વૃદ્ધોએ હૃદયમાં છુપાવી રાખેલું દર્દ ન કહેવાય ન સહેવાય .

20161227_120302-1
એક લખીશ  થોડી વિગતવાર સમજણ સાથે   આ  ભજન  દરેક વૃદ્ધજન વડીલ બુઝુર્ગ ને  લાગુ નથી  . પડતું   . અને જેને લાગુ પડી જતું હશે  .  એ જાહેર કરવાના નથી  . તેઓ બાંધી મુઠી રાખશે  . મને એક ભાઈ વાત કરતા હતા  , કે  હિંમત ભાઈ  તમારી ખુલ્લી મુઠી છે અમારી બાંધી મુઠી છે   , કેમકે તમે  કુટુંબ પરિવારથી દૂર  કાળા નાગની જેમ એકલા રહો છો   .(આ સમયે હું એરિઝોનામાં  કુટુંબ પરિવારથી દૂર  એકલો રહેતો હતો  .  )  અમે ખાસ કરીને મારી વાઇફે  પથ્થર એટલા દેવની માનતા માનીને અમારા દિકરાના લગ્ન કરાવ્યા  , અમે પતે પાટા બાંધીને ભણાવ્યો   દીકરો અમેરિકા આવ્યો  ઇના વાંહે અમે પણ આવયાં  જોયું તો અમારા  શાર્દુલ  સાવઝ જેવા દીકરાના ( એની વિહ નોરી વહુએ  નખોની સંખ્યા વિસ હોય છે  .  નોર નહોર એટલે નખ   ) ઈની  પરણેતર ઘરવાળીએ  નખ અને દાંત બેઉ કાઢી નાખ્યા  . હવે ભજન  વાંચો  જો તમને સમય હોયતો પણ  કોઈકનું ભલું કરવા માટે  લખાણ  લખ્વામાંથી  સમય ન મળતો હોય તો  ન વાંચતા ફક્ત ઇંગ્લીશમાં ફક્ત મારા લખાણનું શીર્ષક વાંચીને  લખજો કે તમારું લખાણ ઘણું સરસ હતું  . હવે તમે મારુ લખાણ વાંચો એપણ તમને તમારા લખાણ જેવુંજ ગમશે એટલું લખીને  મારાથી ચાર કલાક સુધી વાંચું તોય    ન ખુંટે એટલું  લાંબુ  લખાણ વાંચવા આપજો  . મને વાંચવું ગમશે કેમકે  મારી  જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા  હજી સંતોષાય નથી   .
હવે ભજન
ઘરડાં  દુખિયાં  થાશે આ જગમાં ઘરડાં હડ હડ થાશે
આવક હશે તો આવકારો મળશે નહિતર  મોઢાં  ફેરવી જાશે
અમેરિકા જેવા દેશમાં આવક હોય તોય હડકોલા  ખાશે  …આ જગમાં  ઘરડાં દુઃખી થઇ જાશે  ,
  સિનિયર  સેન્ટરમાં  જાવું હોયતો  ગગાને પૂછવા જાશે 
ગગો  ક્યે મને સમય નથી પછી  બાપો વિચારે ચડી જાશે  . 
અમેરિકામાં સરકાર ખર્ચે સિનિયર સેન્ટરો ચાલતા હોય છે એમાં વૃદ્ધો માટે આનંદ પ્રમોદની ઘણી  પ્રવૃત્તિઓ હોય છે  . એમાં જવા માટે  પોતાના સુપુત્રને કહે  કે  જે દીકરા માટે  પોતે ઘણો ભોગ આપ્યો હોય   . તે દીકરો કહે  બાપા તમેતો  નવરા છો હું નવરો નથી   . ત્યાં લોકો સાથે ગપ્પા મારવાનો શો અર્થ  એના કરતાં ઘરે રહીને માળા ફેરવો તો સારું
