Category Archives: આતાપુરાણ

જય નાગ બાપા

dctm_penguin_uk_dk_al629526_pkusmj

એક કિસ્સો સૌ ના માટે લખું છું .

       હું ચાલ્યા જતા કોબ્રા (નાગ )ને મારા ખુલ્લા હાથે પકડી લઉં છું અને મારા ઘરની આજુ બાજુની કાંટાની વાડમાં મૂકી દઉં . છું મારા ઘરના ટેવાઈ ગયા હોય એટલે સાપ ઘરની આજુ બાજુ આંટા મારતા હોય મન ફાવેતો ઘરની અંદર પણ આવી ગયા હોય. પણ અમારા ઘરનાઓને કોઈ આશ્ચર્ય થતું નહી કે ડર લાગતો નહી

      આ વાત અમે સરદાર નગર અમદાવાદમાં રહેતા હતા ત્યારની વાત છે .દેવ આ વખતે હાઈસ્કુલ નો વિદ્યારથી હતો . અને દિલ્હી દરવાજા બહાર એચ બી કાપડિયા હાઈસ્કુલમાં ભણવા જતો . અહિં એક રામજી નામનો અસારવામાં રહેતો છોકરો દેવ સાથે ભણતો . અસારવામાં ઘોંઘાટ થતા રેહતા હોય . કોઈ શીંગ ચણાની લારી વાળો બુમો પાડતો હોય કૂતરાં ભસતાં હોય . જ્યારે અમે રેહતા તે શાંત વિસ્તાર ઘરની બાજુમાં મેં શેતુરનું ઝાડ વાવેલું અને ઘરની આજુ બાજુ કાંટાની વાડ કરેલી . એક દિ દેવે રામજીને કીધું કે તું રજામાં મારે ઘરે આવતો હોય તો આપણે સાથે અભ્યાસ કરીએ . રામજી એકદી રજામાં સવારે ઘરે આવ્યો . સાથે લંચ પણ લઇ આવ્યો મારી વાઈફ ભાનુંમતિએ રામજીને કીધું . હવેથી ખાવાનું ન લઇ આવતો દેવ સાથે તું પણ જમી લેતો જજે .

       એક દિ દેવ અને રામજી શેતુરના ઝાડ નીચે ખાટલા ઉપર બેસીને વાંચી રહ્યા હતા. એટલામાં વાડમાંથી અવાજ આવ્યો રામજી માટે આ અવાજ નવીન હતો એણે દેવને પૂછ્યું . દેવ આ શેનો અવાજ છે ? દેવ ખાટ્લા ઉપર થી નીચે ઉતર્યો અને વાડમાં જોયું . અને રામજીને બહુ સહજતાથી કીધું ઈતો કોબ્રા દેડકાને ગળી રહ્યો છે . દેડકું મોતની ચીશો પાડે છે . સાંભળીને રામજી એક દમ ભાગ્યો . ઈ પગરખાં પહેરવા પણ નો રોકાણો ઈ ભાગ્યો ઈ ભાગ્યો એક વખત દેખાણો પાછો આવ્યો નથી .

આવે નાગ પાંચમ નાગ દેવ પૂજે
ગારાના નાગલા બનાવેજી
સાચુકલો નાગ દેવ નીકળે ઘરમાં તો

“આતા બાપુને ” તેડાવજોજી  

સૌનું ભલુ કરજો .

અંબાજી

         તમે અંબાજી ગયા હશો. મેં ત્યાં દોઢેક વર્ષ જેટલો સમય નોકરી કરી છે . દાંતા રાજ્ય મર્જર થયું એ અરસામાં હું ત્યાં હતો . 1947 – 48 ની સાલની આ વાત છે . તમે અંબાજી ગામમાં પ્રવેશ કરો ત્યારે તમારા ડાબા હાથે એક માળીની દુકાન હતી તેમાં અમુક વસ્તુ તો વેચાતી મળતી પણ તાજા ગાંઠીયા ભજીયા વગેરે ફરસાણ પણ મળતી તે માળીનો નોકર દરગો કરીને સર્ગળા જાતિનો નોકર હતો . તે ભજીયા બનાવતો મારો મિત્ર જેવો થઇ ગએલો . એ ચોમાસાની સીજનમાં ખાસ મેથીના ભજીયા બનાવે .

      મેં એને પૂછ્યું દરગા તારે વાડી છે . કે કોઈ ખેતી વાડી વાળો ખેડૂત મેથી પૂરી પાડે છે ? દર્ગો કહે આ ચોમાસામાં વરસાદ વરસે એટલે પુન્વાડીયા ઉગી નીકળે છે .પુંવાડિયાને અમારી બાજુ કુવાડિયા કહે છે . આ પુંવાડિયા નાં ભજીયા અમે બનાવીએ છીએ અને તમે જોજો અમે ચોમાંસમાંજ મેથીના ભજીયા બનાવીએ છીએ.પુંવાડિયાનું નામ અમે મેથી પાડી દઈએ છીએ . અને જાત્રાળુઓ હોંશે હોંશે ખાય છે .

      હું એરિજોના રહેવા ગયો. ત્યારે જુન જુલાઈ ઓગષ્ટમાં વરસાદ હોય છે ” ત્યારે મેથી જેવું વીડ ઉગી પડે એક વખત મેં એના પાંદડા ચાવી જોયાં કંઈ ખરાબ સ્વાદ નોતો મોળો સ્વાદ હતો . આ વીડને ઝીણા કાંટા હોય છે પણ કુમળા છોડને નરમ કાંટા હોય છે ખુંચે એવા નથી હોતા

      આ વખતે મને દરગો યાદ આવ્યો . મેં કોમલ કાંટા કાઢી નાખીને સમારીને ભજીયા ભાનુમતી પાસે બનાવડાવ્યા અને રહસ્ય અકબંધ રાખ્યું . થોડા દિવસ પછી મેં ભાનુમતિને કીધું . આજે ભજીયા બનાવજે હું મેથીની ભાજી લઇ આવું છું , તે બોલી આપણે આવી મોઘી પાડી મેથીના ભજીયા નથી ખાવાં તમે ખાધોડકા બહુ ચટડા થઇ ગયા છો અને પછી મેં ભેદ ખોલ્યો .

     ત્યારે તે બોલી હવે કોઈને નો કહેતા નહિતર સગા સ્નેહીઓને આપણા ઉપરથી ભરોસો ઉઠી જશે પછી આપણે સાચી મેથીના ભજીયાં ખવડાવીશું તોય લોકોં વિડનાં ખવડાવ્યાં એવું માનશે .

      વળી એક વાત યાદ આવી જે બકી નાખું છું . અમે સરદારનગર પોલીસ લાઈનમાં રહેતા હતા ત્યારે મેં ઘણી બકરીઓ રાખેલી અને આ કેમિકલ એન્જીનીયર દેવ જોશી છે એના પાસે ઉઘાડે પગે બકરીયું ચરાવડાવેલી અહી એક ભાનુંમાંતીની બેનપણી હતી ચંચળબા તે અમારે ઘરે આવે તેને ભાનુમતી ચા પીવાનું કહે તો તે મોઢું મચકોડીને કહે બળ્યો તમારો ચા બકરીના દુધનો ચા પીવડાવો છો .

     એક દિવસ હું ઘરે હતો અને બા ઘરે આવ્યા મેં મારા નાના દીકરા સતીશ ને કીધું સતીશ આજે તું શોભામલની દુકાનેથી ભેંસનું દૂધ લઇ આવ આજતો આપણે ચંચળ માસીને રેડિયો ચા પીવડાવીએ સતીશને સમજાવી રાખેલો એ પ્રમાણે સતીશ ટબુડીમાં પૈસા ખખડાવતો ગયો અને બકરી દોઈને દુધની ટબૂડી ભરી લાવ્યો . અને બાને ચા પાયો બા ખુશ ખુશ થઇ ગયાં અને ભાનુમતીને કીધું જો આનુંનામ ચા કહેવાય .
દરગા

વસિયતનામું અને ઘમ્મર વલોણું

આતાએ એમનું વસિયતનામું ફરીથી – થોડાક ફેરફાર સાથે મોકલ્યું . ( જૂનું આ રહ્યું .)

———————-

મારા પ્રિય  મિત્રો

આપ આ મારું લખાણ  વાંચશો  . એ ભાઈ શ્રી  સુરેશ જાનીને લીધે  છે. કેમકે  મને “આતાવાણી ” માં મુકતાં આવડતું નથી.
હું એક કવિતા લખીશ  એ   ખાસતો  મારા મનોરંજન માટે છે. મારી  મગજ  શક્તિની કસરત માટે છે. અને કવિતા મારા વસીયત નામા જેવી છે.

मर जाऊं जब मैं  यारो  मातम नही मनाना
उठाके  जनाज़ा  मेरा नगमा सुनाते जाना    १
लाके लहदमे मुझको  उल्फतके साथ  रखना
इत्तर के बदले  मुंह पर माशुकका  अश्क छिड़कना    २

આમતો મેં મારા મૃત્યુ પછી  રો કકળ કરવાની ના તો પાડી છે પણ  મારી માશુક  મારો વિયોગ સહન  નહી  કરી શકવાને કારણે એની આંખોમાંથી  ચોધાર  આંસુઓની ધારાઓ  વહતી હશે . એની પ્યાલી તમે ભરી લેજો  અને એ આંસુ મારા મોઢા ઉપર  છાંટજો ,
(અરે રામનું નામ લે  બધાં થોડા દિવસ  રોશે લોકોને તારા પ્રત્યેની  લાગણીનો  દેખાડો કરવા  બાકી પછી હતા એવાને એવા થઇ જવાના )

तुरबतपे मेरी आना शम्मा  नहीं जलाना
आबे अंगूर भरके साग़र  उछाल देना   ३
“आता ” को याद करना  मदरासे जाम भरना
साग़र  बदल बदल के  पि लेना और पिलाना   ४

મેં મારા ક્રિશ જેવા  મિત્રને કહીજ રાખ્યું છે કે મારા  મૃત દેહનું  હોસ્પિટલને કે એવી  કોઈ સંસ્થાને  દાન કરી દ્યે જેમ મારી પત્નીના  મૃત શરીર  ને દાનમાં  આપી દીધેલું  અને એ લોકોએ ખપ પૂરતા અવયવો  શરીરમાંથી કાઢી લીધેલા અને બાકીના શરીરનો એ લોકોએજ   માન પૂર્વક  અગ્નિ સંસ્કાર કર્યો અને રાખ મને આપી દીધેલી  . એક જુનો દોહરો છે કે

पशुका होत है पन्हैया  नर्क कछु नही होय
जो करनी  अच्छी करो तो नरका   नारायण होय     मगर  मैंने ऐसा  दोहा बनाया
पशुका होत है पन्हैया   नरका कछु ना होय
करे दान जो देहका तो सब कुछ कामका होय

————–
मातम = रो ककळ
नगमा = गीत
लहद = समाधि
उल्फ़त =प्रेम
इत्तर = अत्तर
अश्क = आंसू
माशूक़ = प्रेमिका
तुर्बत = समाधि
शम्मा = दीपक
आबे अंगूर = लाल रंगकी शराब
साग़र = प्यालो
मदरा = मदिरा , शराब

———-

આના જવાબમાં આતાના અનેક માનસ દીકરાઓમાંના એક શ્રી. રિતેશ મોકાસણાએ એક સરસ લખાણ ઈમેલથી મોકલ્યું છે – જેની ઉત્કૃષ્ઠ ભાષા અને ભાવનો કોઈ બીજો પર્યાય નથી ….

આતા,
તમે તો હજી જુવાન ડોસલા છો. હજી તમારે તો ઘણું સાહિત્ય આ જગને આપવાનું છે. એકાદ દાયકા પછી આવી કવીતાયું બનાવજો. અને સાચી વાત કહી કે મર્યા પછી મુલ ઘટી જાય. તમને હું મારા નવા એપિસોડ મોકલતો રહીશ તમને ખુબ ગમશે, એમાં મેં સત્ય ને કડવી વાત લખેલી છે.આ બે એપિસોડ મોક્લું છું.
ખાસમાં તો મારું મુવી જાન્યુઆરીમાં રિલીજ કરવાનો વિચાર છે.  દેવ ભાઈને વિનંતી કે અમાર મુવીને અમેરિકાના દર્શકો સુધી રેડીય માધ્યમે પુગાડે.
તબીયત સાચવજો.

ઘમ્મર વલોણું-૧

       વાદળોની ઘટા ટોપ બીડને કે પર્વતોને વીંધતો સૂર્ય જળહળી ઉઠયો. એમ પણ કહો કે ઘૂઘવતા દરિયાના પાણીને ઉલેચતો એ ઉગી નીકળ્યો. એનો અર્પણ કરેલ પ્રકાશ, ધરતી પર જળહળી રહ્યો છે. માટીના કણકણમાં એ ભળીને અનેરી ભાત પાડે છે. પાંખો ફફડાવતા એ પંખીઓ પણ તેનીજ સાક્ષીએ વિહરી રહ્યા છે. એની હાજરી માત્રથી ખીલી ઉઠતી આ શ્રુષ્ટિ પણ દીપાયમાન અને અભિભૂત છે.
        ક્યારેક વાદળો સાથે ગમ્મત ગોષ્ઠીમાં અદ્રશ્ય થાય ત્યારે કેટલું વિહવળ બની જવાય છે ભલા ! એના કિરણોમાં જે શક્તિ છે, તાકાત છે અને જાદુ છે તે કશામાં નથી.
      રે સૂરજદેવ, કોઈ તમને ધીમા તપવાનું કહે છે તો કોઈ વળી ગુસ્સે ના થવાનું કહીને લાડ પણ લડાવે છે. આ બધાની વચ્ચે પણ તમે આટલા આકરા દેહે પણ જુસ્સો જાળવીને સૌમ્ય બની રહો છો તે આખા જગતને માટે અસીમ ભેટ પણ ક્યાં નથી ? આખા બ્રહ્માંડને પ્રકાશ આપીને પુણ્યાત્મા બનવાનો જે માભો પામ્યા છો તેમાં કોઈ અતિશયોક્તિ નથી વ્હાલા.
       ઈન્સાને પોતાના મગજને કેન્દ્રિત કરીને પાવર ઉત્પન્ન કર્યો પણ આખરે તમારી ગરજમાંથી અમે છટકી નથી શકયા રે ! કોઈ ક્ષુલ્લુક અક્ષરોથી શણગારી ને તમને છાપરે ચડાવવાની વાત હોય કે પોરસ દેવાની ભાત ! ભલા એટલા ઊંચા આસને બિરાજો છો કે છાપરું તો રાઈથી પણ વામણું.
એ અંજલીભર પાણી તમને અર્ધ્ય કરીને મંતોષ પામતા અમે પામર માનવી તો એય ભૂલી જઈએ છીએ કે તારા તાપ ને આવેગે તો પાણી અમારી હથેળીએ જીલાય છે. અમે તો એ પણ ભૂલી જઈએ છીએ કે મનાવવાના તો રૂઠેલા ને હોય ! કોઈના પર ગુસ્સે થવું, મહેરબાન થવું કે રિસાઈ જવું એ તો બધું અમારા જેવા મનુષ્યોની પ્રકૃતિનું પ્રમાણ માત્ર છે. કે પછી એવું તો નથી કે મનુષ્યો સાથે ધરોબો રાખીને એના ગુણ તમારામાં ઉતર્યા છે ? પણ હાં તમારી પ્રકૃતિ થકી, અમારી પ્રકૃત્તિ જાજરમાન છે એનું અમને પૂરેપૂરું ભાન છે.
         અમુક ઉચ્ચ વિદ્વાનોના મતે, આ સૌર મંડળમાં ઘણા સૂર્ય છે. ભલે રહ્યા ભાઈ, વડલાને જાડવા તો બધે ગામ હોય છે. અમને તો એ જાડો ખપે કે જે અમને અને અમારા ગામને શીતલ છાંય આપે. અમને એ વડલા ગમે કે જે ગામને પાદરે પહેરો ભરતા જુલતા હોય ! ને બાઈઓ તેની પુજા કરે.
માટે હે સૂરજદેવ ! તુંજ તો અમારો દેવ ને તારી શીતળ છાયા. ગુસ્સે ના થતા દેવ, શીતલ છાંય કહીને મેં મગજ સ્થિર જ રાખ્યું છે. ભલે તમારામાંથી નીકળતી ગરમ લાહ્ય જવાળા કે વરાળો ગરમ હોય, પણ અમારા માટે તો એ શીતળ છાંય સમાન બની જાય છે.

ઘમ્મર વલોણું-

        થાકી જવાથી, શરીરના અંગોને શ્રમ પડવાથી કે સુર્યની ગરમીથી જે પરસેવો વળે છે તે અસહ્ય બની જાય છે. એ સ્થિતિમાં કોઈ ઘેઘુર જાડ નીચે ઉભા રહેવાથી એક અગમ્ય તૃપ્તિના ભાવો ગાલ પર રમવા લાગે છે. અને દિલમાં ટાઢકના જે શેરડા પડે છે તે આહલાદક હોય છે. આવીજ હાલતમાં એક વાર લાહ્ય લાહ્ય બનીને તાપની વરાળ કાઢતા તડકામાંથી એક જાડ નીચે આવ્યો. અગમ્ય તૃપ્તિના ભાવો ગાલ પર રમવા લાગે; અને દિલમાં ટાઢકના શેરડા પડશે તેવો દ્રઢ નિર્ધાર પણ ખરો ! થોડી પળો થઇ કે વિહવળતા વધી ગઈ. વિહવળતા વધે એટલે પળો બમણી મોટી લાગે. ઉપર એક નજર કરી તો પર્ણોમાંથી ગળાઈને આવતો તડકો વધુ દઝાડવા લાગ્યો. મનમાંથી એક અતૃપ્તિનો નિશાસો નખાઈ ગયો ને જાડને ભાંડવા લાગ્યો. કે સામેથી વળતો પ્રહાર થયો.

        રે ભલા માનવ ! અમે સજીવ જરૂર છીએ અમે વધી શકીએ કે ફાલી શકીએ પણ હલી ના શકીએ. તમે જે આશ લઈને અમારે છાંયે આવો છો; તેમાં અમે ખાલી ભાગીદાર છીએ પણ જવાબદાર તો કોઈ ઓર જ છે. પવનનું વાહન થાય ને અમારી ડાળો ને પર્ણો હલે; જેનાથી તમને અગમ્ય તૃપ્તિના ભાવો થાય અને દિલમાં ટાઢકના શેરડા પડે !
        વળી માનવ પ્રકૃત્તિ પોતાના ગુણ બતાવ્યા વિના થોડી રહે : તો પછી જાડ નીચે પણ શીતળતા મળે, એના બદલે ગળાઈને તડકો તો આવેજ છે.
         વળી બમણા વેગે પ્રહાર થયો : અમુક લોકોને અમારો વિકાસ થાય તે જોયો નથી જતો. કુહાડીના ઘા મારીને અમને પાંખા કરો દો પછી અમે શું કરીએ ? તમને તો કોઈ અપમાન કરે તો માનહાની નો દાવો કરીદો છો, કોર્ટ ને કચેરીનો સહારો લો છો. પોલીસ તમને સુરક્ષા કવચ આપે છે. જયારે અમે ? અમે તો કોને જઈને કહીએ ? અમને સાંભળે પણ કોણ વાતો સાંભળીને મારો તો પરસેવો પણ વગર ડાળો હલ્યે સુકાઈ ગયો. અને ગાલ પર તૃપ્તિના બદલે શરમના ભાવો રમવા લાગ્યા. અને દિલમાં ટાઢકના બદલે વસવસો ઉભરી આવ્યો.
Ritesh Mokasana
Qatar

આતાનું પેટ !

વિનોદ ભાઈ પટેલે એક ઈમેલ સંદેશામાં આન્ધ્રનો આ લાડુ મોકલ્યો…

laadu   અને આતાને એમણે આરોગેલી સુખડી યાદ આવી ગઈ !

  લો! વાંચો એ વાત.

————————-

    તમને એમ થશે કે  તે  વખતે   મારું પેટ મથુરાના ચોબા ના પેટ  જેવડું  વિશાળ હશે.

     ના ના મારું પેટ તો  વાહાં ને ચોટી  ગએલું   . હું તે વખતે  દરરોજના 20 માઈલ ચાલતો. એક વખત મારા ગામ દેશીંગા થી  પોરબંદર  હાલીને ગયેલો મારા  બીલખા આશ્રમમાં  સાથી વિદ્યાર્થી જયંતિ ને મળવા । આ  જમાનામાં  દેશીંગા નજીકના ગામ   કુતિયાણા થી  બસ મળતી  કુતિયાણું  દેસીંગાથી  દોઢ ગાઉં  દુર થાય  અને ત્યાંથી પોરબંદરનું  બસ ભાડું  સવા રૂપિયો થાય  તે  અરસામાં ઘીનો  ભાવ વધી ગએલો એટલે  દસ આનાનું શેર ઘી મળતું  . મારી માએ  એક શેર ઘી નાખીને  સુખડી બનાવી દીધી ,   રસ્તામાં ખાવા માટે  અને  ખાતા વધે ઈ  જયંતીને આપી દેવાની .

      હું તો સવારમાં દહીં  રોટલો ખાઈને  સુખડીનો ડબરો લઈને આડે ધડ  હાલતો થઇ ગયો . અને આઠેક  ગાઉં હાલ્યો હઈશ અને મને ભૂખ લાગી  નજીકની વાડીયે જઈને ગુંદાના ઝાડના છાંયે   સુખડી ખાવા બેઠો  .  થોડીક સુખડી બચાવીને  જયંતી  સારું લઈ જઈશ   એવો વિચાર કરેલો  . પણ જીભ  ચટ પટ  થવા લાગી  . અને હરામ છે જો જયંતી  સારું  સુખડીનું એક બટકું વધ્યું હોય તો .

    હું પોરબંદર પહોંચ્યો  જયંતિને ઘરે  ગયો  જયંતિ  કોકના લગ્નમાં જવાની તયારી કરતો હતો  . મને જોઇને બોલ્યો ભારી કામ થયું  તું આવ્યો ઈ  થોડી વારમાં બાયડીયુ  તૈયાર થઇ જાય એટલે  આપણે લગનમાં જઈએ . આ અમેરિકા થોડું છેકે એવું કહ્યું હોય કે  તમારે બે જણ નેજ  આવવાનું છે. અને લાલ શાહીથી  ખાસ લખ્યું હોય કે બાળકો નહિ .

   ઓક્ટોબરની 25 તરીકે  ડેવિડ 10 કલાક કાર ચલાવીને ઇના દોસ્તના લગ્નમાં ન્યુ જર્સી  લઈ જવાનો  છે એમાં છોકરાં કે હું  લગ્નમાં  નહિ જઈ શકીએ   હું અને બાળકો  દેવને ઘરે કે કોઈ મિત્રના ઘરે રોકાઈશું   . દેવ (મારો દીકરો  ડેવિડ બાપ ) ની સાળીની દીકરીના લગ્ન એક ગોરા છોકરા સાથે થવાના છે  .દીકરીએ પોતે  લગ્નમાં કોને તેડાવવા  એ નક્કી કર્યું છે ખર્ચ દીકરી પોતે ભોગવવાની છે।  એક ડીશના $200  ખર્ચ કરવાની છે

સંસ્કૃત  પાઠશાળામાં  ઉર્દુ ભણવા મળ્યું .

             હું  ઈંગ્લીશ વિના  ગુજરાતી 7 ધોરણ ભણી  ઉતર્યો  . હું ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો  . ભણવું મને ગમતું હતું   પણ મારા 12 રૂપિયા  માસિક પગારદાર  બાપને  મને આગળ ભણાવવાની ત્રેવડ નોતી. પછી મને બીલખા  શ્રીમન્નથુરામ  શર્માના આશ્રમમાં  સંસ્કૃત  ભણવા  માટે દાખલ કર્યો  .  અહી  જમવાની અને રહેવાની અને ભણવાની  મફત  સગવડ હતી   . આશ્રમમાં  કાયમ રહેતા  ટ્રસ્ટી  માણેકલાલ  ચંદારાણા ને મારા બાપા  ઓળખાતા હતા  . આશ્રમમાં મને દાખલ કરતી વખતે  બાપાએ વાત કરીકે મારા દીકરાને  કથા  વાર્તા  ,   લગ્ન  ,  શ્રાદ્ધ  , વગેરે યજમાન વૃતિ કરીને  રોટલા રળી ખાવાનું ભણવાનું નથી  . આવો ધંધો  કરવાનું  છોડીને  મારા દાદા કાનજી બાપા  બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવેલા અને હું પણ  દરબારની નોકરી કરું છું  ,પણ મારા દીકરાને  સંસ્કૃત સાહિત્ય ભણવાનું છે  .  માણેકલાલ બાપા કબુલ થયા  . અને હું  બિહારના  મૈથીલ  બ્રાહ્મણ  રઘુનન્દન ઝા  કે  જેને   ન્યાય વ્યાકરણના   આચાર્યની  ડીગ્રી હતી  .   અને હું સંસ્કૃત  અલ્ફાબેટ    आईरूण  , શીખવા માંડ્યો  ,

     આશ્રમમાં  કોઈ બી જાણ્યો  અજાણ્યો શખ્સ ત્રણ  દિવસ માટે  માનવંતા  મહેમાન તરીકે રહી  શકે એવો કાયદો હતો. એક વખત એક પંજાબનો ઉર્દુ સંપ્રદાયનો સાધુ આવ્યો  .  મને સાધુ સંત  કથાકારો ચારણ ભાટ જેવા  લોકો પાસેથી  કશુંક જાણવાની હમેશા જીજ્ઞાસા વૃતિ રહી છે. હું સાધુ પાસે ગયો . સાધુ આ વખતે એક ઉર્દુ ચોપડી વાંચી રહ્યો હતો. આ વખતે  મારી એવી માન્યતા હતી કે  ઉર્દુ ભાષા એ  મુસલમાન  ધર્મ પાળનારાઓની ભાષા છે  . મેં સાધુને પૂછ્યું તમે સાધુ થઈને  ઉર્દુ ચોપડી શામાટે વાંચો છો  ?
સાધુ બોલ્યો  હું  બ્રહ્માનાન્દ્ના ભજનોની ચોપડી વાંચું છું , અને વધુમાં તે બોલ્યો ઉર્દુ એ કોઈ જાતી કે ધર્મની ભાષા નથી  . અને આ ભાષા  ભારતમાં  મુસલમાન  બાદશાહોના વખતમાં  નવી જન્મેલી ભાષા છે એ જમાનામાં  દિલ્હી અને ઉત્તર ભારતમાં એક ખડી  ભાષા તરીકે ઓળખાતી  ભાષા લોકો બોલતા હતા  . ઉર્દુમાં  ભારતની ઘણી ભાષાઓના શબ્દો તેમજ  તુર્કી ભાષાના શબ્દો પણ છે  અને અપ્ભ્રુંશ  થએલા  ઈંગ્લીશ શબ્દો  પણ છે પણ  વધારે શબ્દો ફારસી અને અરબી ભાષાના છે  . ઉર્દુ શબ્દ એ તુર્કી ભાષાનો છે કે જેનો અર્થ લશ્કરની છાવણી  અથવા   છાવણીનો બજાર  એવો થાય છે  .

     મને પહેલેથીજ  ઘણા લોકોની જેમ  પોતાનામાં કૈક  વિશેષતા છે  એવું કરી બતાવવાનો શોખ. આ કારણે  હું મારા ખુલ્લા હાથે કોબ્રા કાળા વીંછી  પકડી લઉં છું અને મારા શરીરે ફરવા દઉં છું   . અને મારા મોઢાંમાં  પણ મૂકી શકું છું   . ભરો ભમરી મધમાખીને પણ પકડી ને મારા મુખમાં   મૂકી શકું છું.

     સાધુની વાત જાણ્યા પછી  મને  એમ થયું કે આવી લીટા લીટા વાળી ભાષા  મને આવડતી હોય તો મિત્રો આગળ મારો વટ પડે  મેં સાધુને પૂછ્યું તું મને ઉર્દુ લખતા વાંચતા  શીખવ ખરો  , સાધુ બોલ્યો  હા પણ  એ માટે મને  ફક્ત  સાધારણ  લખતા વાંચતા  શીખવવા માટે  ઓછામાં ઓછો એક મહિનાનો સમય  જોઈએ  અને એટલો લાંબો વખત હું  અહી રહી નો શકું।  છતાં હું આશ્રમના સત્તા વાળાઓને  પુ છી જોઇશ  જો મને એ એક મહિનો અહી રહેવા દ્યે  તો હું તુને બહુજ  મામુલી લખતા વાંચતા શીખવી દઉં

      સાધુએ  આશ્રમના વ્યવસ્થાપક  ત્રિભોવન બાપાને પૂછ્યું  . ત્રિભોવન બાપાએ  કાયમ આશ્રમમાં રહેતા  બ્રહ્મચારી ટ્રસ્ટી  પ્રકાશજી બાપુને પૂછ્યું   પ્રકાશજી આ દેશીંગા બાંટવા  ઉર્દુ શીખવા માગે છે.  ગોરા અધિકારી પ્રાંત સાહેબે  જ્યારે તેઓ આશ્રમનું મુલાકાતે આવેલા ત્યારે  મને પૂછ્યું તમે  ક્યા ગામના છો મેં કીધું હું દેશીંગા નો રહેવાસી છું  ત્યારે પ્રાંત સાહેબે  પ્રશ્ન કર્યો  . દેશીંગા  બાંટવા ? બસ ત્યારથી આશ્રમમાં મારું નામ દેશીંગા  બાંટવા પડી ગએલું  ;

       અને બાપુ હું સ્નાન સન્ધ્યા પ્રાણાયામ  કરીને સાધુ ગુરુ પાસે  ઉર્દુ ભણવા બેઠો  અલ્ફ ,બે , પે। તે  તે।  ટે સે   .  અને પછી હું  બ્રીટીશ આર્મીમાં ભરતી થયો અને ઉર્દુ વધુ શીખ્યો  અને પછી ભૂલ્યો પણ ખરો કેમકે મારી નોકરીમાં મને  સમય બહુ નો મળતો  પણ પછી અમેરિકા આવ્યા પંછી મને સમય મળ્યો  મેં ઉર્દુ પ્રેકટીશ વધારી  અને  પછી તો જેમ  હળદળ  નો ગાંથીઓ મળે અને ગાંધી  કહેવડાવવા મંડે  એમ હું ઉર્દુ ભાષામાં કવિતા  બનાવવા મંડી  ગયો જેમાં  સુર શરાબ  માશુકની શેર શાયરી વધુ બનાવી છે  ભજન પણ  બનાવ્યા છે

     લ્યો આ  જે મારા મનમાં હતું તે  તમારી આગળ ખુલ્લામ ખુલા કહી દીધું.  હું ઉર્દુ મેગેજીન પણ મગાવવા મંડી ગયો  જે મને મફતમાં મળતા હતાં પણ  સુરેશ જાનીની જેમ

मेरी खातिर ख्वाह  बेगम  उर्दूके खिलाफ थी  तो हमने उर्दू मेगेज़ीन मनवाना बांध कर दिया   तो ये बाते आपके आगे आश्करा करदिया   .

खुद हाफ़िज़

અમુ ભાઈ

         એક અમારા દુરના સગા  નો જન્મ આફ્રિકા  થયેલો તેઓના બાપ  દાદાનું  મૂળ ગામ  મારા ગામથી આઠેક માઈલ દુર  એ ને મારી મશ્કરી તેને નાની ઉમરના થવાનો શોખ  તેમનું નામ અમૃતલાલ  દવે પણ તેને અમુભાઈ દવે કહો તો ગમે  એમના વાઈફ  પુષ્પાબેન   તેને મારી વાઈફથી  પુષ્પાબા કહેવાય ગયું  એમાં  અમુ ભાઈ દવે મારા ઉપર ખીજાય ગએલા  મને કહે ભાનુ બેનને નાનું થવું છે ? એનાથી    મારી વાઈફને  બા કેમ કહેવાય   . તમેજ ભાનુ બેનને  મારી વાઈફને બ કહેવાનું શીખવ્યું હશે
અમારી બાજુ ગરસીયાની નાની દીકરીને પણ બા કહીને બોલાવાય  એટલે ભાનુબેનને એમ થયું કે  પુષ્પા બેનને હું બા કહું તો વધારે ગમશે   . જોકે અમુભાઈ મને ફક્ત હિંમત લાલ જ કહે  હું એના કરતાં હું દસેક વરસ મોટો અને પોતાને ભાઈ કહેવડાવવું ગમે   , હાલ એ પરલોક ગયા છે  . અહી બેઠાં મને એની બીક લાગે છે કે  જો મારાથી એમને અમૃતલાલ કહેવાઈ જશે તો એ  સ્વર્ગમાં કે નરકમાં  જ્યાં હશે ત્યાંથી  મારા ઉપર છુટા  પથરા  ફેંકશે  .
એક વખત પુષ્પા બેન એમની પાસે બેઠાં તા અને પોતે મને કીધું હિંમતલાલ  આજતો તમને હું ખુશી થઈને  મારી ઉમર માંથી  20 વરસ કાઢીને તમને હું અર્પણ કરું છું હું બોલ્યો તથાસ્તુ  . પણ પુષ્પા  બેને કીધું   . આમ કેમ બોલો છો  . અમુભાઈ બોલ્યા   એને જો હું મારી ઉમરમાથી   20 વરસ આપું તો હું એટલો નાનો થઇ જાઉં અને એ વહેલા  ભાનુબેન પાસે જતા રહે તો  ભાનુબેનને  સ્વર્ગમાં  સથવારો  રહે   .
હું અમુભાઇને થોડા દિવસ ન મળ્યો હોઉં તો  હું જ્યારે ભેગો થાઉં  ત્યારે કહે  હજી તમે જીવો છો ? મને એમ કે તમે ભાનુબેન પાસે જ્તારહ્યા .

      હું જવાબ આપું કે    મોત વગર થોડું મરાય છે ? તો અમુભાઈ કહે ઝેર ખાવ તો મારી જાઓ

      હું કહું કે ઝેર મારે કાઢવું ક્યાંથી  . તો તે  કહે  હું લાવી આપીશ  તમને હું મફત આપીશ અને તમને એક પૈસાનો પણ ખર્ચ નહિ થાય  . અમુભાઈ બહુ મશ્કરા માણસ  પણ ફક્ત મારીજ મશ્કરી  કરવાની  એમને મઝા આવતી  .
આ અમુ ભાઈ  દોઢેક વરસ  પહેલા  પરલોક જતા રહ્યા છે પણ જ્યારે ગયા ત્યારે  મને મળવા પણ નો આવ્યા કે કોઈ સમાચાર પણ નો મોકલાવ્યા કે  હું  હવે પરલોક જાઉં છું  તમારે કોઈ ભાનુ બેનને  સમાચાર આપવા હોય તો હું લેતો જાઉં  .\

आगाह अपनी मोतसे कोई बशर नहीं
सामान सो ब्रस्का कल्कि खबर नही   .

પોલાકાકા (ધનજી શેઠ )ની વાત

ટેનેસીથી આતા લખાવે છે – એ આ લેખણિયો લખે છે !!

DSCN0925

        અમારી બાજુના ગામડાઓમાં  વેપારીને  તોછડાઈ થી બોલાવે   એનું  ઉપનામ પણ રાખ્યું હોય  એવી રીતે  ધનજી શેઠનું  ઉપનામ પોલો રાખેલું  ,પોલા કાકા  ખેડૂતોને આખું વરસ  ઉધાર આપે  .  અને કપાસનો પાક  આવે ત્યારે  નિખાલસ  અભણ ખેડૂતો વેપારી પાસે હિસાબ કરાવવા આવે   , વેપારી  ચોપડો ઉઘાડે  અને હિસાબ કરે   શેર ખાંડ  હસ્તે રૂડી  .  કેટલાક  ખેડૂતો એમ કહે  . તારો ભરોસો છે કેટલા રૂપિયા થયા  ઈ વાત કર ને ? વેપારી કહે, ‘ આઠસો બેતાલીસ રૂપિયા અને  તેતાલીસ  કાવડિયા થયાં.’

    ખેડૂત બોલે  ‘હવે આમાંથી એકસો બેતાલીસ રૂપિયા અને તેતાલીસ કાવાડીયાં કાઢી નાખ   ,અને બીજા રૂપિયા લઈલે ‘

    વેપારી કહે ‘ બાપા આમાં તો મારે ગાંઠનું  ખોવું પડે ઈમ છે  .  આવો ધંધો હું કરું તો  મારાં છોકરાં ભૂખે મરે  .  પછી શેઠ વધારે ગરીબાઈ ગાવા માંડે  કે  બાપા કૈંક   દયા કરો  .

      પછી  ખેડૂત બોલે  ‘ભલે તો તું પચાસ રૂપિયા અને અને વધારાના  બેતાલીસ   રૂપિયા અને તેતાલીસ કાવડિયા કાઢી નાખ.’

     વેપારી  એનું માનીને ખેડૂત કહે એમ પૈસા કાઢી નાખે  . ખેડૂત ખુશ  થાય  અને વેપારીને રીતસરના નફાના પાંચસો  રૂપિયા થતા હોય  એને બદલે હરામના સાડા ત્રણસો  રૂપિયા મળતા હોય એટલે વેપારી ખુશ થાય અને પછી ખેડૂત પૈસા આપી દ્યે અને એક ઝુડી બીડી અને બે સોપારી લઈને ચાલતો થાય  .
એક વખત પોલાકાકાને  ખેડૂત પાસેથી કરજા પેટે  ગાભણી ભેંસ આવી એ વિયાણી અને એ ભેંસને પાડો આવ્યો   . પોલાકાકાએ  ચાર આના આપીને માલધારી પાસે મરાવી નાખ્યો   . માલધારીએ પાડાને  વાંસની નળીથી જૂની ખાટી છાશ  પીવડાવીને  મોતને ઘાટ ઉતારી દીધો   .
આ પોલાકાકા  વાટકીમાં ખાંડ અને લોટ નાખીને  સીમમાં  કીડીયોના  દર  ઉપર  થોડી થોડી  લોટ સાથેની ખાંડ નાખીને  પોતે ધર્માદો કર્યો છે  . એવો સંતોષ અનુભવે.

      હું તે દિ પંદરેક વરસની ઉમરનો ખરો  મેં પોલાકાકાને પૂછ્યું  . ‘કાકા આ પાડા  જન્મે કે તુરત  કેમ મરી જતા હોય છે ?’

    પોલાકાકા કહે, ‘ઈ ઓળે ભવ પોલીસ જમાદાર હોય છે એણે મફતમાં લોકોના  દૂધ પીધાં હોય છે એટલે એ આ ભાવ પાડા  સર્જે  એટલે  દૂધ પીધા વગરજ મરી  જાય .’

પાણી ગાળીને પીએ  અનગળ પીએ લોય
કીડીની રક્ષા  કરે ઈ માણહ  મારા હોય

આતાના વાવડ

      ટેનેસીમાં પૌત્રના ઘેર લીલાલહેર કરતા આતાનો પત્ર મળ્યો છે. પૂજ્ય આતાશ્રીએ સૌ મિત્રોને યાદ પાઠવી છે, અને આપણા સૌ માટે તેમનો નિસીમ પ્રેમ વ્યક્ત કર્યો  છે.

      હવે તેમના પોતાના હસ્તાક્ષરમાં જ  એ સંદેશો વાંચો…..

Aata_1

——

Aata_2
—-

Aata_3

—-

Aata_4

—–

Aata_5

ક્રૂરતાનો બદલો ક્રુરતાથી લીધો

એક  યહુદીનો  રાબાઈ  અને એક હિન્દુનો ધર્મ ગુરુ  , યહુદીનું નામ મોજીસ  ,અને હિન્દુનું  નામ  ઉર્ધ્વ  , બંને વચ્ચે  ગાઢી  મિત્રતા    ,બંનેના  કુટુંબ  પડોશમાં રહે  ,એટલે નાનપણથીજ   ,મોજીસ અને ઉર્ધ્વ વછે પાકી દોસ્તી  .ઉર્ધ્વ આભેદ છેટ્માં જરાય માનતો નહિ
બંને એક બીજાના ઘરે જ્મી  લ્યે  .ફરક એટલોકે મોજીસનું કુટુંબ  માંસાહારી અને ઉર્ધ્વનું કુટુંબ શાકાહારી  એટલે જમવામાં  કાળજી રાખવી પડતી  . ઉર્ધ્વ ની વિશિષ્ટ પ્રકારની ચાલવાની ઢબ હતી  .માણસ સાઈકલ ઉપર જતો હોય  ત્યારે એનું શરીર ઊંચા નીચું  નોથાય  પણ  પેદલ ચાલનારનું શરીર ઊંચા નીચું થાય ખરું  .પણ આ ઉર્ધ્વની  ચાલ એવી કે એ ચાલતો જતો હોય  તોય સાઈકલ ઉપર જતો હોય એવું લાગે  . બીજું ઉર્ધ્વ નાનો હતો ત્યારે એવી વાતો કરતો કે  હું જ્યારે મોટો થઈશ ત્યારે મારા બાપા પહેરે છે  .એવી પંડિત જેવી પાઘડી પહેરીશ  ,
સમયને જતા વાર લાગતી નથી  .બંને જણા મોટા થયા  ,ધંધાર્થે   જુદે જુદે  ઠેકાણે રહેવા જતા રહ્યા  . મોજીસના લગ્ન થઇ ગયાં   ,મોજીસ એક દીકરાનો બાપ થઇ ગયો  .અને એવી રીતે ઉર્ધ્વ પણ બાળ બચ્ચાં  વાળો  ગૃહસ્થી થઇ ગએલો  .ઉર્ધ્વ વિરમગામ પાસેનાં નાનાં ગામડામાં રહે  .અને મોજીસ  અમદાવાદ રહે  .સંજોગો એવા હતા કે ત્રીસ ત્રીસ વરસનાં વાણાં વાઈ ગયાં  પણ એક બીજાને મળવાનો  મોકો મળેલો નહિ કે પત્ર વહેવાર પણ થએલો નહિ  .
એક વખત ઉર્ધ્વ ને લગ્ન પ્રસંગે નડિયાદ જવાનું થયું  ,એટલે એ નડિયાદ જવા માટે બસમાં બેસીને રવાના થયો   .વચ્ચે અમદાવાદ  બસ ઉભી રહી અચાનક મોજીસે  ઉર્ધ્વ ને જોયો  .એની ચકરી પાઘડી અને ચાલ ઉપરથી   મોજીસે ઓળખી લીધો કે આ ઉર્ધ્વ છે  .મોજીસ ઉર્ધ્વને એકદમ ભેટી પડ્યો  .ઉર્ધ્વ હેબતાઈ ગયો કે આ કોણ મને બાથે વળગી ગયો  .પછી  એક બીજા વચ્ચે ઓળખાણ  થઇ  મોજીસે ઉર્ધ્વને  કીધું  કે હવે મારે ઘરે ચાલ  ઉર્ધ્વ કહે મારે નડીયાદ જવું બહુ જરૂરી છે  .માટે હાલ હું તારે ઘરે નહિ આવી શકું  ,વળી કોઈ વખત  તારે ઘરે હું ખાસ આવીશ  . મોજીસ કહે પછીની વાત પછી પણ આજ તુને હું મારે ઘરે લઇ જવા વગર  રહેવાનો નથી   . તું જોતો ખરો મારો પાંચ વરસનો દીકરો  સેમસન  તુને જોઇને કેટલો વધો રાજી થશે  .સેમસનને તો મહેમાન બહુજ ગમે છે  .એ મેમાન ને જોઇને એની વાહે વાહે ફરે છે  .જમવા પણ એના ભેગો બેસી જાય છે  .
મોજીસના આગ્રહને આધીન થઇ  .ઉર્ધ્વ મોજીસને ઘરે ગયો  .મોજીસની વહુએ લીંબુ વરીયાળી  નાખીને  શરબતનો મોટો ગ્લાસ ભરીને ઉર્ધ્વને
પીવા આપ્યો   . પછી પોતે રસોઈ તૈયાર કરવા રસોડામાં ગઈ  .સેમસન ઉર્ધ્વના ખોળામાં બેસી જાય એની ચકરી પાઘડી પોતાના માથા ઉપર મૂકી દ્યે  .ઉર્ધ્વને  સેમસનની આવી હરકતોથી કંટાળો આવતો હતો પણ તે કંઈ બોલી શકતો નોતો   .પણ ઉર્ધ્વને  સેમસન ઉપર ઘણી ખીજ ચડતી હતી  ,
પછી મોજીસની વહુએ  સૌ  ને  જમવા બોલાવ્યા  .સેમસન ઉર્ધ્વ ના ભાણા  માં જમવા બેસી ગયો  .શીરો પૂરી અને ભીંડાનું શાક પીરસાઈ  ગયું  .અને ભજીયાં  ગરમ ગરમ મોજીસની વહુ પીરસતી જતી હતી  .સેમસન શીરો ઝડપથી ખાવા માંડી ગયો  .ઉર્ધ્વનો ખાવાનો વારોજ આવવા નાદે   ઉર્ધ્વ સેમસન ઉપર ની દાઝથી સમ સમી  ગયો હતો  .એક વખત ગરમા ગરમ ભજીયાં  આવ્યાં   .ઉર્ધ્વે સેમસનનો  હાથ પકડીને ગરમ ભજીયાં  ઉપર મસળવા માંડ્યો  .સેમસન ચીસો પાડવા માંડ્યો  કે મારો હાથ મેમાન કાકાએ દ્ઝાડ્યો  .પોતાના વહાલા દીકરાની કરુણ ચીશોથી  મોજીસ અને એની વહુનું હૃદય વલોવાય ગયું  . બંનેને ઉર્ધ્વ ઉપર બહુ ગુસ્સો આવ્યો  .એને ઉર્ધ્વના બંને હાથ બાંધી કકળતા  તેલમાં  ઘાલવા ગયાં  ઉર્ધ્વ કરગરવા માંડ્યો કે  હું તમારી ગાય છું  મને માફ કરી દ્યો  .મોજીસ બોલ્યો અમે હિંદુ નથી  ,અમે તો ગાયને ખાઈ જવા વાળા  છીએ  ગમે તેમ તોય તું મારો મિત્ર છે એટલે તુને મારી નહિ નાખું પણ તે મારા દીકરાનો એક હાથ દજાડ્યો છે એટલે અમારા શાસ્ત્ર પ્રમાણે  કોઈ તમને આંદ્ગલીનો ખોદો  મારે તો  તેનું કાંડું કાપી નાખવું  .તમારો કોઈ એક માણસ મારી નાખે તો તમારે એના દસ માણસો મારી નાંખવાં  .એમ કહી મોજીસે  ઉર્ધ્વ નાં બંને હાથના પંજા કકળતા તેલમાં બોળી  દીધા  . અને પછી ઉર્ધ્વને કીધું  બોલ તુને તારે ઘરે મૂકી જાઉં કે નડિયાદ   તું મારો  મિત્ર  છે અને રહેવાનો છો  આતો તે મારા અભોર બાળકને  ક્રુરતાથી દજાડ્યો  એનો મેં એક નાનકડો બદલો લીધો છે  .

બાળકનો એક હાથ દજાડ્યો ,બાળકના બાપે બાળક દઝાડ નારના બે હાથ દઝાડીને બદલો લીધો .

