આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી. એનું કારણ બહું સ્પષ્ટ છે કે આતા તરફથી મળતું પ્રોત્સાહન.
હું જયારે ગુજરાતી શીખવા બ્લોગ સાથે જોડાયો ત્યારે ખબર ન હતી કે આતાજી જેવાં એક બાપ સમાન, ગુરુ સમાન વ્યક્તિ મને ગુજરાતી થકી જીવન પણ શીખવશે. હજી પણ મારા બ્લોગ ઊપર highest કોમેન્ટ કરનાર આતાજી જ છે. પણ એ કોમેન્ટ જ નથી એ તો અવિરત મળતાં આશીર્વાદ છે. આતાજી મને “વિચારયાત્રા” માટે ખુબ પ્રોત્સાહિત કરતાં અને હજી પણ એમની હાજરી હું “વિચારવાણી” થકી અનુભવી શકું છું.

screen-shot-2017-03-06-at-6-12-27-pm
સુરેશ અંકલે મને આતાવાણી સાથે જોડીને મને આતાજીનો ખુબ જ અંગત બનાવ્યો છે, જેથી હું એમનો આભારી છું. એવી જ એક તક મને રીતેશ મોકાસણા એ આતાજીની પુસ્તક “દેશીંગા”ના પ્રકાશનની આપી હતી જે હું ચુકી ગયો હતો. એનું મને દુઃખ પણ છે.

આતાવાણી સાથે જોડાઈને હું શું કરીશ એનો મને ત્યારે પણ ખ્યાલ ન હતો અને અત્યારે પણ ખ્યાલ નથી પરંતુ હું આતાજીના વાંચકોને એક વિનંતી જરૂર કરીશ કે વાંચકોને એમની જે પણ પોસ્ટ ગમી હોય અને એ પોસ્ટ થકી જે પણ અનુભવ્યું હોય તે મને ઇમેઇલ કરશે તો હું એ રીપોસ્ટ કરીને “આતાવાણી” વહેતી રાખી શકીશ.
ત્યાં સુધી હું આતાજીની અન્ય વિશેષ માહિતીસભર પોસ્ટ રિબ્લોગ કરીશ અને તે પોસ્ટની કૉમેન્ટ્સમાં પણ આપ સૌ આપના અભિપ્રાય અને અનુભવ જણાવી શકશો.
આપ સૌ મારા અંગત E-Mail ID પર ઇમેઇલ કરી શકશો.
E-Mail ID : ramimaulik@gmail.com

આપ સૌ એ મને સ્વિકાર્યો એ બદલ ખુબ આભાર અને મારી ક્યાંય પણ ભૂલ થતી હોય તો માફ કરી ધ્યાન દોરવાં વિનંતી.

આપ સૌનો આતાના સાનિધ્યમાં
મૌલિક “વિચાર”

10 responses to “આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી

  1. સુરેશ માર્ચ 6, 2017 પર 6:31 એ એમ (am)

    સરસ શરૂઆત. આ પ્રક્રિયા ચાલુ જ રાખજો.

  2. dave joshi માર્ચ 6, 2017 પર 7:29 એ એમ (am)

    Thank you so much for your kind memories of my father, the one and only Aata ji !

    I cherish his guidance too.

    ________________________________

  3. Vinod R. Patel માર્ચ 6, 2017 પર 3:37 પી એમ(pm)

    આતાજી ભલે સદેહે આપણી વચ્ચે હાજર નહી હોય પણ ભાઈ મૌલિક જેવા એમના પ્રસંશક પ્રોફેશનલ બ્લોગર આતાનો બ્લોગ આતાવાણી ચાલુ રાખી રહ્યા છે એથી આતાજી શબ્દ દેહે આપણને મળતા રહેશે એ ખુશીની વાત છે. મૌલિકને ફરી અભિનંદન .

    આતાજીએ બ્લોગમાં લખવા ઉપરાંત ઘણા મિત્રોને એમના ઈ-મેલમાં એમણે કોઈ એક વિષય કે વાત પર
    લંબાણથી એમના વિચારો જણાવેલા છે. જો મિત્રો આવી આતાની ઈ-મેલની કોપી/પેસ્ટ કરી મૌલિકને મોકલી આપશે તો એને જોઇને યોગ્ય લાગે તો એ આતાવાણીમાં મૂકી શકે.

    • vicharvaani માર્ચ 6, 2017 પર 7:17 પી એમ(pm)

      હવે આપણા લોકો આત્મીયતા એટલી છે કે હું આભાર નહીં કહું..એટલે વંદન…..ઇમેઇલ publish કરવાનો ખુબ સરસ વિચાર છે…plz every one send me the conversation between you and aaji… 2 3 દિવસમાં એ અરજ કરતી પણ એક પોસ્ટ કરીશ…

  4. vimala માર્ચ 6, 2017 પર 5:21 પી એમ(pm)

      મૌલિક્ભાઈ, આતા વાણીને વહેતી રાખવાના આપના આ શુભ  કાર્ય બદલ ખુબ-ખુબ ધન્યવાદ.

  5. હરીશ દવે (Harish Dave) માર્ચ 8, 2017 પર 8:13 પી એમ(pm)

    આતાવાણીને પુન: ધબકતી કરવી તે સત્કાર્ય જ લેખાય, મિત્ર! તમે સમજદારીપૂર્વક જવાબદારી ઉપાડી છે. સૌ યથાશક્તિ તમને અવશ્ય સાથ આપશે! શુભેચ્છાઓ!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: