Daily Archives: માર્ચ 6, 2017

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી

આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી. એનું કારણ બહું સ્પષ્ટ છે કે આતા તરફથી મળતું પ્રોત્સાહન.
હું જયારે ગુજરાતી શીખવા બ્લોગ સાથે જોડાયો ત્યારે ખબર ન હતી કે આતાજી જેવાં એક બાપ સમાન, ગુરુ સમાન વ્યક્તિ મને ગુજરાતી થકી જીવન પણ શીખવશે. હજી પણ મારા બ્લોગ ઊપર highest કોમેન્ટ કરનાર આતાજી જ છે. પણ એ કોમેન્ટ જ નથી એ તો અવિરત મળતાં આશીર્વાદ છે. આતાજી મને “વિચારયાત્રા” માટે ખુબ પ્રોત્સાહિત કરતાં અને હજી પણ એમની હાજરી હું “વિચારવાણી” થકી અનુભવી શકું છું.

screen-shot-2017-03-06-at-6-12-27-pm
સુરેશ અંકલે મને આતાવાણી સાથે જોડીને મને આતાજીનો ખુબ જ અંગત બનાવ્યો છે, જેથી હું એમનો આભારી છું. એવી જ એક તક મને રીતેશ મોકાસણા એ આતાજીની પુસ્તક “દેશીંગા”ના પ્રકાશનની આપી હતી જે હું ચુકી ગયો હતો. એનું મને દુઃખ પણ છે.

આતાવાણી સાથે જોડાઈને હું શું કરીશ એનો મને ત્યારે પણ ખ્યાલ ન હતો અને અત્યારે પણ ખ્યાલ નથી પરંતુ હું આતાજીના વાંચકોને એક વિનંતી જરૂર કરીશ કે વાંચકોને એમની જે પણ પોસ્ટ ગમી હોય અને એ પોસ્ટ થકી જે પણ અનુભવ્યું હોય તે મને ઇમેઇલ કરશે તો હું એ રીપોસ્ટ કરીને “આતાવાણી” વહેતી રાખી શકીશ.
ત્યાં સુધી હું આતાજીની અન્ય વિશેષ માહિતીસભર પોસ્ટ રિબ્લોગ કરીશ અને તે પોસ્ટની કૉમેન્ટ્સમાં પણ આપ સૌ આપના અભિપ્રાય અને અનુભવ જણાવી શકશો.
આપ સૌ મારા અંગત E-Mail ID પર ઇમેઇલ કરી શકશો.
E-Mail ID : ramimaulik@gmail.com

આપ સૌ એ મને સ્વિકાર્યો એ બદલ ખુબ આભાર અને મારી ક્યાંય પણ ભૂલ થતી હોય તો માફ કરી ધ્યાન દોરવાં વિનંતી.

આપ સૌનો આતાના સાનિધ્યમાં
મૌલિક “વિચાર”