
એક લખીશ થોડી વિગતવાર સમજણ સાથે આ ભજન દરેક વૃદ્ધજન વડીલ બુઝુર્ગ ને લાગુ નથી . પડતું . અને જેને લાગુ પડી જતું હશે . એ જાહેર કરવાના નથી . તેઓ બાંધી મુઠી રાખશે . મને એક ભાઈ વાત કરતા હતા , કે હિંમત ભાઈ તમારી ખુલ્લી મુઠી છે અમારી બાંધી મુઠી છે , કેમકે તમે કુટુંબ પરિવારથી દૂર કાળા નાગની જેમ એકલા રહો છો .(આ સમયે હું એરિઝોનામાં કુટુંબ પરિવારથી દૂર એકલો રહેતો હતો . ) અમે ખાસ કરીને મારી વાઇફે પથ્થર એટલા દેવની માનતા માનીને અમારા દિકરાના લગ્ન કરાવ્યા , અમે પતે પાટા બાંધીને ભણાવ્યો દીકરો અમેરિકા આવ્યો ઇના વાંહે અમે પણ આવયાં જોયું તો અમારા શાર્દુલ સાવઝ જેવા દીકરાના ( એની વિહ નોરી વહુએ નખોની સંખ્યા વિસ હોય છે . નોર નહોર એટલે નખ ) ઈની પરણેતર ઘરવાળીએ નખ અને દાંત બેઉ કાઢી નાખ્યા . હવે ભજન વાંચો જો તમને સમય હોયતો પણ કોઈકનું ભલું કરવા માટે લખાણ લખ્વામાંથી સમય ન મળતો હોય તો ન વાંચતા ફક્ત ઇંગ્લીશમાં ફક્ત મારા લખાણનું શીર્ષક વાંચીને લખજો કે તમારું લખાણ ઘણું સરસ હતું . હવે તમે મારુ લખાણ વાંચો એપણ તમને તમારા લખાણ જેવુંજ ગમશે એટલું લખીને મારાથી ચાર કલાક સુધી વાંચું તોય ન ખુંટે એટલું લાંબુ લખાણ વાંચવા આપજો . મને વાંચવું ગમશે કેમકે મારી જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હજી સંતોષાય નથી .
હવે ભજન
ઘરડાં દુખિયાં થાશે આ જગમાં ઘરડાં હડ હડ થાશે
આવક હશે તો આવકારો મળશે નહિતર મોઢાં ફેરવી જાશે
અમેરિકા જેવા દેશમાં આવક હોય તોય હડકોલા ખાશે …આ જગમાં ઘરડાં દુઃખી થઇ જાશે ,
સિનિયર સેન્ટરમાં જાવું હોયતો ગગાને પૂછવા જાશે
ગગો ક્યે મને સમય નથી પછી બાપો વિચારે ચડી જાશે .
અમેરિકામાં સરકાર ખર્ચે સિનિયર સેન્ટરો ચાલતા હોય છે એમાં વૃદ્ધો માટે આનંદ પ્રમોદની ઘણી પ્રવૃત્તિઓ હોય છે . એમાં જવા માટે પોતાના સુપુત્રને કહે કે જે દીકરા માટે પોતે ઘણો ભોગ આપ્યો હોય . તે દીકરો કહે બાપા તમેતો નવરા છો હું નવરો નથી . ત્યાં લોકો સાથે ગપ્પા મારવાનો શો અર્થ એના કરતાં ઘરે રહીને માળા ફેરવો તો સારું
આવું સાંભળી બાપ વિચારે ચડી જાય કે આ દીકરા માટે મેં કરજ કરીને ભણાવ્યો મેં ફાટેલાં કપડાં પહેરીને તેને સૂટ બૂટમાં સજ્જ કરાવીને કોલેજ કરાવી અમેરિકા મોકલ્યો એ આ
તોછડાય વાળા વાક્યો સાંભળવા એવા વિચારે ચડી જાય અમેરિકામાં કેટલાક સ્ટેટોમાં સરકાર તરફથી વેન એક ડોલરમાં આખા ગામમાં તમારે જ્યા જવું હોય ત્યાં લઈજાય બાપાનાં ઘરવાળાં ક્યાંયક થી એવી વાત લઇ આવયાં કે આ હેમંત આતા એવું કહે છે કે ફક્ત એક ડોલરમાં સરકારી મોટરું તમને ગામ આખામાં જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે . એટલે માજીએ બાપાને વાત કરીકે તમે પુત્ર પાસે અકેકો ડોલર માગો તો આપણે આપણી જાતે સેન્ટરમાં જઈએ બાપાને દિકરા તરફથી કડવો અનુભવ થયેલો એટલે બાપા કહે આ વખતે તું જા પણ એટલું ધ્યાનમાં રાખજે કે પુત્ર કોઈ અગત્યના કામમાં ન હોય ત્યારે જજે અને ડોલરની માગણી કરજે . ડોશીમા કર્મી પુત્ર પાસે હળવે હળવે ગયા જોયું તો ગગો એની વાફન વાંહામાં હાથ ફેરવતો હતો ઇના પોતાના બે હાથે ખભા દબાવતો હતો . માજી દીકરાની રૂમમાં ગયા , માને જોઈ દિકરો તાડુકીને બોલ્યો . કેમ અહીં ઘુસી ભસ શું કામ છે ? માજી લાચારી ભરી વાણીમાં બોલ્યાં . ગગા જો તું અમને અકેકો નડોલર આપ તો અમે જાતે સેન્ટરમાં જઈએ અને તુને તકલીફ નો આપીએ . સુપુત્ર માનો લાડલો બોલ્યો . તુંતો નવરી છો આવો ખોટો ખર્ચો કરવા હું માગતો નથી . આવું સાંભળી તમારાં ભાનુબા જેવાં માજી બોલ્યાં દિકરા તારે તારી ગાંઠના ડોલર નથી આપવાના સરકાર અમને ઘણા પૈસા આપે છે એ તું બધા તારી બેંકમાં જમા કરાવી દે છે એમાંથી આપવાના છે , સાંભળીને જેનો નવ મહિના પોતાના પેટમાં સંભાળ્યો . જન્મ્યા પછી ઘણા વ્હાલથી ઉછેરીને મોટો કર્યો એ સુપુત્ર બોલ્યો જા જા સાલી જલ્દી અહીંથી જતી રહે .
હેમત આતા ક્યે એક ડોલરમાં સરકારી મોટરું જાશે એક ડોલરજો માગે ગગા પાસે અપમાનિત શબ્દ સંભળાશે ..આ
રોતાં રોતાં માજી પોતાના ધણી પાસે ગયાં ધણીએ મામૈયા માતંગ વાળો દોહરો કીધો કે
દિકરો વહુજો વાંહો કન્ધો માકે ડીંધો ગાળ
મામૈયો માતંગ ચ્યે હેંડો અચીંધો કાળ