આતા નથી, પણ…..

      આતા નથી,  પણ…..

આતાવાણી છે!

કાળા નહીં …. આતાને બહુ ગમતા ફૂલ ગુલાબી અક્ષરે…. આતાવાણી છે  જ !

     આતાનો આ લખનાર ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તેમણે તેને આતાવાણીનો માત્ર તંત્રી જ બનાવ્યો ન હતો. એમની અસીમ કૃપાથી આ જણ એનો સંચાલક છે.

      એ પદની આમન્યા અને ફરજ જાળવીને નીચેના અગત્યના નિર્ણયો….

  1. આતા નથી પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે.
  2. આવતીકાલથી શરૂ કરીને એમનાં સંસ્મરણો અહીં આંતરે દિવસે પ્રગટ કરવામાં આવશે. પહેલું સંસ્મરણ આ જણનું આવતીકાલે…
  3. જે જે મિત્રો, સગાંઓ, સંબંધીઓને આતાના સંસ્મરણો રજુ કરવા હોય, એમના તરફની લાગણી પ્રદર્શિત કરવી હોય તે મને સામગ્રી મોકલશે, તો એ અહીં કોઈ જાતની સેન્સરશીપ/ કાપકૂપ કે સુધારા વિના રજુ કરવામાં આવશે. આ લાગણી અને ભાવની વાત છે, માટે ભાષા બાબત  પણ કોઈ નિયમન રાખવામાં નહીં આવે. અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં લખાણ મને મોકલી આપવા સૌને ઈજન છે.
    sbjani2006@gmail.com
  4. તમારા ભાવને મ્હોરવા દઈને પ્રસિદ્ધ કરવાની સામગ્રી કોઈ પણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે – લખાણ, ફોટા, વિડિયો, ચિત્રો વિ.
  5. ૧૫ મી ફેબ્રુઆરી સુધી આ સિલસિલો જારી રહેશે. તે બાદ આતા જીવતા હોત, તો તેમને પસંદ આવે તેવી સામગ્રી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
  6. જો કોઈને આતાવાણીનું તંત્રીપદ સ્વીકારવા અને એ જવાબદારી અદા કરવા મરજી હોય,  તો તે આ લખનારને જણાવે. એમને સાથી બનાવવાનું ગમશે.
  7. આ ઉપરાંત… ‘આતાવાણી’ને જિવંત રાખવા તમારાં સૂચનો પણ અહીં પ્રતિભાવ રૂપે આપી શકો છો.

418493_398735700152681_1826065604_n

કઈ દિશામાં જઈ રહ્યા છો? આતા!
સ્વર્ગ સર કરવા? !

6 responses to “આતા નથી, પણ…..

  1. chaman જાન્યુઆરી 16, 2017 પર 10:49 એ એમ (am)

    આતાએ જીવતો સાપ પકડેલો એ જાણેલું. આજે એમની ઘોડેસ્વારી જોવા મળી! તમારી આજની હાકલથી ઘનું જાણવા મળશે. તમને અને તમારા આ કામને બિરદાવું છું; આભાર સાથે!

  2. pragnaju જાન્યુઆરી 16, 2017 પર 2:12 પી એમ(pm)

    સાચી શ્રધ્ધાંજલી
    આપણા ગુજરાતી બ્લોગ જગતમા રીડગુજરાતી પણ આ રીતે ચાલુ છે
    ડૉ ચંદ્રવદનભાઇ ની માંદગી બાદ તેમનો બંધ પડેલ બ્લોગ ચાલુ રહે તો સારુ
    અમે તો બને ત્યારે એકે એક પોસ્ટમા પ્રતિભાવ આપતા…
    અમારા જુ’ભાઇએ તો તેમની સાથે ઇ-મૅઇલની પોસ્ટ બનાવી છે
    તે પણ પ્રગટ કરશો,
    અમારી વાત કરવી હોય તો
    યાદ કરી કહીએ

    હરિ પર અમથુ અમથુ હેત
    હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત…

    મારી બબ્બે વેંતની વ્હાલપથી અંગૂઠા જેવડી હું ની શ્રધ્ધાંજલી
    બાકીનુ જેવું આવડે તેવુ લખશુ

  3. સુરેશ જાન્યુઆરી 16, 2017 પર 2:57 પી એમ(pm)

    કનક ભાઈનો સંદેશ…
    “આતાવાણીને” વહેતી રાખવાનું બીડું ઉપાડી લેવા માટે ધન્યવાદ.
    તમારી પહેલ અને ધગશ આવકાર્ય છે .તેની પાછળ તમારો તેમની સાથેનો પ્રેમ
    અને નિકટતા રહી છે. વડીલબંધુ હિમ્મતભાઈને આજ યથાર્થ તર્પણ કહેવાય ”
    આભાર. વડીલ બંધુ.

  4. Vinod R. Patel જાન્યુઆરી 16, 2017 પર 9:31 પી એમ(pm)

    આતાજીનું દુખદ અવસાન એ આતાવાણીનું અવસાન ના બને એ માટે એને સૌના સહકારથી ચાલુ રાખવાનો ંસુરેશભાઈ નો સ્વયંભુ સંકલ્પ અને નિર્ણય પ્રસંશનીય છે.આતા ઉપરના સુરેશભાઈ ના અસીમ પ્રેમની એ સાક્ષી પૂરે છે.મારા પર આતાજીએ લખેલ કેટલાક મને ગમેલા ઈ-મેલ મેં ફોલ્ડરમાં સાચવી રાખ્યા છે એ હું મોકલીશ .એ તમને ગમે તો એને આતાવાણીમાં મુકશો.આ ઈ-મેલોમાં આતાજીએ એમના સ્મરણમાંથી ઘણી સમજવા જેવી વાતો લખી છે.એમાં એમના જીવનની અંગત વાતો પણ છે.આતાવાણીને જીવતું રાખવા માટે મારાથી બનતો સહકાર હું આપતો રહીશ.

  5. mhthaker જાન્યુઆરી 17, 2017 પર 3:41 એ એમ (am)

    suresh bhai and all close friends of aata ji, we are happy to know that this site will continue further.
    asking dev–few recent pictures can be put.
    i informed in earlier mail– that his gmail- google site is also made along with his face book..i donot know now who is operating.
    its best idea to give him this Homage.

  6. ગોવીન્દ મારુ જાન્યુઆરી 19, 2017 પર 12:50 એ એમ (am)

    સદ્ ગત હીમ્મતલાલ જોશી ‘અતાઈ’ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ‘ઈ.બુક’ પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. ‘ચાર્વાકદર્શન’ની લેખમાળાના બે લેખ હવે મુકવાના બાકી છે. તે પુરું થતાં જ ‘ચાર્વાકદર્શન’ની ઈ.બુક પ્રકાશીત થશે અને એ ઈ.બુક આદરણીય આતાદાદાને અર્પણ કરીને ‘અભીવ્યક્તી’ પરીવાર તેમને ઈ.અંજલી આપશે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: