લંઘા ભાંડ ને ચારણા ઈ કરે બાબીની આસ ઇન્દર વરસે ચાર માસ બાબી બારા માસ

418493_398735700152681_1826065604_n
લંઘા  પોતાને હવે મીર  કહેવડાવે  છે   . માનવ સ્વભાવ એવો છે કે  તેને નવીનતા ગમે છે ,   ભાટ ને ગુજરાતમાં  બ્રહ્મભટ્ટ  અથવા  બારોટ કહે છે   . અમદાવાદ પાસેના ગામ  દહેગામ માં  જયાં બારોટ કે બ્રહ્મભટ્ટ  વસે છે એ ભાટ વાડા  તરીકે ઓળખાય છે  .    પીંજારા પોતાને મન્સૂરી  ,  કુંભાર પ્રજાપતિ  , કણબી પટેલ   , વાણંદ  પોતાને નાઈ  કહેવડાવે છે કેટલાકતો નાઈ બ્રાહ્મણ   . કહેવડાવે છે   . આયર પોતાને આહેર  , અહીર કહેવડાવે છે ,   સૌરાષ્ટ્રમાં  જુના વખતમાં કણબીઓએ  ઘણું  દુ :ખ  વેઠ્યું છે   . એટલે એ કણબી  પોતાને   કણબી   કહેવડાવવામાં ક્ષોભ  અનુભવે  એ વાત જુદી છે  . પણ તેઓએ પોતાને  પટેલ  કહેવડાવવાની જરૂર નથી   . કેમકે અમારી બાજુ  કણબીની  પોતાની આગવી અટક  હોય છે  , મણવર  , જુલાસણા  ,કણસાગરા   ,ત્રાંબડીયા ,  ઝાટકીયા  , વિકાણી  . ચાંપાણી   ,હિંગરાજીયા ,   , ડઢાણીયા   . વગેરે   આ અટક ઉપરથી  તમને ભાગ્યેજ ખબર પડે કે આ કણબી છે  ,  પણ જો પટેલ લખાવે તો બોલી ઉપરથી  ખબર પડી જાય કે આ  કણબી છે  ,
 મારા ગામ દેશીંગાના  દરબાર બાબી હતા   .  તેને  માગવા માટે  ભાટ આવતા આ લોકો મારવાડથી આવતા  . હું નાનો હતો ત્યારે એક ભાટ આવેલો  .   મારા બાપા પોલીસ પટેલની ઓફિસ પણ ડેલીમાં હતી  .  ભાટ  આવતા વેંત  એક છંદ  બોલ્યો  .  હું  બાપાની  ઓફિસ પાસે ઉભેલો  મેં એ છંદ સાંભળ્યો।  તમે માનશો એ છંદ મને યાદ રહી ગયો  . અને હજી પણ  યાદ છે  ,  જે આપને વાંચવા  માટે હું લખું છું  .  
रति बिन राज  रति बिन पाट रति बिन छत्र नही एके टीको
रति बिन साधु रति बिन संत  रतिबिन जोग न होय जतिको
रतिबिन   नर रतिबिन नार   रतिबिन  मानस लागत फीको  
कवि  गंग कहे सुन   शाह अकबर  नर  एक रतिबिन  एक रतिको  .
 આ છંદનો અર્થ તેદી હું નોતો સમજતો પણ મને  અક્ષરે અક્ષર  યાદ રહી ગયેલો  . છંદ સાંભળીયા પછી  મુઝફ્ફર ખાન  બાપુ એનો   કસુમ્બો  તૈયાર  ગીગા ખમીસા સંધિને હુકમ કરે   गीगा  गाडी तकिया ले  आ  और भाटकुँ बिठा   .  ભાટ ગાદી તકિયા ઉપર બેસે  અને  બાપુને પોરસાવવા   દોહરો  બોલે
 बाबी बादर  खानका कुलका एहि स्वभाव
गढ़ तोड़े  गेमर   हने  पीछा न धरे पाऊँ  ભાટનો દોહરો  સાંભળ્યા  પછી બાપુ બોલે  अरे एक दफा  मेरा बाप घोड़े पर बैठे थे  घोडा पुर जोशमे  दौड़ताथा   और  बड़के निचे से गुजरा तो मेरे अब्बाजान  ने  बड़वाई  पकडली  और पैरोंकी  आंटी डालके घोड़ेको लटका दिया था   . अरे मेरे बापके दादेने  तो  पैरोंकी  आंटी लगाके  हाथी लटका दिया था   બાપુની વાતને ટેકો અપાય   હા ભાપુ હા  સાચી વાત  . બાબીઓમાં કોઈનું મરણ  થાય તો  મરસીયા   ગાવા  લંઘીયુ આવે  ,  અને બાપુ  ઈ મરસીયા ગાઈને રુદન માંડે  તેદી ભલ ભલા  પાષાણ  હૃદયના  માણસનું હૃદય પીઘળી જાય   .   લંઘીયુ  જ્યારે  બાબી બેગમોનું મનો રંજન કરવા આવે ત્યારે  ગીત ઉપાડે
તું  તારે  દલ સાચું માને  વાત કહું મનોહરી (મન્દોદરી) ઇન્દ્ર્જીત જેવા દિકરા મારા  .  કુમ્ભકર્ણ   જેવા ભાઈ
ગઢ  સોનાની   લંકા અમારી ફરતી સુંદર  ખાઈ રે
 ગણેશજી  મારી ગાયું ચરાવે  નંદી સાંતીડાં  હાંકેરે
નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા  . સૂરજ અજવાળા  કરતા રે
અપ્સરાયુ   મારે આંગણે નાચેને  ગંધર્વ ગાન ઉચ્ચારતા રે
વાયુ મારાં  વાસિંદા  વાળે ને મેઘ પાણી   ભરી આવતા રે
  તું તારે દલ સાચું માને  વાત કહું મનોહરી
અને પછી બાબિયાણીયું ભેટ સોગાદો આપે  અને લંઘીયુ વખાણ કરતી કરતી  રવાના થાય  ,
રૂડું  રૂડું  રૂપાળું  શેર બાંટવું  અલબેલું  શેર  બુલંદ ખાનજીને છે  લેર   બાંટવું અલબેલું  