આવું સાંભળી બાપ વિચારે ચડી જાય કે  આ દીકરા માટે મેં કરજ  કરીને ભણાવ્યો મેં ફાટેલાં કપડાં પહેરીને  તેને સૂટ બૂટમાં  સજ્જ કરાવીને કોલેજ કરાવી અમેરિકા મોકલ્યો એ આ
 તોછડાય વાળા વાક્યો સાંભળવા  એવા વિચારે ચડી જાય  અમેરિકામાં કેટલાક સ્ટેટોમાં  સરકાર તરફથી   વેન એક ડોલરમાં  આખા ગામમાં તમારે જ્યા જવું હોય ત્યાં લઈજાય બાપાનાં ઘરવાળાં ક્યાંયક થી એવી વાત લઇ આવયાં કે  આ હેમંત આતા એવું કહે છે કે  ફક્ત એક ડોલરમાં  સરકારી મોટરું તમને  ગામ આખામાં  જ્યાં  જવું હોય ત્યાં લઈ જાય છે  .  એટલે માજીએ  બાપાને વાત કરીકે તમે પુત્ર પાસે અકેકો ડોલર માગો તો આપણે આપણી જાતે સેન્ટરમાં જઈએ   બાપાને દિકરા તરફથી કડવો અનુભવ થયેલો એટલે બાપા કહે આ વખતે તું જા  પણ એટલું ધ્યાનમાં રાખજે  કે પુત્ર કોઈ અગત્યના કામમાં ન હોય  ત્યારે જજે અને ડોલરની માગણી કરજે  .  ડોશીમા  કર્મી પુત્ર પાસે  હળવે હળવે  ગયા જોયું તો  ગગો  એની વાફન વાંહામાં  હાથ ફેરવતો હતો ઇના પોતાના બે હાથે ખભા દબાવતો હતો  .  માજી દીકરાની રૂમમાં ગયા  , માને જોઈ દિકરો  તાડુકીને બોલ્યો   . કેમ અહીં ઘુસી  ભસ શું કામ છે ?   માજી   લાચારી ભરી વાણીમાં બોલ્યાં    . ગગા જો તું અમને  અકેકો નડોલર આપ તો અમે જાતે સેન્ટરમાં  જઈએ અને તુને તકલીફ નો આપીએ   . સુપુત્ર માનો લાડલો બોલ્યો  . તુંતો નવરી છો આવો ખોટો ખર્ચો કરવા હું માગતો નથી  . આવું સાંભળી  તમારાં ભાનુબા  જેવાં  માજી બોલ્યાં  દિકરા  તારે તારી ગાંઠના ડોલર  નથી આપવાના  સરકાર અમને ઘણા પૈસા આપે છે એ તું બધા તારી બેંકમાં જમા કરાવી દે છે  એમાંથી આપવાના છે  , સાંભળીને   જેનો નવ મહિના  પોતાના પેટમાં સંભાળ્યો   . જન્મ્યા પછી  ઘણા વ્હાલથી ઉછેરીને  મોટો કર્યો  એ સુપુત્ર બોલ્યો જા  જા  સાલી  જલ્દી અહીંથી જતી રહે    .
હેમત આતા ક્યે  એક ડોલરમાં  સરકારી મોટરું જાશે એક  ડોલરજો માગે ગગા  પાસે અપમાનિત શબ્દ સંભળાશે   ..આ
રોતાં  રોતાં  માજી પોતાના ધણી પાસે ગયાં   ધણીએ મામૈયા  માતંગ વાળો દોહરો કીધો કે
 દિકરો  વહુજો વાંહો  કન્ધો   માકે ડીંધો  ગાળ
મામૈયો માતંગ  ચ્યે  હેંડો  અચીંધો કાળ  

