સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
Pingback: આતા હવે નથી | સૂરસાધના
Pingback: આતા હવે નથી | ગુજરાતી પ્રતિભા પરિચય
આ પોસ્ટને લાઈક તો કેમ કરાય? અજાતશત્રુ, મહર્ષી જેઓ અનેકને માટે અનેક રીતે પ્રેરણા મુર્તિ હતા એ આતાઈના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
આતાનો મારી પરનો છેલ્લો ઈમેલ….
આતાજીના દેહાવસાનના સમાચાર દુ:ખ પહોંચાડે તે સ્વાભાવિક છે. પરંતુ આવા જિંદાદિલ આદમીનો શોક કરવાનો ન હોય. આતાજીનું જીવન જ એવું હતું કે આપણને પ્રેરણા દેતું રહે.
કશા છોછ વિના જે જોયું જે રીતે સમજાયું તે કહેવું તે આતાજીને ગમતું. તળપદી ભાષામાં નિખાલસતાથી સ્પષ્ટ વાતો કહેવી તે આતાજીનો સ્વભાવ હતો.નાની નાની ઘટનામાંથી પણ સુંગંધ શોધવી અને ફેલાવવી તે આતાજીની આવડત હતી.
અવિરત સંઘર્ષ, ખમીરવંતી હકારાત્મકતા, સતત કર્તવ્યપરાયણતા અને જીવનના પ્રત્યેક ધબકારને માણવો તે આતાજીના લોહીમાં હતું.
આતાજીએ જીવનની પ્રત્યેક ક્ષણને ખુમારીથી માણી .. મૃત્યુને પણ એવીજ ખુમારીથી તેમણે માણ્યું હશે.
આતાજી આપણી વચ્ચે જ છે, સદૈવ આપણી વચ્ચે રહેશે.
ઓમ શાંતિ!
સમાચાર વાંચીને જાણે કોઈએ માથા ઉપર હથોડો માર્યો હોય એવી અનુભુતિ થઈ. મારી નજરમાં તો એ ઈચ્છામૃત્યુનું વરદાન પામેલા ભીષ્મપિતામહ હતા.
એમના રહેતાં મારૂં Inbox ક્યારે પણ ખાલી રહ્યું ન હતું.
પ્રાર્થના કરવા સિવાય આપણે કરી પણ શું શકીએ?
સુરેશભાઈ! સૌરાષ્ટ્રના લોકજીવનનો એક ધબકાર આપણે ખોયો. ગઈ સદીના પૂર્વાર્ધનો જાણકાર, એક રત્ન સમાન ખુમારીવંતો મર્દ આપણે ખોયો.
કોણ જાણે કેમ, કોઈ અગમ્ય કારણથી હમણાંથી હું આતાજીને વધારે લખવા આગ્રહ કરતો રહેતો. ઠેઠ 14 જાન્યુઆરી સુધી અમારે કોમેંટની આપલે થઈ!
આતાજીની છેલ્લી પ્રકાશિત પોસ્ટ 11 જાન્યુઆરીના રોજ “લંઘા ભાંડ અને …” .. આ પોસ્ટ પર મારે તેમની સાથે ત્રણ ચાર કોમેંટની આપલે થઈ. તેમાં તેમણે સ્વાભાવિક રીતે જ પોતાના મનની વાત લખી છે, પરંતુ તેમાં કોઈક સંકેત જણાય છે.
આપને પણ અમારી વચ્ચેનો એ વિનિમય કાંઈક સાંકેતિક લાગશે.
આતાજીના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ!
સુરેશભાઈ! અને સૌ બ્લૉગર મિત્રો!
આતાજીની છેલ્લી પ્રકાશિત પોસ્ટ 11 જાન્યુઆરીના રોજ “લંઘા ભાંડ અને …” ..ના અનુસંધાને મારી કોમેંટના જવાબમાં આતાજીએ લખેલું:
પ્રિય હરીશભાઈ દવે
તમારી વાત ખરી છે . કોઈ મને પૂછનાર મળેતો મારી પાસેથી ઘણું કઢાવી એમ છે પણ લોકોને પૂછવાનો કે વાંચવાનો સમય બહુ નથી . અને હું બહુ ભૂલી જાઉં એ પહેલા મળશે અને હું જીવું છું . ત્યાં સુધી મળશે .
મરતી વેળાએ મને એવું બધું સાબિત થયું
વાર્તા હતી સાંભળ્યું તે જે જોયું સપનું હતું .
*** ** **
આતાજીની આ વાત કાંઈક ગહન નથી લાગતી?
વાચકમિત્રો!
આતાજીના વ્યક્તિત્વને ઘડીભરમાં સમજી લેવું હોય તો – આતાવાણી પર તેમની આખરી પ્રકાશિત પોસ્ટ 11 જાન્યુઆરીના રોજ “લંઘા ભાંડ અને … ” પર જાવ. તે પોસ્ટની નીચે પ્રકાશિત તમામ કોમેંટ્સ ધ્યાનથી વાંચો. તેમાં મેંં તથા આપણા મિત્રોએ સરસ કોમેંટ્સ મૂકી છે અને આતાજીએ સરસથી રિપ્લાય કર્યા છે.
સર્વ શ્રી વિનોદભાઈ પટેલ, પ્રજ્ઞાબહેન, રિતેશભાઈ, વિપુલભાઈ દેસાઈ, દવે જોષી ભાઈ … અને મારી કોમેંટ્સ પર આતાજીએ સરસ પ્રતિભાવો આપ્યા છે. આપ તે જરૂર વાંચશો.
જિંદાદિલ આતાજી આપણી સાથે જ છે!
This is indeed very sad news- It was so nice to read his life stories and poems! Let his life be celebrated with his superb anecdotesâI pray for his eternal peace—Dr Yusuf Kundawala,Richardson ,Tx
We will miss him 😦
અક્ષર સુખિયા હો આતાજી. સાચા સ્વજનના સંબંધથી આશિષ દેતા
અચાનક આઘાત દેતા અલોપ થઈ ગયા. નહી ભૂલાય આપની યાદો
રમેશ પટેલ(આકાશદીપ)
ઓહ… એક વડીલ-દોસ્ત ગુમાવ્યા..
ખરેખર સાંભળીને આઘાત લાગી ગયો છે.
હજી બે દિવસ ઉપર જ, એમણે મારા બ્લોગ પર કોમેન્ટ કરી હતી, અને હકીકત માં મને એમ લાગ્યું તું કે, દાદાની દાદ મળી,
ઘણું એમની પાસે થી શીખવા મળશે, એવી આશ હતી…..
ઈશ્વર એમની આત્માને શાંતિ આપે.
આઘાત જનક સમાચાર , એક દિવ્યાત્મા ની ખોટ સાલસે
जींदादिल कभी मरा नही करते.
दिलवालोंके दिलोंमे है रहा करते,
आताजीका शरीर भले ही छुट गया,
वे दिलोंसे जगा खाली नहीं करते.
शरद.
आ आता दादाए बधाने वहाला हता. आटली उमरे नीयमीत एमना मेसेज मलता. स्वजन गुमाव्या नुं दुःख लागेल छे…
આતાજી સમ ગુજરાતી સાહિત્ય જગ
કેરો વડલો વિલાઈ ગયો ં
પરમ પ્રભુ પરમાત્મા એમના આત્મા ને
શાંતિ અર્પણ કરે
ગુજરાતી સાહિત્ય જગત કેરો ઘુરંઘર
વડલો અનંત યાત્રાએ પ્રયાણ કરી અમને
નોધારા કરી દીધા
RIP…. આતા ને સમર્પિત મારી ગઝલ.
હિસાબો થાય છે…!!!
આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપપુણ્યોના હિસાબો થાય છે.
જેટલા આપો જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.
થઈ શકયા ના જે ઉઘાડી આંખથી,
બંધ આંખોથી પ્રવાસો થાય છે.
શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ સ્વપ્ને રાતવાસો થાય છે.
જીવ માફક સાચવો એને છતાં,
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.
સૌ વિચારો જેમનાં પણ હો બુલંદ,
એમની વાતે રિવાજો થાય છે.
-અશોક વાવડીયા
મુ.આતા જેવી વ્યક્તિનું મૃત્યુ નથી થતું કારણ કે દરેક બ્લોગરોના હૃદયમાં એમનું અનેરું સ્થાન હતું અને રહેશે. બીજા બ્લોગો જોવાનો મને ખાસ ટાઈમ નથી હોતો પરંતુ ખબર નથી રાતે એક વાગે પણ આતાએ કઈ લખ્યું હોય તો જરૂર જોયા વગર રહેતો નહિ. કારણ ફક્ત એટલું જ કે આતાને બાહ્ય આડંબરની જરા પડી ન હતી. એક સીધું સાદું વ્યક્તિત્વ, જુના જમાનાની વ્યક્તિ કે જેણે જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર જોયા અને તેનો સત્ય નીચોડ રજુ કરતા. એમને બ્લોગમાં લાવનાર જાની સાહેબ માટે એમને ખાસ માન હતું. પ્રવીણભાઈ શાસ્ત્રી જોડે અનોખો લગાવ હતો. કમનશીબે ગયે વર્ષે ન્યુજર્સી આવ્યા ત્યારે પ્રવીણભાઈએ જાણ કરી પણ મળી ન શકાયું તેનું દુઃખ છે. આ ઉંમરે આટલું બધું ટાઈપ કરવું એ જ એમની દ્રઢતા બતાવે છે. ખુબ જ ભોળા સ્વભાવના, કોઈ એમના લેખ વાંચે કે નાં વાંચે, પણ સારું લાગે તો જરૂર કોમેન્ટ મોકલતા. મારા માટે એ ખરેખર એક પ્રેરણાસ્તોત્ર હતા.પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના!
Reblogged this on "સુરતીઉધીયું" and commented:
સ્વ.મુ શ્રી આતાનાં દુઃખદ અવસાને બ્લોગ જગતની સૌથી વૃદ્ધ અને જાણીતી વ્યક્તિ ગુમાવી છે. મારા વાચકોને ખાસ વિંનંતી કે જરૂરથી આતાના બ્લોગ “આતવાણી”નાં વિવિધ લેખો વાંચશો તો તમને પણ આવા સ્પષ્ટ વક્તા અને એમના અનુભવનાં નીચોડમાંથી ઘણું જાણવાનું મળશે. મારા હિસાબે એ કે “અજાતશત્રુ” હતા. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ હૃદયપૂર્વકની પ્રાર્થના!
મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા પુરી કરવા અને તેની ઈ.બુક પ્રકાશીત કરવા માટે સીંધુ સંસ્કૃતી તથા બૃહસ્પતી (ચાર્વાક)ના ચાહક એવા 90(નેવું) વરસના સદા બહાર, સદા યુવાન હીમ્મતલાલ જોશી ‘આતાજી’ મને સતત પ્રોત્સાહન અને બળ પુરુ પાડતા હતા. ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા પુરી થવાને આરે છે. ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક પ્રગટ થાય તે પહેલાં જ ‘આતાજી’એ આજે આંખ મીચી દીધી એ માન્યમાં નથી આવતું. ‘અભીવ્યક્તી’ બ્લોગ પર હવે તેમના પ્રતીભાવની ખોટ સાલશે.. સદગતને નેટાંજલી….
આઘાતજનક સમાચાર
એક જમાનાના દિગ્જજો ગણાતા કલાકાર-કસબીઓ ઢળતી ઉંમરે એવી ગુમનામીમાં પહોંચી જાય છે કે ક્યારેક તો માત્ર તેમની માંદગી કે મરણના સમાચાર આવે ત્યારે જ યાદ આવે કે આ કલાકાર હજી આપણી આસપાસ છે કે હતા!
પણ
આતાજી જે રીતે પ્રેરણા આપતા તે રીતે તેઓ આપણી વચ્ચે જીવતા જ રહેશે .ધન્ય તેમનું જીવન અને સહજ મહાપ્રયાણ..
આતાજીના દુખદ અવસાનના સમાચાર દિલને આંચકો આપી ગયા. આતાજી જેવા જીંદાદિલ મિત્ર હવે રહ્યા નથી એ માની શકાતું નથી.એમનો પ્રેમાળ અને હસમુખો સ્વભાવ એમના અનેક ઈ-મેલોમાં જોવા મળે છે. એમની ઘણી ઈ-મેલો જેમાં એમણે એમનું હૃદય ઠાલવીને લખ્યું છે એ મેં સાચવી છે .એમનો પ્રેમ ભૂલાય એમ નથી.આ ઈ-મેલો એમની યાદ અપાવતી રહેશે .એમના આ બ્લોગ આતાવાણીની બધી પોસ્ટમાં પણ એ આપણી સાથે વાત કરતા હોય એમ લાગ્યાં કરે છે.
૯૬ વર્ષ નું ભરપુર જીવન તેઓ ખુમારીથી જીવ્યા અને શાંતિથી પોઢી ગયા .જીવનમાં ય ખુમારી અને મોતમાં ય ખુમારી.ફોન ઉપર અગાઉ એમની સાથે ઘણીવાર કરેલી લાંબી વાતો યાદ આવે છે. એ સાવજ નો અવાજ શું હવે સાંભળવા નહિ મળે ! મનાતું નથી !
મારા જેવા અનેક મિત્રોના મિત્ર આતાજીને હાર્દિક શ્રધાંજલિ .પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનો અને મિત્રોને એમના અવસાનથી પડેલ ખોટને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે દિલી પ્રાર્થના.
પ્રિય ચમન ભાઈ
આ પ્રયોગો કરવા જેવા છે .
Ataai
sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
આતાજી સાથે મહિના પહેલા જ પત્રવહેવાર શરું થયેલો. એમની એક ઈ-મેલમાંથી આ આપ સૌની સાથે આજે શેર કરું છું.
પ્રભુ એમના આત્માને ચિંરજીવ શાંતિ આપે એવી પ્રાર્થના.
‘ચમન’
Lot’s of unknown persons, like me will miss him.
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
This will remind him ,When we meet our friends.
પ્રભુ એમના આત્માને ચિંરજીવ શાંતિ આપે એવી પ્રાર્થના.
શ્રી. આતાજીના અવસનના સમાચાર આજે સવારે જ જાણ્યા અને એક આંચકો લાગ્યો. ઈશ્વરની ઈચ્છા સ્વિકારીને પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કે આતાજીના આત્માને શાંતિ બક્ષે. મારા બ્લોગ પર ક્યારેક ક્યારેક તેમનો પ્રતિભાવ જોઈને અદકેરો આનંદ થતો. ક્યારેક ક્યારેક ઇમેલ દ્વારા પણ એમના વિચાર અને આશિર્વાદ મળતા રહ્યા છે એ સંભારણું હવે હૈયે વસી જશે. લગભગ ગયા વર્ષે એમની ન્યુ જર્સીની મુલાકાત વખરે રૂબરૂ મળીને ખૂબજ હર્ષ અને સંતોષની લાગણીનો આજે પણ ઓડકાર આવી ગયો. પરમેશ્વર એમના પરિવારજનો અને મિત્રોને દિલાસો આપે એવી અપેક્ષા.
Pingback: "બેઠક"
Pingback: ( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ | વિનોદ વિહાર
ઉંમર, જ્ઞાન,અનુભવથી પીઢ,વાંચન, લેખન, અને હોબીની દ્રષ્ટીએ જુવનિઅઓને શરમાવે તેવી જાણકારી ધરાવનાર આતાજીની તસવીર જોઇને જ હું તો તેમનાથી અંજાઈ ગયો હતો. પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લોગ ઉપર મારા લખાણોમાં તેમણે લખેલી કોમેન્ટને હું આ વડીલના આશીર્વાદ જેવી ગણું છું. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના. બીજી એક પ્રાર્થના ભગવાન ને એ પણ કરવાનું મન થાય કે તેમના જેવા પવિત્ર આત્માઓને પૃથ્વીની મુલાકાતે મોકલતા રહો તો પૃથ્વીનું સમતુલન જળવાય! હરિ ઓમ!
जो आया है इस जहां
कोई नहीं रुकता यहां
मगर फिरभी
कोई नहीं झुकता यहां
ख्वाबमें हम कहां कहां,
किसीको कभी
प्रश्न उठता है यहां?
आता है सो जाता कहां?
दिखता कभी,
आता थे, अब नही यहां,
कुछ दिन बस यादे रहेंगी यहां,
देखते कभी,
दुसरे तो मरते यहां
मै न कभी मरा यहां,
एक दिन
मुझे भी मरना यहां,
जानले अभीभी मौका यहां,
थोडा जाग,
देखले खुदा कहां,
वह यहीं है, अभी है,
तुं ढुंढता कहां कहां.
शरद.
ઉંઘમાં ઉંઘી જવા જેવું સુખદ મૃત્યુ બીજું કોઈ નથી. પૂ.આતાજીને એ વર્યુ તે તેમના જીવનની ધન્યતા અને સફળતા. બ્લોગ જગતથી તેમની અક્ષર-ઓળખાણ. શેર શાયરીના શોખીન તેથી અવારનવાર મારી કવિતાઓને પોરસાવતા. મારી પત્રશ્રેણીમાં પણ આવતા થયાં. જ્યારે જ્યારે તેમના બે શબ્દો મળે ત્યારે જાણે પ્રતિભાવ નહિ પણ આશીર્વાદ આપી રહ્યા હોય એમ જ લાગે.
ગઈકાલે રાત્રે તેમની વિદાય પછીના એક જ કલાકમાં મળેલા આ સમાચાર સૌને માટે આંચકા સમા બની રહ્યા. પણ આતાજીનો જીવ તો શાંતિપૂર્વક શિવમાં ભળી ગયો એ વિચારે તેમના માટે મારા તરફથી સૌની સાથે આજે માત્ર મૌન પ્રાર્થના.
દેવિકા ધ્રુવ.
યુવાનને શરમાવતા, હિંમત ભર્યા હરદમ હતા.
આકાશની વિજળી સમા, ને ઘેડના ઘડતર હતા.
સર્પોને પણ પડકારતા, આતા હતા ખડતલ ઘણાં,
નિર્ભય અને નીડર તણું પહેરેલ જે બખતર હતું.
મનમોજથી ભરતી થયા’તા ફોજમાં એવાં છતાં,
મસ્તીભરી શીખી ગયા સંસ્કૃત પણ પળભર હતા.
ને એટલું ના બસ હતું, સાધુ કને ઊર્દૂ ભણ્યા,.
આતા ઉછાળે શાયરી-શેરો વળી મનભર હતા.
એ નામને સાર્થક કરીને, મૃત્યુ પણ જીતી ગયા.
જીંદાદિલીથી જીવતા ને ખેલદિલ હરપળ હતા.
“દોસ્તો બઢાવે હોસલા” છો ને કહેતા એમ રે’તા.
પણ ખુદ દિવાદાંડી સહુના ને ખરા ગુરુવર હતા.
મીંચી ભલે હો આંખ આજે ને થયા ક્ષણમાં જતા.
ગુણો થકી બહુ શોભશે, આતા તો ઝળહળ હતા.
Devika Dhruva
શ્રંધ્ધાજંલી……
जो आया है इस जहां
कोई नहीं रुकता यहां
मगर फिरभी
कोई नहीं झुकता यहां
ख्वाबमें हम कहां कहां,
किसीको कभी
प्रश्न उठता है यहां?
आता है सो जाता कहां?
दिखता कभी,
आता थे, अब नही यहां,
कुछ दिन बस यादे रहेंगी यहां,
देखते कभी,
दुसरे तो मरते यहां
मै न कभी मरा यहां,
एक दिन
मुझे भी मरना यहां,
जानले अभीभी मौका यहां,
थोडा जाग,
देखले खुदा कहां,
वह यहीं है, अभी है,
तुं ढुंढता कहां कहां.
शरद.
આતાના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના….
ૐ શાંતિ…ૐ શાંતિ….ૐ શાંતિ….
આતાજી વેબ ગુર્જરીના નિયમિત અને સક્રિય વાચક હતા. વેબ ગુર્જરીને તેમની ખોટ સદાય સાલશે.
વેબ ગુર્જરી વતી,
અશોક વૈષ્ણવ