથી   મેં બે લાખ કરતા થોડા વધુ રૂપિયા મોકલી આપ્યા.
બેન બનેવી રાણાવાવ ગામમાં કે જે ગામમાં શારદા રહેતી હતી  તે ગામમાં એક સવદાસ ઓડેદરા  નામના મેરના  ઘરમાં  માસિક  400 રૂપિયા ભાડું આપીને રહ્યા. સવદાસ બહુ પ્રેમાળ માણસ .એ મારા બેન બનેવીનું  પોતાના માબાપની જેમ કાળજી રાખતો  .
મેં મારી બેનને કહેલું કે આ પૈસામાંથી તારે શારદાએ મને કહ્યું હતું એ પ્રમાણે બે હજાર રૂપિયા જ ઉપાડવાના છે.તારા પોતાના ખર્ચ માટે  વધુ રૂપિયાની જરૂર જણાય તો મને પૂછીને રૂપિયા લેવાના, આ સિવાય તારે કોઈને પૈસા આપવા નહિ  .
ભગવાનની એવી મરજી હશે કે તેના દીકરાની વહુ મરી ગઈ એટલે મારી બેન  તેના દીકરા અને તેના દીકરા અને તેની વહુ અને બાળક સાથે રહેવા ગઈ  .
મારી બેન એના દીકરા ની વહુના બહુ વખાણ કરતી  તે એવું કહેતી કે વહુ એવું કહે છે કે તમો અમારી સાથે જ રહેજો તમારે ક્યાય જવાની જરૂર નથી  . એક દિવસ મારા બનેવી મરી ગયા  .મારીબેનને ભાર દઈને મેં કીધેલું કે  મેં જે પૈસા આપ્યા છે એમાંથી એક પીસો પણ કોઈને તારે આપવાનો નથી  .એક વખત મારીબેનના દીકરાની  દીકરીના  લગ્ન કરવા હતા  એટલે એણે મારી પાસે એક લાખ રૂપિયા માગ્યા.   મેં એને એક લાખ અને 19 હજાર રૂપિયા મોકલી આપ્યા અને તેને કીધું કે  તારી માગણી પ્રમાણે એક લાખ રૂપિયા તારા અને વધારાના 19 હજાર રૂપિયા  મારા માટે તારે સાચવી રાખવાના .
એક વખત મારીબેનના દીકરાનો દીકરો કટુ વચન બોલ્યો  હશે એટલે મારી બેન એની નાની દીકરી નૂતનને ઘરે તમિલનાડુ રહેવા જતી રહી . આ બનાવ પહેલા  મારી બેનના દીકરાએ બધા પૈસા  મારી બેન પાસેથી  લઇ લીધા હતા અને એનું બેન્કનું ખાતું બંધ કરાવી દીધું હતું  . આ બાબત મારી બેને દીકરા પ્રત્યેના  પ્રેમને લીધે મારી સખ્ત મનાઈ હોવા છતાં મારું કહેવાનું પડતું મુકીને બધાજ પૈસા તેના દીકરાને આપી દીધા હતા   .
તામીલનાડુ નૂતનને ઘરે ગયા પછી મારી બેન સખત માંદી પડી ગઈ . આપણા દેશમાં પણ  ડોકટરોનો ખર્ચો ખુબ હોય છે  .નુતને પોતાની પાસે પૈસા હતા એ  ડોક્ટરોના બીલ અને દવાના ખર્ચમાં વપરાઈ ગયા  .નૂતને એના ભાઈ પાસે માની દવા માટે પૈસા માગ્યા.  ભાઈએ નન્નો ભણ્યો  એટલે મારી પાસે નુતને પૈસા માગ્યા. બેનની ખરાબ દશા જોઈ મને દુખ થયું અને  મેં પિસા મોકલી આપ્યા .
 આવી છે  એક ભાઈ અને બહેના પવિત્ર પ્રેમ સંબંધની અને એક  માની  દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની વાત કે જે દીકરો  બીમાર માની ખબર અંતર પણ ન પૂછવાની પણ દરકાર નાં કરતો હોય !
આનું નામ હળાહળ કળજુગ .ઘણીવાર માણસો પ્રેમનાં નહી પણ પૈસાનાં ભૂખ્યા હોય છે . ભગવાન સૌનું ભલું કરે .
આ રક્ષા બંધન ના પવિત્ર શુભ પ્રસંગે સૌ વ્હાલા ભાઈ-બહેનોને આ આતા તરફથી અભિનંદન અને આતાના સૌને આશીર્વાદ . ભાઈ-બહેન વચ્ચેનો સદીઓ પુરાણો પવિત્ર પ્રેમ અમર રહે.અસ્તુ.

क्रूज़मे माहरुने ऐसा तो जादू किया बीबी गुजरजानेका जो गम था मिटा दिया

img056

ગ્રુપ ફોટો પાડવાનું ફોટો ગ્રાફરે કીધું એટલે છોકરીઓએ  મને કીધું કે તમે અમારી પાછળ ઊભા રહેજો  હું જાઉં એ પહેલા  એક માણસ એની પાછળ ઉભવા ઉતાવળે ચાલીને  છોકરીયું પાછળ  ઉભો રહી ગયો  . એટલે નીચે બેઠો છે   .એ છોકરાએ  તેને કીધું કે તું કેમ છોકરીયું પાછળ  ઉભો રહી ગયો  .એની પાછળ એનો જુવાન જુવાન બોય ફ્રેન્ડ  આવી રહ્યો છે  .એટલે એ માણસ ખસી ગયો અને મને હસીને બોલ્યો કે પધારો સાહેબ  એમ કહીને પોતાનો હાથ  લાંબો કર્યો જે એની છાતી ઉપર દેખાય છે  .

OLYMPUS DIGITAL CAMERA

કૃઝ્માંથી  ઉતરીને  ટાપુ ઉપર જઈએ ત્યારે  ફોટો પડાવવા આવા માણસો ઉભા હોય છે  ‘આ છોકરી અમેરિકન આદિ વાસી  ઇન્ડિયન છે  .

img010

મેં ફોટો ગ્રાફરને કીધું કે હાળા  કોક જુવાન છોકરીને મારી પાસે ઉભી રાખીને ફોટો પાડને ?ત્યારે ફોટામાં મારી ડાબી બાજુએ છે એણે કીધું કે હું તમારી સાથે ફોટો પડાવીશ  .ફોટો ગ્રાફરે મારી સામે કેમેરો ધર્યો એટલે તુર્ત  એ છોકરી આવી ગઈ અને પછી દોડતી મારી જમણી બાજુ છે  એ આવી ગઈ મનેતો ખબરજ મોડી પડી  .

OLYMPUS DIGITAL CAMERA54

એક ટાપુ ઉપર મારી સાથે  મારો ગ્રાન્ડ  સન ડેવિડ ઉભો છે  .

 

પ્રિય મિત્રો   .એકવાત હું લખવા જઈ    રહ્યો છું  .એનો થોડોક ભાગ કદાચ મેં લખ્યો હશે  .પણ સંપૂર્ણ નહિ લખ્યો હોય  .તો આજે  હું ફરીથી લખું છું કેટલાક ભાઈ બહેનોને  કે જેઓ નવા છે તેમને વાંચવું ગમશે એવી આશા છે  . ફોટામાં મારી સાથે જુવાન ઉભો છે તે લેબનોનના ખ્રિસ્તી  અરબ માતાથી જન્મેલ મારો ગ્રાન્ડ સન ડેવિડ છે  .પ્રસિદ્ધ ખલીલ જિબ્રાન લેબનોનના અરબ ખ્રિસ્તી હતા  .
મારી પત્નીના સ્વર્ગ વાસ થયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો  .મને ક્યાય ચૈન પડતું નોતું  .મારો જીવનમાં રસ ઉડી ગયો હતો  .કેમકે મારી પત્નીના મૃત્યુ બાદ હું એકલો થઇ ગયો હતો  .પરમેશ્વરે પ્રેરણા કરી હશે એટલે  ડેવિડે મને કહ્યું કે દાદા તમે અહી મારી પાસે ફ્લોરીડા આવી જાઓ  મારાં દીકરો દીકરી તમારી ઉદાસીનતા દુર કરી દેશે  .કેમકે તેઓ બહુ પ્રેમાળ છે  .  હું મારા ઘર એરિઝોનાથી  ડેવિડને ઘરે ફ્લોરીડા ગયો  . .દીકરો દીકરી મને વળગી પડ્યા  .નાનકડી  દીકરી મને  રમકડાના કપરકાબી મારી આગળ મુક્યા અને બોલી દાદા આ કોફી પી લો  મેં કીધું આમાં કશું છે નહિ તદ્દન ખાલી છે તો તે બોલી  તમારાં ચશ્માં  સાફ કરીને જુવો એટલે દેખાશે    મેં  . જરા ટીખળ કર્યું  કોફી બહુ ગરમ છે  .મારા હોઠ દાજી ગયા  તો તે બોલી  ઉતાવળ  શા માટે કરો છો  ઠરવા દ્યોને ?
એક વખત મેં ડેવિડને કીધું તું ક્રુઝની તપાસ કર આપણે ક્રુઝમાં  દરિયાઈ  સફર કરીએ  . હું એક વખત  ક્રુઝ દ્વારા  સમુદ્ર યાત્રાએ ગએલો  .એટલે મને ક્રુઝના આનંદ  ની ખબર હતી  .ડેવિડે ક્રુઝની તપાસ કરી અને ક્રુઝમાં જવાની બધી તૈયારી કરી લીધી  .ફ્લોરીડાના ટેમ્પા બંદરેથી ક્રુઝ ઉપડી હું અને ડેવિડ ક્રુઝમાં દાખલ થયા કે તુરત ક્રુઝના ફોટો ગ્રફરે અમારો ફોટો લીધો જે આપ જોઈ શકો છો  .ફોટા તૈયાર થાય એટલે આપણે જો જોઈતા હોય તો પૈસા આપવા પડે   .ક્રુઝમાં  નક્કી કરેલા ટેબલ ઉપર  રાત્રે વાળું કરવા  સૌ  એ  બેસવાનું હોય છે  .અમારા ગોળ ટેબલ ઉપર અમે દસ માણસો બેસતાં ડેવિડ અને બીજો એક છોકરો  જુવાન હતા  એવી રીતે બે છોકરીયું પણ જુવાન હતી   .બાકીનાં આધેડ  ઉમરના હતાં   બે છોકારીયું મારી સન્મુખ બેસતી  ડેવિડ મારી પાસે બેસતો  .ટેબલ ઉપર સાથે જમ્નારોમાં હું સૌ થી  મોટી ઉમરનો હતો  . મારી સામે બેઠેલી છોકરીયું મારી સામું જોઇને હસે અને ગુસ પુસ વાતો પણ કરે  મને થયું કે  આ છોકરીયું મારી મશ્કરી કરે છે  . હું એમને મારી દાઢી  મૂછોના લીધે  કોઈ વિચિત્ર પ્રાણી લાગતો હઈશ   . વખત જતાં મને ખબર પડી કે   આ મારી મશ્કરી નથી કરતી પણ મારા ઉપર ભલી લાગણી ધરાવે છે  .
એક વખત ફોટો ગ્રાફર આવ્યો અને મારો અને ડેવિડનો ફોટો પાડ્યો  . મેં મજાકમાં  ફોટો ગ્રાફરની કીધું  કે એલા  કોઈ વખત મારી સાથે  જવાન  છોકરીનો ફોટો પાડને ?  મારી વાત સાંભળી  ફોટો ગ્રાફર  હસતો હસતો  જતો રહ્યો  . ફોટામાં  જે મારી ડાબી બાજુ છે  .તેણે મને કીધું કે  હવે કોઈ ફોટો ગ્રાફર આવશે તો હું  તમારી સાથે ફોટો પડાવીશ   બીજે દિવસે રાત્રે અમે વાળું કરતાતા ત્યારે બાયડી  ફોટો ગ્રાફર આવી  એને મારી સામે કેમેરો ધર્યો કે  દોડતી મારી ડાબી બાજુ   છે એ  છોકરી   આવી  એજ  ક્ષ ણે   ફોટામાં મારી જમણી બાજુ છે  એ છોકરી આવી  એ ક્યારે આવી એની તો મને ખબરજ નો રહી  . ફોટો તો પડી ગયો  . જયારે  ડાબી વાળી છોકરીએ કીધું કે હું  તમારી સાથે  ફોટો પડાવીશ ત્યારે  હું એટલો બધો રાજી થયો કે  મારા ગામના વીહલા  વાઘરીને દરબાર કહો અને રાજી થાય  . મેં  ડેવિડને કીધું કે  કાલે તું આપણો કેમેરો લઇ લેજે અને  એને  મારી સાથે  ફોટો પડાવવાનું યાદ કરજે  ઘણી  છોકરીયુંના
પરિચયમાં  આવેલો ડેવિડ બોલ્યો  .એમ છોકરીયુંને સામે ચડીને કહેવા નો જવાય  એમાં આપણી શોભા નહિ  . એણે તમારી સાથે  ફોટો પડાવવાનું કીધું છે એટલે એ જરૂર આવશે  બોલ્યું  ફરી જાય એવી એ લાગતી નથી  .  જયારે ક્રુઝની સફરનો એક દિવસ  બાકી હતો  ત્યારે  ફોટો ગ્રાફર આવ્યો અને બોલ્યો કે  તમારો મારે ગ્રુપ ફોટો પાડવો છે એટલે બધા એક તરફ  થઇ જાઓ  એટલે છોકરીયું એ  મને કીધું કે તમે અમારી બંનેની વચ્ચે  ઉભા રહી જાઓ  . હું તેની વચ્ચે ઉભો રહેવા જતો હતો  એટલામાં એક આધેડે  છોકરીયું  વચ્ચે  ઉભો રહેવાનો પ્રયાસ કર્યો  એટલે  એક જણ  બોલ્યો તું ક્યા એની પાછળ ઘુસવા જાય છે  .એમની પાછળ  ઉભાવા વાળો એનો જુવાન બોય ફ્રેન્ડ  આવી રહ્યો છે એટલે  પાછળ  ઘુસવા વાળો  કટાક્ષમાં  બોલ્યો  પધારો સાહેબ એમ બોલીને  પોતાનો  હાથ લાંબો લાંબો કર્યો   . જે ફોટામાં દેખાય છે  .મારી જમણી બાજુ દેખાય છે તેણે  આજદી  સુધી મારી સાથે  સબંધ ટકાવી રાખ્યો છે  . કનક ભાઈ રાવલ પાસે મેં  ઇંગ્લીશમાં  કાગળ લખાવીને   એને પૂછાવેલું કે  મારા વિષે તું  નિખાલસ  સાચો  અભિપ્રાય  આપ  તેણે લખ્યું કે  મારી આટલી ઉમરમાં  હું  ઘણા  પુરુષોના  પરિચય માં  આવી ચુકેલી છું પણ  આતાઈ ( મેં એને મારું નામ  આતાઈ આપ્યું છે )થી બધા હેઠા  .

 

પછી જયારે સૌ જુદા પડવાના હતા  ત્યારે પોત  પોતાના  કેમેરાથી ફોટા પાડ્યા  .મારી પાસે કેમેરો હતો નહિ  .એટલે આ બે છોકરીયુંને   કીધું તમે મારી રૂમ ઉપર આવો  હું ત્યાં ફોટા તમારા બંનેના  પાડું  તેઓ મારી રૂમ ઉપર આવી પહોંચી  .મેં રૂમ ખોલી કેમેરો લીધો પણ એમાં રોલ પૂરો થઇ ગયો હતો  .એટલે હું ફોટા પાડી નો શક્યો   .એ નિરાશ થઇ પછિ મેં તેમને કીધું કે મારી પાસે મુવી કેમેરો છે એનાથી હું મુવી લઉં  મેં મુવી લીધી  .પછી ફોટામાં જે મારી ડાબી બાજુ છે તે  કહે હવે મને કેમેરો આપો એણે પોતાના   હાથમાં   . કેમેરો લીધો   .અને કેમેરાનું મુખ પોતાના  તરફ  રાખી  બંને એ  મારા એક એક ગાલ ઉપર ચુંબન  કર્યાં  .પછી મેં કેમેરાની સ્ક્રીન  ફેરવીને  એના  હાથમાં  કેમેરો આપ્યો  . અને એણે મને જોરદાર ચુંબન  કર્યા  .આ  ક્ષણ  મારા જીવનની અમુલ્ય  હું  ગણું છું  .
આ વાતને  ઘણો સમય  થઇ  ગયો  .પણ મારા જમણા  હાથ તરફ  ફોટામાં  દેખાય  છે  . તેનો સંપર્ક હજી સુધી  ચાલુ છે  . ડાબા હાથે છે   એ  પેલી કરતાં  વધારે ઉજળી અને બહુ નખરાળ  છે  .પણ એક ગીત છે કે   हुसन वालोमे  मुहब्बतकी कमी होती है
        चाहने  वालोंकी तक़दीर बुरी होती है 
એ પ્રમાણે નખરાલે  બહુ સબંધ નથી રાખ્યો  . એક વખત  ફિનિક્ષ નજીક મેસા ગામમાં  એક શીખને અલ કાયદાનો માણસ  સમજીને   મારી નાખેલો  .આ બનાવ પછી મને દસથી  વધુ માણસોએ  દાઢી કઢાવી  નાખવા બાબત  સલાહ આપી  .  પણ મેં દાઢી નહિ  કઢાવેલી  અને આવી સલાહ આપનારા બધાજ  ગુજરાતી હતા  .
આ વાતને પણ  ઘણો સમય વીતી ગયો  .મારા પેટમાં તકલીફ ઉભી થઇ  .ખાવાની ઈચ્છા થાય નહિ  પેટ ભર્યું ભર્યું  લાગે  આ વખતે ડેવિડ મારે ઘરે હતો  .એણે મને કીધું  કે  ઈમરજન્સી  તરીકે તમે જલ્દી હોસ પિટલ  ભેગા થઇ જાઓ  .  હું ના ના કરતો રહ્યો અને ડેવિડ મને  હોસ્પિટલ  લઇ ગયો  . પેટની સ્પેશીયાલીસ્ટ  બાયડી  દાક્તરે  મને તપાસ્યો અને મને કીધું કે  તમારા પેટમાં કેમેરો ઘાલવો પડશે  . આ કેમેરા વિષે  ડોકટરો વધુ જાણતા હોય છે  ડો  .રાજેન્દ્ર ત્રિવેદી  ડો  .ચંદ્રવદન  મિસ્ત્રી જેવા   .કેમેરો પેટમાં ઘાલવા  માટે મને બે ભાન  કરવો પડે અને થોડી દાઢી મુછ  પણ કાઢી નાખવી પડે  .ડોક્ટર અને નર્સોએ  મને  ઘણો સમજાવ્યો  . કેમેરા સાથે  જો પેટમાં વાળ  જતા રહે તો વળી ઓર ઉપાધી  સર્જાય   પણ મેં દાઢી મુછ કાઢવાની  સખ્ત નાપાડી  . ડેવિડની બુકમાં  ક્રુઝ વાળી  છોકરીનો ફોન # હતો એણે છોકરીને  મારી પરિસ્થિતિથી   વાકેફ કરી અને વધુમાં કીધું કે  દાદા દાઢી કઢાવવા દેતા નથી  .અને હઠ લઈને  બેઠા  છે  છોકરીએ ડેવિડને કીધું કે  દાદાને ફોન આપ  મેં ફોન લીધો કે તુરત   વહાલ ભરી ધમકી આપી કે  દાઢી કઢાવી નાખો  .એવું બોલી ફોન મૂકી દીધો  .પછી મેં ઢીલા અવાજે ડોક્ટરને કીધું કે  મારી દાઢી કાઢી નાખો  મારી વાત થી  સૌ ને ઘણું આશ્ચર્ય થયું  .નર્સે ડેવિડને પૂછ્યું  આ તારા દાદાના વિચારમાં  એકદમ પલટો લાવનાર કોણ હતું  . ડેવિડે  કીધું કે  દાદાની ગર્લ ફ્રેન્ડ હતી  . ડેવિડને મેં ઘણી વખત કીધેલું કે આ છોકરીયું  મારી ફક્ત  મિત્ર છે પણ  ડેવિડને અને એની નાનીને  ગર્લ ફ્રેન્ડ શબ્દ વાપરવો બહુ ગમે છે  . નર્સ બોલી દાદા  છોકરીયું  પાસે  ઢીલા ઢફ થઇ જાય છે ખરા  .
એક દિવસ  છોકરીનો મારી ખબર અંતર પૂછવા  ડેવિડ ઉપર ફોન આવ્યો   .ડેવિડે કીધું કે દાદાના પેટનું ઓપરેશન કરવું પડ્યું છે અને એ  હાલ હોસ્પીટલમાં છે  .છોકરીએ ડેવિડને કીધું કે  દાદાને કેતો નહિ કે મારો ફોન આવ્યો તો   .ડેવિડ પાસેથી  મારી હોસ્પિટલ મારી રૂમ  વગેરેની માહિતી  મેળવી લીધી  .પછી અચાનક બંને જણી મારી પથારી પાસે આવીને ઉભી રહી  , મને મારા મુખ ઉપર હાથ ફેરવ્યો  પણ બકી  ભરી નહિ  .  અને પછી  મને જલ્દી  સારું થઇ જાય એવી શુભેચ્છા પાઠવી અને વિદાય લીધી  એક હિન્દી મુવીના ગીતમાં  એક પંજાબી  કડી આવી રીતે છે  .
इश्क न पूछे  दिन धरमनु  इश्क न पूछे जातां
इसदे हाथो  गरम लहू विच  डुबिया  लख  बराता