19 responses to “લંઘા ભાંડ ને ચારણા ઈ કરે બાબીની આસ ઇન્દર વરસે ચાર માસ બાબી બારા માસ

  1. Vinod R. Patel જાન્યુઆરી 11, 2017 પર 11:21 એ એમ (am)

    આતાજીના અનુભવના ખજાનામાંથી એમણે સરસ મોતીઓ નો મોતીચારો કરાવ્યો એ માણ્યો.

    આવી વધુ વાતો પીરસતા રહેશો.નવી પેઢીને જૂની પેઢીની વાતો જાણવા મળશે .

    • aataawaani જાન્યુઆરી 12, 2017 પર 1:28 એ એમ (am)

      ઈ તમારી વાત સાચી છે પણ વિનોદ ભાઈ મારી વાતો નવી પેઢી ને સમજવી અઘરી છે . પણ તમારા જેવા પ્રેમથી વાંચે છે એ પણ મારા માટે ઘણું છે . વિનોદભાઈ
      મુઝફ્ફર ખાન દરબારે ગામલોકોના ઘણાના નામ પાડેલા ગોવિંદનું નામ ગોવિંદ જમાલ પડેલું મસરી નું નામ મસરી વાંઢો મેસુરનું નામ મેસૂર કોષ તારો કાળા નામ કાળીયો ઠીંગણી રામનુંનામ રામો ફુશી યો દેવરામનું નામ દેવરામ ટુંટિયો ધનજી ની નામ પોલો મારુનામ બકો એનો અર્થ હવે હું સમજ્યો છું . જમાલ એટલે સૌંદર્ય કોષ તારો એટલે લોઢાની કોષ પાણીમાં તરે તો આ મેસૂર તરે . બકા એટલે સ્થિર . અમર .
      ઇસ્લામ . ખ્રિસ્તી , યહૂદી . જેવા કેટલાક ધર્મોની માન્યતા પ્રમાણે god એટલેકે ખુદા , અલ્લાહ , પરમેશ્વર આકાશમાં આઠમા નમ્બરના આકાશમાં રહે છે . જ્યારે સૂફી માન્યતા વાળા મુસલમાનો હોય છે . તે લોકો હિન્દુની જેમ પરમેશ્વર કણ ક્ણ માં હર જગ્યાએ વસે છે . એવું માને છે . એક સૂફી ગીતની લીટી લખું છું
      यारको हमने जा ब जा देखा
      कहीं ज़ाहिर तो कहीं छुपा देखा
      कहीं वो बादशाह तख्त नशीं
      कहीं कासा लिए गदा देखा
      कहीं फानी कहीं बका देखा ફાની = નાશવંત
      બકા = સ્થિર , અમર

  2. pragnaju જાન્યુઆરી 11, 2017 પર 4:34 પી એમ(pm)

    बाबी बादर ?
    धुम तक तक धुम,
    धुम तक तक धुम…
    अ आ इ ई, अ आ इ ई
    मास्टर जी की आ गई चिठ्ठी
    चिठ्ठी में से निकली बिल्ली…
    बिल्ली खाये जर्दा-पान
    काला चश्मा पीले कान

  3. હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 11, 2017 પર 8:31 પી એમ(pm)

    આતાજી ! આપને ફરી એક વાર આગ્રહભરી નમ્ર વિનંતી કરું છું કે આપ આવા વિષયો પર હજી વધારે લખો. જો આપને લખવાનો સમય ન હોય તો આપની બધી વાતો રેકોર્ડ કરી લો… આપના ત્યાંના સહયોગીઓ આટલું કામ જરૂર કરશે. આપ બધા પ્રસંગો યાદ કરી કરીને આલેખતા જાવ અને અને બધી જ વાતો રેકૉર્ડ થઈ જાય.
    આ કીમતી ખજાનો છે. આવી વાતો જાણવાવાળા હવે ભાગ્યે જ હશે; હશે તો તેમની પાસે આવી રજૂઆતની તક નથી.
    આજે આપે પ્રસ્તુત કરેલ વાતો ખૂબ મઝાની છે – આપે જણાવેલ પરિવારની અટકો, બાબી બાપુની બડાઈની વાતો, મરશિયાની વાતો, લંઘીયુંનાં ગીતો… આ વાતો હવે પછી કોણ સંભળાવશે?
    આતાજી! આપને ફરી પ્રાર્થના કરું છું કે આપ ખૂબ જ લખતા રહો … યા તો બધું જ રેકૉર્ડ કરી લો.
    આપના લેખ વાંચીને મને હજારો પ્રશ્ન થાય છે જે આપને પૂછી પૂછીને આપની પાસેથી માહિતી મેળવીને હું મોટો ગ્રંથ બનાવું… જો જાણકાર માણસ સાચા પ્રશ્નો પૂછીને આપના મનમાં ધરબાયેલી યાદોને ધીરજથી બહાર કઢાવી શકે તો ખજાનો હાથ લાગે! કામ સહેલું નથી. આતાજી! પ્રશ્નો પૂછવાની કળા પણ જોઈએ, તેથીયે વિશેષ સૌરાષ્ટ્રના તત્કાલીન લોકજીવનનું ઊંડું જ્ઞાન પણ જોઈએ. તો આ કામ થઈ શકે!
    આતાજી! વિચારો મારી વિનંતી પર…

    • aataawaani જાન્યુઆરી 12, 2017 પર 12:05 એ એમ (am)

