Category Archives: પ્રકાર

આતાની ૯૮ મી વર્ષગાંઠ

       ૧૯૨૧ની સાલમાં જન્મેલા આતાની ‘જન્મતારીખ આજે છે.’ –  એવો સંદેશ ગૂગલ મહારાજે ૧૫મી એપ્રિલે મોકલ્યો. એમની સાથેના સ્નેહ ભર્યા સંબંધની જૂની યાદો તાજી થઈ ગઈ – આતા યાદ આવી ગયા. એ બેભાનાવસ્થામાં  જન્મદિનની વધામણી પાઠવતો ઈમેલ બનાવવા માઉસ પર આંગળી મૂકી, ન મૂકી અને તરત ભાન પાછું આવ્યું કે, સ્વર્ગમાં થોડો જ ઈમેલ પહોંચવાનો?

      પછી આ અદકપાંસળી જીવને સૂઝ્યું કે, આમેય બધા ઈમેલો, ફોન સંદેશ, ફેબુ/ વોએ/ લિન્ક્ડ ઈન/ ઇન્સ્ટાગ્રામ/ ટ્વિટર ટ્રાફિક અને આતાના માનીતા બલોગડા આતાની હારે વાદળોમાં જ ને?! તો શીદને મિત્રોની સલાહ ના લઉં  કે, આવું કાંઈ થાય?! 

      અને એક ઈમેલ એમના મિત્રોને ઠપકારી દીધો –

હરગમાં ઈમેલ જાય?!

         અને બાપુ ! જો જામી છે રંગત….

      મિત્રોના ઢગલે ઢગલા પ્રેમ પુષ્પો  બે દિવસ ઠલવાતા જ રહ્યા…ઠલવાતા જ રહ્યા… એ સઘળાંનું સંકલન કરી, આતાને આ પ્રેમસભર શ્રદ્ધાંજલિ ફરી એક વખત….


પી.કે.દાવડા 

આતા ત્યાં પણ નવા મિત્રો બનાવી બર્થ ડે ઉજવતા હશે !  સુરેશભાઈએ યાદ અપાવી અને આતાને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ મળી ગઈ.

સુજા

ના,  અપ્સરાઓ હારે મશગૂલ હશે !

રિતેશ મોકાસણા

     આતાને વધાઈ સાથે શ્રદ્ધાંજલી ! મને હર્ષ છે કે, આતાની બુક એમના પુત્ર શ્રી દેવ ભાઈ જોશીને હસ્તગત થઇ ચુકી છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસે

જરૂર જાય. ફક્ત ઇન્ટરનેટને બદલે અલ્ટ્રા નેટ જોઈએ.આ અલ્ટ્રાનેટના અદૃશ્ય તાર મન સાથે જોડાયેલા હોય તો. આપણે બધા આતા સાથે અલ્ટ્રાનેટથી જોડાયા હતા. દરેકની સાથે તેમણે અંતરના સ્નેહતારથી જોડ્યા હતા. મારી સાથેતેમને વિશેષ લાગણી હતી કેમ કે અમે બંને ફૌજી હતા. તેઓ veteran તરીકે મારા સિનિયર તેથી જ આ સંબંધ બંધાયો હતો.આતાને સલામ.

ચિમન પટેલ – ‘ચમન’

સરસ કલ્પના!

વલીભાઈ મુસા

છેલ્લી અમારી મુલાકાત ટાણે તેમણે વાયદો કર્યો હતો કે નેક્સટ ટાઈમ તેઓ મારા મહેમાન બનશે અને જીવનભરના નિયમોને અવગણીને મારી ઇચ્છા મુજબનુ જમશે. ડો. રાજેન્દ્ર ત્રિવેદી સાક્ષી છે. એમને બાફેલા ખોરાકમા પાણી રેડીને સબડકા મારતા જોઈને મે કહેલુ કે ભલે તમે મળવા આવજો, પણ આવા ભોજનનુ દાવત મારાથી નહિ થાય. કોઈ મેઈલ કરો તો મારી વાતની યાદ અપાવશો.

રમેશ પટેલ ( આકાશદીપ)

પૂ.આતા એટલે સ્વયં આનંદ – મસ્તી ને મૈત્રીનો ઓટલો. શત શત વંદન પરમધામે.

પ્રજ્ઞા વ્યાસ

HJ.jpg
એક મઝાની વાત રહી ગઇ.તેમને ઉર્દુ લખાણ ગમતા અને તેમને ગમતા લખાણોની ચર્ચા કરતા તે મા સુજાએ ચાલુ રાખેલ બ્લોગ આતાવાણીમા માણી શકાશે આજે તેમને સ્મરણાંજલી માં
قید حیات و بند غم ، اصل میں دونوں ایک ہیں

موت سے پہلے آدمی غم سے نجات پائے کیوں؟          

بازیچہ اطفال ہے دنیا میرے آگے

ہوتا ہے شب و روز تماشا میرے آگے

 

نہ ستائش کی تمنّا نہ صلے کی پروا

گر نہیں ہیں مرے اشعار میں معنی نہ سہ

 

اگ رہا ہے در و دیوار سے سبزہ غاؔلب

ہم بیاباں میں ہیں اور گھر میں بہار آئی ہے

वास्तव में, ये दोनों ही जीवन और दुःख के कैदी हैं

मृत्यु से पहले मनुष्य को दुःख से छुटकारा क्यों मिला?

 

दुनिया मेरे आगे है, यह दिन और रात को हो रहा है

 

प्रशंसा की इच्छा की परवाह मत करो

मेरे दिल में मत गिरो

 

यह दीवार से सब्जी तक उठ रही है

हम जंगल में हैं और घर पर आ गए हैं

 

વિનોદ પટેલ

આતાજીની ખોટ હમ્મેશાં વર્તાતી રહેશે. આતાજી મિત્રો સાથે ઈ-મેલમાં દિલ ખોલીનેએમના દિલની વાત રજુ કરતા હતા જેમાં એમનો રમુજી અને નિખાલસ સ્વભાવ જણાઈ આવતો હતો.દા,ત.  

આતાજીએ તારીખ પ મી જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ , એટલે કે એમના દુખદ દેહ વિલયના ૧૦ દિવસ પહેલાં મને નીચેનો ઈ-મેલ પાઠવ્યો હતો એમાં એમણે મહિલાઓને એમની ઉંમર લોકોને કહેવાનું ગમતું નથી એ વિષે એમના મહિલાઓ સાથેના અનુભવોના દાખલાઓ આપી લખ્યું હતું. .તેઓએ લખ્યું હતું કે …
 

 ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી “ ઈ-મેલના અંતમાં એમણે એમનો રચિત આ શેર લખ્યો હતો.  

रंग बदल जाते है  जज्बात बदल  जाते है ।   वक्त पे इंसानके ख्यालात  बदल जाते है  
આખો ઈ-મેલ આ પ્રમાણે છે.
 

himatlal joshi <hemataata2001@yahoo.com>

Tovinodbhai patel

jan 5 2017 at 2:30 AM
 
પ્રિય વિનોદભાઈ
 
હું નાનો હતો , ત્યારેવસ્તી ગણતરી થઇ  . મારા ગામમાં આ કામ મારા બાપાને કરવાનું હતું.એક માજીનીસાથે એનો દિકરો પણ આવેલો . ગામડામાંએકબીજાને ઓળખાતા હોય.બાપાપોલીસપટેલએમનેથોડું ઘર ઘર જઈનેનોંધ કરવાની હોય . બાપાએગામમાંસાદ પડાવેલોકેકાલેસાત કામ પડતા મૂકીનેડેલીએ નોંધણીકરાવવાજવાનું છેલોકો બાળ ગોપાલ સાથે આવ્યાં . એકમાજીને બાપાએ પુચ્છ્યું  . બેન તમારી કેટલી ઉંમર છે  .  એંસીક વરસનામાજી બોલ્યાં સાઠેક વર્ષની હશે  .  એના દિકરાને પૂછ્યું  .  તારી કેટલી ઉંમરછે   .  દિકરોપોતાની જન્મ તારીખ સાથે બોલ્યો  . 61 વરસ  .  બાપાએ માજીને પૂછ્યું  .  માજી તમારી ઉંમરવધારે હોવી જોઈએ .  માજી બોલ્યાં તમે મને ઘરડી સમજો છો? (ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી)  .  
એક મહેસાણાજિલ્લાની બેન મારી ઓળખીતી હતીતે  57 વરસની ઉંમરનીહતી   .  મારાથી તેમને એક દિવસપહેલાની હેપી બર્થ ડેકહેવાય ગઈ  . તે બોલી કાકા તમે મને એક દિવસ મોટી કરી દીધી   .આ બેનધાર્મિકવૃત્તિનાદેખાતાં હતાં  .  તેણે છુટ્ટા છેડા લીધેલા હતા   .  તેની સાથે મારે વધારે પરિચય થયો   .   અમેરિકન છોકરીઓથી પણવધુ મારી સાથેછૂટથી વર્તેલી  .  તમારી સાથેએવી વાતો કરતાં જીભ ન ઉપડે અને તમને પણમને એવું પૂછતાંજીભ ન ઉપડેએવી વાતો એણે મારી પાસેથી ઓકાવેલી  . હવે જોજો એક વખત મનેએણે કોમ્પ્યુટરબાબત પ્રશ્ન પૂછ્યો  . એ કોલેજ ગ્રેજ્યુએટ.મેં એનેસાચો જવાબ આપ્યો   .  પછી મને એણે વાત કરીકે કાકા મેં મારી બેનપણીને પણ શીખવ્યું  .  . મેં તેને પુચ્છ્યુંતુને કોણે શીખવ્યું  ?  તેણે જવાબ દીધો  .  મારા એક કાકા છે  , એણેમને શીખવ્યુંછે   .  મેં કીધું તારા કાકા તોઅભણછે  .  તે બોલી તે અભણ નથી  .  એણે એની જુવાનીમાંકેટલીયછૉકરીયુંને ઉઠાંભણાવ્યાછે  ,  આ બાઈએપોતાનું સરનામું ફોન ઈ મેલ અડ્રેસ્સબધું જ બદલી નાખ્યુંછે  .  દરેક મિત્રોથી સંપર્કતોડી નાખ્યો છે  .  આ બાઈની મનેમુરજી ભાઈએઓળખાણ કરાવેલી  . જે મુરજી ભાઈનોહું 16 દિવસ મહેમાનબનેલો   . 
 
