ચોરની માને ભાંડ પરણે ભાંડની માને ભવાયો પરણે અને ભવાયાની માને ભામણ પરણે

ડાગલો 

 ભવાયા વિષે મેં  અગાઉ  આતા વાણીમાં લખ્યું છે   .આજે થોડું વધારે લખું છું  આપણા માટે અને  મારા  નિજાનંદ  ,   અને મારા  મગજના  વ્યાયામ  માટે   .
સોરઠમાં  બે જાતના ભવાયા હોય છે .  એક પટેલના ભવાયા  પોતાને કહેવડાવે છે   . અને બીજા  તળપદા  કોળી  લોકોના  ભવાયા  હોય છે   .  કોળીના ભવાયા  મુસલમાન નો ધર્મ  ઇસ્લામ ધર્મ પાળે છે   . અને એમની અટકો રાજપૂત જેવી  ચૌહાણ, ગોહિલ , પરમાર  વગેરે   , પટેલના ભવાયા બ્રાહ્મણ હતા  . તેઓનો ઇતિહાસ એવો છે  , કે  તેઓએ  બ્રાહ્મણોના આગેવાનો ને વાત કરીકે હવે સમય બદલાયો  છે   .  હવે કોઈ કથા કરાવવા  માટે  લગ્ન કરાવવા માટે  કોઈ બોલાવવા આવે તો માં ભેર જવું   . એવી જો વાટ જોયા કરો તો ભૂખે મરવાનો વારો આવે  , હવે  લોકોને  વખાણ કરો એની મીઠી મશ્કરી કરો   , એને મૂર્ખ બનાવો  આવુઁ કરશો તો   રોટલા રળી ખાશો   . નહિતર  તમારા બાયડી  છોકરા ભૂખે મરશે  .  આવી વાતો સાંભળી  દુર્વાસા  ઋષિ જેવા બ્રાહ્મણો ખીજાય ગયા  , અને તેઓને  એવું બોલીને  નાત બહાર મુક્યા   કે  ब्राह्मण  मस्का  खाता है  ,   मस्का  मारता नहीं   ब्राह्मण होके मस्का मारे वो ब्राह्मण  पक्का नहीँ  .
 ભલે તમે અમને નાત બહાર મુક્યા  ,   પણ અમે બ્રાહ્મણજ છીએ  તમારી નાત બહાર મુકવાની  આજ્ઞા અમે માનવના નથી  .  જેમ  રાજપૂતો ને જમતી વખતે  મુસલમાન અડી ગયો  . અને બીજા રાજપૂતોએ  તેમને  કીધું કે હવે તમે વટલી ગયા  છો  . મુસલમાન થઇ ગયા છો  . પણ એ જેને જમતી વખતે  મુસલમાન  અડી ગએલો   .  એ લોકોએ કીધું કે  તમે ભલે અમારો બહિષ્કાર કર્યો પણ  અમે તમારા બહિષ્કારને માનતા નથી   . અમે રાજપૂત છીએ   અને રાજપુત  રહેવાના છીએ   .  હાલ  તે લોકો મોલેસલામ  ગરાસિયા  તરીકે ઓળખાય છે   . આવા મોલેસલામની  દીકરીયુંને પરણાવવાનો  સવાલ ઉભો થયો એટલે    બીજા મુસલમાન કે જે લોકો પોતાને પઠાણ  કહેવડાવે છે ,  એ લોકોએ તેમને કીધું કે  ભલે તમે હવે સુન્નત કરાવીને કલમો પઢીને  મુસલમાન ગણાવ  છો  . પણ અમે તમને અમારી દિકરીયું સાથે લગ્ન નહીં કરાવીએ  પણ તમારી દિકરીયું  સાથે અમે લોકો લગ્ન જરૂર કરીશું  , એટલે તમને જે દિકરીયુંને  લગ્ન કરાવવાનો સવાલ છે એ હવે નહીં રહે  .  હાલ આવા મોલેસલામ  ગરાસિયાઓની વસ્તી  ગુજરાતમાં  ખેડા જિલ્લાના કપડવંજ  તાલુકાના  ગામ  ખડાલ  , ધંધુકા  તાલુકાના ગામ રાણપુર  ભરૂચ જિલ્લાનું ગામ આમોદ  વગેરે ગામોમાં છે  ,  મારા ગામ દેશીંગાના  બાબી દરબાર  નવરંગ ખાન  ની પહેલી પત્ની  મોલેસલામ ગરાસિયાની દિકરી  નું નામ   પ્રતાપ બા  હમીર સિંહ  રાણા હતું  , તેના મૃત્યુ પછી  બીજી બાઈને પરણ્યા  તેનું નામ રૂપાળી બા હતું , આ લોકોમાં કેટલાક  લગ્ન માટે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવે છે અને કાજી પાસે નિકાહ પઢાવે છે .   ધ્રાગંધ્રા   ના યુવરાજ  પાલનપુરના  નવાબની દીકરી ને પરણ્યા  તેના લગ્ન બ્રાહ્મણ અને મૌલવીએ  કરાવેલા   સમય સમયનું કામ  કર્યે જાય છે   . પ્રેમને  મઝહબ  .  ગરીબાઈ   . તવંગરાઈ   , ભાષા  દેશ રૂપ રંગ  કશું નડ્યું નથી  .
  મારી ગાડી બીજે પાટે ચડી ગઈ  હતી  , તે હવે   ખરા પાટા ઉપર ચડાવું છું  .  ભવાયા  મેદાનમાં રમવા ઉતરે ત્યારે ડાગલો હોય એ  મૈદાન ફરતું કુંડાળું કરે અને બોલે  જે માણસ પાસે બીડી હોય અને કુંડાળામાં નો નાખે એને છપ્પનીયાનું પાપ  એટલે લોકો બીડીયું નાખવા મન્ડે   . બીજું વાક્ય એવું બોલેકે  અમે લોકો  ખેલ વખતે  નર મટી નારી થાય અમારો ખેલ મફત જુવે એ ઓલે ભવ  પાવૈયો થાય   . બીજું ડાગલો ( *વિદુષક )  આપણા સુરેશ જાનીની  જેમ હુશિયારીની કસોટીના પ્રશ્નો ઉભા કરે  ” બે થંભ થંભાવ્યા  બે કરા નમાવ્યા  ,(  આપણી બ્લોગર  નાતમાં  એકજ કરા   છે  ,કનક  રાવળ )  મોરલી વાગીને મણઘર  પધાર્યા  ,ઊભાં  ઘમ  ઘમાવી   પછી વાળી  વાંકી રસ કસ કાઢી લીધો પછી દીધી ઢાંકી   .  જુવાન ઘાલે ઊભાં  ઊભાં  ઘરડો ઘાલે બેસી  બે આંગળિયું થી  પહોળી  કરે તો ઝટ  જાય પેસી  .
 માથે મોટા પાઘડા  કેડિયાને ન હોય સાળ   , વગર દીવે વાળું કરે  ઇવા નર પાકે પાંસાળ , દેશીંગામાં બાવો આવ્યો  ડંકો રાખે મોટો   . ગામે દેવાનું બંધ  કર્યું  એટલે વેંચી નાખ્યો લોટો  .  મરમઠ  ગામની માનું ડોશી   બરતન  લાવી કાપી લોટ કૂતરાં  ખાઈ ગયાં   .પછી આખી રાત તાપી   .  નાટ્યકાર મધુ રાયનું   મૂળ  ગામ ખંભાલીયા  છે  , ઈ ખુબ ગામ ખંભાળિયા  જેને પાદર ઘી (નદીનું નામ ઘી છે  ,)  ખાવું પીવું ખેર સલા  લાંબા લાંબા  દિ   ધૂળ  ગામ ધોલેરા  બંદરને છે બારાં કાંઠા  ઘઉંની રોટલી  પણ પાણી પીવાનાં  ખારાં  તોય ધોલેરા સારા   ભવાયા  પટેલના ઘરે જમે  અને  ગામમાં રેસ્ટોરાં  જેવું હોય તેનો મફતમાં ચા  પીએ  અને રાતના  રમવા ઉતરે ત્યારે એવું બોલે કે
નહીં ગળ્યો  નહીં ગર ચટો  નહીં  લા કે સા
મનડું ડોબું  મૂતરે  ઇવો  આ  હોટલનો સા ( ચા )     પછી  ભવાયા જોવા હોટલ વાળો  આવ્યો હોય ઈ ઉભો થઈને બોલે 
ઇવો ઇવો તોય અમે પાઈએ  બીજા પાડે ના
પીવો હોયતો પી નકર ખાહડે  માર્યો જા
કણબી જાતિ કલાખાણી  વદિન જાણે  વાત 
તેડાવે ત્રણ તો પુગી જાય સાત   આતો જુના વખતની વાતું હવે અમારી  બાજુ પણ કણબી પોતાને પટેલ કહેવડાવે છે  . અને ભાઈ અને બેન નો પ્રત્યય  પણ લગાડવા મઁડી  મારા ગામના પટેલો ના ફક્ત બે અક્ષરોના નામ  વધુ હોય તો ત્રણ કે ચાર અક્ષરો  કરશન   બાપનું નામ  રામ  રૈયા રામ  અને ઝીણા રામ આ  ત્રણ ભાઈઓ  એક ભગવાન પરબત  જાદવ  પરબત  બે ભાઈઓ  હવે એક પટેલના દિકરા  નું નામ    આદિલ  છે  . બીજાનું નામ આરજૂ છે  , 
 સમય પ્રમાણે પરિવર્તન થતુંજ રહે છે  .
 નિત્ય નૂતન  એટલે સનાતન
रवानीके  न चलनेसे  पानी बिगड़ जाताहै
मसर्रत न रहने से तबियत बिगड़ जाता है    

ઓખા મંડળના વાઘેર લોકો વિષે થોડીક વાતો .

dsc_0083
ઓખામંડળ   . ધારી  , અમરેલી   , કોડીનાર  .  વગેરે સૌરાષ્ટ્રના  વિસ્તારો ગાયકવાડ સરકારના હાથમાં હતા   . જુના વખતમાં  વાઘેર લોકો  કાબાના નામે ઓળખાતા   .
શ્રીકૃષ્ણ  રણછોડીને  કંસ પક્ષના માણસોથી જીવ બચાવવા  ભાગી નીકળેલા   .  ત્યારે  ઠેઠ  ઓખા સુધી  કંસ ના માણસોથી ગભરાઈને  કોઈએ આશરો નહીં આપેલો પણ આ વાઘેર લોકોએ આશરો આપ્યો અને  બેટમાં તેમને રહેવાની  સગવડ કરી આપેલી  .
દ્વારકાની યાત્રાએ  ગુજરાત બહારના  લોકો જે આવતા  તેઓને કાબા લોકો લૂંટી લેતા  એટલે આવા લોકોએ  એક ગીત બનાવેલું  . આમતો  ગુજરાતના હોય કે બહારના હોય એ લોકોને  આ કાબા લોકો લૂંટી લેતા   .  જો વાઘેર લોકોનું ગાડું ભાડે કર્યું હોય તે યાત્રાળુ ઓને ન લૂંટતા  .  પણ વાઘેરનું ભાડું મોંઘુ હોય  પણ યાત્રાળુઓને લૂંટવાનો ભય નહીં
 ગીત એવી રીતે ગવાતું કે
द्वारकामे राज करे रणछोड़  पन काबा कठिन कठोर
कपड़े लत्ते लूंट लेत है   तुम्बा डारत  फोड़
द्वारकामी राज करे रन छोड़ 
 મહાભારતના યુદ્ધમાં  હા હા કાર મચાવનાર  ગાંડીવ ધારી અર્જુનનું  પાણી આ વાઘેર લોકો એ ઉતારી નાખેલું   જ્યારે એ ગોપીયુંને વૃજમાં  મુકવા જતો હતો  ત્યારે  ગોપીયુના ક્પડાં આ કાબા  લોકોએ લઇ લિધેલાં  .  કેમકે  કપડાં સિવાય  ગોપીયું પાસે બીજું કંઈ  હતું નહિ   .  આ માટે બહુ પ્રસિદ્ધ દોહરો છે કે  .
समय समय बलवान है  नहीँ पुरुष बलवान
 काबे लूंटी गोपिका   एहि अर्जुन एहि बान
ગાયકવાડ સરકાર સાથે  કૈંક  વાંધો પડ્યો ત્યારે  આ વાઘેર લોકો બહારવટે  નીકળેલા  .  એમાં મુળુ માણેક અને જોધા  માણેક કાકો ભત્રીજો  મુખ્ય હતા   .
 આ વિશેની વાતો ઝવેર ચંદ મેઘાણીએ  પોતાની બુક  સૌરાષ્ટ્રના  બહાર વટિયા માં લખી છે જે આપે વાંચી હશે   . એની મુવી પણ જોઈ હશે  ,
 વાઘેર લોકો  તોફાને ચડેલા   . ત્યારે  ગાયકવાડ સરકારે બ્રિટિશ સૈન્યની મદદ માગેલી  .  એ જમાનામાં  આપણી પ્રજા  ગોરા લોકોના પ્રભાવથી અંજાયેલી હતી   . એનાથી ગભરાયેલા રહેતા  . એવા સમયમાં  વાઘેર લોકોએ  ગોરા લોકોને તુચ્છ ગણેલા   એ પોતાની ભાષામાં એવું બોલતાકે ચીંથરળેજા  પગે વારા અને વાંદરે જેડા  મુંહ વાળા  અસાંકે  વાઘેરજે કુરો કરી સકના  . મોંજા પહેર્યા  હોય એટલે  ચીંથરાના પગવાળા  કહેતા    . પ્રજા તરીકે   બ્રિટિશર  સામે લડયા હોયતો એ વાઘેર  લોકો પ્રથમ છે   .
 જ્યારે  સરકારની ભીંસ વધી  ત્યારે  વાઘેર  બહારવટિયાઓ  ઓખો છોડ્યો  . અને પછી તો જે ગામ હડફેટે પડે  પછી એ જૂનાગઢ રાજ્યનું હોય કે જામનગરની હોય કે પોરબંદરનું હોય  એ ગામ લૂંટતા  અને ત્યાંના વેપારીઓ લુવાણા વાણિયા ખોજા  મેમણ  ગમે તેને લૂંટી લેતા  અને એના ચોપડા બાળી નાખતા  કોઈ સંજોગોમાં સ્ત્રીઓને લૂંટતા  ન  નહીં  .  એનું બહાર વટું નીતિનું હતું   . એક ગામમાં  વાઘેર લોકોએ લૂંટ આદરી ત્યારે એક સ્ત્રીએ પોતાના  પતિના ઘરેણાં પહેરી લીધાં વાઘેરl  લોકો  સમજી ગયા કે આ સ્ત્રીએ પુરુષનાં  ઘરેણાં  પહેરી લીધા છે  . છતાં એને લૂંટી નહીં  . અને હસતાં  હસતાં  એવું બોલ્યા કે  આ ઘરેણાં  હવે તારાં  વાઘેર લોકોનો ત્રાસ વધ્યો ત્યારે  સરકારે  વાઘેર લોકો સાથે  સંધિ કરવાનું નક્કી કર્યું   . વિષ્ટિ માટે  દ્વારકાના  એક વેપારીને મોકલ્યો   . આ વેપારી ઉપર વાઘેર લોકોને વિશ્વાસ હતો   .
વેપારીએ  મુળુ માણેક સાથે વાત કરીકે  બ્રિટિશ સરકાર  તમારું ધાર્યું કરી આપશે  અને તમને આ ગુન્હા બાબત માફી આપશે    , ત્યારે  મુળુ માણેકે જવાબ આપ્યો એ  પ્રસંગને  બિરદાવતો  દુહો પ્રશંશકોએ  બનાવ્યો છે કે  
મુળુ મૂછે હાથ બીજો તરવારે  તવા 
હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત      આમ  વટમાં ને વટમાં   ધીંગાણું  ચાલુ રાખ્યું  . અને છેલ્લે  જામનગર તાબાના  માછરડા  ગામની ધાર ઉપર ચડી ગયા  .  તેની પાછળ  અંગ્રેજ ટુકડી  હબર્ટ અને લટુર  ઓફિસરની  આગેવાની  નીચે   વાઘેર સામે મેદાને ઉતરી આ ધીંગાણામાં  હબર્ટ અને લટુર  વાઘેરને હાથે માર્યા ગયા  . અને વાઘેરના બળવાનો અંત આવ્યો   . 
 ભારત ને આજાદી મળ્યા પછીની હું  એક વાત કરું છું  .  વાત  એમ છે કે  એક વાઘેર  દારૂ વેંચતો તો  તેને ઘરે રેડ પાડવા પોલીસ ગઈ આ પોલીસ ટુકડીમાં એક દારૂ વેચનારનો સાળો  પણ હતો સબ ઈન્સ્પેક્ટરે  પોલીસોને એના ઘર પાછળ ઘેરો મગહળવાનો હુકુમ  કર્યો  .  દારૂ વેચનારનો સાળો  હતો  એ     દારૂ  વેચનારની ખડકી પાસે ઉભો રહી ગયો  .  અને  બંદૂક સબ ઇન્સ  .  સામે તાકીને પડકારો કર્યો કે   જો કોઈ  આ  દારૂના વેપારીને પકડવાની  કૌશિષ  કરશે તો હું એને ભડાકે દઈશ  આ બંદૂક  તમારી કાકી નહિ થાય  . પડકારો સાંભળી  સાહેબનું પેન્ટ પલળી  ગયું   . સાહેબ નું મૂત્ર    છૂટી ગયું  . એમ કહેવા કરતાં  પેન્ટ પલળી  ગયું  એ શબ્દ  જરાક ઠીક લાગશે   .
નારી નત  રંડાય  .  નર કોઈ દિ  રંડાય  નહિ  .પણ ઓખો રંડાણો   આજ   માણેક મરતે મુળવો   ;  

