Daily Archives: ડિસેમ્બર 29, 2016

શ્રાવણ સુદ પૂનમ બળેવ , રક્ષાબંધન દિવસ

DSCN0913

આ દિવસે  બલિરાજાને  વિષ્ણુ પત્ની   લક્ષ્મિ એ  બેન તરીકે  રાખડી બાંધેલી   ,અને જુગ જુગ જીવોના આશીર્વાદ આપેલા  . ત્યારથી  બેન ભાઈને રાખડી  બાંધવાનો તહેવાર  મનાય છે  . બહુ  પ્રચલિત  ઘણા વખત પહેલા  એક મુવી આવેલી  જ્યારે મારી ઉંમર બારેક વરસની હશે  . હાલ આ મુવી મળતી નથી   . મને આ મૂવીનું એક ગીત થોડું  ઘણું યાદ છે  . અને મારી ઉંમરના માણસોને એ ગીત યાદ પણ હશે   .  આ ગીત હું આપને  વાંચવા આપું છું  ,
रखियां बंधावो भैया  सावन आयारे  रखियां बंधावो भैया   .
तुम  राम  लछमन  जैसे  सूरज चन्दासे प्यारे हमारे भैया
जुग जुग जिवोरे  रखियां बंधावो  भैया
 મારું ચાલેતો હું  પ્રેસિડેન્ડ  ટ્રમ્પ ને  કહું કે તું  આ તહેવારને sister  brother day  તરીકે રાષ્ટ્રીય તહેવાર તરીકે  માન્યતા આપી દે જેમ  ઓબામાએ  દિવાળીને  રાષ્ટ્રીય  તહેવાર તરીકે આપી  .
 મને એલિઝાબેથ  ભૂલ્યા વગર   પોતે જાતે ગૂંથીને  દરવર્ષે રાખડી મોકલાવે છે જે હું  અહીં કોઈ બેન પાસે બઁધાવીને તેનો ફોટો  એલિઝાબેથને મોકલાકવું છું  . એક વરસ મેં મારા પરમ સ્નેહી મિત્ર   chris ની પત્ની   priscilla પાસે બઁધાવેલી  એક વરસ  એક ફિલિપિન્સ  બાઈ પાસે બંધાવેલી    .
 મારા જન્મના ગામ  દેશીંગામાં  આ દિવસને  હર્ડી જીતવાના દિવસ તરીકે મનાવે છે  .  સુતાર  એક હળવું નાનું હળ બનાવે  દરજી આ  હળ ઉપર નાનકડી ધજા બાંધે  ,  આ હળને લઈને એક જુવાન નક્કી કરેલ જગ્યાએ  હળને ઊંચું કરીને ઉભો રહે   . ચાર  દોડ વીરોને નક્કી કરવામાં આવ્યા હોય   . આ ચાર જણા નદીમાં સ્નાન કરીને પાણીના ઘડા ભરીને   ભીને પોતિયે  દોડવાના સ્થળે આવે  .    અહીં ગામ ગોર  બલિરાજાના નામના મન્ત્રો બોલી  દરેકની રાખડી બાંધે  અને  પાણી ભરીને ઘડા લાવ્યા હોય એ પાણી  નજીકના ઝાડને રેડી દ્યે   . આ દોડવીરોમાં હરભમ (હર બ્રહ્મ ) તો ખરોજ  ચારેય જણા  લાઈનબંધ  ઉભા રહે  પાછળ  દરબાર બંદૂક  ફોડે એટલે જવાનો દોડે  અને હાથમાં  હળ લઈને   દૂર  ઉભેલા જવાન પાસેથી એક જણ  હળ  આંચકી લ્યે આ હળ આંચકનારનો નમ્બર  પહેલો   .  આ પહેલા નમ્બર વાળાને  સવાશેર ગોળ  ગામનો શેઠ આપે અને બીજાઓને પા શેર  ગોળ આપૅ  દરબાર પણ  આવીરીતે ગોળ આપે  અને પછી  ગાજતે વાજતે સૌ ગામમાં જાય  . દર વર્ષે  હરભમ  પહેલે નમ્બરે આવે   .  એક વખત  હરભમે  પોતાના બદલે બીજા કોઈને મુકવાનું પટેલની કીધું  . અને પોતે સ્વેચ્છાએ  દોડવામાં  ભાગ  ન લીધો  .
 હરભમની ભેંસને  રૂપાળો નવ ચાંદરો પાડો આવ્યો   . પાડાતો  બાપડા માનું દૂધ  પીધા વગરજ  મરી જતા  હોય છે   . મારી નાખવામાં આવતા હોય છે   એટલેતો કહેવત પડી કે પાડાનાં  ખાડુ ન હોય   ખાડુ એટલે ટોળાં ન હોય   .
હરભમની  નવ ચાંદ્રા પાડાની  મા પાડાને ધવડાવ્યા  વગર  દોહવા  નદે  એટલે પાડો  જીવી ગયો  .   એક દિ  આ  નવ ચાંદ્રો અને  કુંઢલાં શિંગવાળો પાડો  જુવાન બની ગયો  . હરભમ  ભેંસો ચરાવવા  જાય ત્યારે  યમ દેવતાની જેમ  પાડા ઉપર   સવાર થઈને જાય   . એક વખત અચાનક પાડાએ  હડી   કાઢી એટલે હરભમ પાડા ઉપરથી   નીચે પડી ગયો   . અને એના પગનું હાડકું ભાંગી ગયું   . આ અરસામાં  નજીકના  ભાટ દરબારના ગામ  સરાડિયામાં  એક હાડ વૈદ હતો તેણે ભાંગેલ હાડકું જોડીને  પાટો બાંધી દીધો   . અને પાટા ઉપર તેલ રેડીને  ભીનો રાખવાનું  સૂચ્યન કર્યું  , થાંડાદિવસમાં  હરભમ  ચાલવા માંડેલો   .  અને  બળેવ આવી   આ વખતે  પટેલ વગેરે ગામના આગેવાનોએ  હરભમને  હળ  જીતવાની દોડમાં  ભાગ લેવાનો આગ્રહ  કર્યો   . હરભમનો પગ  ભાંગેલો હોવાથી  તેણે  હળ  દોડમાં  ભાગ લેવકણી વિનય  પૂર્વક ના પાડી   . પણ પછી  લોકોનું માન   રાખીં   દોડવા માટે તૈયાર થયો  .  બીજા દોડનારાઓએ   નક્કી કર્યું કે આપણે  બહુ ન દોડવું અને હરભમનો  પહેલો નમ્બર  આવવા દેવો   . દોડવાનું શરુ થયું   . અને હરભમે  હળ  આંચકી લીધું   .  ગામલોકોએ  બીજે દિવસે હરભમ ના  માનમા  ડાયરો રાખ્યો  . કાવા   . અને  કસુંબા થયા    . અને ઘરો ઘર  લાપશી રંધાણી  .
અને  હવે આ કમ્પ્યુટર યુગમાં  આવો જલસો નો થાય  અને હવે   “ઈ જોમ જાતું  રહ્યું  ફક્ત વાતું રહ્યું  ”