रंग बदल जाते हैजज्बात बदलजाते है
वक्त पे इंसानके ख्यालातबदल जाते है  .  .    
 
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta                
Teachers open door, But you must enter by yourself. 
આતાજીના આવા ઘણા ઈ-મેલ મેં હજુ ફાઈલમાં સાચવી રાખ્યા છે.એમના સ્વભાવ પ્રમાણે બીજા મિત્રોને પણ તેઓએ ઘણું લખ્યું હશે જ .

પ્રવીણકાન્ત શાસ્ત્રી

મારા વ્હાલા વ્હાલા મિત્રો,

હું અહિ સ્વર્ગની  અનેક અપ્સરાઓની સેવાઓ સાથે સુખી સંપન્ન છું. અને મારી બર્થ ડે મનાવી રહ્યો છું. તમે બધાએ તમારા પ્રેમમાં ફસાવીને સ્વર્ગના સુખથી ઘણાં વર્ષો વંચિત રાખ્યો હતો. મોડું તો મોડું પણ હવે કાયમનું સુખ છે.
મેં મારો વિગન ડાયેટ છોડી દીધો છે. હવે ઘી, દૂધ, મલાઈ માખણનો પ્રસાદ આરોગું છું. પણ મારા સુખની ઈર્ષ્યા કરીને કોઈએ અહિં મારા સુખમાં ભાગ પડાવવા દોડી આવવાની જરૂર નથી.
બહાર બોર્ડ લગાવડાવ્યું છે. આતાના કોઈ મિત્રે ૧૦૦ પહેલાં  સ્વર્ગ માં ઘૂસ મારવી નહિ.

સૌ મિત્રોને આતાના શુભાશિષ.

શાસ્ત્રી સુજાને કહેજો કે મારા બ્લોગને સાચવજો, પણ મારા નામે ઘાલમેલ ના કરશો. રિતેશભાઈને ખાસ થેન્ક્યુ પહોંચાડશો.
 

(આતાનો મને મળેલો એક ઈ મેઇલ)

મહેન્દ્ર ઠાકર

sureshbhai has started this mail on Our Beloved ATAA’s Birthday and we got warming response by all friends..

i too had his mail before 2-3 days as some interview he was to give so to help him to put on net..
He has shared also some intimate moments as shared with vinod bhai.
Till last moment he was hail and hearty.
and last but not least we are happy to receive his Altra communication to Pravinbhai
and now have to wait till100 years- century completion….
many hearty memories of AATaA
– ડૉ. નિમિત્ત ઓઝા
સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા.
સંબંધો, સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે.
હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન હોય છે.
એક નિર્જીવ શરીર,
એ શરીરને ખુશી ખુશી ગુડબાય કહી રહેલો આત્મા
અને કેટલાક ઋણાનુબંધ.
આ પૃથ્વી પરથી અનિશ્ચિત સમયે આપણને લઈ જનારી કાયમી ઉડાનમાં બહુ ઓછી વસ્તુઓ પરમીટેડ હોય છે.
શક્ય છે કે એ ફ્લાઈટની ટીકીટ કોઈએ સ્પોન્સર કરેલી હોય કારણકે મૃત્યુ જાતે કમાઈ શકીએ, એટલા સક્ષમ અને સમર્થ કદાચ ક્યારેય નહીં થઈ શકીએ. આપણે બેઠા હશું ઈકોનોમી ક્લાસમાં અને આપણા કર્મો વટથી બિઝનેસ ક્લાસમાં સફર કરતા હશે.
વિન્ડો-સીટ પર બેઠેલા આપણી આસપાસનું જગત સંપૂર્ણ અપરિચિત હશે. બારીની બહાર હશે એક એવી દુનિયા જે આપણે ક્યારેય નિહાળી નહીં હોય અને બાજુમાં બેઠેલી હશે એક એવી વ્યક્તિ જેને આપણે ઓળખતા પણ નહીં હોઈએ.
એ ક્ષણે આપણી સાથે ફક્ત એક જ વસ્તુ હશે. આ દુનિયા પર આપણે વિતાવેલો સમય.
મૃત્યુની રાહ જોઈને પથારી પર પડ્યા હોઈએ ત્યારે ભૂતકાળની કોઈ વાતો યાદ કરીને આપણે ખડખડાટ હસી શકીએ, તો સમજવું કે આપણે જીવેલું સાર્થક છે.
મરતી વખતે સૌથી ધનવાન વ્યક્તિ એ જ કહેવાય છે જેની પાસે ખૂબ બધી યાદો, વાતો અને વાર્તાઓ છે.
જે માણસ જિંદગીમાં ક્ષણો કમાઈ નથી શકતો, એ સૌથી મોટો બેરોજગાર છે. સમયના ભોગે કમાયેલા પૈસા કરતા, પૈસાના ભોગે કમાયેલી ક્ષણો અને યાદો છેલ્લા શ્વાસ સુધી યાદ રહેતી હોય છે.
જતી વખતે ઘણું બધું સાથે આવશે.
દરિયા કિનારે ગાળેલી એક સાંજ,
પ્રિય વ્યક્તિના ખોળામાં માથું મૂકીને કરેલી વાતો,
મિત્રો સાથેની લોંગ ડ્રાઈવ,
આખી રાત સુધી ચાલેલી વોટ્સ-એપ ચેટ અને ગમતી વ્યક્તિઓ માટે કરેલા ઉજાગરા.
આપણે ખાલી હાથે નથી જવાનું. ખૂબ બધી યાદો ભરીને જવાનું છે.
મમ્મીની ગરમાગરમ રોટલીઓ,
પપ્પાએ કરેલું હગ,
ગર્લ-ફ્રેન્ડ સાથેનું કેન્ડલ લાઈટ ડિનર
અને મિત્રોની મીઠી ગાળો.
સાથે આવશે એવી પાર્ટીઓ જેમાં ભાન ભૂલીલે નાચેલા,
એવા રસ્તાઓ જ્યાં મિત્રો સાથે ભૂલા પડેલા.
ઘણું બધું સાથે આવશે.
હસતા હસતા જમીન પર આળોટેલા એવી કેટલીક જોક્સ અને રમૂજી પાત્રો.
થોડા સિક્રેટ મેસેજીસ અને કેટલાક ખાનગી પત્રો.
કોઈએ આપેલું પહેલું ગુલાબ,
કોઈએ આપેલો ‘હા’નો જવાબ.
કોઈની પ્રતીક્ષામાં ગાળેલા કલાકો,
કોઈના વિરહમાં વીતાવેલા દાયકાઓ.
કોઈ છેક સુધી ન મળી શક્યાનો અફસોસ,
તો કોઈ મળ્યા પછી વિખુટા પડી ગયાનો રંજ.
ગમતા સ્વજનો,
દોસ્ત અને દિલદાર.
છેક સુધી યાદ રહેશે હારેલી બાજીઓ અને રમેલા જુગાર…
માનવ અવતાર લીધા પછી જ્યાં ખુદ કૃષ્ણ આટલું બધું ઇવેન્ટફૂલ જીવ્યા હોય, એ ધરતી પર આપણી વાર્તાઓમાં પણ ક્યાંય કચાશ ન રહેવી જોઈએ. જેમાં એકપણ ઘટના ન હોય, એને સમાધિ કહેવાય. જીવતર નહીં.
એ વ્યક્તિ ભરપૂર જીવ્યો કહેવાય જેના ગયા પછી એના જીવન પર નવલકથા લખી શકાય,
મૃત્યુનોંધ નહીં.

જુગલકિશોર વ્યાસ

આતાજીને શ્રદ્ધાંજલી સાથે વંદના અને તેમની કેટલીક યાદો :

કનક રાવળ

મારોતો  તેમની સાથે મોટાભાઇ -નાનાભાઇ જેવો સબંધ હતો એટલે હિમ્મતભાઈ -કનકભાઈનો નાતોં રહ્યો હતો..
તેમની ખોટતો ક્યારેય પુરાશે નહીં. અમારી ભાવનગરી ભાષામાં તો “ઈ તોં મોટાભાઇ, જેવો ભડ  તેવોજ મુલાયમ આદમી.
ઈતોં  જ્યાં હોય ત્યાં ડાયરા જમાવતો હશે. પોપટ આંબાની ડાળ ને સરોવરની  પાળ કેરિયું  ખાય ને ગોટળા ઉલાળતો હશે.
ભણતર કરતાં ગણતર મોટું તેનું સચોટ ઉદાહરણ.”
જય હો આતા !

ઉત્તમ ગજ્જર

આતા ! આતા !!

તમારી બર્થ ડે નીમીત્તે, અહીં તમારા મીત્રોએ, (જેમણે ટીકટ બુક કરાવેલી જ છે તમારી પાસે આવવાની; પણ રીઝર્વેશન પેન્ડીંગ છે એવા) તમને આપેલી અંજલી સાચે જ ભાવાદર પુર્ણ છે. તેવા સૌને તમારા વતી ધન્યવાદ..

પણ તમારા આ સાહીત્યકાર મીત્ર પ્રવીણ શાસ્ત્રીજીએ તમને અર્પેલી અંજલી ‘આતાનો મને મળેલો એક ઈ મેઇલ.’ વીશીષ્ટ અને તેથી જ શ્રેષ્ઠ છે. આહાર–વીહાર–માન્યતા વીશે જિન્દગીની વાસ્તવીકતાયે તે બતાડે છે અને મોઘમ રીતે તમારા બ્લૉગમાં ઘાલમેલ ન કરવાની લાલ બત્તીયે ધરે છે..વળી, તમારા વતી રીતેશનો આભાર માનવાનુંયે તેઓ ચુક્યા નથી..