DSCN0968DSCN0959

એક  યહુદીનો  રાબાઈ  અને એક હિન્દુનો ધર્મ ગુરુ  , યહુદીનું નામ મોજીસ  ,અને હિન્દુનું  નામ  ઉર્ધ્વ  , બંને વચ્ચે  ગાઢી  મિત્રતા    ,બંનેના  કુટુંબ  પડોશમાં રહે  ,એટલે નાનપણથીજ   ,મોજીસ અને ઉર્ધ્વ વછે પાકી દોસ્તી  .ઉર્ધ્વ આભેદ છેટ્માં જરાય માનતો નહિ
બંને એક બીજાના ઘરે જ્મી  લ્યે  .ફરક એટલોકે મોજીસનું કુટુંબ  માંસાહારી અને ઉર્ધ્વનું કુટુંબ શાકાહારી  એટલે જમવામાં  કાળજી રાખવી પડતી  . ઉર્ધ્વ ની વિશિષ્ટ પ્રકારની ચાલવાની ઢબ હતી  .માણસ સાઈકલ ઉપર જતો હોય  ત્યારે એનું શરીર ઊંચા નીચું  નોથાય  પણ  પેદલ ચાલનારનું શરીર ઊંચા નીચું થાય ખરું  .પણ આ ઉર્ધ્વની  ચાલ એવી કે એ ચાલતો જતો હોય  તોય સાઈકલ ઉપર જતો હોય એવું લાગે  . બીજું ઉર્ધ્વ નાનો હતો ત્યારે એવી વાતો કરતો કે  હું જ્યારે મોટો થઈશ ત્યારે મારા બાપા પહેરે છે  .એવી પંડિત જેવી પાઘડી પહેરીશ  ,
સમયને જતા વાર લાગતી નથી  .બંને જણા મોટા થયા  ,ધંધાર્થે   જુદે જુદે  ઠેકાણે રહેવા જતા રહ્યા  . મોજીસના લગ્ન થઇ ગયાં   ,મોજીસ એક દીકરાનો બાપ થઇ ગયો  .અને એવી રીતે ઉર્ધ્વ પણ બાળ બચ્ચાં  વાળો  ગૃહસ્થી થઇ ગએલો  .ઉર્ધ્વ વિરમગામ પાસેનાં નાનાં ગામડામાં રહે  .અને મોજીસ  અમદાવાદ રહે  .સંજોગો એવા હતા કે ત્રીસ ત્રીસ વરસનાં વાણાં વાઈ ગયાં  પણ એક બીજાને મળવાનો  મોકો મળેલો નહિ કે પત્ર વહેવાર પણ થએલો નહિ  .
એક વખત ઉર્ધ્વ ને લગ્ન પ્રસંગે નડિયાદ જવાનું થયું  ,એટલે એ નડિયાદ જવા માટે બસમાં બેસીને રવાના થયો   .વચ્ચે અમદાવાદ  બસ ઉભી રહી અચાનક મોજીસે  ઉર્ધ્વ ને જોયો  .એની ચકરી પાઘડી અને ચાલ ઉપરથી   મોજીસે ઓળખી લીધો કે આ ઉર્ધ્વ છે  .મોજીસ ઉર્ધ્વને એકદમ ભેટી પડ્યો  .ઉર્ધ્વ હેબતાઈ ગયો કે આ કોણ મને બાથે વળગી ગયો  .પછી  એક બીજા વચ્ચે ઓળખાણ  થઇ  મોજીસે ઉર્ધ્વને  કીધું  કે હવે મારે ઘરે ચાલ  ઉર્ધ્વ કહે મારે નડીયાદ જવું બહુ જરૂરી છે  .માટે હાલ હું તારે ઘરે નહિ આવી શકું  ,વળી કોઈ વખત  તારે ઘરે હું ખાસ આવીશ  . મોજીસ કહે પછીની વાત પછી પણ આજ તુને હું મારે ઘરે લઇ જવા વગર  રહેવાનો નથી   . તું જોતો ખરો મારો પાંચ વરસનો દીકરો  સેમસન  તુને જોઇને કેટલો વધો રાજી થશે  .સેમસનને તો મહેમાન બહુજ ગમે છે  .એ મેમાન ને જોઇને એની વાહે વાહે ફરે છે  .જમવા પણ એના ભેગો બેસી જાય છે  .
મોજીસના આગ્રહને આધીન થઇ  .ઉર્ધ્વ મોજીસને ઘરે ગયો  .મોજીસની વહુએ લીંબુ વરીયાળી  નાખીને  શરબતનો મોટો ગ્લાસ ભરીને ઉર્ધ્વને
પીવા આપ્યો   . પછી પોતે રસોઈ તૈયાર કરવા રસોડામાં ગઈ  .સેમસન ઉર્ધ્વના ખોળામાં બેસી જાય એની ચકરી પાઘડી પોતાના માથા ઉપર મૂકી દ્યે  .ઉર્ધ્વને  સેમસનની આવી હરકતોથી કંટાળો આવતો હતો પણ તે કંઈ બોલી શકતો નોતો   .પણ ઉર્ધ્વને  સેમસન ઉપર ઘણી ખીજ ચડતી હતી  ,
પછી મોજીસની વહુએ  સૌ  ને  જમવા બોલાવ્યા  .સેમસન ઉર્ધ્વ ના ભાણા  માં જમવા બેસી ગયો  .શીરો પૂરી અને ભીંડાનું શાક પીરસાઈ  ગયું  .અને ભજીયાં  ગરમ ગરમ મોજીસની વહુ પીરસતી જતી હતી  .સેમસન શીરો ઝડપથી ખાવા માંડી ગયો  .ઉર્ધ્વનો ખાવાનો વારોજ આવવા નાદે   ઉર્ધ્વ સેમસન ઉપર ની દાઝથી સમ સમી  ગયો હતો  .એક વખત ગરમા ગરમ ભજીયાં  આવ્યાં   .ઉર્ધ્વે સેમસનનો  હાથ પકડીને ગરમ ભજીયાં  ઉપર મસળવા માંડ્યો  .સેમસન ચીસો પાડવા માંડ્યો  કે મારો હાથ મેમાન કાકાએ દ્ઝાડ્યો  .પોતાના વહાલા દીકરાની કરુણ ચીશોથી  મોજીસ અને એની વહુનું હૃદય વલોવાય ગયું  . બંનેને ઉર્ધ્વ ઉપર બહુ ગુસ્સો આવ્યો  .એને ઉર્ધ્વના બંને હાથ બાંધી કકળતા  તેલમાં  ઘાલવા ગયાં  ઉર્ધ્વ કરગરવા માંડ્યો કે  હું તમારી ગાય છું  મને માફ કરી દ્યો  .મોજીસ બોલ્યો અમે હિંદુ નથી  ,અમે તો ગાયને ખાઈ જવા વાળા  છીએ  ગમે તેમ તોય તું મારો મિત્ર છે એટલે તુને મારી નહિ નાખું પણ તે મારા દીકરાનો એક હાથ દજાડ્યો છે એટલે અમારા શાસ્ત્ર પ્રમાણે  કોઈ તમને આંદ્ગલીનો ખોદો  મારે તો  તેનું કાંડું કાપી નાખવું  .તમારો કોઈ એક માણસ મારી નાખે તો તમારે એના દસ માણસો મારી નાંખવાં  .એમ કહી મોજીસે  ઉર્ધ્વ નાં બંને હાથના પંજા કકળતા તેલમાં બોળી  દીધા  . અને પછી ઉર્ધ્વને કીધું  બોલ તુને તારે ઘરે મૂકી જાઉં કે નડિયાદ   તું મારો  મિત્ર  છે અને રહેવાનો છો  આતો તે મારા અભોર બાળકને  ક્રુરતાથી દજાડ્યો  એનો મેં એક નાનકડો બદલો લીધો છે  .