Daily Archives: જાન્યુઆરી 11, 2017

લંઘા ભાંડ ને ચારણા ઈ કરે બાબીની આસ ઇન્દર વરસે ચાર માસ બાબી બારા માસ

418493_398735700152681_1826065604_n
લંઘા  પોતાને હવે મીર  કહેવડાવે  છે   . માનવ સ્વભાવ એવો છે કે  તેને નવીનતા ગમે છે ,   ભાટ ને ગુજરાતમાં  બ્રહ્મભટ્ટ  અથવા  બારોટ કહે છે   . અમદાવાદ પાસેના ગામ  દહેગામ માં  જયાં બારોટ કે બ્રહ્મભટ્ટ  વસે છે એ ભાટ વાડા  તરીકે ઓળખાય છે  .    પીંજારા પોતાને મન્સૂરી  ,  કુંભાર પ્રજાપતિ  , કણબી પટેલ   , વાણંદ  પોતાને નાઈ  કહેવડાવે છે કેટલાકતો નાઈ બ્રાહ્મણ   . કહેવડાવે છે   . આયર પોતાને આહેર  , અહીર કહેવડાવે છે ,   સૌરાષ્ટ્રમાં  જુના વખતમાં કણબીઓએ  ઘણું  દુ :ખ  વેઠ્યું છે   . એટલે એ કણબી  પોતાને   કણબી   કહેવડાવવામાં ક્ષોભ  અનુભવે  એ વાત જુદી છે  . પણ તેઓએ પોતાને  પટેલ  કહેવડાવવાની જરૂર નથી   . કેમકે અમારી બાજુ  કણબીની  પોતાની આગવી અટક  હોય છે  , મણવર  , જુલાસણા  ,કણસાગરા   ,ત્રાંબડીયા ,  ઝાટકીયા  , વિકાણી  . ચાંપાણી   ,હિંગરાજીયા ,   , ડઢાણીયા   . વગેરે   આ અટક ઉપરથી  તમને ભાગ્યેજ ખબર પડે કે આ કણબી છે  ,  પણ જો પટેલ લખાવે તો બોલી ઉપરથી  ખબર પડી જાય કે આ  કણબી છે  ,
 મારા ગામ દેશીંગાના  દરબાર બાબી હતા   .  તેને  માગવા માટે  ભાટ આવતા આ લોકો મારવાડથી આવતા  . હું નાનો હતો ત્યારે એક ભાટ આવેલો  .   મારા બાપા પોલીસ પટેલની ઓફિસ પણ ડેલીમાં હતી  .  ભાટ  આવતા વેંત  એક છંદ  બોલ્યો  .  હું  બાપાની  ઓફિસ પાસે ઉભેલો  મેં એ છંદ સાંભળ્યો।  તમે માનશો એ છંદ મને યાદ રહી ગયો  . અને હજી પણ  યાદ છે  ,  જે આપને વાંચવા  માટે હું લખું છું  .  
रति बिन राज  रति बिन पाट रति बिन छत्र नही एके टीको
रति बिन साधु रति बिन संत  रतिबिन जोग न होय जतिको
रतिबिन   नर रतिबिन नार   रतिबिन  मानस लागत फीको  
कवि  गंग कहे सुन   शाह अकबर  नर  एक रतिबिन  एक रतिको  .
 આ છંદનો અર્થ તેદી હું નોતો સમજતો પણ મને  અક્ષરે અક્ષર  યાદ રહી ગયેલો  . છંદ સાંભળીયા પછી  મુઝફ્ફર ખાન  બાપુ એનો   કસુમ્બો  તૈયાર  ગીગા ખમીસા સંધિને હુકમ કરે   गीगा  गाडी तकिया ले  आ  और भाटकुँ बिठा   .  ભાટ ગાદી તકિયા ઉપર બેસે  અને  બાપુને પોરસાવવા   દોહરો  બોલે
 बाबी बादर  खानका कुलका एहि स्वभाव
गढ़ तोड़े  गेमर   हने  पीछा न धरे पाऊँ  ભાટનો દોહરો  સાંભળ્યા  પછી બાપુ બોલે  अरे एक दफा  मेरा बाप घोड़े पर बैठे थे  घोडा पुर जोशमे  दौड़ताथा   और  बड़के निचे से गुजरा तो मेरे अब्बाजान  ने  बड़वाई  पकडली  और पैरोंकी  आंटी डालके घोड़ेको लटका दिया था   . अरे मेरे बापके दादेने  तो  पैरोंकी  आंटी लगाके  हाथी लटका दिया था   બાપુની વાતને ટેકો અપાય   હા ભાપુ હા  સાચી વાત  . બાબીઓમાં કોઈનું મરણ  થાય તો  મરસીયા   ગાવા  લંઘીયુ આવે  ,  અને બાપુ  ઈ મરસીયા ગાઈને રુદન માંડે  તેદી ભલ ભલા  પાષાણ  હૃદયના  માણસનું હૃદય પીઘળી જાય   .   લંઘીયુ  જ્યારે  બાબી બેગમોનું મનો રંજન કરવા આવે ત્યારે  ગીત ઉપાડે
તું  તારે  દલ સાચું માને  વાત કહું મનોહરી (મન્દોદરી) ઇન્દ્ર્જીત જેવા દિકરા મારા  .  કુમ્ભકર્ણ   જેવા ભાઈ
ગઢ  સોનાની   લંકા અમારી ફરતી સુંદર  ખાઈ રે
 ગણેશજી  મારી ગાયું ચરાવે  નંદી સાંતીડાં  હાંકેરે
નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા  . સૂરજ અજવાળા  કરતા રે
અપ્સરાયુ   મારે આંગણે નાચેને  ગંધર્વ ગાન ઉચ્ચારતા રે
વાયુ મારાં  વાસિંદા  વાળે ને મેઘ પાણી   ભરી આવતા રે
  તું તારે દલ સાચું માને  વાત કહું મનોહરી
અને પછી બાબિયાણીયું ભેટ સોગાદો આપે  અને લંઘીયુ વખાણ કરતી કરતી  રવાના થાય  ,
રૂડું  રૂડું  રૂપાળું  શેર બાંટવું  અલબેલું  શેર  બુલંદ ખાનજીને છે  લેર   બાંટવું અલબેલું