આવે નાગપાંચમ નાગ દેવ પૂજે ગારાના (માટીના ) નાગલા બનાવેજી સાચુકલો નાગ જો નીકળે ઘરમાં તો બંધુક વાળાને તેડાવેજી .

cobra

 જ્યારે નાગ પાંચમ આવે ત્યારે snake charmer  નાગને લઈને  શહેરોમાં ફરતા હોય છે  . અને લોકો   અંધ શ્રદ્ધાળુ  હોય એ   નાગને દૂધ પીવા ના માટે દૂધ ખરીદવા  પૈસા આપતા હોય છે   . અને એ બહાને  સાપવાળા  પોતાનો પેટ ગુજારો કરતા હોય છે  , સાપને પકડ્યા પછી   સાપવાળા  નાગની ઝેર ભરેલી થેલી  જે નાગના ઉપલા જડબામાં હોય છે   . તેને ચાકુથી છેદી પછી  તેને દબાવીને  તેમાંથી ઝેર નીચોવીને કાઢી નાખતા હોય છે  . આ કારણે નાગ મોઢું પણ ખોલી શકતો નથી હોતો  . અને ખાઈ પણ શકતો નથી  .અને પછી  એવી દશામાં  થોડા મહિનામાં  મૃત્યુ પામે છે  , આપે એક મુવી જોઈ હશે એમાં  ભાખોડીયા ભર ચાલતું બાળક  નાગને પકડવાની કૌશિષ કરતું હોય છે   .  તે વખતે નાગ ફેણ ચડાવીને  ફુંફાડા મારીને  ડરાવવાની કૌશિષ  કરતો હોય છે  .
નાગપંચમને દિવસે  શરૂઆતમાં નાગ  જરાક ઇશારાથી ફેણ ઊંચી કરતો હોય છે   .પણ પછી  પણ પછી  થાકી જતો હોય છે  . એટલે  કંડિયામાં   પડી રહે એટલે મદારી  તેને ઘોદા મારીને   ઉશ્કેરે  ત્યારે ફેણ માંડે  પણ પછી થોડા વખતમાં  તે મરી જતો હોય છે   , નાગ બહુ સંવેદન શીલ પ્રાણી છે   . કોઈ કોઈ લોકો વાંસના લાંબા સાણચાથી  પકડીને  દૂર મૂકી આવતા હોય છે   . આ નાગ થોડા વખતમાં મરી જતો હોય છે  ,  આપ સૌ  જાણતા હશોકે  નાગ ની આંખો  દેખાવ પૂરતી હોય છે તે જોઈ શકતો નથી  . તેમજ કાનને ઠેકાણે  નાના છેદ  ખાડા હોય છે।   પણ તે સાંભળી શકતો નથી   .  નાગને અને સંગીતને  કશી લેવાદેવા નથી.  આપણા દેશમાં  ઘણી જાતના સાપ થાય છે  . એમાં  બધા ઝેરી હોતા નથી , હું  ત્રણ જાતના  ઝેરી સાપને ઓળખું છું   .  દુનિયાના કોઈ સાપને હું જોઉં તો એ ઝેરી છે કે બિન ઝેરી છે એ હું લગભગ  જોતાંની સાથે ઓળખી લઉં છું પણ તેની વધુ ચોકસાઈ માટે  તેનું મોં ખોલીને  તપાસી જોઉં છું  ,
 સાપ કેવા સંજોગોમાં  કરડે છે  . એની મને ખબર છે   . અને એટલે હું મારા ખુલ્લા હાથથી  પકડી શકું છું  . આ માં જો ભૂલ કરું તો  હું સર્પના કરડયા પછી  મૃત્યુ  પામવાની થોડીકજ વાર હતી  , સાપનાકરડવાથી  સ્વર્ગ કે નર્કના  દરવાજા સુધી  પહોંચેલો છું  . અને ત્યાં મને આવકાર્યો નહીં  . એટલે   પાછો આવ્યો   , અને  આપ સહુને  મારું લખાણ વાંચવા આપી શકું છું ,  આ વાત મેં “આતાવાણીમાં ” લખી છે  . પણ મારા અનુભવ ઉપરથી હું આપ સહુને  વિનંતી  સાથે  કહું છું કે  સર્પ પકડવાના ધંધા  સારા નથી  .  બિન ઝેરી છે  , એવું જાણવા છતાં સાપને પકડવાની કૌશિષ કદી ન કરવી  ,  ઘણા માણસો એવું માને છે  . કે  હું સર્પ પકડવાના મન્ત્રો જાણું છું  . આપણા એક બ્લોગર ભાઈ પણ એવું માનતા કે સર્પ પકડવાના મન્ત્રો હોય છે , “સાપનો કરવો ભરોસો  કે એ કરડવાનો નથી    એક મુર્ખામી નથી  , તો શું છે  , બીજું   દોસ્તો  ” મારીમા  નાગપંચમને દિવસે માટીમાંથી એક લેમ્બ ચોરસ આસન બનાવે  , એમાં  માટીમાંથી બનાવેલ  એક વાટકી મૂકે અને આજુબાજુ  ફેણ  ચડાવેલ નાગ  નાગણી  અને બચ્ચા મૂકે અને પછી રૂ માંથી બનવેલી માળા મૂકે  અને વાટકીમાં થોડું દૂધ મૂકે  આખો દિવસ અને રાત ઘરમાં રાખે  અને સવારે રાંધણ  છઠના દિવસે નદીમાં  નાગ કુટુંબને  નદીમાં પધરાવી આવે  , નાગ વિશેની દન્ત  કથાઓ પુરાણોમાં ઘણી છે   . પિરામિડ વાળા  તુતનખાનનો  મુગટ ઉપર નાગની મૂર્તિ છે  . નાગના માથા ઉપર મણિ  હોય છે  .  એક આદિવાસી મને કહેતો હતો કે નાગ રાતના વખતે જ્યારે  ખોરાકની શોધમાં નીકળે છે ત્યારે મની એક ઠેકાણે  મૂકીને જાય છે આ મણીની કોઈને ખબર પડી જાય અને જો એના ઉપર ગાયકે ભેંસના છાણ  નો પોદળો  મૂકી દ્યે તો પછી નાગ ચારો કરીને આવે ત્યારે એને મળે નહીં એટલે નાગ  નિરાશ થઈને જતો રહે એટલે એ મણિ  તમારા હાથમાં આવીજાય  મણિ  વાળા નાગને શેષ નાગ  કહેવાય છે એ ભાગેજ જોવા મળે   ,આવી વાત મને  એ આદિ વાસી  કરતો હતો   .  નાગ ને નારદ ઋષિની જેમ પોતાનું ઘર નથી  હોતું  તે ઉંદર જેવા પ્રાણીઓનું ઘર હોય એમાં ઘુસી જાય ઉંદરને અને જો બચ્ચાં    હોય તો તેને ખાય જાય   , અને પછી એ ઘરમાંજ આરામ કરે ખોરાક પછી જાય પછી બહાર નીકળી જાય  . બે છંદ  વાંચવા આપું છું   ,
સાપ સંગે રહી રાત દિ  કાંચળી   એ   પરાધિનતામાં ન ફાવ્યું  .
સાપથી જેમ જુદી પડી કાંચળી ઉંદરોએ બિછાનું બનાવ્યું  ,
 દુષ્ટ ગણી વિષનો  ત્યાગ નાગે કર્યો એ પછી ઉર અભિમાન લાવ્યો   .
ઝેર   હીણ  જાણીને પૂરિયો  કન્ડીએ
 નાગને જુવો ઘર ઘર   નચાવ્યો   .
 નાગ રાફડામાં  રહે છે  .  એ વાત  લોકો કરે છે  . રાફડામાં એ કોઈ વખત  ઘુસી જાય છે , એ વાત સાચી પણ રાફડો નાગ પોતાને રહેવા માટે બવાવતો નથી  . રાફડો ઉધઈ  બનાવે છે  ,
 નાગડા નિહરને બાર  રાફળિયે કીં   રૂંધાઇ રહ્યો   .
તુને મારશું  મોરલીયુંના માર  તારી નાડું  તૂટશે નાગડા
 જય નાગ દેવતા

સઁગીતના જે સા ,રે ,ગ , મ , પ , ધ , ની. સાત સૂરો છે . તેની શોધ ભરત મુનિએ કરેલી છે .