ચાલો, હવે આવતે વર્ષે આજ દીને ફરી મળીશું, મેલ દ્વારા.

આતાને રુબરુ ‘હેપી બર્થ ડે’ કહેવા ત્યાં દોડી જવાની કોઈએ ઉતાવળ કરવાની નથી.

..ઉ.મ..આ મેલ તો તમને મોકલું જ છું.. મળશે કે ? મળે તો જવાબ લખજો..

સુરેશ જાની

પ્રિય પૃથ્વી વાસી મિત્રો
    પ્ર્રુથ્વી સાથેનો મારો બધો વ્યવહાર મને માત્ર ચિત્રગુપ્ત મારફત જ થાય છે. એની સેન્સર ડિક્ટેટરશીપ અસહ્ય છે. પણ એ સહ્યા વિના કોઈ આરો નથી. અલબત્ત એ સારો જણ એ દુઃખ ભુલાવવા બીજી (!) સવલતો આપે છે, અને એમાં હું વ્યસ્ત છું, એટલે ખાસ કોઈ તકલિફ નથી !૧
      ચિત્રગુપ્ત માત્ર મારા ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) ના જ ઈમેલ સંદેશા મોકલે છે. એના મારફત મળેલા સંદેશામાં આ પરવીનનો સંદેશો મને બહુ ગમી ગયો. એ મને દુનિયાવાસી હૂર પરવીન બાબીની યાદ અપાવી ગયો. તમે બધા પણ મને આટલા બધા યાદ કરો છો, એ જાણી ફરી જનમ આપવા ચિત્રગુપ્તને વાત કરું કે ના કરું ? – એમ મને વચાર આવે છે. પણ હાવ નાનો બાબલો બની દુનિયના  કોઈ ખૂણે કોઈ  માને ધાવતો હોઉં ત્યાં તમારો મેળાપ શી રીતે થાય? – એ વિચારે મેં પા્છા આવવાનો વચાર માંડી વાળ્યો છે !
– તમારો આતો !
image.png
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

દીવાદાંડી સમ દેશિંગા

         આપણા વ્હાલા ‘આતા’ એ આ બ્લોગ પર સિરિયલ તરીકે લખેલી, એમના વતન દેશિંગાની વાતો હવે ઈ-બુકના રૂપમાં, એમના માનસપુત્ર જેવા શ્રી. રીતેશ મોકાસણાએ પ્રસિદ્ધ કરી છે.

અહીંથી એ ડાઉન લોડ કરી શકશો.

          આનંદની વાત એ પણ છે કે, આ પુસ્તક હવે છપાઈ પણ ગયું છે. એનાં આગળ અને પાછળનાં પાનાં  આ રહ્યાં –

DSD1…….DSD2

બાળ વાર્તાઓ

       ઈન્ટરનેટ ઉપર ઘણી બધી બાળવાર્તાઓ હવે મળી જાય છે. જેટલી મળી એટલી વાર્તાઓનું એક  પ્રવેશદ્વાર  (portal)  બનાવ્યું છે, અને તે પણ ખાસંખાસ બાળકોના બ્લોગ ઉપર …

gpp_ev_hdr

આ ચિત્ર પર ક્લિક કરો.

અને…..અંગ્રેજી બાળ વાર્તાઓના પણ બહુ મોટા ખજાના નેટ ઉપર છે. થોડાક ભેગા કરેલા આ સરનામે ……

stories_11

આ ચિત્ર પર ક્લિક કરો.

Read more of this post

આતાવાણી – નવા ક્ષિતિજમાં

‘આતા’ની વિદાય ના માતમને એક મહિનો પૂરો થયા પછી…

‘આતા’ અને ‘આતાવાણી’ના ચાહકોને ખુશ ખબર…

આતાવાણી જિવંત રહેશે.

‘આતાવાણી’ના સંચાલક તરીકે સૌ મિત્રો અને વાચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આતાની ત્રીજી પેઢીના હોય તેવા, માત્ર એકત્રીસ વર્ષના  શ્રી. મૌલિક રામી આજથી ‘આતાવાણી’ ના તંત્રી તરીકે જોડાયા છે.

     નેટ જગત પર મૌલિકનો પરિચય આપવાનો ન જ હોય.  પણ આ રહી એ તરવરતા તોખારની વેબ સાઈટ –

maulik_1

આ ‘લોગો’ પર ‘ક્લિક’ કરો.

મૌલિકના વિચારોની એક ઝલક…

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

    વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
      નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
     મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
     કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
     વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
    કારણકે,

વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિકના રૂપાળા વિચારોનો એથી ય  રૂપાળો દેહ –

mau12

છેલ્લે…… નોંધી લેવા જેવી વાત –  મૌલિકનો ખાનદાની વ્યવસાય છે – ફૂલો વેચવાનો. અને મૌલિકનો વ્યવસાય છે -પશ્ચિમી સંગીતની સાધના, શિક્ષણ અને પ્રસાર ! જર્મનીમાં તેણે આ અંગે તાલીમ લીધેલી છે.

આટલી ઓળખ પછી…… હવે પછીની સામગ્રી મૌલિક રામી જ અહીં આપશે.

આતા નથી, પણ…..

      આતા નથી,  પણ…..

આતાવાણી છે!

કાળા નહીં …. આતાને બહુ ગમતા ફૂલ ગુલાબી અક્ષરે…. આતાવાણી છે  જ !

     આતાનો આ લખનાર ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તેમણે તેને આતાવાણીનો માત્ર તંત્રી જ બનાવ્યો ન હતો. એમની અસીમ કૃપાથી આ જણ એનો સંચાલક છે.

      એ પદની આમન્યા અને ફરજ જાળવીને નીચેના અગત્યના નિર્ણયો….

  1. આતા નથી પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે.
  2. આવતીકાલથી શરૂ કરીને એમનાં સંસ્મરણો અહીં આંતરે દિવસે પ્રગટ કરવામાં આવશે. પહેલું સંસ્મરણ આ જણનું આવતીકાલે…
  3. જે જે મિત્રો, સગાંઓ, સંબંધીઓને આતાના સંસ્મરણો રજુ કરવા હોય, એમના તરફની લાગણી પ્રદર્શિત કરવી હોય તે મને સામગ્રી મોકલશે, તો એ અહીં કોઈ જાતની સેન્સરશીપ/ કાપકૂપ કે સુધારા વિના રજુ કરવામાં આવશે. આ લાગણી અને ભાવની વાત છે, માટે ભાષા બાબત  પણ કોઈ નિયમન રાખવામાં નહીં આવે. અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં લખાણ મને મોકલી આપવા સૌને ઈજન છે.
    sbjani2006@gmail.com
  4. તમારા ભાવને મ્હોરવા દઈને પ્રસિદ્ધ કરવાની સામગ્રી કોઈ પણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે – લખાણ, ફોટા, વિડિયો, ચિત્રો વિ.
  5. ૧૫ મી ફેબ્રુઆરી સુધી આ સિલસિલો જારી રહેશે. તે બાદ આતા જીવતા હોત, તો તેમને પસંદ આવે તેવી સામગ્રી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
  6. જો કોઈને આતાવાણીનું તંત્રીપદ સ્વીકારવા અને એ જવાબદારી અદા કરવા મરજી હોય,  તો તે આ લખનારને જણાવે. એમને સાથી બનાવવાનું ગમશે.
  7. આ ઉપરાંત… ‘આતાવાણી’ને જિવંત રાખવા તમારાં સૂચનો પણ અહીં પ્રતિભાવ રૂપે આપી શકો છો.

418493_398735700152681_1826065604_n

કઈ દિશામાં જઈ રહ્યા છો? આતા!
સ્વર્ગ સર કરવા? !

આતા હવે નથી

aataa

સૌ નેટ મિત્રોને આઘાત આપે તેવા સમાચાર.

મિત્રો,
      હમણાં જ દેવ જોશી નો ફોન હતો.

      એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે  જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.
– પ્રવીણ શાસ્ત્રી.

મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.

આતા  મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.

પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.

આતાનો પરિચય…

જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ ‘ આતાવાણી’

તેમની જીવનકથા – તેમના શબ્દોમાં

૯૦ વરસના જુવાનનો પરિચય આપતો એક લેખ

શ્રી.પી.કે.દાવડાએ લખેલ સરસ લેખ

———–

ઉપનામ

  • આતાઈ

જન્મ

  • ૧૫, એપ્રિલ-૧૯૨૧, દેશિંગા ( તા. માણાવદર, જિ. જૂનાગઢ )

અવસાન

  • ૧૫, જાન્યુઆરી -૨૦૧૭, મોરિસ ટાઉન, ટેનેસી

કુટુમ્બ

  • પિતા – જટાશંકર; માતા – ઝવેરબેન; ભાઈ – પ્રભાશંકર; બહેનો – હેમકુંવર, સ્વ. રાધા, સ્વ. માણેક
  • પત્ની– સ્વ. ભાનુમતી; પુત્રો – હરગોવિંદ ( દેવ – તેમનું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન) , સતીશ; પુત્રી– જયા

અભ્યાસ

  • પાંચ ધોરણ સુધી – દેશિંગામાં
  • છ અને સાત ધોરણ – મરમઠ

વ્યવસાય

  • ભારતમાં – ૧૯૪૨ થી ૧૯૪૭ – મિલીટરી, ૧૯૪૭ – ૧૯૬૯ અને ૧૯૭૧ થી ૧૯૭૪ પોલિસ ખાતું
  • અમેરિકામાં – ૧૯૭૪ થી ૧૯૮૫ –  વિવિધ નોકરીઓ, મોટા ભાગે છેલ્લે સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • મિલીટરીમાં હાલના પાકિસ્તાન અને દેશમાં વિવિધ જગ્યાએ જાતજાતના અનુભવો
  • પોલિસ ખાતામાં અમદાવાદ અને અંબાજી ખાતે જાતજાતની કામગીરી, એ દરમિયાન બકરીઓ પણ પાળી હતી.
  • અમેરિકા આવ્યા  બાદ સાહિત્ય રસ કેળવાયો અને ઉર્દૂ અને અરબી ભાષા પણ શિખ્યા. ઉર્દૂ લીપીમાં પણ લખતાં શિખ્યા.
  • આશરે ૪૦ વર્ષથી અમેરિકા રહેતા હોવા છતાં હજુ અમેરિકન નાગરિક બન્યા નથી.
  • સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ
  • ૧૯૯૬ સુધી ન્યુ જર્સી અને ન્યુ યોર્ક રાજ્યોમાં અને ત્યાર બાદ એરિઝોના રાજ્યમાં વસવાટ

હોબી

  • ખજુરના ઠળિયા, નાળિયેરની કાચલી, વિવિધ ફળની સૂકાયેલી છાલ, છીપ વિ. માંથી માળા, પટ્ટા, ટોપી વિ. બનાવવા
  • વિવિધ ચીજોમાંથી જાદુના ખેલ માટેનાં સાધનો બનાવવા અને બતાવવા
  • સાપ, નાગ, વીંછી જેવા જાનવરોને કોઈ સાધન વગર પકડવા

રચનાઓ

  • અતાઈના અનોખા સ્વાનુભવો, અતાઈના આપજોડિયાં, વડીલોની વાતો, આધી હકીકત  આધા ફસાના

છંદ

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

       હું એક છંદ લખું છું  . ક્યા કવિએ બનાવ્યો છે તેની ખબર નથી . એ કેટલે અંશે સાચું હોઈ શકે એ  આપ નક્કી કરજો

       શિવાલય  માં શિવનો દીકરો ગણપતિ હોય એનું વાહન  ઉંદર  જગદંબા પાર્વતી માનું વાહન વાઘ  એ પણ શિવાલયમાં વિરાજમાન હોય  શિવનું આસન વાઘની ચામડું ઓતારડી  ને  બનાવ્યું હોય  શિવનું વાહન આખલો હોય, બધા  શિવાલયમાં હોય  શિવના  ગળામાં નાગ હોય  એનો ખોરાક ઉંદર  , અંબામાના વાહનનો ખોરાક  આખલો, શિવના મસ્તક ઉપર  ચંદ્ર  જે અમૃતથી ભરેલો હોય   . અને આપ જાણો છોકે  અમૃતનું કામ મ્રેલની જીવિત કરવાની છે   . બધા મંદિરમાં હોય પણ  શિવની ધાક એવી કે  કોઈ ઊંચું માથું નો કરે   એક વાત એવી છેકે  કેટલીક  સ્ત્રીઓને  એવું મનમાં હોય છે કે  પોતાનામાં પોતાના પતિ કરતા કંઈક  વિશેષતા છે  .  હું જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ગામ નુંનારાળા એક સ્નેહીનો મહેમાન બન્યો   . શિયાળાના દિવસો હતા  ગૃહિણીએ મને  અડદિયા  લાડુ અને  ગાંઠિયા  નાસ્તામાં આપ્યા  મેં એવું અનુમાન કર્યું કે  લાડુ ઘરધણી ચંદુએ બનાવ્યા હશે  . આ બાજુ વધારે પડતું રાંધવાનું હોય એ પુરુષો બનાવતા હોય છે  .  પણ બૃહસ્પતિ દાદાના  કહેવા પ્રમાણે  અનુમાનો ઘણી વખત  ખોટાં પડતાં એ પ્રમાણે મારું આ અનુમાન ખોટું હતું   લાડુ ચંદુની વાઈફે બનાવ્યા હતા   . મેં ચંદુની  પ્રશંશા કરી કે  ( ચંદુ મારો  દુરનો ભત્રીજો થાય  ) ચંદુ  તે લાડુ બહુ સરસ બનાવ્યા છે  .  ચંદુ મનમાં મલક મલક હસવા માંડ્યો પણ એવું નો બોલ્યો કે  કાકા લાદી મેં નથી બનાવ્યા  પણ મારી ઘર વાળીએ બનાવ્યા છે ,  મારું બોલવાનું સાંભળી  ચંદુના પત્ની  તુર્ત મારી પાસે આવ્યાં . અને  થોડા ભારે અવાજથી બોલ્યાં  કાકા લાડુ મેં બનાવ્યા છે મેં  એને ચોખા બાફતા પણ ક્યા આવડે છે?

 હવે કોઈ અજ્ઞાત કવિ  નો છંદ વાંચો  .

भस्म लगावत  शंकरको  अहि लोचन बिच पड़ी जरीके
अहिकि फुफकार  शशिको लगी तब अमृत बिंदु पड्यू  धरपे
ताहिको छाही वाघम्बर  जागत हा हां  कार  मच्यो  शिव मन्दिरमे
 देखि सुरभि सूत भाग्य चल्यो तब गौरी  हंसी  मुख्य युँ करके

sp

માં પાર્વતી  શિવજી ન જુવે એમ જરાક ત્રાંસુ  મોઢું કરીને હસી  ગ્યાં   કેમકે  પોતાના વાહનથી  પોતાના પતિનું વાહન આખલો  ભયભીત થઈને  ઊંચું પુંછડું  કરી  હળી  કાઢીને ભાગી ગયો   .  પદ્મશ્રી  દુલા ભાયા કાગનો એક દુહો છે કે

હરિયલ ઘેર ન હોય અને ફળીયામાં કુંજર ફરે
 ઈને વયની વાટુ ન હોય કેહર બચ્ચાને  કાગડા  ‘ 

સિંહનું બચ્ચું  એવો વિચાર ન કરે કે હું જીણકુ  છું  ઈતો સિંહને પાડી દ્યે   આવી વાતું  કવિયોની એક પાડાને મારવો હોય તોપણ  ચાર પાંચ સિંહ ભેગા થાય ત્યારે માંડ  પાડો મરે
એક નાજા નામના  કાઠીને ઘર પાસે   રેડ પડી  બંદુકોના અવાજ થવા માંડ્યા   . એ વાતને બિરદાવતો દુહો છે કે
આઠ મહિનાની આસ મેં ગાજેને  શાદુલો મરે
નો  સાંખે  નિજ વાસ નાલ્યુંના ધુબાકા નાજીયો  .
એક કહેવત એવી છે કે એક  શાર્દુલ  જાતિનો સિંહ  મેઘ ગર્જના સહન નથી કરી શકતો એને મનમાં થાય કે આ વળી  મારાથી બળીયો  કોણ જાગ્યો  એવું વિચારી પત્થર  ઉપર માંથા પછાડી પછાડીને  મરી જાય છે   .

सिंहके  झुंड नहीं हंसनकि नहीं  पांत
हिरेकि नहीं बोरियां  संत न चले जमात

         અરે સિંહોના ટોળે ટોળાં  હોય છે  . આફ્રિકા જઈને જુવો તો ખબર પડે  અને હીરાની બોરીયા નહી પણ સાઉથ આફ્રિકાથી  ટ્રકના ટ્રક  ભરાય ને આવતા હોત છે  . એવી રીતે હંસ  ની લાઈનો ને લાઈનો હોય છે .  આ બધી કવિની વાતું છે  .

આતાના પૌત્રનો દીકરો!

આતા ઉવાચ ( શુદ્ધ અંગ્રેઝીમાં ! ) ….

Thank  you  very much  dear Rajiv!
I see  my  great  grand son’ s  photo.
Big boy ! I love  very very very much.

–  love….Ataai

This slideshow requires JavaScript.

ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

  • ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા
  • ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ
  • ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી
  • ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી
  • ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે
  • ‘અને અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.’ – ઈશ્વર પેટલીકર
  • ‘મહાજાતિ ગુજરાતી’ – ચન્દ્રકાન્ત બક્ષી
  • ‘કોચમેન અલી ડોસા’ – ધૂમકેતુ

        આ અને આવી ઘણી બધી રચનાઓ પચાસ વરસ પહેલાં લખાઈ છતાં…

  • આપણને કેમ ગમે છે?
  • કેમ યાદ છે?  
  • કેમ પોતીકી લાગે છે?
  • કેમ એ હમ્મેશ માટે અમર છે?
 
      આવા વિચારો તમને આવતા હોય તો, એ અંગે રસ સભર જ્ઞાન, ગમ્મત અને ચપટિક શિક્ષણ મેળવવા એક મંચ ઊભો કરવામાં આવ્યો છે. 
 
     એની એક ચિત્ર ઝલક આ રહી….એની પર ‘ક્લિક ‘ કરી ત્યાં પહોંચી જાઓ
Inline image 2
      હાલ આ મચમાં ૬ મિત્રો છે – સાહિત્ય અંગે જાણકારીવાળા, તેમ જ વિનાના. પણ એ સૌને ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય અંગે જાણકારી આપવા/ મેળવવા આ સૌએ કમર કસી છે.
   તમને પણ આ મંચમાં જોડાવા દિલી લલકાર છે.
   તમારા જ્ઞાનનો લાભ આપવા, લાભ મેળવવા જોડાશોને?
    ગૂગલ એકાઉન્ટ હોય તો આ સરનામે લોગ ઈન કરીને જોડાવા માટે અમને જણાવી શકો છો.
   અથવા આ સંદેશ લખનારને ‘હા’ માં જવાબ આપી હાર્દિક આમંત્રણ મેળવી શકો છો.
  કમ સે કમ એક ‘ગરવા ગુજરાતી’ તરીકે આપણી ‘મા’ની અને ‘મા’ જેવી વ્હાલી ભાષાના આ મંચ વિશે તમારા મિત્રો, સગાં સંબંધીઓને જણાવશો ને?
    એટલું જરૂર યાદ રહે કે, 
  • આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી. 
  • કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.

નાગના નાનકડા મિત્રો

સાભાર – શ્રી. વિનોદ પટેલ