      પ્રિય હરીશભાઈ દવે
      તમારી વાત ખરી છે . કોઈ મને પૂછનાર મળેતો મારી પાસેથી ઘણું કઢાવી એમ છે પણ લોકોને પૂછવાનો કે વાંચવાનો સમય બહુ નથી . અને હું બહુ ભૂલી જાઉં એ પહેલા મળશે અને હું જીવું છું . ત્યાં સુધી મળશે .
      મરતી વેળાએ મને એવું બધું સાબિત થયું
      વાર્તા હતી સાંભળ્યું તે જે જોયું સપનું હતું .
      એક બાઈએ મને એવોતો ખિલાવ્યો કે મારા અંતરની વાતો કે જે કહેતા અંગત મિત્રોને પણ જીભ અચકાય એવી વાતો પણ એને મારી પાસેથી કઢાવી લીધી .આ બાઈ ગુજરાતી હતી . અમેરિકન છોકરિયુંતો બહુ આઝાદ હોય છે . એતો ગમેતેવા પ્રશ્નો પૂ છે અને એને જવાબ દેતા મને બહુ અચકામણ પણ ન થાય પણ આતો ગુજરાતી રામ રામ

      • aataawaani જાન્યુઆરી 14, 2017 પર 1:53 એ એમ (am)

        પ્રિય હરીશ ભાઈ
        તમારા અનેક પ્રકારના ફૂલોમાંથી મેળવેલા અને ભેગા કરેલા મધને ધીમે ધીમે મારા જમણા હાથની ટચલી વતી જીભ ઉપર મૂકી તેનો આસ્વાદ માણવોજ પડશે . તમારી મહેનતની હું કદર કરું છું . આભાર

  4. રીતેશ મોકાસણા જાન્યુઆરી 12, 2017 પર 10:13 પી એમ(pm)

    વાહ આતા, આતા પુરાણ ના અગણિત અધ્યાયો

  5. Vipul Desai જાન્યુઆરી 13, 2017 પર 7:58 પી એમ(pm)

    મુ.આતાજી, તમે જે બાબી પરિવાર વિશે લખ્યું છે એ ખાનદાનની એક છોકરી પરવીન બાબી, અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કુલ અને સેન્ટ ઝેવિયર્સમાં ભણેલી અને પછી હિન્દી સિનેમાની એક સારી એક્ટ્રેસ હતી. અમિતાભ બચ્ચન સાથેના તેના સબંધોની ખુબ જ ચર્ચા ચાલી હતી અને તે અમિતાભ પાછળ માનસિક રીતે અસ્થિર થઈને ગુજરી ગઈ. પરવીન બાબીનાં પિતા વાલી મહોમ્મદ બાબી જુનાગઢના નવાબ જમાલ બખ્ત બાબીનાં સીસ્ટમ એડમિનિસ્ટ્રેટર હતા. પરવીન બાબી, પઠાણ કોમના અને જુનાગઢનાં બાબી રાજવંશની હતી.

    • હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 13, 2017 પર 11:26 પી એમ(pm)

      આપની વાત સાચી. મશહૂર અભિનેત્રી પરવીન જૂનાગઢના બાબી કુળનું ફરજંદ. વિપુલભાઈ! મારું બાળપણ નવરંગપુરા વિસ્તારમાં વીત્યું. અમે કોલેજમાં આવ્યા ત્યારે પરવીન બાબીની ખૂબ વાતો થતી. તે સમયે તે હજી પ્રસિદ્ધિમાં આવી ન હતી, પરંતુ આકર્ષક યુવતી તરીકે સૌનું ધ્યાન ખેંચતી. ત્યારે તે નવરંગપુરાની લેડીઝ હૉસ્ટેલમાં રહેતી . તે સાયકલ પર પણ કૉલેજ જતી હતી.ત્યારે રસ્તા પર તેની નોંધ લેવાતી. પછી તો તે આપે જણાવ્યું તેમ રૂપેરી પડદે અમિતાભ બચ્ચન સાથે ખૂબ પ્રસિદ્ધિમાં આવી. અમિતાભ ઉપરાંત મહેશ ભટ્ટ સાથે પરવીનના સંબંધ ઘણા અંતરંગ .. કમનસીબે પરવીન જીવનભર પ્રેમ અને હૂંફ માટે તરસતી રહી. ભાંગી પડી. ક્રિષ્ણમૂર્તિજીના શરણે પણ ગઈ. પણ બધું વ્યર્થ. વિક્ષુબ્ધ માનસિક સ્થિતિમાં એક સુંદર અભિંનેત્રી આ ફાની દુનિયા છોડી ગઈ . .

      • aataawaani જાન્યુઆરી 14, 2017 પર 2:29 એ એમ (am)

        પરવીન બાબી વિષે તમારા તરફથી ઘણું જાણવા મળ્યું .
        હું અમેરિકા ફરવા આવેલો તે પહેલાં નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો . અમેરિકા થી આવ્યા પછી પાછો નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો . બધાને ખુબ નવાઈ લાગેલી અમેરિકામાં વસતા મારા ભાઈ અને દિકરાએ મને કીધેલું કે અમે તમને દેશમાં તમે કહેશો તે ઠેકાણે મકાન ખરીદી આપીશું . હાલ તમારો પગાર છે એનાથી બમણા પૈસા તમને આપીશું પણ આ જોખમી નોકરી છોડી દ્યો . પણ હું અમેરિકાથી આઇસલેન્ડ થઈને ઇંગ્લેન્ડ આવી રહ્યો હતો . ત્યારે મને એક શેર બનાવવાનું સુઝયું .
        किस्मतमें था लिखाकि दुनियाको देख ले
        फिर खाकी कफ़न पहनके पहलेकाभेख ले
        कसके कमरको बांधले “हिम्मत ” न हार तूं
        बुल बुल वो भूल जाना बागे बहार तूं
        મેં લોકોના ઘરોમાં ઘુસેલા કેટલાય સર્પોને પકડી પકડીને દૂર જંગલ માં મૂકી આવેલો છું . એમાંય મેં જ્યારે નવરંગ પુરાની દિલખુશ સોસાયટીમાંથી પથારીમાં આરામ કરતા નાગ દેવતાને પકડેલા ત્યારે હું બરાબરનો છાપે ચડેલો . મુંબઈ જન્મ ભૂમિમાં પણ આ વાત આવેલી .
        सर पे चढ़ा वो फूल चमनसे निकल गया
        इज़्ज़त उसे मिली जो बतनसे निकल गया .

    • aataawaani જાન્યુઆરી 14, 2017 પર 3:29 એ એમ (am)

      પ્રિય વિપુલભાઈ દેસાઈ તરફથી પરવીન બાબી વિષે મને જાણવા મળ્યું . અભિતાબ બચ્ચને પરવીન બાબીની વરમાળા ન સ્વીકારી એ મને જરાય ન ગમ્યું . અને એની વરમાળા અભિતાબે ન સ્વીકારી એ માટે પરવીનનું નાજુક સ્ત્રી હૃદય ભાંગી પડ્યું . અને પરવીન
      દુ :ખી થઇ ગઈ અને મરી ગઈ .

  6. dave joshi જાન્યુઆરી 14, 2017 પર 10:40 એ એમ (am)

    Tamari yaad shakti zindabaad, Bhai !

    Vanchva ni bahu majha aavi.

    DJ

    ________________________________

    • aataawaani જાન્યુઆરી 14, 2017 પર 10:51 પી એમ(pm)

      આવું તો કૈંક મારા ભેજામાઁ ભર્યું છે . કોઈ કઢાવનારો જોઈએ .

      • હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 15, 2017 પર 7:45 પી એમ(pm)

        આતાજી! જુઓ! આપણે વાતો કરતા રહ્યા અને આપ અચાનક ચાલ્યા ગયા! આપની પાસેથી વાતો કઢાવવાની મારી ઈચ્છા અધૂરી જ રહી ગઈ! ઇશ્વરેચ્છા!
        આપના આત્માને પરમ શાંતિ મળો! હરિ ઓમ!

      • હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 15, 2017 પર 8:10 પી એમ(pm)

        મિત્રો! આતાજીએ ત્રણ દિવસ પહેલાં મારી કોમેંટનો જવાબ આપેલો જે ઉપર છે. જુઓ! તેના શબ્દો કેવા સાંકેતિક છે!
        આપ ધ્યાનથી વાંચો:

        પ્રિય હરીશભાઈ દવે
        તમારી વાત ખરી છે . કોઈ મને પૂછનાર મળેતો મારી પાસેથી ઘણું કઢાવી એમ છે પણ લોકોને પૂછવાનો કે વાંચવાનો સમય બહુ નથી . અને હું બહુ ભૂલી જાઉં એ પહેલા મળશે અને હું જીવું છું . ત્યાં સુધી મળશે .
        મરતી વેળાએ મને એવું બધું સાબિત થયું
        વાર્તા હતી સાંભળ્યું તે જે જોયું સપનું હતું .

        આતાજીના શબ્દો કેવા સાંકેતિક છે!

  7. હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 15, 2017 પર 8:01 પી એમ(pm)

    આતાજી આપણી વચ્ચે સદેહે રહ્યા નથી તે દુ:ખદ સમાચાર જાણ્યા. ગમે તેટલો ફિલોસોફિકલ વ્યુ લઈએ તો પણ એ નિશ્ચિત છે કે આતાજી પાસે સૌરાષ્ટ્રના ગઈ સદીના લોકજીવનની માહિતીનો મોટો ખજાનો હતો.

    છેલ્લા થોડા સમયથી મેં તેમને તેમનો જ્ઞાન ભંડાર વહેતો કરવા વારંવાર અપીલ કરેલી.

    આપ ઉપરની કોમેંટ પરથી જાણી શકશો કે હજી 11 જન્યુઆરીએ મેં તેમને વધારે લખવા .. તેમની વાતો રેકોર્ડ કરી લેવા વિનંતી કરી અને તેમણે બીજે જ દિવસે મારી વિનંતીની અગત્યતા સ્વીકારી. પણ સાથે હવે સમય થોડો હોવાની વાત કરી .. જાણે માથે મૃત્યુ આવી રહ્યો હોવાનો તેમને ભાસ થઈ ગયો હતો. આપ તેમના શબ્દો વાંચશો તો આપને આ સ્પષ્ટ જણાશે.

    આતાજીએ મને છેલ્લો પ્રત્યુત્તર 14 જાન્યુઆરીએ આપ્યો અને આજે તો વિદાય લઈ લીધી!

    આતાજી કર્મયોગી હતા. આપબળે ઝઝૂમનારા ખમીરવંતા માનવી હતા. નિખાલસ અને નિષ્ઠાવાન સ્પષ્ટવક્તા હતા. અનુભવોનો તો ખજાનો હતા. સૌરાષ્ટ્રના લોકજીવનનો ધબકાર હવે તેમના મુખેથી સાંભળવા નહીં મળે.

    આતાજીએ ગુજરાતી બ્લૉગજગત પર આતાવાણી પર મૂકેલ ખજાનો અમૂલ્ય બની આપણી વચ્ચે રહેશે. તેથી આતાજી પણ આપણી વચ્ચે સદૈવ રહેશે. આતાજીના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પો!

    ઓમ શાંતિ!

  8. હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 15, 2017 પર 8:04 પી એમ(pm)

    ગમે તેટલો ફિલોસોફિકલ વ્યુ લઈએ તો પણ એ નિશ્ચિત છે કે આતાજી પાસે સૌરાષ્ટ્રના ગઈ સદીના લોકજીવનની માહિતીનો મોટો ખજાનો હતો, જે હવે આપણને નહીં મળે. આ એક આપણા સૌ માટે લૉસ બની રહેશે.

    હજી તો તેમને કંઈ કેટલીયે વાતો કહેવી હતી. તેમની તળપદી ભાષામાં , તેમની જુબાનમાં તો તે સાંભળવા નહીં જ મળે!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: