Daily Archives: ફેબ્રુવારી 3, 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧૦

aataa

સાભાર – ડો. કનક રાવળ

          મુ.હિમ્મતભાઈની ખોટ આપણને  સૌને પડી ગઈ.
       મારે માટેતો તે એક  વડીલભાઈ  રહ્યા હતા. તેમનો જિવરો સ્વભાવ ખૂબ માણ્યો છે. અઠવાડિયાથી ફોન કરવા વિચાર ચાલતો હતો અને તેમના  અંતિમ  પ્રયાણના  આગલા દિવસેજ તેમની ઇ-મેલ આવી  હતી.

” પ્રિય કનક ભાઈ:

 બાપુજી અને ઝવેરચંદ મેઘાણીની  મિત્રતાની વાત જાણી આનંદ  થયો .”

       સૌના  “આતા” સાથેનો મારો સબંધ મોટાભાઇ -નાનાભાઇનો. વર્ષો પહેલાં ‘ગુજરાત ટાઇમ્સમાં’ તેમના વિવીધ લખાણોથી અંજાયેલો એટલે તેના લેખક હિમ્મતલાલ જોશીનો સંપર્ક કરવા તેના તંત્રી હસમુખ બારોટ પાસેથી  હિ.જો.નો ફોન નંબર મેળવી વાત કરી. બે મિનીટમાંતો જૂના કૌટુંમ્બિક સબંધો ઉપસી આવ્યા અને અનાયાસનો ટેલિફોન કૉલનો પરિચય મૈત્રીમાં પલટાઈ ગયો.
      પછીતો તેજ સમયમાં મિત્ર બનેલા સુરેશ જાની સાથે હિ.જો.ના લખાણો અને વ્યકિત્વની વાત થઈ. એવો તો  નદીનાવ સંજોગ જામ્યો કે તેમાથી ‘આતા વાણી’ જન્મી, અને બાકીનો તો ઈતિહાસ।
      ભણેલો નહીં પણ સંસારની  યુનિવર્સિટીથી ગણેલા તે માણસે કવિઓ અને લેખકોને  વિચાર કરતા કરી દીધા.
ક્યારેય મોળી વાત નહીં .
ભડ માણસ !
હવેતો ઉપરવાળા સાથે પણ 
ડાયરો જમાવ્યો હશે
અને નવી  ‘દિવ્ય આતાવાણી’  સર્જાવી હશે.
હજારે એક તેવા વડીલ બંધુની ખોટ વણપૂરેલી રહેશે”
hari_om