12 responses to “વૃદ્ધોએ હૃદયમાં છુપાવી રાખેલું દર્દ ન કહેવાય ન સહેવાય .

 1. હરીશ દવે (Harish Dave) December 27, 2016 at 9:46 pm

  આતાજી! આ લેખમાં આપ ઘડપણના અભિશાપની એક દુર્ભાગ્યપૂર્ણ વાત બહાર લાવ્યા. થોડામાં કંઈ કેટલીયે વાત કહી દીધી અને સિક્કાની બીજી બાજુ ‘હિંમત’પૂર્વક ઉઘાડી કરી. આપનું સ્પષ્ટવક્તાપણું ક્યારેક ઘણાને કડવું લાગતું હશે, અસ્વીકાર્ય પણ લાગતું હશે તે અલગ વાત છે. પણ આવી વાત આપ જેવા ઘડાયેલા અને પરિપક્વ વડીલ કહે ત્યારે સાંભળવી જરૂરી બનતી હોય છે.
  બધાંની સાથે આ ઘટિત ન થતું હોય, કદાચ બહુ ઓછા સાથે થતું હોય તો પણ આ એક દુ:ખદ હકીકત છે. દેશ હોય કે વિદેશ, બધે આ વાત લાગુ પડે છે. વિદેશનિવાસમાં કદાચ વૃદ્ધ માતા પિતા એકલા પડી જતા હોવાથી આ વિશેષ કઠતી હશે. પણ જે વાત સામાન્ય રીતે વિદેશ સ્થિત મિત્રો કહી નથી શકતા તે આપે બુલંદ અવાજે કહી. કદાચ કાળચક્રનો તકાજો છે, બદલાતા સમયની મજબૂરી છે, જીવનમાં વધતાં જતાં પ્રેશરની અસર છે, જનરેશન ગેપ છે… ઘણાં પરિબળો હોઈ શકે. પણ આપનો આ લેખ એક વરવી વાસ્તવિકતા પ્રત્યે આંગળી ચીંધે છે.

  • aataawaani December 27, 2016 at 10:11 pm

   પ્રિય હરીશ ભાઈ
   ઘણા વખત પહેલાં એક વાત છાપામાં પણ આવેલી એ વાત હું ફરીથી દોહરાવું છું .
   એક દિકરાએ પોતાના માબાપને અમેરિકા તેડાવયાં સાસુ વહુના અનબન ના કારણે દિકરે માબાપને ઘરમાંથી કાઢી મૂક્યાં . અભણ માબાપ સાઈડ વોકના કોઈ બાંકડા ઉપર બેઠાં હતાં . તેના દીકરાનો મિત્ર તયાંથી પસાર થતો હ્તો। એ આ ડોસલાંને ઓળખી ગયો . એણે પૂછ્યું અહીં એકલાં કેમ બેઠાં છો ? જવાબ મળ્યો અમારા દિકરાએ અમને કાઢી મૂક્યાં છે . આગળની વાત કદાચ તમે જાણતા હશો . મારા છેલ્લા . લખાણમાં હું એક લાઈન લખવાની હું ભૂલી ગયો છું . જે હવે તમારી જાણ ખાતર લખું છું .
   બાળક સાચવવા માને તેડાવે માતા થોડા દિવસ હરખાશે .
   બાળક મોટાં થયાં . ગરજ નથી . માતા પાંજરા પોળમાં(નસિંગ હોમ , વૃદ્ધાશ્રમ ) જાશે .