img012
ઉર્દુની શેર શાયરીમાં  ઘણા  સંસ્કૃત છંદોની  રીતના છે  .
ઈ  .સ  .1948 -49 માં એક શહીદ મુવી આવેલું   , જેમાં એક ગીત હતું  .  તે  રાવણે  શિવના તાંડવ નૃત્ય ના વર્ણન નો  શ્લોક બનાવેલો  એ ઢબનું હતું  .
वतनकी राहमे वतनके नौ जवां  शहीद हो   .  તાંડવ  નૃત્યની  એક   કડી जटा कटाह  सम्भरव   विलोलवीति वल्लरी  હું    બહુ ભૂલકણો  થઇ ગયો છું  . આમાં મારી ભૂલ થતી હશે   . હું મગજની કસરત  માટે લખ્યા કરું છું  .  આપણાં પ્રજ્ઞા બેન વ્યાસ  આખો તાંડવ નૃત્યનો  શ્લોક  લખી શકે એમ છે   . હું આ બધું લખું છું  . એ મારા મગજની કસરત માટે    મારા નિજાનંદ માટે લખું છું  કોઈ ને  ગમે અને વાંચે  તો પણ મને ગમશે  .  ઘણા શેરો  હરિગીત  છંદની ઢબના હોય છે  , એના થોડાક  ઉદાહરણો આપું છું  .
रंग लाती है हिना  पत्थर पे पीस जानेके बाद
सुर्ख रूह होता है इंसां ठोकरे खाने के बाद
राहमे  बैठाहूं मैं कोई राहे संग  समझे मुझे
आदमी बन जाऊँगा  कुछ ठोकरें  खानेके बाद
 ला पीलादे साक़ीया पैमाने पैमानेके बाद
होशकि बाते करूँगा  होशमें  आनेके बाद
कामिल पुरुष मुझको मिला  महज़ूज़ हुवा  मिलनेके बाद
वहम  कुशंका छूट गई है  उनको मिल लेनेके बाद
दम दमाए दम नही अब खैर मांगो जानकी  
आय ज़फ़र  ठंडी पड़ी अब तेग हिंदुस्तानकी
हिन्दियोमे बू   रहेगी  जब तलक इमानकी
तब तो लन्दन  तक चलेगी तेग हिंदुस्तानकी
ઉર્દુ ભાષા વિષે થોડીક વાત   .
ઉર્દુ ભાષા ભારતમાં  મુસ્લિમ રાજ્ય કર્તાઓના સમયમાં  નવી બનાવેલી ભાષા છે  . તેની લિપિ  ફારસી રાખવામાં આવી છે  .  પણ  કેટલાક અક્ષરોના   ઉચ્ચાર  ફારસિ કે અરબી ભાષામાં નથી  . તેવા અક્ષરોની રચના નવી કરેલી છે  . આખો ટ વર્ગીય  અક્ષરોની  રચના ઉર્દુ માટે  નવી કરવી પડી છે  ,  તે જમાનામાં  રાજ્ય ભાષા ફારસી હતી  . એટલે લોકો ફારસી ભાષા ભણતા  . ગુરુ ગોબિંદ સિંહ  ફારસી ભણેલા હતા   . તેવીજ રીતે  શ્રીમદ વલ્લભાચાર્ય  ફારસી ભણેલા હતા   . એક કહેવત છે કે  क्या करे किस्मतका खेल पढ़े  फ़ारसी बेचे तेल  અંગ્રેજો આપણા દેશમાં આવ્યા ત્યારે  કેટલાક શહેરોના નામ  પોતાને ફાવે એ રીતે કરી નાખેલાં  મુંબઈનું બોમ્બે ભરૂચનું બ્રોચ  વગેરે  તેમ જ્યારે  અરબો  ઈરાનમાં આવ્યા ત્યારે  ફારસી ભાષાના  કેટલાંક  નામો પોતાને ફાવે એવાં  કરી નાખેલાં  અરબી ભાષામાં  પ  ચ  વગેરે ઘણા અક્ષરોના ઉચ્ચાર નથી   ‘ પારસીનું ફારસી અરબ લોકોએ કરી નાખેલું   . ચાઇ  ચા ને શાઇ  કહેછે  . પીઝા હટ અરબદેશોમાં પણ છે  .  ત્યાં બીજા હત  કહે છે  .
હું ઉર્દુ ભાષાનો  બાળપોથી  ભણનારો છેલ્લી પાટલીએ બેસનારો વિદ્યાર્થી છું  . પણ મને  ઉર્દૂના કેટલાક શબ્દો આવડે છે  . લખતાં  વાંચતાં   પણ  શીખી  ગયો  . અને હળદરનો  ગાંઠિયો મળે અને ગાંધી  કહેવડાવે એમ  હું  ઉર્દુમાઁ  કવિતાઓ પણ બનાવું  છું  .
પણ ચાર જાતના  સ   છે એમાં ક્યાં શબ્દ માટે  કયો  અક્ષર વપરાય એની મને જરાય ગતાગમ નથી   . સાબિત શબ્દમાં કયો  સ વપરાય સદા   એટલે    હમેંશા   શબ્દમાં   અને સદા એટલે અવાજમાં  કયો સ વપરાય એની મને ખબર  નથી પડતી એવી રીતે  ઇંગ્લીશના    ઝી અથવા ઝેડ  ના ઉચ્ચારવાળા  ત્રણ અક્ષરો છે  . એમાં કયો અક્ષર ક્યાં વાપરવો  એની મને ખબર નથી પડતી   . બીજું ઉર્દુમાઁ  હ્રસ્વ ન લખો તો ચાલે  એવી રીતે અર્ધો શબ્દ ન લખો તો  વાંધો નથી એ ભૂલ નથી પણ  સ કે ઝ અક્ષર આડો અવળો  લખાય જાય તો ભૂલ કહેવાય   .પણ ઉર્દુમાઁ ટપકા ના ચિન્હો  ઊંચા નીચાં  લખાય જાય તો  અર્થ નો અનર્થ થઇ જાય  . દાખલ તરીકે  ખુદા  શબ્દ છે  .  એમાં ઉપર ટપકું કરવાનું હોય છે   .  પણ જો એ ટપકું  નીચે લખો તો  અર્થનો અનર્થ થઇ જાય   .ખુદા ઉર્દુમાઁ આમ લખાય  خدا   جدا   હવે ટપકું નીચે લખવાથી ખુદાને બદલે જુદા  વંચાય  હ્રસ્વ  લખ્યઓજ નથી પણ એ ભૂલ નથી ગણાતી   . મારી ગઝલની એક કડીમાં  મેં  મહઝૂઝ  શબ્દ વાપર્યો  છે   . તેનો અર્થ પ્રસન્ન  થાય છે જે ઉર્દુમાઁ આમ લખાય محظوظ   જમીન  માં જ વપરાય  છે એનો ઉચ્ચાર  સરખોજ હોય છે પણ લખવામાં  زمین  આમ લખાય  છે  .  આપણી ગુજરાતીની જેમ  કક્કા બારાખડી આવડે  એટલે લખવા  મઁડી  જાઓ  .  એવું ઉર્દુમાઁ નથી હોતું  .લખવાની      રીત  શીખવી પડે છે  . મને ઉદાસી સાધુએ એક મહિનાની અંદર  ઉર્દુ લખતાં વાંચતાં   શીખવી દીધેલું   .  मैं  उस पंजाबी  उदासीन सम्प्रदाय  का  साधुका  शुक्र गुज़ार हूँ   .  અને આ  સોરઠિયો  ભાયડો  લીટા લીટા  જેવા ભાષા લખતાં અને વાંચતાં  શીખી ગયો   . અને ઉર્દુમાઁ કવિતા બનાવતા શીખી ગયો  .  जय  गिरनारी दुला  भेज गांजेका पुला   .
ताज़ा क़लम :-
मैकशकी नज़रमें मैखाना  काबेसे बढ़कर होताहै   .
साक़ीकी  गलिका एक फेरा सौ हजकी बराबर  होता है
माशूक़के   हाथोंके पानी   आबे इशरत  हो जाता है
साक़ीकी  मदहोश आंखोपर  ज़ाहिद दीवाना होता है
मैकश = शराबी ///आबे इशरत  = लाल रंगका शराब  ///ज़ाहिद  = नि : स्पृही  , तपस्वी  ,ऋषि जैसा

भूखे ग़रीब दिलकी खुदासे लगन नहो सच है कहा किसीने भूखे भजन न हो

20161122_141855-1

મથાળે  ફોટો છે   .   એમાં   ગુજરાત દર્પણના  મેગેઝીનના માલિક   સુભાષ શાહ છે  . તેઓની ઓફિસમાં આ ફોટો પાડેલો છે  ,  ઘણા વખત પહેલા હું  ગુજરાત દર્પણમાં  મારા લેખો કવિતાઓ મોકલતો   સુભાષ  શાહના સસરા સ્વ ,  મનુભાઈ મારા મિત્ર હતા  .  અહીં મને ભાઈ પ્રવીણકાન્ત  શાસ્ત્રી લઈ ગએલા  . અને ફોટામાં મને મળવા આવેલા  માણસોમાં     ભગવતીબેન સુભાષ શાહ  , ઊંચા દેખાય છે તે  સુરેન્દ્ર ગાંધી  , અમૃત હઝારી  , સુભાષ શાહ  , પ્રવીણકાન્ત શાસ્ત્રી  સુરતી  જે મને  મારો મીઠું મરચું , મસાલો  , ન ખાવાનો  દૃઢ  નિર્ણય  તોડાવીને  મઘ મઘતી  સુગંધ  વાળું  ઊંધિયું ,  ખવવાવડાના  હતા   . અને હું પણ  मिले दस्ते  म्होब्बतसे वो  उंधिया  खाऊंगा यारो   , वो दलिया हो तो मैं समजुंगा खीर है यारो   .પછી  ઊંચા દેખાય છે એ દેવ જોશી  જે રદિયો એલાઉન્સ સર છે   . દર રવિવારે ન્યુ જર્સીના ટાઈમ   બપોર પછી 3 થી 5  http://www.wrsu .org  ઉપર ભારતીય સંગીત  , કોઈ કલાકારનો ઇન્ટરવ્યૂ  લ્યે છે   . મેં અહીં મારી શેર શાયરી  ગાઈ  છે  . છેલ્લા દેખાય છે તે જોસેફ પરમાર  ગુજરાત દર્પણમાં  લોકોપયોગી  માહિતીઓ લખે છે બહુ સેવા ભાવના વાળા  માણસ છે  .
       ગમે એટલો મહાત્મા હોવાનો દાવો કરતો હોય  .  મહાન ત્યાગી સંત હોય  ,   કથાકાર હોય  , એને તમે જમવા ન આપો  . અરે જમવા શું  . જમવાનું થોડું વહેલા મોડું કરો  , તોપણ એનો જીવ  આકુળ વ્યાકુળ  થઇ જાય  . એક કથાકાર   ને યજમાને જમવા બેસાડ્યા  . જમવામાં ઘણા માણસો હતા   . એમાં એક સામાન્ય ગરીબ માણસ પણ હતો   .  યજમાન સ્ત્રી  કથાકારને લાપસીમાં  ઘી પીરસવાનું ભૂલી ગઈ   . એવી રીતે  ઓલ્યા  ગરીબને પણ ઘી પીરસવાનું ભૂલી ગઈ   . ગરીબ તો કશું બોલ્યા વગર  લાપશી  પ્રેમથી ખાઈ  ગયો   . પણ કથાકારે  ઘી  કેમ નથી આપ્યું  .  મોટો વહેવાર કરવા બેઠા છો  . અને આવી કન્જુસાઈ કરો છો   ? વગેરે ઘણાં  અણગમતાં  વાક્યો સંભાળાવ્યાં  . આ સમયે એકાદ બે  છંદ આપને વાંચવા આપું છું ,  
रोटी तुझको रंग है  पावत सब संसार
ज्ञानी ध्यानी जोगी जति  जब लग ले आहार
जबलग ले आहार पार गति प्रेमकी सूझे
भूख समय  कछु बात और नर काबू न बुझे
कथे सुकवियों कान   देख देवनमे मोटी
पावत सब संसार  रंग है तुझको रोटी
કોઈ જૈન દિગમ્બર  સાધુ ને  જમવા બોલાવો  તેઓ જમવા બેઠા હોય ત્યારે  જો કૂતરાં  ભસવાનો અવાજ સાંભળી જાય તો  જમવાનું પડતું મૂકી  ઉભા થઇ જાય એટલે  યજમાને  કૂતરાં  ભગાડવાનું કામ પણ કરવું પડે  , ચાલો  વળી એક સવૈયો છંદ  આપણી સેવામાં  લખું છું  .
 भूखमे राजको तेज सब घट गयो  ,  भूखमें  सिद्धकी  रिधि हारी
 भूखमे  और वहेवार  नही  होत  है  ,  भूखमे रहत कन्या कुमारी
भूखमे कामिनी काम सो तज गई  , भूखमे  तज गयो पुरुष नारी  
 कहत कविगांग  भजन नही बन पड़त ,  चारोही बेदसे  भूख न्यारी
 તા ,ક
ચૂંટણી જીતી હોત  હિલરી  તો તો કૈંક  ચમત્કાર કરત
 તો અમેરિકન યુવતીઓ  કોપીન વગરની ફરત
 અત્યારે જે  નેવું ટકા નાગીયું બીચ ઉપર સૂર્ય સ્નાન કરતીયું હોય ઈ  પછીતો  કોપીન પણ  ન પહેરત
खुदा बचाए  ऐसी  माहजबींओ से

નકરા દુધનો રગડો ચા પીવા વાળાં દુર્ગા બા છેતરાય ગયાં .

valley-of-flowers-9

હું  વર્ષો પહેલાં અમદાવાદના  સરદારનગર માં રહેતો હતો   . તે વખતે  મારી પાસે ઘણી બકરીઓ હતી ,  બચલાં  છૂટથી ધાવતાં અને બચડાં ધરાય જાય  .  કુદકા મારે  પછી ભાનુમતી બકરીઓને દોહતી  .  અમે દૂધ વેંચતા નહીં  .  
ભાનુમતીની દુર્ગા બા  નામની બેન પણી હતી  . તે બહુ સુગાળવાં અને   મોં મચકોડવાની ટેવ વાલાં   હતાં  .  અમારા ઘરમાં  ભાનુમતી સિવાય કોઈને ચા પીવાની ટેવ નહિ   .  મારાં સંતાનો  દુર્ગાબાને દુર્ગા માસી કહેતાં  .  એક જાણવા જેવી વાત કહી દઉં  કાઠી લોકોમાં  કાઠિયાણી  પોતાના બાળકોને  પોતાની બેનપણીને માસી ન કહેવડાવતાં ફોઈ કહેવડાવે  કેમકે ચતુર  કાઠિયાણી  પોતાની બેનપણીને પોતાના  ધણીની બેન બનાવી દ્યે   . માસી તો પોતાના પતિની સાળી થાય   . અને કોઈ વખત  કાઠી  સાળીને અર્ધી ઘરવાળી  કરીનાંખે   . પણ જો બેન હોય તો  બોલવામાં પણ વિવેક રાખે   .
એક વખત દુર્ગા બા  અમારે ઘરે આવયાં    . ભાનુમતીએ  તેમને ચા પીવા માટે આગ્રહ કર્યો   . એટલે  દુર્ગા બા મોં મચકોડીને બોલ્યાં   . બળ્યો તમારો ચા   બકરીના દૂધનો પીવડાવો છો  . બકરીના દૂધની વાસ આવતી હોય છે  .  હું પીઉં તો મને ઉલ્ટી થઇ જાય   .  ભાનુમતીએ મારા નાના દીકરા સતીષને કીધું   . સતીશ  આજે તું  શોભામલની  દુકાનેથી  ભેંસનું દૂધ લઇ આવજે  ગમેતે થાય પણ આજે  દુર્ગા માસીને ચા પીવડાવેજ છૂટકો   .
समझ दारको इशारा काफी है  . સતીશ બરાબર સમજી ગયો   . તે કળશિયામાં  પૈસા  ખખડાવતો   ખખડાવતો ગયો   . અને આઘેરી બકરી ચરતી હતી તે દોહી લાવ્યો  . અને ઘરે આવ્યો   .  અને  ભાનુમતીને વાત કરીકે  આજે  માસીના નસીબે  શોભામલની દુકાને  ભરવાડ  દૂધ લઈને આવેલો   . મેં શોભામલને કીધું કે  આ તાજું  દૂધ મને આપજે  .શોભામલે  એ ભરવાડ લાવેલો  એ ભેંસના  દૂધમાંથી   દૂધ આપ્યું  . વાસણના ઉપરથી દૂધ આપ્યું હોવાથી  વધુ પડતા  ઘીના તત્વ વાળું દૂધ છે  .  ભાનુમતીએ સતીષને કીધું   . આજે તું નકરા  દુઘનોજ ચા બનાવજે  અને વધુ ચા બનાવજે  માસીને બે કપ ચા પીવડાવીને ઘણા દિવસનું સાટું  વાળવું છે  . દુર્ગા બા ચાનાં વખાણ કરતાં  જાય  . અને ચા ટહોળતાં  જાય  .  રકાબી અને કપ  છલકાય જાય  એટલા બે કપ ચા  દુર્ગા બા પી ગયા  .  અને બોલ્યા કે
હવેતો તમારે ઘરે ખાસ ચા પીવા આવવું પડશે  .
મારા એક સ્વામિનારાયણ સંપ્રદાયના  મિત્ર છે   .

આ વાત હું  અમેરિકામાં એરિઝોનામાં રહેતો ત્યારની છે   . એ મારે ઘરે આવે એટલે  ભાનુમતી પાસે  મસાલાવાળી  અને ખાંડ  ને  બદલે  મધ નાખીને ચા બનાવવાનો ઓર્ડર કરે   . અમારા એ ઘર નાજ સભ્ય હોય  એવા અમને લાગે   . બહુ પ્રેમાળ માણસ છે  . એનો સ્વભાવ મને બહુ ગમે છે અને  અમારો બન્નેનો સ્વભાવ  એમને  ગમે છે  . તેને શેર શાયરી સાંભળવી ઘણી ગમે છે તેઓ કહેતા હોય કે હું કૂવાનું દેડકું નથી  .

મહિલાઓની ઓટલા પરિષદમાં મોંઘવારીમાં કરકસર કરવાની ચર્ચા .

376c3499ed1583287cf196ae39ccb4a0
એક સાંજે  મઁદિરના ઓટલા ઉપર  કેટલીક બહેનો   આ કાતિલ મોંઘવારીમાં  કરકસર કેમ કરવી એની  ચર્ચા કરી રહી હતી   . આપ જાણો છોકે  દેશમાં  બૈરાંઓ ખાસ નોકરી કરતાં નથી હોતાં ઘરકામ કરતાં હોય છે  .  પણ ઘર વહેવારની ખુબ ચિંતા કરતાં હોય છે  . એક બહેન કહે  આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે   ધણીના પગારમાં  ઘર ખર્ચ કાઢવો બહુ  આકરો પડી જતો હોય છે  .  બાપડા ધણિયું  કેટલોક ઢરડો કરે  .  શાકભાજી જેવી વસ્તુ પણ  મોંઘી દાટ  હોય છે   .   એમાંય  ઘીનું તો મોં બારો  . હવે તમે વિચાર કરોકે  કોઈ વેવાઈ   વેલું મેમાન થયું હોય તો  એના માટે લાપશી  કે શિરો  બનાવ્યા વગર થોડું ચાલે ?
આ તમારા ભાઈને તો  સવારના શીરામણમાં પણ શિરો જોઈએ  પણ એ હમણાંથી  સમજી ગયા છે  ,   એટલે સવારે   ચા સાથે  ટાઢો બાજરાનો રોટલો ખાઈ લ્યે છે  .   પણ વાળુમાં    ઘીમાં ચૂચવટી  રોટલી અને  ખીચડીમાં  થાળીમાં  હાલી નીકળે એટલું ઘી જોઈએ   .  એની વાતો સાંભળ્યા  પછી  એક બેન બોલી   તમારા ભાઈને પણ મારા ભાઈની જેમ  ઘીમાં  ચૂચવટી  રોટલી અને ખીચડીમાં  ઘી    ખુબ જોઈએ   .
 પણ મેંતો કરકસર કરવાનું શરુ કરીજ દીધું છે   . ખીચડીમાં ઘીનું ટીપું  પણ નો નાખું  . અને એમને કહી રાખ્યું છે કે રોટલીની મદદ  થી ખીચડી ખાતા જાઓ   . રોટલીમાં પણ ટપકે એટલું ઘી હોય છે   . ત્યાં એક બેન બોલી  એને કરકસર  કરી નો કહેવાય  . હું તો તમારા ભાઈને  પહેલા બે ચમચા ઘી આપતી  પણ હવે એકજ ચમચો ઘી આપું છું  . એટલા ઘીમાં  રોટલીમાં અને ખીચડીમાં  હલવી લેવાનું  .   એમ કહીજ રાખ્યું છે  .  એની વાત સાંભળી  એક બેન બોલી  એને કરકસર કરી નો કહેવાય  .  તમારા ભાઈને પણ  ઘી વગર હાલતું નથી  .  પહેલા હું  પણ મોટો ચમચો ભરીને ઘી આપતી   ,પણ હવે  નાની ચમચી ભરીને ઘી આપું છું  . ટી સ્પૂન
એ બેનની વાત સાંભળ્યા પછી  એક બેન બોલી  તમે  વાપરો  છો  . એટલું બધું   એટલું ઘી વપરાય તો   પૂરું કેમ થાય   . હું તો તમારા ભાઈને  ચમચીના ડાંડલાથી ઘી આપું છું  બિચારા ઊંધું ઘાલીને ખાઈ લ્યે છે   . બધી સ્ત્રીઓની  કરકસરની વાતો  સાંભળ્યા  ,પછી   અત્યાર સુધી   શાંતિથી  બેઠેલા તમારા ભાનુ બા  બોલ્યાં   , જો આવી રીતે  ઘી વપરાય તો  તો  દિવાળું  ફૂંકાય જાય  . તમારા આતાને પણ  ઘી વગર જરાય નો ચાલે  હું એને કહી કહીને મરી ગઈ કે   તમને કલેસ્ટરો  થશે  . અને હાર્ટ એટેક આવશે  તો મારી શી વલે  થશે  .  તો એ કહે  હજી સુધી હાર્ટને  હું એટેક આવું એવો છું  .   માટે  ઘી  ખાવાની મને ના પાડીશ નહીં  . પાછા  ઈને ખાંડ પણ ખુબ ખાવા જોઈએ   . મેં ઈને કીધું કે  તમે દાક્તર  પાસે લોહી  તપાસડાવો  તમને ડાયાબિટીસ  હશે   .  તો ઈ બોલ્યા  . દાક્તર પાસે  ગયો હતો   .  નર્સે મારું લોહી કાઢીને ત્રણ  શી શિયું  ભરી  અને લેબોરેટરીમાં તપાસ્યું તો  લેબૉટરી વાળીએ  એવું કીધું કે  તમને ડાયા  બીટીસ નથી પણ ગાંડા  બીટીસ છે  .    બહેનો કહે બા  તમને અમે કરક્સર   કરીએ છીએ  એ બરાબર નો લાગી હવે તમે કેવી કરકસર  કરો છો એ વાત કહો  . એટલે બાએ માંડીને  વાત કરીકે  એક વખત મારો ભત્રીજો મને મળવા આવવાનો હતો ઇનીએ  મને કીધું કે ફૈબા  હું તમારા માટે શું લઈ આવું ? મેં કીધું દીકરા  થોડુંક  ઘી લેતો આવજે  ઈ ઘી  લઈ આવ્યો ઈમાંથી મેં એક શીશી  ભરીને માથે  બુચ મારી દીધું છે   . ઈ શીશી હું રોટલી ઉપર  ફેરવી લઉં   છું અને ખીચડીમાં પણ ઈ શી શી  હલાવી લઉં છું  .  ઈ મારો ભત્રીજો ગોકળ  આઠમને  દિ  શીશી   ઘી લાવેલો  એ ઘીની  શીશી  હજી હાલે છે  આજ સવા વરસ થવા આવ્યું   . પણ ઘી ખુટ્યું નથી   .  અને તમારા આતાને  ઘી વગર  કોઈ ડી લુખું ખવડાવ્યું નથી  . એ  આનું નામ કરકસર કહેવાય  .  એક બોલી બા  આ તમારી કરકસર  શીખવા જેવી ખરી  .
તા  .  ક  .
आफत आने पर  चिंता न करना   चिंतासे आफत न जाई
आफत समये  उद्यम करना  उद्यम  आफतको खाई  …
संतोभाई  समय बड़ा हरजाई 
આ મારી હરજાઈ કવિતાની  એકસો વીસમી ક્ડી   છે  .

खुदा देता है तो,छप्पर फाड़के देता है .

img_1899
એક નાના ગામડામાં  એક ગરીબી જેને આંટો લઇ ગઈ છે  એવો માણસ  રહે   . એની પત્ની બહુ પ્રેમાળ હતી   . એટલે  તેને ગરીબી સતાવતી નોતી   . એ બિચારી ખેડૂતોને ખેતી કામમાં  મદદ કરતી  . અને બે કવડિયાં કમાઈ લેતી  . એવીરીતે એનો પતિ પણ સખત મજૂરીનું કામ કરતો   . પણ બાળ બચરવાળ  માણસ એટલે  બે શિંગાં  માંડ ભેગા થતાં  .  પતિ  ભણવાની સગવડ હોવા છતાં   તે જાડી બુદ્ધિનો હોવાથી  બહુ ભણી ન શક્યો   . ખુબ ખાધોડકો હતો   . અને લૉંઠકો પણ બહુ હતો   .  લોકોના કુવા ખોદાવવા જાય તો   ખોદાણ ની માટીનું ભરેલું તગારું  કુવામાંથી સીધો ઘા કરીને  ઉપર ફેંકી દ્યે    . કુતીયાણુ એના ગામથી દોઢ ગાઉ દૂર થાય  . કુતીયાણાથી   એક ભાર કપાસિયા એટલે આઠ મણ કપાસિયા  લઇ આવે   .  લોકોએ એનું નામ ભીમ પાડેલું   . એક વખત કોઈના કામ માટે  અમદાવાદ ગયો   .  ગાડીમાં  ઝોંકાં  ખાતાં ખાતાં એને વિચાર આવ્યો કે   માનોકે ઈશ્વરીય પ્રેરણા થઇ  .  उर्दूमें  “इल्हाम ” कहते है   . કે અમદાવાદથી  પાંચ કુવા દરવાજા પાસે  દેવ દેવતાઓની   મૂર્તિઓ  વેચનારની દુકાન છે  . ત્યાંથી  કોઈ દેવ દેવીની  મૂર્તિ  ખરીદું અને  કોઈને પણ સગી બાયડીને પણ ખબર ન પડે એ રીતે  ગામના રાખહ બારે   એટલીકે દક્ષિણ  દિશા  આ દિશામાં લંકા છે  . ત્યાં પ્રાચીન કાળમાં  રાક્ષસો  વસતા હતા  .  ત્યાંની ઊંચી ટેકરી છે  .  અંબાજી પાસેની કૈલાસ ટેકરી જેવી  ત્યાં દાટી દઉં  અને  એક વરસ પછી   . લોકોને એવું કહું કે મને માં અંબા  સ્વપ્નમાં આવયાં   . અને મને કીધું કે  હું ટેકરી ઉપર દટાયેલી પડી છું  . હું મુંજાઉં  છું મને બહાર  કાઢો  .   ભીમે  મૂર્તિ ખરીદી  લીધી  .  તે વાઘેશ્વરી  અંબાજીની મૂર્તિ હતી   . અને ઘરે આવ્યો  . અને એક દિ વહેલી સવારે ટેકરી ઉપર મૂર્તિને દાટી આવ્યો   . એક વર્ષના  વાણાં  વાયાં   . મૂર્તિ દાટી હતી  . તે જગ્યાએ  ઘાસ ઉગી નીકળેલું   .
એક દિવસ ભીમે ગામમાં વાત કરીકે મને  અંબાજી માતાજી  સ્વપનામાં આવયાં અને મને કીધું કે હું ટેકરી ઉપર દથયેલી પડી છું  મુંજાઉં છું મને બહાર કાઢો  . અને મારી પ્રાણ પ્રતિષ્ઠા  કરીને સ્થાપના કરો   .  ગામનું લોક ટોળું  સ્ત્રીઓ અને પુરુષો  ભીમને સાથે લઈને ટેકરી ઉપર પહોંચ્યો   , અને ધુણવા  માંડ્યો   . અને  જમીન ઉપર થાપો  માર્યો કે જે સ્થળે  મૂર્તિ  દાટેલી હતી   .  લોકોએ  ધીમે ધીમે  ખોદીને અકબંધ મૂર્તિ બહાર કાઢી   .  અને  બહેનોએ ગરબા ગાયા  . અને ગામના એક વેપારીએ  ખુશાલીમાં ધુંવાડા બંધ ગામ જમાડ્યું     .  અને વખત જતાં  શિખર બંધ માતાજીનું મંદિર  બની ગયું   . ગામ લોકોએ  ભીમને મંદિરનો  માલિક ઠરાવ્યો  . જેમ  કાશ્મીરના  અમરનાથ   એક ઘેટાં પાળક  મુસલમાન ભરવાડે જોયા  .   અને તે વખતના કાશ્મીરના  હિન્દૂ મહારાજાએ  એ મુસલમાન ભરવાડને  અમરનાથ  નો  માલિક બનાવી દીધો  . અને આજે પણ એ મુસલમાન  ભરવાડના  વંશજો  મંદિરનું માલિક પણું  ભોગવે છે , પ્રગટ થયેલા  અંબાજીના  મંદિરનો માલિક  ભીમ અને એના વારસદારો  છે   .  ભીમે એક બ્રાહ્મણ પુજારીને પણ રાખ્યો   .  પછીતો માનતાઓ મઁડી  આવવા  પૂજારી જોર શોરથી  પ્રચાર કરવા લાગ્યો   . ઓલી કહેવત છે કે  “પીરની પીરાઇ  મૂંજવરના હાથમાં ” અને ભીમભાઈનું  ભાગ્ય આડેથી પાંદડું  ખાંસી ગયું   . ભીમ તો માલામાલ થઇ ગયો  . એના દિકરાઓ  દિકરીયું  સારી રીતે ભણીને આગળ આવી ગયું  . મઁદિરની  જે અઢળક આવક થતી  .  એમાંથી  વિદ્યાર્થીઓને  મદદ કરતો ગરીબોને છૂટે હાથે દાન કરતો   .  અને  જલારામ બાપાના રસોડાની જેમ  દરરોજ બપોરે   જમવા માટે  સાદ પડે  . કોઈબી જાતિ ભેદ કે ધર્મ ભેદ રાખ્યા સિવાય  કોઈ બી માણસ  જમી શકતો  .
તા  . ક   .
ચૂંટાણી  હોતજો  હિલરી  . તો કૈંક  ચમત્કાર કરત
તો આ મલકની યુવતીઓ   કોપીન  વગર  ની  ફરત
 જય મા  અંબાજી  ભીમને  સ્વપનામાં આવીને નિહાલ  કર્યો
એમ આ આતાવાણી  વાંચનારને વગર સ્વપ્ને નિહાલ  કરજો  .

એક શાર્કોથી ઐસી આદત કથાકારો ખા જાય “આતા “ડાલા ઉસકો ખાનેકો દૌડકે શાર્ક ચલી જાય .

lord-hanuman-rama-and-sita-wallpapers-and-images
એક અમેરિકને  શાર્ક પાળેલી  .  એ શાર્કને  એવી ટેવ થઇ   ગએલી કે તે  કથાકારો  . માળા ફેરવનાર ભક્તો  , ભજનિકો  વાર્તાકારો  ભગવા  વસ્ત્ર ધારી  બાબાઓ  વગેરેને શાર્કને  ખાવા માટે એના માલિકને બંદોબસ્ત કરવો પડે   અને આપ જાણો છોકે  કથાકારો  ભગવા વસ્ત્ર ધારી બાબાઓ નો ભારતમાં ક્યાં તોટો છે   . અને અવારનવાર  અમેરિકામાં વસનારા ભારતીઓનું  કલ્યાણ કરવા આવતાજ હોય છે   .  અને દાન  દક્ષિણા નું ખિસ્સું   ભરી ભારત   પરત જતા હોય છે   . આવા  કથાકારો  ભગવા વેશ ધારી  કહેવાતા  મહાત્માઓ  ને લાવી લાવીને શાર્કનો માલિક  શાર્કને ખાવા માટે  આપતોજ હોય છે    . અને શાર્ક પણ આવા ભગવા વસ્ત્રો વાળાઓને  એક દમ બહુ ઝડપથી ખાઈ જાય   . એક દિવસ ઓલ્યા  આતાવાણીવાળા  આતા ભટકાણા   આતા  એવા વાતુડાકે  વાતો કરતા થાકેજ નહિ  , એક વખત  એક સજ્જનને ત્યાં વાર્તાકાર  આવેલો   . એને સાંભળવા માટે  મિત્ર મન્ડળને સજ્જને તેડાવેલા  એમાં આતા પણ ખાસ તેડાવેલા  ,  કોઈકે આતાને કૈંક પૂછ્યું  . અને આતા  વાતુએ ચડ્યા   અને લોકોને પણ એમની વાતો સાંભળવામાં રસ પડ્યો   .  એટલે આતાને બહુ પોરસાવ્યા  અને આતાએ  બરાબર જવા દીધી  .
પછી ઘણું ટાણું  વીતી ગયું  . લોકોને ઘરે જવાનો ટાઈમ  થઇ ગયો  . લોકો જવા મંડયા એટલે  .  ઘરધણીએ કીધું કે   આ વાર્તા કારણે નથી સાંભળવો ? એ બિચારો  વાર્તા કરવાની વાત જુવે છે  . ત્યાં એક જણ બોલ્યો આ આતા  વાર્તા કરવાનો સમય આપેતો એ બિચારો વાર્તા કરે  આતાએ વારોજ  ક્યાં આવવા દીધો છે  , ?  આવા ગપોડી આતાને લઈને   શાર્કનો માલિક પોતાને ઘરે  શાર્કને ખાવા માટે લઈ ગયો   . શાર્કના  માલિકની  વિશાળ પ્રોપર્ટીમાં  એક મોટા સરોવરમાં  શાર્કને રાખેલી   .  આતાને  શાર્કને ખાવા માટે  સરોવરમાં નાખ્યા   .  કથાકારોને મિનિટમાં  ખાઈ જતી  શાર્ક આતાને જોઈને  સરોવરમાંથી બહાર નીકળીને  ભાગવા માંડી  .
 હવે આપ મિત્રોને વાંચવા માટે   બીજું આપું છું   . કેમકે ઉપરની વાત વાંચી આપણે થાક લાગ્યો હશે  તો હવે નવી વાત  આપણે વાંચવા આપું છું  .
એક નાના ગામડામાં એક શિક્ષક  હતો તે દરરોજ વહેલી સવારે  દૂર જન્ગલમાં જાજરૂ માટે જાય  , તે સમયે   ,  જાજરૂ જવા માટે  દૂર  ખુલ્લામાં જવું પડતું તે જમાનામાં  નજીકમાં ટોયલેટની સગવડ નોતી  અને અમેરિકાની જેમ  ઘરમાંજ ટોયલેટ નોતું  અમેરિકામાં    ઘણા ઘરોમાં રસોડાને  અડીનેજ ટોયલેટ હોય   . આ શિક્ષક   સવારે જાજરૂ જાય ત્યારે  ગામની પરવાડમાં  હાથલિયા  થોર  હતા   . આ હાથલિયા  થોરમાં માસ્તર  જ્યારે જાજરૂ જાય ત્યારે  ખીલીથી  થોરમાં  શ્રીરામ  શ્રીરામ એવું લખતો જાય   . વર્ષો પછી એ શિક્ષકની  બીજે ગામ બદલી થઇ ગઈ   .  હવેના જમાનામાં  “ભણતર  ,ચણતર  , અને જણતર   ” વધી ગઈ છે   .  થોરમાં શિક્ષક  શ્રીરામ લખતો હતો  . તેની નજીક એક રામાનંદી બાવાનું ઘર   આ શ્રીરામ વાળા થોર  બાવાની પ્રોપર્ટીમાં હતા   . બાવાને  મકાન બાંધવાની જરૂર પડી એટલે  થોર કાઢી નાખવા  પડે એમ હતા   , એટલામાં  શ્રીરામ શબ્દો  થોરમાં દેખાણાં   એટલે ગામલોકે બાવાને વાત કરીકે  આ થોરમાં રામ પધાર્યા છે , માટે  તે જગ્યાએ  રામ મન્દિર  બનાવીએ  તું ઘર બીજે બનાવી લે  , મઁદિરનો માલિક તો તુંજ  રહેવાનો  અમે ગામલોકો ફાળો કરીને  મઁદિર  બાંધી આપીશું  . બાવો કબૂલ થયો અને જોત જોતામાં  તો રામ મઁદિર  બની ગયું   . પછીતો બાજુમાં ધર્મ શાળા પણ બની ગઈ   .  અને  હાથલા  વાળા શ્રીરામ તો બહુ પ્રસિદ્ધિ પામ્યા   . ક્યાંય  ક્યાંય થી લોકો દર્શન કરવા આવવા લાગ્યા  બાવો તો માલામાલ થઇ ગયો  . એક દિવસ  સાતમ આઠમના દિવસોમાં  ધર્મ શાળામાં  લોકો જુગાર રમવા બેસી ગયા  . બાવાની ઘરવાળી  જુગારીઓને  ચા પીવડાવવા મંડી  ગઈ   . અને જુગારિયોં  પૈસા આપવા મંડી ગયા પછી  બાવાને વિચાર આવ્યો કે  કાયમ જુગાર રમી શાકકય એવી વ્યવસ્થા  કરીએ   એટલે થોડી વધારે આવક થઇ જાય  . અને જુગારનો અડ્ડો ચાલુ થઇ ગયો અને પછી તો મદિરાલય  (મયખાના )  ચાલુ કર્યું  .  અને  મયખાનામાં દારૂ પીરસનારી  રૂપાળી  સાકી  પણ રાખી લીધી   .   અને મઁદિરની  સાથે સાથે  આવા બીજા ધંધા પણ ચાલુ થઇ ગયા  . નારી કેન્દ્ર પણ  ચાલુ થઇ ગયું  .
રઘુપતિ   રાઘવ  રાજારામ    પતિત પાવન સીતારામ    

