સ્વ. આતાને સ્મરણાંજલિ – ૩

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર 

આતાના જવાથી આપણને આવતા વિચારોને વાચા …

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ
જીવ હજી તો જભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.
– ચંદ્રેશ મકવાણા
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
– રાજેન્દ્ર શુક્લ
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
– ચિનુ મોદી
પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. 
– ઉદયન ઠક્કર
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
– અનિલ ચાવડા
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
– જલન માતરી
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
– મરીઝ
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
– ગૌરાંગ ઠાકર
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
– બરકત વિરાણી ‘બેફામ’
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
– સૅફ પાલનપુરી
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
– ગની દહીંવાલા
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
– ગની દહીંવાલા

આતા જે રીતે જીવન જીવ્યા એને આ શબ્દો વાચા આપે છે –

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી
 
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
– મરીઝ
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
– અનિલ ચાવડા
જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
– રાજેન્દ્ર શુક્લ
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
– ખલીલ ધનતેજવી
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
– મનોજ ખંડેરિયા
ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
– ચિનુ મોદી
 
ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
– અનિલ ચાવડા
 
ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
– ભાવેશ ભટ્ટ

 

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
– બાપુભાઈ ગઢવી
તફાવત એ જ છે,તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
– અમૃત ઘાયલ
તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
– મરીઝ
 
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– મરીઝ
 
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
 – મુકુલ ચોક્સી
હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
– ઉદયન ઠક્કર

અને છેલ્લે આ સચિત્ર..

gayo

મહેન્દ્ર ભાઈની જાત મહેનત આ રહી –

ગૂગલ સાઈટ પર ‘આતાવાણી’

ગૂગલ સાઈટ પરથી ‘આતાવાણી’ ડાઉનલોડ

2 responses to “સ્વ. આતાને સ્મરણાંજલિ – ૩

  1. pragnaju જાન્યુઆરી 21, 2017 પર 5:44 એ એમ (am)

    શ્રી. મહેન્દ્ર ઠાકર જીએ તો અમારી વેદનાને વાચા આપી !

  2. Vinod R. Patel જાન્યુઆરી 21, 2017 પર 11:09 એ એમ (am)

    મહેન્દ્રભાઈએ મનનીય કાવ્ય ક્ન્ડીકાઓ શોધીને મોકલી છે . આતા જો જીવિત હોત તો એમણે એના વિષે એમની સરસ કોમેન્ટ લખી હોત. ઘણા બ્લોગો વાંચીને કોમેન્ટ લખનારો એ સાહિત્ય રસિક જીવડો હવે ચાલ્યો ગયો ! સૌને હાથ તાલી આપીને -છેતરીને !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: