Daily Archives: ફેબ્રુવારી 17, 2017

આતાવાણી – નવા ક્ષિતિજમાં

‘આતા’ની વિદાય ના માતમને એક મહિનો પૂરો થયા પછી…

‘આતા’ અને ‘આતાવાણી’ના ચાહકોને ખુશ ખબર…

આતાવાણી જિવંત રહેશે.

‘આતાવાણી’ના સંચાલક તરીકે સૌ મિત્રો અને વાચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આતાની ત્રીજી પેઢીના હોય તેવા, માત્ર એકત્રીસ વર્ષના  શ્રી. મૌલિક રામી આજથી ‘આતાવાણી’ ના તંત્રી તરીકે જોડાયા છે.

     નેટ જગત પર મૌલિકનો પરિચય આપવાનો ન જ હોય.  પણ આ રહી એ તરવરતા તોખારની વેબ સાઈટ –

maulik_1

આ ‘લોગો’ પર ‘ક્લિક’ કરો.

મૌલિકના વિચારોની એક ઝલક…

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

    વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
      નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
     મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
     કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
     વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
    કારણકે,

વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિકના રૂપાળા વિચારોનો એથી ય  રૂપાળો દેહ –

mau12

છેલ્લે…… નોંધી લેવા જેવી વાત –  મૌલિકનો ખાનદાની વ્યવસાય છે – ફૂલો વેચવાનો. અને મૌલિકનો વ્યવસાય છે -પશ્ચિમી સંગીતની સાધના, શિક્ષણ અને પ્રસાર ! જર્મનીમાં તેણે આ અંગે તાલીમ લીધેલી છે.

આટલી ઓળખ પછી…… હવે પછીની સામગ્રી મૌલિક રામી જ અહીં આપશે.