એક કુંડળીઓ છંદ મારા મનો રંજન માટે લખું છું . અને આપને વાંચવા આપું છું .

dsc_0285

અંગ્રેજો ભારતમાં વેપાર કરવાના ઇરાદે આવેલા  તે પછી ભારતના રાજા બની બેઠા  . તે મતલબનો કુંડળીઓ છંદ  લખું છું  .
टोपी तखतपे आयके  मुकुक  किया सब ज़ेर
छिन्नभिन्न सरदार किये  छीनवी लई समशेर
छीनवी लई समशेर  सुरमा रह्या न कोई
होगये  अजा समान  अपनी सब इज़्ज़त खोई
कहे सु कविया कान  गढ़पति  हो गए गोपी
 कहा करूं फरियाद  तखतपे आई टोपी
આપણા શાસ્ત્રોએજ  રાજાને પરમેશ્વરનો અંશ ગણી લીધેલો  એટલે કોઈએ ખાસ વિરોધ ઉઠાવ્યો નહિ  . પણ રાજાઓ નિર્વંશ  જાય એનું રાજ્ય  કબ્જે કરી લેવા માન્ડ્યા  .  અને  ભારતનો શહેંનશાહ  નબળો પડી ગયેલો  . એના રાજ્યની ઇમારતના પાયા  હચ મચી ગયા હતા  . એટલે આખા ભારત ઉપર કબ્જો  કરી લેવો સહેલો થઇ ગયો હતો   .
પોતાની પ્રશંશા  કોને ન ગમે? ભગવાનને પણ પ્રશંશા  ગમે છે  . એને કંઈક    ભેટ  આપીયે એ ગમે છે  .  એવું આપણે માનીએ છીએ  અને એટલતો આપણેએની આરતી ઉતારિયે છીએ  એને  જમાડવા માટે  ભોજનની વાનગીઓના વખાણ કરીએ છીએ  કે ભગવાન જમવા  માટે લલચાય  . હું જયારે ભોજનનો થાળ  બહેનો  ગાતીયું  હોય   ત્યારે સાંભળીને મારા મોઢામાં  પાણી આવી જાય   .  અને ક્યારે  જમવાનું મળે  .એવી વાટ જોતો હોઉં   . એવી રીતે મને મારા લખાણની  કોઈ પ્રશંશા કરે એ ગમે  પણ  માંગીને પ્રશંશા  લેવી ગમતી નથી  . ગોરખ નાથ કહી ગયા છે કે  सेज मिला वो दूध बराबर  मांग  लिया सो पानी
 झोंट  लिया सो रक्त  बराबर   ये है गोरख नाथकी बानी
 મારા લખાણની કોમેન્ટ આપનારા મારા લખાણ કરતાં  પણ મોટી કોમેન્ટ આપનારા  બ્લોગર  ભાઈ બેન છે  .
એક ખાનગી વાત આપને કહી દઉં   . હું પહેલ વહેલો  અમેરિકા આવ્યો ત્યારે  ઈંગ્લીશ જરાય સમજતો નોતો કે બોલી શકતો નોતો અને અમેરિકાના રિવાજથી  બિલકુલ અજાણ મારા ભાઈ અને દિકરાનાં  સસરા પક્ષના  માણસો અમેરિકન  એ લોકો મને મળવા આવે   . હું ગામડિયો  એટલે મને કોઈ સ્ત્રી ભેટે તો હું  ભાગતો   .  એક  મારા જેવો ગામડિયો  અમેરિકા આવવા માટેનો વિરોધ દર્શાવતો  તે મતલબના કાવ્યની એક કડી લખું છું   .
બોળા  પાણી તોય પાણી ન લ્યે  ઈના જીવા  કેમ કરી થાવું  . હેજી    અર્ધાં  નાગાં થઇ  તડકે સુવે  ઇના   ભેગા  કેમ ભળી જાઉં બાપલીયા મારે અમેરીકા નથી જાઉં   મને એક દિવસ બીચ  ઉપર  લઇ ગયા   . ઓહોહો  મારા ગામડિયાથી તો જોયું નો જાય હો   મેં મને  બીચ ઉપર લઇ જનાર ભાઈને કીધું  . ભાઈ  આ છોકરિયુંને કે  ને  કે  એ વધારે નહીં તો   એની કેડે થી હેઠો શરીરનો ભાગ ઢાંકે એ ભાઈ કહે  એવી સલાહ નો અપાય આ ઇન્ડિયા નથી  . આતો  સ્ત્રીઓનો પરિબળ વાળો દેશ  એવું ડહાપણ ડોળવા  જાઓ  તો  છોકરીયુંને  નો ગમે  અને એ કદાચ  ઝઘડો  પણ કરી બેસે    . એક ભાઈ કહે તમે જાઓ  અને અમે શીખવીએ  એ પ્રમાણે ઇંગ્લીશમાં  બોલજો  .   હું છોકરીયું  પાસે હસતો હસતો ગયો  . ગુડ મોર્નીગ કીધું અને પછી હું બોલ્યો  . બેનું દીકરીયું  તમે જો થોડુંક  તમારું અંગ ઢાંકો તો સારિયું લાગો  આ નાગી પુગિયું ભૂંડિયું લાગો છો  . મારી વાત સાંભળીને  એક છોકરી બોલી  આવી સુંદરતા અમારી તું જોઈ ન શકતો હોય તો     તારી આંખો બંધ કરી દે  આંખ ઉપર પટી  બાંધી દે   આ કુવૈત કે સાઉદી  અરેબિયા નથી કે ફક્ત આંખની  કિકી દેખાય એટલી આંખ ખુલ્લી  હોય  . બાકીનું અંગ   એકદમ ઢીલા કપડાથી ઢાંકેલું હોય  .  આ ઉપરથી એક કાવ્યની કડી  બનાવી કે द्रौपदी  के वस्त्र निकाले  महाभारत  होजाई
 अमरीकन लड़कीको  वस्त्र  पहेनावो तो महाभारत होजाई  .  यारो  कॉमेंट के बारेमे एक कलाम
 मांगे कॉमेंट वो गैर  हम वो ब्लॉगर नही

 कुछ आपकी बराबर  ,  शउर भी हम नही   . शऊर  = अक़्लमंद  .