 2. NAREN December 27, 2016 at 10:20 pm

  સાહબે જી , ખુબ સુંદર

  • Vipul Desai December 28, 2016 at 6:36 am

   મુ.આતા,
   તમારી વાત ઘણા માટે સાચી તો ઘણા માટે ખોટી પણ હોઈ શકે. આજ વસ્તુ આપણા દેશમાં પણ બને છે. આજે નહિ વર્ષોથી બને છે. આપણે ત્યાં ઓછી એટલા માટે બને છે કે દીકરો બાપના ઘરમાં રહે છે અને અહિયાં બાપ દીકરાના ઘરમાં રહે છે. બધે પૈસા મુખ્ય વસ્તુ છે. આપણે ત્યાં જે દીકરાઓ પોતાના ઘરમાં રહે છે અને માં-બાપ પાસે ઘર નાં હોય અને જો વહુ સારા સ્વભાવની નાં હોય તો આવું બને છે. મેં તો અમેરિકન લોકોને પણ જોયા છે કે જે માં-બાપને સાથે સારી રીતે રાખે છે. મને ખબર છે એક આપનો દેશી છોકરો ખુબ જ ઉચ્ચ હોદ્દા પર અને તેની અમેરિકન પત્ની પણ ખુબ જ ઉચ્ચ હોદ્દા પર. લગ્ન પછી પેલીએ નોન વેજ ખાવાનું, દારુ પીવાનું છોડી દીધું. એના જ નાના ભાઈની ઇન્ડિયન પત્ની પૂરી અમેરિકન થઇ ગઈ(ખાવું પીવું બધું જ). સાસુ-સસરા ગમે નહિ, અમેરિકન વહુને સાસુ-સસરા વગર ચાલે નહિ. બીજી એક વાત કરું તો ગામમાં એક ખરાબ બનાવ બને તો આખું ગામ જાણે, પરંતુ ૯૯ સારા બનાવની કોઈ દરકાર નહિ કરે. મારા સગા ૮૩ વરસની ઉંમરે અમેરિકા ફરવા આવ્યા( અમેરિકા માટે એમનો પૂર્વગ્રહ ખુબ જ ખરાબ) હોવાથી આવવાની વિરુદ્ધ. મારે ત્યાં બોલાવ્યા તો કહે ત્રણ દિવસ માટે આવીશ.(એમણે વાતો સાંભળેલી કે અમેરિકામાં કોઈ મહેમાનને વધારે દિવસ ઘરમાં રાખવા તૈયાર નથી હોતું, ભાઈ, બહેન, માં-બાપને દસ પંદર દિવસમાં ઘરમાંથી કાઢી મુક્યા). મારે ત્યાં દસ દિવસ રહ્યા, નાયગ્રા, ન્યુયોર્ક એમ ઘણી જગ્યાએ ફેરવ્યા. એમણે મને કહ્યું કે દેશમાં સાંભળેલી વાતો અને અહી આવીને જોવામાં ઘણો ફરક છે. હું જ્યાં જ્યાં ગયો ત્યાં મને કોઈ ખરાબ લાગ્યું નથી. ખરેખર ખુબ જ સુંદર દેશ છે, જો હું નાં આવ્યો હોત તો પૂર્વગ્રહથી જ પીડાતો હોત. તમે જે ટાઈમમાં આવ્યા ત્યારે બધા માટે શરૂઆત હતી અને પૈસાની પણ તંગી હતી. બે છેડા જેમતેમ મળતા હતા. આજે લગભગ મોટા ભાગના લોકો પૈસેટકે સુખી છે. મુખ્ય વાત પૈસા નાં હોય, છોકરાઓ પોતાના છોકરાનું ભવિષ્ય જોતા હોય, તે વખતે કોઈ ઇન્ડિયન ટી.વી. કે એવું કાઈ ના હતું. ઇન્ડીયાથી આવનાર માં-બાપ પણ ઝૂરતા હતા, છોકરા વહુને પણ ચિંતા. મુખ્ય વાત તો એ છે કે આ બધી બાબતો માણસના સ્વભાવ પર ખુબ જ આધાર રાખે છે. માણસનો સ્વભાવ ગમે ત્યાં હોય બદલાતો નથી. પૈસા હોવા છતાં આજે ભારતમાં કે અમેરિકામાં લોકો માં-બાપને નથી રાખતા. જેમાં ક્યાં છોકરા-વહુ ખરાબ હોય કે પછી માં-બાપ પણ અળવીતરા હોય. ઉંમર થાય એટલે ઘરમાં તમારું ચાલતું હોય તે દીકરા-વહુના હાથમાં કમાન આવતા નથી ચાલવાનું એ સ્વીકારી લેવું પડે. મતલબમાં તમે ગમે ત્યાં જાવ જો તમારો સ્વભાવ ફ્લેક્સીબલ નાં હોય તો તમને બનવાનું નથી. જોકે ઘણીવાર નશીબ ખરાબ હોય તો તમે ગમે તેટલું કરો સારું નથી થતું.

   • aataawaani December 28, 2016 at 7:36 am

    પ્રિય વિપુલભાઈ
    મેં મારા આર્ટિકલ માં લખ્યું છે કે આ મારું ભજન દરેકને લાગુ નથી પડતું . મને પણ અને મારી માને પણ મારા નાના ભાઈની વહુ એલિઝાબેથે માન ભેર સાથે રાખ્યાં . હું અને મારી વાઈફ વિસ વરસ એમની સાથે રહયાં . એના પ્રતાપમા હું આ દેશમાં થોડું કમાયો . મારુ પોતાનું ઘર હું બનાવી શક્યો . મારા દીકરાના દીકરા ડેવિડે મને વન વે ની ટિકિટ મોકલી પોતાને સાથે રહેવા બોલાવી લીધો છે . ડેવિડની મા અને વાઈફ અમેરિકન છે . જ્ઞાતિની છોકરી સાથે પરણેલો એક દિકરો ત્રણ વરસ થી વધુ સમયથી એની વાઈફ કે છોકરાં વિષે મને કશા સમાચાર નથી . આ મારો દિકરો અમેરિકામાં મારા પછી આવ્યો છે . મેં એને ઘણી આર્થિક મદદ કરેલી છે . એમની વહુને મારો સ્વભાવ બિલકુલ ગમતો નથી .

    • Vipul Desai December 29, 2016 at 6:49 am

     મુ.આતા, તમારી વાત સાચી છે અને તમે એલીઝાબેથનો ઉલ્લેખ ઘણી જગ્યાએ કર્યો છે. મેં કહ્યું તેમ એકાદ ખરાબ પ્રસંગ બને તો ગામ આખું જાણે પણ ૯૯ પ્રસંગો સામાન્ય ગણાય. માણસો તો બધે જ સરખા, થોડો ઘણો ઘરના વાતાવરણ, સંસ્કાર અને સંજોગો પર પણ આધાર રાખે છે. ઘણીવાર સંજોગો એવા ખરાબ હોય કે પત્ની ખરાબ હોય તો માણસ ઈચ્છા રાખે તો પણ કશું કરી શકતો નથી.

   • aataawaani December 29, 2016 at 7:10 am

    શ્રી વિપુલભાઈ
    તમારી વાત તદ્દન સાચી છે .
    એક ભાઈ પોતાની બદ ચલન સ્ત્રીને કશું ન કરી શક્યો . આખર થાકી જઈને સ્ત્રીને વૈશ્યા બનાવી દીધી અને પોતે તેનો ભડવો બની ગયો . અને અમદાવાદના વાસણા ગામ પાસેની સોસાયટીમાં રહેવા લાગ્યો . આ સોસાયટીમાં બધા વૈશ્યાલય ચલાવનારા વસતા હતા . મને આ સોસાયટીનો તલ તલ નો અનુભવ થઇ ગએલો અહીં આવનારાઓમાં ભગવાં ધારીઓ પોતાને બ્રહ્મચારી કહેવનારા પણ આવતા આ મારો અનુભવ છે .

  • aataawaani December 28, 2016 at 2:57 pm

   ધન્યવાદ નરેનભાઈ

 3. pragnaju December 28, 2016 at 6:36 am

  મરતા નથી હોતા બધા લોકો મોતથી,
  કોઈને જિંદગીનો માર લાગે છે.

  અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
  સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

  લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
  નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.

  ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
  તકદીરની તલવાર ધારદાર લાગે છે.

  મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
  મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

  માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
  એને તો આવતા ય કેટલી વાર લાગે છે.
  બગીચાનાં બાંકડા પર બેઠા છે બાજુમાં

  ઘાસની પત્તીઓ પર

  રંગબેરંગી પતંગિયા ઊડે છે

  સહેજ આઘે

  છોકરાં કૂદાકૂદ કરતાં

  ધમાચકડી મચાવે છે.

  બાંકડા પર બેઠા વૃદ્ધોને ખભે અંધારું

  હળવેકથી આવી બેસી જાય છે.

  પણ અમે તો તમારી જેમ……………………………………
  પોતાનો જીવનભરનો અનુભવ યોગ્ય રીતે પરિવારના કાર્યોમાં જોતરવો જોઈએ. આમ પરિવારમાં ઉપયોગી માધ્યામ તરીકે જો વૃદ્ધો પ્રવૃત્ત થાય તો પરિવારમાં સન્માન્ય બની રહે. વળી પરિવારના બાળકો સાથે પણ એ નાનીમોટી રમતોમાં પોતાનો સમય વિતાવે તો બાળકોના પ્યારા દાદા બની રહે. એક કાવ્ય છે – બાળક એના દાદાને શીખવે છે કે :

  ‘નાના કેવી રીતે થાવું, આવો બાપુ રીત બતાવું,
  ઢીકા પાટું પીવું ખાવુ પાડા થઈને રે…
  બાપુ તમે નાના થાજો રે…’

  વળી દાદા પણ બાળગીતોમાંથી વીણીવીણીને બાળકોને ગીતો સંભળાવે, બાળકો સાથે કોરસમાં ગયા તો બાળકોને મજા પડે અને ઘરની ગૃહિણીઓને બાળકોની તોફાન-મસ્તીમાંથી થોડો વિસામો મળે. આમ દાદા પુત્રવધૂઓ અને પરિવારની અન્ય મહિલાઓ માટે જરૂરી આવકારદાયક પાત્ર બની રહે. વળી વૃદ્ધોએ 40 વર્ષની ઉંમરથી પોતાની તબિયત સાચવવી જોઈએ. પોતાની આવકમાંથી અમુક રકમ વૃદ્ધાવસ્થા માટે બચાવવી જોઈએ. વધતી ઉંમર સાથે થોડી નવી પ્રવૃત્તિ પણ શીખવી જોઈએ જેથી પોતાનો સમય સારી રીતે વિતાવી શકાય. પરિવારના સભ્યો તેમના રોજિંદા કાર્યોમાં અતિ વ્યસ્ત હોય ત્યારે વાંચન, મનન અને અન્યોની મૈત્રી સાધી પોતાનો સમય વિતાવવો જોઈએ.

  • aataawaani December 28, 2016 at 7:11 am

   પ્રિય પ્રજ્ઞાબેન
   તમારી કોમેન્ટો ઘણી જાણવા જેવી જ્ઞાન વર્ધક હોય છે . ડેવીડનાં દિકરો દિકરી હવે મારાથી બહુ હળી ભળી ગયા છે . ડેવિડની દિકરી gianna કે જેને હું ज़िया કહું છું . તે પહેલાં મારા વિચિત્ર ચહેરો જોઈ દૂર ભાગતી પણ હવે મારા માટે ગર્વ લ્યે છે . એની ટીચરને અને બેનપણીઓ ને હર્ષભેર મારો પરિચય કરાવે છે . ફોટો પડાવવા મારા પડખામાં ઘુસી જાય છે . મને સ્કૂલેથી આવીને ભેટે છે . આ મારી રણચંડી મને બેહદ વ્હાલી લાગે છે .

 4. સુરેશ December 28, 2016 at 7:23 am

  વાત તો હાચી. પણ ‘બીત ગઈ સો બાત ગઈ.’

  જીવનમેં એક સિતારા થા
  માના વો બેહદ પ્યારા થા
  વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
  અંબરકે આનંદકો દેખો
  કિતને ઇસકે તારે ટૂટે
  કિતને ઇસકે પ્યારે લૂટે
  જો છૂટ ગયે ફિર કહાં મિલે
  પર બોલો ટૂટે તારોં પર
  કબ અંબર શોક મનાતા હૈ?
  જો બીત ગયી સો બાત ગયી

  જીવનમેં વહ થા એક કુસુમ
  થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
  વહ સૂખ ગયા તો સૂખ ગયા
  મધુવનકી છાતીકો દેખો
  સૂખી કિતની ઇસકી કલિયાં
  મુરઝાયી કિતની વલ્લરીયાં
  જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
  પર બોલો સૂખે ફૂલોં પર
  કબ મધુવન શોર મચાતા હૈ?
  જો બીત ગયી સો બાત ગયી

  જીવન મેં મધુકા પ્યાલા થા
  તુમને તન મન દે ડાલા થા
  વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
  મદીરાલયકે આંગનકો દેખો
  કિતને પ્યાલે હીલ જાતે હૈં
  ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
  જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
  પર બોલો ટૂટે પ્યાલોં પર
  કબ મદીરાલય પછછાતા હૈ
  જો બીત ગયી સો બાત ગયી

  મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
  મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
  લઘુ જીવન લેકર આયે હૈં
  પ્યાલે ટૂટ હી કરતે હૈં
  ફિર ભી મદીરાલયકે અંદર
  મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
  જો માદકતા કે મારે હૈં
  વે મધુ લૂટા હી કરતે હૈં
  વો કચ્ચા પીને વાલા હૈ
  જિસકી મમતા ઘટ પ્યાલોં પર
  જો સચ્ચે મધુ સે જલા હુઆ
  કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
  જો બીત ગયી સો બાત ગયી

  – હરિવંશરાય બચ્ચન

  બીગ-બી ના સ્વ. પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની આ બહુ જ પ્રસિદ્ધ રચના છે. પ્રથમ પત્ની શ્યામાના અવસાન બાદ તેઓ બહુ નીરાશાના ગર્તામાં સરી પડ્યા હતા. એક વર્ષ સુધી આ હતાશા તેમને ઘેરી વળી હતી. કો’ક પળે તેમને એ સત્યનું ભાન થયું કે તેમણે જીવન પસાર તો કરવું જ રહ્યું. તે વખતની તેમની આ નવાગંતુક જાગૃતિમાં આ રચના રચાઇ હતી.

  જીવનનો નશો કાયમી રહે તે જરૂરી છે. કદાચ નશા(Passion) વગરનું જીવન તે જીવન જ નથી. તે કયા પાત્રમાંથી આવે છે કે, પીનારનો પ્યાલો કેવો છે તે અગત્યનું નથી.

  તેમનો ગયેલો નશો પાછો આવ્યા પછીની તેમની રચનાઓ બહુ જ અદ્ ભૂત અને વખણાયેલી છે.

  • aataawaani December 28, 2016 at 8:10 am

   પ્રિય સુરેશ ભાઈ
   તમારી હરિવંશ રાય બચ્ચનની હૃદયમાંથી ઉદ્ભવ થયેલી કવિતા जो बीत गयी वो बात गयी બહુ સમજવા જેવી શયીખવા જેવી હતી મેં તો નક્કી કર્યું છે કે આપણને સુખ ગમે છે . દુ :ખ નથી ગમતું . તોપછી દુ :ખને નજીક શા માટે આવવા દેવું ? હું ડેવિડ ભેગો રહેવા આવ્યો . એમાં મેં એરીઝોનનું ઘણું સુખ સાહેબી ગુમાવી પણ ડેવિડની અમેરિકન વહુ રાતે વાળું માટે મને મારી રૂમના બારણા માં ઉભી રહીને બોલાવે ભાઈ જમવાનું તૈયાર છે , દિવસના તો હું સિરિયલ બદામનું દૂધ નાખીને હોલ વિડ બ્રેડ ઉપર સો ટકા ચોખ્ખું પીનટ બટર ચોપડીને અને કેળાં જેવું કોઈ ફળ ખાઈ લઉં છું . ડેવિડની રાતની નોકરી હોય છે . એટલે એ ઊંઘતો હોય અને સાથે એની વહુ પણ ઊંઘતી હોય . આ બધો આનંદ હોવાથી હું ફિનિક્સના સિનિયર સેન્ટરમાં સરકારી વાહન મારફત જાતો મિત્રોને મળતો ભોજન કરતો કરીશ જેવા મિત્રો હતા . એ મેં ગુમાવ્યું એ આ લોકોના પ્રેમ આગળ કુચા છે . ડેવિડને રવિ સોમ મઁગલની રજા હોય છે . આ રજામાં જ્યા ત્યાં ફરવા લઇ જાય છે . આ વાંસ સાથેનો ફોટો એક ઝુમા પાડેલો છે .
   ગઈકાલે મને ડેવિડની દિકરીએ એક સ્વીડનમાં બનેલી ઢીંગલી બતાવી જેની ડુંટી દબાવો તો ઢીંગલી ગાવા મન્ડે જેનો ગુજરાતીમાં આવો કૈંક અર્થ થાય જતું કરવાની ભાવના જેવો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: