
मुंड मुंडाए तीन गन मिठे सरकी खाज
खानेको लड्डू मिले लोक कहे महाराज
અમેરિકન સરકારનો એવો કાયદો છે કે કોઈબી વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર કરવા અમેરિકામાં આવી શકે છે . આ કાયદાનો લાભ લઇ ભગવાં પહેરોકે ન પહેરો કોઈ બી માણસ અમેરિકામાં આવી શકે છે પોતાને સાધુ કહેવડાવતો હોવો જોઈએ . અને બીજું તમે મંદિર મસ્જિદ કે કોઈ પણ ધાર્મિક સ્થળ બાંધો તો એના માટે કોઈ પ્રોપર્ટી ટેક્સ ભરવો પડતો નથી . આ કાયદાનો લાભ લઈ અમેરિકામાં વિશાળ મન્દિરો બની ગયા છે . અને હજુ પણ બની રહયા છે . ન્યુ જર્સી સ્ટેટમાં એક સ્વામિનારાયણ મન્દિર બની રહ્યું છે . તે વિશ્વના તમામ સ્વામિનારાયણ મંદિરો કરતાં ભવ્ય હશે . બીજું અમેરિકામાં કથાકારો . ડાયરો કરવા વાળાઓ વગેરે આવે છે અને નાણાના ખિસ્સા ભરી સ્વદેશ જાય છે . અને આવા કથાકારો નાટક મંડળીઓ ગઝલ ગાવા વાળાઓને તેડાવનારાઓ પણ ટિકિટ રાખી કમાઈ લ્યે છે . અને ડાયરા વાળા પોતે અમેરિકા જઈ આવ્યો છે એવી બડાઈ પણ દેશમાં જઈને કરી શકે .
ગુજરાતમાંથી એક ભજન ગાવા વાળાને તેડાવ્યો . ગુજરાતમાં દારૂ બંધી એટલે દારૂ પીવામાં ઘણા જોખમોનો સામનો કરવો પડે , જ્યારે અમેરિકામાં દારૂ પીવાની છૂટ એટલે કથાકારો ભજનિકો ભાગવા વેશ ધારીઓ છૂટથી દારૂ પી શકે
એક વખત એક ભજનિકને તેડાવ્યો એની સાથે વાયોલિન વાળો તબલા વાળો સિતાર વાળો પણ આવે . આ ભગતનું નામ જગલ બિલાડો હતું . આવું નામ રાખવા બદલ એના બાપને પૂછ્યું તો બાપ કહે અમારા કુટુંબમાં વાઘ નાગ ચિત્રો વગેરે નામો વાળા ઘણા છે . એટલે આ મારા દિરનું નામ જગલ બિલાડો એટલે જંગલી બિલાડો અમેરિકામાં જેને બાબ કેટ કહે છે .
એક વિશાળ હોલમાં ભજનનો કાર્યક્રમ રાખેલો . ટિકિટ પણ મોંઘી રાખેલી લોકો પોતાનો અહમ પોષવા અને શર્મા શર્મી મોંઘી ટિકિટ ખર્ચીને આવેલા . હોલ ભરચક ભરાય ગયો . વાજિંત્રો વાળા સ્ટેજ ઉપર બરાબર ગોઠવાઈ ગયાં। ભજન ગાવા વાળા જંગલ બિલાડા ભાઈ હજુ આવ્યા નોતા ખુબ વાર લાગવાથી પ્રેક્ષકો અધીરા થઇ ગયા હતા . જંગલબિલાડા ભાઈ ખુબ દારૂ પી ગયેલા હતા . એટલે બે હોશ જેવા થઇ ગયા હતા પણ કેટલાક સેવા ભાવિ યુવાનો ભગતને ઉંચકીને સ્ટેજ ઉપર લાવેલા પણ તેમને ગાવાનો જુસ્સો નિશાના કારણે તૂટી ગયેલો , થોડી વારે ભાનમાં જરાક આવ્યા . પછી બોલ્યા હવે શીતળા માની આરતી ઉતારો કોઈકે કીધું કે શીતળા કોઈ દેવી નોતી પણ એક જાતનો ભયંકર રોગ હતો . જેની જડ અમેરિકા અને રશિયાએ ભેગા થઈને કાઢી નાખી છે . તેઓની વાત સાંભળી ભગત બોલ્યા , એ લોકો ખોટી અફવા ફેલાવી લોકોને ગેર માર્ગે દોરે છે પણ હું તે લોકોનું સાંભળી નાસ્તિક થવાનો નથી . અને પછી ગદર્ભ વાહિની શીતળા માની આરતી ઉતારી ગુજરાતમાં શીતલને બળીયા દેવ કહેતા સોરઠમાં કાલાવડ ગામમાં શીતળા માનું મન્દિર છે તેના બે પૂજારી હતા એક મુસલમાન અને બીજો હિંન્દુ નછ મહિના ફકીર પૂજા કરે અને છ મહિના બાવો પૂજા કરે ઇસ્લામમાં મૂર્તિ પૂજાને પાપ ગણવામાં આવે છે . પણ अर्थी दोषों न पश्यति આખર આરતી ઉતારી અને એકજને આરતી લીધી એક જણે આરતીના પૈસા નાખવા માટે થેલી અને એક જણે પ્રસાદ ભરેલ તપેલું લીધું . આરતી માં કેટલા પૈસા નાખવામાં આવે છે , એ પ્રમાણે પ્રસાદ આપવામાં આવતો . આરતીનું કામ પૂરું થયું પછી નભજન શરુ કરવાના હતા પણ સિતાર વગાડનાર બેનને ઝોકું આવી ગયેલું એટલે પડી જવાયું એટલે નસિતાર લાગવાથી કપાળમાં લોહી નીકળેલું એટલે લોકો એમની પાટા પિંડીની તજવીજમાં પડી ગયેલા એટલે ભજન ગાવાનું બહુ મોડું થઇ ગયેલું . અને ભગત નિશામાં હતા એટલે ભજન ગાઈ શકે એમ નોતા પણ તબલા વગાડનાર હાસમ લંઘો દારુપીધાં પછી વધારે પી જવાથી ઉલ્ટી થવાના કારણે નીશો ઉતરી ગયેલો એટલે તે ભાનમાં હતો . એટલે ભગતે એમને કોઈ ભજન ગાવાનું કીધું આ લંઘા લોકો સરસ ભજન ગાતા હોય છે , ઇસ્માઇલ વાલેરા (લંઘો ) સરસ દિલ ડોલી ઉઠે એવા ભજનો ગાતો ભગતનું માનીને હાસમેં નરસિંહ મેહતાનું ભજન ગાવાનું શરુ કર્યું .
મેં ગોવાલણ તોરી કાનુડા તારી મોરલીયે લલચાની રે એ એ